Back
पोर्बंदर समुद्र में ATS- Coast Guard के संयुक्त ऑपरेशन में 203 किलोग्राम ड्रग्स पकड़े गए
URUday Ranjan
Feb 17, 2026 09:03:46
Ahmedabad, Gujarat
હેડલાઇન: પોરબંદરના મધદરિયે ATS અને કોસ્ટ ગાર્ડનું મેગા ઓપરેશન: ઈરાની સ્પીડ બોટમાંથી 203 કિલો ડ્રગ્સ પાવડર જપ્ત, પંજાબ કનેક્શન ખુલ્યું
એન્કર : ગુજરાતના દરિયાકાંઠેથી નશાના કાળા કારોબારને નેસ્તનાબૂદ કરવા માટે ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે મોટું સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે. પોરબંદરથી 140 નોટિકલ માઈલ દૂર મધદરિયે 10 કલાક સુધી ચાલેલા હાઈ-વોલ્ટેજ ઓપરેશન બાદ ઈરાની સ્પીડ બોટને ઝડપી પાડવામાં આવી છે. આ બોટની તલાશી લેતા તેમાંથી સફેદ રંગના કેમિકલ પાવડરના 203 પેકેટ મળી આવ્યા હતા, જેનું વજન 203 કિલો હોવાનું સામે આવ્યું છે.
આ બોટમાંથી પોલીસે બે ઈરاني શખ્સો અબ્દુલ મજીદ ઈસ્માઈલ અને અબ્દુલ સત્તર કાદરબક્ષની ધરપકડ કરી છે. આ બંને આરોપી ઈરાનના ચાબહાર કોનારક વિસ્તાટના રહેવાસી છે. પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ ડ્રગ્સનો જથ્થો ઈરાનના કુખ્યાત ડ્રગ માફિયા હાજી ફિદાએ મોકલ્યો હતો. હાજી ફિદાએ આ જથ્થો પંજાબના કોઈ શખ્સને પહોંચાડવા માટે મોકલ્યો હતો અને પોરબંદરના દરિયાકિનારે તેની ડિલિવરી થવાની હતી.
આ પાવડર કયા પ્રકારનું ડ્રગ્સ છે તેની ચોક્કસ માહિતી મેળવવા માટે એફએસએલ (FSL) ની મદદ લેવામાં આવી રહી છે. પકડાયેલ આરોપીઓ પાસેથી એક મોબાઈલ ફોને પણ જપ્ત કરવામાં આવ્યો છે. જેના ડેટાના આધાર પર પંજાબના એ શખ્સ સુધી પહોંચવા માટે પોલીસી ચક્રો ગતિમાન કર્યા છે જે આ ડિલિવરી લેવા આવવાનો હતો. ઈરાનથી અત્યાધુનિક સ્પીડ બોટ લઈને આવેલા આ આરોપીઓ ભારતીય જળસીમામાં ઘૂસીને નશાનું ઝેર ઓકવા માંગતા હતા, જે मनસૂબો એટીએસએ નિષ્ફળ બનાવ્યો છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowFeb 17, 2026 11:02:320
Report
MDMustak Dal
FollowFeb 17, 2026 10:33:430
Report
PTPremal Trivedi
FollowFeb 17, 2026 10:30:550
Report
SSSapna Sharma
FollowFeb 17, 2026 09:48:360
Report
MDMustak Dal
FollowFeb 17, 2026 09:47:040
Report
MDMustak Dal
FollowFeb 17, 2026 09:46:570
Report
JDJAYESHBHAI DOSHI
FollowFeb 17, 2026 09:46:430
Report
URUday Ranjan
FollowFeb 17, 2026 09:45:590
Report
LJLakhani Jaydeep
FollowFeb 17, 2026 08:52:400
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 08:51:530
Report
SVSANDEEP VASAVA
FollowFeb 17, 2026 08:51:420
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 08:51:260
Report
UPUMESH PATEL
FollowFeb 17, 2026 07:50:100
Report
UPUMESH PATEL
FollowFeb 17, 2026 07:36:570
Report