Back
जूनागढ़ बीजेपी में पारिवारवाद के आरोप, तेजस जोशी का वायरल वीडियो बवाल
AKAshok Kumar
Mar 10, 2026 17:15:19
Junagadh, Gujarat
એન્કર (Intro): જૂનાગઢ ભાજપમાં લાંબા સમયથી ધખધખતો આંતરિક અસંતોષ હવે જ્વાળામુખી બનીને બહાર આવ્યો છે. યુવા 모ોર્ચાના પૂર્વ ઉપપ્રમુખ તેજસ જોશીએone هڪ વીડિયો વાયરલ કરી શહેર સંગઠન અને ખાસ કરીને શહેર પ્રમુખ સામે મોરચો માંડ્યા છે. 'એક વ્યક્તિ, એક પદ'ના નિયમોના ધજાગરા ઉડાવતા 'પરિવારવાદ'ના આક્ષેપોએ કેસરિયા છાવણીમાં ભૂકંપની સર્જ્યો છે. હાલમાં આક્ષેપોના ઘેરામાં આવેલા નેતાએ વળતો પ્રહાર કરી આને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું ગતકડું ગણાવ્યું છે.
વીડિયો ઓવર (VO - 1): [વિઝ્યુઅલ્સ: તેજસ જોષીનો વાયરલ વીડિયો, જુનાગઢ ભાજપ કાર્યાલય, ગૌરવ રૂપારેલિયા અને અન્ય નેતાઓ]
જુનાગઢ भाजપમાં શિસ્તના લીરેલીરા ઉડતી तस्वीरો આી છે. યુવા નેતા તેજસ જોષીએ સોશ્યલ મીડિા પર વીડિયો બોમ્બ ફોડીને શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. આક્ષેપ છે કે, પક્ષમાં સમર્પિત કાર્યકરોની અવગણના કરીને માનીતા નેતાઓના પરિવારજનોને હોદ્દાની લહાણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને આડતિયા પરિવારરમાં જ બે હોદ્દાઓ પધરાવી દેવાયા હોવાના મુદ્દે તેજસJoશી પરિવારવાદની વાતો કરી રહ્યા છે.
બાઈટ - 1: તેજસ જોષી (પૂર્વ ઉપપ્રમુખ, ભાજપ યુવા મોરચા)
"પાર્ટીમાં સત્તાના જોરે નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. એક જ પરિવારમાં હોદ્દાની લહાણી શા માટે? સંગઠન પ્રમુખના ડબલ ધોરણો ખુલ્લા પડી ગયા છે. આવા નેતાઓ પાર્ટીનું અહિત કરી રહ્યા છે અને હાઈકમાન્ડે આમાં દખલ દેવી જોઈએ."
સામા પક્ષે, આ આક્ષેપોને શહેર ભાજપ ઉપપ્રમુખ ગિરીશ આડતિયાએ પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી કે તેમના પત્નીએ સંગઠનમાં નવો હોદ્દો મળતા પહેલા જ જૂના પદેથી રાજીનામું આપી દીધ્યું હતું. આડતિયાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, જે તેજસ જોષી પરિવારવાદની વાતો કરે છે, તેમના માતૃશ્રી પણ ભાજપમાં નગરસેવક રહી ચૂક્યા છે. પક્ષના આંતરિક મામલે સોશિયલ મીડિયામાં વીડિયો મૂકવો એ પક્ષને નુકસાન પહોંચાડવાનું કૃત્ય છે.
બાઈટ - 2: ગિરીશ આડતિયા (ઉપપ્રમુખ, શહેર ભાજપ - જૂનાગઢ)
"આ માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ છે. મારી પસંદગી થઈ ત્યારે હું માત્ર કાર્યકર હતો. મારા પત્નીએ તો જાન્યુઆરીમાં જ રાજીનામું આપી dielo હતુ. જો કોઈ ફરિયાદ હોય તો પ્રભારી કે હાઈકમાન્ડને કરવી જોઈએ, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને પક્ષની શિસ્ત તોડવી ન જોઈએ."
જૂનાગઢ ભાજપમાં ચાલી રહેલો આ ગજગ્રાહ હવે સંગઠન માટે માથાનો દુખાવો બની રહ્યો છે. એક તરફ પક્ષ હાઈકમાન્ડ 'પરિવારવાદ' વિરુદ્ધ લડાઈની વાતો કરે છે, ત્યારે જુનાગઢના જ નેતાઓ આ મામલે સામસામે આવી જતાં વિપક્ષને પણ બેઠું ભાથું મળી ગયું છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 10, 2026 17:00:130
Report
URUday Ranjan
FollowMar 10, 2026 14:40:050
Report
0
Report
CPCHETAN PATEL
FollowMar 10, 2026 13:46:580
Report
AKArpan Kaydawala
FollowMar 10, 2026 13:46:430
Report
BPBurhan pathan
FollowMar 10, 2026 13:46:160
Report
AKArpan Kaydawala
FollowMar 10, 2026 12:20:120
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowMar 10, 2026 11:38:030
Report
SVSANDEEP VASAVA
FollowMar 10, 2026 10:57:260
Report
NJNILESH JOSHI
FollowMar 10, 2026 10:56:100
Report
DPDhaval Parekh
FollowMar 10, 2026 10:16:270
Report
HBHimanshu Bhatt
FollowMar 10, 2026 09:30:110
Report
AKAshok Kumar
FollowMar 10, 2026 09:01:570
Report
BPBurhan pathan
FollowMar 10, 2026 09:01:420
Report