વલ્લભવિદ્યાનગરમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે,ત્યારે સ્ટોન ગૃપ પરિવાર દ્વારા ઈકોફ્રેન્ડલી ચોકલેટમાંથી ગણેશજીની મૂર્તી બનાવી સ્થાપના કરવામાં આવી છે,51 કિલો ચોકલેટમાંથી આયોજક યુવાનો દ્વારા જાતે અયોધ્યામાં સ્થાપિત ભગવાન રામની મૂર્તીની થીમ પર ગણેશજીની મૂર્તી બનાવવામાં આવી છે,જે માટે 12 દિવસની મહેનત બાદ યુવાનોએ ગણેશજીની મૂર્તી તૈયાર કરી સ્થાપના કરી છે.