Back
જામજોધપુરના ધારાસભ્યએ શરૂ કર્યો 15 કિમીનો આંદોલન! શું મળશે ન્યાય?
MDMustak Dal
Sept 06, 2025 12:33:41
Jamnagar, Gujarat
તા.06-09-2025
રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર
સ્ટોરી ટાઇટલ : ધારાસભ્ય આંદોલન
Slug : 0609 ZK JMR MLA AANDOLAN
ફોર્મેટ : PKG
લોકેશન : જામનગર
એન્કર :
જામનગર ગ્રામ્ય પંથકમાં સતત ખરાબ રોડ રસ્તાઓ મામલે રજૂઆતો કર્યા બાદ પણ નિવારણ ન આવતા જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમત ખવા દ્વારા આજથી 15 km ની પદયાત્રા કરી અને મામલતદાર કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરવા સહિતના વિરોધના કાર્યક્રમો આપી તંત્રની આંખ ઉઘાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
વિઓ : 01
જામજોધપુરના ધારાસભ્ય હેમત ખવા દ્વારા આજે સવારે જામજોધપુર નજીક આવેલા ઈશ્વરીયા ગામથી જામજોધપુર સુધીની 15 km ની પદયાત્રા યોજવામાં આવી હતી. જેમાં તેમની સાથે ગ્રામજનો અને વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. ખાસ કરીને સતત ગ્રામ્ય વિસ્તારમાં ખરાબ રોડ રસ્તાઓને પગલે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવવા આજથી જામજોધપુરના ધારાસભ્ય દ્વારા આંદોલનના મંડાણ શરૂ કરવામાં આવ્યા છે.
વિઓ : 02
ઈશ્વરીયા ગામ થી જામજોધપુર મામલતદાર કચેરી સુધી પદયાત્રા પૂર્ણ કર્યા બાદ ધારાસભ્ય સહિતના લોકો દ્વારા મામલતદાર કચેરીને તાળાબંધી કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવતા તાળાબંધી પૂર્વે જ પોલીસ દ્વારા ધારાસભ્ય સહિતના લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ સમયે ભારે ઊગ્ર બોલાચાલી થતા માહોલ ગરમાયો હતો. જોકે પોલીસ દ્વારા તાળાબંધી કરતા ધારાસભ્ય સહિતના લોકોને અટકાવવામાં આવ્યા હતા.
વિઓ : 03
જ્યારે આ સમગ્ર મામલે મીડિયા દ્વારા જામજોધપુર મામલતદારનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા મામલતદાર પોતાની કચેરી છોડી નાસી ગયા હતા. જે રીતે ગ્રામ્ય પંથકમાં રોડ રસ્તાઓની હાલત ખરાબ છે તે અંગેના જવાબો માત્ર અધિકારીઓ જ આપી શકે છે, પરંતુ અધિકારીઓ પ્રજાને તો જવાબ આપતા ન હોય એવા સમયે મીડિયા જવાબ માંગવા જતા અધિકારીઓ પોતાની કચેરી છોડી ભાગ્યા હતા. જામજોધપુર મામલતદાર કચેરીના અધિકારી કે સી વાઘેલાએ મીડિયા ને જવાબ આપવા સુધા પણ ના પાડી દીધી હતી...
વિઓ : 04
જ્યારે જામજોધપુરના ધારાસભ્ય હેમત ખવા દ્વારા આજના આંદોલનની શરૂઆતના પગલે જો હવે આગામી સમયમાં રોડ રસ્તાઓની કામગીરીના કોન્ટ્રાક આપવા અને તાત્કાલિક રીપેરીંગ કામ કરવા સહિતની કામગીરી જો તંત્ર દ્વારા નહીં કરવામાં આવે તો આગામી સમયમાં જામનગર જિલ્લા પંચાયત ખાતે બાંધકામ વિભાગના અધિકારોનું મોહ કાળુ કરવાની પણ ચીમકી વિચારવામાં આવી છે.
બાઈટ : હેમંત ખવા ( ધારાસભ્ય - જામજોધપુર )
P2C... મુસ્તાક દલ.... ઝી મીડિયા...જામનગર
11
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowNov 18, 2025 16:02:28106
Report
CPCHETAN PATEL
FollowNov 18, 2025 16:02:10141
Report
AKAshok Kumar
FollowNov 18, 2025 15:30:43134
Report
URUday Ranjan
FollowNov 18, 2025 14:36:23127
Report
URUday Ranjan
FollowNov 18, 2025 14:30:49172
Report
CPCHETAN PATEL
FollowNov 18, 2025 14:18:36188
Report
TDTEJAS DAVE
FollowNov 18, 2025 13:50:5288
Report
DPDhaval Parekh
FollowNov 18, 2025 13:45:56123
Report
URUday Ranjan
FollowNov 18, 2025 13:38:2282
Report
URUday Ranjan
FollowNov 18, 2025 13:27:0590
Report
CPCHETAN PATEL
FollowNov 18, 2025 13:04:0471
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowNov 18, 2025 12:50:0099
Report
URUday Ranjan
FollowNov 18, 2025 12:45:14121
Report
VKVishwas Kumar
FollowNov 18, 2025 12:06:52176
Report
URUday Ranjan
FollowNov 18, 2025 12:06:36175
Report