Back
चेन स्नैचर दो गिरफ्तार: 46 मामलों का खुलासा, पुलिस ने पकड़ा
DPDhaval Parekh
Sept 16, 2025 14:33:46
Navsari, Gujarat
એપ્રુવડ બાય : હમીમ સર
સ્લગ : NVS CHAIN SNECHER
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 16 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એંકર : નેશનલ હાઈવે પર વેસ્મા પેટ્રોલ પંપ પરથી મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર તોડીને ભાગી છૂટેલા મહારાષ્ટ્રના બે રીઢા સ્નેચરોને નવસારી પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં પીછો કરી ગણદેવીના ખારેલ પાસે રોક્યા હતા. જેમાં એકને પોલીસે દબોચ્યો, જ્યારે એક ભાગીને ગટરમાં સંતાયો હતો. પરંતુ પગથી છબછબીયા થતા પોલીસને હાથે ઝડપાઈ ગયો હતો. મકોકા હેઠળ સજા કાપી ચૂકેલા આરોપીઓ સામે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર મળી કુલ 46 ગુનાઓ નોંધાયા છે.
વી/ઓ : નવસારીના જલાલપોર તાલુકાના નેશનલ હાઈવે નં. 48 ને અડીને આવેલા વેસ્મા ગામના સાલેજી પેટ્રોલ પંપ ઉપર આજે સવારે પોણા દસ વાગ્યાના સુમારે એક મહિલા પેટ્રોલ ભરાવી રહી હતી. દરમિયાન એક કાળા રંગની સ્પોર્ટ્સ બાઈક ઉપર હેલ્મેટ પહેરી આવેલા બે બદમાશો, મહિલાના ગળામાંથી 80 હજાર રૂપિયાનું તોલા સોનાનું મંગળસૂત્ર તોડીને ધૂમ સ્ટાઈલમાં નવસારી તરફ ભાગી છૂટ્યા હતા. મહિલાએ બૂમાબૂમ કરતા પેટ્રોલ પંપ ઉપર ઉભેલા લોકોને ઘટનાની જાણ થતા તાત્કાલિક વેસ્મા આઉટ પોસ્ટની પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ એક્શનમાં આવેલી પોલીસે તાત્કાલિક નાકાબંધીનો મેસેજ છોડ્યો અને નવસારી LCB, SOG સહિત જિલ્લાની પોલીસ એલર્ટ થઈ હતી. બીજી તરફ આરોપીઓ મુંબઈ તરફ ભાગી છૂટવાની ફિરાકમાં હતા. ત્યારે ગણદેવી પોલીસે આરોપીઓને શોધી તેમને પકડવા પીછો કર્યો હતો. જેમાં કારમાં પીછો ગણદેવી કરી રહેલી ગણદેવી પોલીસે આરોપીઓની બાઈકને ટક્કર મારી અટકાવ્યા હતા. જેમાં એક આરોપી પોલીસના હાથે લાગી ગયો હતો. જ્યારે અન્ય એક આરોપી નજીકની વાડીમાં ભાગી છૂટ્યો હતો. પોલીસ આરોપીની શોધખોળ કરી રહી હતી. અને આરોપી નજીકમાં આવેલી ગટરમાં સંતાઈ ગયો હતો. દરમિયાન આરોપી ગટરના પાણીમાં પગ પછાડતા છબછબીયા થતા પોલીસની નજર ગઈ અને બીજો આરોપી પણ પકડાઈ ગયો હતો. પોલીસે મહારાષ્ટ્રના મુંબઈના મલાડ સ્થિત મલવાનીમાં રહેતા અતિક ઉર્ફે મેન્ટલ મુબીન અન્સારી અને મહારાષ્ટ્રના વેસ્ટ મુંબઈના બાંદ્રા સ્થિત મૌલાના લાઈનમાં રહેતા સાજીદ ઉર્ફે બડા સાજીદ અબ્દુલ શેખની ધરપકડ કરી હતી. સાથે જ પોલીસે સોનાના મંગળસૂત્ર સહિત બાઈક, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધી તપાસ આરંભી છે.
બાઈટ : એસ. કે. રાય, નાયબ પોલીસ અધિક્ષક, નવસારી
વી/ઓ : પોલીસે પકડેલા બંને આરોપીઓ અતિક ઉર્ફે મેન્ટલ અન્સારી અને સાજિદ ઉર્ફે બડા સાજીદ શેખ ચોરી, લૂટ, ચેઇન સ્નેચીંગ જેવા ગુનાઓમાં માહિર છે. આરોપીઓ મકોકા એક્ટ હેઠળ જેલની સજા કાપી રહ્યા હતા અને ગત 19 ઓગસ્ટ, 2025 ના રોજ જેલમાંથી છૂટ્યા હતા. જેલમાંથી છૂટતા સાથે જ અતિક અને સાજિદ બંને ચેઈન સ્નેચિંગ કરવા નીકળી પડ્યા હતા. પોલીસની તપાસમાં બંને આરોપીઓમાંથી અતિક સામે 46 ગુનાઓ અને સાજિદ સામે 24 ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ આરોપીઓએ ગુનાઓને અંજામ આપ્યો હોવાની આશંકાએ નવસારી પોલીસે તપાસને વેગ આપ્યો છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowDec 07, 2025 05:18:020
Report
SVSANDEEP VASAVA
FollowDec 06, 2025 18:30:33269
Report
CPCHETAN PATEL
FollowDec 06, 2025 17:30:13228
Report
DMDURGESH MEHTA
FollowDec 06, 2025 16:17:29159
Report
DMDURGESH MEHTA
FollowDec 06, 2025 16:17:1097
Report
DMDURGESH MEHTA
FollowDec 06, 2025 16:16:46148
Report
DRDarshal Raval
FollowDec 06, 2025 14:32:39171
Report
TDTEJAS DAVE
FollowDec 06, 2025 14:32:20157
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowDec 06, 2025 14:02:29145
Report
ARAlkesh Rao
FollowDec 06, 2025 12:55:57100
Report
BPBurhan pathan
FollowDec 06, 2025 12:01:32112
Report
DRDarshal Raval
FollowDec 06, 2025 11:45:3989
Report
CPCHETAN PATEL
FollowDec 06, 2025 11:16:58117
Report
ARAlkesh Rao
FollowDec 06, 2025 10:53:3485
Report
DRDarshal Raval
FollowDec 06, 2025 10:31:40181
Report