Back
મોરબીમાં ભાઈએ ભાઈની હત્યા, દેણા ભરવા કંટાળી ગયો!
HBHimanshu Bhatt
Aug 06, 2025 12:15:58
Morbi, Gujarat
Slug 0608ZK_MRB_BHAI_HATIYA
Format PKG
Reporter HIMANSHU BHATT
Feed 0608ZK_MRB_BHAI_HATIYA
Date 06/08/2025
Location MORBI
APPROVAL TPANBHAI
એન્કર
વર્તમાન સમયમાં ઘણી વખત સમાજ માટે ચિંતાજનક બનાવો સામે આવે છે આવો જ એક બનાવ મોરબી તાલુકાનાં રાજપર ગામે બનેલ છે જેમાં કોઈ કામ ધંધો ન કરતાં અને વ્યાજે તેમજ ઉછીના રૂપિયા લઈને સતત દેણું કરતાં ભાઈની તેના જ સગા ભાઈએ હત્યા કરી નાખેલ છે અને આ બનાવની ફરિયાદ નોંધાતાની સાથે જ પોલીસે હત્યારા ભાઈની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
વીઓ
મોરબીના રાજપર ગામે રહેતા મોહનભાઈ અઘારાનો દીકરો પ્રવીણ મોહનભાઈ અઘારા (37) કોઈ કામ ધંધો કરતો ન હતો અને ગામમાં જુદાજુદા લોકો પાસેથી હાથ ઉછીના તેમજ વ્યાજે રૂપિયા લઈને જલસા કરતો હતો અને ગામમાં દેણું કરતો હતો જેથી પ્રવીણનું દેણું ભરવા માટે તેના પિતા મોહનભાઇએ અગાઉ તેની ખેતીની જમીનમાંથી 10 વીઘા જેટલી જમીન વેચી નાખી હતી અને તેનું દેણું ભર્યું હતું તો પણ પ્રવીણ ગામમાં દેણું કરતો હતો જેથી કંટાળી ગયેલા તે યુવાનના મોટા ભાઈ મહેશભાઇએ આવેશમાં આવીને તેના નાના ભાઈ પ્રવીણને માથા, કપાળ અને ડોકની આગળ તથા પાછળના ભાગે લાકડી અને શાક સુધારવાના ચપ્પા વડે મારમારીને ગંભીર ઇજા કરી હતી જેથી તે ઇજા પામેલા પ્રવીણનું મોત નીપજયું હતું અને બનાવ હત્યામાં પલટયો હતો.
બાઇટ 1: પી.એ.ઝાલા, ડીવાયએસપી, મોરબી
વીઓ
નાના એવા ગામમાં ભાઈએ જ તેના ભાઈની હત્યા કરી નાખી હતી જે બનાવમાં મૃતક યુવાનના મોરબીમાં રહેતા બહેન ભાવનાબેન નિલેશભાઈ ભીમાણીએ તેના સગા ભાઈ મહેશભાઈ મોહનભાઈ અઘારા રહે. રાજપર વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, રાજપર ગામે તેઓના પિતા મોહનભાઈ અઘારા, ભાઈ મહેશભાઈ અને પ્રવીણભાઈ સાથે રહેતા હતા અને ફરિયાદીનો પ્રવીણ કોઈ કામ ધંધો કરતો ન હતો દેણું કરતો હતો જેથી કરીને તેના પિતાને અગાઉ જમીન પણ વેંચાવી પડી હતી જેથી ત્યાર બાદ પણ પ્રવીણ દેણું કરતો હતો જેથી કંટાળી ગયેલા મહેશભાઈએ તેની હત્યા કરી નાખી હતી. જેથી હત્યાના આ બનાવમાં પોલીસે આરોપી મહેશ મોહનભાઈ અઘારાની ધરપકડ કરીને તેના રિમાન્ડ લેવા તજવીજ હાથ ધરી છે.
બાઇટ 2: પી.એ.ઝાલા, ડીવાયએસપી, મોરબી
વીઓ
એક જ ઘરમાં રહેતા બે સગા ભાઈ વચ્ચે ક્ષણિક આવેશમાં આવીને થયેલ બોલાચાલીનો મામલો ઉગ્ર બની ગયો હતો અને યુવાને તેના જ ભાઈની હત્યા કરી નાખી હતી જે બનાવના લીધે પરિવારનો માળો વેરવિખેર થઈ ગયેલ છે કેમ કે, એક ભાઈની હત્યા થઈ ગયેલ છે અને બીજો ભાઈ જેલમાં જશે જો કે, પિતા રોજગારી કરવા જઈ શકે તેમ નથી. ત્યારે મોજશોખ પૂરા કરવા કે પછી જલસા કરવા માટે સતત દેણા કરનારાઓ માટે મોરબીના રાજપર ગામની ઘટના લાલબતી સમાન છે તેવું કહીએ તો જરાપણ અતિશયકતો નથી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PTPremal Trivedi
FollowDec 10, 2025 09:50:190
Report
DPDhaval Parekh
FollowDec 10, 2025 09:47:5121
Report
MDMustak Dal
FollowDec 10, 2025 09:17:27104
Report
CPCHETAN PATEL
FollowDec 10, 2025 09:17:21103
Report
AKArpan Kaydawala
FollowDec 10, 2025 09:17:11105
Report
AKArpan Kaydawala
FollowDec 10, 2025 09:17:06137
Report
GDGaurav Dave
FollowDec 10, 2025 08:35:05157
Report
HBHimanshu Bhatt
FollowDec 10, 2025 06:46:34166
Report
PDPRASHANT DHIVRE
FollowDec 10, 2025 06:40:00167
Report
CPCHETAN PATEL
FollowDec 10, 2025 06:16:38122
Report
SKSundram Kumar
FollowDec 10, 2025 05:15:17188
Report
CPCHETAN PATEL
FollowDec 10, 2025 04:19:1469
Report
HShakimuddin shabbirbhai
FollowDec 10, 2025 04:15:12182
Report
NJNaynee Jain
FollowDec 10, 2025 04:03:4893
Report
CPCHETAN PATEL
FollowDec 10, 2025 04:00:59181
Report