Back
भावनगर जिले के कोंजळी गांव में वृद्धा हत्या के आरोपी को पुलिस ने गिरफ्तार किया
NDNavneet Dalwadi
Nov 07, 2025 18:47:10
Bhavnagar, Gujarat
સાવધાન ગુજરાત. ભાવનગર જિલ્લાના કોંજળી ગામે વૃદ્ધાની હત્યા કરનાર શખ્સ ને પોલીસ ઘરને હોડમાં ઘરેણા વેચવા નીકળતા ઝડપી લીધો, કૌટુંબિક ભત્રીજાએ જ લેણું ઉતારવા કરી હતી વૃદ્ધાની હત્યા, પોલીસ એલસીબી, મહુવા રૂરલ તેમજ મહુવા ડિવિઝન સહિતની અલગ અલગ ટેકનિકલ ટીમોએ હત્યાના છ દિવસ બાદ આરોપી ભત્રીજાની ધરપકડ કરી છે. વિઓ ૧: ભાવનગર જીલ્લા મહુવા તાલુકાના કોંજળી ગામે રહેતા 85 વર્ષીય ઉંજીબેન વલ્લભભાઈ વાળાના ત્રણ સંતાનો પરિવાર સાથે પુના ખાતે રહેતા હોય પતિ વલ્લભભાઈ વાળાના નિધન થયા બાદથી ઉંજીબેન વાળા કોંજળી ગામે રહી એકલવાયું જીવન જીવતા હતા, છ દિવસ અગાઉ 30 ઓક્ટોબરનાં રોજ ઉંજીબેન પોતાના ઘરની ડેલી બંધ કરી સુઈ રહ્યા હતા, ત્યારે મોડીરાત્રે ડેલી કૂદી અંદર ઘૂસીને અજાણ્યા ઇસમે સૂઈ રહેલા ઉંજીબેનના મોંઢા પર कपડું ઢાંકી દઈ, દોરડા વડે ગળું દબાવી હત્યા કરી હતી, ત્યાર બાદ વૃદ્ધાની કાનમાં પહેરેલી સોનાની કડીઓ તેમજ કાનના ઠોળિયા ને અમાનુષી રીતે ખેંચી લઈ લૂંટ કરી ફરાર થઈ ગયો હતો, બીજા દિવસે દૂધવાળાએ અવાજ કરવા છતાં અંદરથી કોઈ જવાબ નહીં મળતા તેણે પાડોશમાં રહેતા તેના સંબંધીને જાણ કરી હતી, જે બાદ ડેલી કૂદી અંદર જઈ તપાસ કરતા વૃદ્ધાની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું, જે બાદ તેના પુત્રોને જાણ કર્યા બાદ મહુવા પોલીસને સમગ્ર ઘટના અંગે વાકેફ કરતા મહુવા રુરલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, તેમજ ફરિયાદ નોંધી હત્યારાને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. વિઓ ૨: કોંજલી ગામે રહેતી વૃદ્ધાની હત્યા બાદ পুলিশের તપાસ શરૂ કરાઈ હતી, જેમાં અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સોર્સ અને હ્યુમન રિસોર્સની મદદ લીધી గ్రామની આજુબાજુના મોબાઇલ ટાવરોથી લોકેશન, સીસીટીવી ફૂટેજ તેમજ પોલીસની બિના નામની ડોગની પણ મદદ મેળવી તપાસ હાથ ધરી હતી, તો પોલીસને હત્યારા અંગે મહત્વની કડી મળી હતી, જેના પર ફોકસ કરી તપાસ શરૂ કરતા બજારમાં સોનુ વેચવા આવેલા વિડુલ નામના આરોપી ને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી. વિઓ ૩: કોંજળી ગામે રહેતો વિપુલ ગીરધરભાઇ માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલો હતો, જેને ધંધામાં 40 થી 50 લાખ રૂપિયાનું લેણું થઈ ગયું હતું, સંબંધે તે ઉંજીબેનના કૌંટુંબિક ભત્રીજો હતો, અગાઉ ભૂતકાળમાં ઉંજીબેન સાથે તેના પરિવારને ઝઘડો થયો હતો, જેના કારણે વિપુલની નજર હંમેશા ઉંજીબેન પર જ રહી હતી, જેથી પારિવારિક ઝઘડાની દાઝ રાખી પોતાને ધંધામાં થયેલું લેણું ઉતારવા વિપુલે વૃદ્ધ કાકીની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો, જેમાં 30 ઓક્ટોબરના રોજ મોકો મળી જતા ઉંજીબેન ઘરે સૂઈ ગયા બાદ વિપુલ ડેલી કૂદીને ઘરમાં પ્રવેશ્યો હતો, જ્યાં વૃદ્ધા ઉંજીબેન સૂઈ રહ્યા હતા, ત્યારે તેના મોંઢા પર કપડું ઢાંકી દઈ, દોરડા વડે વૃદ્ધા ઉંજીબેનનું ગળું દબાવી હત્યાં કરી હતી, અને ત્યાર બાદ વૃદ્ધાના કાનમાં પહેરેલી સોનાની 6 કડી અને ઠોલિયા બેરહેમી પૂર્વક હાથેથી ખેંચી લૂંટ કરી વિપુલ ફરાર થઈ ગયો હતો, હત્યાના 6 દિવસ બાદ વિપુલ લૂંટેલા સોનાના દાગીના મહુવાની બજારમાં વેચવા નીકળતા શંકાના આધારે પોલીસોએ પાથરેલી જાળમાં ફસાઈ ગયો હતો, પોલીએ આરોપી વિપુલ ગિરધરભાઇની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. બાઈટ: આર.આર. સિંધાલ, સિટી ડીવાયએસપી, ભાવનગર.
12
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowNov 07, 2025 18:47:3113
Report
DMDURGESH MEHTA
FollowNov 07, 2025 18:46:4813
Report
DMDURGESH MEHTA
FollowNov 07, 2025 18:46:2712
Report
SBShilu Bhagvanji
FollowNov 07, 2025 18:46:1113
Report
PCPranay Chakraborty
FollowNov 07, 2025 17:33:5614
Report
DRDarshal Raval
FollowNov 07, 2025 17:33:4314
Report
GPGaurav Patel
FollowNov 07, 2025 16:45:1413
Report
PDPRASHANT DHIVRE
FollowNov 07, 2025 15:52:0514
Report
DRDarshal Raval
FollowNov 07, 2025 15:01:1612
Report
TDTEJAS DAVE
FollowNov 07, 2025 15:00:2214
Report
ARAlkesh Rao
FollowNov 07, 2025 14:20:1214
Report
CPCHETAN PATEL
FollowNov 07, 2025 14:17:2813
Report
DPDhaval Parekh
FollowNov 07, 2025 12:37:5213
Report
PSPritesh Sharda
FollowNov 07, 2025 12:10:0814
Report