Back
भावनगर में हिमालयी विदेशी पक्षियों की मेहमाननवाज़ी, शहर के तालाबों पर बसेगी बस्ती
NDNavneet Dalwadi
Dec 11, 2025 14:06:35
Bhavnagar, Gujarat
ભાવનગર શહેર કે જ્યાં કુદરતી નૈસર્ગિક સંપત્તિનો ભંડાર ભરેલો છે. લાંબો સમુદ્ર કિનારો છે. નાના મોટા પર્વતોની હારમાળા અને શહેર મધ્યે લીલીછમ વનરાજી સહિતના जંગલો તળાવો આવેલા છે. તથા શહેર ફરતે અનેક વેટલેન્ડ આવેલા છે. ભાવનગરમાં દર વર્ષે શિયાળાની સિઝનમાં એટલેકે ઓક્ટોબર-નવેમ્બર માસમાં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ ભાવનગરની મહેમાનગતિ માણવા આવે છે. અહીં તેઓ 5 માસ જેટલો સમય વિતાવી ફરી વતન પરત ફરે છે.
અખૂટ કુદરતી સૌદર્યનો ભંડાર એટલે ભાવનગર, અહીની કુદરતી સંપદા એવા વિશાળ દરીયા કીનારો, પર્વતો અને જંગલો અને કુદરતી વેટલેન્ડ કે જેમાં દર વર્ષે શિયાળાની સિઝનમાં એટલેકે ઓક્ટોબર-નવેમ્બર માસમાં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ ભાવનગરની મહેમાનગતિ માણવા આવે છે. હેરોનરી કુળના અનેકજાતિના પક્ષીઓ અહી મહેમાન બને છે, ભાવનગર જિલ્લામાં હેરિયર કુળના મુખ્યત્વે ત્રણ જાતિના પક્ષીઓ જોવા મળે છે, જેમાં પેલીડ હેરિયર, મોન્ટેગસ હેરિયર અને માર્શ હેરિયર, જયારે હેરોનરી કુળમાં વિવિધ જાતિના બગલા જેમાં પેઈન્ટેડ સ્ટોર્ક, લીટલ ઇગ્રેટ, ગ્રેટર ઇગ્રેટ, આઇબીસ જેવા પક્ષીઓનો સમાવેશ થાય છે. આ સિવાય લેસર ફ્લેમિંગો, ભગવી સુરખાબ, સ્પોટબીલ, સ્પુનબિલ, સિગલ સહીત અનેક જાતિ પ્રજાતિના પક્ષીઓ જોવા મળી રહ્યા છે, ભાવनगर જિલ્લામાં ખાસ કરીને દરિયાકાંઠા તેમજ શહેરના કુંભારવાડા, ખાર વિસ્તાર, નારીરોડ, રુવામાં રવેચી તળાવ. એરપોર્ટ ખાર વિસ્તાર પરના નાના જળાશયોની આસપાસ વિદેશી પક્ષીઓના ઝૂંડ જોવા મળી રહ્યાાં છે. યુરોપિયન દેશોમાં શિયાળામાં કાતિલ ઠંડી પડતી હોય વિવિધ જાતિના યાયાવર પક્ષીઓ હિમાલયની પર્વતમાળાodolંી ભારતના અનેક વિસ્તારોમાં અને ખાસ ભાવનગરના મહેમાન બનતા હોય છે. આ પક્ષીઓ વિદેશમાંથી સામુહિક ઉડાન ભરી આપમેળે દેશના વિવિધ વિસ્તારોમાં પહોચે છે. જેમાં ભાવનગરમાં પણ હજારોની સંખ્યામાં વિવિધ વિદેશી પક્ષીઓ ગોહિલવાડના મહેમાન બન્યા છે. ભાવનગર શહેરની મધ્યમાં આવેલા ગંગાજળિયા તળાવ, પીલગાર્ડન, મહિળાબાગ, ટાઉનહોલ સહિતના વિસ્તારમાં આવેલા મહાકાય વૃક્ષો પર આ પક્ષીઓ પોતાનું નિવાસস্থান બનાવે છે. અહી વૃક્ષો પર માળા બનાવી તેમાં ઈંડા મૂકી સેવે છે, અને બચ્ચા મોટા થાય ત્યાં સુધી તેનું જતન કરે છે. યુરોપની કાતિલ ઠંડીથી બચવા ભારતમા અને ખાસ ભાવનગરની મહેમાનગતિ માણવા માટે આવી પહોચતા વિવિધ પ્રજાતિના વિદેશી પક્ષીઓ તેમજ સ્થાનિક પક્ષીઓને નિહાળવાનો અમૂલ્ય લ્હાવો ભાવનગરવાસીઓને મળે છે.
ભાવનગર શહેરની મધ્યમાં આ તમામ પક્ષીઓ વસવાટ કરતા હોય જે સામાન્ય રીતે અન્ય શહેરોમાં જોવા મળતું નથી. જેથી તેના યોગ્ય જતન માટેની ભાવનગરવાસીઓની નૈતિક જવાબદારી બને છે. ત્યારે ખાસ તળાવોમાં લોકો પ્લાસ્ટિક સહિતનો વેસ્ટ ન ફેંકી પર્યાવરણની સાથે પક્ષીઓનું પણ જતન કરે તે જરૂરી છે.
બાઈટ: ડો.તેજસભાઈ દોશી, નેચરાલીસ્ટ, ભાવનગર. (સ્વચ્છતા એમ્બેસેડર)
બાઈટ: નરેન્દ્રર કુમાર મીના, કમિશનર, મનપા, ભાવનગર.
ટીકર:
ભાવનગરમાં વિદેશી પક્ષીઓનું મોટી સંખ્યામાં આગમન.
હેરોનરી કુળ સહીત વિવિધ જાતીના પક્ષીઓ બન્યા ભાવનગરના મહેમાન.
હિમાલયની પર્વતમાળાodolંી ભાવનગર સુધી આવી પહોંચે છે.
ગંગાજળિયા તળાવ આસપાસના વૃક્ષો ને બનાવી રહ્યા છે પોતું નિવાસસ્થાન
યુરોપની કાતિલ ઠંડીથી બચવા पक्षીઓ ભારતમા આવી પહોચે છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DMDURGESH MEHTA
FollowDec 11, 2025 16:17:300
Report
SVSANDEEP VASAVA
FollowDec 11, 2025 16:17:100
Report
CPCHETAN PATEL
FollowDec 11, 2025 16:16:490
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowDec 11, 2025 16:16:340
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowDec 11, 2025 16:15:520
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowDec 11, 2025 14:50:270
Report
HBHimanshu Bhatt
FollowDec 11, 2025 14:50:140
Report
AKArpan Kaydawala
FollowDec 11, 2025 14:34:130
Report
ARAlkesh Rao
FollowDec 11, 2025 14:06:110
Report
GDGaurav Dave
FollowDec 11, 2025 14:05:220
Report
GDGaurav Dave
FollowDec 11, 2025 13:47:440
Report
AKArpan Kaydawala
FollowDec 11, 2025 12:02:090
Report
NBNARESH BHALIYA
FollowDec 11, 2025 10:47:250
Report
LJLakhani Jaydeep
FollowDec 11, 2025 10:46:560
Report