Back
मिडल ईस्ट संघर्ष के कारण गुजरात के उद्योगों में गैस सप्लाई में कमी की आशंका
VPVasu Parmar
Mar 09, 2026 04:01:39
Bharuch, Gujarat
મિડલ ઇસ્ટ યુદ્ધની અસર: અંકલેશ્વરના ઉદ્યોગોને ગેસ સપ્લાયમાં ઘટાડાની ભીતિ, ઉત્પાદન પર પડી શકે અસર
એન્કર :
મિડલ ઇસ્ટમાં સર્જાયેલ યુદ્ધની પરિસ્થિતિના પગલે વૈશ્વિક ઊર્જા સપ્લાય પર અસર જોવા મળી રહી છે. જેના કારણે ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં ચિંતા વધવા લાગી છે. ખાસ કરીને અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગોને ગુજરાત ગેસ કંપની દ્વારા આપવામાં આવતા ગેસ સપ્લાયમાં ઘટાડાની શક્યતા ઉભી થતા ઉત્પાદન પર સીધી અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
વી.ઓ. : 01
મિડલ ઈસ્ટમાં ચાલ રહેલા યુદ્ધના કારણે LNG ગેસની વૈશ્વિક સપ્લાય પર અસર ફરી રહી છે. જેના કારણે ગુજરાતના મોટા ઔદ્યોગિક વિસ્તારોમાં ચિંતા फैलાઈ છે. ખાસ કરીને અંકલેશ્વરના કેમિકલ અને ફાર્મા ઉદ્યોગકારો માટે ગેસ સપ્લાયમાં ઘટાડાની શક્યતા ઉભી થઈ છે.
ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગોને મોકલવામાં આવેલી ઈમેઈલ સૂચના મુજબ LNG ગેસની ઉપલબ્ધતા ઘટતા રજીસ્ટર ઉદ્યોગોને આપવામાં આવતો ગેસ પુરવઠો લગભગ 50 ટકા સુધી ઘટાડવામાં આવી શકે છે. જ્યારે નોન-રજીસ્ટર MSME ઉદ્યોગોને ગેસનો વપરાશ બંધ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
સાથે જ જો ગેસના વપરાશ ચાલુ રાખવામાં આવશે તો ગુજરાત ગેસ કંપની દ્વારા લાગુ કરવામાં આવેલા વધારાના ચાર્જ પણ ચૂકવવા પડશે તેવું જણાવવામાં આવ્યું છે.
કંપનીએ ગેસ સપ્લાય કરાર હેઠળ “ફોર્સ મેજર” જાહેર કરીને ઉદ્યોગોને ગેસના વપરાશમાં મર્યાદા રાખવા સૂચના આપી છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે Strait of Hormuz વિસ્તારમાં શિપિંગમાં અવરોધ ઉભો થતા LNG સપ્લાયમાં ખલેલ પડી છે. આ मार्ग વિશ્વના મોટા પ્રમાણમાં તેલ અને ગેસ પરિવહન માટે મહત્વનો હોવાથી તેમાં અવરોધ ઉભો થતા વૈશ્વિક સપ્લાય ચેઇન પર સીધી અસર પડી છે. જેના કારણે ભારતમાં LNG આયાતમાં વિક્ષેપ આવ્યો છે. ગેસ સપ્લાયમાં ઘટાડો થવાથી કેમિકલ, ડાઈઝ, સિરામિક અને પ્રોસેસ ઇન્ડસ્ટ્રી જેવા ગેસ આધારિત ઉદ્યોગો પર સીધી અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે ઉત્પાદન ખર્ચ વધવા સાથે પ્રોડક્શન ઘટાડવાની સ્થિતિ પણ ઉભી થઈ શકે છે.
બાઈટ – રાજેશ ધૂધાત – માલિક, ફાર્મા અને કેમિકલ ફેક્ટરી
બાઈટ – કિશોરસિંહ પરમાર – માલિક, ફાર્મા અને કેમિકલ ફેક્ટરી
વી.ઓ. : 02
આ વચ્ચે અંકલેશ્વર અને પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા પણ LNG ગેસની અછત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે જો હાલની પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો ઔદ્યોગિક ઉત્પાદન પર તેની ગંભીર અસર જોવા મળી શકે છે.
આ પરિસ્થિતિમાં ઉદ્યોગકારો આશા રાખી રહ્યા છે કે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ વહેલી તકે સમાપ્ત થાય અને ગેસ સપ્લાય ફરી સામાન્ય બને. સાથે જ ભારત સરકાર ગેસના ભાવમાં રાહત આપે અને MSME ઉદ્યોગોને મુશ્કેલીના સમયમાં જરૂરી ગેસનો જથ્થો ઉપલબ્ધ કરાવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે.
બાઈટ – વિમલ જેઠવા – પ્રમુખ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળ
બાઈક – બી.એસ. પટેલ – પ્રમુખ - પાનોલી ઉદ્યોગ મંડળ, અંકલેશ્વર
વી.ઓ : 03
નોંધનીય છે કે રશિયા સાથે ક્રૂડ ઓઇલ સંબંધિત કરાર થવાના મહત્વના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. જો તે હકીકતમાં અમલમાં આવે તો ઊર્જા ક્ષેત્રમાં થોડી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગ્રીન એનર્જી તરીકે ગેસનો ઉપયોગ કરતા ઉદ્યોગકારો સરકાર પાસેથી વહેલી તકે રાહત મળે તેવી આશા રાખીને બેઠા છે.
વાસુ પરમાર ઝી મીડિયા, ભરૂચ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DDDeepak Dwivedi
FollowMar 09, 2026 06:02:550
Report
CPCHETAN PATEL
FollowMar 09, 2026 05:47:150
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 09, 2026 04:48:220
Report
SVSANDEEP VASAVA
FollowMar 09, 2026 04:48:110
Report
BPBurhan pathan
FollowMar 09, 2026 04:03:350
Report
TDTEJAS DAVE
FollowMar 09, 2026 04:03:200
Report
NRNidhiresh Raval
FollowMar 09, 2026 04:02:470
Report
NJNILESH JOSHI
FollowMar 09, 2026 04:00:150
Report
PDPRASHANT DHIVRE
FollowMar 09, 2026 02:16:100
Report
RMRaghuvir Makwana
FollowMar 08, 2026 18:35:410
Report
DMDURGESH MEHTA
FollowMar 08, 2026 18:35:29Gandhinagar, Gujarat:ગાંધીનગર
શહેરના ઘ - 4 મહાનગરપાલિકા દ્વારા મેચ નિહાળવાનું આયોજન
ભારતની જીત થતા હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા
આતશબાજી કરીને જીતન ઉજવણી
સ્થાનિક લોકો ગરબા રમીને જીતની ઉજવણી કરી
0
Report
DMDURGESH MEHTA
FollowMar 08, 2026 18:33:410
Report
NDNavneet Dalwadi
FollowMar 08, 2026 16:30:450
Report
DPDhaval Parekh
FollowMar 08, 2026 15:46:170
Report