Back
बनासकांठा में मिलावटी घी का बड़ा जाल: लाखों के घी जब्त
ARAlkesh Rao
Nov 11, 2025 11:11:31
Palanpur, Gujarat
બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ડીસા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ તાસ્વી માર્કેટિંગ અને વેદાંત ફૂડ પ્રોડક્ટ્સ નામની પેઢીઓમાં રેડ કરીને 8.98 લાખ રૂપિયાની કિંમતે 1500 કિલો શંકાસ્પદ ઘી ઝડપી પાડી તેના સેમ્પલ લઈને પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે. બંાસકાંઠામાં ભેળસેળીયા વેપારીઓ બેફામ બની ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યા છે જેને લઈને બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અગાઉ એક્ઝક્શનમાં આવીને ગોડાઉન તેમજ કોલ્ડ સ્ટોરેજમાંથી મોટી માત્રામાં ગળ્યો मાવો ઝડપી લીધો હતો. આ ઉપરાંત ખાધ્ય તેલ, ઘી, મરચા, હળદર, આટો બનાવતા ફેક્ટરીઓ તેમજ મીઠાઈની દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટ, દૂધના માવાના ભઠ્ઠા સહિતની અનેક જગ્યાએ તપાસ કરી સેમ્પલ લઈ શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બાતમીના આધારે ડીસાના જીઆઇડીસી વિસ્તાર નજીક આવેલ પી.એન. ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં આવેલ વેદાંત ફૂડ પ્રોડક્ટ્સ નામની કંપનીમાં રેડ કરીને 500 મીળીના 176 પેક, 200 મીલીના 750 પેક અથવાટે લુઝ ઘી મળી રૂ. 7.19 લાખ રૂપિયાની કિંમતે 1183 કિલોગ્રામ શંકાસ્પદ ઘી નો જથ્થો જપ્ત કરી તેના નમૂના લઈને પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડીસાની જી.આઈ.ડી સીમાં આવેલ તાસવી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સમાં રેડ કરીને 1.79 લાખ રૂપિયાની કિંમતનું 320 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી તેના પણ ઘીના સેમ્પલ લઈને પરીક્ષણ અર્થી લેબોરેટરીમાં મોકલી ફૂડ વિભાગે બંને પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે ફૂડ વિભાગની ટીમ દ્વારા અગાઉ પણ તાસવી માર્કેટિંગમાં આકસ્મિક તપાસ હાથ ધરીને સેમ્પલ લીધા હતા જે લેબમાં સબસ્ટાન્ડર્ડ આવતા દંડાત્મક કાર્યવાહી થઇ હતી.જોકે મોટાભાગના ઘીના વેપારીઓ વેજ ફેટનો ઉપયોગ કરીને ઘી બનાવીને અંતરિયાળ ગામમાં સપ્લાય કરે છે, બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ શંકાસ્પદ ઘીનું ઉત્પાદન ડીસા આસપાસના વિસ્તારમાં થાય છે. જેમાં સૌથી વધુ વેજ ફેટ, અને ક્રીમનો ઉપયોગ કરીને ઘી બનાવી આકર્ષક પેકિંગ અને લેબલ સાથે અંતરિયાળ ગામમાં સપ્લાય કરવામાં આવે છે. દર વર્ષે લાખોના દંડ કરવા છતાં વેપારીઓ વેપાર બંધ કરતા નથી, સબ સ્ટાન્ડર્ડમાં અનેક વેપારીઓને સરેરાશ પાંચ થી સાત લાખના દંડ ફટકારવામાં આવે તો એક જ સેમ્પલના જુદા જુદા કેસો કરવામાં આવે તો દર્દીને રકમમાં પણ વધારો થાય છે. અને ભેજા બાજ વેપારીઓ પેઢીનું નામ બદલી સ્થાનિક ફૂડ વિભાગના રજીસ્ટ્રેશનની જગ્યાએ સેન્ટ્રલનું રજીસ્ટ્રેશન મેળવી ફરી ધંધો શરૂ કરી દે છે. જો કે ફૂડ વિભાગ દ્વારા બંને પેઢીઓનું 1500 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરી તેના નમુના લઈને પરીક્ષણ અર્થે મોકલી અપાયા છે ત્યારે આ ઘી ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તે એક મોટો સવાલ છે..જોકે ડીસા શહેરની જીઆઇડીસી તેમજ અનેક રહેણાંક મકાનોમાં બનાવટી ઘી સહિત અનેક વસ્તુઓ બનતી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે ત્યારે ફૂડ વિભાગ આવી શંકાસ્પદ જગ્યાઓ ઉપર રેડ કરે તેવી લોક માંગ ഉയરી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PSPreeti Srivastava
FollowNov 11, 2025 11:33:2179
Report
URUday Ranjan
FollowNov 11, 2025 11:20:440
Report
GPGaurav Patel
FollowNov 11, 2025 10:06:300
Report
PAParakh Agarawal
FollowNov 11, 2025 09:51:460
Report
CPCHETAN PATEL
FollowNov 11, 2025 09:50:400
Report
CPCHETAN PATEL
FollowNov 11, 2025 09:50:180
Report
AKAshok Kumar1
FollowNov 11, 2025 09:46:31Noida, Uttar Pradesh:फरीदाबाद की अल फलाह यूनिवर्सिटी से पुलिस ने कुछ लोगों को हिरासत में लिया. क्राइम ब्रांच की टीम गाड़ी में ले गई अपने साथ. सूत्र अस्पताल के लैब में कार्यालय से कुछ कर्मचारी.
0
Report
AMAnkit Mittal
FollowNov 11, 2025 09:27:140
Report
UPUMESH PATEL
FollowNov 11, 2025 09:26:430
Report
NBNarendra Bhuvechitra
FollowNov 11, 2025 08:39:000
Report
UPUMESH PATEL
FollowNov 11, 2025 08:34:370
Report
CPCHETAN PATEL
FollowNov 11, 2025 08:20:230
Report
LJLakhani Jaydeep
FollowNov 11, 2025 07:50:160
Report