icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
AKArpan Kaydawala1 Oct 2025, 06:00 am

बारिश से फाफड़ा-जलेबी बिक्री पर असर, दशहरे तक व्यापारी चिंतित

Ahmedabad, Gujarat:અમદાવાદ વિદાય લઈ રહેવોCham Amo s u વધારો મુસીબત લઈને આવ્યું વરસાદથી ગરબા ઉપરાંત ફાફડા જલેબીના વેચાણ પર ગંભીર અસર વાદળિયાં અને વરસાદી વાતાવરણથી ફાફડા બનવવાની કામગીરીને થઇ અસર આવતીકાલે દશેરા છતાં વ્યાપારીઓને ત્યાં ફાફડા માટેની કોઈ જ તૈયારી નહીં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આગોતરી તૈયારી નહીં બહારથી બોલાવાતા ફાફડાના કારીગરો આ વર્ષે હજીસુધી કામ વગરના રહ્યા વાદળિયાં વાતાવરણના કારણે ફાફડાની ગુણવત્તા પર મોટી અસર થાય - વેપારી અણધાર્યા વાતાવરણના કારણે અમને મોટું આર્થિક નુકશાન - વેપારી દશેરાની ગણતરીએ કરેલું મોટું નાણાંકીય રોકાણ વ્યર્થ જવાની તૈયારી - વેપારી આવા વાતાવરણમાં ફાફડા બનાવીને ન રાખી શકીએ, બનાવીએ તો ખાવા યોગ્ય ન રહે વાતાવરણની અસરના કારણે ફાફડાના સ્વાદ અને ગુણવત્તા પર મોટી અસર થાય - વેપারি ફાફડા જલેબીના ભાવમાં ગત વર્ષ કરતા મોટો ફર્ક નથી પણ વાતાવરણ મોટી અસર કરી રહ્યું છે - વેપારી આ વર્ષે ફાફડાનો ભાવ કિલોના 760 રૂ, દેશી ઘી ની જલેબી કિલોના 860 રૂ વાતાવરણ સુધરશે તો દશેરાએ ક્યાંક વેપાર થઇ શકશે -વેપારી ALPESH TANK, વેપारी
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

नवसारी लूट केस: आरोपी राजाराम की CCTV फुटेज सामने, अस्पताल से फरार

Navsari, Gujarat:નવસરી વાંસદા લૂંટ કેસનો આરોપી રાજારામના CCTV આવ્યા સામે ત્રણ દિવસ અગાઉ નવસારી સિવિલ હોસ્પિટલ માંથી પોલીસને ચકમો આપી થયો છે ફરાર 150 પોલીસ કર્મચારીઓ તેને રાતભર સ્ટેશન વિસ્તારમાં શોધતા રહ્યા આરોપી રાજારામ આરામથી વિજલપોરની આવેલી શારદા મંદિરમાં ઊંઘી રહ્યો. સવારે 7:40 એ શારદા મંદિરમાંથી બહાર નીકળતો દેખાયો બીજા સીસીટીવી માં 7:45 વાગ્યે BANK OF INDIA પાસેથી પસાર થતો દેખાયો હાથમાં રહેલા હથકડીને લોકોથી છુપાવવા એક હાથ ખિસ્સામાં મુક્યો પોલીસને હાથતાળી આપી નાસી છૂટેલો આરોપી ત્રણ દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર ફરજમાં બેદરકારી કરનાર ત્રણ કેદી જAPTાના કર્મચારીઓ સામે કાર્યવાહીની લટકતી તલવાર.
0
0
Report

आहमदाबाद में नकली अधिकारी गिरफ्तार; क्राइम ब्रांच ने डिप्टी कलेक्टर बनकर घूम रहे आरोपी को पकड़ा

Ahmedabad, Gujarat:બ્રેકિંગ ન્યૂઝ: અમદાવાદ માંથી બધું એક નકલી અધિકારી પકડાયો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મણીનગર વિસ્તામાંથી બોગસ અધિકારીને ઝડપી પાડ્યો નકલી ડેપ્યુટી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ બનીને ફરતા શખ્સને પોલીસે મનાઈનગર દક્ષિણી રેલ્વે ક્રોસિંગ પાસેથી પકડ્યો પકડાયેલ આરોપીની ઓળખ 40 વર્ષીય કિરીટકુમાર અમીન ઉર્ફે કે.બી. અમીન થઈ પોલીસને તપાસ દરમિયાન આરોપી પાસેથી ડેપ્યુટી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, મોડાસાનું બોગસ આઇડી કાર્ડ મળી આવ્યું આરોપી કિરીટ અમીન અગાઉ પણ બનાવટી પોલીસ બનીને ફરવાના ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે ક્રાઇમ બ્રાન્ચે ગુપ્ત બાતમી મળતા મણીનગર જયહિંદ ચાર રસ્તા પાસે વોચ ગોઠવીને આરોપીને ઝડપ્યો હતો ગુજરાત સરકાર માં કોઈ પણ હોદ્દો ધરાવતો ન હોવા છતાં પોતે સરકારી અધિકારી હોવાની ખોટી ઓળખ આપી લોકોને છેતરતો હતો
0
0
Report
Advertisement

जामनगर में पूनमबेन मदम ने नमोनाद संगीत संध्या से मोदी की 25वीं राष्ट्रसेवा का सम्मान

Jamnagar, Gujarat:જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંસદ પૂનમબેન માડમ દ્વારા આયોજિત 'નમોનાદ' ભક્તિમય સંગીત સંધ્યામાં ઐતિહાસિક જનમેદની ઉમટી પડી હતી. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીીની 25 वर्षની રાષ્ટ્રસેવાને સમર્પિત કરવામાં આવ્યો હતું અને જામનગર તથા દેવભૂમિ દ્વારકા લોકસભા મતવિસ્તારના મોટા ભાગના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભારે વરસાદના માહોલમાં પણ યુવાનો સહિત બધા ઉમટી પડતા જોવા મળ્યા હતા. કાર્યક્રમમાં જાણીતા કલાકારો હાર્દિક દવે, ઈશાની દવે અને રાજ ગઢવી સહિતના કલાકારોએ મંત્રમુગ્ધ સંગીતની સુરાવલીઓથી ઉપસ્થિત લોકોને મન્નોભર્યું હતું. યુવાનો સહિત તમામ ઉંમરના લોકોએ ભક્તિમય સંગીત તથા સંસ્કૃતિક માહોલનો આનંદ માણ્યો હતો. મોડી સાંજે વરસાદ વરસ્યા બાદ પણ ઉત્સાહ યથાવત રહ્યો હતો. પ્રસંગ દરમિયાન પૂનમબેન માડમ યુવાનો સાથે સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા. સમગ્ર ગ્રાઉન્ડમાં સંગીત અને ભક્તિનો માહોલ મહત્વપૂર્ણ રીતે જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે પુનમબેન માડમે ઉપસ્થિત મહાનુભાવો, કલાકારો, યુવાનો અને જનમેદનનુ આભાર વ્યક્ત કર્યો હતો. બાઇટ: પુનમબેન માડમ – સાંસદ, JAMNAGAR અને દેવભૂમિ દ્વારકા
0
0
Report
Advertisement

पाटण की रानी की वाव में 3D प्रोजेक्शन से System Integration India Award 2026

Patan, Gujarat:પાટણની ઐતિહાસિક અને વિશ્વવિખ્યાત રાણીની વાવના શિરે વધુ એક ગૌરવનો તાજ ઉમેરાયો છે. વાવમાં કરવામાં આવેલા 3D પ્રોજેક્શન મેપિંગના ઉત્કૃષ્ટ અમલીકરણ બદલ ઓરા બ્રાઇટ લાઇટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને સિસ્ટમ ઈન્ટિગ્રેશન ઈન્ડિયાવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવ્યું છે. 10 કરોડ રૂપિયા અને તેને વધુના બજેટ રેન્જની કેટેગરીમાં આ એવોર્ડ મળ્યો છે. રાણીની વાવનો ભવ્ય ઇતિહાસ અને આધુનિક ટેક્નોલોજી દ્વારા આ વારસાને નવી ઓળખ પ્રાપ્ત કરવી આ અહેવાલનો કેન્દ્ર હતું. રાણીની વાવનું નિર્માણ 11મી સદીનો છે અને તેનો પુરાતત્વિક મહત્વ યુનેસ્કોને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા આપ્યું હતું. 3D પ્રોજેક્શન મેપિંગ પ્રોજેક્ટ Tourism Corporation of Gujarat Limited દ્વારા વિકસાવવામાં આવ્યું હતું, જેમાં અદ્યતન ટેક્નોલોજી, સિસ્ટમ એન્જિનિયરિંગ અને ક્રિએટિવ વિઝ્યુઅલ સ્ટોરીટેલિંગનો સમાવેશ થયો હતો. આ સન્માનનો مقصد ટેક્નોલોજી અને પ્રવાસન સાથે સંકળાયેલી પ્રોજેક્ટોની પ્રશંસા કરવી છે. અગાઉ આ પ્રોજેક્ટને વાવ એશિયા 2026 એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યું હતું. આ રીતે સદીઓ જૂની રાણીની વાવ આજે આધુનિક દૃશ્ય માધ્યમો વડે પોતાની વારસાની વાતને નવી પેઢી સુધી પહોંચાડી રહી છે.
0
0
Report
Advertisement

राजकोट चौक पर ईसर टेंपो ने 5 वाहन टक्कर दी, 60 वर्षीय बाइक चालक मरे

Rajkot, Gujarat:એંકર:- રાજકોટના પારેવડી ચોક ખાતે પુરપાટ ઝડપે દોડી રહેલા ડીજેના આઇસર ટેમ્પોએ એક પછી એક એમ પાંચ વાહનોને અડફેટે લેતા ગમખ્ય્વાર અકસ્માત સર્જાયો છે. ભગવતીપરા પુલ પરથી પૂરપાટ ઝડપે નીચે ઉતરી રહેલા આઇસર ચાલકે કાબૂ ગુમાવતા પહેલા રિક્ષા અને બાઈકચાલકને ટક્કર મારી હતી અને ત્યારબાદ વધુ બે રિક્ષા તેમજ એક કારને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે 60 વર્ષીય અરૂણભાઈ નામના બાઈકચાલક આઇસરના ટાયર નીચે કચડાઈ જતા ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કਾਲિક હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માત બાદlocals મદદે દોડી આવ્યા હતા. જ્યારે પોલીસ આઇસર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. વિ.ઓ ૧ પારેવડી ચોક પાસે બનેલા અકસ્માતના આ CCTV ફFootેજ સામે આવ્યા છે.ફૂટેજમાં પૂરપાટ ઝડપે આવતો આઇસર ટેમ્પો નજરે પડે છે.ભગવતીપરા પુલ પરથી નીચે ઉતરતી વખતે આઇસર ચાલક વાહન પરનો કાબૂ ગુમાવે છે.અને ત્યારબાદ આગળ જઈ રહેલી રિક્ષાને જોરદાર ટક્કર મારે છે.રિક્ષા બાદ બાઈકચાલકને પણ આઇસર અડફેટે લે છે.જોતજોતામાં એક પછી એક વાહનો આઇસરની અડફેટે જતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જાય છે. વિ.ઓ ૨ આ ગમખ્વાર અકસ્માતમાં 60 વર્ષીય અરૂણભાઈ નામના બાઈકચાલકનું મૃત્યુ થયું છે.આઇસરનું ટાયર અરૂણભાઈ પરથી ફરી વળતા તેઓ ગંભીર રીતે કચડાઈ ગયા હતા.અને બનાવથસ્તળે જ તેમનુ કરૂણ موت નિપજ્યું હતું.જ્યારે અન્ય બે લોકો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.અકસમાત બાદ આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા.ઈજાગ્રસ્તોને વાહનોમાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વિ.ઓ૩ અકસ્માતમાં ભોગ બનેલા પરેશ વાણિયાએ સમગ્ર ઘટનાની હકીકત જણાવી હતી.તેમના જણાવ્યા મુજબ તેઓ ભગવતીપરા તરફથી ઢાળ ઉતરી રહ્યા હતા.તે દરમિયાન અચાનક પાછળથી પૂરપાટ ઝડપે આવેલ આઇસરે તેમની ગાડીને ટક્કર મારી હતી.ટક્કર એટલી જોરદાર હતી કે તેમની ગાડી સાઇડમાં ફંગોળાઈ ગઈ હતી.આઇસર ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.સાથે જ બ્રેક फેલ થઇ હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. વિ.ઓ ૪ સમગ્ર બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના­s્થળે પહોંચ્યો હતો.પોલીસે અકસ્માત સર્જનાર આઇસર ચાલકની અટકાયત કરી છે.અને સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.પોલીસે અકસ્માતના CCTV ફૂટેજ પણ કબજે કર્યા છે.પ્રાથમિક તપાસમાં આઇસર ચાલક દ્વારા બ્રેક ફેલ થઈ હોવાનો બચાવ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.ત્યારે ખરેખર બ્રેક ફેલ થઈ હતી કે ચાલકની બેદરકારીથી આ અકસ્માત સર્જાયો તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. વોકથ્રુ સાહિલ સપ્પા રાજકોટ બાઈટ:- પરેશ વાણીયા ( અકસ્માતમાં ભોગ બનનાર) બાઈટ:- કયુમ ( સ્થાનિક)
0
0
Report

राजकोट में मेघराजा सक्रिय, शाम को हुई तेज बारिश से सड़कें पानी-पानी

Rajkot, Gujarat:એંકર :- રાજકોટ શહેરમાં દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ બાદ આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. શહેરના અનેક વિસ્તારોમાં અચાનક વરસાદ શરૂ થતા રસ્તાઓ પર પાણીના રેલાં જોવા મળ્યા છે. ખાસ કરીને કાલાવડ રોડ, મવડી, 150 ફૂટ રિંગ રોડ, રેસકોર્સ, યાજ્ઞિક રોડ અને રૈયા રોડ سمیتના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. દીવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે સાંજના સમયે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદના કારણે વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી, ત્યારે આગાહી વચ્ચે રાજકોટમાં મેઘરાજાની પધરામણી થઈ છે. મહત્વનું છે કે આગામી કલાકોમાં પણ રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે તેવી શક્યતા છે. વરસાદને ધ્યાનમાં રાખીને તંત્ર પણ એલર્ટ મોડ પર છે. લોકો કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે સૂચના આપવામાં આવી છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેતી રાખવા અને વરસાદી પાણીની સ્થિતિ પર નજર રાખવા અપીલ કરવામાં આવી છે. હાલ રાજકોટ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે આગામી કલાકોમાં વરસાદનું જોર વધે છે કે નહીં અને શહેરમાં ક્યાંક પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે કે કેમ તેના પર સૌની નજર છે...
0
0
Report
Advertisement

राजकोट कांग्रेस OBC प्रमुख महेश राजपूत के खिलाफ 65 लाख रुपए धोखाधड़ी मामले की जांच

Rajkot, Gujarat:એંકર:- રાજકોટમાં કોંગ્રેસના પ્રદેશ OBC સેલના ચેરમેન સાથે લાખોની છેતરપિંડીનો કથિત મામલો સામે આવ્યો છે. કોંગ્રેસના પ્રદેશ OBC સેલના ચેરમેન મહેશ રાજપૂત સાથે 65 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર મામલે પોરબಂದરના રોમી મોરઝરીયા નામના/shખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, રોમી મોરજરીયાએ મહેશ રાજપૂત પાસેથી એક મહિના માટે હાથ ઉછીના 65 લાખ રૂપિયા લીધા હતા. રોકમ પરત આપવાની ખાત્રી આપ્યા બાદ પણ એક મહિના પૂર્ણ થયાના પછી રૂપિયા પરત કરવામાં આવ્યા ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ મામલે આરોપી દ્વારા પ્રોમિસનરી નોટ પણ લખી આપવામાં આવી હોવાનો ​ફરિયાદમાં ઉલ્લેખ છે. પરંતુ સમય પસાર થતો ગયો છતાં 65 લાખ રૂપિયાની રકમ પરત કરવામાં આવી નહીં. ફર્દા઼ા મુજબ, એક-બે મહિના નહીં પરંતુ લગભગ ચાર વર્ષ સુધી રકમ પરત ન મળતા આખરે પોલીસ ફરિયાદનો સહારો લેવાયો છે. હવાલા સવાલ એ છે કે કોંગ્રેસના પ્રદેશ OBC સેલના ચેરમેન પાસેથી 65 લાખ રૂપિયાં કયા સંજોગોમાં લેવામાં આવ્યા હતા؟ પ્રોમિસનરી નોટ આપ્યા બાદ પણ ચાર વર્ષ સુધી રૂપિયા કેમ પરત ન કરવામાં આવ્યા? અને આ સમગ્ર નાણાકીય વ્યવહારમાં ખરેખર શું થયું હતું? હાલ પોલીસરી ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની હકીકત તપાસ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. બાઇટ:- મહેશ રાજપુત, કોંગ્રેસ OBC પ્રદેશ અધ્યક્ષ
0
0
Report

राजकोट नगर निगम में 50 हजार रिश्वत के आरोप, भाजपा-कांग्रेस में घमासान

Rajkot, Gujarat:એંકર:- રાજકોટના રાજકારણમાં 50 હજાર રૂપિયાની લાંચના આક્ષેપને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં ભાજપના કોર્પોરેટર સંજય ચાવડાએ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રસીલાબેન ગેરિયાદા સામે 50 હજાર રૂપિયા લેવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે હવે આ આક્ષેપો બાદ ਰਸੀਲાબેન ગેરૈયા મીડિયા સમક્ષ આવ્યા છે અને સંજય ચાવડાના આક્ષેપોને તદ્દન પાયાવિહોણા ગણાવ્યા છે. રસીલાબેન ગેરૈયાએ સીધો પડકાર ફેંકતા કહ્યું કે, “મેં 50 હજાર રૂપિયા લીધા છે તો પુરાવા રજૂ કરો”. સાથે જ ભાજપના કોર્પોરેટર સંજય ચાવડા આક્ષેપ અંગે પુરાવા સાથે ખુલાસો કરે તેવી પણ માગ કરી છે. સમગ્ર મામલે કોંગ્રેસ આગેવાન કોમલેશ કોઠીવારે પણ રસીલાબેનના સમર્થનમાં નિવેદન આપ્યું છે. 50 હજારની લાંચના આક્ષેપ અને તેના જવાબી પડકાર બાદ રાજકોટના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
0
0
Report

जूनागढ़ में फिर शुरू बारिश, किसानों में खुशी और ठंडक का माहौल

Junagad, Gujarat:જૂનાગઢ શહેર અને જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે... બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો છે... શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે... વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળે છે... જૂનાગઢ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો... ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થતા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે... વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે... જૂનાગઢના ગિરનાર વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે... ગિરનારપર વરસાદ પડતાં ફરીથી કરણ હોકરામાં પાણી આવ્યું છે... પાટિયા ખુલતા આ પાણી નરસિંહ મહેતા સરોવરમાં પણ વહેતું જોવા મળ્યું... જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે... માણાવદરમાં 24 મિલીમીટર, જૂનાગઢ રૂરલમાં 35 મિલીમીટર, વિસાવદરમાં 21 મિલીમીટર, કેશોદમાં 35 મિલીમીટર અને જૂનાગઢ શહેરમાં 35 મિલીમીટર વરસાદ નોંધાયો છે... જ્યારે જૂનાગઢ ગિરનારમાં 22 મિલીમીટર વરસાદ નોંધાયો છે... ગિરનાર અને જંગલ વિસ્તારમાં વરસાદના પગલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે... વરસાદથી દામોદર કુંડ ખાતે નવા નીર આવ્યા છે... આવો ગિરનારના જંગલ વિસ્તારોમાં વરસાદ બાદ ધોધ વહેતા થયા હોવાના મનમોહક દૃશ્યો પણ સામે આવ્યા છે... હાલ જૂનાગઢ શહેર અને સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે...
0
0
Report
Advertisement
Advertisement
Back to top