Back
गुजरात के i-Hub से स्टार्टअप्स को मिलेगा बड़ा इंफ्रास्ट्रक्चर और सपोर्ट
DRDarshal Raval
Mar 11, 2026 13:22:26
Ahmedabad, Gujarat
ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (i-Hub)
• સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP) નો હેતુ ગુજરાત રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ માટે एक સબળ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ઇકોસિસ્ટમ વિકસાવવાનો છે.
• ગુજરાત રાજ્યમાં એન્ડ-ટુ-એન્ડ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ સપોર્ટ સિસ્ટમને સંસ્થાકીય બનાવવા માટે તારીખ ૧૬ મે, ૨૦૧૯ ના રોજ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (i-Hub) નું સેકશન 8 કંપની તરીકે નિર્માણ કરવામાં આવ્યુ.
• i-Hub ખાતે સિંગલ વિન્ડો સપોર્ટ સિસ્ટમ થકી કાયદાકીય, નાણાકીય, તકનીકી તેમજ આયોજનલક્ષી માર્ગદર્શન આપવામાં આવે છે. આ સુવિધા પ્રારંભિક તબક્કાના ઇનોવેટર્સ અને સ્ટાર્ટઅપ્સને તેમના વિચારોને સફળ ઉદ્યોગો તરીકે વિકસવામાં મદદ કરે છે.
• i-Hub વિવિધ ક્ષેત્રોમાં "માઇન્ડ-ટુ-માર્કેટ" દ્વારા ઇનોવેશન ઈકોસિસ્ટમ વિકસાવવા માટે મુખ્ય પરિબળ તરીકે કાર્ય કરી રાજ્યમાં વધુને વધુ યુવાઓને નોકરી શોધનારાઓને બદલે નોકરી સર્જન કરનાર બનવા સક્ષમ બનાવે છે.
• અત્યાધુનિક સવલતોથી સુસજ્જ i-Hub, સ્ટાર્ટઅપ્સને તેમના વિચાર, ઉત્પાદન અને રોકાણની આવશ્યકતાઓ માટે પ્રી-ઇન્ક્યુબેશન, ઇન્ક્યુબેશન અને એક્સિલરેશન સ્ટેજમાં સમર્થન આપે છે.
• ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા i-Hubના નવા કેમ્પસનું ઉદ્ઘાટન ૫ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ કરવામાં આવ્યું હતું.
• i-Hub એ રાજ્યમાં ઇનોવેશન અને સ્ટાર્ટઅપ્સ માટે કાર્યરત સૌથી મોટી સુવિધા છે. નવું કેમ્પસ આશરે ૧.૫ લાખ ચોરસ ફૂટ વિસ્તારની જગ્યા ધરાવે છે જે એક સાથે લગભગ ૫૦૦ સ્ટાર્ટઅપ્સનો સમાવેશ કરી શકે છે.
અમદાવાદ i hub ને સાગરે સારો પ્રતિસાદ મળતા અન્ય શહેરોમાંથી સુરત, મહેસાણા, વડોદરા અને રાજકોટ ખાતે રિજયોનલ સેન્ટર માટે બજેટમાં 40 કરોડ ઉપર પાસ થતા i hub ને વધુ વિસ્તરતા યુવાઓને મોટો ફાયદો થશે.
આઈ-હબ (i-Hub) ની સિદ્ધિઓ (૨૦૨૦ થી ૨૦૨૫)
• i-Hub દ્વારા કુલ ૭૨૦ સ્ટાર્ટઅપ્સને સહાય કરવામાં આવેલ છે
• i-Hub દ્વારા ‘સ્ટાર્ટઅપ સૃજન સીડ સપોર્ટ’ યોજના અંતર્ગત પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ માટે સ્ટાર્ટઅપ્સ અને ઈનોવેટર્સને રુપિયા ૨૩ કરોડથી વધુ ગ્રાન્ટ પેટે ફાળવવામાં આવેલ છે.
• i-Hub ખાતે અનેક કાર્યક્રમો થકી ઇન્ક્યુબેટેડ સ્ટાર્ટઅપ્સને આશરે રુપિયા ૪૫૯ કરોડનું ખાનગી ભંડોળ વિવિધ વેન્ચર ફંડ્સ મારફત ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.
• i-Hub ખાતે કેટલાક સ્ટાર્ટઅપ્સ દ્વારા રાજ્યમાં આશરે ૫૫૦૦ જેટલા રોજગારનું સર્જન થયું છે, આ સ્ટાર્ટઅપ્સની કુલ માર્કેટ વેલ્યૂ આશરે રૂપિયા ૩,૫૬૯ કરોડ જેટલી છે.
• i-Hub શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સ્ટાર્ટઅપ્સને સપોર્ટ આપવા માટે હબ અને સ્પોક મોડલમાં કામ કરી રહ્યું છે અને રાજ્યના ૨૦ થી વધુ જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે.
• i-Hub એ વિવિધ કેપેસિટી બિલ્ડિંગ કાર્યક્રમો હેઠળ લગભગ ૪ લાખ યુવાનોને સ્ટાર્ટઅપ અને ઇનોવેશન અંગે માહિતગાર કર્યા છે.
• i-Hub દ્વારા ઉચ્ચ અને તકનીકી શિક્ષણ વિભાગના ૫,૦૦૦ થી વધુ અધ્યાપકોને બૌદ્ધિક સંપદા અને ઇનોવેશન માટે વિદ્યાર્થીઓને મદદ કરી શકે તે હેતુસર તાલીમ આપવામાં આવી છે.
• મહિલાઓ દ્વારા સંચાલિત સ્ટાર્ટઅપ્સને સહાય આપવા માટે i-Hub એ WEstart નામની ખાસ યોજના અંતર્ગતο મહિલાઓના ઉદ્યોગસાહસિકોને વ્યવાજ સાહસમાં રૂપાંતરિત કરવા માટે કાર્ય કરે છે. WEstart નો ઉદ્દેશ્ય પ્રારંભિક તબક્કાની મહિલા ઇનોવેટર્સ અને સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપને મહિલા તરીકે અગ્રણી સ્થાપક સાથે ટેકો આપવા અને કૌશલ્ય વિકાસ માટે મદદ કરવી છે, જેમાં ૧૯૬ મહિલાઓના સ્ટાર્ટઅપ્સ સમાવેશ થયેલ છે.
• i-Hub કૃષિ, હેલ્થ અને વેલનેס, ડીપ ટેક્નોલોજી, ફૂડ એન્ડ બેવરેજીસ, લોજિસ્ટિક્સ, ફિનટેક, એજ્યુકેશનલ ટેકનોલોજી, ડિફેન્સ અને એરોસ્પેસ, સોશિયલ ઇમ્પેક્ટ, મેન્યુફેક્ચરિંગ અને ટેક્સટાઇલ જેવા મુખ્ય ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ્સને સહાય આપી રહ્યું છે.
• i-Hub MAGIC Connect (માર્કેટ, એકેડેમિયા, ગવર્નમેન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમ્યુનિટી કનેક્ટ) પહેલ અંતર્ગત સમગ્ર રાજ્યમાં લગભગ ૫૦ ડેમો ડે કાર્યક્રમોનું આયોજન કરી ૩૦૦ થી વધુ સ્ટાર્ટઅપ્સને વિવિધ ઇન્ડસ્ટ્રી અને માર્કેટ સાથે જોડવામાં આવેલ છે.
• સ્ટાર્ટઅપ્સ માટે કો-વર્કિંગ સ્પેસ: i-Hub સ્ટાર્ટઅપ્સને રાહત દરે કો-વર્કિંગ સ્પેસ ઓફર કરે છે જે તમામ જરૂરી સુવિધાઓથી સજ્જ છે. i-Hubના નવા કેમ્પસમાં ૧૦૦ થી વધુ સ્ટાર્ટઅપ્સ સક્રિયપણે આ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે.
• સ્ટાર્ટઅપ્સ માટે નેટવર્કીંગની તકો: i-Hub એ અનેક ઇકોસિસ્ટમ સાથે જોડાયેલા સંસ્થાઓ સાથે ભાગીદારી કરી છે જેનો સ્ટાર્ટઅપ્સ તેમના વિકાસ માટે લાભ લઈ શકે છે. સ્ટાર્ટઅપ્સ i-Hub ખાતે થી ૨૫ કરતાં વધુ વિવિધ ક્ષેત્રના ઇન્ડસ્ટ્રી ચેમ્બર દ્વારા ઉદ્યોગો સાથે નેટવર્કિંગ કરી શકે છે.
• સ્ટાર્ટઅપ્સ માટે માળખાકીય સુવિધા: સ્ટાર્ટઅપ્સને માળખાકીય સુવિધાઓ જેવી કે મીટિંગ રૂમ, ક્લાસરૂમ, કોન્ફરન્સ રૂમ અને સંલગ્ન સુવિધા પૂરી પાડવામાં આવે છે જેનો વિના મૂલ્યે ઉપયોગ કરી શકાય છે.
• સ્ટાર્ટઅપ્સ માટે ૩૬૦ ડિગ્રી (સર્વગ્રાહી) મેન્ટરશિપ: સ્ટાર્ટઅપ્સને i-Hub ખાતે વિવિધ ક્ષેત્રો જેવાકે બિઝનેસ મોડેલિંગ, ડિઝાઇનિંગ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ, સ્ટ્રેટજી નંબર ૨૦૦થી વધુ જાણીતા મેન્ટર્સ સાથે જોડાવાની તક ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
• સ્ટાર્ટઅપ્સ માટે બૌદ્ધિક સંપદા સહાય: i-Hub ખાતે બૌદ્ધિક સંપદા સુવિધા કેન્દ્ર (IPFC) દ્વારા સ્ટાર્ટઅપ્સ તથા ઈનોવેટર્સને પેટન્ટ, ટ્રેડમાર્ક અને સંલગ્ન બૌદ્ધિક સંપદા માટે સહાય પૂરી પાડવામાં આવે છે.
• સ્ટાર્ટઅપ્સ માટે નાણાકીય સહાય: i-Hub દ્વારા સ્ટાર્ટઅપ્સના વિકાસ અને પ્રગતિને વેગ આપવા માટે, ૮૦ થી વધુ વેન્ચર કૅપિટલિસ્ટ્સ, માઇક્રો વેન્ચર કૅપિટલ ફર્મ્સ અને એન્જલ ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર્સ થકી રિસ્ક કેપિટલ ઉપલબ્ધ કરાવવામાં સહાય કરવાનો પ્રયત્ન થાય છે.
• રોકાણકાર અને ઈકોસિસ્ટમ સહકાર: i-Hub દ્વારા ૮૦થી વધુ ઈન્વેસ્ટમેન્ટ ફંડ, એક્સેલરેશન પાર્ટનર્સ અને ઈકોસિસ્ટમ એનબલર્સ સાથે સહકાર સ્થાપિત કરવામાં આવ્યો હતો, જેથી સ્ટાર્ટઅપ્સને ખાનગી ભન્ડોળ, માર્ગદર્શન (મેન્ટરશિપ), ગો-ટુ- માર્કેટ (GTM) સપોર્ટ અને ઉદ્યોગલક્ષી માર્ગદર્શન ઉપલબ્ધ થઈ શક્યું છે.
બજેટ 2025-26 અને ૨૦૨૬-૨૭ ની વિગતો નીચે મુજબ છે.
• i-Hubના ચાર પ્રાદેશિક કેન્દ્રોમાં – (સુરત, મહેસાણા, રાજકોટ અને વડોદરા) આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે રૂ.૪૦ કરોડની સહાય તેમજ જરૂરી સુધારાઓ તેમજ ઓપરેશન અને મેન્ટેનેન્સ માટે રૂ.૨૦ કરોડની સહાય પૂરી પાડવામાં આવશે.
• i-Hub દ્વારા સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટરને પ્રોડક્ટ પ્રોટોટાઇપિંગ, પાઇલોટ અમલીકરણ અને બજાર માટેની તૈયારી માટે સુવ્યવस्थित ટેસ્ટિંગ અને વેલિડેશન સહાય માટે રૂ.૧૦ કરોડની સહાયની ફાળવણી કરવામાં આવેલ છે.
• i-Hub દ્વારા સ્ટાર્ટઅપ્સને વાસ્તવિક બજાર પરિસ્થિતિમાં પ્રોડક્ટ/સેવાનું પાઇલોટ અમલીકરણ કરવા માટે રૂ.૧૦ કરોડની સહાયની ફાળવણી કરવામાં આવેલ છે.
• i-Hub દ્વારા પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપિરાઇટ તથા ડિઝાઇન નોંધણી સહિત બૌદ્ધિક સંપત્તિ સંરક્ષણ માટે prior-art શોધ, ફાઇલિંગ સહાય અને દસ્તાવેજીકરણ માર્ગદર્શન માટે રૂ.૧૦ કરોડની સહાયની ફાળવણી કરવામાં આવેલ છે.
• ગુજરાત આધારિત સ્ટાર્ટઅપ્સ માટે આંતરરાષ્ટ્રીય એક્સપોઝર પ્રવૃત્તિઓમાં ભાગીદારી માટે રૂ. ૧૦ કરોડની સહાયની ફાળવણી કરવામાં આવેલ છે.
• ગુજરાત આધારિત પ્રારંભિક આવક તથા વૃદ્ધિ તબક્કાના સ્ટાર્ટઅપ્સ માટે લોન અને કન્વર્ટિબલ ફાઇનાન્સિંગ માટે રૂ. ૩૦ કરોડની સહાયની ફાળવણી કરવામાં આવેલ છે.
બાઈટ. જયકુમાર જોશી. પ્રોફાઇલ હેડ. I hub
i hub ને લઈને i hub સાથે જોડાયેલા સ્ટાર્ટપ અને ઈન્ટરને પણ આપી પ્રતિસાદ
યુવા અને સ્ટાર્ટપ શરૂ કરનાર માટે i hub આશીર્વાદ સમાન ગણાવ્યું
i hub થી યુવાઓને એક પ્લેટફોર્મ સાથે એક નવી દિશા પણ મળી
મહારાષ્ટ્રના એક યુવાએ અન્ય રાજ્યમાં સંસ્થા સાથે જોડાડવા ઇક્વિટી દર્શવવી પડતી હોય જ્યારે गुजरात i hubમાં કોઈઓ ઇક્વિટી આપ્યા વગર સરકારની મદદ થકી સ્ટાર્ટપ આગળ વધારી શકવાની જાણfriend દ્વારા થતા મહારાષ્ટ્રનો યુવા i hub સાથે જોડાયો
કેમિકલ ફ્રી પાક ઉગવવાનું કામ કરતા મહારાષ્ટ્રના યુવાને i hub માં જોડાયા બાદ તેની સાથે ખેડૂતને પણ ફાયદો થયાની કરી વાત
તો એક ઇંટર્ન યુવતીએ i hub યુવાઓના સ્ટાર્ટપ માટે એક સારું પ્લેટફોર્મ પણ ગણાવ્યું
બાઈટ. ધવલ શાહ. સ્ટાર્ટપ
બાઈટ. મુસ્કાન ગજ્જર. ઇન્ટર્ન
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowMar 11, 2026 13:47:350
Report
PAParakh Agarawal
FollowMar 11, 2026 13:30:410
Report
VPVasu Parmar
FollowMar 11, 2026 12:37:570
Report
DRDarshal Raval
FollowMar 11, 2026 12:37:320
Report
VPVasu Parmar
FollowMar 11, 2026 12:16:090
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowMar 11, 2026 11:50:090
Report
BPBurhan pathan
FollowMar 11, 2026 11:47:390
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowMar 11, 2026 11:35:220
Report
DPDhaval Parekh
FollowMar 11, 2026 11:00:170
Report
CPCHETAN PATEL
FollowMar 11, 2026 10:36:200
Report
URUday Ranjan
FollowMar 11, 2026 10:25:350
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowMar 11, 2026 10:00:100
Report
URUday Ranjan
FollowMar 11, 2026 09:23:140
Report
CPCHETAN PATEL
FollowMar 11, 2026 09:22:590
Report