Back
अहमदाबाद: राणीप में किशोरी को परेशान करने वाले 5 आरोपी जेल भेजे गए
URUday Ranjan
Mar 11, 2026 09:23:14
Ahmedabad, Gujarat
અમદાવાદના રાણિપીમાં સગીરાની પજવણી જેવી સંવેદનશીલ બાબતે બે જૂથો સામસામે આવી ગયા હતા. બે દિવસ પહેલા મંદી રાત્રે પથ્થરમારો અને હિંસક મારામારીની ઘટના બની છે. સગીરાને હેરાન કરવા બાબતે થયેલી બોલાચાલીએ વાતાવરણ તંગ થયું હતું ત્યારે રાણીપ પોલીસ આ મામલે તરત کارروાઈ કરી 5 હુમલાખોરોની ધરપકડ કરી છે. રાણિપના બલોલનગર ચાર રસ્તા પાસે આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં ગત સોમવારે રાત્રે શાંતિ ડહોલાઈ હતી. ફરિયાદી પક્ષની સગીરાને આરોપી પક્ષ દ્વારા સતત હેરાન પરેશાન કરવામાં આવતી હતી. સગીરાની પજવણીની હદ વટાવી દેતા પરિવારોએ જ્યારે આ બાબતે વિરોધ કર્યો, ત્યારે મામલો ઉગ્ર બન્યો હતો. ઉશ્કેરાયેલા શખ્સોએ સોસાયટીમાં પથ્થરમારો શરૂ કર્યો અને લાકડી-ધોકા વડે મારામારી કરી આતંક મચાવ્યો હતો. આ હંગામા બાદ રાણીપ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર સ્થિતિ કાબુમાં લઇને ફરિયાદ નોંધી હતી. આ ઘટનામાં કડક હાથે કામગીરી કરીને 5 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં દલાજી મારવાડી, ગેનાજી મારવાડી, રમેશ મારવાડી, ગમન મારવાડી, નરેશ મારવાડીનો સમાવેશ થાય છે. પોલીસે મારામારી અને પજવણીની કલમો હેઠળ ગુના નોંધી તમામની પૂછપરછ શરૂ કરી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ ઝઘડા પાછળ સગીરાની પજવણી સિવાય અન્ય કોઈ જૂની આદાત જવાબદાર છે કે કેમ? રાણીપ પોલીસ હાલ પાંચેય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, પરંતુ રહેણાંક સોસાયટીઓમાં થતા આવા પથ્થરમારા કારણે લોકોમાં પોતાની સુરક્ષા અંગે ભય જોવો લાગે છે. હવે જોવું એ રહેશે કે રાણીપ પોલીસ આ શખ્સો સામે કઈ રીતે દાખલો બેસાડે છો જેથી ફરી કોઈ આવો બનાવ ન બને.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 11, 2026 10:36:200
Report
URUday Ranjan
FollowMar 11, 2026 10:25:350
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowMar 11, 2026 10:00:100
Report
CPCHETAN PATEL
FollowMar 11, 2026 09:22:590
Report
GDGaurav Dave
FollowMar 11, 2026 09:22:300
Report
CPCHETAN PATEL
FollowMar 11, 2026 08:03:260
Report
AKArpan Kaydawala
FollowMar 11, 2026 08:01:470
Report
GPGaurav Patel
FollowMar 11, 2026 08:00:230
Report
CPCHETAN PATEL
FollowMar 11, 2026 07:45:340
Report
NDNavneet Dalwadi
FollowMar 11, 2026 06:48:480
Report
CPCHETAN PATEL
FollowMar 11, 2026 06:32:540
Report
URUday Ranjan
FollowMar 11, 2026 06:32:430
Report
CPCHETAN PATEL
FollowMar 11, 2026 06:16:550
Report
CPCHETAN PATEL
FollowMar 11, 2026 06:16:440
Report