Back
आनंद में गैस संकट: युद्ध के कारण CNG स्टेशनों पर सिर्फ चार घंटे সরবরাহ
BPBurhan pathan
Mar 11, 2026 11:47:39
Anand, Gujarat
એન્કર: ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની ભીષણ અસર હવે આણંદ જિલ્લામાં પણ વર્તાઈ રહી છે. વૈશ્વિક અશાંતિને કારણે સીએનજી ગેસના જથ્થામાં મોટો ઘટાડો નોંધાયો છે. આણંદમાં સીએનજી ગેસ સ્ટેશનો પર હવે દિવસમાં માત્ર ચાર કલાક જ પુરવઠો આપવામાં આવતા વાહનચાલકોની હાલત કફોડી બની છે. ગેસ સ્ટેશનો પર લાંબી કતારો અને અછતને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
વીઓ ૧: ઈરાન અને ઈઝરાઇલ વચ્ચેના જંગની સીધી અસર આણંદના સીએનજી પંપ પર જોવા મળી રહી છે. હજુ તો યુદ્ધના શરૂઆતના દિવસો છે ત્યાં જ ગેસની મોટી અછત સર્જાઈ છે. આણંદની ચરોતર ગેસ કંપનીના સાત જેટલા સ્ટેશનો પર હવે સવાર-સાંજ માત્ર બબ્બે કલાક જ ગેસ આપવામાં આવે છે. સવારે 6 થી 8 અને સાંજે 6 થી 8 દરમ્યાન જ ગેસ મળે છે. જેને કારણે રિક્ષાચાલકો અને ખાનગી વાહનચાલકો કલાકો સુધી રાહ જોવા મજબૂર બન્યા છે.
બાઈટ ૧: રામચંદ્ર ઠાકોર (રિક્ષાચાલક)
વીઓ ૨: ગેસની આ વિકટ પરિસ્થિતિ પાછળ યુદ્ધને કારણે ક્ષતિગ્રસ્ત થયેલી પાઈપલાઇન મુખ્ય કારણ માનવામાં આવે છે. ચરોતર ગેસ કંપનીને ગુજરાત ગેસ અને GAIL મારફતે જે જથ્થો મળે તેની હાલ મર્યાદિત વહેંચણી કરવામાં આવી રહી છે. કંપનીની પ્રથમ પ્રાથમિકતા ઘરેલુ પીએનજી (PNG) ગ્રાહકો હોવાથી હોસ્પિટલ અને ઘરવપરાશમાં કાપ મુકાયો નથી, પરંતુ ઈન્ડસ્ટ્રીયલ અને સીએનજી સેક્ટરમાં મોટો કાપ ઝીંકવામાં આવ્યો છે.
બાઈટ ૨: હસમુખભાઈ પટેલ (મેનેજીંગ ડિરેક્ટર - ચરોતર ગેસ સહકારી મંડળી)
વીઓ ૩: હાલમાં ઈન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં ગેસ પુરવઠો લગભગ 50% સુધી ઘટાડી દેવાયો છે. જો યુદ્ધ લાંબું ચાલશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ગેસના ભાવમાં વધારો થશે કે કેમ તે બાબતે અત્યારે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. બીજી તરફ, રોજનું કમાઈને રોજ ખાનારા રિક્ષાચાલકો માટે આ ગેસની અછત મોટું આર્થિક સંકટ લઈને આવી છે.
બાઈટ ૩: મોટાહમદયુંસ સૈયદ (રિક્ષાચાલક)
WKT
બુરહાન પઠાણ
ઝી મિડિયા
આણંદ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
VPVasu Parmar
FollowMar 11, 2026 12:37:570
Report
DRDarshal Raval
FollowMar 11, 2026 12:37:320
Report
VPVasu Parmar
FollowMar 11, 2026 12:16:090
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowMar 11, 2026 11:50:090
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowMar 11, 2026 11:35:220
Report
DPDhaval Parekh
FollowMar 11, 2026 11:00:170
Report
CPCHETAN PATEL
FollowMar 11, 2026 10:36:200
Report
URUday Ranjan
FollowMar 11, 2026 10:25:350
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowMar 11, 2026 10:00:100
Report
URUday Ranjan
FollowMar 11, 2026 09:23:140
Report
CPCHETAN PATEL
FollowMar 11, 2026 09:22:590
Report
GDGaurav Dave
FollowMar 11, 2026 09:22:300
Report
CPCHETAN PATEL
FollowMar 11, 2026 08:03:260
Report
AKArpan Kaydawala
FollowMar 11, 2026 08:01:470
Report