Back
अहमदाबाद ग्रामीण इलाके में कान काटकर लूट करने वाली गैंग का अंत, दो गिरफ्तार
URUday Ranjan
Mar 27, 2026 10:40:07
Ahmedabad, Gujarat
નોધ : સ્ટોરી ને લગતા ફોટો સેન્ડ કર્યા ક્બ્વે
એન્કર :
અમદાવાદ ગ્રામ્ય વિસ્તરમાં છેલ્લા 8 મહિનાથી ખેડૂતો અને મહિલાઓ માટે ફફડાટનું કારણ બનેલી કાન કાપતી ગેંગનો આખરે અંત થયો છે. આ કોઈ સામાન્ય લૂંટારુઓ નથી, પરંતુ માનવતા નેવે મૂકીને લૂંટ કરવા માટે ખેડૂતોના કાન કાપી નાખતા લુટારૂ છે.... અમદાવાદ ગ્રામ્ય LCB એ બાતમીના આધારે આ ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે. આ શખ્સોની ધરપકડથી સાણંદ અને ચાંગોદર પંથકના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે
વીઓ : 01
અમદાવાદ ગ્રામ્ય ના ગામડા માં રાત્રિના અંધકારમાં ખેતરમાં પાણી વાળતા કે પાક રક્ષણ કરતા કે સૂતા એકલ-દોકલ ખેડૂત અને મહિલા પર ત્રાટકતી આ ગેંગે છેલ્લા 8 મહિનાથી તરખાટ મચાવ્યો હતો. સાણંદ ટાઉન, સાણંદ GIDC, કેરાળા GIDC અને ચાંગોદર વિસ્તારમાં રાત્રે સૂતેલા લોકો પર આ શખ્સો જીવલેણ હુમલો કરતા હતા. તેમની મોડસ ઓપરેન્ડી એટલી ભયાનક હતી કે, મહિલાઓના કાનમાંથી સોનાની બુટી કાઢવા માટે તેઓ નિર્મમ રીતે કાન કાપી નાખતા હતા અને દાગીના લૂંટી ફરાર થઈ જતા હતા આવા પ્રકાર ની ફરિયાદો મળવા પામી હતી ત્યારે અમદાવાદ ગ્રામ્ય એલસબી એ એક ખાસ ટીમ બનાવી ને આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી જેમાં બે આરોપી ની ધરપકડ કરવા માં આવી છે
બાઈટ : ઓમપ્રકાશ જાટ, એસપી , અમદાવાદ ગ્રામ્ય
વીઓ : 02
અમદાવાદ ગ્રામ્ય LCB ની ટીમે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી સાણંદના સંજય ઝીલીયા અને દશરથ દેવીપૂજક ઉર્ફે દશા નામના બે રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે. એલસીબી દ્વારા આરોપીઓની પૂછપરછમાં 6 લૂંટના ગુનાની કબૂલાત થઇ છે. પોલીસને તેમની પાસેથી લૂંટમાં થયેલ 6.99 લાખની કિંમતેનું 57 ગ્રામ સોનું અને ચાંદીના દાગીના કબ્જે કર્યા છે. આ ગેંગનો અન્ય એક સાગરીત પ્રકાશ રતીલાલ દેવીપૂજક હાલ વોન્ટેડ છે. જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે
બાઈટ : ઓમપ્રકાશ જાટ, એસપી , અમદાવાદ ગ્રામ્ય
વીઓ : 03
આરોપીઓ લૂંટ કરવા માટે હંમેશા આવા અવાવરુ ખેતરો પસંદ કરતા હતા જ્યાં કોઈની અવરજવર ન હોય. નિર્દોષ ખેડૂતોને ઢોર માર મારીને લૂંટતી આ ગેંગ પકડાતા ગ્રામ્ય પંથકમાં ભયનો માહોલ ઓછો થયો છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે, શું આ ગેંગે અન્ય કોઈ જિલ્લામાં પણ આપ્રકાર કાન કાપીને લૂંટ ચલાવી છે કે કેમ ખેડૂતના લોહીથી હાથ રંગનારા આ લૂંટારુઓ હવે જેલના સળિયા પાછળ છે. પોલીસની આ સફળતાથી ગ્રામ્ય અમદાવાદમાં લોકો એ પણ રાહત નો શ્વાસ લીધો છે.
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowMar 27, 2026 11:51:480
Report
BPBurhan pathan
FollowMar 27, 2026 11:32:28822
Report
URUday Ranjan
FollowMar 27, 2026 11:22:011055
Report
JBJayendra Bhoi
FollowMar 27, 2026 11:20:451077
Report
MDMustak Dal
FollowMar 27, 2026 10:50:09989
Report
GDGaurav Dave
FollowMar 27, 2026 10:49:55988
Report
MDMustak Dal
FollowMar 27, 2026 10:18:15978
Report
DRDarshal Raval
FollowMar 27, 2026 10:03:101056
Report
NJNILESH JOSHI
FollowMar 27, 2026 09:45:291050
Report
CPCHETAN PATEL
FollowMar 27, 2026 09:21:481013
Report
VPVasu Parmar
FollowMar 27, 2026 09:16:031024
Report
CPCHETAN PATEL
FollowMar 27, 2026 09:15:451046
Report
NJNILESH JOSHI
FollowMar 27, 2026 09:03:321050
Report
URUday Ranjan
FollowMar 27, 2026 08:01:221083
Report