Back
हल्दी से कैंसर के इलाज में नई उम्मीद: MSU ने स्मार्ट ड्रग डिलीवरी विकसित की
JSJayanti solanki
Feb 02, 2026 13:11:40
Vadodara, Gujarat
હળદરથી કેન્સર સામે નવી આશા: એમ.એસ.યુનિવર્સિટીના સંશોધકોએ સ્માર્ટ ડ્રગ ડિલિવરી સિસ્ટમ વિકસાવી
વડોદરાના રસોડામાં રોજબરોજ ઉપયોગમાં લેવાતી હળદર હવે માત્ર સ્વાદ અને આયુર્વેદ પૂરતી સીમિત રહી નથી, પરંતુ કેન્સર સારવારમાં ક્રાંતિકારી ભૂમિકા ભજવવાжей જઈ રહી છે. એમ.એસ.યુનિવર્સિટીના સંશોધકોએ હળદરના ઉપયોગથી એવી સ્માર્ટ ડ્રગ ડિલિવરી સિસ્ટમ વિકસાવી છે, જે કેન્સરની દવાઓની ગંભીર આડઅસર ઘટાડવામાં મદદરૂપ બનીશે. આ સંશોધનથી કેન્સરની સારવાર વધુ અસરકારક અને દર્દીઓ માટે વધુ સલામત બનવાની આશા જગાઈ છે.
બાઇટ: ડો.સોનલ ઠાકોર , પ્રોફેસર MSU
એમ.એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીની કેમિસ્ટ્રી વિભાગના પ્રોફેસર સોનલ ઠાકોરના માર્ગદર્શન હેઠળ સંશોધક ત્વરા કિકाणी અને કૃતિકા પટેલની ટીમે આ મહત્વપૂર્ણ સંશોધન કર્યું છે. સંશોધકોના જણાવ્યું મુજબ, કેન્સરની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ કેન્સરના કોષોની સાથે શરીરના સ્વસ્થ કોષોને પણ નુકસાન પહોંચાડે છે, કારણ કે આ દવાઓ સારા અને ખરાબ કોષો વચ્ચે તફાવત કરી શકતી નથી. આ સમસ્યા લાંબા સમયથી વૈજ્ઞાનિકો માટે પડકારરૂપ રહી છે. તેના ઉકેલ માટે સંશોધક ટીમે એગ્રિગેશન ઇન્ડિયુસ્ડ એમિશન ટેકોનિક નો ઉપયોગ કરીને હળદરના મુખ્ય ઘટક કરક્યુમિનને નેનો પાર્ટિકલ્સમાં રૂપાંતરિત કર્યા છે. આ નેનો પાર્ટિકલ્સને દવા પર કોટિંગ કરીને જ્યારે શરીરમાં દાખલ કરવામાં આવે છે ત્યારે તે સીધા કેન્સરના કોષોને શોધીને તેમને જ ટાર્ગેટ કરે છે, જેના કારણે સ્વસ્થ કોષોને થતું નુકસાન અટકે है અને દવાની આડઅસર નોંધપાત્ર રીતે ઘટી જાય છે.
બાઇટ: ડો.સોનલ ઠાકોર , પ્રોફેસર MSU
અત્યાર સુધી આ સ્માર્ટ ડ્રگ ડિલિવરી સિસ્ટમનો પ્રયોગ લિવર અને બ્રેસ્ટ કેન્સરના કોષો પર કરવામાં આવ્યો છે, જેમાં હકારાત્મક પરિણામો મળ્યા છે. સંશોધકોએ ભવિષ્યમાં અન્ય પ્રકારના કેન્સરના કોષો પર પણ આ ટેકનોલોજી અજમાવવાની યોજના बनाई છે. આ સંશોધનની વૈજ્ઞાનિક મહત્વતાને માન્યતા મળતાં અમેરિકન કેમિકલ સોસાઇટિ દ્વારા પ્રકાશિત થતી પ્રતિષ્ઠિત જર્નલ ‘બાયોમેક્રોમોલેક્યુલ્સ’માં તેને સ્થાન મળ્યું છે. વધુમાં, નિરમા યુનિવર્સિટી સાથેના સહયોગથી આ સ્માર્ટ ડ્રગ ડિલિવરી સિસ્ટમનો ઉંદરો પર પણ અભ્યાસ કરવામાં આવ્યો છે, જેમાં પણ ઉત્સાહજનક અને આશાસ્પદ પરિણામો સામે આવ્યા છે. આથી ભવિષ્યમાં માનવ પર ક્લિનિકલ ટ્રાયલ્સ માટેનો માર્ગ વધુ સ્પષ્ટ બન્યો છે.
બાઇટ: ત્વરા કિકાણી, સ્ટુડન્ટ MSU
સંશોધકોનું કહેવું છે કે કરક્યુમિનના નેનો પાર્ટિકલ્સ માત્ર દવા પહોંચાડવાનું કામ જ નથી કરતા, પરંતુ તે ‘સ્પોટ લાઇટ’ તરીકે પણ કાર્ય કરે છે. એક વિશેષ રાસાયણિક પ્રક્રિયાના કારણે જ્યારે આ નેનો પાર્ટિકલ્સ દવા સાથે કેન્સરના ટ્યૂમર પાસે એકત્રિત થાય છે, ત્યારે તે પ્રકાશ ફેંકે છે. આ પ્રકાશના આધારે ટ્યૂમરની ઈમેજ પણ લેવામાં આવી શકે છે, જેથી દવા આપ્યા બાદ ટ્યૂમરના કદમાં ઘટાડો થયો છે કે નહીં તે જાણી શકાય છે. આ ટેકનોલોજીથી દવાના ડોઝમાં જરૂરી ફેરફાર કરવાનું પણ સરળ બને છે. આમ, વડોદરાની એમ.એસ. યુનિવર્સિટీలో થયેલ આ સંશોધન કેન્સરની સારવારમાં નવી દિશા આપનાર સાબિત થઈ શકે છે અને હળદર જેવી સામાન્ય વસ્તુમાંથી અસામાન્ય વૈજ્ઞાનિક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
APAnand Priyadarshi
FollowFeb 02, 2026 14:35:340
Report
LSLaxmi Sharma
FollowFeb 02, 2026 14:34:390
Report
AKAjay Kumar Rai
FollowFeb 02, 2026 14:34:000
Report
NMNitesh Mishra
FollowFeb 02, 2026 14:33:380
Report
MMMRITYUNJAI MISHRA
FollowFeb 02, 2026 14:33:170
Report
AMALI MUKTA
FollowFeb 02, 2026 14:32:52Gohara Marufpur, Uttar Pradesh:कानपुर में एक बार फिर थार का कहर देखने को मिला है...यहां थार ने सड़क किनारे खड़ी गाड़ियों में जोरदार चक्कर मार दी. फिलहाल पुलिस सीसीटीवी के जरिए आरोपी की तलाश में जुटी है
0
Report
RSRajendra sharma
FollowFeb 02, 2026 14:32:410
Report
DKDeepesh Kumar
FollowFeb 02, 2026 14:32:200
Report
CSChandrashekhar Solanki
FollowFeb 02, 2026 14:32:090
Report
PPPraveen Pandey
FollowFeb 02, 2026 14:31:470
Report
DKDARSHAN KAIT
FollowFeb 02, 2026 14:31:350
Report
AMATUL MISHRA
FollowFeb 02, 2026 14:31:220
Report
MMMohammad Muzammil
FollowFeb 02, 2026 14:31:05Dehradun, Uttarakhand:देहरादून पुलिस ने नकली पनीर और नकली दही की सप्लाई करने वाले गिरोह का पर्दाफाश किया है। फिलहाल पुलिस पकड़े गए गिरोह की जड़ें तलाश करने में जुटी है।
0
Report
ASABDUL SATTAR
FollowFeb 02, 2026 14:30:510
Report
DKDeepesh Kumar
FollowFeb 02, 2026 14:30:220
Report