Back
किसानों के नुकसान पर कांग्रेस ने राहत पैकेज पर सवाल उठाए
NDNavneet Dalwadi
Nov 09, 2025 05:51:00
Bhavnagar, Gujarat
રિપોર્ટર: નવનીત દલવાડી.
લોકેશન: ભાવનગર.
તારીખ: ૦૯/૧૧/૨૦૨૫.
સ્ટોરી: પેકેજ.
એપૃવલ: ગૌરવભાઈ.
સ્લગ: સરકારના રાહત પેકેજ સામે ખેડૂતોને સાથે રાખી કોંગ્રેસે યોજી ખેડૂત આક્રોશ યાત્રા.
એન્કر:
સમગ્ર ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદે કાળો કહેર વરસાવ્યો હતો, જેના કારણે ખેડૂતોના તૈયાર થઈને ઉભેલા પાક ને વ્યાપક નુકશાન થયું છે, જેની સામે રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસિક 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ ખેડૂતોને થયેલા નુકશાન સામે આ પેકેજ વામણું હોવાની વાત લઈને કોંગ્રેસ ખેડૂતોને સાથે રાખી સરકાર ને ઘેરી રહી છે, આજે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલના માદરે વતન લીમડા (હનુભાના) ખાતે જંગી ખેડૂત આક્રોશ સભા યોજાઈ હતી, જેમાં શક્તિસિંહ ગોહિલ સહીત કોંગ્રેસના નેતાઓએ સરકાર પર આંકરા પ્રહારો કર્યા હતા.
વિઓ ૧:
સમગ્ર ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદ બાદ હવે રાજકીય તોફાન ઉભું થયું છે, પાક નુકશાનને લઈને ખેડૂતોનો આક્રોશ જોઈ કોંગ્રેસે સરકારને ઘેરવા નું કામ શરુ કર્યું છે, રાજ્ય સરકાર પર કોંગ્રેસના આક્ષેપની વચ્ચે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના લીમડા ગામે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને ખેડૂત આક્રોશ સભા યોજાઈ હતી, જેમાં રાજ્ય સભાના કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ ટ્રેક્ટર ચલાવીને કાર્યક્રમ સ્થળ ઉપર પહોંચ્યા હતા, જેમની સાથે ખેડૂતના નેતા પાલભાઈ આંબલીયા, લલিত વસોયા, પ્રતાપ દુધાત, જેનીબેન ઠુંમ્મર અને લાલજી દેસાઈ સહિત કોંગ્રેસના નેતાઓ હાજર હતા, આ કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ખેડૂતો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, હતા, જે પ્રકારે કમોસમી વરસાદ થયો તેના કારણે ખેડૂતના પાકમાં સંપૂર્ણ બચાવના વગર નુકસાની પહોંચી છે, જેના પગલે તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા 10 હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતોનું અને કોંગ્રેસના નેતાઓનું කියવુ છે કે, જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેનાથી ખેડૂતોને માત્ર मामૂલી રકમ જ મળશે, જેનાથી ખેડૂત પગભર પણ ના થઈ શકે.
વિઓ ૨:
ઉનાથી પ્રસ્થાન થયેલી ખેડૂત આક્રોષ યાત્રા આજે સાંજે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલના ગામ હનુભાના લીમડા ખાતે આવી પહોંચી હતી, જ્યાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં ઉપસ્થિત કોંગ્રેસના નેતાઓએ રાજ્ય સરકારને અનેક સવાલોથી ઘેરી હતી, સૌપ્રથમ કોંગ્રેસે ભાજપ પર sવાલ ઉઠાવતા જણાવ્યું કે, સમગ્ર દેશમાં પાક વિમાની યોજના શરૂ છે, તો ભાજપના શાસનમાં ભાજપના શાશનમાં 2020 માં પાક વીમા પોલિસી શા માટે બંધ કરવામાં આવી? કોંગ્રેસના નેતાઓએ જાહેર મંચ પરથી રાજ્યના કૃષિ મંત્રી ઉપર પણ સવાલો ઉભા કર્યા હતા. સભાને સંબोधितા જેનીબેન ઠુમરે જણાવ્યું હતું કે, રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી ભાવનગરના પનોટે પુત્ર છે, કૃષિમંત્રી જ ભાવનગરની પીડા ના સમજતા હોય તો પછી સમગ્ર રાજ્યની પીડા કેવી રીતે સમજે, આ સાથે જ ખેડૂતોએ હાકલ કરતા જેનીબેને વધુમાં કહ્યું હતું કે, મંત્રના ઘરે જઈને ઢોલ વગાડીને કહેજો કે તમે ભાવનગરના પુત્ર છો પહેલા ભાવનગરને તો ન્યાય આપવજો. વધુમાં જેનીબેન ઠુંમ્મરે રાહત પેકેજ ને ખેડૂત માટે લોલીપોપ સમાન ગણાવ્યું હતું.
વિઓ ૩:
ખેડૂત આક્રોશ યાત્રાના આ કાર્યક્રમમાં યાત્રાના સંયોજક લાલજી દેસાઈ અને અમરેલીના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પણ હાજર રહ્યા હતા, તેમણે પણ રાજ્ય સરકાર દ્વારા બંધ કરવામાં આવેલી પાક વીમા પોલિસી ઉપર અનેક સવાલો ઉઠાવ્યા હતા, સાથે સરકાર દ્વારા ઐતિહાસિક 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, તેને લઈને કટાક્ષ કરવામાં આવ્યા હતા, ખેડૂતોને પોતાના માટે અવાજ ઉઠાવવા અને સરકાર સામે મોરચો માંડવા પણ હાકલ કરી હતી. પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે 2027 સુધીમાં ભાજપ સરકારે ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવું જ પડશે, જે માટે કોંગ્રેસ આવનારા દિવસોમાં વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમ આપવામાં આવશે, આ કાર્યક્રમમાં રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ તેમજ કોંગ્રેસના નેતા લલિત વસોયા, પ્રતાપ દુધાત, જેનીબેન ઠુંમર તેમજ બોટાદ-amરેલી અને ભાવનગરના વિપક્ષ નેતા અને મોટી સંખ્યામાં ખેડૂત હાજર રહ્યા હતા, શક્તિસિંહ ગોહિલે રાજ્યસરકાર પર પ્રહાર કરતા કહ્યું કે પાક નુકશાનો ખૂબ થઈ છે, જેની સરખામણીમાં વળતર ખૂબ ઓછું છે, તેથી સરકારે યોગ્ય વળતર આપવું જોઈએ, સરકારે ભૂતકાળમાં અનેક ઉદ્યોગપતિઓના સંપૂર્ણ દેણા માફ કર્યા છે, ત્યારે ખેડૂતના દેણા પણ માફ કરવા જોઈએ, ખાસ રાજ્યસરકારી ગુજરાતમાં વર્ષ 2020 થી બંધ કરેલો ખેડૂત પાક નુકશાની વીમો જો શરૂ હોય તો આ તમામ નુકશાનીનું પૂરતું વળતર ખેડૂતો ને મળ્યું હોત, ત્યારે સરકારે આ પાક વીમો ફરી શરૂ કરવો જોઈએ. ખેડૂતોએ આ સમયમાં આત્મહત્યા કરી છે, તો ખેડૂતોએ આવું પગલું ન ભર્યુ હોય તો અપીલ કરી હતી, તેમજ આવી ઘટનામાં ભોગ બનેલા ખેડૂત પરિવારને 25 લાખ રૂ.નું વળતર અને પરિવારના યોગ્ય વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા સરકાર સામે ખેડૂતલોકો વિશે રોષ ને લગતા મુદ્દે આક્રોશ યાત્રા શરૂ કરવામાં આવી છે, ત્યારે આવનારા દિવસોમાં કોંગ્રેસ પાકવીમા પોલિસી તથા કૃષિ રાહત પેકેજ સહિતના ખેડૂતલક્ષી મુદ્દાઓને લઈને મેદાનમાં ઉતરશે.
સ્પીચ: લાલજી દેસાઈ, પ્રતાપ દુધાત અને જેનીબેન ઠુંમ્મર.
બાઈટ: શક્તિસિંહ ગોહિલ, રાજ્યસભા સાંસદ(કોંગ્રેસ),ભારત સરકાર.
6
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
DCDILIP CHOUDHARY
FollowNov 09, 2025 07:32:020
Report
DBDevender Bhardwaj
FollowNov 09, 2025 07:31:540
Report
ASAkhilesh Sharma
FollowNov 09, 2025 07:30:380
Report
VAVINEET AGARWAL
FollowNov 09, 2025 07:30:160
Report
MMMRITYUNJAI MISHRA
FollowNov 09, 2025 07:23:202
Report
VKVishal Kumar
FollowNov 09, 2025 07:23:091
Report
RRRAJA REHBER JAMAL
FollowNov 09, 2025 07:22:541
Report
NJNarendra Jaiswal
FollowNov 09, 2025 07:22:434
Report
RSRandhir Singh
FollowNov 09, 2025 07:22:091
Report
AVArun Vaishnav
FollowNov 09, 2025 07:21:351
Report
NSNeeraj Sharma
FollowNov 09, 2025 07:20:413
Report
DRDamodar Raigar
FollowNov 09, 2025 07:20:284
Report
ADAbhijeet Dave
FollowNov 09, 2025 07:20:152
Report
VPVEDENDRA PRATAP SHARMA
FollowNov 09, 2025 07:19:562
Report
SKSundram Kumar
FollowNov 09, 2025 07:17:574
Report