Back
अजगर ने भेड़ का किया शिकार, वीडियो हुआ वायरल!
KBKETAN BAGDA
Aug 26, 2025 09:18:42
Amreli, Gujarat
अमरेली ब्रेकिंग......
अजगर द्वारा भेड़ों का शिकार करने का वीडियो सोशल मीडिया पर वायरल....
बगासरा तालुका के जेठियावदर गाँव की नदी में हुई घटना......
जेठियावदर से होकर गुजरने वाली सतलाडी नदी में पानी पीने गई एक भेड़ अजगर का शिकार बन गई......
अजगर की मांद से बचने के लिए भेड़ अपनी पूँछ पीट रही है.......
अजगर के चंगुल से बची एक भेड़.. भूख मिटाने की कोशिश कर रहे अजगर का वीडियो वायरल......
जेठियावदर के एक किसान ने अपने भाई की भेड़ों को निशाना बनाया.......
एक विशालकाय अजगर आखिरकार एक भेड़ का शिकार करने में कामयाब हो गया......
पशुपालक भी असहाय होकर अपनी भेड़ों और अजगर का शिकार होते देखता रहा.....
स्थानीय लोगों ने वन विभाग को सूचित किया और अजगर को बचाने का प्रस्ताव रखा........
रिपोर्टर - केतन बगड़ा अमरेली
13
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowAug 26, 2025 12:49:06Surat, Gujarat:
સુરત...
"તમે પહેરેલા દાગીના કોઈ લઈ જશે "તેમ કહી દાગીના પડાવી લેતી ગડ્ડી ગેંગની ધરપકડ
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના બાયડ સહિત ઇડર ખાતેથી ધરપકડ
એક મહિલા સહિત ત્રણ શખ્સોને ચોકબજાર પોલીસે ઝડપી પાડ્યા
ચોકબજાર સ્થિત બહુચરાજી નગરમાં પગપાળા જતી મહિલાને ટાર્ગેટ કરી હતી
ઉપર પાંચસો ની અસલ નોટ અને નીચે કાગળની ગડ્ડી બતાવી
"તમે પહેરેલ સોનાના દાગીના આગળ કોઈ પડાવી જશે તેમ જણાવી પડાવી લીધા હતા
સોનાની બુટ્ટી સહિતના ઘરેણા પડાવી ગેંગ ફરાર થઈ ગઈ હતી
અગિયાર ઓગસ્ટના રોજ ચોકબજાર માં ઘટના બની હતી
પોલીસે ગુન્હો નોધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આરંભી હતી
જ્યાં આરોપીઓ રીઢા ગુનેગાર હોય વેશપલટો કરી ઝડપી પાડ્યા
સાબરકાંઠા અને અરવલ્લી ના સંવેદનશીલ વિસ્તારમાંથી ધરપકડ
હિતેશભાઈ શામજીભાઈ સલાટ,
વીક્રમભાઈ અરજણભાઈ સલાટ,મીનાબેન બાબુભાઇ સલાટની ધરપકડ
ત્રણ પૈકીના બે આરોપીઓ હિતેશ સલાટ અને મીના વિરુદ્ધ અગાઉ ભિલોડા અને તલાદ પોલીસ સ્ટેશનમાં ગુન્હા રજીસ્ટર
વધુ તપાસ ચોકબજાર પોલીસે હાથ ધરી
0
Report
AKArpan Kaydawala
FollowAug 26, 2025 12:15:53Ahmedabad, Gujarat:
અમદાવાદ
Amc ની લીગલ કમિટીની મળી બેઠક
બેઠકમાં amc કાયદાકીય બાબતો અને પડતર કેસ અંગે થઇ ચર્ચા
AMC ની જગ્યા પર દબાણ સામે આવ્યું
જમાલપુર કબાડી માર્કેટ પર વર્ષો થી દબાણ
4800 ચો વાર ની જગ્યા પર દબાણ
AMC એસ્ટેટ વિભાગ દ્વારા સર્વે કરી રિપોર્ટ કરવામાં આવ્યો
24 રેસિડેન્ટ મકાનો ને વૈકલ્પિક જગ્યા આપી છતાં જગ્યા નથી કરી ખાલી
4800 ચો વાર માં કુલ 52 રેસિડેન્ટ મિલ્કતો બની
કુરેશી પાર્ક સોસાયટી ની વર્ષ 1990માં ટેન્ડર મારફતે જગ્યા ફાળવવામાં આવી હતી
AMC એ ફાળવેલી જમીન હવે પરત લેવામાં આવશે
રેસિડેન્ટ ના રહીશો દ્વારા AMC ની રકમ વર્ષો થી ભરવામાં ના આવતા AMC ની કાર્યવાહી
બાઈટ : પ્રકાશ ગુર્જર, ચેરમેન - લીગલ કમિટી , amc
-- -- -- -- -- -- -- -- -- -
અમદાવાદ
AMC સિવિલ કોર્ટ માં આર્બિટ્રેશન ના 60 કેસ હારી
આર્બિટ્રેશન ની મૂળ પ્રક્રિયા ને લગતા કેસો AMC કોર્ટ માં હાર્યું
60 કેસ માં AMC હારતા કોન્ટેક્ટરો ને રૂ 101કરોડ AMC એ ચૂકવવા પડશે
2017 માં રોડ તૂટવા થી લઈ અનેક કેસો માં કોન્ટ્રાકટર સિવિલ કોર્ટ માં ગયા હતા
60 કેસો હારતા AMC ના વકીલો અને અધિકારીઓ સામે રિપોર્ટ કરવામાં આવશે
વકીલો મામલે પણ રિપોર્ટ કરાયો , અભ્યાસ બાદ AMC ના કેસ માં જવાબદાર વકીલો સામે થઈ શકે છે કાર્યવાહી
બાઈટ : પ્રકાશ ગુર્જર, ચેરમેન - લીગલ કમિટી , amc
4
Report
CPCHETAN PATEL
FollowAug 26, 2025 12:05:39Surat, Gujarat:
PLS TAKE THIS FEED FROM GUJARAT VSAT
अमेरिका द्वारा हीरे और ज्वेलरी पर 25 प्रतिशत टैरिफ लगाए जाने के बाद सुरत के व्यापारियों में चिंता की लहर दौड़ गई है। वर्तमान में हीरा उद्योग मंदी के माहौल से गुजर रहा है, और टैरिफ का सीधा असर रत्नकला कारोबारियों पर भी पड़ेगा।
बाइट:
नैनेश पचीगर, गुजरात स्टेट प्रेसिडेंट, इंडियन बुलियन एंड ज्वेलर्स एसोसिएशन बाइट:
दिनेश नावडिया, हीरा व्यापारी बाइट:
रंगनाथ शारदा, कपड़ा विशेषज्ञ और व्यापारी
1
Report
HBHimanshu Bhatt
FollowAug 26, 2025 11:35:16Morbi, Gujarat:
Slug 2608ZK_MRB_DEMI_3
Format PKG
Reporter HIMANSHU BHATT
Feed 2608ZK_MRB_DEMI_3
Date 26/8/24
Location MORBI
APPROVAL: DAY PALN
એન્કર
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ડેમી-3 ડેમ આવેલો છે અને આ ડેમ ઉપર વર્ષો પહેલા ફ્રાન્સની ટેકનોલોજીના ફ્યુઝ ગેટ મૂકવામાં આવ્યા હતા. જેમાંથી 17 ગેટ એક વર્ષ પહેલા તૂટી ગયા છે તો પણ તેને આજની તારીખે રીપેર કરવામાં આવ્યા નથી જેથી ડેમ તેની ફૂલ સપાટી સુધી ભરાશે નહીં તે નિશ્ચિત છે અને લગભગ 210 એમસીએફટી જેટલો પાણીનો જળ જથ્થો ઓછો ડેમમાં સ્ટોરેજ થશે. જેથી ખેડૂતોને શિયાળુ પાક લેવામાં સિંચાઈનું પાણી મેળવવામાં હાલાકીનો સામનો કરવો પડેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
વીઓ
મોરબી જિલ્લામાં કુલ 10 સ્થાનિક જળાશયો આવેલા છે અને તેમાંથી મચ્છુ-1, મચ્છુ-2, બ્રાહ્મણી-1 અને બ્રાહ્મણી-2 ડેમમાંથી લોકોને પીવા માટે પાણી મળે છે જો કે, તમામ ડેમમાંથી ખેડૂતોને સમયાંતરે સિંચાઈ માટેનું પાણી પણ આપવામાં આવે છે. જો ટંકારા તાલુકાની વાત કરીએ તો ટંકારા તાલુકામાં ડેમી-1, 2 અને 3 તથા બંગાવડી ડેમનો સમાવેશ થાય છે જેમાંથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળતું હોય છે જો કે, ડેમી-1 ડેમમાં વર્ષો પહેલા મૂકવામાં આવેલા ફ્રાન્સ ટેકનોલોજીના ફ્યુઝ ગેટમાંથી 17 ગેટ ગત વર્ષે ચોમાસા દરમ્યાન ભારે વરસાદના લીધે તૂટી પડ્યા હતા જેને રીપેર કરવામાં આવ્યા નથી જેથી જેથી આ વર્ષે ચોમાસા દરમિયાન આ ડેમ ઓવરફ્લો થાય તો પણ તેની પૂર્ણ સપાટી સુધી ડેમમાં પાણી સંગ્રહિત થશે નહીં જેથી કરીને ખેડૂતોને સિંચાઈના પાણી માટે હાલાકીનો સામનો કરવો પડશે. તેવું દેખાઈ રહ્યું છે.
બાઇટ 1: અમરશીભાઈ ગજેરા, રહેવાસી મિતાણા
વીઓ
ટંકારાના મીતાણા, હરબટીયાળી, હરીપર, કલ્યાણપર, નાના ખીજડીયા, સરાયા, મોટા ખીજડીયા, નેસડા, હીરાપર, લખધીરગઢ, જબલપુર સહિતના કુલ 13 ગામોમાં ડેમી-1 ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી ખેડૂતોને આપવામાં આવતું હોય છે આ ડેમની કુલ ઊંચાઈ 23 ફૂટની છે જેમાંથી હાલ ડેમની અંદર 11 ફૂટ પાણી ભરેલું છે જેથી કરીને ડેમમાં 210 એમસીએફટી જેટલો પાણીનો જળ જથ્થો છે અને હજુ પણ વરસાદની શક્યતાઓ છે પરંતુ ચોમાસા પછી આ ડેમમાંથી જે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે છે તેને હાલાકીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો નવાઈ નથી અત્રે ઉલેખનીય છેકે, ડેમના જે ફ્યુઝ ગેટ તૂટી ગયા છે તે જગ્યા ઉપર પાણી રોકી શકાય તેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી જેથી આગામી સમયમાં ડેમ તેની પૂર્ણ સપાટીએ કયારે ભરાશે તે હાલમાં કોઈ કહી શકે તેમ નથી.
બાઇટ 2: મયુરભાઈ દેવડા, સરપંચ પતિ, મિતાણા
મીતાણા ગામના ખેડૂતો પાસેથી જાણવા મળતી પ્રમાણે ગત વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદ થયો હતો અને ડેમ ઓવરફ્લો થયો હતો ત્યારે આ ડેમ ઉપર મૂકવામાં આવેલા ફ્યુઝ ગેટમાંથી 17 ગેટ પડી ગયા હતા ત્યારબાદ તેને રીપેર કરવામાં આવ્યા નથી. જો આ તૂટી ગયેલા ફ્યુઝ ગેટને રીપેર કરવામાં ન આવે તો ડેમ તેની કુલ જળ સપાટી સુધી ભરાઇ શકે છે પરંતુ તૂટી ગયેલા ગેટને રીપેર કર્યા જ નથી જેથી કપાસ, મગફળી સહિતના પાકો લેવા માટે થઈને આ ડેમના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેતર કર્યું છે તેઓને આગામી સમયમાં શિયાળુ પાક લેવા માટે સિંચાઈનું પાણી મળશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.
બાઇટ 3: વસંતભાઇ સંઘાણી, સ્થાનિક ખેડૂત, મિતાણા
વીઓ
મોરબી જિલ્લામાં 10 ડેમ આવેલા છે તે પૈકીના બંગાવડી અને ડેમી-1 ડેમ ઉપર ફ્રાન્સ ટેકનોલોજીના ફ્યૂઝ ગેટ વર્ષો પહેલા મૂકવામાં આવ્યા હતા અને ગેટના લેવલ સુધી પાણી ભરાય ત્યાં સુધી પાણી તેમાં સ્ટોર રહે પરંતુ જો ગેટથી ઉપર પાણીનો પ્રવાહ પસાર થાય તો તે ગેટ પડી જાય અને ડેમને નુકશાન ન થાય તે રીતે પાણી નદીમાં વહી જતું હોય છે. આ ડેમ ઉપર કુલ મળીને 135 ફ્યૂઝ ગેટ છે જેમાંથી 17 ગેટ વર્ષ 2024 માં આવેલ વરસાદના લીધે તૂટી પડ્યા છે ત્યાર બાદ ફ્યુઝ ગેટ રીપેર કરવામાં આવેલ નથી જો આ ડેમ ઉપર ફ્યૂઝ ગેટ હોય તો ડેમમાં 780 એમસીએફસી પાણી સમાઈ છે પરંતુ તે ગેટ ન હોવાથી 210 એમસીએફટી પાણી ઓછું સ્ટોર થશે જેથી આ વર્ષે ડેમમાં માત્ર 570 એમસીએફ પાણી સંગ્રહિત થશે. અને હાલમાં અધિકારીના કહેવા મુજબ આગામી સમયમાં અહીયથી ફ્યુઝ ગેટ હટાવીને ત્યાં આરસીસીની વોલ બનાવવા માટેનું આયોજન ચાલી રહ્યું છે અને સરકારમાંથી તેની મંજૂરી મળી ગયા બાદ કામ શરૂ કરવામાં આવશે.
બાઈક 4: એસ.વી.કડીવાર, મદદનીશ ઇજનેર ડેમી-3 ટંકારા
વીઓ
સરકારી કામ ગોકળગતીએ થાય તેવું કહીએ તો તેમાં શંકા ને કોઈ સ્થાન નથી કારણ કે એક વર્ષ પહેલા ડેમી-1 ડેમના ફ્યુઝ ગેટ પૈકીના 17 ગેટ તૂટી ગયા છે અને તે ગેટને રીપેર કરવા માટેની હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને આરસીસી વોલ બનાવવા માટેની દરખાસ્ત કરી છે જો કે, સરકારમાંથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા સહિતનું કામ હજુ ચાલી રહ્યું છે ત્યારે વોલ કયારે બનશે અને ડેમ પાછો તેની પૂર્ણ સપાટી સુધી કયારે ભરશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે.
14
Report
CPCHETAN PATEL
FollowAug 26, 2025 11:32:14Surat, Gujarat:
એન્કર :છેલ્લા એક વર્ષ દરમ્યાન સુરત પોલીસના ડીસીપી ઝોન વન વિસ્તારમાં આવતા કુલ છ પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડવામાં આવેલ કુલ 1.46 કરોડ નો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.ડીંડોલી ખાતે 66 હજારથી વધુ વિદેશી દારૂની બોટલો પર રોલર ફેરવી દેવાયું હતું.નશા આબકારી વિભાગ,શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ મામલતદારની હાજરીમાં જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.
વી ઓ :સુરત પોલીસ દ્વારા સમયાંતરે ઝડપી પાડવામાં આવતા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવે છે.શહેર પોલીસ દ્વારા પ્રોહીબિશન ની ગેરપ્રવુતિઓ ને અટકાવવા સમયાંતરે આ કાર્યવાહી કરવામાં આવે છે.જ્યાં છેલ્લા એક વર્ષ દરમ્યાન ઝડપી પાડવામાં આવેલ રૂપિયા 1.46 કરોડના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.સુરત પોલીસના ડીસીપી ઝોન વન વિસ્તારમાં આવતા સારોલી,લસકાણા,સરથાણા કાપોદ્રા,વરાછા, પુણા પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષમાં અલગ અલગ પ્રોહીબિશન ના કેસો કરવામાં આવ્યા હતા.જે અંતર્ગત દારૂની હેરાફેરી અને વેચાણ કરતા બૂટલેગરો ની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.જ્યાં કેટલાક બૂટલેગરો વિરુદ્ધ પાસા હેઠળ પણ કાર્યવાહી કરી જેલભેગા કરવામાં આવ્યા હતા. અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા કરવામાં આવેલી પ્રોહીબિશન હેઠળની કાર્યવાહી દરમ્યાન છેલ્લા એક વર્ષમાં કુલ 66 હજારથી વધુની દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી.જે દારૂની કિંમત અંદાજિત 1.46 કરોડ થાય છે..જે દારૂના જથ્થા પર સુરત પોલીસનું બુલડોઝર ફરી વળ્યું છે.ડીંડોલી ખાતે નશા આબકારી વિભાગ ,મામલતદાર સહિત શહેર પોલીસ વિભાગના ડીસીપી તેમજ એસીપી સહિત પીઆઇ કક્ષાના અધિકારીઓની હાજરી માં આ જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.મહત્ત્વનું છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જોવા મળી રહી છે.દારૂબંધી હોવા છતાં લાખો કરોડોનો દારૂ નો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે.ગુજરાત પોલીસ ભલે દારૂબંધીની વાત કરતી હોય પરંતુ આ દારૂબંધી કાગળ સિમિત રહી ગઈ છે.કારણ કે સુરતમાં આટલો અધધ દોઢ કરોડની કિંમતનો દારૂ માત્ર છ પોલીસ સ્ટેશનમાં પકડાતો હોય તો સમગ્ર ગુજરાતમાં કેટલો તેનો અંદાજ પણ આંકી શકાય તેમ નથી.
બાઈટ..
આલોક કુમાર (ડીસીપી સુરત પોલીસ)
12
Report
GDGaurav Dave
FollowAug 26, 2025 11:31:09Rajkot, Gujarat:
SLUG - 2608ZK_LIVE_RJT_SOG_UPDATE
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED SEND TVU 75
એન્કર - રાજકોટના રતનપર અને આસપાસના ગામમાં વસતા વિદેશી વિદ્યાર્થીઓને લઈને ગઈકાલે SOG દ્વારા યોજવામાં આવેલ સ્પેશ્યલ ડ્રાઇવને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 5 વિદેશી વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વિઝા પૂર્ણ થઈ ગયા હોવા છતાં છેલ્લા 1 વર્ષ થી રાજકોટમાં ઓવર સ્ટે કર્યો હોવાનું ખુલ્યું છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ACP ડો. ભરત બસીયાએ જણાવ્યું હતું કે, રાજકોટની અલગ અલગ ખાનગી યુનિવર્સિટીઓમાં અભ્યાસ અર્થે આવેલા આફ્રિકન દેશોના વિદ્યાર્થીઓ રતનપર, હડાળા, નાગેશ્વર સહિતના વિસ્તારમાં મકાન ભાડે રાખીને રહે છે. લોકોની ફરિયાદ બાદ પોલીસે ચેકીંગ હાથ ધર્યું હતું. મેગા ડ્રાઇવમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ વિષે ચેકીંગ હાથ ધરાયુ હતું. તેમાં પોલીસ ચેકીંગ દરમ્યાન 5 વિદેશી નાગરિકો મળી આવ્યા હતા. જેના વિઝા છેલ્લા 1 વર્ષથી પૂર્ણ થયેલ છે. 5 વિદેશી નાગરિકો આફ્રિકાના હોવાનું સામે આવ્યું છે. જેમાં 4 યુગાન્ડાની યુવતી અને 1 સાઉથ સુદાનનો વિદ્યાર્થી છે. જે મારવાડી યુનિવર્સીટીનો વિદ્યાર્થી હતો. 4 આફ્રિકન યુવતીઓ બિઝનેશ વિઝા પર આવેલ હતી. વિદેશી નાગરિકો મામલે ડ્રાઇવ હજુ પણ ચાલુ જ રહેશે. ઉલ્લેખનીય છે કે, આફ્રિકન વિદ્યાર્થીઓ રતનપર, હડાળા સહિતના વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા હોવાની રાવ પોલીસ કમિશ્નરને કરવામાં આવી હતી. જેને લઈને પોલીસ એક્શનમાં આવી હતી. સમયાંતરે પોલીસ ચેકીંગ કરવામાં આવે તો આફ્રિકન વિદ્યાર્થીઓ પાસે થી કેફી પદાર્થો પણ પોલીસને હાથ લાગી શકે છે. જો નિયમિત પોલીસ ચેકીંગ કરવામાં આવે તો અનેક વિદ્યાર્થીઓ નશાના ખપ્પરમાંથી બચી શકે છે.
બાઈટ - ભરત બસિયા , એસીપી ક્રાઇમ બ્રાન્ચ , રાજકોટ
6
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowAug 26, 2025 11:17:43Sundar Nagar, Himachal Pradesh:
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ પર વહેલી સવારે કારની અડફેટે એક વ્યક્તિને ઇજાઓ પહોંચી
બસ સ્ટેન્ડ રોડ પર આંબેડકર ચોક પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલા કારના ચાલકે એક સફાઈ કામદારને અડફેટે લીધા
ઈજાગ્રસ્ત સફાઈ કામદારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
કાર ચાલક અકસ્માત બાદ પોતે જ ઈજાગ્રસ્ત સફાઈ કામદારને હોસ્પિટલ લઈ ગયો
પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
11
Report
PSPramod Sharma
FollowAug 26, 2025 10:45:07Noida, Uttar Pradesh:
2608ZN_PRAMOD_MUSLIM_R
* * *भोपाल शहर मुसलमानो का नही सांसद आलोक शर्मा कर बयान पर भड़के भाईजान बोले * *भोपाल शहर हमारा है* और रहेगा, सांसद बताये उनका शहर कोनसा है*
- * *भोपाल सांसद आलोक शर्मा के बयान पर बवाल मच गया है... - जिसमें उन्होंने कहा था कि * *भोपाल शहर मुसलमान का नहीं है* इस पर * *भोपाल के भाईजान भड़क गए हैं और कहां है* राजनीतिक रोटियां चमकाने के लिए अपने हर बयान में मुसलमान को ले आते हैं... - इतिहास बताता है* कि * *भोपाल शहर मुसलमान का था है* और रहेगा... - * *भोपाल सांसद बताएं कि उनका शहर कौन सा है* बाहर के बाहर से आकर * *भोपाल में बस गए हैं * *भोपाल को हमसे ना कोई छीन सकता है* ना छीन पाएगा... - * *भोपाल सांसद को मुसलमानों ने अंग्रेजो की पैदाइश बताया कहा कि अंग्रेजों की औलाद हमें ना बताएं की * *भोपाल शहर हमारा नहीं है... - मुस्लिमो को * *भोपाल से कोई जुदा नही कर सकता है* और रहेगा * *भोपाल हमारा... (चौपाल - मुसलमानो के साथ)
13
Report
JBJayendra Bhoi
FollowAug 26, 2025 10:32:19Godhra, Gujarat:
પંચમહાલ બ્રેકિંગ
હાલોલ પાવાગઢ રોડ પર સ્પોસ્ટ્સ કોમ્પલેક્ષ પર કામદારો ઇજાગ્રસ્ત..
ત્રણ કામદારો પ્લાસ્ટર માટે બનાવેલી પાલખ તૂટી પડતા થયા ઘાયલ ..
25 ફૂટ પર કામ કરતા કામદારો ની પાલખ ધરાશાઈ થઈ.
ઘાયલ થયેલા ત્રણ કામદારો પૈકી 2 કામદારો વધુ ગંભીર.
2 ઇજાગ્રસ્તો ને સારવાર માટે વડોદરા ખસેડાયા.
કોન્ટ્રાક્ટર ની ગંભીર બેદરકારી ને કારણે થયો અકસ્માત..
સરકારી કામ માં સેફ્ટી સાધનો પહેરી ને કામ ન કરતા હોવાને કારણે કામદારો વધુ ઇજા પહોંચી..
14
Report
UPUMESH PATEL
FollowAug 26, 2025 10:31:07Valsad, Gujarat:
એન્કર :વલસાડ જિલ્લાના પારડી તાલુકા ખાતે કોંગ્રેસ દ્રારા ખાડામાં વૃક્ષા રોપણ કરી પૂજા કરી કર્યો વિરોધ સાથે ખાડામાં ઉભા રહી થાળી વગાડી સરકાર સામે ખાડા પુરવા માટે વિરોધ નોંધવામાં આવયો હતો પારડી તાલુકાના પરિયા ગામ થી નાનાપોન્ધા ને જોડતો રસ્તો બિસમાર બનતા વિરોધ નોંધાવાયો
વિઓ : વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદ ના કારણે અનેક રસ્તાઓ ખરાબ થઈ જવા પામ્યા છે ત્યારે વલસાડ જિલ્લાના પારડી તાલૂકા ખાતે પરિયા ગામ થી નાનાપોન્ધા ને જોડતો સ્ટેટ હાઇવે છેલ્લા ઘણા સમય થી બિસ્માર બન્યો છે ત્યારે આજ રોજ કોંગ્રેસ દ્રારા પારડી તાલુકાના રોહીના ગામ ખાતે રસ્તા પર પડેલા ખાડામાં થાળી વગાડી વિરોધ નોંધવામાં આવ્યો હતો સાથે ખાડામાં વૃક્ષા રોપણ કરી વિરોધ નોંધાવ્યાઓ હતો છેલ્લા ઘણા સમય થી આ રસ્તો બિસમાર હોવાના કારણે વાહન ચાલકો મુશ્કેલઈ વેઠી રહ્યાં છે ત્યારે વહેલી તકે આ રસ્તાના ખાડા પુરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે
બાઈટ : કુંજાલી પટેલ તાલુકા પંચાયત વિરોધ પક્ષ સભ્ય
14
Report
Rajula, Gujarat:
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની કરપીણ હત્યાના વિરોધમાં રાજુલાની વિવિધ સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
તાજેતરમાં અમદાવાદ ને સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી નયન ગીરીશભાઈ સંતાણી નામના વિદ્યાર્થીને તેજ સ્કૂલમાં અભ્યાસ કરતા એક વિધર્મી અને માનસિકતા ધરાવતા વિદ્યાર્થી દ્વારા સ્કૂલમાં જ નિર્મહત્યા કરવામાં આવી હતી તેના ઘેરા પ્રત્યાધાતો સમગ્ર ગુજરાતમાં પડ્યા હોય ત્યારે આજરોજ રાજુલા સિંધી સમાજ તેમજ તમામ હિન્દુ સમાજના સંગઠનો તેમજ રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ તેમજ રાજુલા શહેરના વિવિધ અગ્રણી વ્યક્તિઓ દ્વારા રાજુલાના મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને સાથે સાથે આ શાળાની માન્યતા રદ કરવાની તેમજ આરોપીને કડકમાં સજાની માંગ આ આવેદનપત્રમાં કરવામાં આવી ..
13
Report
SCSHAILESH CHAUHAN
FollowAug 26, 2025 10:17:32Idar, Gujarat:
એપૃવલ વિશાલભાઈ ગઢવી
સ્લગ ડેમ
તા.26.08.25
ફીડ એફટીપી
સ્ક્રીપ્ત 2c
એન્કર
સાબરકાંઠા અને ઉપરવાસમાં ભારે વરસાદ ને લઈને તમામ જળાશયોમાં પાણીની આવક વધી છે ત્યારે હાથમતી જળાશય ૧૦૦ ટકા ભરાતા આજે ઓવરફ્લો થયો હતો.જેને લઈને સિંચાઈ વિભાગના અધિકારીઓ પૂજન અર્ચન કરીને ફુલડાથી પાણીને વધાવ્યું હતું.
વીઓ-૧
સાબરકાંઠા જીલ્લા માં મુખ્ય ચાર જળાશય છે અને તમામમાં પાણીની સારી આવક થતા જળાશયો ભરયા છે હિંમતનગર ના હાથમતી જળાશય ની વાત કરીએ તો ૧૦૦ ટકા ભરાઈ જવાથી ઓવર ફ્લો થયો છે તો વિજયનગર ના હરણાવ જળાશય ૯૫.૭૮ ટકા જેટલો ભરાયો છે ડેમના ત્રણ દરવાજા ખોલી પાણી છોડાઈ રહ્યુ તો ખેડબ્રહ્મા ના ખેડવા જળાશય ૬૫.૩૯ ટકા ભરાયો છે તો હિંમતનગર નો ગુહાઈ જળાશય કે જે ૯૦ ટકા જેટલો ભરાયો છે તો હાથમતી જળાશય કે જે હાલ ૧૦૦ ટકા ભરાઈ જવાથી ઓવર ફ્લો થઈ રહ્યો છે જેને લઈ ને નદી કાંઠાના ગામળાઓને એલર્ટ કરવામાં આવી રહ્યા છે પાણીની આવક થતા ગાંધીનગર, દહેગામ, પ્રાંતિજ અને હિંમતનગર ના ૯૦ ગામો માટે ખુશી ના સમાચાર કહી શકાય સાથે નદીના ૪૦ કીમી લંબાઈના ૨૭ ગામડાઓ ને ર વર્ષ સુધી સિંચાઇ નો લાભ મળશે તો ગુહાઈ જળાશયમાં પણ પાણીની સારી આવક થતા તેમાંથી પણ પાણી છોડાય તેવી શક્યતાઓ છે. તો સાથે સાથે સાબરકાંઠા જીલ્લા માં ખેડુતો માં ખુશી જોવા મળી છે.વર્ષ 2022 માં ઓવરફ્લો થયો હતો ત્યારબાદ વર્ષ 2025 માં ઓવરફ્લો થતા સિંચાઈ વિભાગના અધિકારીઓ હાથમતી ડેમના વેસ્ટ વિયર પહોંચ્યા હતા જ્યાં પૂજન અર્ચન કરી શ્રીફળ વધેરીને ફુલડાથી પાણીને વધાવ્યું હતું.
વોક થ્રુ શૈલેષ ચૌહાણ,સાબરકાંઠા
બાઈટ-નિકુંજ પટેલ ,કાર્યપાલક ઈજનેર, હિંમતનગર,સાબરકાંઠા
11
Report
AKArpan Kaydawala
FollowAug 26, 2025 10:17:22Ahmedabad, Gujarat:
અમદાવાદ
સાબરતીમાં છોડવામાં આવેલા પાણીનો મામલ
સમગ્ર મામલે રાજ્યના સિંચાઈ વિભાગના અધિકારીની પ્રતિક્રિયા
ઉપરવાસ માંથી સાબરમતી નદીમાં પાણી છોડાતા જળસ્તર વધ્યું
સંત સરોવર માંથી 94 હજાર ક્યુસેક પાણી સાબરમતી નદી માં છોડવામાં આવ્યું છે
વાસણા બેરેજના 27 દરવાજા 12 ફૂટ ખોલી તમામ પાણીનો નિકાલ થઇ રહ્યો છે
હાલ સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું છે
સાબરમતી નદી કાંઠાના વિસ્તારો એલર્ટ પર મુકાયા
હવે વધુ વરસાદ નહીં પડે તો રાહત ની સ્થિતિ
સવારે 6 વાગ્યા બાદ લેવલ માં ઘટાડો જોવા મળી રહ્યો છે
રિવરફ્રન્ટનો ઉપરવાસનો હિસ્સો ડુબાણમાં જવા મામલે મોટું નિવેદન
બુલેટ રેલ પ્રોજેક્ટ ને પણ જાણ કરવામાં આવી હતી
ચોમાસા પહેલા પાળો દૂર કરવા જાણ કરાઈ હતી
ગઈકાલે સાંજે તેઓએ થોડો ભાગ દૂર કર્યો છે
અમદાવાદના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે વાતચિત કરી એલર્ટ આપવામાં આવ્યું છે
બાઈટ - ડી જે પ્રજાપતિ , કાર્યપાલક ઈજનેર , સિંચાઈ વિભાગ , અમદાવાદ
11
Report
AKArpan Kaydawala
FollowAug 26, 2025 10:17:18Ahmedabad, Gujarat:
અમદાવાદ
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્લી પરત ફર્યા છે. હાંસલપુરથી કાર્યક્રમ પૂર્ણ કરીને તેઓ હેલીકૉપટર મારફતે સીધા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. આ સમયે મુખ્યમંત્રી, રાજ્યપાલ , પ્રદેશ ભાજપ પ્રમુખ અને મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
14
Report
KBKETAN BAGDA
FollowAug 26, 2025 09:31:00Amreli, Gujarat:
સ્લગ - અનોખો વિરોધ
લોકેશન - અમરેલી
રિપોર્ટર - કેતન બગડા
ફોર્મેટ - પેકેજ
એપૃલ - આઇડીયા પાસ
તારીખ - 26/8/25
એન્કર......
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સિમરણ ગામોમાં આવેલી ગૌચરની જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ દુર કરાવવાની માંગ સાથે પશુપાલકો પોતાના પશુઓ સાથે મામલતદાર ને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.
વિઓ - 1
સાવરકુંડલા તાલુકાના સિમરણ ગામ આસપાસ અંદાજિત 1700 થી 2000 વિઘા જેટલી ગૌચર અને સરકારી ખરાબાની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ થી આ વિસ્તારના પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે.. આ ગામમાં લગભગ બે હજાર થી વધુ પશુધન છે.. પશુધન ને ચરાવવા માટે ની જમીન પર દબાણ થયેલ હોવાથી આજે પશુપાલકો અને ગ્રામજનો પોતાના પશુધન સાથે સાવરકુંડલા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.. પશુપાલકો દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી અને મુંગા પશુઓ ની ગૌચરની જમીન ખાલી કરાવવા ની માંગ કરી હતી..
બાઈટ - 1 - ભાવેશભાઈ પટેલ - અગ્રણી - સીમરણ ગામ
વિઓ - 2
આજે સિમરન ગામના તમામ માલધારીઓ પોતાના પશુઓને લઈને સાવરકુંડલા મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું છેલ્લા ઘણા સમયથી માલધારીઓએ ગૌચર જમીન ખુલ્લી કરવા માટે માંગણી કરી છે પરંતુ હજુ સુધી ગૌચર જમીન નો પ્રશ્ન હલના થતાં આજે ના છુટકે પોતાના પશુઓને લઈને સાવરકુંડલા ખાતે આવ્યા હતા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી હતી.
બાઈટ - 2 - શૈલેષભાઇ ચોડવડીયા - સરપંચ - સીમરણ ગામ
વિઓ - 3
સુમરાન ગામના માલધારીઓ પોતાના પશુઓને લઈને બહાર જાય છે સિમરન ગામમાં ગૌચર જમીન આવેલી છે પરંતુ તે જમીન ઉપર દબાણ હોવાને લીધે સ્મરણ ગામના માલધારીઓ પોતાના પશુને લઈને ચારા માટે બીજે ગામ જવું પડે છે અનેક વખત રજૂઆત કરી છતાં પણ ગૌચર જમીન ખુલ્લી થતી નથી ત્યારે ગૌચર જમીન જલ્દી ખુલ્લી થાય અને માલધારીઓના પશુને ચારો મળી રહે એ માટે આજે અનોખો વિરોધ કરી અને પોતાના પશુઓને મામલતદાર કચેરીએ લાવી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી સૂત્રોચાર કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો.
બાઈટ - 3 - રાજુભાઇ માલધારી - સીમરણ ગામ
ફાઇનલ વિઓ......
સીમરન ગામના માલધારીઓએ અનેક વખત રજૂઆત કરી છે પરંતુ ગામની અંદર આવેલ ગૌચર જમીન ઉપર વિવિધ દબાણો થતા ના છૂટકે સીમરન ગામના માલધારીઓને પોતાના પશુના તારા માટે બહારગામ જવું પડે છે ત્યારે આજે સિમરન ગામના માલધારીઓએ અનોખો વિરોધ કર્યો હતો અને પોતાના પશુઓને સાવરકુંડલા મામલતદાર કચેરીએ લઈ જઈ સાવરકુંડલા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી સિમરન ગામની અંદર આવેલી ગૌચર જમીન ખુલ્લી કરવા માટે આવેદનપત્ર આપ્યું.
રિપોર્ટર - કેતન બગડા અમરેલી
14
Report