Back
नवविवाहिता खुशबू पर पति ने गर्म चाकू से किए दाग, जानें पूरी कहानी!
RJRakesh Jaiswal
Aug 26, 2025 02:16:11
Khargone, Madhya Pradesh
एंकर - खरगोन जिले के अवरक्चछ की नवविवाहिता महिला के साथ पति ने गैस चूल्हे पर चाकू को गर्म कर शरीर पर दागे दाग।
गर्म चाकू से दागने के बाद भी की मारपीट
नवविवाहिता खुशबू का आरोप,शादी के बाद से ही नापसंद होने और दहेज की मांग को लेकर करता था मारपीट
महिला की शादी फरवरी 2025 में बड़वानी जिले के अंजड निवासी दिलीप नाम के युवक से हुई थी
परिजनों को घटना की सूचना मिलने के बाद खरगोन के मेनगांव थाने लेकर पहुंचे
पुलिस ने नवविवाहिता को कराया जिला अस्पताल में भर्ती
जैतापुर थाने की महिला एएसआई बयान के लिए पहुंची ।
घटना में
खरगोन जिले के मेनगांव थाना क्षेत्र के अवरकच्छ की रहने वाली है पीड़ित महिला खुश्बू की शादी छः माह पूर्व बड़वानी जिले के अंजड के दिलीप के साथ धूमधाम से हुई। शादी के कुछ महीने में ही पति दिलीप द्वारा खुशबू को पसंद नहीं होने का कहकर मारपीट की जाती थी । रक्षाबंधन पर खुशबू को दिलीप ने कह दिया अब तुम पिता के घर ही रहना वापस मत आना। मगर खुशबू बताती है उसकी सास का एक्सीडेंट होने की खबर पर वह वापस ससुराल गई तो पति ने शराब पीकर उसे बेरहमी से पीटा और फिर गर्म चाकू से उसके शरीर को दाग दिया।
फिलहाल खुशबू पिता के साथ मायके में पहुंची वहां से जिला अस्पताल खरगोन इलाज के लिए भर्ती किया गया।
जिला अस्पताल खरगोन में खुशबू का इलाज चल रहा है। पुलिस की ओर से ASI रेखा द्वारा खुशबू के कथन लिए जा रहे है। कथन एवं प्रत्यक्ष तथ्य के आधार पर प्रकरण दर्ज किया जाएगा ।
खुशबू ने आरोप लगाए है पति द्वारा बेरहमी से मारपीट कर घसीट कर किचन में हाथ पैर बंधकर सिर पर कट्टा ( पिस्टल) रख कर गर्म चाकू से शरीर पर दाग दिया।
VISUAL -1&2&3
PHOTO- पति के साथ
BYTE - खुशबू
BYTE - खुशबू के पिता
BYTE - रेखा मंडलोई , ASI
वन टू वन खुशबू एवं पुलिस से
rakesh Jaiswal khargone MP
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GDGaurav Dave
FollowAug 26, 2025 05:33:04Rajkot, Gujarat:
SLUG - 2608ZK_LIVE_RJT_CYBER_AROPI
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75 & WHATSAPP 2608ZK_RJT_CYBER_AROPI એફટીપી ફિડ
એન્કર - રાજકોટ શહેરમાં રહેતા અને સેશન્સ કોર્ટમાં ક્લાર્ક તરીકે નિવૃત્ત થયેલા 69 વર્ષીય દિનેશ દેલવાડીયા નામના વ્યક્તિને ગત જુલાઈ માસમાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના ઓફિસર તરીકેની ઓળખ આપનારા વ્યક્તિએ ફોન કરીને તમારી વિરુદ્ધ ડ્રગ્સ તેમજ મની લોન્ડરિંગ અંતર્ગત ગુનો નોંધવામાં આવશે. તે પ્રકારની ધમકી આપી ડરાવીને સતત 45 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કર્યા હોવાની ઘટના સામે આવી છે. તો સાથે જ વૃદ્ધ દંપતી પાસેથી પોતાની મરણ મૂડી સમાન 88 લાખથી પણ વધુની રકમ બળજબરીપૂર્વક જુદા જુદા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગણતરીની કલાકોમાં રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ દ્વારા ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે.
વિઓ - 1
ડીજીટલ એરેસ્ટના
વધતા કિસ્સા...
મની લોન્ડરીંગ તેમજ ડ્રગ્સના કેસમાં
સંડોવવાની આપતા ધમકી...
45 દિવસ સુધી કરવામાં આવ્યા
ડિજિટલ અરેસ્ટ...!
બેંકની રોકડ અને સોના પર લોન મેળવીને
આરોપીઓને કર્યા હતા 88 લાખ ટ્રાન્સફર..!
આપની ટીવી સ્ક્રીન ઉપર આપ જે આરોપીઓને જોઈ રહ્યા છો તેમના નામ છે. બ્રિજેશ પટેલ, મોહસીન શેખ અને મહમ્મદ હલારી. ત્રણેય શખ્સો ભાવનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. 24 ઓગસ્ટ 2025 ના રોજ રાજકોટ શહેરના સ્વાગત રેસીડેન્સી ખાતે રહેતાં 69 વર્ષીય દિનેશ દેલવાડીયા નામના વ્યક્તિ દ્વારા જુદા જુદા બેંક એકાઉન્ટ ધારક તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવામાં આવ્યો હતો. જે ગુનો નોંધાતાની સાથે તાત્કાલિક અસરથી રાજકોટ શહેર સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ગુનામાં વાપરવામાં આવેલ બેન્ક એકાઉન્ટની માહિતી એકત્રિત કરવામાં આવી હતી. જે માહિતીના આધારે ગુનામાં વાપરવામાં આવેલ એક એકાઉન્ટ ભાવનગર ખાતે ઓપરેટ થયું હોવાનું સામે આવ્યું હતું. જે અંતર્ગત તાત્કાલિક અસરથી ભાવનગર શહેર ખાતે રહેતા બ્રિજેશ પટેલ નામના વ્યક્તિની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવતા અન્ય બે વ્યક્તિઓની સંડોવણી પણ સામે આવી હતી.
બાઈટ - ચિંતન પટેલ, એસીપી સાયબર ક્રાઈમ, રાજકોટ
સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની પ્રાથમિક તપાસમાં બ્રિજેશ પટેલ દ્વારા આઇડીબીઆઇ બેન્કમાં કરંટ એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું. જે કરંટ એકાઉન્ટમાં ભારતભરમાંથી 12 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. તેમજ 88,50,020 રૂ.પૈકી બ્રિજેશ પટેલના કરંટ એકાઉન્ટમાં 10,00,000 રૂ.જેવી રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું છે. જે એકાઉન્ટ ભાડે આપવા બદલ બ્રિજેશ પટેલને કમીશન પણ મળ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. તો સાથો સાથ અન્ય આરોપીઓ મોહસીન શેખ અને મહમ્મદ હલારી કમીશન એજન્ટ તરીકે તરીકે મુખ્ય આરોપીઓ સાથે સંકળાયને કામકાજ કરતા હોવાનું પણ ખુલ્યું છે.
બાઈટ : ચિંતન પટેલ, એસીપી સાયબર ક્રાઈમ, રાજકોટ
વિઓ - 2
દિનેશ દેલવાડીયા નામના વ્યક્તિએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 8 જુલાઈના રોજ સવારના સમયે અમારા ઘરે હતો. ત્યારે અજાણ્યા whatsapp નંબર પરથી મને ફોન આવ્યો હતો તેમજ જણાવ્યું હતું કે, દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ ખાતેથી વાત કરતો હોવાનું જણાવ્યું હતું. તેમજ icici બેંકના મેનેજર સંદિપકુમાર વિરુદ્ધ મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત ગુનો દાખલ થયેલો છે. તેમાંથી સંદીપકુમાર દ્વારા 10% હિસ્સો તમને આપ્યો હોવાનું સુપ્રીમ કોર્ટમાં નિવેદન આપ્યું છે. સંદીપ કુમાર ના ઘરે તપાસ હાથ ધરવામાં આવતા આઠ મિલિયન જેટલી રોકડ રકમ, 180 જેટલી જુદી જુદી બેંકની પાસબુક ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ચેક બુકો સહિતના દસ્તાવેજો મળી આવ્યા છે. તેમજ મોટા જથ્થાનો ડ્રગ્સ પણ કબજે કરવામાં આવ્યું છે. જેમાં તમે પણ હિસ્સેદાર છો તેમ કહી મને મની લોન્ડરિંગ તેમજ ડ્રગ્સ ના કેસમાં ફીટ કરવાની ધમકી બતાવવામાં આવી હતી. તેમજ થોડીવાર બાદ મારા પત્નીના મોબાઇલમાં whatsapp માં કોઈ આરોપીને પકડી પાડેલ હોય તે પ્રકારનો ફોટો મોકલ્યો હતો. તેમજ કહ્યું હતું કે તમે જો કોઈને કહેશો તો અમે ત્યાં આવીને અરેસ્ટ કરીશું. તો સાથે જ તમારા બેન્ક એકાઉન્ટમાં 10% વાળી રકમ આવી છે કે કેમ તે જાણવા માટે તમને એક એકાઉન્ટ નંબર મોકલીએ છીએ તેમાં તમારે આઠ લાખ રૂપિયા જમા કરાવવાના રહેશે. જો તમે નિર્દોષ હશો તો તમને તમારા પૈસા તપાસ પૂર્ણ થઈ પરત આપવામાં આવશે. તેમજ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ તમને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. આમ 45 દિવસ સુધી અમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમજ જુદા જુદા બેંક એકાઉન્ટમાં જુદી જુદી રકમ પણ ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવતા મેં રકમ ટ્રાન્સફર કરી હતી. તેમજ અમારા લોકરમાં રાખવામાં આવેલ ગોલ્ડ તેમાંથી કાઢી તેના ઉપર ગોલ્ડ લોન લઈ તે રકમ પણ આરોપીઓને ટ્રાન્સફર કરવામાં આવી હતી.
બાઈટ : ચિંતન પટેલ, એસીપી સાયબર ક્રાઈમ, રાજકોટ
વિઓ - 3
આરોપીઓના કહેવા બાદ 88 લાખથી પણ વધુની રકમ દિનેશ દેલવાડીયા દ્વારા જુદા જુદા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. તેમ છતાં આરોપીઓ દ્વારા તેમને કોઈ પણ પ્રકારનું સર્ટિફિકેટ તેમજ રકમ પરત નહીં આપતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યારે હાલ તો પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ અન્ય બેન્ક એકાઉન્ટ બાબતે પણ તેમના બેન્ક એકાઉન્ટ ધારકની શોધખોળ કરવામાં આવી રહી છે. તો સાથો સાથ મુખ્ય કાવતરાખોરોની પણ પોલીસ દ્વારા હ્યુમન ઈન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી તપાસના ધરવામાં આવી રહી છે.
ગૌરવ દવે, Zee 24 કલાક, રાજકોટ
2
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowAug 26, 2025 05:32:11Modasa, Gujarat:
અરવલ્લી
અરવલ્લી જિલ્લા વરસાદી માહોલ
મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
રેલ્લાવાડા, જીતપુર,કંટાળું સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ
વરસાદ ને લઇ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી
0
Report
HBHeeralal Bhati
FollowAug 26, 2025 05:02:36Jalore, Rajasthan:
एंकर,
सायला क्षेत्र में बांडी नदी में पानी आने से तूरा, आसाना और बोरवाड़ा क्षेत्र के किसानों में खुशी की लहर दौड़ गई है।
सोमवार रात को नदी में आए प्रवाह से कुओं का जल स्तर बढ़ने लगा है, जिससे किसानों को अब सिंचाई में बड़ा फायदा मिलेगा।
नदी का प्रवाह देखने के लिए ग्रामीणों की भीड़ उमड़ पड़ी और लोगों ने पूजा-अर्चना कर अपनी खुशी जाहिर की।
बांडी नदी का पानी पोषाना से आगे तक पहुँच गया है।
4
Report
CPCHETAN PATEL
FollowAug 26, 2025 04:16:40Surat, Gujarat:
સુરત બ્રેક
ગણેશ પર્વ દરમિયાન સુરત પોલીસ સૌપ્રથમ વખત AI ટેકનોલોજી નો ઉપયોગ કરશે
AI ટેકનોલોજી સજજ કેમેરા મોટા મંડપની બહાર લગાડવામાં આવશે
અંદાજિત 250 થી વધુ એઆઈ ટેકનોલોજી યુક્ત કેમેરા મંડપની બહાર લગાડવામાં આવશે
સૈયદપુરા હિંસાની ઘટનાનું પુનરાવર્તન અટકાવવા કડક પગલાં
ગણેશ ઉત્સવ માં પોલીસ નું કડક સુરક્ષા કવચ
800 સીસીટીવી અને એઆઈથી લઈ હવાઈ સુરક્ષા નું કવચ
સંવેદનશીલ વિસ્તારમાં 24 કલાક નીગરાની રાખવામાં આવશે
800 હાય રેઝોલ્યુશન કેમેરા અને 20 ડ્રોન દ્વારા શહેર પર ચાલતી નજર રાખવામાં આવશે
આ વર્ષે એક લાખથી વધુ ગણેશની નાની મોટી મૂર્તિઓની સ્થાપના
ગણેશ આગમન દરમિયાન ૧૦ થી ૧૫ હજાર લોકો ની ભીડ જોવા મળી રહી છે
ઓપરેશન સિંદૂર જેવા વિષયો પર બનેલા પંડાંલોને જોવા લોકોની ભારે ભીડ જોવા મળશે
24 કલાક સુધી વિશાળ સ્ક્રીન પર મોનિટરિંગ કરવામાં આવશે
સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિછનિય ઘટના ન બને તે માટે પોલીસ એઆઈ કેમેરાનો ઉપયોગ કરશે
શંકાસ્પદ ગતિવિધિઓને પણ તરત ઓળખી લેશે
લિંબાયત, સૈયદપુરા ,લાલ ગેટ ,મહિધરપુરા,રાંદેર વેસુ, ઉમરા જેવા ગીચ વિસ્તારોમાં સૌથી વધુ ગણેશપંડાલો
આવા વિસ્તારોમાં ડ્રોન કેમેરા થી બાઝ નજર રાખવામાં
સીસીટીવી ફૂટેજ નો ઉપયોગ ટ્રાફિક મેનેજમેન્ટ અને ક્રાઉડ મેનેજમેન્ટ માટે પણ કરવામાં આવશે
બાઈટ..અનુપમસિંહ ગહેલોત.. પોલીસ કમિશનર સુરત
9
Report
CPCHETAN PATEL
FollowAug 26, 2025 04:16:35Surat, Gujarat:
એકર
ગણેશ ચતુર્થીના પાવન પર્વના આગમન સાથે જ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. આ ઉત્સવને વધુ ખાસ અને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે, ‘સરકાર ગણેશ ઉત્સવ’ દ્વારા ગુજરાતની સૌથી મોટી ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું છે. આ અદ્ભુત પ્રતિમા માત્ર ભક્તોની આસ્થાનું પ્રતીક નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની વધતી જતી જાગૃતિનું પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
કાગળમાંથી બનેલા ગણપતિ આ પ્રતિમાની સૌથી અનોખી વિશેષતા એ છે કે તે પ્લાસ્ટર ઓફ પેરિસ (PoP) કે માટીમાંથી નહીં, પરંતુ 350 કિલોગ્રામ ટિશ્યુ પેપરનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. 16 ફૂટ ઊંચી અને 6 ફૂટ પહોળી આ વિરાટ પ્રતિમાને મુંબઈના 15 કુશળ કારીગરોએ એક મહિનાની સખત મહેનત બાદ તૈયાર કરી છે. તેમની કારીગરી એટલી સૂક્ષ્મ અને સચોટ છે કે પહેલી નજરે કોઈ વિશ્વાસ કરી શકતું નથી કે આ પ્રતિમા કાગળમાંથી બનેલી છે. આ પ્રતિમાની દરેક વિગત, તેના આભૂષણોથી લઈને મુદ્રા સુધી, અદભુત રીતે કોતરવામાં આવી છે, જે કલાકારોની કુશળતાનો પરિચય આપે છે.
આ ઇકો-ફ્રેન્ડલી પહેલ પાછળનો પ્રેરણાદાયક વિચાર 'સરકાર ગણેશ ઉત્સવ' મંડળના સાગર રાજપૂતનો છે. તેમણે જણાવ્યું કે, "મુંબઈમાં માધી ગણેશ ઉત્સવ દરમિયાન PoPની પ્રતિમાઓના વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેના વિડીયો જોઈને અમને આ ઇકો-ફ્રેન્ડલી ગણેશજી બનાવવાનો વિચાર આવ્યો. આનાથી આપણે પરંપરા જાળવી શકીશું અને સાથે સાથે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડવાથી બચી શકીશું."પરંપરાગત રીતે, ગણેશ પ્રતિમાઓનું વિસર્જન નદીઓ, તળાવો કે સમુદ્રમાં કરવામાં આવે છે. પરંતુ, PoP અને રાસાયણિક રંગોથી બનેલી પ્રતિમાઓ જળ પ્રદૂષણનું એક મુખ્ય કારણ બને છે, જે જળચર જીવો અને પર્યાવરણ માટે ગંભીર ખતરો ઊભો કરે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આ ઇકો-ફ્રેન્ડલી પ્રતિમા એક સકારાત્મક ઉકેલ પૂરો પાડે છે.આ ગણેશજીનું વિસર્જન પરંપરાગત રીતે નદી કે સમુદ્રમાં કરવામાં આવશે નહીં. મંડળ દ્વારા પાર્ટી પ્લોટમાં એક કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે, જેમાં આ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે. કાગળની બનેલી હોવાથી, તે પાણીમાં સરળતાથી ઓગળી જશે અને કોઈપણ પ્રકારનું પ્રદૂષણ ફેલાવશે નહીં. વિસર્જન બાદ બાકી રહેલા પલ્પનો ઉપયોગ ખાતર તરીકે થઈ શકશે, જે એક સંપૂર્ણપણે ટકાઉ ચક્ર પૂર્ણ કરશે. આ પહેલ અન્ય મંડળો અને ભક્તો માટે પણ એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે.
આ ભવ્ય પ્રતિમાને શહેરમાં લાવવા માટે એક વિશાળ આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં ભક્તો આ યાત્રામાં જોડાયા હતા, જેમના ચહેરા પર ભગવાન ગણેશના આગમનનો આનંદ અને ઉત્સાહ સ્પષ્ટ દેખાતો હતો. ઢોલ-નગારા અને ગણેશજીના જયઘોષ સાથે નીકળેલી આ યાત્રાએ સમગ્ર શહેરમાં એક પવિત્ર અને ઉત્સાહપૂર્ણ માહોલ ઊભો કર્યો હતો. આ યાત્રા માત્ર એક ધાર્મિક પ્રક્રિયા નહોતી, પરંતુ એક સામાજિક સંદેશ પણ હતો કે ધર્મ અને પર્યાવરણ એકબીજાના પૂરક હોઈ શકે છે.
આ ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાનો ઉત્સવ ગુજરાતના ઇતિહાસમાં એક નવીન અધ્યાય ઉમેરશે. તે સાબિત કરે છે કે પરંપરાઓને આધુનિકતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી સાથે જોડીને આપણે એક સુખદ અને સંતુલિત સમાજનું નિર્માણ કરી શકીએ છીએ. આ ભવ્ય આગમન માત્ર એક મૂર્તિનું આગમન નથી, પરંતુ એક સકારાત્મક વિચારનું આગમન છે, જે ભવિષ્યમાં આવા અનેક ઉત્સવોને પર્યાવરણને અનુકૂળ બનાવવાની પ્રેરણા આપશે.
......
સુરત બ્રેક
ગુજરાતની સૌથી મોટી ઈકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાનું ભવ્ય આગમન
સર્જનકર્તાનું 350 કિલો ટીસ્યુ પેપર થી સર્જન
મુંબઈના 15 કારીગરોની એક મહિનાની મહેનત સફળ
16 ફૂટ ઊંચી અને છ ફૂટ પહોળી આ વિરાટ ગણેશ પ્રતિમા
ગણેશજીના આભૂષણથી લઈ મુદ્રા સુધી અદભુત રીતે કોતરવામાં આવી છે
હજારોની સંખ્યામા ભક્તો ગણેશ આગમનમાં જોડાયા હતા
ઢોલ નગારા અને ગણેશજીના જયઘોષ સાથે યાત્રા કાઢવામાં આવી હતી
ગણેશ વિસર્જનના દિવસે મોટા તપેલા ની અંદર મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે
7
Report
CPCHETAN PATEL
FollowAug 26, 2025 04:16:31Surat, Gujarat:
સુરત બ્રેક
ગુજરાતની સૌથી મોટી ઈકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાનું ભવ્ય આગમન
સર્જનકર્તાનું 350 કિલો ટીસ્યુ પેપર થી સર્જન
મુંબઈના 15 કારીગરોની એક મહિનાની મહેનત સફળ
16 ફૂટ ઊંચી અને છ ફૂટ પહોળી આ વિરાટ ગણેશ પ્રતિમા
ગણેશજીના આભૂષણથી લઈ મુદ્રા સુધી અદભુત રીતે કોતરવામાં આવી છે
હજારોની સંખ્યામા ભક્તો ગણેશ આગમનમાં જોડાયા હતા
ઢોલ નગારા અને ગણેશજીના જયઘોષ સાથે યાત્રા કાઢવામાં આવી હતી
ગણેશ વિસર્જનના દિવસે મોટા તપેલા ની અંદર મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે
7
Report
APAmbarish Pandey
FollowAug 26, 2025 03:46:52Delhi, Delhi:
Zee Business Exclusive
अमेरिका ने 25% अतिरिक टैरिफ का नोटिफिकेशन जारी किया
कल रात 12 बजे के बाद यानी भारतीय समयानुसार रात 9.31बजे
सरकार की तैयारी
टैरिफ का असर न्यूनतम रखने को सरकार की तैयारी
आज पीएमओ में अहम बैठक संभव
सभी स्टेकहोल्डर्स से प्रभावित सेक्टर्स पर चर्चा
कई बड़े कदम जल्द देखे जा सकते हैं
अर्थव्यवस्था पर लगातार एक्शन में सरकार
लॉन्ग टर्म लक्ष्य
किसी भी ग्लोबल सिचुएशन से अर्थव्यवस्था और मैन्युफैरिंग अप्रभावित रखने के लिए सोशल और आर्थिक रिफॉर्म
अमित शाह और राजनाथ सिंह की अध्यक्षता में दो eGoM बनाई गई
इसी हफ्ते इनकी भी हो सकती है बैठक
साथ ही
एक्सपोर्ट प्रमोशन के लिए स्कीम पर रिपोर्ट भी तैयार
जल्द इसकी घोषणा कर सकती है सरकार
ज़ी बिजनेस ने सबसे पहले 9 अगस्त को दिखाई थी खबर
स्कीम 6 साल के लिए होगी
12
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowAug 25, 2025 18:31:11Modasa, Gujarat:
અરવલ્લી
આપ નેતા અને પૂર્વ ડીવાયએસપી સામે કોર્ટની કાર્યવાહી
મોડાસા ડિસ્ટ્રિક્ટ કોર્ટે મિલકત જપ્ત કરવા આદેશ કર્યો
વર્ષ ૨૦૨૨ માં ભ્રષ્ટાચાર કરી અપ્રમાણસર મિલકત ભેગી કરવા મામલે કાર્યવાહી
૧૫૦ કરોડની મિલકતની હાલ ૧૭૦૦ કરોડ રૂપિયા કિંમત
બાયડ પંથક વિસ્તારમાં આવેલી મિલકતને જપ્ત કરવા થયો આદેશ
14
Report
SCSHAILESH CHAUHAN
FollowAug 25, 2025 18:00:16Idar, Gujarat:
એપ્રુવ-વિશાલભાઈ ગઢવી
સ્લગ gam
ફીડ એફટીપી
સ્ક્રીપ્ટ 2C
તા.૨૫.૦૮.૨૫
એન્કર
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર અને ખેડબ્રહ્મામાં હરણાવ નદીમાં ઘોડાપુર આવતા તારાજી સર્જાઈ હતી. વિજયનગરના સરસવમાં તારાજીની સ્થિતિ સર્જાઈ હતી. તો વળી સ્થાનિક ધારાસભ્ય કે તંત્ર જ સ્થળ પર નહીં ફરકતા સ્થાનિકો રોષે ભરાયા હતા.
વિઓ-૦૧
વિજયનગર અને ખેડબ્રહ્મા વિસ્તારમાં હરણાવ નદીના ઘોડાપુર આવ્યું હતુ. સ્થાનિક વિસ્તારો અને સરહદી વિસ્તારોમાં અને રાજસ્થાનમાં ભારે વરસાદ વરસતા ખોખરા અને સરસવ વિસ્તારમાં હરણાવ નદીના ભારે પુરનો પ્રવાહ ફરી વળતા તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. સરસવમાં પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર સહિત પાણી સપ્લાય વ્યવસ્થા કેન્દ્ર સહિતમાં પુરના પાણી ફરી વળતા નુક્સાન સર્જાયું હતું.
બાઈટ-ચંદુભાઈ પટેલ,શિક્ષક,સરસવ સ્કુલ,વિજયનગર
વોક થ્રુવિથ ટીકટેક-શૈલેષ ચૌહાણ
વિઓ-૦૨
સરસવ ગામમાં પાણી ફરી વળતા સરપંચ સહિત કેટલાક લોકો ઘરમાં પૂરના પાણી ફરી વળતા ફસાયા હતા. સ્થાનિક યુવાનોએ દોરડાની મદદ વડે નવ જેટલા લોકોને રેસ્ક્યૂ કરી બચાવી લીધા હતા. બીજી તરફ તંત્રના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આમ છતાં બપોર સુધી કોઈ અધિકારીઓ અને કર્મચારીઓ ફરક્યા નહોતા. તો સ્થાનિક ધારાસભ્ય પણ નહીં આવતા પીડિત સ્થાનિકો રોષે ભરાયા હતા.
બાઈટ-ધનુબેન અસારી,પૂર્વ સરપંચ,સરસવ,વિજયનગર
વોકથ્રુ-શૈલેષ ચૌહાણ
14
Report
LJLakhani Jaydeep
FollowAug 25, 2025 17:45:08Dwarka, Gujarat:
વીઓ :- દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (BJP) માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અને આહીર સમાજના અગ્રણી નેતા રણમલ લખુભાઈ માડમએ ભાજપના તમામ હોદ્દા પરથી અને જિલ્લા પંચાયતના સભ્યપદ પરથી રાજીનામું આપ્યું છે.તેમણે પોતાનું રાજીનામું જિલ્લા ભાજપ પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીને પત્ર દ્વારા મોકલ્યું છે. રણમલભાઈ માડમનું આ પગલું સ્થાનિક રાજકારણમાં મોટો રાજકીય ગરમાવો લાવ્યો છે. કારણ કે તેમના અચાનક રાજીનામા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આ ઘટનાને ભાજપ માટે એક મોટો રાજકીય આંચકો માનવામાં આવી રહ્યો છે. આ રાજીનામાથી દેવભૂમિ દ્વારકાના રાજકારણમાં નવા સમીકરણો રચાઈ શકે છે.
14
Report
PTPremal Trivedi
FollowAug 25, 2025 17:30:23Patan, Gujarat:
એન્કર..
પાટણ જિલ્લા સહિત રાજ્યના વિવિધ હાઇવે માર્ગો તેમજ રાજસ્થાન અને મહારાષ્ટ્રના હાઇવે માર્ગો પર ઇકો ગાડીમાં મુસાફરોને બેસાડી નજર ચૂકવી ચોરી કરતી લૂંટારુ ગેંગને સિદ્ધપુર પોલીસે સુરત થી ઝડપી પાડી રૂપિયા 2 લાખ નો મુદ્દા માલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે..
વીઓ..
સિદ્ધપુર હાઇવે પર થોડા સમય અગાઉ ઇકો ગાડી મા બેઠેલા મુસાફર ની નજર ચૂકવી રોકડ રકમ 80 હજાર ની ચોરી કરી ત્રણ ઈસમો ફરાર થઇ ગયા હોવાની ફરિયાદ સિદ્ધપુર પોલીસ મથકે નોંધાવા પામી હતી જે ગુના ની ગંભીરતા થી લઇ ટેક્નિકલ સોર્સ થી તપાસ હાથ ધરી હતી જેમાં ઈસમો સુરત તરફ ગયા હોવાની બાકી મળતા સિદ્ધપુર પોલીસી સુરત થી ત્રણ ઈસમોને ઈકો ગાડી સાથે ઝડપી પાડ્યા હતા અને ચોરીમાં ગયેલ રોકડ રકમ સહીત ગાડી મળી કુલ બે લાખનો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો હતો અને પોલીસે ત્રણ ઈસમો શોહેબ ઉર્ફે ફાટેલી મેમણ રહે.સુરત, મોહમ્મદ આદિલ શેખ રહે.સુરત, મુસ્તુફા મહેબૂબ શેખ. રહે.સુરત ને ઝડપી પાડ્યા હતા જયારે એક ઈસમ શહીદ ઉર્ફે ઘેટી રહે સુરત જે ફરાર હોઈ તેને ઝડપી પાડવા ના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે તો સિદ્ધપુર પોલીસ મથકે નોંધાયેલ ત્રણ ગુના નો ભેદ ઉકેલી નાખ્યો છે..
તો પોલીસે ત્રણે ઈસમો છગન પુછપરછ કરતા લૂંટારો ગેંગ દ્વારા ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં 33 જેટલી ચોરીઓને અંજામ આપ્યો હોવાની કબુલાત પણ કરી હતી
ચાર લૂંટારોની ગેંગ દ્વારા ગુજરાત સહિત રાજસ્થાન અને મહારાષ્ટ્રના હાઇવે માર્ગો પર ઇકોગાડી ગાડી ઉભી રાખી મુસાફરોને ગાડીમાં બેસાડી ચાલુ ગાડીએ મુસાફર સાથે વાતચીત કરી ભોળવી રોકડ રકમની ચોરી કરી ગુના ને અંજામ આપતા હતા..
બાઈટ. 1.કે. કે. પંડ્યા. ડીવાયએસપી સિધ્ધપુર
બાઈટ. 2 .કે. કે. પંડ્યા. ડીવાયએસપી સિધ્ધપુર
14
Report
GPGaurav Patel
FollowAug 25, 2025 17:30:09Ahmedabad, Gujarat:
પીએમએ અમદાવાદના નાગરીકોને ગુજરાતીમાં સંબોધન કર્યું
કહ્યું
આજે તો તમે રંગ રાખ્યો છે હો
ઘણીવાર વિચાર આવે કે એવું કેવુ નસીબ હશે કે લાખો લોકોનો પ્રેમ અને આશીર્વાદ મળતો હશે
આપ સૌનો આભાર માનું એટલો ઓછો છે
અત્યારે દેશ ભરમાં ગણેશ ઉત્સવનો અદભુત ઉત્સાહ છે
આ ઉત્સાહ વચ્ચે અનેક પરિયોજનાઓનો શુભારંભ થયો
મારૂ સૌભાગ્ય છે મને આ પરિયોજનાઓ તમને સોંપવાનો મોકો મળ્યો
હું આ પરિયોજનાએ માટે તમને અભિનંદન પાઠવું છું
ચૌમૌસાની ઋતુ મં ગુજરાત માં અનેક જગ્યાએ સારો વરસાદ થયો
દેશમાં અનેક સ્થળોએ વાદળ ફાટવાની ઘટના બની
જ્યારે આ દ્રશ્યો જોઇએ છે ત્યારે કાળજુ કાંપી ઉઠે છે
હું એ તમાર પરિવાર જનોને દિલસોજી પાઠવું છુ
કેન્દ્ર સરકાર એ તમામ રાજ્યો સાથે મળી રાહત અને બચાવ કાર્યમાં લાગી છે
ગુજરાત બે મોહનની ભુમિ છે એક સુદર્શન ચક્ર ધારી દ્રારકાધીશ અને બીજા ચરખા ધારી સાબરમતી ના સંત
સુદર્શન ધારીએ સુરક્ષા કરવાનુ શિખવ્યું દુશ્મનને પાતાળમાંથી શોધી કાઢવો
જેનું આજે આખી દુનિયા આજે અનુભવ કરી રહ્યું છે
ગુજરાત અને અમદાવાદે કેવા દિવસો જોયા છે
વાર તહેવારે રક્તરંજિત થતું હતું
વારંવાર કર્ફ્યુ થતું હતું
દિલ્હી માં બેઠેલી સરકાર કંઇ કરતી ન હતી
આજે આતંકવાદી અને તેમની આકાઓને અમે છોડતા નથી
દુનિયા જુએ છે કે પહેલગામનો બદલો કઇ રીતે લીધો
૨૨ મિનિટમાં સેંકડો કિલોમીટર અંદર જઇ નક્કી કરેલા નિશાન પર આતંકવાદની નાભી પર હુમલો કરી સપાચટ કરી નાખ્યુ
સુદર્શન ધારી મોહનનો પરચો બતાવ્યો
ચરખાધારૂ મોહને સ્વદેશીનો માર્ગ બતાવ્યો
જે પાર્ટીએ એમનું નામ લઇ દશકો સુધી સત્તા ભોગવી એણે બાપુની આત્માને કચડી નાખી
સ્વદેશી માટે શું કર્યું
જે લોકો ગાંધીના નામે ગાડી ચલાવે છે તેમના માંઢે ક્યારેય સ્વચ્છતા કે સ્વદેશીનો શબ્દ સાંભળ્યો નથી
૬૫ વર્ષ દેશ પર શાસન કરવાવાળી કાંગ્રેસ ભારતને બીજા દેશો પર નિર્ભર રાખતી હતી
કેમકે તે ઇમ્પોર્ટ માં ગોટાળા કરી શકે
આજે નિકાસને ભારતે વિકસીત ભારતનો પાયો બનાવ્યો છે
મેં આજે ફિજીના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
તેઓ આપણા ડેરી સેક્ટર અને કોઓપરેટિવ સેક્ટરના વખાણ કરી તેમના દેશમાં આવુ થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે
ગુજરાતની બહેનોએ ડેરી સેક્ટરને મજબૂત બનાવ્યું
હું અમદાવાદ ની ધરતી પરથી લઘુ ઉદ્યોગો અને નાના વેપારી પશુપાલક અને ખેડુતોને વચન આપું છુ કે મોદી માટે તમારું હિત સર્વોપરી
મારી સરકાર તેમનું ક્યારે અહિત નહીં કરે
આજની નવી પેઢીએ ક્યારેય જોયું નથી કે કર્ફ્યુ કેવી રીતે લાગતો હતો
જે તે સમયે અસમંજસમાં માહોલ હતો
આજે અમદાવાદ વિકસતી શહેર બન્યું છે
જ્યારે મહાગુજરાત આંદોલન ચાલતું ત્યારે લોકો કહેતા કે ગુજરાત અલગ કરીને શું કરશો?
ખાણ ખનીજ નથી , બારમાસી નદી નથી ખેતી નથી સાત મહિના દુકાળ છે તો કરશો શુ ?
જ્યારે ગુજરાતના માથે જવાબદારી આવી ત્યારે ગુજરાતીઓએ પાછી પાની કરી નહી
ગુજરાત પાસે હિરાની ખાણ નથી પણ દુનિયાના ૧૦ માંથી ૯ હિરા ગુજરાતમાં તૈયાર થાય છે
આજે ગુજરાતમાં લોકોમોટીવ એન્જીન બની નિકાસ થઇ રહ્યા છે
દેશ અને દુનિયાની મોટી કંપનીઓ અહી પ્લાન્ટ સ્થાપી રહી છે
વડોદરામાં ટ્રાન્સપોર્ટ વિમાનનું નિર્માણ થઇ રહ્યું છે
હું આવતી કાલે હાંસલપુર જઇ રહ્યો છુ
જ્યાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન થવાનું છે
જે પણ વાહનો બને છે તે સેમીકન્ડક્ટર વિના અધુરા છે
હવે ગુજરાત સેમી કન્ડક્ટરની હબ બનશે
ભારત સૌર પવન અને પરમાણુ ઉર્જા મુદ્દે સૌથી ઝડપી આગળ વધી રહ્યું છે
આજે રોડ શો ભવ્ય હતો
લોકો ધાબા પર બાલકોની પર ઉભા હતા
લગભગ તમામ ઘરના ધાબા પર સોલર પાવરના પ્લાન્ટ હતા
ગુજરાત ગ્રીન એનર્જી નુ હબ બની રહેલું છે
આજથી ત્રીસ વર્ષ પહેલાં મીલો બંધ થયાની લોકો બુમો પાડતા હતા
કોંગ્રેસ ની સરકાર હતી
છેલ્લા ૨૦ થી ૨૫ વર્ષમાં ગુજરાતની કનેક્ટિવિટી ની કાયાકલ્પ થઇ
હવે સરદાર પટેલ રીંગરોડ સીક્સ લેન બનશે
અમારી સરકાર શહેરમાં વસતા લોકોને મકાન આપવા કટી બદ્ધ છે
તેનુ ઉત્તમ ઉદાહરણ એટલે રામા પીરનો ટેકરો
ગરીબોને ૧૫૦૦ નવા મકાન આપ્યા
આ દિવાળીએ તેમના ચેહરા પર ખુશી હશે
અત્યારે આશ્રમનું પણ નવીનીકરણ થઇ રહ્યું છે
હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે આશ્રમનું કામ કરવા માંગતો હતો
પણ તે વખતે કેન્દ્ર સરકાર આપણા અનુકુળ નોહતી એ સરકાર બાપુને પણ અનુકુળ નોહતી
જેની કોઇ પૃચ્છા નથી કરતું તેની મોદી પુજા કરે છે
ર૫ કરોડ લોકો ભારતમાં ગરીબીમાંથી બહાર આવ્યા
વિશ્વના લોકો આજે તેની ચર્ચા કરી રહ્યા છે
નીઓ મીડલ ક્લાસ અને મીડલ ક્લાસ આજે દેશની તાકાત બન્યા છે
જે દિવસે બજેટમાં ૧૨ લાખની આવક પર ઇન્કમટેક્સ માફ કર્યો તે વિપક્ષને ખબર ન પડી
આપણા અમદાવાદી માટે તો ખુશ ખબર હોય
સાથીઓ તૈયારી કરો અમારી સરકાર જીએસટીમાં રીફોર્મ કરી રહી છે
આ વખતે વેપારી કે સામાન્ય પરિવારને ખુશીઓનું ડબલ બોનસ મળશે
ગુજરાતમાં ત્રણ હજાર કરોડ કરતાં વધારે સહાય સોલર પેનલ માટે મળી
અમદાવાદને ગંદાબાદ તરીકે લોકો સંબોધતાં હતા
અને સ્વસ્છતા મામલે દેશમાં અમદાવાદ અગ્રેસર
સ્વસ્છતાને સ્વભાવ બનાવીએ
આજે સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદનું ગૌરવ વધારી રહ્યું છે
કાંકરિયા કાર્નિવલ અમદાવાદનું ઘરેણું બન્યું છે
અમદાવાદમાં થયેલા કોલ્ડ પ્લેની ચર્ચા સમગ્ર વિશ્વમાં હતી
અમદાવાદ મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ માટે તૈયાર છે
આપણે જીવનમાં મંત્ર બનાવીએ કે જે ખરીદીએ મેડ ઇન ઇન્ડિયા
જો કોઇને ગીફ્ટ આપવી હોય તો તે પણ મેડ ઇન ઇન્ડીયા
હું દુકાનદારોને કહેવા માંગુ છું કે દેશને આગળ વધારવામાં તમારો મોટો ફાળો છે
તેમે નક્કી કરો કે વિદેશી ઉત્પાદનો નહીં વેચીએ
રીવરફ્રન્ટ, ગીફ્ટ સીટી સ્ટેચ્યુ ઑફ યુનિટી રણોત્સવ ની વાત મુકેલી ત્યારે લોકો મારી મજાક ઉડાવતા હતા
આજે આ તમામ જગ્યાએ સૌથી અગ્રેસર છે
આટલા આતંકવાદી હુમલા થયા ત્યારે કંઇ નહીં ચાય એમ માનતા હતા
એર સ્ટ્રાઇક
અને ઓપરેશન સિંદુર થી આતંકવાદી ને નેસ્તનાબૂદ કર્યુ
અવકાશમાં આપણુ પોતાનું સ્પેશ સ્ટેશન બને તે દિશામાં કામ ચાલી રહ્યું છે
હું આભારી છું કે ગુજરાતે મારુ જે ઘડતર કર્યુ છે જે ઉર્જા આપી છે
વિકસિત ભારત બનાવવા નો મહત્વપૂર્ણ માર્ગ સ્વદેશી અને આત્મનિર્ભર છે
14
Report
GPGaurav Patel
FollowAug 25, 2025 17:16:21Ahmedabad, Gujarat:
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું નિવેદન
સતત ૪૦૭૮ દિવસથી વધુ શાસન કરી ઇતિહાસ રચ્યો
તેમના નિર્ણાયક અને સાહસિક નેતૃત્વ મા સેનાએ ઓપરેશન સિંદુર પાર પાડ્યું
તેમની આગેવાનીમાં ભારતે ન્યુ નોર્મલ ના માપદંડ સ્થાપિત કર્યા
તેમનો સ્પષ્ટ મત છે આત્મનિર્ભર નો ભારતના ૧૪૦ કરોડ નાગરિકોને સંકલ્પ છે
દેશના નાગરિકોને વિશ્વાસ છે કે ભારત મોદીજીના નેતૃત્વ માં ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનશે
તેમની આગેવાનીમાં સૌનો સાથ સૌના વિકાસનો મંત્ર ચરિતાર્થ થયો
તેમણે શહેરી વિકાસનો મંત્ર આપ્યો અને આજે ૨૦ વર્ષે તેને ઉજવી રહ્યા છીએ
વિકસિત ભારત વિકસીત ગુજરાત થકી તેઓ આજે ૫૪૭૭ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
તેમણે દેશનું સુકાન સંભાળ્યું ત્યાર થી ગુજરાતને ડબલ એન્જિન સરકારનો લાભ મળ્યો
નર્મદા નદી પરના બંધના દરવાજા નાખવાના અને બંધ કરવાનો નિર્ણય કર્યો
સૌને પાકા આવાસ માટે શહેરી અને ગ્રામીણ વિસ્તારના અનેક લોકોને મકાન મળ્યા
તેઓએ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડી લોકોના જીવનધોરણને ઉંચું લાવવા કાર્ય કર્યું
તેમની આગેવાનીમાં રેલવે ટ્રેક નાખવાની અને રસ્તા બનાવવાની પ્રકિયાએ બમણી ગતી પ્રાપ્ત કરી છે
અમદાવાદ વલ્ર્ડ હેરીટેજ સીટીમાંથી ઇકોનોમી પાવર બન્યુ
ગુજરાત ના વિકાસના અનેક નવા સીમા ચિન્હો પ્રધાનમંત્રી પાસેથી મળ્યા
બાઇટ
ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ગુજરાત
સ્પીચ
14
Report
RTRAJENDRA THACKER
FollowAug 25, 2025 17:16:14Sadhara, Gujarat:
Rajendra Thacker Kutch
Approved Assignment
Location Bhuj
FTP KUTCH
2508ZK_GAUMATA_ANSHAN
ગુજરાતમાં ગાયને ''રાજ્ય માતા''નો દરજ્જો આપવાની માંગ:
કચ્છના એકલધામ મંદિરના મહંત દેવનાથ બાપુ ને સંતોએ ભુજ કલેકટર કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. ગુજરાતભરના સંતો અને ગૌપ્રેમીઓનું સમર્થન મળી રહ્યું છે.
મહંત દેવનાથ બાપુએ જણાવ્યું કે તેમણે આ અંગે અગાઉ ગુજરાત સરકારને અનેકવાર રજૂઆત કરી હતી, પરંતુ સરકારે કોઈ પગલાં લીધા ન હતા, જ્યાં સુધી ગાયને ''રાજ્ય માતા''નો દરજ્જો નહીં મળે, ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રહેશે.
અને સરકાર ને પ્રશ્ન કર્યો છે કે ગુજરાતમાં ગૌ માતા ને રાજ્યમાતા નો દરજ્જો આપવા માં સરકાર ને વાંધો શું છે?
બાઈટ : દેવનાથ બાપુ
એકલધામ મંદિરના મહંત
14
Report