Back
बांडी नदी में पानी से किसानों की खुशी, जानिए क्यों है ये खास!
HBHeeralal Bhati
Aug 26, 2025 05:02:36
Jalore, Rajasthan
एंकर,
सायला क्षेत्र में बांडी नदी में पानी आने से तूरा, आसाना और बोरवाड़ा क्षेत्र के किसानों में खुशी की लहर दौड़ गई है।
सोमवार रात को नदी में आए प्रवाह से कुओं का जल स्तर बढ़ने लगा है, जिससे किसानों को अब सिंचाई में बड़ा फायदा मिलेगा।
नदी का प्रवाह देखने के लिए ग्रामीणों की भीड़ उमड़ पड़ी और लोगों ने पूजा-अर्चना कर अपनी खुशी जाहिर की।
बांडी नदी का पानी पोषाना से आगे तक पहुँच गया है।
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSapna Sharma
FollowAug 26, 2025 08:16:29Ahmedabad, Gujarat:
બ્રેકિંગ
સેવન્થ ડે સ્કૂલ હત્યા મામલો
સેવનથ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ મોટી પહેલ
આજે ચિંતન શિબિરનું આયોજન
વિદ્યાર્થીઓની શિસ્ત અને સલામતી પર ચર્ચા
એ.એમ.એ. ખાતે યોજાઈ શિબિર
શાળાના સંચાલકો અને આચાર્યો રહ્યા હાજર
DEO કચેરીના અધિકારીઓ શાળાના આચાર્ય અને સંચાલકો સાથે કર્યો વિચાર-વિમર્શ
સેવન્થ ડે સ્કૂલ જેવી હત્યાની ઘટનાઓને રોકવા નક્કર પગલાં લેવાશે
સેવન્થ ડે સ્કૂલ વિદ્યાર્થી હત્યા કેસમાં મોટો નિર્ણય
DEOએ શાળા સંચાલકો સાથે એક બેઠક યોજી
જેમાં મનોચિકિત્સકની પણ હાજરી રહી
શાળાઓમાં એવી વ્યક્તિની નિમણૂક કરવાનો આદેશ જે સામાજિક રીતે સ્વીકાર્ય હોય અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ જીતી શકે
વિદ્યાર્થીઓની કોઈપણ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવું જરૂરી, નહીં તો ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે
તમામ શાળાઓમાં શિસ્ત સમિતિ રચવાનો નિર્દેશ જે વિદ્યાર્થીઓ સાથે નિયમિત સંવાદ કરી સમસ્યાઓનું નિરાકરણ લાવે
બાઈટ: રોહિત ચૌધરી DEO અમદાવાદ શહેર
0
Report
GKGovindbhai Karmur
FollowAug 26, 2025 08:16:25Bhanvad, Gujarat:
* *Devbhumi Dwarka*
*Karmur Govind Ahir Jam-Khambhaliya*
*Mo.9714610000*
ભાણવડ થી નવાગામ રોડ ઉપર આવેલી વર્તું નદીમાં પાણીનો પ્રવાહ દંપતી તણાયું
વર્તું નદીના પૂલપર પસાર થતાં રબારી દંપતી સહિત 6 વર્ષનો બાળક તણાતા સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરાયું
પ્રકાશભાઈ પોલાભાઈ રબારી પરિવાર સાથે મોટરસાયકલ લઈને જતા તણાયો હતો
સ્થાનિક લોકો દ્વારા પરિવારને બચાવી લેવામાં આવ્યો
પુલની બંને બાજુ જી.આર. ડી બંદોબસ્ત હોવા છતાં દંપતીને પાણીના પ્રવાહ વચ્ચે જાવા દેવાયા ત્યારે બચાવ કામગીરી પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી
0
Report
AKAjay Kashyap
FollowAug 26, 2025 07:16:35Bareilly, Uttar Pradesh:
VANDOR CODE 411545
REPORT....AJAY KASHYAP
BAREILLY
ANCHOR....मुरादाबाद के बाद अब बरेली में भी तमाम ऐसे शादियों में बजाने वाले बैंड हैं जो अपनी पहचान छिपा कर बैंड बाजा बारात का व्यवसाय धूमधड़ाके के साथ कर रहे हैं हैरान करने वाली बात तो ये हैं कि कई मुस्लिम बैंड ने तो हिन्दू शादी बैंड का बकायदा बोर्ड भी लगा रखा है, पेश है बरेली से एक खास रिपोर्ट
वीओ 01 नाम इमामुद्दीन , धर्म मुस्लिम, बैंड का नाम -- हिन्दू महाराष्ट्र बैंड,
नाम -- -शाहिद हुसैन, धर्म -मुस्लिम, बैंड का नाम -अशोक बैंड
नाम साजिद हुसैन, धर्म- मुस्लिम, बैंड का नाम -सूरज बैंड
बरेली में तमाम ऐसे बैंड हैं जो अपनी पहचान को छिपाकर अपना कारोबार कर रहे हैं, मुस्लिम समुदाय से जुड़े होने के बावजूद वो हिन्दू नाम का सहारा लेकर या ये कहे कि हिंदुओं की आंख में धूल झोंक कर काम कर रहे हैं, इसका खुलासा जी मीडिया की पड़ताल में हुआ, दरअसल मुसलमानों द्वारा चलाए जाने वाले बैंड ग्रुपों के नाम हिदुओं पर रखे हुए हैं,
हमारे संवाददाता ने सबसे पहले सुभाष नगर क्षेत्र के हिन्दू महाराष्ट्र बैंड का जायजा लिया तो उसको चलाने वाले इमामुद्दीन थे, लेकिन उन्होंने अपना नाम अमन बताया, जोर दिया गया तो उसने अपना नाम इमामुद्दीन बताया, जब पूछा गया तो कि उसने अपने बैंड का नाम हिन्दू क्यो रखा तो उसके पास कोई जवाब नही था इतना ही नही इमामुद्दीन अपने बेंड के ही पड़ोस में नाई की भी दुकान चलाते हैं
बाइट इमामुद्दीन , हिन्दू महाराष्ट्र बैंड
हमारा दूसरा पड़ाव बदायूं रोड के सूरज बैंड था, बैंड का नाम सूरज लेकिन उसको चलाने वाले साजिद निकले, लेकिन इन्होंने ने ये बोल दिया कि सूरज तो मुसलमानी नाम है, और इसमें इनको कोई गलत नहीं लगा, ये यहां लंबे समय से अपनी पहचान छिपा कर सूरज बैंड चला रहे हैं
बाइट साजिद हुसैन, सूरज बैंड
अब बारी थी अशोक बैंड की, नाम अशोक बैंड और संचालक का नाम शाहिद हुसैन, पूछा गया तो उन्होंने इसमें कुछ भी गलत नहीं लगा, बल्कि उन्होंने अपने बैंड का नाम अशोक बैंड इस लिए रखा है क्योंकि वो हिन्दू और हिन्दू देवी देवताओं से बहुत प्रेम करते हैं, दरअसल ये इनकी झूठी कहानियां थी सच्चाई थी कि ये हिन्दू की बारात में अपने पहचान को छिपाकर अपनी दुकान चला रहे हैं, हिदू वादी संगठनों ने इनपर कार्रवाई की मांग की है
बाइट साजिद हुसैन, अशोक बैंड
बाइट पंकज पाठक,मंडल अध्यक्ष, हिन्दू महासभा,
7
Report
CPCHETAN PATEL
FollowAug 26, 2025 07:04:07Surat, Gujarat:
સુરત.
સુરતના મેયર દક્ષેશ માવાણીના મતવિસ્તારની સ્કેટિંગ રિંગ દયનીય હાલતમાં
2019માં કોરોનામાં બંધ થયેલી સ્કેટિંગ અસામાજિક તત્વોનો અડો બની
2005માં સુરતના મેયર સ્નેહલતાબેન દ્વારા આ સ્કેટિંગ રિંગનું લોકાર્પણ કરાયું હતું
2019થી સ્કેટિંગ રિંગ બંધ થતા સ્કેટિંગ રિંગ જંગલમાં ફેરવાય
લાખો રૂપિયાનો સ્કેટિંગનો મુદ્દામાલ પણ બિનવારસી હાલતમાં જોવા મળ્યો
વિસ્તારમાં કતારગામ પોલીસ સ્ટેશન થી પાંચ મીટરના અંતરે આવેલી આ સ્કેટિંગ રિંગમાં રોજ રાત્રિના સમયે દારૂ પાર્ટી થતી હોવાનું પણ સામે આવ્યું
સ્કેટિંગ રિંગમાં ઠેર ઠેર જગ્યા પર દારૂની બોટલો જોવા મળી
ઉપરાંત અસામાજિક તત્વો સ્કેટીંગરિંગનો સામાન પણ ચોરી ગયા હોવાનું સામે આવ્યુ
આ બાબતે મનપાના અધિકારીઓ કશું બોલવા તૈયાર નથી
લોકોની માગણી છે કે આ સ્કેટિંગ રિંગ જલ્દીમાં જલ્દી શરૂ કરવામાં આવે
મનપાના શાસકોને શા માટે આ સ્કેટિંગ રિંગ શરૂ કરવામાં રસ નથી તે નથી સમજાતું
બાઈટ : સુરેશ સુહાગિયા (પુર્વ કોપરેટર કોંગ્રેસ )
14
Report
CPCHETAN PATEL
FollowAug 26, 2025 07:04:02Surat, Gujarat:
સુરત..
સુરત : સુરતના લાલ દરવાજા પાસેની ઘટના
સુરતમાં ફરી રફતારનો કહેર જોવા મળ્યો
નશામાં ધૂત કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લઈ 50 મીટર સુધી ઘસડિયો.
સ્થાનિક લોકોએ કાર ચાલકને પકડી માર માર્યો હતો .
બનાવની જાણ થતા જ મહિધરપુરા પોલીસ બનાવ સ્થળે પહોંચી કારચાલકની ધરપકડ કરી.
6
Report
CPCHETAN PATEL
FollowAug 26, 2025 07:03:57Surat, Gujarat:
સુરત બ્રેક
ઉપરવાસમાં ભારે વરસાદ
ભારે વરસાદના કારણે ઉકાઈડેમ માંથી તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે
ઉપરવાસમાંથી તાપી નદીમાં 67,000 ક્યુસેક પાણી છોડાયું
કોઝેની સપાટી સતત વધી રહી છે
કોઝવે ઓવર ફ્લો થતા હાલની સપાટી 7.90 મીટર
કોઝવે માંથી એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે
ઉકાઈડેમ ની સપાટી 335.71 ફૂટ પર પહોંચી
વોક થ્રુ..ચેતન
8
Report
CPCHETAN PATEL
FollowAug 26, 2025 07:03:53Surat, Gujarat:
સુરત બ્રેક
ગૌરવપથ વિસ્તારમાં ડમ્પરો નો આતંક
ડમ્પરો હવે અન્ય લોકો ની સાથે પોતાના માણસો માટે પણ ઘાતક
પુરઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે કાબુ ગુમાવતા ડમ્પરનો ક્લીનર નીચે પટકાયો
ક્લીનર નીચે પટકાતા ડમ્પર નીચે આવી ગયો
નીચે પટકાયેલા ક્લીનર પર જ ડમ્પર ફરી વળ્યું
ક્લીનર નું ઘટના સ્થળે જે મોત
ડમ્પર ચાલકને પકડી પાલ પોલીસે કાર્યવાહી આરંભી
પિન્ટુ મિશ્રા - સ્થાનિક
7
Report
NDNavneet Dalwadi
FollowAug 26, 2025 07:01:22Bhavnagar, Gujarat:
રિપોર્ટર: નવનીત દલવાડી.
લોકેશન: ભાવનગર.
તારીખ: ૨૪/૦૮/૨૦૨૫.
સ્ટોરી: પેકેજ.
એપ્રુવલ: ડેસ્ક.
સ્લગ: ભાવનગર શહેરમાં ગણેશ મહોત્સવની તૈયારીઓ પૂર જોશમાં, ઇકો ફ્રેન્ડલી ગણેશની સૌથી વધુ માંગ.
એન્કર:
વિઘ્નહર્તા ગણેશજીના ગણેસોત્સવની આગામી ગણેશ ચોથથી શરૂઆત થવા જઈ રહી છે. ભાવનગરમા રૂપાણી, પાનવાડી, ક્રેસન્ટ, મેઘાણી સર્કલ, સુભાસનગર કાળીયાબીડ સહીત 15 થી વધુ મોટા પંડાલોમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તેમજ નાનામોટા 500 થી વધુ સ્થળો પર ગણેસોત્સવની ઉજવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે પ્લાસ્ટર of પેરિસ માંથી મૂર્તિઓ બનાવવામાં આવતી હોય છે. પરંતુ પર્યાવરણની જાળવણી માટે લોકોમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની માંગમાં વધારો થઈ રહ્યો છે.
વિઓ ૧:
ભાવનગર શહેરમાં ગણેશ મહોત્સવની ઉજવણી માટે લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. વિઘ્નહર્તા ગણેશજીનું સ્થાપન કરવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણેશ મહોત્સવની ઉજવણી કરવા લોકો રાહ જોઈને બેઠા હોય છે. હાલ ભગવાન ગણેશનું પોતાના ઘરે સ્થાપન કરવા માટે લોકો યથાશક્તિ મુજબ દગડુ શેઠ, લાલ બાગ કા રાજા, મારુતિનંદન, શ્રીજી જેવા અલગ અલગ સ્વરૂપોમાં મૂર્તિઓની ખરીદી કરી રહ્યા છે. છેલ્લા થોડા વર્ષોમાં ગણેશ મહોત્સવનું વિશેષ મહત્વ જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે ઘરે સ્થાપન કરતા લોકો 500 થી 2500 સુધીની મૂર્તિઓ વધુ પસંદ કરે છે. જ્યારે શેરી મહોલ્લાના નાના આયોજનમાં 2 હજારથી 5 હજાર સુધીની મૂર્તિઓનું વધારે સ્થાપન કરતા હોય છે. જ્યારે મધ્યમથી મોટા પંડાલોમાં 10 હજારથી 20 હજાર સુધી અને મોટાપાયે સર્કલો વિસ્તારોમાં ઉજવણી કરતા આયોજકો મોટી સાઈઝની કિંમતી મૂર્તિઓ અન્ય જિલ્લામાં ઓર્ડર આપી મંગાવતા હોય છે. આમ સૌ પોતાની આસ્થા મુજબ 1 દિવસથી 11 દિવસ સુધી ભક્તિભાવ સાથે ગણેશજીનું સ્થાપન કરી હરસોલ્લાસ અને ભક્તિભાવ સાથે ગણેશોત્સવની ઉજવણી કરે છે. ગણેશ સ્થાપનથી વિસર્જન સુધી દરરોજ પૂજા, આરતી, થાળ અને સાંસ્કૃતિક સહિતના કાર્યક્રમોનું પણ લોકો આયોજન કરતા હોય છે. મોટા પંડાલોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે લોક ડાયરા અને મહાઆરતી સહિતના આયોજન કરવામાં આવતા હોય છે. આ વર્ષે ભાવનગર ની અંદર લગભગ ૨૦ જેટલા મોટા પંડાલો માં ગણેશ મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે 2000થી વધુ લોકો પોતાના ઘરે શ્રી ગણેશ નું સ્થાપન કરવા માટે થનગની રહ્યા છે. આમ ભાવનગરમાં નાના મોટા સૌ મળી 2500 જેટલા સ્થાનો પર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.
બાઈટ : હેતલબેન મકવાણા, શ્રદ્ધાળુ, ઘર સ્થાપન, ભાવનગર.
બાઈટ : હર્ષદીપસિંહ જાડેજા, ગણપતિ ઉત્સવ આયોજક, વીઠલવાડી, ભાવનગર.
વિઓ ૨:
સરકારની ગાઈડ લાઈન મુજબ મોટાભાગના લોકો ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ ખરીદવાનું વધારે પસંદ કરે છે. જેના કારણે મૂર્તિકારો પણ લોકોની માંગ મુજબ માટી કે પીઓપી ની મૂર્તિઓ બનાવી વેચાણ કરી રહ્યા છે. મૂળ રાજસ્થાનથી આવેલા 100 જેટલા પરિવારો અલગ અલગ મહોત્સવમાં મૂર્તિઓ બનાવી વેચાણ કરી રહ્યા છે. જોકે છેલ્લા 30 વર્ષ કરતા વધુ સમયથી વસવાટ કરી રહેલા પરિવારો હવે પોતાની ઓળખ ભાવનગરી તરીકે જ આપી રહ્યા છે. પીઓપી ના સ્થાને માટીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવવામાં ખૂબ વધારે મહેનત લાગે છે. જે 100 રૂપિયાથી લઈ 20 હજાર રૂપિયા સુધી નાની મોટી મૂર્તિઓનું વેચાણ કરવામાં આવે છે. પરંતુ ઓછા ખર્ચે વધુ મોટી મૂર્તિ લેનારાઓ માટે પીઓપી ની મૂર્તિઓ પણ અહીં ઉપલબ્ધ છે.
બાઈટ : આનંદભાઈ ભાટી, મૂર્તિકાર, ભાવનગર.
6
Report
NJNILESH JOSHI
FollowAug 26, 2025 07:00:55Vapi, Gujarat:
સ્ટોરી એપ્રુવલ ડેસ્ક
એન્કર-
રાજ્યમાંથી પસાર થતાં નેશનલ હાઇવે વાહન ચાલકો પાસેથી કરોડો રૂપિયાનો ટોલ ઉઘરાવવા છતાં નેશનલ હાઇવે ની હાલત જોવા મળી રહી છે તો આ તરફ ચોમાસાની શરૂઆતથી જ વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે અને પારડી નાસિક નેશનલ હાઈવે ની હાલત ખરાબ છે .પ્રથમ વરસાદથી જ હાઇવે પર મોટા ખાડા પડી ગયા છે. જેને કારણે અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે . સાથે જ ટ્રાફિક જામ માં પણ કલાકો સુધી વાહન ચાલકોએ ફસાઈ રહેવું પડે છે. એવા સમયે હાઇકોર્ટે પણ એક ચુકાદો આપી.. જો હાઈવે ઓથોરિટી સારા હાઇવે ની સુવિધા પૂરી ન પાડી શકતી હોય તો ટોલ લેવાનો કોઈ નૈતિક અધિકાર નથી.. આથી થોડા સમય સુધી ટોલ બંધ કરવાનો આદેશ કર્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના નેશનલ હાઇવે ની શું હાલત છે તેના પર જોઈએ એક વિશેષ અહેવાલ
વી.ઓ-1
સમગ્ર રાજ્યની સાથે વલસાડ જિલ્લામાં આવેલા રસ્તાઓ નું પણ મોટા પાયે ધોવાણ થયું છે અને તેમાંય નેશનલ હાઇવે ની હાલત તો અતિશય ખરાબ થઈ છે. ચોમાસુ આવતા જ વલસાડ જિલ્લામાંથી આવતા નેશનલ હાઇવે ને હાલત દયા જનક થઈ જાય છે ત્યારે આ વખતે પણ ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે નેશનલ હાઇવે તેમજ તેના સર્વિસ રોડની હાલત ખખડધજ થઈ ગઈ છે. વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઇ નેશનલ હાઇવે પર ટોલ બંધ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે જિલ્લામાં થી પસાર થતાં નેશનલ હાઈવે પર કલાકો સુધી ટ્રાફિકજામ થાય છે. મોટા ખાડા પડી ગયા હોવાથી વાહન ચાલકોને પણ નુકસાન થઈ રહ્યું છે. સાથે જ લોકોનો સમય પણ વેડફાઈ રહ્યો છે .
બાઈટ- બબલુ ભાઈ, કારચાલક
બાઈટ- મનોજ દેસલે, વાહન ચાલક
વી.ઓ-2
વલસાડ જિલ્લામાંથી નેશનલ હાઇવે 48 તેમજ નેશનલ હાઈવે 56 તો આ તરફ પારડી નાસિક હાઇવે આવેલા છે આ તમામ નેશનલ હાઈવે પર ચોમાસુ શરૂ થતા જ મસ મોટા ખાડાઓ પડી ગયા હતા. રજના મુખ્યમંત્રી એ પણ તમામ રોડ રસ્તા રીપેર કરવાના કડક આદેશ કરવામાં આવ્યા હતા. આદેશ બાદ નેશનલ હાઇવે ઓથોરિટી જાગ્યું હતું પણ જીગડા માર્યા હોય તેવી હાલત જોવા મળી રહી છે.ફરી એક વખત હાઇવેની ખરાબ હાલતને કારણે વાહન ચાલકો પરેશાની નો સામનો કરી રહ્યા છે. આથી હાઇવે ની ખરાબ હાલત અંગે ટોલ એજન્સી સામે રોસ વ્યક્ત કરી રહ્યા છે.. તાજેતરમાં જ કેરેલા હાઇકોર્ટે પણ એક ચુકાદો આપ્યો છે જેમાં તેમણે ટકોર કરી છે કે જો નેશનલ હાઇવે ઓથોરિટી વાહન ચાલકોને સારા રસ્તાઓ નથી આપતા તો તેમને ટોલ લેવાનો અધિકાર નથી ત્યારે વલસાડ જિલ્લાના લોકો પણ આશા રાખી રહ્યા છે કે અહીં પણ હાઇવે ઓથોરિટી જ્યાં સુધી રસ્તા રીપેર ન કરે ત્યાં સુધી ટોલ લેવાનું બંધ કરી દે.
બાઈટ- અનિષ શેખ, કારચાલક
બાઈટ- બાબુભાઇ શર્મા, કારચાલક
વી.ઓ-3
વલસાડ જિલ્લામાં પણ વાહન ચાલકોની એક જ માંગ છે કે જ્યાં સુધી હાઇવે ના રસ્તાઓ રિપેર ન થાય તો સાથે સાથે સર્વિસ રોડ પર પડેલા ખાડાઓ દૂર ન થાય ત્યાં સુધી હાઇવે ઓથોરિટી ટોલના ઉઘરાવે કારણ કે વાહનચાલકો હાઇવે ઓથોરિટીને મસ મોટો ટોલ ઈમાનદારીથી આપે છે તો હાઇવે ઓથોરિટી દ્વારા સારા રસ્તાઓ આપવા જોઈએ અને જ્યાં સુધી સારા રસ્તાઓ ન થાય ત્યાં સુધી ટોલ બંધ કરે.. ત્યારે હાઇકોર્ટની ટક્કોર બાદ નેશનલ હાઈવે ઓથોરિટી તંત્ર જાગે છે કે નહીં તે જોવું રહ્યું ..
નિલેશ જોશી વાપી.
7
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowAug 26, 2025 06:47:55Modasa, Gujarat:
અરવલ્લી
મેઘરજ તાલુકામાં વૃક્ષ ધરાશય થયા ની ઘટના સામે આવી
મેઘરજના બેડઝ ગામ પાસે રસ્તા પર મોટુ વૃક્ષ ધરાશય થયું
વૃક્ષ ધરાશય થતા વાહન ચાલકો અટવાયા
રસ્તાની વચ્ચે જ વૃક્ષ ધરાશય થતા હાલાકી
વન વિભાગની ટીમ ઘટના સ્થળે પોંહચી વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી
10
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowAug 26, 2025 06:47:48Modasa, Gujarat:
અરવલ્લી
મોડાસાના માઝૂમ ડેમમાંથી પાણી છોડાયું
વહેલી સવારે ડેમના ત્રણ દરવાજા ખોલાયા
માઝુમ નદીમાં ૩ હજાર ક્યુસેક પાણી છોડ્યું
ગણેશપુરા,સબલપુર, ગારુડી,બાજકોટ સહિત ૧૩ ગામોને એલર્ટ કરાયા
સતત ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં વધી રહી છે પાણીની આવક
8
Report
UPUMESH PATEL
FollowAug 26, 2025 06:31:14Valsad, Gujarat:
Approved By Vishal
એન્કર : વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખાલા ગામ ખાતે રસ્તાના અભાવના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે રસ્તો ન હોવાના કારણે બાળકીને હોસ્પિટલ ખાતે લઈ જઈ રહેલી કાર ફસાતા બાળકી એ બે કલાક સુધી ભારે વરસાદમાં ઉભા રહેવાનો વારો આવ્યો સ્થાનિકો દ્રારા બે થી ત્રણ કલાકની જહેમત બાદ કાર બહાર કાઢી બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી
વિઓ 01 : વલસાડ જિલ્લાના અંતળિયાર વિસ્તાર સુધી હજુ સુધી વિકાસ પોહચ્યો નથી કપરાડા તાલુકાના સુખાલા ગામના નિશાણા ફળિયા ખાતે રસ્તો ન હોવાના કારણે ગામજનો મુશ્કેલી વેઠી રહ્યાં છે ગત રોજ મોડી રાતે ભારે વરસાદ ના રસ્તા ઉપર કીચડ થઈ જતા હોસ્પિટલ ખાતે બાળકીને લઈ જઈ રહેલા પરિવાર ની કાર ફસાઈ જવા પામી હતી કાર ફસાવની જાણ ગામજનો તથા ગામપંચાયત સભ્યો અને તાલુકા પંચાયત સભ્યને થતા તાત્કાલિક સ્થળ પર પોહચી ને કાર બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી બે થી ત્રણ કલાક સુધી કાર ફસાઈ રહેતા બાળકી અને તેના પરિવાર ને ભારે વરસાદ માં ઉભા રહેવાનો વારો આવ્યો..ગામ જનો દ્રારા ટ્રેક્ટરની મદદ થી બે થી ત્રણ કલાકની ભારે જહેમત બાદ કાર બહાર કાઢી બાળકી ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી
બાઈટ : રોહિત ભાઈ પટેલ સ્થાનિક
બાઈટ : કમરા બેન પટેલ સ્થાનિક
વિઓ 02 : વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખાલા ગામ ખાતે છેલ્લા ઘણા 6 વર્ષ થી રસ્તો બન્યો નથી જેને લઈ સુખાલા નિશાણા ફળિયા ખાતે રહેતા અંદાજે 40 જેટલા પરિવારોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અંદાજે 2 કિલોમીટર લાંબો રસ્તો 6 વર્ષ થી બન્યો ન હોવાના કારણે રસ્તો પગપારા પણ જવામાં મુશ્કેલી પડી રહી છે જો વરસાદ વર્ષે તો આ રસ્તા પર બાઈક અને કાર પણ જઈ શકે તેવી પરિસ્થિતિ નથી જો કોઈ વ્યક્તિ ફળિયામાં બીમાર પડે તો બે કિલોમીટર સુધી મુખ્ય રસ્તા સુધી પગપારા લઈ જવું પડે છે રસ્તાની હાલત એલી ખરાબ છે કે 108 એમ્બ્યુલન્સ પણ આવું શકે તેવી પરિસ્થિતિ પણ નથી શાળા એ જતા બાળકો એ પણ આવી પરિસ્થિતિ માંથી પ્રસાર થયું પડે છે છેલ્લા ઘણા સમય થી ગામ જનો દ્રારા વારંવાર રજુઆત કરવા છતાં રસ્તો ન બનતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે
બાઈટ : દક્ષા બેન પટેલ પંચાયત સભ્ય
બાઈટ : કુંજલી પટેલ તાલુકા પંચાયત સભ્ય
વિઓ 03 : વલસાડ જિલ્લાના સુખાલા ગામ ખાતે હજુ સુધી વિકાસ પોહચ્યો નથી જેને લઈ ગામજનો હાલાકી વેઠી રહ્યાં છે ત્યારે વારંવાર રજૂઆત છતાં ગામજનોને હજુ રસ્તો મળ્યો નથી ત્યારે જોવુ એ રહ્યું કે ગામજનોને ક્યારે પાકો રસ્તો મળશે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ
11
Report
DPDhaval Parekh
FollowAug 26, 2025 06:31:02Navsari, Gujarat:
એપ્રુવડ બાય : સ્ટોરી આઇડિયા
સ્લગ : NVS GANESHOTSAV
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 22 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એન્કર : નવસારીમાં ગણેશોત્સવ શરૂ થશે, પરંતુ નવસારી દક્ષિણ ગુજરાતમાં ગણેશ પ્રતિમાઓ માટેનું હબ બની રહ્યું છે. ત્યારે ગણેશોત્સવ સાથે સંકળાયેલા અનેક ધંધાઓમાં પણ સારી ખરીદી નીકળતા ગણેશોત્સવ કરોડો રૂપિયાનો મહોત્સવ થયો બન્યો છે.
વી/ઓ : શ્રાવણ પૂર્ણતાએ પહોંચતા જ નવસારીમાં " ગણપતિ બાપ્પા મોર્યા " ના નાદ સંભળાવવા માંડ્યા છે. નવસારીમાં મોટી સંખ્યામાં બંગાળી કારીગરો છેલ્લા 4 થી 5 મહિનાઓથી ગણેશ પ્રતિમાઓ બનાવી રહ્યા છે. કોલકત્તાની ગંગા માટીમાંથી આ બંગાળી કારીગરો, ગણેશ મંડળોની પસંદગીની પ્રતિમાઓ બનાવે છે. જેની કિંમત શ્રીજી પ્રતિમાની ઉંચાઈ ઉપર આધાર રાખે છે. એક ફૂટના 5 હજારથી 8 હજાર રૂપિયા સુધીની કિંમત બંગાળી કારીગરો રાખે છે અને ગણેશ મંડળો લાખ કે દોઢ લાખ કે તેથી પણ વધુ રૂપિયા પ્રતિમા પાછળ ખર્ચે છે. જ્યારે પ્રતિમા બન્યા બાદ શ્રીજીના શૃંગાર પાછળ પણ એટલો જ ખર્ચ કરે છે. ત્યારે નવસારીમાં ગણેશ પ્રતિમાનો ઉદ્યોગ અંદાજે 5 કરોડથી પણ વધુનો થયો છે. નવસારીમાં હાલમાં 6 મોટા માટીની પ્રતિમાઓના કારખાના કાર્યરત છે. જેમાં 400 થી વધુ કારીગરો પ્રતિમાઓ બનાવી રહ્યા છે. એક કારખાનામાં મોટી પ્રતિમાઓની જ વાત કરીએ, તો અંદાજે 1 હજારથી વધુ પ્રતિમા બની છે. જેમાં નવસારી શહેર, જિલ્લા સહિત વલસાડ, ડાંગ, તાપી, સુરત જિલ્લામાંથી પણ ગણેશ ભક્તો નવસારીમાં માટીની ગણેશ પ્રતિમાઓ બનાવડાવતા થતા નવસારી શ્રીજીની મૂર્તિઓનું હબ બની ગયું છે.
બાઈટ : દિપક પાત્રા, માટી મૂર્તિકાર, પશ્ચિમ બંગાળ
વી/ઓ : નવસારીમાં દિવસ રાત ગણેશોત્સવની ધૂમ જોવા મળી રહી છે. હજી 27 ઓગસ્ટે ગણેશોત્સવનો પ્રારંભ થશે. પરંતુ તે પૂર્વે શહેરમાં ગણેશોત્સવ સાથે સંકળાયેલા ઉદ્યોગ ધંધાઓમાં પણ તેજી જોવા મળી રહી છે. બંગાળી કારીગરોએ ગણેશ પ્રતિમાઓ તૈયાર કરી દીધી છે. જેની સાથે શહેરમાં નાની ગણેશ પ્રતિમાઓની પણ અનેક દુકાનો ખુલી છે. મોટી અને નાની બંને ગણેશ પ્રતિમાઓના શ્રૃંગારનો પણ મોટો વેપાર છે. અંદાજે 25 લાખથી વધુનો શૃંગારનો વેપાર હશે. જેની સાથે પ્રતિમાઓને ગણેશ મંડળ સુધી લઈ જવા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ, ધામધૂમથી થતા આગમન તેમજ વિસર્જનમાં DJ, ઢોલ ગ્રુપ, લાઈટિંગ, ડ્રોન કેમેરા, શૂટિંગ, ગ્રુપ ડ્રેસ, ફુલ હાર, મીઠાઈ, પૂજાનો સામાન, મંડપ ડેકોરેશન, કાપડ, હોટલ રેસ્ટોરન્ટ સહિત અનેક ઉદ્યોગોમાં ખરીદી નીકળતા નવસારીમાં ગણેશોત્સવના દિવસો દરમિયાન અંદાજે 25 થી 30 કરોડ રૂપિયાનો વેપાર થાય છે. ત્યારે એક સમયે થોડી પ્રતિમાઓનું સ્થાપન થતુ હતું, ત્યાં આજે નવસારી શહેરમાં 400 થી વધુ મોટી પ્રતિમાઓ તેમજ ઘરે સ્થાપતિ થતા ગૌરી ગણેશ મળીને 5 હજારથી પણ વધુ ગણેશ પ્રતિમાઓનું સ્થાપન થાય છે. જ્યારે જિલ્લામાં આ આંકડો 10 હજારને પાર પહોંચે છે. ત્યારે ગણેશોત્સવ કરોડો રૂપિયાનો મહોત્સવ બની રહે છે.
બાઈટ : નિલેશ કુંડલે, ખાંભલાવાડ ગણેશ મંડળ, નવસારી
બાઈટ : ગુણવંત પટેલ, આગેવાન, ગણેશ મંડળ સંગઠન, નવસારી
વી/ઓ : ભારતમાં તહેવાર આવતાં લોકોના ચહેરા ખીલી જાય છે. કારણ તહેવારોમાં ભગવાન પ્રત્યેની આસ્થા સાથે જ બજારમાં ખરીદી નીકળતા કરોડો રૂપિયાનો વેપાર પણ લોકોની ખુશીમાં વધારો કરે છે.
10
Report
GDGaurav Dave
FollowAug 26, 2025 05:33:04Rajkot, Gujarat:
SLUG - 2608ZK_LIVE_RJT_CYBER_AROPI
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75 & WHATSAPP 2608ZK_RJT_CYBER_AROPI એફટીપી ફિડ
એન્કર - રાજકોટ શહેરમાં રહેતા અને સેશન્સ કોર્ટમાં ક્લાર્ક તરીકે નિવૃત્ત થયેલા 69 વર્ષીય દિનેશ દેલવાડીયા નામના વ્યક્તિને ગત જુલાઈ માસમાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના ઓફિસર તરીકેની ઓળખ આપનારા વ્યક્તિએ ફોન કરીને તમારી વિરુદ્ધ ડ્રગ્સ તેમજ મની લોન્ડરિંગ અંતર્ગત ગુનો નોંધવામાં આવશે. તે પ્રકારની ધમકી આપી ડરાવીને સતત 45 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કર્યા હોવાની ઘટના સામે આવી છે. તો સાથે જ વૃદ્ધ દંપતી પાસેથી પોતાની મરણ મૂડી સમાન 88 લાખથી પણ વધુની રકમ બળજબરીપૂર્વક જુદા જુદા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગણતરીની કલાકોમાં રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ દ્વારા ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે.
વિઓ - 1
ડીજીટલ એરેસ્ટના
વધતા કિસ્સા...
મની લોન્ડરીંગ તેમજ ડ્રગ્સના કેસમાં
સંડોવવાની આપતા ધમકી...
45 દિવસ સુધી કરવામાં આવ્યા
ડિજિટલ અરેસ્ટ...!
બેંકની રોકડ અને સોના પર લોન મેળવીને
આરોપીઓને કર્યા હતા 88 લાખ ટ્રાન્સફર..!
આપની ટીવી સ્ક્રીન ઉપર આપ જે આરોપીઓને જોઈ રહ્યા છો તેમના નામ છે. બ્રિજેશ પટેલ, મોહસીન શેખ અને મહમ્મદ હલારી. ત્રણેય શખ્સો ભાવનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. 24 ઓગસ્ટ 2025 ના રોજ રાજકોટ શહેરના સ્વાગત રેસીડેન્સી ખાતે રહેતાં 69 વર્ષીય દિનેશ દેલવાડીયા નામના વ્યક્તિ દ્વારા જુદા જુદા બેંક એકાઉન્ટ ધારક તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવામાં આવ્યો હતો. જે ગુનો નોંધાતાની સાથે તાત્કાલિક અસરથી રાજકોટ શહેર સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ગુનામાં વાપરવામાં આવેલ બેન્ક એકાઉન્ટની માહિતી એકત્રિત કરવામાં આવી હતી. જે માહિતીના આધારે ગુનામાં વાપરવામાં આવેલ એક એકાઉન્ટ ભાવનગર ખાતે ઓપરેટ થયું હોવાનું સામે આવ્યું હતું. જે અંતર્ગત તાત્કાલિક અસરથી ભાવનગર શહેર ખાતે રહેતા બ્રિજેશ પટેલ નામના વ્યક્તિની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવતા અન્ય બે વ્યક્તિઓની સંડોવણી પણ સામે આવી હતી.
બાઈટ - ચિંતન પટેલ, એસીપી સાયબર ક્રાઈમ, રાજકોટ
સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની પ્રાથમિક તપાસમાં બ્રિજેશ પટેલ દ્વારા આઇડીબીઆઇ બેન્કમાં કરંટ એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું. જે કરંટ એકાઉન્ટમાં ભારતભરમાંથી 12 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. તેમજ 88,50,020 રૂ.પૈકી બ્રિજેશ પટેલના કરંટ એકાઉન્ટમાં 10,00,000 રૂ.જેવી રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું છે. જે એકાઉન્ટ ભાડે આપવા બદલ બ્રિજેશ પટેલને કમીશન પણ મળ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. તો સાથો સાથ અન્ય આરોપીઓ મોહસીન શેખ અને મહમ્મદ હલારી કમીશન એજન્ટ તરીકે તરીકે મુખ્ય આરોપીઓ સાથે સંકળાયને કામકાજ કરતા હોવાનું પણ ખુલ્યું છે.
બાઈટ : ચિંતન પટેલ, એસીપી સાયબર ક્રાઈમ, રાજકોટ
વિઓ - 2
દિનેશ દેલવાડીયા નામના વ્યક્તિએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 8 જુલાઈના રોજ સવારના સમયે અમારા ઘરે હતો. ત્યારે અજાણ્યા whatsapp નંબર પરથી મને ફોન આવ્યો હતો તેમજ જણાવ્યું હતું કે, દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ ખાતેથી વાત કરતો હોવાનું જણાવ્યું હતું. તેમજ icici બેંકના મેનેજર સંદિપકુમાર વિરુદ્ધ મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત ગુનો દાખલ થયેલો છે. તેમાંથી સંદીપકુમાર દ્વારા 10% હિસ્સો તમને આપ્યો હોવાનું સુપ્રીમ કોર્ટમાં નિવેદન આપ્યું છે. સંદીપ કુમાર ના ઘરે તપાસ હાથ ધરવામાં આવતા આઠ મિલિયન જેટલી રોકડ રકમ, 180 જેટલી જુદી જુદી બેંકની પાસબુક ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ચેક બુકો સહિતના દસ્તાવેજો મળી આવ્યા છે. તેમજ મોટા જથ્થાનો ડ્રગ્સ પણ કબજે કરવામાં આવ્યું છે. જેમાં તમે પણ હિસ્સેદાર છો તેમ કહી મને મની લોન્ડરિંગ તેમજ ડ્રગ્સ ના કેસમાં ફીટ કરવાની ધમકી બતાવવામાં આવી હતી. તેમજ થોડીવાર બાદ મારા પત્નીના મોબાઇલમાં whatsapp માં કોઈ આરોપીને પકડી પાડેલ હોય તે પ્રકારનો ફોટો મોકલ્યો હતો. તેમજ કહ્યું હતું કે તમે જો કોઈને કહેશો તો અમે ત્યાં આવીને અરેસ્ટ કરીશું. તો સાથે જ તમારા બેન્ક એકાઉન્ટમાં 10% વાળી રકમ આવી છે કે કેમ તે જાણવા માટે તમને એક એકાઉન્ટ નંબર મોકલીએ છીએ તેમાં તમારે આઠ લાખ રૂપિયા જમા કરાવવાના રહેશે. જો તમે નિર્દોષ હશો તો તમને તમારા પૈસા તપાસ પૂર્ણ થઈ પરત આપવામાં આવશે. તેમજ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ તમને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. આમ 45 દિવસ સુધી અમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમજ જુદા જુદા બેંક એકાઉન્ટમાં જુદી જુદી રકમ પણ ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવતા મેં રકમ ટ્રાન્સફર કરી હતી. તેમજ અમારા લોકરમાં રાખવામાં આવેલ ગોલ્ડ તેમાંથી કાઢી તેના ઉપર ગોલ્ડ લોન લઈ તે રકમ પણ આરોપીઓને ટ્રાન્સફર કરવામાં આવી હતી.
બાઈટ : ચિંતન પટેલ, એસીપી સાયબર ક્રાઈમ, રાજકોટ
વિઓ - 3
આરોપીઓના કહેવા બાદ 88 લાખથી પણ વધુની રકમ દિનેશ દેલવાડીયા દ્વારા જુદા જુદા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. તેમ છતાં આરોપીઓ દ્વારા તેમને કોઈ પણ પ્રકારનું સર્ટિફિકેટ તેમજ રકમ પરત નહીં આપતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યારે હાલ તો પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ અન્ય બેન્ક એકાઉન્ટ બાબતે પણ તેમના બેન્ક એકાઉન્ટ ધારકની શોધખોળ કરવામાં આવી રહી છે. તો સાથો સાથ મુખ્ય કાવતરાખોરોની પણ પોલીસ દ્વારા હ્યુમન ઈન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી તપાસના ધરવામાં આવી રહી છે.
ગૌરવ દવે, Zee 24 કલાક, રાજકોટ
10
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowAug 26, 2025 05:32:11Modasa, Gujarat:
અરવલ્લી
અરવલ્લી જિલ્લા વરસાદી માહોલ
મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
રેલ્લાવાડા, જીતપુર,કંટાળું સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ
વરસાદ ને લઇ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી
12
Report