Back
સુરતના માફિયા સાથે કંટ્રોલ રૂમનો શોકિંગ ખુલાસો!
CPCHETAN PATEL
Aug 06, 2025 07:45:24
Surat, Gujarat
સુરત બ્રેલ
ભાઠેનામાં 25 CCTV લગાવી ઘરમાં કંટ્રોલરૂમ ઊભો કર્યો
પેડલરોને વોકીટોકીથી મેસેજ આપી રોજનું દોઢ લાખનું ડ્રગ્સ વેચતો માફિયા પકડાયો
3 ચોપડી ભણેલો માફિયા ઘરની આસપાસના રોડ પર 500 મીટરમાં સીસીટીવી ગોઠવી ઘરમાં બેઠો-બેઠો પોલીસ આવે છે કે નહીં તે જોતો હતો
ઘરમાં 55 ઇંચના ટીવીમાં કેમેરાની લાઈવ ફીડ જોતો
ડ્રગ્સ લેવા આવનાર “કપડે લેને આયા હૈ.” કોડવર્ડ આપે એટલે ડ્રગ્સ વેચાતું
ઝૂંપડાંઓની વચ્ચે 3 માળનો બંગલો બનાવ્યો
અદ્યતન સુવિધાઓ ઊભી કરી
ડ્રગ્સ વેચીને મેળવેલા રોકડા રૂ. 16 લાખ પોલીસે જપ્ત કર્યા
આરોપીના ઘરેથી મળેલી બે લોડેડ પિસ્તોલ, 4 વોકીટોકી, 16 લાખ રોકડા, ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યા હતા
ઘરમાં બેસી માફિયા સીસીટીવીમાં પોલીસને જોતો રહ્યો ને 20 બાઇક પર ગયેલા 27 પોલીસે ચારે બાજુથી ઘરને ઘેરી ઝડપ્યો
વોક થ્રુ..ચેતન
બાઈટ.. રાજદીપસિંહ નકુમ..ડીસીપી
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowAug 06, 2025 10:47:43Surat, Gujarat:
શહેરનાં યુવા ધનને ડ્રગ્સનાં નશામાં ધકેલનારા ઈસમો વિરૂદ્ધ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત દ્વારા વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. નો ડ્રગ્સ ઇન સુરત પોલીસ દ્વારા ભાઠેના ખાતે માથાભારે શિવા દરબારને ૧૧.૮૩ લાખનાં મેફેડ્રોન ડ્રગ્સની ઝડપી પાડ્યો હતો.. કુખ્યાત આરોપી શિવા પાસેથી પોલીસે બે લોડેડ પિસ્ટલ સહિત ચાર નંગ વોકીટોકીના પણ ઝડપી પાડ્યા હતા. પોલીસથી બચવા માટે શિવા દરબાર અને તેના સાથીઓ મોબાઈલને બદલે વોકીટોકીથી એક્બીજાના સંપર્કમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં, આરોપીઓ પોલીસ માટે
કાટી અને ડ્રગ્સ માટે કપડું શબ્દનો કોડવર્ડ તરીકે ઉપયોગ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હાલમાં પોલીસ દ્વારા શિવા દરબારની સાથે સાથે લાલગેટ-સલાબતપુરા અને આસપાસનાં વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરનાર તેના અન્ય સહયોગી મોહસીન ઉર્ફે છત્રીને પણ ઝડપી પાડ્યો છે. જ્યારે સગરામપુરા ખાતે રહેતો ઈમરાન ઉર્ફે ઈમરાન ગઢીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
વિઓ.1
શહેરનાં ભાઠેના ખાતે આવેલ ઉમિયા માતા મંદિર પાસે પંચશીલ નગરનાં એક મકાનમાં માથાભારે શિવરાજ સિંહ ઉર્ફે શિવો દરબાર છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે ડ્રગ્સનો વેપલો કરતો હોવાની બાતમી એસઓજી પીઆઈ એ.પી. ચૌધરીને મળી હતી. એસઓજી પોલીસ દ્વારા બાતમીનાં આધારે ગત રોજ પંચશીલ નગરમાં દરોડો પાડીને કુખ્યાત શિવા દરબારને ઝડપી ઘરની પાડ્યો તલસ્પર્શી હતો. પોલીસ તપાસ દ્વારા ધરતાં ૧૧.૮૪ લાખ રૂપિયાનું ૧૧૮.૩૯ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ સિવાય તેની પાસેથી એક લાખ રૂપિયાની બે પિસ્ટલ પણ મળી આવી હતી. પોલીસે આરોપી પાસેથી ૧૩ નંગ કારતૂસ પણ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા ઘરની તપાસ દરમિયાન ડ્રગ્સના વેપલા થકી 16 લાખ રૂપિયાની કાળી કમાણીનો દલ્લો પણ જોઈ પોલીસ ખુદ એક તબક્કે ચોકી ઉઠી હતી.એસઓજી પોલીસ દ્વારા શીવા દરબાર પાસેથી કુલ્લે ૩૦.૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને પ્રાથમિક પુછપરછ કરતાં તે મુંબઈ ખાતેથી મોટા પાયે ડ્રગ્સ લાવીને સુરતમાં છૂટક વેચાણ કરતો દરબારની સાથે - સાથે તેની પાસેથી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા ડ્રગ્સ ખરીદીને છુટક વેચાણ કરનાર લાલગેટના સીધીવાડ ખાતે રહેતા મોહસીન અબ્દુલ વહાબ રોખ ઉર્ફે છત્રીને ઝડપી પાડ્યો હતો. હાલમાં એસઓજી પોલીસ દ્વારા આ બંને આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે જ્યારે સગરામપુરા ખાતે રહેતો વધુ એક સાથીદાર ઈમરાન ગહી અમીરૂદ્દીન શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાછે
ભાઠેના અને આસપાસનાં વિસ્તારમાં માથાભારે છાપ ધરાવતો શીવા દરબાર છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સના વેપલામાં સંડોવાયેલો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આરોપી -4 શીવા દરબાર અને તેના બે પંટરો મુંબઈથી વિનોદ દયારામ - વર્મા નામક ઈસમ પાસેથી મોટા પાયે મેલેડ્રોન ડ્રગ્સ લાવીને સુરતમાં છૂટકમાં વેચાલ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હાલમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન શીવા દરબાર અને તેના બે સાથીઓ મોહસીન અને ઈમરાન પણ આ ગોરખધંધોમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે. અલબત્ત, પોલીસના હાથે ઝડપાયેલા શીવા દરબાર અને મોહસીનની સધન પૂછપરછ હાથ ધરવામાં આવી છે
સુરતમાં મોટા પાયે ડ્રગ્સ પેડલરો દ્વારા મુંબઈથી ડ્રગ્સની ખરીદી કરવામાં આવતી હોય છે. જેને પગલે વધુ એક વખત આ પ્રકરણમાં પણ ડ્રગ્સનો સપ્લાયર મુંબઈનો હોવાનો ખુલાસો થયો હતો. શીવા દરબાર મુંબઈમાં રહેતા વિનોદ દયારામ વર્મા પાસેથી મોટા પાયે ડ્રગ્સની ખરીદી કરીને સુરતમાં વેચાણ કરતી હોવાની જાણ થતાં જ એસઓજીની એક ટીમ મુંબઈ ખાતે વિનોદ વર્મિની ધરપકડ માટે રવાના કરવામાં આવી છે. જ્યારે શીવા દરબાર સાથે મળીને સુરતમાં ડ્રગ્સનું વેચાણ કરનાર સગરામપુરાનાં ઈમરાન ગડીને પદા ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે
ભાઠેના અને આસપાસનાં વિસ્તારમાં કુખ્યાત બની ચુકેલો શીવા દરબારને એસઓજી પોલીસ હારા ૧૧.૮૩ લાબ રૂપિયાનાં ડ્રગ્સ અને બે પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા ભાદ વધુ તપાસ હાથ ધરવામાં આવતાં ચોંકાવનારા ખુલાસા થયા છે. શીવા દરબાર વિરુદ્ધ સુરત શહેરનાં જ સલાબતપુરા, ઉમરા, રાંદેર અને સચીન જીઆઈડીસી સહિત ઈચ્છાપોર પોલીસ મથકમાં ૧૦ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં હત્યા, મારામારી, અપહરણ અને ખંડણી સહિતની ગંભીર કરિયાદો તેની વિરૂદ્ધ પોલીસ મથકમાં દાખલ થયેલ છે. આશ્ચર્યની વાત છે કે, શીવા દરબાર વિરૂદ્ધ માત્ર સલાબતપુરા પોલીસ મથકમાં જ સાત હરિયાદો નોંધાઈ છે.
બાઈટ..રાજદીપસિંહ નકુમ..ડીસીપી
7
Report
NBNARESH BHALIYA
FollowAug 06, 2025 10:47:30Jetpur, Gujarat:
SULG:- ZK RJT NAFED NA GODAUN MATHI MAGFALINI CHORI.....
FORMANT:- PKG.....
APPROVEL:- VISHAL BHAI.....
FEED:-વોટ્સઅપ કરી હતી....બાઈટ વોક થ્રુ...વિસ્યુઅલ....
એન્કર:- જેતપુરમાં નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળીની બોરીઓની જેતલસર પાસેના ગોડાઉન માંથી મગફળીની 1212 જેટલી બોરીઓની ચોરી થઈ હોવાની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી,......
વિઓ:- જેતપુરમાંથી નાફેડ દ્વારા ખરીદ કરેલ મગફળી અલગ અલગ ગોડાઉનમાં રાખવામાં આવતી હતી,જેમાંના જેતલસર ગામ પાસેના ગોડાઉનમાંથી અલગ અલગ સમયે મગફળીની 1212 બોરીઓની ચોરી થઈ હતી,જેની કિંમત 31,64,965 લાખ ની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું, સાથે ગોડાઉનના દેખરેખ માટે અમદાવાદ ની શ્રી રામ એન્ટરપ્રાઈઝ નામની એજન્સી ને સિક્યુરિટી ના માણસો રાખવામાં આવ્યા હતા,દર છ મહિને ગોડાઉનનું ફિઝિકલી વેરીફિકેશન કરવામાં આવતું હતું,
ગોડાઉન મેનેજર ની બદલી થતા નવા મેનેજર ને ચાર્જ આપતા ફિઝિકલ વેરિફિકેશન કરવામાં આવતા જેમાં જેતલસર પાસેના ગિરિરાજ ગોડાઉનમાં ફિઝિકલ વેરિફિકેશન દરમિયાન મગફળીની થપ્પી ઓમાંથી મગફળીની બોરીઓ ઓછી થઈ હોવાનું સામે આવ્યું હતું,ગોડાઉનમાં રહેલ જથ્થો 57,600 બોરીઓ માંથી તપાસ કરતા 53,388 બોરીઓ જોવા મળી હતી,ત્યારે 1212 મગફળીની બોરીઓની ચોરી અજાણ્યા શખ્સે સામે ગોડાઉન મેનેજરે ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી,
ભાડે રાખેલ ગોડાઉન બહાર CCTV હોવા જોઈએ પરંતુ ગોડાઉન બહાર CCTV કેમેરા ક્યાંય જોવા મળ્યા નહ્યા જેથી અધિકારીઓની પણ બેદરકારી સામે આવી હતી,
જ્યારે માગફળની બોરિંઓની ચોરી થઈ હોવાનું માલુમ પડતા રાતોરાત ગોડાઉન બહાર CCTV કેમરા લગાવામાં આવ્યા હતા જે ઘોડા છૂટી ગયા પછી તબેલા ને તાળા મારવા જેવો ઘાટ જોવા મળ્યો હતો,
મગફળીની ચોરી બાબતે ગોડાઉન મેનેજરે મીડિયા સાથેની વાત માં કહ્યું હતું કે નાફેડ દ્વારા ખરીદેલ 5 - 12 - 2024 થી 16 - 12 - 204 દરમિયાન ખરીદી કરેલ મગફળીની બોરીઓ આ ગોડાઉનમાં રાખવા આવી હતી,સાથે ફિઝિકલ વેરિફિકેશન દરમિયાન બોરીઓ ઓછી જોવા મળી હતી,તેમજ અલગ અલગ શિફ્ટમાં ત્રણ સિક્યુરિટી નો સ્ટાફ ગોડાઉન ઉપર હતો,સાથે CCTV ગોડાઉન બહાર ન હોવાથી ગોડાઉન માલિકને પણ નોટિસ આપવામાં આવી હતી,CCTV બાબતે ઉપર પણ જાણ કરી હોવાનું કહી પોતાનો બચાવ કરતા ગોડાઉન મેનેજર જોવા મળ્યા હતા,સાથે મગફળીની ચોરીમાં સિક્યુરિટી ની પણ સંડોવણી હોવાની વાત કરી હતી,
બાઈટ:- અમિત - ગીલ્લા - ગોડાઉન મેનેજર - ફરિયાદી...
વિઓ:- નાફેડના ગોડાઉનમાં મગફળીની ચોરી ની ફરિયાદ બાદ તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા ગોડાઉનમાં પંચરોજ કામ કરવામાં આવ્યું હતું,તેમજ ડોગ સ્કોડ ની મદદ લેવામાં આવી હતી,ઉપરાંત મગફળીની ચોરી બાદ તાલુકા પોલીસ અને LCB દ્વારા ચાર આરોપીઓને હાલ રાઉન્ડઅપ કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી મળી છે,
મગફળીની ચોરી મુદ્દે કોંગ્રેસ નેતા પાલ અંબાલિયા એ CCTV કેમરા,સિક્યુરિટી સહિતના મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા,જ્યારે જેતપુર કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ એ 2018 માં પણ જેતપુરના પેઢલા ગામ પાસે મગફળી કૌભાંડ થયું હોવાથી ભાજપના રાજમાં કૌભાંડ જ થતા હોવાનું કહી પ્રહાર કર્યા હતા,.....
6
Report
RTRAJENDRA THACKER
FollowAug 06, 2025 10:31:38Sadhara, Gujarat:
Rajendra Thacker Kutch
Approved: Assignment
location Bhuj
FTP KUTCH 0608ZK_4LOVE_JEHAD
ભુજમાં લવજેહાદ વિરુદ્ધ હિન્દુ સમાજે વિશાળ રેલી યોજી કચ્છ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી
અબડાસાના ખારુઆ ગામની દલિત યુવતીને મુસ્લિમ યુવકે ભગાડી ગયાના બનાવમાં પોલીસની ઢીલી નીતિ સામે હિંદુ સમાજમાં ઉગ્ર રોષ
અબડાસા તાલુકાના ખારુઆ ગામની દલિત સમાજની યુવતીને ગયા મહિને 4 જુલાઈના સવારના સમયે સામત્રા ગામના ઈક્રમ બાફણ નામના મુસ્લિમ યુવકે લલચાવી ફોસલાવીને ભગાડી ગયેલ હતો જે બાદ પરિવારે કોઠારા પોલીસને જાણ કરી હતી જેને આજે એક મહિનો વીતી ગયા છતાં પરિવારને યુવતી મળી નથી પરિવારના સભ્યોએ ન્યાય માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ ખાઇ થાકી ગયા પરંતુ પોલીસે એક મહિના સુધી આશ્વાસન માથે આશ્વાસન આપ્યા રાખ્યા જેને લઈ સમાજમાં ઉગ્ર રોષ ફેલાયો છે પોલીસની ઢીલી નીતિ સામે સમાજ આગેવાનોએ સખત વિરોધ નોંધાવ્યો છે
ભુજની કલેક્ટર કચેરી સામે ધરણા પર બેઠલ પીડિત પરિવારને ન્યાય ન મળતા આજે ભુજની ડો.બાબા સાહેબ આંબેડકરજી પ્રતિમા પાસે સર્વે હિન્દુ સમાજ એકત્રિત થઈ લવજેહાદ વિરુદ્ધ વિશાળ રેલી સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી લવજેહાદી પ્રવૃતિ સામે, પોલીસ ઢીલી સામે કચ્છ કલેક્ટર ને આવેદન પત્ર પાઠવી ન્યાયની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી
કોઠારા પોલીસ મથકે ગુમનોંધ નોંધાયા બાદ પરિવાર સહિત સમાજ આગેવાનોએ યુવતીની શોધખોળ માટે પોલીસ અધિક્ષક સમક્ષ રજૂઆત કરી હતી પરંતુ યુવતી ગુમ થયાને છેલ્લા 30 દિવસ વીતી ગયા છતાં યુવતી ન મળતા સમાજ આગેવાનોને પ્રથમ દ્રષ્ટિ એવી શંકા ઉપજી રહી છે કે સામત્રાના મુસ્લિમ યુવકે યુવતીને ભગાડી ગયો છે તેની પાછળ કોઈ મોટું લવજેહાદી સંગઠન કામ કરી રહ્યું છે. યુવતી ગુમ થયા બાદ મુસ્લિમ યુવકના રહેઠાણ, મુસાફરી અને જમવાના બિલ કે પોલીસ ને હાથે લાગ્યા નથી કોઇ મોટું લવજેહાદી સંગઠનનું કોઈ મોટું શખ્સ આર્થિક મદદ કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે યુવતીને મુસ્લિમ યુવકએ લવજેહાદનો શિકાર બનાવ્યો છે કારણ કે જે તારીખના યુવતીને મુંબઈ ખાતે લઈ જવાઈ હતી તે જ દિવસે મુંબઈમાં તેના મેરેજ થઈ ગયા બનાવટી ડોક્યુમેન્ટ બનાવીને મેરેજ કરવામાં આવ્યું હોવાનું પરિવારનું આક્ષેપ તે દિશામાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં તેવી સમાજ આગેવાનોએ માંગ કરી છે એટલે કે બધું પ્રિ પ્લાનિંગ સાથે કરવામાં આવ્યું છે જેથી આ ઘટનાક્રમ પાછળ કોઈ મોટું લવજેહાદી સંગઠન કોઈ મોટું માથું કામ કરી રહ્યું છે તેવી શંકા પરિવાર અને સમાજના આગેવાનોએ વ્યક્ત કરી છે યુવતી સુરક્ષિત છે કે કેમ તેને લઈ પોલીસ તાત્કાલિક પરિવાર સમક્ષ યુવતી હાજર કરે તેવી માંગ કરાઈ છે જો યુવતી પરિવારને નહી મળે તો હજુય આગામી દિવસો જલદમાં જલદ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઇ છે
લવજેહાદના બનાવ અંગે વાત કરતા અખિલ હિન્દુ યુવા સંગઠન અધ્યક્ષ રઘુસિંહ જાડેજાએ જણાવ્યું હતું કચ્છમાં વધતા લવજેહાદ બનાવોએ હિન્દુ સમાજ માટે ખતરારૂપ છે હમણાં કચ્છમાં આવા લવજેહાદના ચાર કિસ્સા બન્યા છે જે હિન્દુ સમાજ માટે ચિંતાજનક છે પોલીસને ગુમ થયેલ દીકરી મળતી નથી પરિવાર ન્યાય માટે હેરાન પરેશાન થતું રહે છે તે દુઃખદ છે પોલીસ કડક કાર્યવાહી કરી પીડિત પરિવારને ન્યાય અપાવે.
બાઈટ
નરેશ મહેશ્વરી - સમાજ અગ્રણી
જગશી મહેશ્વરી - ભાઈ - પરિવાર
રઘુવીરસિંહ જાડેજા -
અધ્યક્ષ - અખિલ હિન્દુ યુવા સંગઠન
9
Report
CPCHETAN PATEL
FollowAug 06, 2025 10:21:40Surat, Gujarat:
સુરત બ્રેક
સુમુલ નો ઓડિયો વાયરલ થવાનો મામલો
કેસમાં ચાર ડિરેક્ટરોને ક્રાઈમ બ્રાન્ચ નું તેડું
કાંતીગામી, રેસા ચૌધરી ,ભરત પટેલ અને સુનીલ ગામીતને બોલાવાયા
બોર્ડ બેઠકના ઓડિયો પુરાવા રૂપે હોવાનું સ્વીકારનારા ડિરેક્ટરો હાજર થયા
બેઠકમાં થયેલી ચર્ચાનું બે કલાક સાત મિનિટ નું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું
આ ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો
ડિરેક્ટરો તેમના વકીલ સાથે હાજર થયા
સુમુલ ડેરીના મેનેજિગ ડિરેક્ટર અરુણ પુરોહિતનું પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નિવેદન લેવામાં આવ્યું
બાઇટ..ભરત પટેલ
નિઝર ડિરેકટર
13
Report
AKArpan Kaydawala
FollowAug 06, 2025 10:21:36Ahmedabad, Gujarat:
અમદાવાદ
ઓઢવમાં કન્સ્ટ્રક્શન લિફ્ટનો વાયર તૂટ્યો
બે મજૂરો 50 ફૂટ ઊંચે લટકી ગયા
ફાયરબ્રિગેડની ટીમે દોરડું નાખીને બંનેનો જીવ બચાવ્યો
વિડિઓ સેન્ડ
12
Report
URUday Ranjan
FollowAug 06, 2025 10:15:31Ahmedabad, Gujarat:
ગુજરાત એટીએસ દ્વારા પકડેલા શંકાસ્પદ પાંચ આતંકીઓનો મામલો
મહિલા આરોપી સમા પરવીનની તપાસમાં થયા ખુલાસા
સમા પરવીને કરેલી સોશિયલ મીડિયાનીપોસ્ટ સામે આવી
સમા પરવીને પાકિસ્તાન ચીફ અસીમ મુનીરને લખ્યો હતો સંદેશો
ભારત પાકિસ્તાન સંઘર્ષ દરમ્યાન પ્રોજેક્ટ ગજવા ઉલ હિન્દ પ્રોજેક્ટ ખિલાફત શરૂ કરવા લખી પોસ્ટ
ભારતમાં ખિલાફત વ્યવસ્થા સ્થાપિત કરવા અંગે ઉલ્લેખ
ભારતમાં હિંસા માટે ઉશ્કેરણીજનક ભાષણ નો પણ ઉલ્લેખ
હિન્દી સમુદાય અને આગેવાનોને નિશાન બનાવવા પણ પોસ્ટમાં ઉલ્લેખ
લાહોરની લાલ મસ્જિદના ઇમામ અબ્દુલ અઝીઝના બયાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો
8
Report
URUday Ranjan
FollowAug 06, 2025 10:15:25Ahmedabad, Gujarat:
અમદાવાદ
ગુજરાત પોલીસ ની SMC એ એમડી ડ્રગ્સ અને હશીશ ડ્રગ્સ ઝડપી પાડ્યું
અમદાવાદ ના દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ડ્રગ્સ ના જથ્થા , રોકડ રકમ સહિત એક આરોપી ની ધરપકડ કરી
દાણીલીમડા naa બેરલ માર્કેટ નજીક આવેલ અલહબીબ સોસાયટી માંથી ડ્રગ્સ નો જથ્થો ઝડપાયો
Mephedrone 117.690 Gram જેની કિંમત 11,76,900/- થવા પામે છે
અને
Hashish (Charas) 49.860 Gram જેની કિંમત Rs 7,25
આરોપી પાસે થી 3 મોબાઇલ સહિત 7,18,650 ની રોકડ પણ કબજે કરવા માં આવી
કુલ 23,18,402ના મત્તા નો મુદ્દામાલ કબજે કરવા માં આવ્યો
જાવેદ ઉમર મેવાતી ની ધરપકડ કરી વધુ ફરાર 6 આરોપી ની શોધખોળ શરૂ કરી
7
Report
NDNavneet Dalwadi
FollowAug 06, 2025 09:45:42Bhavnagar, Gujarat:
રિપોર્ટર : નવનીત દલવાડી.
લોકેશન : ભાવનગર
તારીખ : ૦૬/૦૮/૨૦૨૫.
સ્ટોરી : પેકેજ.
એપ્રુવલ : ડેસ્ક.
સ્લગ: ભાવનગર જિલ્લાના માંડવડા રજાવળ કોઝવેનું ધોવાણ.
એન્કર:
ભાવનગર જિલ્લાના સિહોર થી પાલીતાણા ડેમ સાઈડને જોડતા સિહોર પાલીતાણા રોડ પર આવેલ રજાવળ ડેમના કોઝવેનું ધોવાણ થઈ ગયું છે. ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવતા કોઝવે ધોવાયો છે. ગામ લોકો દ્વારા કોઝવેના સ્થાને પુલ બનાવવા માટે અગાઉથી જ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઝવે બનાવી સંતોષ માની લેવામાં આવ્યો છે. ભારે પ્રવાહના કારણે કોઝવે તૂટી જાય છે. જેના કારણે સરકાર દ્વારા ખર્ચવામાં આવેલા નાણા નો વેડફાટ થઈ રહ્યો છે. જેના કારણે દર વર્ષે એને એ જ પરિસ્થિતિ નું નિર્માણ થાય છે અને ગામ લોકો પણ હેરાન થાય છે ત્યારે હવે કોઝવેના સ્થાને નવો પુલ બનાવવામાં આવે તેવી ગામ લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.
વિઓ ૧:
ભાવનગર જિલ્લાના સિહોર અને પાલીતાણા તાલુકાને ટૂંકા માર્ગે જોડતો અને 15 થી વધુ ગામોમાંથી પસાર થતાં રોડ પર આવેલો રજાવળ ડેમના હેઠવાસમાં આવેલા કોઝવે નું ધોવાણ થઈ ગયું છે. ચોમાસાના ભારે વરસાદના કારણે ડેમમાંથી ભારે પ્રવાહ વહેતો થતા કોઝવે નું ધોવાણ થઈ ગયું છે. એ કોઝવે ભાવનગર જિલ્લાના 12 ડેમ પૈકીના એક એવા રજાવળ ડેમના હેઠવાસના વિસ્તારમાં આવેલો છે. મુખ્ય રોડ કરતા કોઝવે નું લેવલ 10 ફૂટ કરતાં વધારે નીચું છે. જેના કારણે વરસાદી વાતાવરણમાં ઢાળ ઉતરતા સમયે વાહનો સ્લીપ થઈ જવાના બનાવો બને છે. ચોમાસા દરમ્યાન કોઝવે નું ધોવાણ થઈ જતા ગામલોકોની રજૂઆત બાદ તંત્ર દ્વારા માત્ર માટીનું પુરાણ કરી દેવામાં આવે છે. પરંતુ વરસાદ આવતા માટીનું ફરી ધોવાણ થઈ જાય છે. અને પરિસ્થિતિ એની એ જ રહે છે. જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. હાલ પણ કોઝવે નું ધોવાણ થઈ જતા મોટા મોટા ખાડા પડી ગયા છે. તેમજ સતત પાણી વહેતું હોવાના કારણે પરિસ્થિતિનો અંદાજ નહીં લગાવી શકવાના કારણે અકસ્માતો સર્જાય છે. ગામલોકો દ્વારા પુલ બનાવી આપવા અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં વારંવાર તૂટી રહેલા કોઝવે ન કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
વિઓ ૨:
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં શેત્રુંજી, ખારો અને રજાવળ મળી કુલ ત્રણ ડેમ આવેલા છે. જેમાં રજાવળ ડેમ માંડવડા ૧ અને ૨ ની વચ્ચે આવેલો છે. આ ડેમનું નિર્માણ થયા બાદ ચોમાસા દરમ્યાન વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થતા તેના પાણી કોઝવે પર ફરી વળતા આજુબાજુના ૧૫ જેટલા ગામોને જોડતો રોડ નીચા કોઝવે ના કારણે બંધ થઈ જાય છે. કોઝવે ન સ્થાને પુલ બનાવી આપવા ગામલોકો વારંવાર માંગ કરી રહ્યા છે. પરંતુ કોઝવે નું ધોવાણ થઈ ગયા બાદ તંત્ર દ્વારા લાખોનો ખર્ચ કરવામાં તો આવે છે. પરંતુ કોઝવે ન સ્થાને પુલ બનાવવામાં આવતો નથી, ગામલોકોની કહેવું છે. જે અત્યાર સુધીમાં કોઝવે પાછળ જેટલા રૂપિયાનો વેડફાટ થયો તેના કરતા પણ ઓછા ખર્ચે પુલ બની ગયો હોત, પરંતુ તંત્ર દરવર્ષે માત્ર રિપેરિંગ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરી સરકારી નાણાનો વેડફાટ કરી રહ્યું છે. ત્યારે હવે ફરી ચોમાસામાં પડતી ભારે હાલાકીના કારણે ગામલોકો દ્વારા કોઝવે ન સ્થાને નવા પુલનું નિર્માણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
બાઈટ: શૈલેષભાઈ ચૌહાણ, પશુપાલક, બાખલકા ગામ.
બાઈટ: દલપતભાઈ સરવૈયા, સામાજિક કાર્યકર, ભાદાવાંવ ગામ.
બાઈટ: પ્રતાપભાઇ રાઠોડ, રત્નકલાકાર, માંડવડા - ૧.
બાઈટ: મુકેશભાઈ ચૌહાણ, સ્થાનિક, ઢૂંઢસર ગામ.
બાઈટ: લાલજીભાઈ ચૌહાણ, સરપંચ, માંડવડા.
વોક થ્રુ: નવનીત દલવાડી, ભાવનગર.
13
Report
DPDhaval Parekh
FollowAug 06, 2025 09:17:04Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : સ્ટોરી આઇડિયા
સ્લગ : NVS SPORTS COMPLEX VIVAD
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 02 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એંકર : નવસારીના બીલીમોરા શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્મિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને સ્વિમિંગ પૂલના મોટા ઉપાડે થયેલા લોકાર્પણ બાદ પણ નાગરિકો માટે ખુલ્લુ ન મુકતા શહેરમાં અનેક તર્ક વિતર્ક ઉઠ્યા છે. વિપક્ષે પાલિકાના શાસકોને ઘેરવાનો પ્રયાસ કર્યો, જેમાં શાસકોએ ટેકનિકલ કારણો આગળ ધરી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ટૂંક સમયમાં શરૂ કરવાનો સૂર છેડ્યો હતો.
વી/ઓ : નવસારીને અડીને આવેલા બીલીમોરા શહેરમાં બે વર્ષ પૂર્વે કરોડોના ખર્ચે મંજૂર થયેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્વિમિંગ પૂલ બનાવવાની શરૂઆત થઈ હતી. વહીવટદારના શાસન દરમિયાન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ પૂર્ણ થઈ શક્યું નહીં, જેમાં પણ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં જિમ્નેશિયમના સાધનો પડ્યા પડ્યા કટાઈ ગયા હોવાની ફરિયાદો પણ વિપક્ષે કરી હતી. બાદમાં બીલીમોરામાં ફરી ભાજપ બહુમતી સાથે સત્તા પર આવતા અધૂરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના કામને વેગ આપ્યો, પરંતુ એમાં પણ હરખ પદુડા બનેલા શાસકોએ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં ટેકનીકલી ઘણી ગુંચ હોવા છતાં દોઢ મહિના અગાઉ 8 જૂન, 2025 ના રોજ નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટિલના હસ્તે લોકાર્પણ કરાવી દીધુ હતું. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું લોકાર્પણ થતાં શહેરીજનોને અને ખાસ કરીને બાળકો, યુવાનો અને રમતવીરોને રમત માટે મળેલી નવી સુવિધાનો ઉપયોગ કરવાનો ઉત્સાહ હતો. પરંતુ બીલીમોરા પાલિકાના શાસકોની જૂની આદત પ્રમાણે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ લોકાર્પણ થયાના 52 માં દિવસે પણ નાગરિકો માટે બંધ છે. જેને કારણે શહેરના રમતવીરોમાં નિરાશા છે અને પાલિકાની આળસ સામે રોષ પણ છે. જ્યારે વિપક્ષ પાલિકાએ સાંસદ, ધારાસભ્ય અને બીલીમોરાના નાગરિકોની ગરિમા પણ ન જાળવી હોવાના આક્ષેપો સાથે વિરોધનો સૂર છેડ્યો છે. સાથે જ વહેલી તકે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નાગરિકો માટે ખુલ્લુ મૂકવામાં આવે એવી માંગ કરી છે.
બાઈટ : ચિંતન પટેલ, બેડમિંટન ખેલાડી, બીલીમોરા
બાઈટ : મલંગ કોલિયા, વિપક્ષી નગરસેવક, બીલીમોરા નગર પાલિકા
વી/ઓ : બીલીમોરા શહેરને વિકાસના પંથે લઈ જવાની વાતો કરતા શાસકો પાલિકામાં ચાલતા કરોડોના પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં ઢીલા સાબિત થયા છે. જેમાં પણ લાંબા સમય બાદ પૂર્ણ થયેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ કોઈ એજન્સીને કોન્ટ્રાક્ટ ઉપર આપી દેવાની અને નાગરિકોને રાહતદરે જિમ્નેશ્યમ, સ્વિમિંગ પૂલ વગેરેની સુવિધા મળી રહે એના ભાવો નક્કી કર્યાની માહિતી મળી છે. પરંતુ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું સંચાલન પાલિકાએ કરવું જોઇએની લાગણી પણ લોકોમાં છે. ત્યારે કેટલાક ટેકનિકલ કારણોને કારણે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ લોકાર્પણ બાદ પણ શરૂ કરી શકાયું નથી, પણ ટૂંક સમયમાં લોકો માટે ખુલ્લું મૂકવાનો રાગ પાલિકાના કારોબારી સમિતિના પ્રમુખે ગાયો છે.
બાઈટ : મનીષ પટેલ, પ્રમુખ, બીલીમોરા નગર પાલિકા
વી/ઓ : કરોડો રૂપિયા ખર્ચી બીલીમોરાના યુવાનો તેમજ રમતવીરો માટે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની સુવિધા બીલીમોરા પાલિકાએ ઉભી તો કરી, પણ પ્લાનિંગનો અભાવ કે વહીવટની અણઆવડત જેના કારણે લોકાર્પણ થયા બાદ પણ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ લોકો માટે બિનઉપયોગી બની રહ્યું છે.
14
Report
CPCHETAN PATEL
FollowAug 06, 2025 09:16:52Surat, Gujarat:
બ્રેકીંગ
આવતા તહેવારો નિમિતે પોલીસ દ્વારા કાર્યવાહી
કતારગામ અને સિંગણપોર પોલીસ વિસ્તારમા કાર્યવાહી
તહેવારોમા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસની કામગીરી
વર્ષ દરમિયાન પકડાયેલ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી
શરીર સબંધી અને લિસ્ટેડ બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં આવી
તમામ આરોપીઓ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા
આરોપીઓ ગુનાઓ ના કરે માટે પોલીસ દ્વારા સમજાવવામા આવ્યા
બાઇટ..પીનાકીન પરમાર..ડીસીપી
14
Report
CPCHETAN PATEL
FollowAug 06, 2025 09:00:36Surat, Gujarat:
સુરત બ્રેક.....
લિંબાયત વિસ્તારમાં ચોરીની ઘટના.....
લિંબાયત ડુભાલ ટેનામેન્ટમાં ચપ્પલ ચોરીની ઘટના.....
ચપ્પલ ચોરી કરતા ચોરના સીસીટીવી આવ્યા સામે....
જૂની ચપ્પલ મૂકી અને ઘર આગળ મૂકેલી ચપ્પલ પહેરીને જતા શખ્સ જોવા મળ્યો.....
ચપ્પલ ચોરીના સીસીટીવી થયા વાયર.......
14
Report
CPCHETAN PATEL
FollowAug 06, 2025 09:00:31Surat, Gujarat:
સુરત બ્રેક
ડમ્પર ચાલકો વિરુદ્ધ સુરત પોલીસની લાલ આંખ
નો એન્ટ્રી અથવા પુરપાટ ઝડપે દોડી રહેલા ડમ્પરો સામે કાર્યવાહી
ડમ્પર અને ટ્રક ને કબ્જે લેવામાં આવ્યા
અત્યાર સુધી ડ્રાયવર પાસે ફક્ત દંડ વસુલવામાં આવતો હતો
હવે વાહનો કબ્જે કરી આરટીઓ મેમો ફટકારવામાં આવી રહ્યો છે
ગતરોજ ડમમ્પર ચાલકે વાહન ચાલકને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું
હાલ 30 થી વધુ ભારે વાહનો કબ્જે કરાયા
વન ટુ વન..એસીપી ટંડેલ
13
Report
MDMustak Dal
FollowAug 06, 2025 09:00:25Jamnagar, Gujarat:
જામનગર... મુસ્તાક દલ
જામનગર શહેરમાં ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ ફરસાણ વિક્રતાને ત્યાં દરોડા...
શહેરના મીઠાઈ ફરસાણની દુકાનમાં મીઠાઈના નમૂના લેવામાં આવ્યા...
જેમાં પેડા, બરફી, જાંબુ સહિતની વસ્તુઓ ચેક કરી સેમ્પલીંગ કરવામાં આવ્યા...
આ તમામ સેમ્પલ લીધા બાદ તેના પરીક્ષણ માટે વડોદરા લેબ. માં મોકલવામાં આવશે...
ખાસ કરીને તહેવાર દરમિયાન તાજું ફરસાણ અને મીઠાઈ લોકોને મળી રહે તે માટે ચેકીંગ કાર્યવાહી...
આ કાર્યવાહી કરવામાં આવતા અન્ય મીઠાઈ ફરસાણ ના વેપારીઓમાં ફફડાટ...
બાઈટ:- દશરથસિંહ પરમાર, ફુડ વિભાગ, અધિકારી JMC
14
Report
GDGaurav Dave
FollowAug 06, 2025 09:00:19Rajkot, Gujarat:
SLUG - 0608ZK_LIVE_RJT_AROGYA_RAID
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75
એન્કર - શ્રાવણ મહિનામાં ઉપવાસ કરતા શ્રદ્ધાળુઓની આસ્થા સાથે વેપારીઓ ચેડાં કરી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફરાળી વાનગીઓનું વેંચાણ કરતા વેપારીઓને ત્યાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ભક્તિનગર સર્કલ નજીક આવેલા જલારામ ચોકમાં આવેલા જલારામ ફરસાણમાં દરોડો કર્યો હતો. જેમાં ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું હતું. ફૂડ વિભાગે 85 કિલો વાસી પેટીસ અને 5 કિલો મકાઈના લોટનો નાશ કર્યો હતો. જોકે ફરાળી વાનગીઓનું વેંચાણ કરતા જલારામ ફરસાણના માલીક દિનેશભાઇએ કહ્યું હતું કે. આરોગ્ય વિભાગે કરેલા દરોડામાં અમારી દુકાનમાં પેટીસમાં નાખતા મકાઈના લોટનો ઉપયોગ ન કરવાની સૂચના આપી છે અને સ્ટાર્ચનો ઉપયોગ કરવા સૂચના આપી છે. જે અંગે RMCના ફૂડ સેફટી અધિકારી કે. જે. સરવૈયાનું નિવેદન આપ્યું હતું જેને કહ્યું હતું કે. દર સોમવારે પેટીસને લઈને ચેકીંગ કરવામાં આવે છે. જલારામ ફરસનમાં તપાસ કરતા મકાઈના લોટનો ઉપયોગ સામે આવ્યો હતો. સ્થળ પર જ પેટીસના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગે લોકોને અપીલ કરી હતી કે. ફરાળી પેટીશમાં ટેપીયા સ્ટાર્ચ,પોટેટો સ્ટાર્ચ અને શીંગોળાના લોટ ઉપયોગ કરવો જોઇએ. તપખીરના નામે મકાઇના લોટનો વપરાશ ન થાય તેની તકેદારી રાખવી જોઇએ. વેપારી લાઇવ પેટીશ તૈયાર કરતા હોય ત્યારે આ બાબતની ચકાસણી કરવી જોઇએ. ઉલ્લેખનીય છે કે. વેપારી સસ્તો નફો કમાવવા માટે પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આ પ્રકારના લોટનો ઉપયોગ કરવા થી શ્રદ્ધાળુની આસ્થા સાથે ચેડાં થાય છે. જો આ નમૂના લઇ તપાસ અર્થે મોકલવામાં આવે તો તેનું પરિણામ 15 થી 20 દિવસે આવતું હોય છે.
વોક થ્રુ - ગૌરવ દવે
વન ટુ વન - કે.જે,સરવૈયા,ફૂડ ઇન્સપેક્ટર,RMC
13
Report
HBHimanshu Bhatt
FollowAug 06, 2025 08:18:40Morbi, Gujarat:
Slug 0608ZK_MRB_MOHAN_JAVAB
Format PKG
Reporter HIMANSHU BHATT
Feed 0608ZK_MRB_MOHAN_JAVAB
Date 06/08/2025
Location MORBI
APPROVAL VISHALBHAI
એન્કર
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામ પાસે મગફળીના ગોડાઉનમાંથી 1212 ગુણી મગફળીની ચોરી થયેલ છે જે બાબતે નાફેડના ડાયરેક્ટર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ચોરીની આ ઘટના બાબતે ગુનો નોંધાયો છે અને આરોપીને પકડી લેવામાં આવ્યો છે જો કે, જે ગોડાઉનમાંથી ચોરી કરવામાં આવેલ છે તે ગોડાઉનમાં સીસીટીવી કેમેરા ન હતા જે cwc ની ગંભીર બેદરકારી છે.
વિઓ
સરકાર દ્વારા ટેકાના ભાવે જે મગફળીની ખરીદી કરવામાં આવે છે તેને cwc ના ગોડાઉનમાં રાખવામાં આવતી હોય છે અને મગફળીના જથ્થામાં અવારનવાર આગ લાગવાની ઘટના તથા મગફળીના જથ્થાની ચોરી કરવાની ઘટનાઓ સામે આવતી હોય છે આવી જ રીતે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા ના જેતલસર ગામ પાસે cwc નું ગોડાઉન આવેલ છે તે ગોડાઉનમાં રાખવામાં આવેલ મગફળીના જથ્થામાંથી 1212 ગુણી મગફળીના જથ્થાની ચોરી કરવામાં આવી હતી જે બનાવ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને તેના આધારે આરોપીઓને પણ પકડી લેવામાં આવ્યા છે તેવી માહિતી નાફેડના ડાયરેક્ટર મોહનભાઈ કુંડારીયા દ્વારા આપવામાં આવી હતી અને તેમના કહેવા મુજબ cwc ના ગોડાઉનમાં રાખવામાં આવેલ મગફળીના જથ્થામાં આગ લાગે અથવા ચોરી થાય આવી કોઈ પણ ઘટના હોય તો તેના માટે cwc જવાબદાર હોય છે તેમાં સરકારને કોઈ નુકસાન થતું નથી જોકે જે ગોડાઉનમાંથી મગફળીના જથ્થાની ચોરી કરવામાં આવેલ છે તેમાં મોટા માથાનો હાથ છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે અને ચોરી થઈ તે ગોડાઉનમાં સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા ન હતા જે cwc ની ગંભીર બેદરકારી છે.
બાઈટ 1: મોહનભાઇ કુંડારિયા, ડાયરેક્ટર, નાફેડ
14
Report