Back
મણિપુરમાં સિક્યુરિટી ગાર્ડની હત્યા: શોકમાં ગામવાસીઓ!
TDTEJAS DAVE
Aug 15, 2025 09:30:28
Mehsana, Gujarat
એન્કર; - કડી તાલુકાના મણીપુર ગામની સીમમાં આવેલ ખાનગી કંપની ઓરડીમાં રહેતા પરપ્રાંતીય આધેડની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવાતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ઘટનાની જાણ થતા કડી અને બાવલુ પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.
વિઓ; -1 કડી તાલુકાના મણીપુર ગામની સીમમાં આવેલ હરિશચંદ્ર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ઓરડીમાં રહેતા હિમાચલ પ્રદેશના સિક્યુરિટી ગાર્ડની તેના જ બનેવી અને અન્ય એક વ્યક્તિએ ધારિયાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાવલુ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી બનેવી ની અટકાયત કરી લીધી હતી.તેમજ ફરાર થયેલ અન્ય એક વ્યક્તિને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.કડી તાલુકાના મણીપુર ગામની સીમમાં આવેલ હરિશચંદ્ર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ઓરડીમાં હિમાચલ પ્રદેશના રાજપુત ઓમકારસિંહ સોનમલ અને તેમના બનેવી મહેન્દ્રસિંહ મગજીભાઈ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. ઓરડીઓ તેમજ કમ્પાઉન્ડમાં પડેલ સર સામાન અને મશીનરી ની સાચવવા સિક્યુરિટી તરીકે નોકરી કરતા હતા અને તે જ ઓરડીમાં રહેતા હતા. ઓમકારસિંહ સોનમલ છેલ્લા 30 વર્ષથી ઓરડીમાં રહેતો હતો અને છેલ્લા એકાદ વર્ષથી તેમના બનેવી મહેન્દરસિંહ મગજીરામ તેમની સાથે નોકરી કરવા આવ્યા હતા બંને જણા કંપનીની ઓરડીમાં રહેતા હતા. ઉત્તર પ્રદેશનો દિવાનસિંહ ભીમસિંહ મૃતક ઓમકારસિંહ નો મિત્ર હતો. તે ક્યાં રહેતો અને ક્યાં નોકરી કરતો તેની પોલીસ તપાસ કરી રહી છે
બાઈટ; -હાર્દિક પ્રજાપતિ-- -- -- -- -- ડીવાયએસપી
કડી
વિઓ; -2 તારીખ 12- 8-2025 રાત્રિના સમયે ઓમકારસિંહ અને તેમના બનેવી મહેન્દ્રસિંહ તેમજ તેમનો મિત્ર દિવાનસિંહ ત્રણે વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ધારીયા થી હુમલો કરતા ઓમકાર સિંહનું ઘટના સ્થળે મોત થયું હતુ. તારીખ 13-08-2025 ના રોજ ઘટનાની જાણ થતા કડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે બનાવ સ્થળ બાવલુ પોલીસ સ્ટેશનની હદનો હોય બાવલુ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ ઘટના સ્થળે આવી ત્યારે હત્યારો બનેવી મહેન્દ્રસિંહ બનાવ સ્થળે હાજર હતો પોલીસે તેની પુછપરછ કરતા પોલીસ ના ઘણા પ્રશ્નો ના જવાબ ના આપી શક્યો, પોલીસે તપાસ કરતા અને મૃતકના પરિચિતના નિવેદનના આધારે મૃતકના બનેવી મહેન્દ્રસિંહ અને મિત્ર દિવાનસિંહ સામે હત્યાનો ગુનો નોંધી હત્યારા બનેવી મહેન્દ્રસિંહ ની અટકાયત કરી હતી. હત્યાનું કારણ હજુ અકબંધ છે
બાઈટ; -હાર્દિક પ્રજાપતિ-- -- -- -- -- ડીવાયએસપી કડી
મૃતક ઓમકારસિંહ ના મૃતદેહનું કડી સરકારી હોસ્પિટલ પીએમ કરાવી બાવલુ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના પરિચિત ના નિવેદન આધારે મૃતકના બનેવી મહેન્દ્રસિંહ અને મિત્ર દિવાનસિંહ સામે હત્યાનો ગુનો નોંધી હત્યારા બનેવી મહેન્દ્રસિંહની અટકાયત કરી હતી. તેમજ ફરાર આરોપી દીવાનસિંહ ને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
9
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
Rajula, Gujarat:
જીએચસીએલ વોકેશનલ સ્કીલ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ -જાફરાબાદમાં ૭૯ મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી
આજ રોજ ૧૫મી ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ જીએચસીએલ વોકેશનલ સ્કીલ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ જાફરાબાદ ખાતે વિટીઆઇ ના એચ.ઓ.ડી શ્રી અજીતસિંહ બારડ સાહેબના માર્ગદર્શન પ્રમાણે ભારતની આઝાદીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ભારતના તિરંગા ને આન બાન અને શાન સાથે સલામી આપવામાં આવી હતી. આજ રોજ જીએચસીએલ લીમીટેડ ના જનરલ મેનેજર શ્રી જે વી જોશીસાહેબ દ્વારા ફ્લેગ હોસ્ટીંગ કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં શ્રી જોશી સાહેબ, શ્રી આરીફભાઈ માજોઠી, શ્રી અંકુરભાઇ રૂડકિયા, શ્રી મીતેશભાઇ મકવાણા અને મહેન્દ્રભાઈ મજેઠીયા પોતાની ટીમ સાથે ઉપસ્થિત રહયા હતા તથા વીટીઆઈ જાફરાબાદ અને વિટીઆઇ વિક્ટરના તાલીમાર્થીઓ પોતાના વાલી સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહયા
0
Report
CPCHETAN PATEL
FollowAug 15, 2025 10:35:01Surat, Gujarat:
એન્કર :"નો ડ્રગ્સ ઇન સુરત સીટી" અભિયાન અંતર્ગત સુરતના સચિન વિસ્તારમાંથી પોલીસે "પોશ ડોડા"નામના નશીલા પદાર્થ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો.આરોપી પાસેથી 688 ગ્રામ પોશ ડોડા અને 300 ગ્રામથી વધુનો ભુક્કો મળી 53 હજારથી વધુની મત્તા નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આરોપી નશીલો પદાર્થ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હતો તેની વધુ તપાસ સચિન પોલીસે હાથ ધરી છે.
વી ઓ 1 :ગુજરાત પોલીસ દ્વારા હાલ "નો ડ્રગ્સ ઇન સુરત સીટી "અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.ડ્રગ્સ ના કારોબાર સાથે જોડાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.ડ્રગ્સ ના કાળા કારોબારને નીસ્તોનાબૂદ કરવા શહેર પોલીસ ભારે કમરકસી રહી છે.ત્યારે સુરતના સચિન વિસ્તારમાંથી નશાના કારોબાર સાથે સંકળાયેલા ઇસમને ઝડપી પાડ્યો છે.
સચિન પોલીસને માહિતી મળી હતી કે, કનકપૂર કંસાડ ખાતે આવેલ આણંદ મંગલ સોસાયટીના એક મકાનમાં છાપો માર્યો હતો.જ્યાંથી 688 ગ્રામ પોશ ડોડા અને 355 ગ્રામ પોશ ડોડા નો ભુક્કો ઝડપી પાડ્યો હતો.જ્યારે રોકડા રૂપિયા મોબાઈલ સહિત 53 હજારથી વધુની મત્તા ના મુદ્દામાલ સાથે આરોપી મનોહરલાલ ભગવાનરામ બિશ્નોઇ ની ધરપકડ કરી હતી.
આરોપીની પૂછપરછ માં પોતે સચિન વિસ્તારમાં પૂઠાં કાપવાનું કામ કરે છે.આરોપી પોતે આ પોશ ડોડા નો જથ્થો રાજસ્થાન થી લાવ્યો હતો.જ્યાં પોતે પોશ ડોડા નો નશો કરવા લાવ્યો હોવાની કબુલાત આરોપીએ કરી છે.જો કે આરોપીની વાત પોલીસના ગળે ઉતરે નથી.જેથી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ સચિન પોલીસે હાથ ધરી છે.
બાઈટ :રાજેશ પરમાર (ડીસીપી સુરત પોલીસ)
વી ઓ 2 :આરોપી પાસેથી મળી આવેલ નશાકારક માદક પદાર્થ પોશ ડોડા એ ગાંજાની બીજી નસલ છે.જે પોશ ડોડામાં ગાંજા કરતા પણ વધુ નશો રહેલો હોય છે.નશાકારક માદક પદાર્થ સાથે ઝડપાયેલા આરોપીનો હાલ કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવ્યો નથી.પરંતુ આરોપી પાસેથી મળી આવેલ નશાકારક માદક પદાર્થ અંગેની પૂછપરછ માં રાજસ્થાન નેટવર્ક બહાર આવ્યું છે.આરોપી ખરેખર આ માદક પદાર્થ પોતાના વ્યસન માટે લાવ્યો હતો કે કેમ ? આરોપી નશાનો આ જથ્થો રાજસ્થાનના કયા વિસ્તારમાંથી અને કોની પાસેથી લાવ્યો હતો તેવા તમામ સવાલોના જવાબ મેળવવા સચિન પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
...
સુરત બ્રેક
ગેર કાયદેસરના માદક પોશ ડોડા (પોપીસ્ટ્રો) ના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો
સચિન પોલીસે આરોપીની કરી ધરપકડ
પોસ ડોડા (પોપીસ્ટ્રો) ૦.૬૮૮ કિ.ગ્રામ,પોશ ડોડા (પોપીસ્ટ્રો) નો જીણો ભુક્કાનુ ૦.૩૫૫ કિ ગ્રામ ,મોબાઈલ ફોન નંગ-૦૧ , રોકડા રૂ.૨૬,૭૧૦/- ઇલેકટ્રીક મીક્ષર સ્ટીલના જાર સાથે નંગ-૦૧ કબ્જે કર્યો
મનોહરલાલ ભગવાનરામ બિશ્નોઇની ધરપકડ કરાય
બાઈટ..રાજેશ પરમાર..ડીસીપી
5
Report
CPCHETAN PATEL
FollowAug 15, 2025 10:34:56Surat, Gujarat:
સુરત બ્રેક
ગ્રીનવોલએન્ટરપ્રાઇઝફર્મના નામે છેતરપીંડી કરનાર આરોપી ઝડપાયો
આરોપીઓએ સ્ટોકમાર્કેટમાં ટ્રેડીંગમાટે ફરીયાદી તથા અન્ય લોકો પાસેથી પૈસા લીધા હતા
રૂ 4.84 કરોડ ઉઘરાવી લેવાયા હતા
ટેડીંગના હિસાબની બેકઓફીસ સાઈડબંધકરી ભાગી છૂટ્યા હતા આરોપી
રોકાણકારોના રૂપીયા નહી ચુકવતા મામલો આર્થિક ગુના નિવારણ શાખામાં પહોંચ્યો હતો
આરોપી હિરેન કૌશિકભાઈ જાદવની ધરપકડ કરાય
નિમિત્ત શાહ ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો
પોલીસે નિમિત્ત ની શોધખોળ હાથ ધરી
4
Report
LJLakhani Jaydeep
FollowAug 15, 2025 10:32:16Dwarka, Gujarat:
વીઓ 01:- આજે જન્માષ્ટમીના પવિત્ર તહેવારના આગલા દિવસે ગુજરાત માં દ્વારકાધીશજી નું મંદિર એ ખૂબ પવિત્ર સ્થાન પર અનેક લોકો દર્શનાર્થે આવતા હોય છે આજે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા છે ભગવનના ચરણોમાં પ્રાર્થના કરી છે કે હે દ્વારકાધીશ અમારા ગુજરાતનું ગુજરાતીઓનું મારા દેશ વાસીઓનું કલ્યાણ થાય ભગવાન દ્વારકાધીશ હંમેશાં અને ગીતા ઉપદેશમાં પણ કહ્યું છે કે ન્યાય અને અન્યાય હોય ત્યારે ન્યાય ન પક્ષે ઊભા રહેવું.કર્મ કરો ફળની ઈચ્છા ન રાખો. સાચા માર્ગે કરો.ભગવાનના ચરણોમાં પાઠના કરી છે સ્વાર્થ માટે સંઘર્ષ નહીં જાહેર સેવા કરવા પુરુષાર્થ કરવા માટે મનોબળ અને શક્તિ પ્રાપ્ત કરાવે એમના આશીર્વાદ બન્યા રહે.આપણો ધર્મ એ સંકુચિત નથી જે જગત આપડે કહીએ છીએ વિશ્વનું કલ્યાણ ઇચ્છતા હોઈએ છીએ એ પ્રાર્થના સાથે પવિત્ર સાતમના દિવસે ભગવાનના દર્શન કરવાનો લાભ પ્રાપ્ત થયો.
બાઈટ :- શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ નેતા
વીઓ 02 :- લોકશાહીમાં લોકોના હાથમાં એ અધિકાર છે કે કોણે સત્તા આપવી દેશ આઝાદ થયો ત્યાર થી લઈ ને આપણી લોકશાહીએ પરિપક્વ રહી ક્યારે કોઈએ પણ આપણા ચૂંટણી તંત્ર પર ક્યારે શંકા નથી કરી એનું કારણ એટલું જ હતું ચૂંટણી પંચ ની નિમણૂક 3 વ્યક્તિઓએ કરવાની રહેતી વડા પ્રધાન,વિરોધ પક્ષ નેતા અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રહેતા આ ત્રણ લોકો ભેગા થઈ ને નક્કી કરતા તટસ્થ નમો આવતા અને ચૂંટણી પંચ સામે દુનિયામાં કોઈએ શંકા કરવાનો સવાલ નહતો જો ભાજપે કઈ ખોટું કરવું જ નહતું સત્તા નો દૂર ઉપયોગ કરવોજ નહતો તો આ પરંપરા ને બદલાવી નહતી.સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ને કાઢી પોતાની સરકારના એક મંત્રી એટલે પ્રધાન મંત્રી અને ગૃહમંત્રી અને સામે એક માત્ર વિરોધ પક્ષના નેતા ત્રણ જણા થયા એટલે 2 ની બહુમતી થઈ મનફાવે એવા નેતાઓ ચૂંટણી પંચ માં નિમણૂક કરવાના અને પછી દૂર ઉપયોગ કરવાનો નાના રૂમમાં 80 લોકો રહેતા હોય એ સંભવ જ નથી પણ મત માટે થઈ ને આ બધું કરવાનું હું પોતે બિહારનો પ્રભારી હતો તો શું મારો મત બિહાર ની ચૂંટણી આવે તો ત્યાં આપવા જવાઈ ભાજપ ના નેતા બિહારમાં ચૂંટણી આવે છે એટલે ગુજરાત ના નેતા બિહારના મતદાર બને આ કેટલા અંશે વાજબી છે આ રીતે તટસ્થ ચૂંટણી ને કલુષિત કરવાનું કામ સામે અમારી લડત રાહુલ ગાંધીએ ઉઠાવી છે નક્કર પુરાવા સાથે કરી છે નામદાર સુપ્રીમ કોર્ટ પણ જ્ઞાન લઈ રહી છે ત્યારે આપડા દેશમાં તટસ્થ ચૂંટણી થાય.
5
Report
NDNavneet Dalwadi
FollowAug 15, 2025 09:32:27Bhavnagar, Gujarat:
રિપોર્ટર: નવનીત દલવાડી.
લોકેશન: ભાવનગર.
તારીખ: ૧૫/૦૮/૨૦૨૫.
સ્ટોરી: પેકેજ.
એપ્રુવલ: ડેસ્ક.
સ્લગ: ભાવનગરમા શીતળા સાતમે ભરાયેલા ભાતિગળ મેળામાં ભાવિકોની ભીડ.
એંકર:
ભાવનગર શહેરના ઘોઘારોડ પર આવેલા શીતળા માતાજીના સાનિધ્યમાં ભવ્ય ભાતિગળ લોકમેળો યોજાયો હતો, સાતમ નિમિતે ભરાતા લોકમેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો, શીતળા સાતમના આ મેળામાં શહેર અને ગ્રામ્ય પંથકમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોય જેના કારણે પોલીસ વિભાગ દ્વારા અહીં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે.
વિઓ ૧:
શ્રાવણ માસના તહેવાર હોય અને મેળોના ભરાય તો જ નવાઈ લાગે, સૌરાષ્ટ્રને મેળાનો મલક કહેવામાં આવે છે, અહીં અલગ અલગ તહેવારોમાં વિવિધ પ્રકારના ભાતીગળ, લોકમેળા ભરાતા હોય છે, ત્યારે ભાવનગર શહેરમાં પણ આજે ઘોઘા રોડ ઉપર આવેલા મોટા શીતળા માતાજીના સાનિધ્યમાં શીતળા સાતમ નિમિત્તે શીતળામાતા મંદિર મહોત્સવ સમિતિ દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, ભાવનગરના રાજવી પરિવાર દ્વારા 150 વર્ષ પૂર્વે શીતળા માતાજીનું મંદિર બંધાવી સ્થાપના કરવામાં આવી હતી, વર્ષોની પરંપરા મુજબ શીતળા માતાના મંદિરે ભાતિગળ મેળો ભરાય છે, એ મેળામાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, શીતળા સાતમને ટાઢી સાતમ પણ કહેવામાં આવે છે, લોકો સાતમના દિવસે શીતળા માતાજીના મંદિરે દર્શને આવતા લોકો રાંધણ છઠ્ઠ ના રોજ બનાવેલું ટાઢું ભોજન આરોગે છે, શીતળા માતાજીને કુલેર ની પ્રસાદી ધરી ભક્તો એ પ્રસાદી ભોજન સાથે આરોગતા હોય છે, અહીંયા પરંપરાગત લોકમેળાનું વર્ષોથી આયોજન કરવામાં આવે છે, માતાજીની માનતા રાખ્યા બાદ પોતાના ઘરે બાળકનો જન્મ થતા માતાજીને શ્રદ્ધાપૂર્વક પારણું ધરવામાં આવે છે, લોકમેળામાં બાળકોના મનોરંજન માટે અલગ અલગ પ્રકારની રાઇડ પણ મુકવામાં આવી છે, તેમજ વિવિધ પ્રકારના રમકડાંના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે, આજે શીતળા સાતમે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય કોઈ અનિચ્છનિય બનાવ ન બને એ માટે અહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
બાઈટ: મયુર પરમાર, શ્રદ્ધાળુ, ભાવનગર.
બાઈટ: ભરત મોણપરા, ઉપપ્રમુખ, શીતળામાતા મંદિર મહોત્સવ સમિતિ.
વોક થ્રુ, નવનીત દલવાડી, ભાવનગર.
11
Report
UPUMESH PATEL
FollowAug 15, 2025 09:32:04Valsad, Gujarat:
Approved By Vishal
1508ZK_VLS_MUTTU_GANG
એન્કર : જો તમને કોઈ સસ્તા ભાવે વિદેશી ચલણી નોટ આપવાનું કહે તો તમને વાત માં આવી વિદેશી ચલણી નોટ લેશો નહિ જો તમે સસ્તા ભાવે ચલણી નોટ લેવા જોશો તો તમને એ ક્યાંક પડી શકે છે ભારી..શુ છે આ વિદેશી ચલણી નોટનું રહસ્ય અને કેમ 5 લોકોએ આ ચલણી નોટના કારણે જાવું પડ્યું જેલ જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં
વિઓ 01 : વલસાડ શહેરમાં 10 ઓગસ્ટના દિવસે આફતાબ અસ્ફાકભાઈ ઘાસવાલા નામના વ્યકિ્તને 100 દિરહામની ચલણી નોટ સસ્તા ભાવે આપવાની વાત કરી 1436 દિરહામની નોટ 5 લાખમાં આપવાની લાલચ આપી હતી..જે બાદ આફતાબ ઘાસવાલા પરથી 1 લાખ રૂપિયા આ ગેંગ લઈ લેવામાં આવ્યા હતા જે દિરહામનું બદલ એક રૂમાલમાં બાંધી આફતાબને આપી આરોપીઓ બાઈક ઉપર ત્યાં થી જતા રહ્યા હતા જે બાદ આફતાબ દ્રારા દિરહામ નોટ નું બંદલ ખોલતાં ઉપર નીચે ની નોટ ઓરિઝન હતી બાકી બંદલ માંથી કાગળ મળી આવતા તેમના સાથે છેતરપીંડી થઈ હોવાની જાણ થતાં વલસાડ સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસની ટિમ દ્રારા અલગ અલગ ટિમો બનાવી તપાસ હાથ ધરતા સીટી પોલીસની ટીમને બાતમી મળી હતી કે વાપી ખાતે આ ગેંગ ફરી છેતરપીંડી કરવા આવવાની હોવાની માહિતી મળતા પોલિસ દ્રારા તાત્કાલિક પોલીસની ટિમ વાપી ખાતે પોહચી 5 જેટલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે
બાઈટ : ડો કરનરાજ વાઘેલા વલસાડ જિલ્લા પોલીસ વડા
વિઓ 02 : વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે જિલ્લા પોલીસ દ્રારા મુથ્થુ ગેંગના 5 જેટલા સભ્યો ને ઝડપી પાડવામાં આવ્યા છે મુથ્થુ ગેંગ દ્રારા વિદેશી ચલણી નોટ નું બંદલ બતાવી લોકો સાથે છેતરપીંડી કરતા હતા કાગળના બંદલ ઉપર 2 કે 3 નોટ ઓરિઝન મૂકી વચ્ચે કાગળ મૂકી લોકોને બતાવતા હતા અને ત્યાર બાદ લોકોને વિશ્વાસમાં લઈ છેતરપીંડી કરતા હતા પોલીસ દ્રારા પકડાયેલા આરોપીની વાત કરી એ તો
1 મહંમદહ ફીરદોષ શેખ
2 બબલુ અબુખાન
3 આશીક ખાન
4 ફારૂક મહંમદ મલીક શેખ
5 જહાના બીબી શહાબુદ્દીન માફેલ સૈયદ આ પાંચ આરોપી ઓ દ્રારા એક બીજાની મદદ કરી અલગ અલગ લોકોને વિદેશી ચલણી નોટ સસ્તા ભાવે આપવાની લાલચ આપી છેતરપીંડી કરતા હોવાનું સામે આવ્યું છે સાથે પોલીસને આરોપીઓ પાસે થી પોલીસને 17 જેટલા અલગ અલગ કંપની ઓના સિમ કાર્ડ અને 12 જેટલા ફોન મળ્યા છે આરોપીઓ પકકડાય ન જાય એ માટે gps વગરના મોબાઈલ ફોન નો ઉપયોગ કરતા હતા
બાઈટ : ડો કરનરાજ વાઘેલા જિલ્લા પોલીસ વડા
વિઓ 03 : વલસાડ જિલ્લામાં વિદેશી ચલણ બતાવી છેતરપિંડી કરતી મુથ્થુ ગેંગના 5 જેટલા સભ્યો ને વલસાડ જિલ્લા પોલીસ દ્રારા ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે તો જિલ્લા પોલીસ દ્રારા આ ગેંગ દ્રારા અન્ય લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોય તો પોલીસ નો સંપર્ક કરવા અપીલ કરાઈ છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ
13
Report
NJNILESH JOSHI
FollowAug 15, 2025 09:30:33Vapi, Gujarat:
સ્ટોરી એપ્રુવલ પઠાણ
એન્કર -
આજે પારશીઓ નું નવું વર્ષ એટલે નવરોઝ..દેશ અને દુનિયા ભરના પારસીઓ નવા કેલેન્ડર વર્ષ ના પ્રથમ દિવસ ની નવરોઝ તરીકે ઉજવણી કરી રહ્યા છે.. આજે પારશીઓ ના સૌથી મોટા ધર્મ સ્થળ વલસાડ ના ઉદવાડા માં પારશીઓ એ પોતાના ઇસ્ટ દેવ પવિત્ર આશત બહેરામ ની પૂજા અર્ચના કરી હતી ,ઉદવાડા પહોંચેલા પારસી બંધુઓ એ એકબીજા ને નવા વર્ષ ની સુભેચ્છા પાઠવી હતી.મહત્વપૂર્ણ છે કે..પોતાના ધર્મ ની રક્ષા માટે પોતાનું વતન ઈરાન છોડી દરિયાઈ માર્ગે આશરા ની શોધ માં નીકળેલા પારસીઓ ને આખરે ભારતમાં આશરો મળ્યો હતો.ભારત માં વર્ષો પહેલા ગુજરાત ના સંજાણ બંદરે આવેલા પારસીઓ માટે આજનો દિવસ ખુશીઓ નો દિવસ છે ,ઈરાન થી સંજાણ બંદરે આવેલા પારસીઓએ પોતાને આશરો આપનાર સંજાણ ના જાદિ રાણા ને આપેલા વચન પ્રમાણે આજે પણ પારસીઓ ભારત માં .. દૂધ માં સાકળ ભળે તેમ દરેક સમાજ સાથે ભળી ગયા છે ,આજે પારસીઓ ના કેલેન્ડર ના નવા વર્ષ ની સરુઆત થઇ છે , .પારશીઓ નું કાશી એવા સૌથી મોટા ધર્મ સ્થળ વલસાડનું ઉદવાડા દેશ અને દુનિયામાં વસતા દરેક પારશી માટે સૌથી મોટું પવિત્ર ધર્મ સ્થળ છે, ,આજે ઉદવાડા પહોંચી પારસી બંધુઓ એ ઇષ્ટ દેવ આતસ બહેરામ ની પૂજા અર્ચના કરી હતી.
બાઈટ- 1 વડા દસ્તુર ખુરશશેદ કેકોબાદ પારસીઓ ના ધર્મગુરુ, ઉદવાડા
બાઈટ: ફિનાશ બેન દર્શનાથી
બાઈટ ઝીણાઝ ચીપિયા દર્શનાથી
બાઈટ યુનુસ ચિનાઈ
ftp/vapi/August 25/15.8.25/zk1508_parshi_fastival/1visual/4bite.
9
Report
DPDhaval Parekh
FollowAug 15, 2025 08:48:24Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : ડે પ્લાન
સ્લગ : NVS SWATANTRATA PARVA
એન્કર : ભારત આજે આઝાદીનો 79 મો સ્વાતંત્ર્ય દિન ઉજવી રહ્યો છે. નવસારીમાં રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઇના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ.
વી/ઓ : નવસારી જિલ્લા કક્ષાની 79 માં સ્વતંત્રતા પર્વની બીલીમોરાની વી. એસ. પટેલ આર્ટસ એન્ડ સાયન્સ કૉલેજના મેદાનમાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય પર્વ ઉપર ગુજરાતના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુ દેસાઈના હસ્તે તિરંગો ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. નાણાં મંત્રીએ પરેડની સલામી ઝીલી સ્વાતંત્ર્ય દિનની સૌ નાગરિકોને શુભકામનાઓ આપી હતી. સાથે જ તેમણે ગુજરાત સાથે નવસારીની વિકાસ ગાથાને વર્ણવી, લોકોને રાષ્ટ્ર હિત પ્રથમનો ભાવ હરહંમેશ હૈયે રાખવાનું આહ્વાન કર્યુ હતું. આ પ્રસંગે નવસારી જિલ્લામાં વર્ષ દરમિયાન પ્રશંસનિય અને મહત્વપૂર્ણ કામગીરી કરનાર કર્મચારીઓ અને અધિકારીઓ તથા નાગરિકોનું મંત્રી અને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિ પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે પોલીસ જવાનોએ શૌર્ય કરતબો તેમજ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉપસ્થિતોમાં દેશ્બદાઝ જગાવી હતી.
બાઈટ : કનુ દેસાઈ, નાણાં અને ઉર્જા મંત્રી, ગુજરાત સરકાર
13
Report
CPCHETAN PATEL
FollowAug 15, 2025 08:35:30Surat, Gujarat:
સુરત બ્રેક
ગેર કાયદેસરના માદક પોશ ડોડા (પોપીસ્ટ્રો) ના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો
સચિન પોલીસે આરોપીની કરી ધરપકડ
પોસ ડોડા (પોપીસ્ટ્રો) ૦.૬૮૮ કિ.ગ્રામ,પોશ ડોડા (પોપીસ્ટ્રો) નો જીણો ભુક્કાનુ ૦.૩૫૫ કિ.ગ્રામ ,મોબાઈલ ફોન નંગ-૦૧ , રોકડા રૂ.૨૬,૭૧૦/- ઇલેકટ્રીક મીક્ષર સ્ટીલના જાર સાથે નંગ-૦૧ કબ્જે કર્યો
મનોહરલાલ ભગવાનરામ બિશ્નોઇની ધરપકડ કરાય
બાઈટ..રાજેશ પરમાર..ડીસીપી
14
Report
SCSHAILESH CHAUHAN
FollowAug 15, 2025 08:33:39Idar, Gujarat:
એપ્રુવલ આઈડિયા
સાબરકાંઠા-શૈલેષ ચૌહાણ
15.08.25
ફીડ ftp
સ્ક્રીપ્ટ-2c
એન્કર
પ્રાંતિજમાં આજે જીલ્લા કક્ષાના 79 સ્વાતંત્ર પર્વે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ધ્વજ વંદન કરાવ્યું હતું.જીલ્લાના અલગ અલગ વિભાગના 57 કર્મચારીઓનું વિશિષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું.
વીઓ-૦૧
સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજમાં અવર ઓન હાઇસ્કુલના મેદાનમાં આજે જીલ્લા કક્ષાનો 79 સ્વાતંત્ર પર્વેની ઉજવણી કરવામાં આવી હતી.રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ધ્વજ વંદન કરાવ્યું હતું.ત્યારબાદ પરેડનું નિરીક્ષણ કર્યું હતું.ત્યારબાદ સંબોધન કર્યું હતું.અલગ અલગ ત્રણ સ્કુલના વિધાર્થીઓએ દેશભક્તિના ગીતો રજુ કર્યા હતા.તો જીલ્લામાં અલગ અલગ વિભાગના 57 કમર્ચારીઓએ કરેલ વિશિષ્ટ કામગીરીની બિરદાવીને સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.અને પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.
બાઈટ-આયુસી જૈન,પ્રાંત અધિકારી પ્રાંતિજ
14
Report
RMRaghuvir Makwana
FollowAug 15, 2025 08:33:30Botad, Gujarat:
DATE-15-08-2025
SLUG-1508 ZK BTD INDEPENDENCE DAY
FORMET-PKG
SEND-FTP
REPORTER-RAGHUVIR MAKWANA-9724305108
APPROVAL-STORY IDEA
બોટાદ.
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિનું અનોખું મિલન જોવા મળ્યું.
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે સ્વતંત્રતા પર્વની ઉજવણી.
હનુમાનજી દાદાને ખાસ રાષ્ટ્રધ્વજ તિરંગાના રંગોથી શોભતા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા.
હનુમાનજી દાદાના સિંહાસનની આસપાસ અને તિરંગાનો શણગાર કરવામાં આવ્યો.
મંદિર પરિસરમાં પણ દરેક જગ્યાએ તિરંગાનો કરાયો શણગાર.
કિંગ ઓફ સારંગપુર હનુમાનજી ની મૂર્તિ ની આસપાસ પણ તિરંગાનો કરાયો શણગાર.
સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય શણગાર ના કરી રહ્યાં છે દર્શન.
બાઈટ-વિવેકસાગર સ્વામી કોઠારી
13
Report
RMRaghuvir Makwana
FollowAug 15, 2025 08:33:18Botad, Gujarat:
DATE-15-08-2025
SLUG-1508 ZK BTD CYBER CRIME
FORMET-PKG
SEND-FTP
REPORTER-RAGHUVIR MAKWANA-9724305108
APPROVAL-VISHAL BHAI
એન્કર.
બોટાદ સાયબર ક્રાઈમ પોલીસે સાળંગપુર મંદીરના નામે ફેક વેબસાઇટ બનાવી રૂમ બુકીંગના નામે ભક્તો સાથે છેતરપિંડી કરતો આરોપીને ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી લીધો, આરોપીએ ૪૨ જેટલી ફેક વેબસાઈટ બનાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી.
વીઓ.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ વિશ્વપ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર સાથે સંબંધિત નકલી વેબસાઈટ બનાવીને ભક્તો પાસેથી રૂમ બુકિંગના બહાને પૈસા ઉઘરાવનાર સાયબર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીને ઉત્તરપ્રદેશ થી ધરપકડ કરવામાં આવી.
આરોપી અમરજીત કુમાર સન/ઓફ અમરસિંહ મોતીલાલ ઉ.વ.આ-૨૮ ધંધો-ડીજીટલ માર્કેટીંગ, રહે-નાગલા ભાગવંત તા.પટીયાલી જી.કાસગંજ, ઉત્તરપ્રદેશ
જે ઓનલાઈન પ્લેટફોર્મ પર સારંગપુર ટ્રસ્ટ ધર્મશાળાના નામે ફેક વેબસાઈટ બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી હરિભક્તોને બુકિંગ માટે લલચાવતો હતો.
ભક્તો દ્વારા પસંદ કરાયેલ રૂમ માટે પેમેન્ટ કર્યા બાદ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા મળતી ન હતી, જેથી હરિભક્તોએ મંદિર ટ્રસ્ટ મા ફરિયાદ કરેલ જેથી મંદિર ટ્રસ્ટે બોટાદ સાયબર ક્રાઈમ પોલીસને ફરીયાદ કરતા
સાયબર ક્રાઈમ પોલીસેઆરોપી સામે કલમ ૩૩૬(૨)(૩)(૪), ૩૩૮, ૩૧૮(૪), ૩૧૬(૨), તથા આઇ.ટી. એક્ટ. કલમ ૬૬(સી), (ડી) મુજબનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
વીઓ.
સાયબર ક્રાઈમ પોલીસે આરોપીની ઓળખ કરીને
ફોર્ડ ના ગુન્હામાં સંડોવાયેલ આરોપી અમરજીત કુમાર સન/ઓફ અમરસિંહ મોતીલાલ ને ઉત્તરપ્રદેશ રાજ્ય ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. સાયબર ક્રાઈમ પોલીસે આરોપીની તપાસ કરતા આરોપી Hostinger ડોમેઇન સર્વરનો ઉપયોગ કરીને -૧૬ ફેક વેબસાઇટ તથા Godaddy ડોમેઇન સર્વરનો ઉપયોગ કરી ૨૬ વેબસાઇટો બનાવેલ કુલ ૪૨ ફેક વેબસાઈટ બનાવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે,
ત્યારે સાઈબર ક્રાઈમ પોલીસે આરોપીની વધુ તપાસ માટે રીમાન્ડ ની માંગણી કરવા કોર્ટમાં રજૂ કરાયો.
બાઈટ - 1- કે. એફ. બળોલીયા - એસ. પી. બોટાદ.
14
Report
GPGaurav Patel
FollowAug 15, 2025 08:18:38Ahmedabad, Gujarat:
સ્વતંત્રતાદિનની ગુજરાત કોંગ્રેસ કાર્યાલયે ઉજવણી
કાર્યકરો સાથે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કર્યું ધ્વજવંદન
રાજ્યના નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી
સ્વતંત્રતા દિને અમિત ચાવડાનું નિવેદન
પરિણામની ચિંતા વગર બીજી આઝાદીની લડત લડવાનો સંકલ્પ લેવાનો છે
બેરોજગારી, ભુખમરી, અધિકારી રાજ સામે આઝાદીની લડત લડીશું
કાચા મનના લોકો આ લડત નહીં લડી શકે, સ્વતંત્રસેનાની જેવો જુસ્સો કેળવવો પડશે
બોલવાની, લખવાની અને આચાર વિચારની આઝાદી મેળવવાની છે
અંગ્રેજો સામે જે રીતે ગુજરાતથી અવાજ ઉઠ્યો હતો એવો જ અવાજ ઉઠશે
વોટ ચોરોથી દેશને આઝાદી અપાવવાનો સંકલ્પ કર્યો છે
બાઇટ અમિત ચાવડા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ
14
Report
GPGaurav Patel
FollowAug 15, 2025 08:18:34Ahmedabad, Gujarat:
વડાપ્રધાનની GST જાહેરાત અંગે અમિત ચાવડાની પ્રતિક્રિયા
જાહેરાતો અને વાયદાઓ ખૂબ થયા પરંતુ પૂર્ણ નથી થતા
બે કરોડ યુવાઓને રોજગાર, ૧૫ લાખ, વિદેશથી કાળું નાળું ના વાયદાઓ અપાયા જ હતા
મોંઘવારી વધી રહી છે, શિક્ષણ મોંઘું થયું અને સરકારી ભરતી નથી થતી
મેદસ્વિતા ઘટાડવાનો સંકલ્પ રાજ્ય સરકારે લીધો છે, તેમને ભૂખમરો હટાવવાનો સંકલ્પ લેવો જોઈએ
બાઇટ અમિત ચાવડા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ
14
Report