Back
સુરેન્દ્રનગરમાં રીક્ષા અકસ્માત: 40 ફુટની કુવામાં પડ્યા પાંચ લોકો!
SPSANDHI PARVEZ MAYURBHAI
Sept 03, 2025 15:17:47
Sundar Nagar, Himachal Pradesh
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના જુના જશાપર ગામે રીક્ષા કાર્બોસેલ ના ગાળેલા 40 ફુટ કુવામાં પડી
મોટા ભડલા ગામનો પરીવાર રીક્ષામાં બેસી અને જતો હતો ત્યારે નડયો અકસ્માત
બંધ ખાણમાં રીક્ષા પડતા રીક્ષામાં સવાર પાંચ લોકોને થઇ ઇજાઓ
ઘટનાની જાણ થતા ઇટાચી મશીનથી લોકોને ખાણમાંથી બાહાર કાઢી સારવાર માટે ખસેડાયા
રીક્ષા અકસ્માત એ બંધ કાર્બોસેલ ના કુવામાં ખાબકી હતી
9
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowSept 03, 2025 18:00:41Ahmedabad, Gujarat:
અમદાવાદ
મંગળવારે સરખેજના શકરી તળાવમાં બોટ પલટી ખાતા ત્રણ યુવકોના મોત મામલો
24 કલાકની અંદર સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થયો
ચાર યુવાનો શકરી તળાવની વચ્ચે બોટ લઈ મજાક મસ્તી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો
મૃતક યુવકો અને વીડિયોમાં દેખાતા યુવકો એક જ છે કે અલગ તેને લઈ પોલીસે શરૂ કરી તપાસ
વિડીયો દૂરથી લેવાયો હોવાથી મૃતક યુવકો અને વીડિયોમાં દેખાતા યુવકોની ઓળખ અઘરી
0
Report
AKArpan Kaydawala
FollowSept 03, 2025 17:16:09Ahmedabad, Gujarat:
અમદાવાદ
શહેરના પશ્ચિમ તરફના વિસ્તારોમાં વરસાદ
જુદા જુદા વિસ્તારમાં મધ્યમ વરસાદી ઝાપટા
અમુક વિસ્તારમાં ધોધમાર વરસાદ
Wkt
5
Report
AKAshok Kumar
FollowSept 03, 2025 17:15:19Junagadh, Gujarat:
એન્કર
જુનાગઢની હેલ્થ પ્લસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓગસ્ટ 2023માં બનેલી એક દુ:ખદ ઘટનાએ ખાનગી હોસ્પિટલોની જવાબદારી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. બે સગર્ભા મહિલાઓના મૃત્યુ અને ત્રણ મહિલાઓની કિડની ફેઈલ થવાના ગંભીર મામલે બે વર્ષ બાદ પોલીસે કડક કાર્યવાહી કરી છે. હોસ્પિટલના ત્રણ સંચાલકોની ધરપકડ કરીને તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ચાલો, જાણીએ આ ગંભીર મામલાની વિગતો.
વૉઇસઓવર (VO):
ઓગસ્ટ 2023માં, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ જુનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલમાં દાખલ થયેલી કેટલીક સગર્ભા મહિલાઓનું સિઝેરિયન ઓપરેશન કરવામાં આવ્યું હતું. આમાંથી પાંચ મહિલાઓની તબિયત ઓપરેશન બાદ અચાનક બગડી. તેમના લીવરમાં સોજો આવ્યો, સીરમ ક્રિએટિનાઈનનું સ્તર વધ્યું, અને ચેપ લાગવાને કારણે તેમની કિડની ફેઈલ થઈ. આ ઘટનામાં ટીંબાવાડીના હિરલબેન આકાશભાઈ મિયાત્રા અને માણાવદરના જીંજરી ગામના હર્ષિતાબેન ભરતભાઈ બાલસનું રાજકોટમાં સારવાર દરમિયાન દુ:ખદ અવસાન થયું. બાકીની ત્રણ મહિલાઓ—મોનિકાબેન નરેન્દ્રભાઈ વાણીયા, તૃપ્તિબેન અલ્પેશભાઈ કોચા, અને સોમૈયા ઝૈદ કચરા—આજે પણ આ બેદરકારીના પરિણામો ભોગવી રહ્યા છે. મોનિકાબેન અને તૃપ્તિબેન બે વર્ષથી ડાયાલિસિસ પર છે. જ્યારે સોમૈયા દવાઓના સહારે જીવન જીવી રહ્યા છે.
વૉઇસઓવર (VO):
આ ઘટના બાદ પીડિત પરિવારોની ફરિયાદ પર રાજ્ય સરકારે એક વિશેષ તપાસ સમિતિની રચના કરી. તપાસમાં હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી, જેમાં ઈન્ફેક્શન નિવારણ અને સારવારના પ્રોટોકોલનું પાલન ન કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું. 2024માં, ફરિયાદી આકાશ મિયાત્રાની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે હોસ્પિટલના બે ગાયનેકોલોજિસ્ટ—ડો. હેમાક્ષી કોટડીયા અને ડો. ડાયના અજુડીયા—અને ત્રણ સંચાલકો સામે IPCની કલમ 304, 308, અને 114 હેઠળ ગુનો નોંધ્યો. સ્ટેટ ફોરેન્સિક લેબોરેટરી, ભાવનગર વિભાગીય નિયામક, અને ગાંધીનગર આરોગ્ય વિભાગની તપાસમાં પણ હોસ્પિટલની બેદરકારી સ્પષ્ટ થઈ. આ પુરાવાઓના આધારે, બી ડિવિઝન પીઆઈ એ. બી. ગોહિલે સોમવારે હોસ્પિટલના સંચાલકો સલીમ મુસાભાઈ બારેજિયા, જુનેદભાઈ ઝકરિયા પલ્લા, અને સૌહિલ હબીબભાઈ સમાનીની ધરપકડ કરી. મંગળવારે કોર્ટે તેમને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો.
બાઈટ: હિતેશ ધાંધલિયા, ડીવાયએસપી, જુનાગઢ
"આ મામલે જુનાગઢ આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા રચાયેલી તપાસ સમિતિના રિપોર્ટમાં હોસ્પિટલની બેદરકારી દર્શાવાઈ છે. એસએસએલ, ભાવનગર વિભાગીય નિયામક, અને ગાંધીનગર આરોગ્ય વિભાગની કમિટીઓના રિપોર્ટમાં પણ સ્પષ્ટ થયું છે કે હોસ્પિટલે ઈન્ફેક્શન નિવારણ અને સારવારના પ્રોટોકોલનું પાલન કર્યું નથી. આ પુરાવાઓના આધારે સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે."
વૉઇસઓવર (VO):
આ ઘટના સમયે ડો. હેમાક્ષી કોટડીયાને હાઈકોર્ટે આગોતરા જામીન આપ્યા હતા, જ્યારે ડો. ડાયના અજુડીયા સામે પૂરતા પુરાવા ન મળ્યા. હેલ્થ પ્લસ હોસ્પિટલ હવે બંધ કરાઈ છે. અને તે જ જગ્યાએ સાંગાણી હોસ્પિટલ શરૂ થઈ છે. આ ઘટનાએ ખાનગી હોસ્પિટલોની સારવારની ગુણવત્તા અને દર્દીઓની સલામતી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 03, 2025 16:31:15Modasa, Gujarat:
અરવલ્લી
અરવલ્લી માં રાત્રિ દરમ્યાન વરસ્યો વરસાદ
બાયડ , ધનસુરા , મોડાસા , માલપુર સહિતના પંથકમાં વરસાદ
તેજ પવન સાથે વરસ્યો વરસાદ વરસાદ
વરસાદથી વાતાવરણ માં ઠંડક પ્રસરી
3
Report
AKArpan Kaydawala
FollowSept 03, 2025 16:15:30Ahmedabad, Gujarat:
અમદાવાદ
એંકર
અમદાવાદ ના સત્તાધાર વિસ્તારમાં આવેલા ફ્લેટમાં રહેતા 31 વર્ષીય પુત્રને છેલ્લા ઘણા સમયથી લગ્નની ઉતાવળ હતી. લગ્ન કરાવી આપવા અને છોકરી શોધી આપવા માટે તે અવાર નવાર માતા-પિતા અને બહેન સાથે ઘરમાં ઝગડા કરતો હતો. લાંબા સમયથી ઝઘડા કરીને માતા-પિતા અને બહેનને હેરાન કરનાર આ યુવકે ગત મંગળવારે પણ ઘરમાં ઝઘડો કરી તેની માતાને માર માર્યો હતો. પુત્રએ માતાને પીઠના ભાગે મુક્કા માર્યા હતા. માતાને પીઠની અંદરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા પુત્રી સહિતના લોકોએ સારવાર માટે ખસેડી હતી જ્યાં વૃદ્ધ માતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
વિઓ _1
પોલીસ ગિરફત માં આવેલ આરોપી ને લગ્ન ની એટલી ઉતાવળ હતી કે તેના માતા પિતા ને છોકરી શોધવા માં મોડુ થઈ રહ્યું હતું જેથી તેને પોતાની માતાની હત્યા કરી નાખી.. જોકે તેને અગાઉ બેન ઉપર પણ હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે. 2 sep ના રોજ લગ્ન ની બાબતે ફરી બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ આરોપીએ પીઠ ના ભાગે માતા ને મારતા માતા નુ મોત થયું છે. એ બાબતે આરોપી ની બહેન ફરિયાદ આપતા આરોપી ની ધરપકડ કરી છે..
બાઈટ : જયેશ બ્રહ્મભટ્ટ, એસીપી- a ડિવિઝન
વિઓ_2
ઘટના ની વાત કરીએ તો સતાધારમાં આવેલા વર્ધમાન કૃપા ફ્લેટમાં મયંકભાઇના પરિવારમાં પત્ની પારૂલબેન, પુત્રી નક્શી અને પુત્ર વ્રજનો સમાવેશ થાય છે. પુત્ર વ્રજે કમ્પ્યૂટર એન્જિનિયરનો અભ્યાસ કર્યો હતો અને વર્ષ 2018 થી 2024 સુધી કેનેડા માં પણ રહી ને આવ્યો છે અને બેકાર બેઠો હતો. છેલ્લા ઘણા સમયથી વ્રજ અવાર નવાર માતા પિતા સાથે લગ્ન બાબતે ઝઘડા કરતો હતો. ગત મંગળવારે રાત્રે વ્રજે અચાનક જ તમે મારા લગ્ન કેમ નથી કરાવતા, છોકરી કેમ નથી શોધતા તેમ કહીને ઝઘડો કર્યો હતો. બાદમાં ઉશ્કેરાયેલા વ્રજે માતા પારૂલબેનને પીઠના ભાગે મુક્કા માર્યા હતા. પારૂલબેનને ગંભીર ઇજાઓ પહોંચતા તે રડવા લાગ્યા હતા. જેથી તેમની પુત્રી તેમને સારવાર માટે સોલા સિવિલ લઇ ગઇ હતી. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે પારૂલબેનને મૃત જાહેર કર્યા હતા.
બાઈટ: જયેશ બ્રહ્મભટ્ટ, એસીપી, a ડિવિઝન
વિઓ _3
આ મામલે સોલા પોલીસને જાણ કરાતા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પુત્ર આરોપી વ્રજ મયંકભાઇ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે અને આગળ ની તપાસ શરૂ કરી છે.
અર્પણ કાયદાવાલા. ઝી મીડિયા. અમદાવાદ
0
Report
GPGaurav Patel
FollowSept 03, 2025 16:01:03Ahmedabad, Gujarat:
ક્રેડાઇ ગુજરાતના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી સાથે કરી શુભેચ્છા મુલાકાત
ક્રેડાઇ નેશનલ પ્રેસીડન્ટ શેખર પટેલ વાઇસ પ્રેસિડેન્ટ આશીષ પટેલ
ક્રેડાઇ ગુજરાત ચેરમેન પરેશ ગજેરા ક્રેડાઇ ગુજરાત પ્રેસિડન્ટ તેજશ જોષી સહિતના હોદ્દેદારો રહ્યા હાજર
રાજ્યના ૩૦ સીટી ચેપ્ટરના એશોસીએશન પ્રેસિડન્ટ તથા મુખ્ય ડેવલપર રહ્યા હાજર
મુખ્યમંત્રીએ રાજ્યના વિકાસ હિતમાં અવરોધક બાબતના યોગ્ય નિકાલની આપી ખાત્રી
0
Report
GPGaurav Patel
FollowSept 03, 2025 16:00:57Ahmedabad, Gujarat:
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં અનામતને લઈ વિવાદ
દસાડા-પાટડીના ધારાસભ્ય પી કે પરમારના અનામતને લઈ વિવાદિત બોલ
ઓબીસીમાં સમાવિષ્ટ સમૃદ્ધ જ્ઞાતિઓ અનામતનો લાભ લઈ જતી હોવાનો દાવો
ઓબીસીની કેટલીક સમૃદ્ધ જ્ઞાતિઓ અનામતનો લાભ લઈ જાય છે:પી કે પરમાર
ધારાસભ્ય તરીકે હું એ સ્વીકારું છું કે કેટલીક સમૃદ્ધ જ્ઞાતિઓ અનામતનો લાભ લઈ જાય છે:પરમાર
સમૃદ્ધ જ્ઞાતિઓ આપણા ભાગની અનામત લઈ જાય છે:પરમાર
આ બાબતે સમાજે જાગવાની જરૂર, ભાજપ સરકાર પણ આ દિશામાં કામ કરી રહી છે:પરમાર
વસ્તી ગણત્રીમાં જેની જેટલી વસ્તી એનો એટલો હિસ્સો એ દિશામાં કામ કરાશે:પરમાર
જેનો જેટલો હિસ્સો એટલી એને અનામત મળે એવા પ્રયત્ન:પરમાર
પાટડીમાં યોજાયેલ વિદ્યાર્થી સન્માન સમારોહમાં પી કે પરમારે આપ્યું હતું નિવેદન
અનામત અંગેની પી કે પરમારનું નિવેદન હાલ સોશિયલ મીડિયામાં વાયરલ
0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 03, 2025 15:18:29Sundar Nagar, Himachal Pradesh:
સુરેન્દ્રનગર
બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં કરાવ્યું કાયદાનું ભાન
વિજય પટગીર સહિતના બે શખ્સો પ્રોહીબિશન સહિતના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીનું કાઢવા આવ્યું સરઘસ
અલગ અલગ પોલીસ મથક ના ગુનામાં સંડોવાયેલા શખ્સોનું કરાયું રીકન્ટ્રક્શન
આ કાર્યવાહી દરમિયાન એલસીબી એસઓજી તેમજ સ્થાનિક પોલીસ આરોપીઓને કરાવ્યું કાયદાનું ભાન
પોલીસ સ્ટાફ દ્વારા આરોપીઓને મુખ્ય માર્ગો પર ફેરવી કરાયું કાયદાનું ભાન
તેમના ઘરે લઈ જઈ તપાસ હાથ ધરવામાં આવી
8
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 03, 2025 15:17:40Sundar Nagar, Himachal Pradesh:
સુરેન્દ્રનગરઃ
સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા તાલુકાના ખારાઘોઢા ગામે ગ્રામસભામાં થયો હંગામો
ગ્રામસભામાં સરપંચ અને લોકો વચ્ચે બીભત્સ શબ્દોનો ઉપયોગ થયો હોવાના આક્ષેપ સાથે વિડીયો થયો વાયરલ
ગ્રામસભામાં મહિલાઓ હાજર હોવા છતા બીભત્સ શબ્દોનો ઉપયોગ થતા થઇ બોલાચાલી
દશાડા તાલુકાના ખારાઘોઢા ગામ ગ્રામસભાભાં હંગામો થતા અને બીભત્સ શબ્દોનો ઉપયોગ થયા હોવાના આક્ષેપ સાથે વિડીયો થયો વાયરલ
વિડીયો કયારનો છે તે જાણી શકાયુ નથી આ વિડીયોની પુષ્ટિ zee 24 કલાક નથી કરતુ
4
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 03, 2025 14:45:49Modasa, Gujarat:
અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ
મોડાસા-શામળાજી હાઈવે પર ધોધમાર વરસાદ
મોડાસા ના ગ્રામ્ય પંથકમાં વરસાદ
જીવનપુર, ઈસરોલ, સહિત વિસ્તારમાં વરસાદ
બે દિવસ ના વિરામ બાદ ફરી વરસાદ
ભારે ગરમી અને ઉકળાટથી વાતાવરણ માં ઠંડક પ્રસરી
2
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 03, 2025 14:45:20Modasa, Gujarat:
અરવલ્લી
ભિલોડા અને મેઘરજમાં ધોધમાર વરસાદ
ભિલોડા સહિત ગ્રામ્ય વિસ્તારો માં પણ તોફાની વરસાદ
અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં ઠંડક પ્રસરી
નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાયા
5
Report
DSDM Seshagiri
FollowSept 03, 2025 13:35:28Hyderabad, Telangana:
The incident took place in Essex, when the students were returning after participating in Ganesh Visarjan celebrations.
Two students from India were killed in a road accident in the United Kingdom on Monday.
The incident took place in Essex, when the students were returning after participating in Ganesh Visarjan celebrations. According to local reports, a vehicle that the students were travelling in collided with another also occupied by students on the A130 Dual Carriageway at the Rayleigh Spur roundabout.
Nine students were injured in the accident.
Among the victims were Chaitanya Tarre (23) from Nadargul and Rishiteja Rapolu(21) from Boduppal both in Hyderabad.
Chaitanya, who moved to London just eight months ago to pursue his Master's degree after completing his BTech, died on the spot. Rishiteja died while undergoing treatment at a hospital.
Five students were admitted to the Royal London Hospital following the crash. Among them, Sai Goutham Ravulla (30) is on ventilation, while Nuthan Thatikayala has been left partially paralysed.
The other injured students, Yuva Teja Reddy Gurram, Vamshi Golla, and Venkata Sumanth Pentyala, are also undergoing treatment.
The two students who were driving the cars involved in the collision, Gopichand Batamekala and Manohar Sabbani, have been taken into custody by UK police. An investigation is underway to determine the circumstances that led to the accident.
4
Report
CPCHETAN PATEL
FollowSept 03, 2025 13:35:18Surat, Gujarat:
સુરત :- બીઆરટીએસ બસનો કહેર સામે આવ્યો
સુરત ના અમરોલી ચાર રસ્તા પાસે ઘટના બની
પૂરપાટ ઝડપે દોડતી બીઆરટીએસ બસે યુવકના પગ કચડ્યા
સ્થાનિક લોકોમાં આક્રોશ
પ્રશિક્ષિત ડ્રાઈવર લેવા બીઆરટીએસ કોન્ટ્રાક્ટરો ને અપીલ
4
Report
NJNILESH JOSHI
FollowSept 03, 2025 12:35:58Vapi, Gujarat:
દાદરા નગર હવેલી ના દાદરા વિસ્તાર ની ઘટના
જાહેર રસ્તા પર થી નવજાત શિશુ નો મૃતદેહ મલી આવ્યો
રાહદારીઓ અને વાહન ચાલકો એ પોલીસ ને કરી જાણ
શિશુ ના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ કરાવવા સહિત ની હાથ ધરી તપાસ
નવજાત શિશુના મૃતદેહ ને અહીં કોણ ફેંકી ગયું એ અંગે હાથ ધરી તપાસ
બાઈટ - કમલેશ દેસાઈ ઉપસરપંચ દાદરા
5
Report