Back
બેંકના નિવૃત કર્મચારીઓએ શરૂ કરી ભુખ હડતાળ, શું મળશે તેમની માંગ?
GPGaurav Patel
Aug 05, 2025 13:31:58
Ahmedabad, Gujarat
બેંકના નિવૃત કર્મચારીઓ એક દિવસની ભુખ હડતાળ પર
કે ઓર્ડીનેશન ઓફ બેંક પેન્શનર્સ એન્ડ રીટાયરીઝ ના નેજા હેઠળ એક દિવસના પ્રતિક ઉપવાસ
અમદાવાદ કલેક્ટર ઓફીસ નજીક ૫૦૦ થી વધુ પેન્શનરોનો ઉપવાસ
પેન્શનમાં વધારો કરવા તથા પડતર માંગણીઓ પુર્ણ કરવાની માંગ સાથે કર્યા સુત્રોચાર
બેંક પેન્શનરોની માંગ
નિવૃત કર્મચારીઓના પેન્શન માં સમયાંતરે અપગ્રેડેશન કરવામાં આવે
પેન્શનમાં વિવિધ ભથ્થાનો સમાવેશ કરવામાં આવે
તબીબી વિમા પ્રિમીયમ નો ખર્ચ જાહેર ક્ષેત્રની બેંકો ભોગવે
એસબીઆઇમાં નિવૃત્તિ અધિકારીઓને પગારનું ૫૦ ટકા પેન્શન લાગુ કરવામાં આવે
વર્ષ ૨૦૨૪ અને વર્ષ ૨૦૨૫ માટે એક્સ ગ્રેસીયા ચુકવણીમાં વધારો કરવામાં આવે
પેન્શનરોના સંગઠનોને વાટાઘાટો માટેના અધિકાર આપવામાં આવે
પેન્શનરોના માંધવારી ભથ્થાની ચુકવણીમાં વિસંગતતાઓનું નિરાકરણ કરવુ
પેન્શનરોએ પોતાની પડતર માંગણીઓને લઇને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું
બાઇટ કમાલ કાદરી મહામંત્રી, એસબીઆઇ પેન્શનર એશોશીએશન અને કન્વીનર સીબીપીઆરઓ
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GDGaurav Dave
FollowAug 06, 2025 09:00:19Rajkot, Gujarat:
SLUG - 0608ZK_LIVE_RJT_AROGYA_RAID
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75
એન્કર - શ્રાવણ મહિનામાં ઉપવાસ કરતા શ્રદ્ધાળુઓની આસ્થા સાથે વેપારીઓ ચેડાં કરી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફરાળી વાનગીઓનું વેંચાણ કરતા વેપારીઓને ત્યાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ભક્તિનગર સર્કલ નજીક આવેલા જલારામ ચોકમાં આવેલા જલારામ ફરસાણમાં દરોડો કર્યો હતો. જેમાં ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું હતું. ફૂડ વિભાગે 85 કિલો વાસી પેટીસ અને 5 કિલો મકાઈના લોટનો નાશ કર્યો હતો. જોકે ફરાળી વાનગીઓનું વેંચાણ કરતા જલારામ ફરસાણના માલીક દિનેશભાઇએ કહ્યું હતું કે. આરોગ્ય વિભાગે કરેલા દરોડામાં અમારી દુકાનમાં પેટીસમાં નાખતા મકાઈના લોટનો ઉપયોગ ન કરવાની સૂચના આપી છે અને સ્ટાર્ચનો ઉપયોગ કરવા સૂચના આપી છે. જે અંગે RMCના ફૂડ સેફટી અધિકારી કે. જે. સરવૈયાનું નિવેદન આપ્યું હતું જેને કહ્યું હતું કે. દર સોમવારે પેટીસને લઈને ચેકીંગ કરવામાં આવે છે. જલારામ ફરસનમાં તપાસ કરતા મકાઈના લોટનો ઉપયોગ સામે આવ્યો હતો. સ્થળ પર જ પેટીસના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગે લોકોને અપીલ કરી હતી કે. ફરાળી પેટીશમાં ટેપીયા સ્ટાર્ચ,પોટેટો સ્ટાર્ચ અને શીંગોળાના લોટ ઉપયોગ કરવો જોઇએ. તપખીરના નામે મકાઇના લોટનો વપરાશ ન થાય તેની તકેદારી રાખવી જોઇએ. વેપારી લાઇવ પેટીશ તૈયાર કરતા હોય ત્યારે આ બાબતની ચકાસણી કરવી જોઇએ. ઉલ્લેખનીય છે કે. વેપારી સસ્તો નફો કમાવવા માટે પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આ પ્રકારના લોટનો ઉપયોગ કરવા થી શ્રદ્ધાળુની આસ્થા સાથે ચેડાં થાય છે. જો આ નમૂના લઇ તપાસ અર્થે મોકલવામાં આવે તો તેનું પરિણામ 15 થી 20 દિવસે આવતું હોય છે.
વોક થ્રુ - ગૌરવ દવે
વન ટુ વન - કે.જે,સરવૈયા,ફૂડ ઇન્સપેક્ટર,RMC
0
Report
HBHimanshu Bhatt
FollowAug 06, 2025 08:18:40Morbi, Gujarat:
Slug 0608ZK_MRB_MOHAN_JAVAB
Format PKG
Reporter HIMANSHU BHATT
Feed 0608ZK_MRB_MOHAN_JAVAB
Date 06/08/2025
Location MORBI
APPROVAL VISHALBHAI
એન્કર
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામ પાસે મગફળીના ગોડાઉનમાંથી 1212 ગુણી મગફળીની ચોરી થયેલ છે જે બાબતે નાફેડના ડાયરેક્ટર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ચોરીની આ ઘટના બાબતે ગુનો નોંધાયો છે અને આરોપીને પકડી લેવામાં આવ્યો છે જો કે, જે ગોડાઉનમાંથી ચોરી કરવામાં આવેલ છે તે ગોડાઉનમાં સીસીટીવી કેમેરા ન હતા જે cwc ની ગંભીર બેદરકારી છે.
વિઓ
સરકાર દ્વારા ટેકાના ભાવે જે મગફળીની ખરીદી કરવામાં આવે છે તેને cwc ના ગોડાઉનમાં રાખવામાં આવતી હોય છે અને મગફળીના જથ્થામાં અવારનવાર આગ લાગવાની ઘટના તથા મગફળીના જથ્થાની ચોરી કરવાની ઘટનાઓ સામે આવતી હોય છે આવી જ રીતે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા ના જેતલસર ગામ પાસે cwc નું ગોડાઉન આવેલ છે તે ગોડાઉનમાં રાખવામાં આવેલ મગફળીના જથ્થામાંથી 1212 ગુણી મગફળીના જથ્થાની ચોરી કરવામાં આવી હતી જે બનાવ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને તેના આધારે આરોપીઓને પણ પકડી લેવામાં આવ્યા છે તેવી માહિતી નાફેડના ડાયરેક્ટર મોહનભાઈ કુંડારીયા દ્વારા આપવામાં આવી હતી અને તેમના કહેવા મુજબ cwc ના ગોડાઉનમાં રાખવામાં આવેલ મગફળીના જથ્થામાં આગ લાગે અથવા ચોરી થાય આવી કોઈ પણ ઘટના હોય તો તેના માટે cwc જવાબદાર હોય છે તેમાં સરકારને કોઈ નુકસાન થતું નથી જોકે જે ગોડાઉનમાંથી મગફળીના જથ્થાની ચોરી કરવામાં આવેલ છે તેમાં મોટા માથાનો હાથ છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે અને ચોરી થઈ તે ગોડાઉનમાં સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા ન હતા જે cwc ની ગંભીર બેદરકારી છે.
બાઈટ 1: મોહનભાઇ કુંડારિયા, ડાયરેક્ટર, નાફેડ
7
Report
CPCHETAN PATEL
FollowAug 06, 2025 07:45:45Surat, Gujarat:
સુરત મહાનગરપાલિકા દ્વારા ખાડીપૂર ને લઈ ડિમોલેશન
વરાછા ઝોનમાં ખાડી કિનારા પર ઉભી કરવામાં આવેલી ગેરકાયદેસર મિલકતો પર હથોડા ઝીંકવામાં આવ્યા
ખાડી ઉપર અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું
સર્વે કરી ડિમોલેશન હાથ ધરાયું
સર્વે આધારે ડિમોલિશનની કાર્યવાહી પણ છેલ્લા એક મહિનાથી શરૂ
10
Report
CPCHETAN PATEL
FollowAug 06, 2025 07:45:28Surat, Gujarat:
સુરત બ્રેક
રાંદેર માં હત્યાના બનાવનો મામલો
આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો
રફીક સલીમ શેખ ની હત્યા કરવામાં આવી હતી
સામાન્ય બાબતે થયેલ ગાળ ગ્લોચ ની અદાવતમાં હત્યા કરાઇ
બાજુમાં જ રહેતાં આમીર અફઝલ સૈયદ અને અફઝલ ઉર્ફે બાપુ સૈયદ દ્વારા હત્યા કરાય હતી
આરોપી રાંદેર સ્થિત બાપુનગર ખાતે પોતાના કાકા સમીર ઉર્ફે ભુરા આમિર શેખ અને તેની શિરીન ના ત્યાં રહેતો હતો,
બાજુની ઓરડીમાં રહેતા અફઝલ ઉર્ફે બાપુ સૈયદ શેખ જોડે મૃતકની ગાળ ગ્લોચ થઈ હતી
જેની અદાવતમાં બંને એ મળી ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરી હતી
14
Report
CPCHETAN PATEL
FollowAug 06, 2025 07:45:24Surat, Gujarat:
સુરત બ્રેલ
ભાઠેનામાં 25 CCTV લગાવી ઘરમાં કંટ્રોલરૂમ ઊભો કર્યો
પેડલરોને વોકીટોકીથી મેસેજ આપી રોજનું દોઢ લાખનું ડ્રગ્સ વેચતો માફિયા પકડાયો
3 ચોપડી ભણેલો માફિયા ઘરની આસપાસના રોડ પર 500 મીટરમાં સીસીટીવી ગોઠવી ઘરમાં બેઠો-બેઠો પોલીસ આવે છે કે નહીં તે જોતો હતો
ઘરમાં 55 ઇંચના ટીવીમાં કેમેરાની લાઈવ ફીડ જોતો
ડ્રગ્સ લેવા આવનાર “કપડે લેને આયા હૈ.” કોડવર્ડ આપે એટલે ડ્રગ્સ વેચાતું
ઝૂંપડાંઓની વચ્ચે 3 માળનો બંગલો બનાવ્યો
અદ્યતન સુવિધાઓ ઊભી કરી
ડ્રગ્સ વેચીને મેળવેલા રોકડા રૂ. 16 લાખ પોલીસે જપ્ત કર્યા
આરોપીના ઘરેથી મળેલી બે લોડેડ પિસ્તોલ, 4 વોકીટોકી, 16 લાખ રોકડા, ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યા હતા
ઘરમાં બેસી માફિયા સીસીટીવીમાં પોલીસને જોતો રહ્યો ને 20 બાઇક પર ગયેલા 27 પોલીસે ચારે બાજુથી ઘરને ઘેરી ઝડપ્યો
વોક થ્રુ..ચેતન
બાઈટ.. રાજદીપસિંહ નકુમ..ડીસીપી
14
Report
PSPramod Sharma
FollowAug 06, 2025 07:45:19Noida, Uttar Pradesh:
*ये सही नही है,एक ऑटो इतने स्कूली बच्चे की आप चोंक जाएंगे*
- आइए आपको "स्कूल चलें हम"की एक ऐसी तस्वीर दिखाते है...जिसे देखकर आप हैरत में पड़ जाएंगे...
- दरअसल डिंडोरी के वनग्राम बघरेली गांव का यह वीडिओ सामने आया है जहां के दर्जनों बच्चे एक ऑटो में सवार होकर स्कूल पहुंचते है । तस्वीरों में आप देख सकते हैं कि एक, दो, तीन नहीं बल्कि दर्जनों छात्र छात्राएं ऑटो में किस कदर ठूंस ठूंस कर भरे गए हैं।इन बच्चों की मजबूरी यह है कि उन्हें हर रोज समय पर स्कूल पहुंचना होता है लेकिन इनके माता पिता के पास इतनी पूंजी नही है कि वो अपने बच्चों को स्कूल पहुंचने के कोई साधन मुहैया करा सकें लिहाजा हर रोज गरीब आदिवासियों के इन बच्चों को इसी तरह जान जोखिम में डालकर करीब 11 किलोमीटर दूर चांडा हाईस्कूल आना जाना पड़ता है।ये वीडियो सोशल मीडिया में जमकर वायरल हो रहा है।
(वीडियो)
12
Report
SSSapna Sharma
FollowAug 06, 2025 07:45:08Ahmedabad, Gujarat:
અમદાવાદ
અમદાવાદણી સાધના વિનય મંદિર શાળાની વિદ્યાર્થીનીઓએ તૈયાર કરી વિશેષ રાખડી
15 દિવસની મહેનતથી 100 ફૂટ લાંબી રાખડી તૈયાર કરવામાં આવી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શુશાસનના 11 વર્ષ અને ઑપરેશન સિંદૂરની થીમ આધારિત રાખડી તૈયાર કરવામાં આવી
રક્ષાબંધનના દિવસે CMO કાર્યાલય થકી PM સુધી રાખડી મોકલવામાં આવશે
છેલ્લા 19 વર્ષથી સ્કૂલ દ્વારા દર વર્ષે જુદી જુદી થીમ પર રાખડી બનાવવાની પરંપરા
આ વર્ષે રાખડીની થીમ ‘ઓપરેશન સિંદૂર’ અને PM મોદીના સુશાસનના 11 વર્ષ પર આધારિત
આ રાખડીમાં ઓપરેશન સિંદૂરની વિગતો અને મોદી સરકારના 11 વર્ષ દરમિયાન અમલમાં મૂકાયેલી વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો
આ રાખડી રાષ્ટ્રીય ગૌરવ અને સરકારની સિદ્ધિઓને ઉજાગર કરતી રાખડી
WKT
14
Report
CPCHETAN PATEL
FollowAug 06, 2025 07:35:19Surat, Gujarat:
એકર
સુરતના પાંડેસરા વિસ્તારમાં ATMમાંથી પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી એક ગેંગના બે સભ્યોને પાંડેસરા પોલીસે પકડી પાડ્યા છે. તેઓએ 6 લોકો સાથે છેતરપિંડી આચરી છે.પોલીસે તેમની પાસેથી 10,000 રોકડા અને વિવિધ બેંકોના 15 ATM કાર્ડ જપ્ત કર્યા છે.
વિઓ.1
આ ઘટના ત્યારે સામે આવી જ્યારે એક ફરિયાદીએ પાંડેસરાના તેરેનામ ચોકડી પાસે આવેલા SBI ATMમાંથી પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેઓ પૈસા ઉપાડી શક્યા નહીં, ત્યારે તેમની પાછળ ઊભેલા એક અજાણ્યા શખ્સે મદદ કરવાના બહાને તેમનું ATM કાર્ડ લીધું હતું. તેણે ચાલાકીપૂર્વક ફરિયાદીનો પિન નંબર જોઈ લીધો અને ATM કાર્ડની અદલાબદલી કરી લીધી હતી. તેણે ફરિયાદીને નકલી કાર્ડ આપીને કહ્યું કે પૈસા નીકળી રહ્યા નથી.આ પછી, આરોપીઓએ ફરિયાદીના અસલી ATM કાર્ડનો ઉપયોગ કરીને અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કર્યા અને કુલ 38,100 ઉપાડી લીધા હતા.આ ઘટનાની જાણ થતાં, પાંડેસરા પોલીસે બાતમીના આધારે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની ઓળખ (1) રાજકુમાર નંદકિશોર પાસવાન (ઉ.વ. 27) અને (2) રવિકુમાર વિરેન્દ્ર પાસવાન (ઉ.વ. 19) તરીકે થઈ છે. બંને નવસારી રેલવે સ્ટેશનમાં મજૂરીકામ કરે છે અને મૂળ બિહારના મોતીહારી જિલ્લાના છે.પોલીસે આરોપીઓની પૂછપરછ કરતાં, તેઓએ આશરે પંદરેક દિવસ પહેલાં આ છેતરપિંડી કરી હોવાનું કબૂલ્યું છે. વધુ પૂછપરછમાં, તેઓએ સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવી જ રીતે 6 અન્ય ગુનાઓને અંજામ આપ્યો હોવાનું પણ જણાવ્યું છે. પાંડેસરા પોલીસે બંને આરોપીઓ પાસેથી રોકડા 10,000, વિવિધ બેંકોના કુલ 15 ATM કાર્ડ જપ્ત કર્યા છે.ડીસીપી વિજય ગુર્જરએ જણાવ્યું હતું કે, પાંડેસરા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેમને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ ધરપકડથી ATM છેતરપિંડીના અનેક ગુનાઓ ઉકેલાયા છે, જેનાથી સુરત શહેરના નાગરિકોને મોટી રાહત મળી છે. પોલીસે નાગરિકોને ATMનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવાની સલાહ આપી છે. કોઈ અજાણી વ્યક્તિની મદદ લેવાનું ટાળો અને ATMનો પિન નંબર ગુપ્ત રાખો. કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરો.
બાઈટ..વિજયસિંહ ગુર્જર..ડીસીપી
14
Report
CPCHETAN PATEL
FollowAug 06, 2025 07:35:07Surat, Gujarat:
સુરત જિલ્લામાં યુરિયા ખાતરની ભારે અછત
ખેડૂત આગેવાન જયેશ દેલાડે જણાવ્યું કે
સુરત જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર ૭૫ હજાર હેક્ટરમાં થાય છે
ડાંગર શાકભાજી મકાઈ કપાસ સહિતના વાવેતર થાય છે
ખરીફ સીઝનના પાક માટે ૩૭ હજાર ટન યુરિયા ની જરૂરિયાત
આ વર્ષે માંડ ૨૧ હજાર ટન યુરિયા નો જથ્થો ખેડૂતોને મળ્યો
યુરિયા ખાતરનું ઉત્પાદન સુરત જિલ્લામાં જે થાય છે પણ અહીંના ખેડૂતો વલખા મારી રહ્યા છે
ખેડૂત આગેવાન જયેશ દેલાડે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ને પત્ર લખ્યો
યુરિયાનો વધુ જથ્થો આપવા માંગ કરવામાં આવી
બાઈટ :- જયેશ દેલાડ - ખેડૂત આગેવાન સુરત
14
Report
APAshwini Pandey
FollowAug 06, 2025 07:32:08Mumbai, Maharashtra:
महाराष्ट्र सरकार में मंत्री मंगल प्रभात लोढ़ा ने दादर में कबूतरख़ाने के पास हुए प्रोटेस्ट पर बोलते हुए कहा की सरकार पहले से ही कबूतरख़ाने को लेकर बीएमसी को निर्देश दिए है और लोगो के आरोग्य को ध्यान में रखते हुए कबूतरों के लिए क्या किया जा सकता है इस पर चर्चा चल रही है इसके बावजूद इस तरह का प्रोटेस्ट निंदनीय है .
12
Report
URUday Ranjan
FollowAug 06, 2025 06:15:06Ahmedabad, Gujarat:
Slug : 0608ZK_LIVE_AHD_PUNCHAR_GANG
Reporter : UDAY RANJAN
Injgst Feed : 0608ZK_LIVE_AHD_PUNCHAR_GANG
Date : 06 - 08 - 2024
Format : PKG & WEB
નોંધ : સ્ટોરી ને લગતા ફાઇલ ફૂટેજ અને સીસી ટીવી નો ઉપયોગ કરવો સ્ટોરી માં
0108ZK_AHD_CCTV
એન્કર :
સામાન્ય રીતે કહેવાય છે કે કોઇપણ ગુનેગાર પોતાનો ગુનો છુપાવવા માટે લાખ પ્રયત્ન બાદ પણ એકાદ ભૂલ કરી બેસે છે. જે તેની પોલ ખુલ્લી પાડી દે છે..શહેરના સેટેલાઇટ વિસ્તારમાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે..અંગત અદાવતમાં એક બે નહીં પરંતુ 15થી વધુ ગાડીઓના ટાયર કાપી દેનાર ગેંગની સેટેલાઇટ પોલીસએ ધરપકડ કરી છે. આરોપીઓએ પોલીસથી બચવા માટે શર્ટથી ચહેરો છુપાવ્યો, વાહનની નંબરપ્લેટ કાઢી નાંખી પરંતુ તેમની એક ભૂલ તેમને જેલ ના સળીયા સુધી લઈ ગઈ છે...
વીઓ : 01
થોડા દિવસ પહેલા અમદાવાદ ના પોશ વિસ્તાર એવા સેટેલાઇટ ના રાજીવનગર પાસે આવેલા વૈભવ ટાવર નજીક 15 થી વધુ પાર્ક કરેલી કાર ના ટાયરમાં તીક્ષ્ણ હથિયારથી ટાયરો કાપીને ગેંગ ફરાર થઇ ગઇ હતી જે સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસી ટીવી માં પણ કેદ થવા પામ્યો હતો ત્યારે આ મામલે સેટેલાઇટ પોલીસે સોસાયટી, દુકાનો અને બિલ્ડીંગના 50 થી વધુ સીસીટીવી તપાસ્યા બાદ ગેંગના ચાર સાગરિતોને ઝડપી પાડ્યા છે. પોલીસે વિપીનસિંહ ગરાસિયા, અનિલસિંહ ગરાસીયા, મહેશ સિસોદીયા અને જીતેન્દ્રસિંહ ગરાસીયાને ઝડપી પાડી તેમની પાસેથી છરી કબ્જે કરવામાં આવી છે..પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓએ નેપાળસિંગ નામના આરોપીના કહેવાથી આ કરતુત કરી હોવાનું સામે આવ્યુ છે.
બાઇટ - શિવમ વર્મા, ડીસીપી, ઝોન 7
વીઓ : 02
રાજીવનગરમાં રહેતો અને ગાડી ડ્રાઇવીંગ કરતા નેપાળસિંગને તેના પિતરાઇ ભાઇ જીગ્નેશ સાથે રાજસ્થાન ના ઉદેપુર ખાતે વતનમાં ઝગડા થયા હતા..જેની અદાવત રાખીને નેપાળસિંગે જીગ્નેશને નુક્શાન પહોંચાડવા માટે આરોપીઓ સાથે મળીને વૈભવ ટાવર બહાર પાર્ક કરેલી ગાડીઓના ટાયરો ચીરી નાખ્યા હતા. જીગ્નેશ પણ અહીં ગાડી પાર્ક કરતો હતો અને નેપાળસિંગ પણ ત્યાં જ ગાડી પાર્ક કરતો હતો. જેથી જીગ્નેશની ગાડીની સાથે સાથે અન્ય લોકોની પણ ગાડીના ટાયરો ચીરી નાખ્યા હતા...સેટેલાઇટ પોલીસે આ કેસમાં ફરાર આરોપી નેપાળસિંગની શોધખોળ હાથ ધરી છે
બાઇટ - શિવમ વર્મા, ડીસીપી, ઝોન 7
વીઓ : 03
મહત્વની બાબતતો એ છે કે આરોપીઓ ગુનો આચરતા પહેલા પોલીસના હાથે પકડાઇ ના જાય તે માટે તમામ તકેદારી રાખી હતી. ગુના આચરતા સમયે તેમના ચહેરા દેખાય નહીં તે માટે શર્ટથી ચહેરો ઢાંકી દીધો હતો. તેમના વાહનનોની નંબરપ્લેટ પણ કાઢીને રીક્ષામાં મુકી દીધી હતી..રીક્ષામાં શર્ટ પણ બદલી નાંખ્યો હતો. પરંતુ તેમના લાખ પ્રયત્ન બાદ પણ તેઓ પોલીસથી બચી શક્યા ના હતાં. ગુનાને અંજામ આપ્યા બાદ જ્યારે તેઓ પરત જઇ રહ્યા હતા ત્યારે આરોપીઓ એક આઇસ્ક્રીમ પાર્લર પર આઇસ્ક્રીમ ખાવા માટે ઉભા રહ્યા હતાં. જ્યાં તેણે ઓનલાઇન પેમેન્ટ કર્યું હતું. જેના આધારે પોલીસ તેમના સુધી પહોચી હતી. હાલમાં પોલીસએ તમામ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે...જ્યારે મુખ્ય આરોપી નેપાળસિંગને પકડવા માટેની તજવીશ શરૂ કરી છે. નેપાળસિંગ ડ્રાઇવીંગનું કામ કરતો હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
14
Report
URUday Ranjan
FollowAug 06, 2025 06:04:06Ahmedabad, Gujarat:
Slug : 0608ZK_LIVE_AHD_SOLA_AROPI
Reporter : UDAY RANJAN
Injgst Feed : mobile
Date : 06 - 08 - 2024
Format : PKG & WEB
નોંધ : સ્ટોરી ને લગતા વિડીયો સેન્ડ કરેલ છે
0608ZK_AHD_SOLA_AROPI
એંકર
સોલા વિસ્તારમાં આવેલા ડી જે ટોયોટા કાર શોરૂમના જનરલ મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજરે ઠગાઈ આચરી છે. બંને આરોપીઓએ અલગ અલગ મોડલની 53 જુની કાર અને ગ્રાહકો પાસેથી ખરીદેલી 15 ગાડીઓ મળી કુલ 68 ગાડીઓ બારોબાર વેચી નાખી હતી. જે ખરીદેલી અને વેચેલી કારના નાણાં ગ્રાહકોને ન આપીને કે કંપનીમાં જમા ન કરાવીને 9.71 કરોડની છેતરપિંડી આચરી હતી. આ મામલે સોલા પોલીસને જાણ કરાતા પોલીસે બે લોકો સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. ત્યારે પકડાયેલા આરોપી પૈકી ચિરાગ દત્ત ઓનલાઇન ગેમિંગમાં નાણાં હારી જતા સમગ્ર કૌભાંડ આચર્યુ હોવાનું સામે આવ્યુ છે.
વીઓ _1
ટોયોટા કાર ડીલરશીપ પૈકીનો એક શોરૂમ કારગીલ ચાર રસ્તા પાસે ડી.જે ઓટો હાઉસના નામે આવેલો છે. આ શોરૂમમાં ટોયોટા કંપનીની નવી ગાડીઓ વેચાણ કરવાની અને એક્ષ્ચેન્જમાં આવતી સેકન્ડ હેન્ડ કાર લેવાનું કામ થાય છે. કંપનીમાં જુની ગાડીઓના ખરીદ વેચાણ માટેના યુ ટ્રસ્ટ વિભાગમાં જનરલ મેનેજર સમીર શર્મા તથા આસીસ્ટન્ટ મેનેજર ચીરાગ દત્ત કામ કરે છે. આ બંને લોકો જુની કાર ખરીદ અને વેચાણ કરવાનું કામ કરે છે. જે કામ પેટે બંનેને કમિશન પણ આપવામાં આવે છે. આ બંને લોકોને વેચાણ માટે આવતી કારનું ઇન્સપેક્શન કરીને તેની કિંમત નક્કી કરીને લીધેલી ગાડીઓનું પેમેન્ટ કરવાનું અને તેને આગળ વેચાણ કરવાનું કામ સોંપવામાં આવ્યુ હતું. ગત તા.23 જુલાઇએ જ્યારે કંપનીએ ઓડિટ કર્યુ ત્યારે ખરીદેલી 53 ગાડીઓનો હિસાબ મળ્યો નહોતો. સાથે જ 15 ગાડીઓનો યુ ટ્રસ્ટના ડોક્યુમેન્ટમાં ઉલ્લેખ હતો પરંતુ તેના નાણાં કંપનીમાં જમા થયા નહોતા. આ ગાડીઓ અલગ અલગ ગ્રાહકો પાસેથી મેળવીને તેને બારોબાર વેચીને તે રકમ ગ્રાહકો કે કંપનીને આપી નહોતી. આમ, કુલ 68 ગાડીઓ બાબતે બંનેની પૂછપરછ કરાતા બંને આરોપીઓએ આ ગાડીઓ કંપનીની જાણબહાર અન્ય ડીલરો તથા વ્યક્તિઓને વેચીને તેની 9.71 કરોડની રકમ મેળવીને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યુ હતું. જેથી આ મામલે સોલા પોલીસને જાણ કરાતા પોલીસે 9.71 કરોડની છેતરપિંડી મામલે ગુનો નોંધી આરોપી સમીર શર્મા અને ચીરાગ દત્તની ધરપકડ કરી છે.
બાઈટ _ કે.એન. ભૂકણ,પીઆઈ, સોલા પોલીસ સ્ટેશન
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
14
Report
SSSapna Sharma
FollowAug 06, 2025 05:36:55Ahmedabad, Gujarat:
અમદાવાદ
આ વર્ષે રક્ષાબંધન માટે વણજોયું મુહૂર્ત રહેશે
રક્ષાબંધનમા ભદ્રા કાળના યોગ ન બનતા બહેનો ભાઈને રાખડી બાંધી શકશે
સામાન્ય રીતે રક્ષાબંધનના દિવસે ભદ્રા નો સમય ટાળી બહેનો ભાઈને રાખડી બાંધે છે
કોઈ પણ મુહૂર્ત જોયા વગર સમગ્ર દિવસ દરમિયાન રાખડી બાંધી શકાશે
શાસ્ત્ર મુજબ ચોઘળિયું કે રાહુ કાળ જોવાની જરૂર નથી
બાઈટ - આશિષ રાવળ, જ્યોતિષ
14
Report
AKArpan Kaydawala
FollowAug 06, 2025 05:36:51Ahmedabad, Gujarat:
નોંધઃ આ મેટરમાં ક્રાઇમ રિપોર્ટરે આપેલા અન્ય વિડિઓ- ફોટો-માહિતી પણ લેવા
અમદાવાદ
બોપલમાં મોડી રાતે ફાયરિંગના બનાવથી ખળભળાટ
કબીર એન્કલેવ પાસે આવેલી શિવાલિક સોસાયટીનો બનાવ
પોલીસ તપાસમાં આત્મહત્યા થઇ હોવાનું સામે આવ્યું
શેરબજારના ધંધા સાથે સંકળાયેલા 41 વર્ષીય કલ્પેશ ટુંડીયાએ રિવોલ્વરથી આત્મહત્યા કરી હોવાની માહિતી
મૃતક પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી
ઘટના પહેલા મૃતકને મળવા આવેલા બે શખ્સોની ભૂમિકા અંગે ઉઠ્યા પ્રશ્નો
નાણાંકીય લેવડદેવડ કે આર્થિક દેવું
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
Wkt
14
Report
SSSapna Sharma
FollowAug 06, 2025 03:34:48Ahmedabad, Gujarat:
અમદાવાદ
શ્રાવણ પૂનમ એટલે કે રક્ષાબંધનના દિવસે વિશ્વ સંસ્કૃત દિવસ
વિશ્વ સંસ્કૃત દિવસને લઇ સરકારનો મહત્વ પૂર્ણ નિર્ણય
એક અઠવાડિયા સુધી સંસ્કૃત પખવાડિયા તરીકે ઉજવણી કરવાનો સરકારનો નિર્ણય
વિવિધ શાળા, કોલેજો અનર યુનિવર્સીટી મા સંસ્કૃત પાંખવાડિયા તરીકે ઉજવણી કરવામાં આવશે
આજથી રાજ્યના તમામ જિલ્લાઓમા વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી
અમદાવાદમા વિશ્વ સંસ્કૃત દિનના અનુસંધાને સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન
રાજ્ય સંસ્કૃત બોર્ડ, અમદાવાદમા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનું આયોજન
સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ અને સંવર્ધન થાય તેવા ઉદ્દેશથી યાત્રાનું આયોજન
ઘાટલોડિયા પ્રભાત ચોકથી યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું
14
Report