Back
रिटायर्ड फौजी को महिलाओं ने लात घुसो से पीटा: वायरल वीडियो में देखें!
ASAVNISH SINGH
FollowJul 23, 2025 11:01:35
Fatehpur, Uttar Pradesh
Breaking-Fatehpur
*रिटायर्ड सेना के जवान को महिलाओं ने लात घुसो से की जमकर पिटाई*
*भारतीय सेना में सेवा देने के दौरान विकलांग हो गया था फौजी*
*जमीनी विवाद के चलते दबंग महिलाओं ने की मारपीट*
*मारपीट का वीडियो सोशल मीडिया पर हो रहा वायरल*
*वायरल वीडियो के आधार पर पुलिस मामले की जांच में जुटी*
*मालवा थाना क्षेत्र के गाजी खेड़ा गांव का मामला*
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowJul 23, 2025 18:45:25Dwarka, Gujarat:
વીઓ 01 :- દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં આવેલા ગઢકાથી સીદસરા ગામને જોડતો નવો બનેલો રોડ માત્ર બે જ મહિનામાં તૂટી પડ્યો છે, જેના કારણે મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ રોડ પર ઠેર ઠેર મસમોટા ખાડા પડી જતાં મુસાફરી જોખમી બની ગઈ છે અને ગ્રામ્ય પંથકના વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
બાઈટ :- નિંદ્રેશ ભોચિયા, જાગૃત નાગરિક
વીઓ 02 :- સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોડના નિર્માણમાં ગુણવત્તા વિહોણું કામ થયું હોવાનું અને ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું હોવાથી તાત્કાલિક ઉચ્ચ કક્ષાની તપાસ કરાવવાની માંગ ઉઠી છે. જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
બાઈટ :- ભીમદેવસીહ જાડેજા,વાહન ચાલક
વીઓ 03 :- આ ઘટના કલ્યાણપુર પંથકમાં વિકાસના નામે થતા કામોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા કરે છે. સ્થાનિકોની માંગ છે કે આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા તમામ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવા કિસ્સાઓ ન બને તે માટે તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવે.
બાઈટ :- જગા ગોજીયા, સ્થાનિક
વીઓ 04 :- કલ્યાણપુર પંથકમાં ગઢકાથી સીદસરાનો નવો બનેલો રોડ માત્ર બે મહિનામાં જ તૂટી પડતાં મોટાપાયે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. રોડ પર ઠેર ઠેર મસમોટા ખાડા પડવાથી મુસાફરી જોખમી બની છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક ઉચ્ચ કક્ષાની તપાસની માંગ કરી છે અને જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
13
Report
LJLakhani Jaydeep
FollowJul 23, 2025 18:45:16Dwarka, Gujarat:
વીઓ 01:- દ્વારકા ના જામ રાવલ નગરપાલિકાના વિવિધ પ્રશ્નોને લઈને આજે કોંગ્રેસ પક્ષ અને શહેરીજનો દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા, ગટરના ખુલ્લા ઢાંકણા, અને રોજિંદા જીવનમાં પડતી હાલાકી જેવા મુદ્દાઓ પર અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. સ્થાનિક નાગરિકોએ પોતાની મુશ્કેલીઓ વ્યક્ત કરી હતી અને પાલિકાના બેદરકાર વહીવટ સામે નારાજગી દર્શાવી હતી.
બાઈટ :- પાલ આંબલીયા, જિલ્લા પ્રમુખ કોંગ્રેસ, દેવભૂમિ દ્વારકા
વીઓ 02 :- કોંગ્રેસના આગેવાનોએ રોડ-રસ્તાના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ કર્યો હતો.રાવલમાં પાલિકા દ્વારા રોડ રિપેરિંગના કામ દરમિયાન માટી નાખવામાં આવતા એક જાગૃત યુવાને તેનો વિરોધ કર્યો હતો. આ ઘટના બાદ રાવલ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા યુવાનને કથિત રીતે ગર્ભિત ધમકી આપવામાં આવી હતી, જેણે આ વિવાદને વધુ તીવ્ર બનાવ્યો હતો.
બાઈટ :- પ્રકાશ ગોરાણીયા,સ્થાનિક
વીઓ 03:- ચીફ ઓફિસર દ્વારા અપાયેલી આ ગર્ભિત ધમકીનો કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પાલ આંબલિયાએ સખત વિરોધ કર્યો હતો અને ચીફ ઓફિસરને આડે હાથ લીધા હતા. તેમણે આ મામલે યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી અને જણાવ્યું હતું કે પ્રજાના પ્રશ્નો ઉઠાવનારાઓને ધમકાવવાનો પ્રયાસ સાંખી લેવામાં આવશે નહીં. આ રેલી દ્વારા પાલિકા પર તાત્કાલિક પગલાં લેવા માટે દબાણ લાવવામાં આવ્યું છે.
બાઈટ :- ભાવેશ બાટવા ,ચીફ ઓફિસર, રાવલ નગરપાલિકા
વીઓ 04 :- જામ રાવલ નગરપાલિકાના પ્રશ્નો મુદ્દે કોંગ્રેસ અને નાગરિકો દ્વારા એક વિશાળ રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં વરસાદી પાણીના નિકાલ, ખુલ્લા ગટરના ઢાંકણા અને રોજિંદા હાલાકી જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસે રોડ-રસ્તાના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો અને રાવલ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા જાગૃત યુવાનને અપાયેલી કથિત ગર્ભિત ધમકીનો કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પાલ આંબલિયાએ સખત વિરોધ કર્યો હતો.
14
Report
DRDarshal Raval
FollowJul 23, 2025 17:01:55Ahmedabad, Gujarat:
અમદાવાદ
મેઘાણીનગરમાં આવેલ શુભમ નર્સિંગ કોલેજનો બનાવ
કોલેજની તિજોરી માંથી 8,00,000 ની થઈ હતી ચોરી
વિદ્યાર્થીઓની ફી ના ૮ લાખ ચોરી થતાં અને સીસીટીવી માં ઘટના કેદ થતાં નોંધાઇ હતી પોલીસ ફરિયાદ
સીસીટીવી માં એક મહિલા બુરખો પહેરીને ચોરી કરતી હોવાની ઘટના થઈ હતી કેદ
પોલીસે એફએસએલ અને ડોગ સકોર્ડની મદદ લેતા ગુના નો ભેદ ઉકેલાયો
ડોગ સકોર્ડએ સ્થળ પર મેળવેલી ગ્રંથ ઉપરથી કોલેજના વાઇસ પ્રિન્સિપલ સામે ભસતા ઉકેલાયો ગુના નો ભેદ
પોલીસે વાઇસ પ્રિન્સિપાલ રુચિ રાય ની કડકાઇ પૂર્વક પૂછપરછ કરતા મહિલાએ ગુનાની કબુલાત કરી
રમી ગેમમાં પૈસા હારી જતા ચોરીનું તર્કટ રચાનુ સામે આપ્યું
પોલીસે 8 લાખ માંથી 1.70 લાખ રિકવર કર્યા
cctv વોટ્સપ કર્યા
14
Report
AKAshok Kumar
FollowJul 23, 2025 16:03:55Junagadh, Gujarat:
એન્કર.....જૂનાગઢના કેશોદમાં જુગાર રમતી સંચાલિકા સહિત 9 મહિલા ઝડપાઇ, પોલીસે અર્ધા લાખનો મુદ્દામાલ કબજે લઈ કરી કાર્યવાહી
વિઓ.....જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ગાયત્રી મંદીર પાછળ સીધ્ધાર્થ સ્કુલ પાસે લાભુબેન ગોહેલ નામની મહિલા પોતાના ઘરે બહારથી મહિલાઓને બોલાવી જુગરનો ચલાવતી હોવાની બાતમી મળતા કેશોદ પોલીસે રેડ કરી હતી જેમાં મુખ્ય આરોપી લાભુબેન ગોહેલ સહિત કુલ 9 મહિલાની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી ,પોલીસે રોકડા રૂપીયા 21 હજાર તેમજ 30 હજારના 4 મોબાઈલ ફોન મળી કુલ ૫૨,૬૦૦/- ના મુદામાલ કબજે કર્યો હતો પોલીસની કાર્યવાહીથી શ્રાવણીયા જુગરીઓમાં ફફડાટ ફેલાયો છે,એકી સાથે 9 મહિલાઓ જુગાર રમતા ઝડપતા કેશોદ માં ચકચાર મચી જવા પામી છે
બાઈટ, 1, બી સી ઠક્કર ડીવાયએસપી
અશોક બારોટ,
જૂનાગઢ
14
Report
CPCHETAN PATEL
FollowJul 23, 2025 15:31:12Surat, Gujarat:
સુરત બ્રેકિંગ
અંધારા નો લાભ કે પછી સુમશામ જગ્યા જોઈને કચરો નાખતા લોકો ચેતી જજો
સુરત ના પાંડેસરા વિસ્તારમાં ખાડી કિનારે કચરો નાખતા લોકોને કરાયો દંડ
કચરો નાખવા આવતા લોકોને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કરી અપીલ
અંધારાનો લાભ લઈ ટેમ્પા માં કચરો લાવી ઠાલવવામાં આવતો હતો
SMC દ્વારા કચરો નાખતા લોકોને દંડ કરાયો
ઉધના ઝોન દ્વારા કચરો નાખતા લોકોને દંડ આપવાની કામગીરી હાથ ધરાઈ
14
Report
CPCHETAN PATEL
FollowJul 23, 2025 14:46:23Surat, Gujarat:
સુરત બ્રેકિંગ
અમદાવાદ ATS દ્વારા સુરતના ઉધના રેલ્વે સ્ટેશનથી 1.59 લાખની નકલી ચલણી નોટો સાથે ઈસમ ઝડપાયો
ગુજરાતના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ નિષ્ફળ: ઉત્તર બંગાળથી લાવવામાં આવેલી નકલી નોટો જપ્ત
એક જ નંબર અને એક જ સીરીઝની અનેક 500 ની નોટો જપ્ત થતાં નોટોની નકલી હોવાનું પ્રથમ દૃષ્ટિએ પુરાવા
મંકણા ગામનો સત્યનારાયણ દેવીલાલ તેલી નામનો ઈસમ નકલી નોટો સાથે ATSના જાળમાં
નોટો કાળા, લીલા અને બ્લૂ રંગની શાલમાં છુપાવી રેલ્વે સ્ટેશન પર લાવાઇ રહી હતી
ATSને મળી ચોક્કસ બાતમી: પોરબંદર-કવિગુરુ એક્સપ્રેસથી નકલી નોટ સાથે ઈસમ પહોંચવાનો હતો
ટ્રેન મોડી આવતા ATS ટીમે સવારે 10:30 કલાકે ઉધના સ્ટેશન બહાર વોચ ગોઠવી
બપોરે 12:10 વાગ્યે સત્યનારાયણ થેલાં સાથે પકડાયો, તપાસમાં નકલી નોટો મળી
ઉધના રેલ્વે સ્ટેશન જેવી ભીડભાડવાળી જગ્યા પર તપાસ અશક્ય હોવાથી ઈસમને DCB કચેરી લઈ જવાયો
નોટોની તપાસમાં કાગળની ગુણવત્તા, વોટરમાર્ક અને સિક્યુરિટી થ્રેડમાં ખામીઓ મળી
500 ની દરેક નોટમાં છાપકામ તથા સિક્યુરિટી લક્ષણોમાં ત્રુટીઓ હોવાને કારણે નકલી હોવાનો અંદાજ
મળેલી નોટો ફોરેન્સિક પરીક્ષણ માટે ગાંધીનગર મોકલાશે, વધુ વિગત માટે રિપોર્ટ રાહ જોવામાં આવશે
સત્યનારાયણે કહ્યું નકલી નોટો પશ્ચિમ બંગાળના તાહીર ઉર્ફે કાલી પાસેથી ખરીદી
59,000 રૂપિયા આપીને મેળવ્યો 1.59 લાખ રૂપિયાનો નકલી ચલણનો જથ્થો, દૂષણ ફેલાવવાનો ઈરાદો
બજારમાં નાના ખરીદદારી વ્યવહારો દ્વારા નકલી નોટો ચલાવવામાં આવવાનો ષડયંત્ર હતુ
વોક થ્રુ..ચેતન
14
Report
AKArpan Kaydawala
FollowJul 23, 2025 14:19:44Ahmedabad, Gujarat:
ઈલે.વોર્ડ બહેરામપુરામાં ટી.પી સ્કીમ નં – ૧૩(બહેરામપુરા)ફા. પ્લોટ નં- ૧૮(હેતુ Burial Ground) માં સમાવિષ્ટ સપ્તઋર્ષિના સ્મશાનની બાજુમાં રીવરફ્ર્ન્ટ જતા લવલી બાબા ની મસ્જીદ ની પાછળ આવેલ કાચા/પાકા ઝુંપડાના દબાણ દુર કરવા અત્રેથી તા.૨૦/૧૨/૨૦૨૪ ના રોજ નોટીસ આપવામાં આવેલ. અસરકર્તા દ્વારા નામ. ગુજરાત હાઈકોર્ટમાં SCA - ૩૧૬/૨૦૨૫થી કોર્ટ મેટર કરવામાં આવેલ. નામ. હાઈકોર્ટમાં થયેલ સુનાવણી બાદ આજ રોજ કુલ ૧૭ રહેણાંક પ્રકારના ૩૬૫૭ ચો.ફુટ કાચા/પાકા બાંધકામોને દાણીલીમડા પોલીસ સ્ટેશનથી મળેલ પોલીસ બંદોબસ્ત, ૦૩ જે.સી.બી મશીન, એસ્ટેટ/ટી.ડી.ઑ સ્ટાફ, દબાણ ગાડી, તથા ૨૦ દબાણ મજુરોની મદદથી દૂર કરી અ.મ્યુ.કો ને સંપ્રાપ્ત થતા કુલ ૧૬૬૭૮ ચો.ફુટ પ્લોટનો કબ્જો લેવામા આવેલ છે.
14
Report
ARAlkesh Rao
FollowJul 23, 2025 14:02:40Banaskantha, Gujarat:
નોંધ-ફીડ FTP કરેલ છે.
FTP-2307 ZK BNK HATYA PKG
સ્લગ - હત્યા
ગુજરાતીમાં એક કહેવત કદાચ તમે સાંભળી હશે. કે "મિત્ર એવો શોધવો જે ઢાલ શરીખો હોય સુખમાં પાછળ રહે પરંતુ દુઃખમાં આગળ હોય"... આ કહેવત બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના ઉબરીમાં સાર્થક થઈ છે. કાંકરેજના ઉબરીમાં મિત્રને તેના કુટુંબીક દુશ્મનોથી બચાવી તેના ઘર સુધી મૂકવા જતા મિત્ર ના દુશમનો થકી પોતાનો જ જીવ ગુમાવવનો વારો આવ્યો છે.જો કે કૌટુંબિક દુશમનોએ ભાઈ જેવા મિત્રની હત્યા કરી દેતા યુવકની ફરિયાદને આધારે પોલીસે રોહિત વાઘેલા સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે...
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના ઉબરી ગામે સોમવારની મોડી રાત્રે કિસનજી ઠાકોર નામના યુવકની હત્યા થઈ હતી.ઇકોની અડફેટે કચડી કિસનજી ઠાકોરને એક શખ્સએ મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચક્ચાર મચી હતી. જો કે ઘટનાની જાણ પોલીસને થતા સ્થાનિક પોલીસ સહીત ડોગ સ્કવૉર્ડ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી તો પોલીસને ઘટનાનો પ્ર્ત્યદર્શી કરણ વાઘેલા મળી ગયો જેની પાસેથી પોલીસને જાણવા મળ્યું કે કિસનજી ઠાકોરની હત્યા ગામના જ રોહિત વાઘેલા નામના શખ્સએ કરી છે... પરંતુ રોહિતએ કિશનની હત્યા કેમ અને કેવી રીતે કરી તે પોલીસ માટે મહત્નું પાસું હતું. જો કે પોલીસે પ્ર્ત્યદર્શી કરણની વધુ પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે કરણ વાઘેલા અને કિશન ઠાકોર બંને મિત્રો હતા. કરણ વાઘેલાને તેના કુટુંબી નંદુભા વાઘેલા સાથે બે ત્રણ દિવસ અગાઉ બોલાચાલી થઈ હતી. અને આ બોલાચાલી દારૂ પીધેલી હાલતમાં થઈ હોવાથી કરણ અને તેના કુટુંબી ભાઈ નંદુભા વાઘેલા બંને જેલની હવા પણ ખાઈને આવ્યા હતા. જોકે બંને કુટુંબી જામીન ઉપર મુક્ત થયા બાદ કરણના મનમાં એક ભય હતો કે ગમે તે સમયે તેનો કુટુંબી નંદુભા અને તેનો દીકરો રોહિત તેની સાથે બબાલ કરી માર મારશે જેથી કરણ પોતાના ઘરે જઇ શકતો નહતો.તેવામાં સોમવારે મોડી રાત્રે કરણ એક ખાનગી હોટલ આગળ ઉભો હતો તે સમયે તેને તેનો મિત્ર કિશન ઠાકોર અને વિપુલસિંહ વાઘેલા મળી ગયા. જોકે આ ત્રણેય મિત્રોએ મળી ઘણી બધી વાતચીતો કરી તે બાદ વિપુલસિંહ પોતાના ઘરે નીકળી ગયો. અને કરણ અને કિશન બંને એકલા હતા તેવા સમયે કરણે પોતાની આપવીતી કિસનને જણાવી અને કહ્યું કે મારા કુટુંબી નંદુભા અને રોહિતના ડરથી હું ઘરે જતો નથી. જોકે તે સમયે કિસન ઠાકોર મિત્રની પડખે આવ્યો અને કહ્યું કે "તારે ડરવાની જરૂર નથી" હું તને ઘરે મૂકવા આવું છું. તેમ કહી કિશન મિત્ર કરણના બાઈક પાછળ બેસી ગયો અને કરણને ઘરે મૂકવા નીકળ્યો જોકે રસ્તામાં કાદવ કીચડ આવતા કિસન કરણના બાઈક પાછળથી ઉતરી ગયો અને કરણ કાદવ કિચડ માંથી બાઈક પસાર કરી રહ્યો હતો તે જ સમયે પાછળથી રોહિત વાઘેલા ઇકો લઈને દોડી આવ્યો અને કરણને મારવાના ઇરાદે આવેલા રોહિતને જોઈ કરણ પોતાનો બચાવ કરવા બાઈક સાથે બાજુની વાડમાં કૂદી ગયો...પરંતુ કાળના ભરાયેલા રોહિતે કરણ ન મળ્યો તો તેના ભાઈ કિશનને પોતાના ઇકોની ટક્કર મારી ઇકો નીચે કચડી દીધો અને મોતને ઘાટ ઉતારી ત્યાંથી રફુ ચક્કર થઈ ગયો.. પરંતુ કુટુંબીક દુશ્મન દ્વારા ખેલાયેલો આ લોહીયાળો ખેલ એ કરણએ પોતાની નરી આંખે જોયો હતો. જેને લઇ મિત્રની હત્યા મામલે કરણ શિહોરી પોલીસ ખાતે હત્યારા રોહિત વાઘેલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કરણ વાઘેલાની ફરિયાદને આધારે રોહિત વાઘેલાને દબોચી લીધો છે. અને આ હત્યાની ઘટનામાં રોહિત સાથે અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ...રોહિતે હત્યામાં જે ગાડીનો ઉપયોગ કર્યો તે ગાડી કોની છે તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે...જો કે મિત્રને મુકવા જવુ કિસનને ભારે પડ્યું છે અને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જોકે મિત્રના પડખે આવવામાં હત્યારાએ નિર્દોષ મિત્રની હત્યા કરી દેતા મૃતકના પરિવારમાં માતમ સાથે રોષ જોવા મળી રહ્યો છે...
બાઈટ-1- ચંદુજી ઠાકોર (મૃતના સગા)
બાઈટ-2- વિનોદજી જીણાજી(મૃતકના સગા)
બાઈટ - 3-સુબોધ માનકર (ASP)
અલકેશ રાવ- બનાસકાંઠા
9687249834
14
Report
URUday Ranjan
FollowJul 23, 2025 13:20:28Ahmedabad, Gujarat:
અમદાવાદ
ગુજરાત એટીએસ એ ઝડપેલા ચાર શંકાસ્પદ આતંકી નો મામલો
ઝડપાયેલા શંકાસ્પદ આતંકીઓ ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા નો ઉપયોગ કરતા હતા
ભડકાઉ અને ઉશ્કેલી જનક સામગ્રીઓ થકી જેહાદનો ફેલાવો કરતા હતા.
ગઝવા એ હિન્દને ઉશ્કેરતા વિડિયો અને જેહાદી પ્રચાર કરતા હતા
દેશ વિરોધી લખાણ દુનિયાભરમાં સોશિયલ મીડિયા થકી ફેલાવો કરતા હતા
મુસ્લિમ યુવકોને કટ્ટરપંથી બનાવવા તેમનો સંપર્ક કરી સોશિયલ મીડિયા ના ગ્રુપમાં એડ કરતા હતા
સાંપ્રદાયિક વિખવાદો પેદા કરવાના પ્રયાસ કરવામાં આવતો હતો
ભારતીય ન્યાય સંહિતા અને યુએપીએ ની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી
બાઈટ: સુનિલ જોશી , ડીઆઇજી, એટીએસ ગુજરાત
14
Report
URUday Ranjan
FollowJul 23, 2025 12:47:42Ahmedabad, Gujarat:
અમદાવાદ
આજે વલ્ડ બેંક ની ટીમ અને ઈન્ડીયા હેડ અને amc ની બેઠક
રિપોર્ટ તૈયાર કર્યો જેમાં મિશન 4 મિલિયન ટ્રી નો ઉલ્લેખ કર્યો છે
સાબરમતી રિવર ફ્રન્ટ ની કામગીરી , કલાઈમેટ ચેન્જ બાબત ની કામગીરી ની પણ ચર્ચા
માંડવાળ શહેર ઘણી બાબત માં સારું કામ કરી રહ્યું છે તેનો ઉલ્લેખ છે
ડિઝાસ્ટર હિટ સહિત ની સ્થિતિ ઉદ્ભવે તો શું પગલાં લેવા જેથી લોકોને અને તેના રોજગાર ને ઓછું નુકશાન થાય તેનો ઉલ્લેખ રિપોર્ટ માં છે
આ તમામ બાબતે ચર્ચા થઈ છે
એર ક્વોલિટી સુધારવા માટે સેન્સર રાખવામાં આવ્યા છે
બાંધકામ સાઈટ પર સોલીડ વેસ્ટ બાબત પણ કામ થયું છે
પ્રદૂષણ માત્ર માં 40 ટકા નો સુધારો થયો છે
14
Report
DRDarshal Raval
FollowJul 23, 2025 12:47:37Ahmedabad, Gujarat:
અમદાવાદ
વર્લ્ડ બેંક સાથે AMC ની બેઠક યોજાઈ
રેજિલિયન્ટ અને ડેવલપ શહેર ની ટેક્નિકલ ચર્ચાઓ માટે યોજાઈ બેઠક
વર્લ્ડ બેંક ના રિપોર્ટ નું વિમોચન થયુ
વર્લ્ડ બેંક ના કન્ટ્રી ડિરેક્ટર અને શ્રીનિવાસ સર દ્વારા દિલ્હી ખાતે રિપોર્ટ કરવામાં આવ્યું હતું
વર્લ્ડ બેંક ની ટીમ રિપોર્ મામલે ચર્ચા કરવા આવી
ગ્લોબલ વોર્મિંગ કે અન્ય કુદરતી આપત્તિ માટે કઈ રીતે લડવું તે માટે ચર્ચા થઈ
વર્લ્ડ બેંકની ટીમ દ્વારા રિપોર્ટ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી
અર્બન હિટ એક્શન પ્લાન અમદાવાદ માં પણ કાર્યરત છે જેના કારણે અનેક લોકો ના જીવ બચ્યા છે
2019 થી વૃક્ષા રોપણ કરવામાં આવી રહ્યું છે જેના કારણે પર્યાવરણ ને ફાયદો થાય છે
સાબરમતી રિવરફ્રન્ટ ના ઉલ્લેખ વર્લ્ડ બેંક ના રિપોર્ટ માં થયો છે , લોકો માટે સારો પ્રોજેકટ રીવરફ્રન્ટ બન્યો છે
અમદાવાદ માં પ્રકૃતિ સારી થાય તે માટે કામ કરવામાં આવે છે
બાઈટ. બંછાનિધિ પાની. AMc કમિશનર
સલગ. AMc વર્લ્ડ બેન્ક
ફીડ. લાઈવ કીટ
14
Report
DRDarshal Raval
FollowJul 23, 2025 11:45:23Ahmedabad, Gujarat:
ગુ.હા.બોર્ડના રહીશોએ નોંધાવ્યો વિરોધ
તેમજ કલેકટર ઓફિસ ખાતે આપ્યું આવેદન પત્ર
નારણપુરા અને અમદાવાદના અન્ય વિસ્તારમાં *રીડેવલપમેન્ટ* કામગીરી માં *અડચણ* ઉભી કરનાર સામે વિરોધ
*જૂજ અસહમત* સભ્યો દ્વારા કરવામાં આવેલ *ગેરકાયદેસર* વધારાના * *બાંધકામો તાકીદે* દૂર કરવાની માંગ
ખોટાં *કાયદાકીય* કાવાદાવાના * *ઝડપી નિકાલ* માટે * *સરકારી કક્ષા* એ તાકીદે *નિર્ણય* લેવાય, તે માંગ
ગુજરાત સરકારની * *રીડેવલપમેન્ટ પોલિસી ૨૦૧૬* પ્રજા માટે ખૂબ હિતકારી છે
જોકે પોલિસીને ૮ થી ૯ વર્ષ પૂરા થવા આવ્યા પણ તેમાં રહેલી કેટલીક * *ત્રુટિઓ અને ૨૫% સુધીના અસંમત સભ્યોને* કારણે ૭૫% કે તેથી વધુ સુધીના * *બહુમત સભ્યો પીસાઈ* રહ્યા છે તેવા આક્ષેપ
લઘુત્તમ સભ્યો * *કાયદાની છટકબારીથી* જાણે તેનો આનંદ લઈ રહ્યા છે. તેવા આક્ષેપ
રીડેવલપમેન્ટ પોલિસીની સફળતા માટે * *ફાસ્ટ ટ્રેક કોર્ટ* ની વ્યવસ્થાની તેમજ * *અસંમત સભ્યો માટે કાયદાકીય કડક જોગવાઈ,* વધારાનું બાંધકામ ફરજિયાત દૂર કરવાનું અને હાલના અનેક સોસાયટીના રીડેવલપમેન્ટમાં ગયેલ બહુમત * *પીડિત રહીશોને તાત્કાલિક યોગ્ય ન્યાય* મળે તેવી માંગ
AMc અને હાઉસિંગ જે ખો આપતું હોય છે તે પ્રશ્ન પણ કલેક્ટરમાં રજૂ કરાયો
હાલ કવટલીક સોસાયટીઓ પર્ષણ અંગે રજુઆત કરાઈ
જોકે જો આવનાર સમયમાં ધ્યાન ન આપ્યું તો 500 થી 2000 સ્કીમોમાં આ સમસ્યા સર્જાય શકે છે. રજુઆત કરનાર
75 ટકા સભ્ય સહમત હોય તો ત્યાં રી ડેવલ્પમનેટ થાય તે જોવું જરૂરી. રજુઆત કરનાર
121
સલગ. હાઉસિંગ રજુઆત
ફીડ. લાઈવ કીટ
14
Report
AKAshok Kumar
FollowJul 23, 2025 11:45:13Junagadh, Gujarat:
એન્કર
સનાતન ધર્મ વિરુદ્ધ ઝેર ઓકતા લોકો સામે જાગવાની જરૂર, સાધુ સંતોએ જગતગુરુ શંકરાચાર્યના નિવેદનને અપાયું ખુલ્લું સમર્થન
વિઓ..
જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ સનાતન ધર્મ વિરુદ્ધ ઝેર ઓકનારા સામે જાગવાની હવે જરૂર છે તેવું નિવેદન આપતા જૂનાગઢના સાધુ સંતો અને મહંતોએ જગતગુરુના નિવેદનને ખુલ્લું સમર્થન આપી સનાતન ધર્મ નું રક્ષણ કરવા આહવન કર્યું હતું, મહંત ઇન્દ્રભારતીએ જણાવ્યું કે સનાતન ધર્મ વિરુદ્ધ બોલનારા સામે જાગૃત થવાની જરૂર છે , આજે બનાવતી કથાકારો અને બનાવતી સાધુઓ સામે કાર્યવાહી કરવા અને આવા લોકોને બહાર કાઢવા આહવન કર્યું હતું, આજે બનાવતી ધર્મ ફૂટી નિકડા છે, તો કેટલાક કથાકારો માત્ર એક જ વિષય પર પોતાનું વક્તવ્ય આપે છે જ્યારે અન્ય દેવી દેવતાઓ વિશે પણ આ કથાકારોએ બોલવું જોઈએ તેમ મહંત ઇન્દ્રભારતી એ જણાવ્યું હતું
મહંત ઇન્દ્રભારતી
જૂનાગઢ ભવનાથ
વિઓ....જ્યારે મેંદરડા ખાખી મઢીના મહંત સુખરામ બાપુએ જણાવ્યું કે આજે બનાવતી કથાકારો કે જેમને કથા કેમ વાંચવી એનું પૂરું જ્ઞાન નથી તેવા લોકો કથા વાચક બની ગયા છે આવા લોકો સામે કાર્યવાહી કરી તેને બહાર કાઢવા જોઈએ
મહંત,સુખરામબાપુ
મહંત
મહાદેવ ગીરી બાપુ મહંત અવધૂત આશ્રમ ભવનાથ તળેટી
વિઓ....જ્યારે મહાદેવગીરી બાપુએ સનાતન ધર્મ અવશ્ય રક્ષણ કરવું એ સાધુ અને સંતોની ફરજ છે, જગતગુરુ સાથે જવું કે ન જવું એ પછીની વાત છે પણ સનાતન ધર્મની વાત આવે તો સનાતન ધર્મના રક્ષણ માટે સાધુ સંતોએ હવે આગળ આવવું જોઈએ, કોઈ સનાતન ધર્મ વિરુદ્ધ બોલે તો સાંખી ન લેવું જોઈએ,
14
Report
GPGaurav Patel
FollowJul 23, 2025 11:19:24Ahmedabad, Gujarat:
અમદાવાદ-
કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને રાહુલ ગાંધી રાજનીતિના પાઠ ભણાવશે
26 જુલાઈએ રાહુલ ગાંધી ગુજરાત આવશે
કોંગ્રેસના જિલ્લા પ્રમુખોના ટ્રેનિંગ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેશે
26 થી 28 જુલાઈ કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા પ્રમુખોનો આણંદ જિલ્લામાં ટ્રેનિંગ પ્રોગ્રામ
પ્રથમ દિવસે રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખોને પાઠ ભણાવશે
બાકીના બે દિવસ નિષ્ણાતો જિલ્લા પ્રમુખોને તાલીમ આપશે
14
Report
BBBindu Bhushan
FollowJul 23, 2025 11:16:04Madhubani, Bihar:
2307 ZBJ MDB SSB FIRING R
LOCATION MADHUBANI BINDU BHUSHAN
एंकर मधुबनी के नेपाल सीमा पर SSB चेकपोस्ट पर झड़प, उपद्रवियों ने जवानों पर किया पथराव और हथियार लूटने की कोशिश की।जवानों ने की फायरिंग,गोली लगने से एक युवक और एक जवान जख्मी।घटना बासोपट्टी थाना क्षेत्र के महिनाथपुर बॉर्डर की है।भारत-नेपाल सीमा पर एक बड़ी सुरक्षा चुनौती तब सामने आई जब चार संदिग्ध युवक SSB चेकपोस्ट के मेन रोड से न जाकर कच्चे रास्ते से सीमा पार करने की कोशिश कर रहे थे। घटना सीमा स्तंभ संख्या 276/5 महिनाथपुर चेक पोस्ट पर तैनात SSB जवानों के साथ हुई।
चेकिंग ड्यूटी पर तैनात मुख्य आरक्षी सुधीर कुमार सिंह (कमांडर), आरक्षी राज गोंड, राजू कुमार राम और सरोज कुमार यादव सुबह 7 बजे से दोपहर 1 बजे तक की ड्यूटी पर थे। इसी दौरान कुछ लोग संदिग्ध ढंग से नेपाल की ओर सामान लेकर कच्चे रास्ते से जा रहे थे। जवानों ने उन्हें रोका और मुख्य मार्ग से जाने की सलाह दी, लेकिन वे लोग उग्र हो गए और देखते ही देखते काफी भीड़ इकट्ठा हो गई।
भीड़ ने जवानों से हाथापाई शुरू कर दी और चेकपोस्ट पर पथराव कर दिया। इतना ही नहीं, उपद्रवियों ने जवानों से हथियार छीनने की भी कोशिश की। हालात बिगड़ते देख आत्मरक्षा में आरक्षी राजू कुमार राम ने अपनी इंसास राइफल (बट नंबर 195) से पांच राउंड फायरिंग की। इस दौरान एक स्थानीय व्यक्ति भरत पासवान को गोली लगी, जबकि दो SSB जवान भी घायल हो गए हैं।
घटना की जानकारी मिलते ही SSB के वरीय अधिकारी, एसडीएम, एसडीपीओ, SHO मौके पर पहुंच गए और स्थिति को नियंत्रित किया। घायल जवानों को प्राथमिक उपचार के लिए जयनगर अनुमंडलीय अस्पताल भेजा गया है, जबकि घायल युवक भरत पासवान को बेहतर इलाज के लिए दरभंगा मेडिकल कॉलेज अस्पताल (DMCH) रेफर किया गया।
एसपी योगेंद्र कुमार ने बताया घटना स्थल के आसपास लगे CCTV कैमरों को खंगाला का रहा है,बासोपट्टी पुलिस ने एक आरोपी को गिरफ्तार कर लिया है और अन्य की तलाश जारी है। फिलहाल स्थिति पूरी तरह सामान्य है और विधि व्यवस्था नियंत्रण में है।
पुलिस ने इस मामले में जांच शुरू कर दी है और FIR दर्ज की जा रही है। प्रशासन ने स्पष्ट किया है कि सीमा सुरक्षा से किसी प्रकार का समझौता नहीं किया जाएगा और दोषियों के खिलाफ कड़ी कानूनी कार्रवाई की जाएगी।उपद्रवियों की पहचान कर शीघ्र गिरफ्तारी की जाएगी।
बाइट योगेंद्र कुमार SP मधुबनी
14
Report