Back
દ્વારકા: કોંગ્રેસની વિશાળ રેલીમાં નાગરિકોની મુશ્કેલીઓ ઉઠાઈ!
LJLakhani Jaydeep
FollowJul 23, 2025 18:45:16
Dwarka, Gujarat
વીઓ 01:- દ્વારકા ના જામ રાવલ નગરપાલિકાના વિવિધ પ્રશ્નોને લઈને આજે કોંગ્રેસ પક્ષ અને શહેરીજનો દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા, ગટરના ખુલ્લા ઢાંકણા, અને રોજિંદા જીવનમાં પડતી હાલાકી જેવા મુદ્દાઓ પર અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. સ્થાનિક નાગરિકોએ પોતાની મુશ્કેલીઓ વ્યક્ત કરી હતી અને પાલિકાના બેદરકાર વહીવટ સામે નારાજગી દર્શાવી હતી.
બાઈટ :- પાલ આંબલીયા, જિલ્લા પ્રમુખ કોંગ્રેસ, દેવભૂમિ દ્વારકા
વીઓ 02 :- કોંગ્રેસના આગેવાનોએ રોડ-રસ્તાના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ કર્યો હતો.રાવલમાં પાલિકા દ્વારા રોડ રિપેરિંગના કામ દરમિયાન માટી નાખવામાં આવતા એક જાગૃત યુવાને તેનો વિરોધ કર્યો હતો. આ ઘટના બાદ રાવલ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા યુવાનને કથિત રીતે ગર્ભિત ધમકી આપવામાં આવી હતી, જેણે આ વિવાદને વધુ તીવ્ર બનાવ્યો હતો.
બાઈટ :- પ્રકાશ ગોરાણીયા,સ્થાનિક
વીઓ 03:- ચીફ ઓફિસર દ્વારા અપાયેલી આ ગર્ભિત ધમકીનો કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પાલ આંબલિયાએ સખત વિરોધ કર્યો હતો અને ચીફ ઓફિસરને આડે હાથ લીધા હતા. તેમણે આ મામલે યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી અને જણાવ્યું હતું કે પ્રજાના પ્રશ્નો ઉઠાવનારાઓને ધમકાવવાનો પ્રયાસ સાંખી લેવામાં આવશે નહીં. આ રેલી દ્વારા પાલિકા પર તાત્કાલિક પગલાં લેવા માટે દબાણ લાવવામાં આવ્યું છે.
બાઈટ :- ભાવેશ બાટવા ,ચીફ ઓફિસર, રાવલ નગરપાલિકા
વીઓ 04 :- જામ રાવલ નગરપાલિકાના પ્રશ્નો મુદ્દે કોંગ્રેસ અને નાગરિકો દ્વારા એક વિશાળ રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં વરસાદી પાણીના નિકાલ, ખુલ્લા ગટરના ઢાંકણા અને રોજિંદા હાલાકી જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસે રોડ-રસ્તાના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો અને રાવલ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા જાગૃત યુવાનને અપાયેલી કથિત ગર્ભિત ધમકીનો કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પાલ આંબલિયાએ સખત વિરોધ કર્યો હતો.
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
HBHimanshu Bhatt
FollowJul 24, 2025 17:30:34Morbi, Gujarat:
Slug 2407ZK_MRB_HARSH_SANGHVI
Format PKG
Reporter HIMANSHU BHATT
Feed 2407ZK_MRB_HARSH_SANGHVI
Date 24/07/2025
Location MORBI
APPROVAL VISHALBHAI
એંકર
ગૃહમંત્રી હર્ષ સંઘવીનો મોરબીની એસપી કચેરીમાં લોક દરબાર યોજાયો હતો જેમાં મોરબી જિલ્લાના 52 જેટલા અરજદારોને વારાફરતી બોલાવીને ગૃહમંત્રી દ્વારા અઢી કલાક સુધી હાજર રહીને સાંભળવામાં આવ્યા હતા અને ત્રણ વર્ષ પહેલા મોરબીમાં જુગારની બોગસ રેડ કરવામાં આવી હતી તે બાબતે ભોગ બનેલા યુવાનોએ ગૃહમંત્રીને ઉગ્ર રજૂઆત કરી હતી.
વીઓ
મોરબીમાં શોભેશ્વર રોડે આવેલ એસપી ઓફિસે આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં લોક દરબાર યોજાયો હતો જેમાં મોરબીથી સરકારમાં કે ગૃહ વિભાગમાં જે અરજદારો દ્વારા અરજીઓ કરવામાં આવી હોય તેવા 52 જેટલા આર્જદારોને બોલાવવામાં આવ્યા હતા અને તેઓને વ્યક્તિગત રીતે ચેમ્બરમાં બોલાવીને ગૃહમંત્રી દ્વારા સાંભળવામાં આવ્યા હતા ત્યારે સ્થાનિક ધારાસભ્યોએ પણ ત્યાં હજાર રહ્યા હતા. અને ગૃહમંત્રી મોરબી જિલ્લાના 52 જેટલા અરજદારોને વારાફરતી બોલાવીને મોરબીની એસપી કચેરીમાં અઢી કલાક સુધી હાજર રહીને સાંભળ્યા હતા. જે અરજદારો આવ્યા હતા તેમાં ઘણા અરજદારોના કામ થઈ ગયેલ હોવાથી તેઓએ પોલીસની કમગિરિની પ્રશંસા કરી હતી જો કે, મોરબીના રાજપર રોડે આવેલ કારખાનામાં ત્રણ વર્ષ પહેલા તા 22/7 ના રોજ જુગારની બોગસ રેડ કરવામાં આવી હતી જેની મેટર હાલમાં કોર્ટમાં પેન્ડિંગ છે અને અધિકારીને હાલમાં એલસીબી પીઆઇ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે ભોગ બનેલા યુવાનોએ ગૃહમંત્રીને આ બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી અને તેઓની સામે કેમ કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી તેવો અણીદાર સવાલ કર્યો હતો. ઉલેખનીય છેકે, કેટલાક લોકોની સમસ્યાઓનો નિકાલ સ્થળ પર જ કરવામાં આવેલ હતો અને અમુક પ્રશ્નો રેવન્યુ સાથે જોડાયેલા હતા જેથી તેને મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યાલયમાં મોકલીને ધારાસભ્ય અને સાંસદને તેમાં મદદરૂપ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી જિલ્લા પોલીસે છેલ્લા દિવસોમાં અસામાજિક તત્વો સામે કરેલ કામગીરી તેમજ ઉદ્યોગકારોના ફસાયેલા નાણાં પાછા આવે તેના માટે જે સીટની રચના કરવામાં આવેલ છે તેની કામગીરીથી લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો તેવી માહિતી ગૃહમંત્રી પત્રકારોને આપી હતી. અને કહ્યું હતું કે, અરજદારોને ગાંધીનગર સુધી ધક્કા ન ખાવા પડે તે માટે હું આજે મોરબી આવેલ છું.
બાઇટ 1: હર્ષ સંઘવી, ગૃહમંત્રી
બાઇટ ગુજરાતી અને હિન્દી માં આપેલ છે
14
Report
MMMitesh Mali
FollowJul 24, 2025 16:47:02Vadodara, Gujarat:
DATE:24/07/2025
LOCATION:VADODARA
APRUVAL BY : VISHAL BHAI
આજથી માં દશામાં વ્રતનો શુભારંભ થયેલ છે ત્યારે પાદરામાં છેલ્લા પાંચ વર્ષથી પિતા પુત્ર દ્વારા માતાજીનું વ્રત શ્રદ્ધાબેન કરવામાં આવે છે અને માતાજીની મૂર્તિ સાથે વિવિધ ડેકોરેશન પણ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે મુજપુર ગંભીરા બ્રિજની બનેલી ગોજારી દુર્ઘટના સમયે રેસ્ક્યુ કરનાર ગ્રામજનો તેમજ વિવિધ સંસ્થા સંસ્થાઓ ની કામગીરીને દર્શાવતું આકર્ષણ મુવિંગ નિહાળવાની સાથે માતાજી ના દર્શનાર્થે ભક્તો આવતા હોય છે.....
વી ઓ
દિવાસાના શુભ પર્વથી મા દશામાનુ વ્રતનું શુભારંભ થતો હોય છે અને અનેક ભક્તો હર્ષોલ્લાસ અને ભક્તિ ભાવપૂર્વક વ્રત કરતા હોય છે ત્યારે પાદરાના ઘાયજ રોડ પર લકુલેશ સોસાયટી નજીક આવેલ મહાકાળી સોસાયટીમાં રહેતા અને ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલા ગોપાલભાઈ રાવળ તેમજ તેઓના પુત્ર રાકેશભાઈ છેલ્લા પાંચ વર્ષથી મા દશામાનુ વ્રત ભક્તિભાવ પૂર્વક અને હર્ષો ઉલ્લાસ કરતા હોય છે ત્યારે દર વર્ષે મા દશામા ની મૂર્તિની સ્થાપના કરી ઉપવાસ સાથે માતાજીની શ્રદ્ધાપૂર્વક આરાધના કરતા હોય છે અને દર વર્ષે વિવિધ ટીમ પર આકર્ષણ મુવિંગ ડેકોરેશન પણ કરતા હોય છે શ્રધ્ધા ની સાથે સાથે સમાજિક અને માનતા ના સંદેશો અને લોકો ના જીવ બચાવતા તેમજ રેસ્ક્યુ ની કામગીરી ની મુવિંગ દર્શાવ્યું હતું..
ત્યારે આ વર્ષે ગત મહિને મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટના અને બ્રિજ તૂટ્યા બાદ કરવામાં આવેલ રેસ્ક્યુમાં પોલીસ જવાન, 108, મેડિકલ ટીમ સહિત ની કામગીરીમાં વિવિધ સંસ્થાઓ, આસપાસના ગ્રામજનો અને વહીવટી તંત્ર, સામાજિક કાર્યકરો તેમજ રાજકીય આગેવાનો દ્વારા સતત રેસ્કી ની કામગીરીને દર્શાવતી મુવીંગ ડેકોરેશન કરવામાં આવ્યું હતું. તૂટી પડેલી બ્રિજ તેમજ જે સ્થિતિ મુજપુર ગંભીરા બ્રિજ પર હતી તેની આબેહૂબ મૂવી તેઓએ પોતાના ઘરે દશામાના વ્રત દરમિયાન બનાવી હતી ગોપાલભાઈ રાવળ તથા તેઓના પુત્ર રાકેશભાઈ રાવળ દ્વારા આ મુવી ગ બનાવેલ છે અને માતાજીની દસ દિવસ દરમિયાન શ્રદ્ધાપૂર્વક આરાધના કરતા હોય છે ત્યારે આસપાસના લોકો તેમજ માય ભક્તો મોટી સંખ્યામાં આ મૂવી ગ ની સાથે માતાજીના દર્શનાર્થે પણ આવતા હોય છે મુનિગ બનાવનાર ગોપાલભાઈ રાવળે આ ગોઝારી ઘટનાના દુઃખ વ્યક્ત કરી મૃતોને શ્રદ્ધાંજલિ આપી હતી તેમજ તેઓના પરિવારને આ દુઃખ સહન કરવાની માતાજી શક્તિ આપે એવી પ્રાર્થના કરી હતી
બાઈટ 1 ગોપાલભાઈ રાવળ
(વ્રત કરનાર શ્રદ્ધાળુ અને મુવિંગ કરનાર પાદરા)
બાઈટ : WKT
14
Report
MMMitesh Mali
FollowJul 24, 2025 16:46:55Vadodara, Gujarat:
DATE:24/07/2025
LOCATION:VADODARA
APRUVAL BY : VISHAL BHAI
પાદરા રાધે ક્રિષ્ના સોસાયટી પાસે વીજ કરંટ ના કારણે 11 વર્ષીય કિશોર નક્ષ સોની ના થયેલા મોત બાદ, વોર્ડ નબર 3 ના રહીશો એ પાલિકા સામે રોષ વ્યક્ત કરી આક્રોશ વ્યક્ત કર્યો અને હોબાળો મચાવ્યો હતો અને પાલિકા સામે આક્ષેપો કરી ન્યાય ની માંગ કરી હતી પાલિકા માં રામધૂન બોલાવી કોર્પોરેટરો વિરુધ્ધ સૂત્રોચાર કર્યા હતા..
વી ઓ
પાદરા રાધાકૃષ્ણ સોસાયટી પાસે વીજ કરંટ લાગવાથી 11 વર્ષના કિશોરનું મોતની હતુ, જેને લઈને વોર્ડ નબર ત્રણ ના વિસ્તાર સ્થાનિક પાંચ સોસાયટીના રહીશોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને સ્થાનિકો એ મોરચા અને રેલી સ્વરૂપે પાદરા નગર પાલિકામાં રજૂઆત કરવા આવ્યા હતા પરંતુ પાલિકામાં ના તો કોઈ કોર્પોરેટર કે કોઈ મુખ્ય અધિકારી નહી મળતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને પાદરા નગર પાલિકા ના પ્રમુખ ની ઓફિસમાં રામધૂન બોલાવીને સૂત્રોચાર કર્યા હતા અને વોર્ડ નબર ત્રણ ના પાલિકા ના સદસ્યો ની હાઇ હાઈ ના સૂત્રોચાર સાથે હોબાળો મચાવ્યો હતો
બીજી તરફ સ્થાનિકો માં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને પાલિકા સેવા સદન ખાતે પાલિકા અને કોર્પોરેટરો વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા સ્થાનિકો એ ન્યાયની માંગ કરી હતી
પાલિકા માં હોબાળો થતા પાદરા પોલીસ મથક ના. પી.આઈ સહિત પોલીસ સ્ટાફ પહોંચ્યો હતો, જોકે આ વિસ્તાર માં ઉભરાતી ગટરો અને ગંદકી ની સમસ્યા પણ ઘણા સમય થી ઉદભવી છે જે સમસ્યા નું નિરાકરણ માટે પણ પાલિકા નિષ્ફળ ગઈ છે ત્યાં જન આક્રોશ ફાટી નિકળ્યો છે સ્થાનિકો એ પાલિકા ના તંત્ર તેમજ વીજ કંપની સામે આક્ષેપો કર્યા હતા
બાઈટ 1 દિનેશ પટેલ
(સ્થાનિક રહીશ પાદરા)
બાઈટ 2 વિકી શ્રીમાળી (સામાજિક કાર્યકર, પાદરા તાલુકા)
બાઈટ 3 અંકિતા પરમાર (સ્થાનિક રહીશ પાદરા)
જ્યારે ગઈ કાલે વીજ કરંટ ન કારણે બનેલી ઘટના ન કારણે કિશોર નું મોત થયું હતું તે નક્ષ સોનીના પરિવારજનો પણ પાદરા નગર પાલિકાએ પહોંચ્યા હતા અને વારવાર રજૂઆત કરવા છતાં પણ પાલિકા એ સમસ્યા નું નિરાકરણ નહી કરતા ઘટના બની, નક્ષ ના પિતાએ જણાવ્યું હતું બીજી આવી કોઈ ઘટના ન બને સાથે કસુરવાર સામે પગલાં ભરવાની તેમજ પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારીઓ બતાવી હતી..
બાઈટ 4 જૈમિન સોની
(મૃતક નક્ષના પિતા)
બનેલા બનાવ સંદર્ભે સ્થાનિકો એ મામલતદાર માં પણ રજૂઆત કરી હતી
14
Report
GDGaurav Dave
FollowJul 24, 2025 15:15:41Rajkot, Gujarat:
SLUG - 2407ZK_LIVE_RJT_ADHAR_AROPI
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75
એન્કર - રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આધાર કાર્ડ કઢાવવા માટેના જરૂરી ઓરીજનલ ડોક્યુમેન્ટ માંથી બોગસ ડોક્યુમેન્ટ બનાવી તે બોગસ ડોક્યુમેન્ટનો ખરા તરીકે ઉપયોગ કરી નવું આધાર કાર્ડ કાઢી આપનારા છ જેટલા આરોપીઓની ગુરુવારના રોજ ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 26 વર્ષીય રવિ ધધાણીયા, 44 વર્ષીય હરેશ સાકરીયા, 36 વર્ષીય બીપીન ઉર્ફે વિશાલ ચોવટીયા, 32 વર્ષીય જુગેશ બેસરા, 29 વર્ષીય સાર્થક બોરડ તેમજ 28 વર્ષીય ધનપાલ બોરીચા નામના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું છે કે, જે લોકો પાસે આધાર કાર્ડમાં નામ ચેન્જ તેમજ એડ્રેસ ચેન્જ સહિતની બાબતો કરાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ન હોઈ તેવા વ્યક્તિઓના પાન કાર્ડ, મેરેજ સર્ટિફિકેટ, જન્મના પ્રમાણપત્ર તેમજ સરકારી ગેજેટ સાથે છેડા કરીને તેમને જરૂરી ચેન્જીસ આધારકાર્ડમાં કરાવી આપવામાં આવતા હતા.
વિઓ - 1
રાજકોટમાં આધારકાર્ડનું
કૌભાંડ ઝડપાયું...
બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરી
આધારકાર્ડમાં કરતા સુધારા...
58 બોગસ ડોક્યુમેન્ટ સાથે
6 શખ્સોની ધરપકડ...
સમગ્ર મામલે ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, સમગ્ર મામલે આરોપીઓ વિરુદ્ધ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ખાતે બીએનએસની કલમ 336(2), 337, 339, 340, 54, 61(2) સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલા આરોપીઓની પૂછપરછમાં સાર્થક અને ધનપાલ દ્વારા જન સુવિધા કેન્દ્ર શરૂ કરવા બાબતે જરૂરી પરમિશન મેળવવામાં આવી હતી. છેલ્લા દોઢ વર્ષથી જન સુવિધા કેન્દ્ર રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલા બ્રહ્મ સમાજ ચોક ખાતે શિવમ ઇન્ફોટેક નામની ઓફિસમાં કાર્યરત હતું. બીપીન અને જુગેશ જે તે અરજદારો પાસેથી તેમના ઓરીજનલ ડોક્યુમેન્ટ મેળવીને સ્કેનરના માધ્યમથી સ્કેન કરી પેન્ટ, આધાર મેજિક સહિતના સોફ્ટવેરના માધ્યમથી જરૂરી માહિતી એડીટીંગ કરતા હતા. તેમજ ત્યારબાદ એડિટિંગ કરેલા ડોક્યુમેન્ટ્સનો સાચા તરીકે ઉપયોગ કરીને આધાર કાર્ડની સાઈટ ઉપર અપલોડ કરવામાં આવતા હતા. જ્યારે કે, રવિ અને હરેશ નામના આરોપીઓ ગ્રાહકો શોધી લાવવાનું કામકાજ કરતા હતા.
આરોપી તરીકે રવિ ખીમજી ધધાણીયા, હરેશ પ્રાગજી સાકરીયા, બિપિન ઉર્ફે વિશાલ પ્રવીણ ચોવટિયા, જુગેશ સાધુરામ બેસરા, સાર્થક જયંતી બોરડ અને ધનપાલ રમેશ બોરીચની ધરપકડ કરી છે.
બાઈટ : ડો.પાર્થરાજ સિંહ ગોહિલ, ડીસીપી ક્રાઈમ, રાજકોટ
વિઓ - 2
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દરોડો પાડીને આધાર કેન્દ્ર ખાતેથી 58 જેટલા બોગસ દસ્તાવેજ પણ કબજે કરવામાં આવ્યા છે. આધાર કેન્દ્ર પર પોતાના આધારકાર્ડમાં ચેન્જીસ કરવા માટે રાજકોટ સિવાયના પણ અન્ય જિલ્લાઓમાંથી અરજદારો આવતા હતા. ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા કોમ્પ્યુટર પ્રિન્ટર સહિતની વસ્તુઓ કબજે કરવામાં આવી છે.
બાઈટ : ડો.પાર્થરાજ સિંહ ગોહિલ, ડીસીપી ક્રાઈમ, રાજકોટ
વિઓ - 3
આરોપીઓ દ્વારા બોગસ દસ્તાવેજો બનાવીને કોઈ વ્યક્તિને આધાર કાર્ડ અપાવતા હતા કે કેમ તે બાબતે હાલ આરોપીઓની પૂછપરછ શરૂ છે. તેમજ 6 સિવાય અન્ય કોઈ આરોપીઓ ઝડપાયા છે કે કેમ તે બાબતે પણ હાલ તપાસ ચાલુ છે.
ગૌરવ દવે, ઝી 24 કલાક, રાજકોટ
14
Report
AKArpan Kaydawala
FollowJul 24, 2025 13:53:12Ahmedabad, Gujarat:
અમદાવાદ
રેશન કાર્ડ ધરાવતા હોય પણ 6 મહિના કરતા વધુ સમયથી રાશન લીધું ન હોય એવા લોકોના રાશન કાર્ડ રદ કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. ત્યારે આ અંગે ગ્રાહક સુરક્ષા સમિતિએ વિરોધ નોંધાવ્યો છે. તેમનું કહેવું છે કે સરકારના આ નિર્ણય ગ્રાહકના અધિકાર પર તરાપ સમાન છે. સરકાર રાશન કાર્ડ વિષયમાં કેટલીય ગેરરીતિ રોકી નથી શકતી પણ ગ્રાહકોને આવી રીતે હેરાન કરે છે. જેથી તેઓએ નિર્ણય પર પુનઃ વિચાર કરવાની માંગ કરી છે.
બાઇટ : મુકેશ પરીખ, પ્રમુખ - ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ
14
Report
AKArpan Kaydawala
FollowJul 24, 2025 13:45:37Ahmedabad, Gujarat:
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક કારોબારી સમિતિની મળી બેઠક
બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય
Amc ના કરુણા મંદિરમાં એકઠા થતા છાણ માંથી બનાવાઈ ગણેશજીની પ્રતિમા
સ્ટિક ઉપરાંત હવે ગાયના છાણમાંથી ગણેશ પ્રતિમા બનાવાઈ
ગણેશ પ્રતિમા ઉપરાંત ધૂપ, દીવડા સહીત અન્યપૂજા સામગ્રી પણ બનાવાઈ
જુદી જુદી રીતે તૈયાર કરાયેલી ગણેશજીની સુંદર પ્રતિમા ane અન્ય વસ્તુઓના વેચાણ દર નક્કી કરવામાં આવ્યા
ખાનગી સ્ટાર્ટઅપ સાથે મળીને amc નું આયોજન
પ્રથમ 500 પ્રતિમા દેશ વિદેશના મહાનુભાવોને ભેંટ તરીકે અપાશે
અન્ય પ્રતિમાઓનું વેચાણ કરવામાં આવશે
Amc સેવા મોબાઈલ એપ ઉપરાંત ઈ કોમર્સ પ્લેટફોર્મ પરથી પણ ખરીદી શકાશે પ્રતિમા
Amc દ્વારા નમ્બર પણ જાહેર કરાશે , જેથી શહેરીજનો ખરીદીનો ઓર્ડર આપી શકશે
બાઈટ : મિરાંત પરીખ, ડેપ્યુટી કમિશનર , amc
-- -- -- -- -- -- -- -- -- -- -- -
શ્રાવણ માસને લઈને amc નો નિર્ણય
પ્લાસ્ટિક મુક્ત અમદાવાદ ઝુંબેશ હેઠળ કરાશે કાપડની થેલીઓનું વિતરણ
શહેરના જુદા જુદા શિવાલયો ખાતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરશે વિતરણ
બાઈટ : દેવાંગ દાણી, ચેરમેન - સ્ટે કમિટી , amc
14
Report
NDNEELAM DAS PADWAR
FollowJul 24, 2025 13:37:16Korba, Chhattisgarh:
एंकर- कोरबा से एक वीडियो तेजी से वायरल हो रहा हैं जिसमे एक व्यक्ति द्वारा अपनी पत्नी को मारा जा रहा है। वीडियो में एक बच्ची अपने पिता को मम्मी को न मारने की गुहार भी लगा रही है लेकिन पति पत्नी को मारे जा रहा है। मामला बालको थाना क्षेत्र का हैं। पत्नी को मारने वाला शख्स का नाम शांति कुमार कश्यप हैं और मार खाने वाली पत्नी लुलेश्वरी कश्यप हैं जो पेशे से शिक्षिका हैं। मारपीट कि घटना के बाद पत्नी कि शिकायत पर पति और उसके माँ-बाप को बालको पुलिस ने घरेलु हिंसा के मामले में गिरफ्तार किया हैं। इशारा video वायरल होने के बाद पति को क्रूर और महिला को पीड़ित और बेबस बताया जा रहा हैं। आज हम आपको महिला कि हक़ीक़त बताने जा रहे हैँ.
बालकों के शांति नगर में शांति कुमार कश्यप निवास करता है, उसकी शादी लुलेश्वरी कश्यप से हुई। शादी के बाद सुखपूर्वक जीवन व्यतीत करने के दौरान दोनों के दो बच्चे हुए। इस दौरान पति ने अपनी मेहनत से पत्नी को पढ़ाया जिसकी बदौलत पत्नी का शिक्षाकर्मी वर्ग 3 में चयन हुआ। शिक्षिका बनने के बाद पत्नी का अवैध संबंध शांतिलाल साहू नामक एक व्यक्ति से हो गया जिसकी भनक शांति कुमार कश्यप को लग गई इसके बाद पति ने पत्नी के कृत्य का विरोध किया। पति के विरोध के बाद पारिवारिक विवाद बड़ा और पत्नी पारिवारिक विवाद के चलते दोनों बेटियों को लेकर अलग रहने लगी। अलग रहते हुए पत्नी हमेशा अपने प्रेमी शांतिलाल साहू से मिलती रही जिससे वह गर्भवती हो गई और कोरबा के निजी अस्पताल में उसने एक बच्चे को जन्म दिया जिसके प्रमाण पत्र में भी उसने अपने प्रेमी का नाम दर्ज कराया। बच्चा होने के बाद समाज के भय से वह बार-बार पति के पास जाकर नाजायज को अपनाने की बात करने लगी जब पति ने इसका विरोध किया तो पति द्वारा लिए जमीन को अपने नाम करने के लिए पति पर दबाव बनाया। पति जब नहीं माना तो उसको प्रताड़ित करने लगी। पति शांति कुमार कश्यप ने इसकी शिकायत अपनी मां के सहारे राज्य महिला आयोग में की थी, महिला आयोग कि अध्यक्ष किरणमई नायक ने जब DNA टेस्ट कराने को कहा तो शिक्षिका पत्नी पीछे हट गई और नीचे नजरों से यह स्वीकार किया कि तीसरा बच्चा अवैध संबंध से है. तब महिला आयोग ने पति के पक्ष में फैसला देते हुए कहा कि शिक्षिका के पद में रहते यह कृत्य सही नहीं है, उन्होंने पति के पक्ष में फैसला देकर कहा कि महिला आयोग के फैसले के दस्तावेज से शांति कुमार कश्यप पत्नी से तलाक ले सकते है और शिक्षिका सेवा को भी समाप्त करा सकते है. इस खबर को ZEE mpcg ने 19 जून को प्रमुखता से दिखाया भी था.
महिला आयोग के निर्णय के बाद भी पत्नी लुलेश्वरी कश्यप बार-बार पति के घर जाकर प्रताड़ित करती है और जमीन को उसे देने दबाव बनाती हैं। 20 जुलाई को भी वह पति के घर पहुंची हुई थी। पति के घर में नहीं होने पर उसने घर के सामानों को तोड़ना फोड़ना शुरू कर दिया। जिसकी सूचना के बाद पति ड्यूटी से घर पहुंचा और फिर विवाद हो गया. जालसाज़ पत्नी यही तो चाहती थी कि पति उसके साथ विवाद करें और उसे लोगों का सिंपैथी मिले। उसने विवाद को ख़त्म करने के बजाए उसमे आग भड़का दी जिसके बाद पति ने पत्नी की पिटाई कर दी। इस मारपीट का वीडियो पत्नी के ही किसी खास ने बना लिया और वीडियो को वायरल कर लोगों कि sympathi ली और पुलिस में पति और सास ससुर के खिलाफ शिकायत कि, बालकों पुलिस ने मामला दर्ज कर लिया है और आगे की कार्रवाई में जुटी हुई है।
ZEE mpcg कतई बर्दाश्त नहीं करेगा कि किसी महिला कि इस तरह पिटाई की जाए लेकिन जब महिला ही अपनी मर्यादा को लांघ जाए और पुरुष को विवस कर दे कि वह मानवता भूलकर अमानवीय कृत्य करने को बाध्य हो जाए तो कहीं ना कहीं समाज को सोचना पड़ेगा की हमेशा पुरुष ही गलत नहीं होता।
14
Report
CPCHETAN PATEL
FollowJul 24, 2025 13:37:05Surat, Gujarat:
સુરત બ્રેક
સુરત જિલ્લામાં CISF જવાન પર સવારે મોર્નિંગ વોક દરમિયાન હુમલો
CISF જવાન જંગ બહાદુર પર મોબાઈલ સ્નેચરે ચપ્પુ વડે કર્યો હુમલો
CISF સબ-ઇન્સ્પેક્ટર ગજેન્દ્રસિંહ સમયસૂચકતાથી દોડી આવ્યા
હુમલાખોર સ્નેચર મોબાઈલ છીનવવાની કોશિશ કરીને ભાગી રહ્યો હતો
સબ-ઇન્સ્પેક્ટરે સ્નેચરનો એક કિલોમીટર સુધી કર્યો પીછો
સ્નેચરે પીછો કરતા ગજેન્દ્રસિંહ પર પણ ચપ્પુ વડે હુમલો કર્યો
ગજેન્દ્રસિંહની વર્દી પર ચપ્પુ વાગતાં ફાટી ગઈ, પણ ઈજા ટળી
ગજેન્દ્રસિંહે હુમલાખોર સ્નેચરને ઝડપી પોલીસના હવાલે કર્યો
ઈજાગ્રસ્ત જવાન જંગ બહાદુરની હાલત હાલ સ્થિર છે
પોલીસે સ્નેચર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી
પોલીસે સ્નેચર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી
14
Report
CPCHETAN PATEL
FollowJul 24, 2025 13:16:08Surat, Gujarat:
સુરત :: ગુજરાતમાં પ્રથમ વખત RTO ની સૌથી મોટી કરવાહી.
સુરત RTOનો ટેક્સ નહિ ભરનાર સામે મોટી કાર્યવાહી.
બસને ટેક્સ ન ભરવામાં બે સંચાલકની મિલકત પર બોજો પાડ્યો
બે બસ માલિકો મિકલતો પર બોજો પાડ્યો.
RTOએ ભાવનગર અને ગારિયાધાર તળાજાની જમીન પર બોજો પાડી દીધો.
બસ માલિક ગોરધન રોયનો 1.30 કરોડ અને રમેશ વઘાસીયા 45.39 લાખ રૂપિયા ટેક્સ બાકી હતો.
અનેક વાર નોટિસ આપવા છતાં RTO નો ટેક્સ ભરતા નહિ હતા.
આખરે RTOએ માલિકીની જમીન પર બોજો પાડી કડક કાર્યવાહી કરી
બાઈટ એચ એમ પટેલ આરટીઓ
14
Report
NMNACHIKET MEHTA
FollowJul 24, 2025 12:31:26Kheda, Gujarat:
ખેડા જિલ્લા થી સૌરાષ્ટ્રની જોડતો સાબરમતી નદી પર આવેલ બ્રિજ
૭૨ વર્ષ જૂના રસિકપુરા બ્રિજને એરક્રાફ્ટ અને વિમાન બનાવવામાં વપરાતા કાર્બન ફાઇબરથી અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે... મેટલ અને સ્ટીલ કરતાં ૧૦ ગણું મજબૂત.
નવ જૂનના રોજ ગુજરાતના વડોદરા અને આણંદને જોડતા ગંભીરા પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેમાં 20 થી વધુ લોકો માર્યા ગયા હતા.
આ અકસ્માત પછી, સમગ્ર ગુજરાતમાં પુલોની સ્થિરતા તપાસવામાં આવી. તેવી જ રીતે, ખેડા જિલ્લામાં બે પુલ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. પરંતુ ગંભીરા અકસ્માત પહેલા, ખેડાને સૌરાષ્ટ્ર સાથે જોડતા પુલને નવી અદ્યતન ટેકનોલોજીથી અપગ્રેડ કરવામાં આવી રહ્યો હતો. વિમાન બનાવવામાં વપરાતા કાર્બન ફાઇબરનો ઉપયોગ કરીને 2 કરોડ રૂપિયાના ખર્ચે સમગ્ર પુલને મજબૂત બનાવવામાં આવી રહ્યો છે.
one 2 one માર્ગ મકાન વિભાગ ખેડા ના અધિકારી સાથે
ખેડા થી ધોળકા-સૌરાષ્ટ્ર તરફ જતા વાહનવ્યવહાર માટે અત્યંત મહત્વપૂર્ણ આ બ્રીજની મરામતની કામગીરી મે ૨૦૨૫માં શરૂ કરવામાં આવી છે. ૧૯૫૩માં બનેલો આ પુલ ૧૮૦ મીટર લાંબો છે અને તેમાં ૨૧ મીટરના કુલ ૯ સ્પાન છે. આ પુલ સાબરમતી નદી પર બનેલો છે. મોનસુન કામગીરી દરમ્યાન, ખેડા આર એન્ડ બી વિભાગને આ પુલમાં નુકસાન જોવા મળ્યું હતું, જેના કારણે મે 2025 માં આ પુલનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું. આ પુલ 72 વર્ષ જૂનો હોવાથી આ બ્રીજ નિચે આવેલ બેરિંગ્સને મજબૂત બનાવવામાં અથવા સમારકામ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ નવી ટેકનોલોજીના કારણે આ પુલનો ફરી સ્ટ્રક્ચર કરવાનું શક્ય આવ્યું અને હવે આ પુલ પર કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જોકે, ચોમાસાની ઋતુ હોવાથી કામગિરી કરવામા સમય લાગી રહ્યો છે. જેના કારણે આર એન્ડ બી વિભાગે સપ્ટેમ્બર 2025 સુધીમાં પુલના મજબૂતીકરણનું કામ પૂર્ણ થવાની શક્યતા વ્યક્ત કરી છે. બે એન્જિનિયર અને 18 વર્કર પુલના રિ કન્સ્ટ્રક્શન માટે સતત કાર્યરત છે. આ પુલનું મજબૂતીકરણ કાર્ય
સ્ક્રુ રિપેરિંગ, બેરિંગ રેક્ટિફિકેશન, ઇપોક્સી ગ્રાઉટિંગ, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, બેરિંગ ઓઇલિંગ, ગ્રીસિંગ, બ્રિજ લિફ્ટ, સ્લેબ લિફ્ટ, તેમજ કાર્બન ફાઇબર લેમિનેટિંગ અને કાર્બન ફાઇબર શીટ્સ ઇન્સ્ટોલ કરીને નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવી રહ્યું છે. કાર્બન ફાઇબર લેમિનેશન એ કાર્બન ફાઇબર કમ્પોઝિટના અંતિમ સ્તરને લાગુ કરવાની પ્રક્રિયા છે, જેમાં રેઝિન મેટ્રિક્સનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા સ્ટીલ કરતાં દસ ગણું મજબૂત અને ટકાઉ માળખું બનાવે છે. આ આધુનિક પદ્ધતિથી પુલને એવી રીતે મજબૂત બનાવવામાં આવી રહ્યો છે કે ભવિષ્યમાં કોઈ સમસ્યા ઊભી ન થાય. હાલમાં આ પુલ પરનો ટ્રાફિક પાસે બનેલા નવા પુલ પર વાળવામાં આવ્યો છે. જે રીતે આ પુલને મજબૂત બનાવવામાં આવી રહ્યો છે, જો એવી જ રીતે ગંભીરા પુલમાં મોનસુન કામગીરી અંતર્ગત સમારકામનું કામ શરૂ કરવામાં આવ્યું હોત, તો ન તો પુલનો એક ભાગ તૂટી પડ્યો હોત અને ન તો 20 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હોત.
ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બ્રિજ નીચેથી
walkthrough ane one 2 one વિવેક જામ, ખેડા જિલ્લા મકાન વિભાગ અધિકારી
14
Report
TBTarsem Bhardwaj
FollowJul 24, 2025 12:30:43Ludhiana, Punjab:
लुधियाना के मॉडल इलाके में आवारा कुत्तों का आतंक — एक्टिवा सवार महिला पर कुत्तों ने किया हमला, एक्टिवा हुई बेकाबू, महिला गंभीर रूप से घायल, सीसीटीवी में कैद हुई तस्वीरें, मोहल्ले के लोगों ने कहा: नगर निगम नहीं ले रहा कोई संज्ञान, आवारा कुत्तों की वजह से बच्चे घर से बाहर नहीं खेल सकते।
लुधियाना के मॉडल इलाके में आवारा कुत्तों का कहर लगातार जारी है। यह घटना मॉडल टाउन इलाके में हुई, जहां दो महिलाएं एक्टिवा पर जा रही थीं। उनके पीछे आवारा कुत्ते दौड़ पड़े, जिससे एक्टिवा सवार महिलाएं बेकाबू होकर कार से टकरा गईं। इस दुर्घटना में महिलाएं बुरी तरह घायल हो गईं। यह पूरी घटना सीसीटीवी कैमरे में कैद हो गई।
घटना के बाद इलाके में दहशत का माहौल बन गया है। दुकानदारों और स्थानीय लोगों का कहना है कि बच्चे बाहर खेलने नहीं जा सकते, आने-जाने वालों को काफी परेशानी हो रही है। नगर निगम की ओर से आवारा कुत्तों की कोई समस्या का समाधान नहीं किया गया है, न ही कोई डॉग शेल्टर है, जिस कारण लोग बहुत परेशान हैं। लोगों ने नगर निगम से मांग की है कि आवारा कुत्तों की समस्या का जल्द से जल्द समाधान किया जाए।
— बाइट: इलाके के लोग
— बाइट: इलाके के लोग
— बाइट: इलाके के लोग
14
Report
ARAlkesh Rao
FollowJul 24, 2025 12:15:27Banaskantha, Gujarat:
નોંધ-ફીડ LIVEU થી આપેલ છે.
સ્લગ- સીએમ
સરહદ પર સૂર્યોદય સંકલ્પ હેઠળ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં 358.39 કરોડના ખર્ચે વિવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુર્હત કરવામાં આવ્યા હતા. આજે નડાબેટ ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આ તમામ વિકાસના કામોને વેગ આપવામાં આવ્યો હતો. જેને લઇ બનાસકાંઠા જિલ્લા વાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને મુખ્યમંત્રી દ્વારા બનાસકાંઠા જિલ્લાને આપવામાં આવેલા વિકાસના કામોને વધાવી લેવામાં આવ્યા હતા..
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે બનાસકાંઠાના સીમાવર્તી સુઈગામ - નડાબેટ ખાતેથી રૂ. ૩૫૮.૩૭ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુર્હુત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જેમાં ૩૦૨.૬૯ કરોડના વિવિધ કાર્યોનું ખાતમુર્હુત તથા ૫૫.૬૮ કરોડના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વિકાસ કાર્યો થકી બનાસકાંઠાની વિકાસ ગતિને નવી રાહ મળશે. આરોગ્ય, શિક્ષણ, એનર્જી, રોડ- રસ્તા તેમજ શહેરી વિકાસના અનેક વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત નાગરિકોના જીવન ધોરણને ઉંચુ લાવવા મદદરુપ બનશે. સરહદ પર સંકલ્પનો સૂર્યોદય નેમ હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સરહદી વિસ્તાર નડાબેટ ખાતેથી
૧.૮૩ કરોડના ખર્ચે નવનિર્મિત સુઈગામ બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. જેમાં ૧૧ નવીન બસોને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.તેઓ ડીસા ખાતે ૬.૪૩ કરોડના ખર્ચે નવીન આધુનિક વર્કશોપનું ખાતમુહુર્ત પણ કર્યું હતું.અવિરત અને ગુણવત્તાયુક્ત વીજપુરવઠો નાગરિકોને મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રૂ. ૪૦.૭૭ કરોડના વીજ સબ સ્ટેશનોનું લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત આજે કર્યું હતું. પાલનપુર, ડીસા, થરાદ, લાખણી તાલુકાઓમાં વીજ સબ સ્ટેશન બનવાથી નાગરિકોને ૨૪ કલાક વીજળી મળી રહેશે. મુખ્યમંત્રી બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય સુખાકારી હેતુ રૂ.૮૭.૧૮ કરોડના ખર્ચે આરોગ્યને લગતા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું હતું. જેમાં ડીસા ખાતે જિલ્લા કક્ષાની રૂ. ૮૦ કરોડના ખર્ચે સિવિલ હોસ્પિટલનું નિમાર્ણ થશે. જયારે થરાદ તાલુકામાં ૦૬ પેટા આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થશે. જયારે દિયોદર ખાતે આરોગ્ય કેન્દ્ર અને પાલનપુર ખાતે અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર પ્રજા માટે ખુલ્લુ મુકવામાં આવશે. તેઓ ધાનેરા તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનનું પણ લોકાપર્ણ કર્યું હતું.રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે મોડલ ફાયર સ્ટેશન બનાવવા રૂ. ૯.૫૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે જે મોડલ ફાયર સ્ટેશનનું ખાતમુહુર્ત આજે કર્યું હતું. ડીસા ખાતે ૧૮.૫૬ કરોડના ખર્ચે ટાઉન હોલનું નિમાર્ણ થશે. જયારે ૯.૨૪ કરોડના ખર્ચે ૫૦ MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે જેનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નડેશ્વરી માતાના દર્શન કર્યા હતા તથા નડાબેટ BOP ખાતે બી.એસ.એફ જવાનો સાથે સંવાદ પણ કર્યો હતો.તાજેતરમાં જ ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ બી.એસ.એફ જવાનોએ ખડેપગે રહીને આપણા દેશની સીમાઓ સુરક્ષિત કરી છે ત્યારે દેશની સુરક્ષા માટે સતત પરિશ્રમ કરતા જવાનો સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ સંવાદ કર્યો હતો.મુખ્યમંત્રીની સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા.
લાઈવ -સ્પીચ-ભુપેન્દ્ર પટેલ-મુખ્યમંત્રી
લાઈવ સ્પીચ -શંકર ચૌધરી -વિધાનસભા અધ્યક્ષ
બાઈટ-1-જેતસીભાઈ પટેલ-સ્થાનિક સરપંચ
બાઈટ-2-મુકેશભાઈ ઠાકોર -સ્થાનિક
બાઈટ-3-મનુભાઈ મહેતા-સ્થાનિક
અલકેશ રાવ-બનાસકાંઠા
મો-9687249834
14
Report
DRDarshal Raval
FollowJul 24, 2025 12:03:37Ahmedabad, Gujarat:
અમદાવાદ
નવરંગપુરામા આવેલ સોમ લલીત શાળા નો બનાવ ...
ધોરણ 10 માં અભ્યાસ કરતી વિધાર્થિની મૂક્યું પડતું
ઘટના અંગે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી પ્રજ્ઞેશ શાસ્ત્રીનું નિવેદન
વિદ્યાર્થીનીએ શાળા ના ચોથા માળે થી નીચે પડતું મૂક્યું
12 વાગ્યા આસપાસ રીસેસ સમયનો બનાવ
નીચે પટકાતા અવાજ આવતા અને લોકોએ જોતા શિક્ષકો દોડી આવ્યા હતા.
ગંભીર ઘટનામાં વિદ્યાર્થિનીને ઇજાઓ થવા શાળા દ્વારા 108 બોલાવી તાત્કાલિક સારવાર અર્થે ખસેડવા માં આવી
વિદ્યાર્થિનીને અનેક ફેક્ચર હોવાથી હાલત ગંભીર
વિધાર્થી ની કઈ રીતે પડી તેને લઈ ને તપાસ શરૂ કરવા માં આવી
કોઈ એ ધક્કો માર્યો કે આપઘાતનો પ્રયાસ કર્યો તે મામલે તપાસ તેજ
Deo એ ઘટનાનું કારણ ઝડપી શોધવા શાળાને કર્યો આદેશ
શાળા સંચાલકો અને પોલીસ ઘટનાનું કારણ શોધવામાં લાગી
પોલીસે cctv ફૂટેજ મેળવી અને નિવેદન લેવાનું શરૂ કરી તપાસ શરૂ કરી
ઘટના પાછળ શાળા, શિક્ષક કે વાલી કે અન્ય વિદ્યાર્થી જવાબદાર તે અંગે થશે તપાસ
વિદ્યાર્થીના ભાનમાં આવ્યા બાદ વધુ વિગત સામે આવી શકે છે
જો શાળામાં કોઈ બેદરકારી હશે તો મેનેજીંગ ટ્રસ્ટીએ તે મામલે કડક પગલાં ભરવા ખાતરી આપી
વિઝ્યુલ અને વોકથરુ
121 પ્રજ્ઞેશ શાસ્ત્રી. મેનેજીંગ ટ્રસ્ટી
સલગ. સોમ લલિત
14
Report
CPCHETAN PATEL
FollowJul 24, 2025 11:46:43Surat, Gujarat:
સુરત બ્રેકીંગ.
*કોંગ્રેસ નેતા ધારાસભ્ય તુષાર ચૌધરીનું મોટું નિવેદન.*
*દિલીપભાઈ સંઘાણી એ કરેલા નિવેદનને આપ્યો વળતો પ્રહાર.*
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પર કરેલા નિવેદન સામે આપ્યો જવાબ
દિલીપભાઈ સંઘાણીએ ચિંતા કરવાની જરૂર નથી
આ ઘોડા છે કે ગધેડા છે કે ખચર છે,કોંગ્રેસ પાર્ટી છે કોંગ્રેસ પાર્ટી એ સંગઠનની જવાબદારી સોંપી છે
આ વખતે કોંગ્રેસ પાર્ટી એ દિલ્હીથી નિરીક્ષકો મોકલીને જાહેરાત પણ પહેલી વખત દિલ્હીથી કરવામાં આવી છે
આ વખતની રણનીતિમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ત્રણ મહિને કામની સમીક્ષા થશે
પક્ષની ડિમાન્ડ છે એ મુજબની કામગીરી નહીં કરી શકો તો તેમને બદલી નાખવામાં આવશે
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પર કયું દિલીપ સંઘાણીનું પોતાનું મંતવ્ય હોઈ શકે છે
દિલીપ સંઘાણી હાલ ભાજપથી નારાજ ચાલી રહ્યા છે
સહકારી ક્ષેત્રે દિલીપ સંઘાણીને ભાજપનું સમર્થન મળવું જોઈએ તે નથી મળતું
માત્ર લાઈન લાઈટમાં આવવા માટે રાહુલ ગાંધી સામે આવા નિવેદનો આપે છે
કોઈના મોઢે તાળા મારી શકાતા નથી
લોકો મન ફાવે તેવું બોલે છે
મારા જેવા હોય તો પોલીસ ફરિયાદ પણ કરે છે
બાઈટ..તુષાર ચૌધરી..ધારાસભ્ય
14
Report
URUday Ranjan
FollowJul 24, 2025 11:46:10Ahmedabad, Gujarat:
અમદાવાદ
અમદાવાદ શહેર પોલીસ ની PCB ની કાર્યવાહી
ગુજરાત યુનિવર્સિટી પોલીસ વિસ્તાર માંથી વિદેશી દારૂ ઝડપી પાડતો
સેન્ટ ઝેવીયર્સ સ્કુલની પાછળની ગલીમાં આવેલ અભિયાન સોસાયટી પાસે આવેલ રોડ ઉપર થી દારૂ ઝડપી પાડ્યો
વિદેશી દારુની શીલબંધ બોટલો નંગ કુલ 241 ઝડપી બે કાર માંથી
ક્રેટા કાર અને અલ્ટ્રોઝ કાર માંથી દારૂ સહિત અલગ અલગ નંબર પ્લેટ પણ મળી આવી
કુલ રુ.17,11,740 ની મત્તાના મુદામાલ કબ્જે કરાયો
આરોપી ક્રેટા કારનો ચાલક : પુરારામ દેવારામ ચૌધરી ની ધરપકડ કરાય
અલ્ટ્રોઝ કારનો ચાલક ઓમપ્રકાશ મોડારામ ચૌધરી ની પણ ધરપકડ કરવા માં આવી
દારૂ મોકલનાર અને મંગાવનાર ફરાર આરોપી અબ્દુલ શેખ , રામારામ મુલારામ દરજી , કવરારામ દેવારામ ચૌધરી ઉર્ફે કેડી અને ઓમપ્રકાશ ની શોધખોળ શરૂ કરી છે
14
Report