Back
કાપોદ્રામાં સગીરા પર દુષ્કર્મ: વિક્રમ ચાવડા ઝડપાયો!
CPCHETAN PATEL
Aug 22, 2025 12:34:41
Surat, Gujarat
સુરત...
કાપોદ્રામાં સગીરા નો વિડિયો ઉતારી દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીની ધરપકડ
આરોપી વિક્રમ ચાવડા ની ધરપકડ
22 જૂનના રોજ કાપોદ્રા પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો
સગીરા બરોડા પ્રિસ્ટેજ નજીક આરોપીની દુકાનમાં કામ કરતી હતી,
જ્યાં સગીરાએ હાથ ઉછીના રૂપિયા લીધા હતા
જેનો લાભ લઈ બળજબરીપૂર્વક સગીરાનો વીડિયો ઉતારી લીધો હતો
વીડિયોના આધારે સગીરા અને બ્લેકમેલ કરી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું,
જે બાદ આરોપીના ત્યાં કામ કરતા તૌફીક અન્સારીએ પણ બ્લેકમેઇલ કરી હતી
તારો વીડિયો મારા મોબાઈલમાં છે,શેઠ જેમ કહે તેમ કર"કહી બ્લેકમેઇલ કરી હતી
જ્યાં દુષ્કર્મ નો ભોગ બનેલી સગીરાની માતાએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી
જે ફરિયાદના આધારે અગાઉ પોલીસે તૌફીકની ધરપકડ કરી હતી
જ્યાં મુખ્ય આરોપી વિક્રમ ચાવડા ફરાર હતો
આરોપીની પલસાણા થી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
5
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowAug 22, 2025 14:01:35Surat, Gujarat:
અપ્રુવલ:તપન ભાઈ
નોંધ: ઘટના વિઝ્યુઅલ બાઈટ whatsapp કરેલ છે.
PACKAGE
FEED_LIVE_U
FOLDER_SRT_VESU_AROPI
એંકર:
સુરતના વેસુ વિસ્તારમાં ગણપતિના આગમન માટે લગાવવામાં આવેલા બેનરોની તોડફોડ કરવાના મામલામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
વીઓ:1 સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલા ડોક્ટર હેડગેવાર નગરમાં ગણપતિના આગમનના બેનરો લગાવવામાં આવ્યા હતા. ગણપતિના આગમન વખતે ડીજેમાં ગીત વગાડવા બાબતે કેટલાક લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઝઘડાની અદાવત રાખીને ત્રણથી ચાર અસામાજિક તત્વોએ રાત્રિ દરમિયાન બેનરોમાં તોડફોડ કરી હતી. આ ઘટનામાં ગણપતિ બાપાના બેનરોની સાથે ડૉ. બાબાસાહેબ આંબેડકર અને સ્થાનિક દુકાનોના બેનરોને પણ ફાડી નાખવામાં આવ્યા હતા.
બાઈટ:ડૉ નિધિ ઠાકુર (સુરત શહેર પોલીસ ડીસીપી)
બાઈટ: ધનરાજ ગવઈ (સ્થાનિક)
WKT: પ્રશાંત ઢીવરે (આરોપી બતાવતા)
વીઓ:2 ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. તોડફોડ કરનારા અસામાજિક તત્વો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. વેસુ પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને બે આરોપીઓ, શૈલેષ બારીયા અને શિવા નાયક,ની ધરપકડ કરી છે. પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી, જેને પગલે પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે.
પ્રશાંત ઢીવરે - સુરત
PACKAGE
0
Report
CPCHETAN PATEL
FollowAug 22, 2025 12:45:13Surat, Gujarat:
સુરત બ્રેક
પોસ્કોના કેસનો આરોપી નવી સિવિલ હોસ્પિટલમાંથી ભાગી ગયો
શુભમ શર્મા નામનો આરોપી ભાગી ગયો
આરોપી વિરુદ્ધ ચોક બજાર પોલીસ મથકમાં પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો
આજે આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો
આરોપીને કોર્ટમાં ખેંચ આવતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
સિવિલ હોસ્પિટલમાં તબીબોની ટ્રીટમેન્ટ બાદ તે સૂઈ રહ્યો હતો
એકાએક આરોપી પોલીસને ચકમો આપી ભાગી છુટ્યો
ખટોદરા પોલીસે વધુ તપાસ કરી
બાઈટ..બી.આર.રબારી..પીઆઇ ખટોદરા
6
Report
HBHimanshu Bhatt
FollowAug 22, 2025 12:37:38Morbi, Gujarat:
Slug 2208ZK_MRB_SINDHI_SAMAJ
Format AVB
Reporter HIMANSHU BHATT
Feed 2208ZK_MRB_SINDHI_SAMAJ
Date 22/8/24
Location MORBI
APPROVAL: TAPANBHAI
એન્કર
એન્કર
અમદાવાદના મણીનગર ખાતે આવેલ સ્કુલમાં વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી જે બાબતે સિંધી જનરલ પંચાયત મોરબીના હોદ્દેદારો અને હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રીડૂત પરિવારને ન્યાય મળે, આરોપીને સજા અને તેના સાથી મિત્રો તેમજ સ્કુલના સત્તાધીશો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
વીઓ
ગત તારીખ 20/8 ના રોજ અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલ સેવનથ ડે સ્કૂલ ખાતે ધોરણ 10માં અભ્યાસ કરતા નયન ગીરીશકુમાર સંતાની નામના વિદ્યાર્થીને તીક્ષણ હથિયારના ઘા ઝીકીને તેની હત્યા કરવામાં આવી હતી અને નયનને તીક્ષણ હથિયારના ઘા મારવામાં આવ્યા બાદ લગભગ અડધા કલાક સુધી જીવન મૃત્યુ વચ્ચે તે સંઘર્ષ કરતો હતો તેમ છતાં પણ સ્કૂલના મેનેજમેન્ટ અને સ્ટાફ દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવી ન હોવાથી તેનું મોત નીપજ્યું હતું જેથી આ નિંદનીય બનાવ બાબતે સિંધી જનરલ પંચાયત મોરબીના પ્રમુખ સહિતના હોદ્દેદારો અને સિંધી સમાજના લોકો તથા હિન્દુ સંગઠનના લોકો દ્વારા મોરબી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને પીડિત બાળકના પરિવારને ન્યાય મળે તેમજ હત્યા કરનાર આરોપીને સજા તથા તેના સાથી મિત્રો અને સ્કૂલ પ્રશાસન સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
બાઇટ ૧: દિપેશભાઇ કટારમણ, સિંધી સમાજના આગેવાન, મોરબી
9
Report
GPGaurav Patel
FollowAug 22, 2025 12:18:48Ahmedabad, Gujarat:
*કોમનવેલ્થ ગેમ્સ અંતર્ગત વેઈટલિફ્ટિંગ યોજશે સ્પર્ધા*
કોમનવેલ્થ સિનિયર જુનિયર અને યુથ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નું આયોજન
અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે સ્પર્ધા
24થી 31 ઓગસ્ટ 2025 દરમ્યાન થશે વેઈટલિફ્ટિંગ સ્પર્ધા
વેઇટ લિફ્ટીંગ ઉદ્ઘાટન સમારોહ 24 ઓગસ્ટે સાંજે 5:30 વાગ્યે યોજાશે.
*કેન્દ્રીયમંત્રી ડો મનસુખ માંડવીયા હાજરીમાં સ્પર્ધા થશે પ્રારંભ*
*ભારતનું ગૌરવ મીરાબાઈ ચાનુ સાઈખોમ આ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે*
ચેમ્પિયનશિપ 2026ની કોમનવેલ્થ ગેમ્સ-ગ્લાસગો માટે ક્વોલિફાયર ઇવેન્ટ પણ હશે
ઇવેન્ટમાં મેડલ્સ કુલ 144 મેડલ્સ સ્પર્ધકો થશે એનાયત
72 પુરુષ અને 72 મહિલાઓ સ્પર્ધકો આવરી લેવાશે
સ્પર્ધાની દરેક કેટેગરીમાં 24 ગોલ્ડ, 24 સિલ્વર અને 24 બ્રોન્ઝ મેડલ્સ હશે
30 કોમનવેલ્થ દેશમાંથી 291 ખેલાડીઓ લેશે ભાગ
100 ટીમ અધિકારીઓ અને 50 આંતરરાષ્ટ્રીય ટેકનિકલ અધિકારીઓ (ITOs) સ્પર્ધામાં સહભાગી થશે
આંતરરાષ્ટ્રીય વેઈટલિફ્ટિંગ ફેડરેશન તેમજ એશિયન વેઈટલિફ્ટિંગ ફેડરેશન રહેશે હાજર
કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ફેડરેશનના 20 વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે
બાઈટ
સહદેવ યાદવ પ્રમુખ ઇન્ડિયન વેઈટલિફ્ટિંગ ફેડરેશન
6
Report
Rajula, Gujarat:
રાજુલા પ્રાંત કચેરી ખાતે તાલુકા સ્વાસ્થ્ય પરિષદ અંતર્ગત જનસંવાદ કાર્યક્રમ યોજાયો
આરોગ્ય સંબંધિત નીતિ વિષયક તેમજ વ્યૂહાત્મક નિર્ણયો લેવાની પ્રક્રિયામાં જન ભાગીદારીનો વ્યાપ વધારવા માટે પ્રાંત કચેરી રાજુલા ખાતે નાયબ કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાસ્થ્ય પરિષદ અંતર્ગત જન સંવાદનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા લોકોને ગુણવત્તાયુકત આરોગ્ય સેવાઓ મળી રહે તેમજ ક્યોરેટીવ કેર સાથે પ્રિવેન્ટીવ કેર ઉપર ભાર મુકવા હાજર પદાધિકારીશ્રીઓ અને સભ્યો દ્વારા જન સંવાદ કરવામા આવેલ.
5
Report
PDPRASHANT DHIVRE
FollowAug 22, 2025 10:48:14Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ
PACKAGE
નોંધ: વિઝ્યુઅલ બાઈટ, સીસીટીવી whatsapp કરેલ છે
એંકર:સુરતના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં તોડફોડ કરવામાં આવતા ભારે આક્રોશ ફેલાયો છે. ડો. હેડગેવાર નગરમાં ગણપતિ ઉત્સવને લઈને લગાવવામાં આવેલા આ બેનરોને રાત્રિ દરમિયાન ફાડી નાખવામાં આવ્યા હતા, જેમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર અને સ્થાનિક દુકાનોના બેનરોનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાથી સ્થાનિક લોકો અને ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વીઓ:1 સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગણપતિ ઉત્સવના આગમન માટે ડો. હેડગેવાર નગરમાં બેનરો લગાવવામાં આવ્યા હતા. રાત્રિના સમયે ત્રણથી ચાર અસામાજિક તત્વોએ આ બેનરોને ફાડી નાખ્યા અને તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સવારે લોકો ઘરની બહાર નીકળ્યા ત્યારે બેનરોને ફાટેલી હાલતમાં જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
બાઈટ:ધનરાજ ગવઈ (સ્થાનિક)
વીઓ:2 આ ઘટના બાદ સ્થાનિક લોકોએ વેસુ પોલીસ મથકે પહોંચીને ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે. ભક્તો અને સ્થાનિક લોકોની લાગણી દુભાવતા આ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
બાઈટ: પ્રદીપ યાદવ (સ્થાનિક)
વીઓ :3 અહીં ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિના પંડાલ પર પથ્થરમારો થયો હતો. ફરી એકવાર ગણપતિ ઉત્સવના બેનર પર પથ્થરમારો અને તોડફોડની ઘટના બનતા લોકોમાં ચિંતા વધી છે. આ ઘટનાઓ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરતી હોય તેવું લાગી રહ્યું છે.આ મામલે પોલીસની તપાસ ક્યાં સુધી પહોંચે છે અને આરોપીઓ સામે શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું.
પ્રશાંત ઢીવરે - સુરત
PACKAGE
9
Report
MDMustak Dal
FollowAug 22, 2025 10:47:26Jamnagar, Gujarat:
તા.22-08-2025
રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર
સ્ટોરી ટાઇટલ : જામનગર શહેર અને આસપાસના વિસ્તારના 400 જેટલા જરુરીયાતમંદ, અનાથ અને નિરાધાર બાળકોએ પણ શ્રાવણી મેળાની મોજ માણી..
Slug : 2208 ZK JMR LOKMELO
Feed : FTP
ફોર્મેટ : PKG
લોકેશન : જામનગર
એન્કર :
જામનગરના લોકમેળા સૌરાષ્ટ્રમાં વિખ્યાત છે અને લોકમેળાનો આનંદ માણવો એ દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે ત્યારે જામનગર તેમજ આસપાસના વિસ્તારના 400 જેટલા ગરીબ જરૂરિયાત મંદ અને નિરાધાર બાળકોને આજે લોકમેળાના આયોજકો શબીરભાઈ અખાણી, નિલેશભાઈ મંગે, જીગ્નેશભાઈ નંદા તેમજ સાથી મિત્રો અને પ્રદિપસિંહ વાળા તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે મેળાની મોજ મળાવી અને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું.
વિઓ : 01
જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અનાથ, નિરાધાર અને જરૂરિયાતમંદ બાળકોની મેળાની મોજ માણવા સમયે જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુરીયા તેમજ ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા અને શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોના આ અનોખા આનંદમાં સાથે જોડાયા હતા.
વિઓ : 02
દરવર્ષ ની જેમ આ વખતે પણ જામનગરના પ્રદર્શન મેદાનમાં ચાલી રહેલા લોકમેળા માં શહેર અને આસપાસના વિસ્તારની વિવિધ સંસ્થાના જરૂરિયાતમંદ બાળકોને મેળાનો આનંદ મળી શકે, તેવા શહેરની વિવિધ એનજીઓ સંસ્થાઓ તેમજ મેળાની રાઈડના સંચાલકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમા દરેક બાળકોને તમામ નાની મોટી રાઇડસમાં અનલીમીટેડ બેસાડીને મન ભરીને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું તેમજ બપોરે તમામ બાળકોને સ્વાદીષ્ટ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
વિઓ : 03
જામનગર નજીક લાખાબાવળની નાલંદા આશ્રમ શાળા સ્કુલના જરુરીયાત મંદ 200 જેટલા બાળકો, તેમજ નાઘેડી ની કેજીબીવી સ્કુલની 100 જેટલી બાળાઓ, આણદાબાવા સેવા સંસ્થા તેમજ 100 જેટલા ચિલ્ડ્રન હોમના આશ્રિત બાળકો વગેરેને મેળાનો આનંદ માણવાનો અવસર પ્રાપ્ત થયો હતો.
બાઈટ : વિનોદભાઈ ખીમસુરીયા ( મેયર, JMC )
બાઈટ : બીનાબેન કોઠારી ( અધ્યક્ષ, જામનગર શહેર ભાજપ )
બાઈટ : શબીરભાઈ અખાણી ( આયોજક, લોકમેળો )
બાઈટ : પ્રદીપસિંહ વાળા ( આગેવાન, સેવાભાવી સંસ્થા )
બાઈટ : પરમાર રિયા ( મેળો માણનાર બાળકો )
11
Report
PDPRASHANT DHIVRE
FollowAug 22, 2025 10:47:22Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ
નોંધઃ: લાલ કપડામાં દેખાતી બાળકીનું ગઈકાલે રાંદેર વિસ્તારમાં મોત થયું હતું,બીજો ફોટો આજનો છે.
એંકર:સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે અને છેલ્લા 48 કલાકમાં ત્રણ નિર્દોષ બાળકોના કરૂણ મોત થયા છે.આ ઘટનાએ લોકોમાં ભય અને ચિંતાનું વાતાવરણ ઊભું કર્યું છે. મૃત્યુ પામેલા બાળકોમાં બે સચિન પાલી ગામના છે. જ્યારે એક રાંદેર વિસ્તારની બાળકી છે.
વીઓ:1 શહેરના સચિન પાલી ગામમાં રહેતા પરેશ પાસવાનના એક વર્ષના બાળક ગણેશ પાસવાનનું તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતાં મોત થયું છે. બિહારના વતની અને ડાઈન મીલમાં કામ કરતા પરેશ પાસવાનનો પરિવાર છેલ્લા કેટલાક વર્ષોથી સુરતમાં સ્થાયી થયો છે. બાળકની તબિયત બગડતાં પહેલા તેને સ્થાનિક ક્લિનિકમાં સારવાર આપવામાં આવી હતી. જોકે, તબિયત વધુ લથડતાં તેને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
બાઈટ: પરવેશ પાસવાન (મૃતક બાળકના પિતા)
વીઓ:2 મહત્વની વાત એ છે કે છેલ્લા ૪૮ કલાકમાં રોગચાળાના કારણે ત્રણ માસૂમ બાળકોના મોત થયા છે. જેમાં સચિન પાલી ગામના બે બાળકો અને રાંદેર વિસ્તારની સાત વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. શહેરમાં વધી રહેલા આ મૃત્યુના કેસને પગલે લોકોની ચિંતા વધી છે. અને સુરત મહાનગરપાલિકાનું તંત્ર પણ સફાળું જાગી ગયું છે. વધતા જતા રોગચાળાને કાબુમાં લેવા માટે તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યા છે.
પ્રશાંત ઢીવરે - સુરત
PACKAGE
9
Report
TDTEJAS DAVE
FollowAug 22, 2025 10:45:12Mehsana, Gujarat:
મહેસાણા અર્બન બેન્ક માં ચેરમેન પદે ડી.એમ.પટેલ ની વરણી
ચેરમેન અને વાઇસ ચેરમેન ની વરણી માં વાઇસ ચેરમેન આનંદ પટેલ ની સૂચક ગેરહાજરી
NPA મુદ્દે નવીન ચેરમેને ચૂંટણી પતી ગઈ તો વાત પતી ગઈ હોવાનું નિવેદન
NPA મુદ્દો ચૂંટણી જંગ પૂરતો જ હોય એ પ્રકાર નું નવીન ચેરમેન નું નિવેદન
એન્કર; - મહેસાણા જિલ્લા ની સૌથી મોટી ધી મહેસાણા અર્બન કો.ઓપરેટીવ બેન્ક લી. માં 8 ડિરેક્ટરો ની તાજેતર માં પેટા ચૂંટણી થઈ અને તેમાં સત્તાધારી પેનલ નો કારમો પરાજય થયો હતો.આમ,પેટા ચૂંટણી બાદ વિપક્ષ માં બેઠેલા ડી.એમ.પટેલ ની પેનલ બહુમતી માં આવતા ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ગઈકાલે એક-એક ફોર્મ ભરાયા હતા.ચેરમેન પદ માટે ડી.એમ.પટેલ અને વાઇસ ચેરમેન પદ માટે આનંદ પટેલ ની આજે વીધીવત વરણી કરવા માં આવી હતી.જોકે ચેરમેન અને વાઇસ ચેરમેન ની વરણી ના દિવસે જ ખુદ વાઇસ ચેરમેન આનંદ પટેલ ની સૂચક ગેરહાજરી એ ચર્ચા જગાવી છે..તો બીજી તરફ બેન્ક માં સત્તા પરિવર્તન માટે જે NPA મુદ્દે ચૂંટણી જંગ થયો એજ NPA ની વાત એ ચૂંટણી માં પતી ગઈ હોવાનું નવા ચેરમેને નિવેદન કર્યું હતું..
બાઈટ; -ડી.એમ.પટેલ-- -- -- -- -ચેરમેન ,મહેસાણા અર્બન બેન્ક
બાઈટ; -એસ.કે.પ્રજાપતિ-- -- -- -–જિલ્લા કલેક્ટર(ચૂંટણી અધિકારી)
તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
10
Report
AKAshok Kumar
FollowAug 22, 2025 09:16:01Junagadh, Gujarat:
મેંદરડાના માલણકા ડેમ ઓવરફ્લો થઈ જતા ખેડૂતોના જીવાદોરી સમાન આ ડેમને ઓવરફલો થતા ખેડૂતોએ કર્યા વધામણા
આજરોજ મેંદરડાના જીવા દોરી સમાન માલણકા નો મધવંતી ડેમ ઓવરફ્લો થતાં મધુવંતી પીયત સહકારી મંડળીના પ્રમુખ લાલભાઈ પાનસુરીયા, મંડળી ના સભ્ય પરસોતમભાઈ ઢેબરીયા, ચંદ્રેશભાઈ ખુટ, નિલેશ ઢેબરીયા,વજુભાઈ ગાજીપરા, મુકેશ પાનસુરીયા, સમીર દુધાત્રા , વિનુ ફળદુ, વિજય છોડવડીયા,વિનુભાઈ પાનસુરીયા,સુરેશ ઉમરેટીયા તેમજ ખેડૂત સંદીપ સાવલીયા દ્વારા મધુવંતી ડેમ મા આવેલ નવા નિર ના ગોર મહારાજ દ્વારા વિધિવત કંકુ,ચોખા, ચુંદડી દ્વારા મધુવંતી નુ પુજન કરી ને નવા નિર ના વધામણાં કરવા મા આવ્યા હતા,માલણકા નો ડેમ સમયસર ઓવરફ્લો થતાં ખેડૂતો મા ખુશી નો માહોલ છવાયો છે આ ડેમ માથી ૭ થી ૮ જેટલા ગામો ને ખેતી ના પિયત માટે કેનાલ મારફતે પાણી આપવામાં આવે છે
બાઈટ પરસોતમ ઢેબરીયા
ખેડૂત મેંદરડા
અશોક બારોટ
જુનાગઢ
12
Report
AKAshok Kumar
FollowAug 22, 2025 09:15:57Junagadh, Gujarat:
જુનાગઢ
ઘેડ પંથક જળબંબાકાર ને લઈને વિધાર્થી ઓ મુક્શેલી માં
ઘેડ પંથક ના વિધાર્થીઓ પાણી ભરવાને લઈને બે દિવસ અભ્યાસ માટે ન જઈ શક્યા
ઘેડ પંથકના રસ્તાઓ ખુલ્લા થતાં વિદ્યાર્થીઓ ચાલીને જઈ રહ્યા છે સ્કૂલે
વિદ્યાર્થીઓએ રોડ રસ્તા ઊંચા બનાવવા કરી માંગ
બાઈટ જયદીપ માલમ
વિધાર્થી
બાઈટ વાડિયા રાજ
વિદ્યાર્થી
10
Report
AKAshok Kumar
FollowAug 22, 2025 09:15:49Junagadh, Gujarat:
એંકર
શહેરના ખરાબ રસ્તા રીપેર કરવા ઉઠી માંગ ખરાબ રોડ રસ્તા ના કારણે લોકોમાં ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે
વીઓ
શહેરના રસ્તાઓ ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને ખોદવામાં આવ્યા બાદ રીપેર થતા ન હોય હાલ વરસાદી વાતાવરણ હોય અને રસ્તામાં દરેક જગ્યાએ ખાડા પડેલ હોય લોકોને હાલીને તેમજ વાહન લઈને જવું પણ મુશ્કેલ બન્યું હોય સકરબાગથી રેલવે સ્ટેશન સુધીનો રસ્તો થોડા સમય પહેલા જ મનપાના મેયર દ્વારા પેચ વર્ક કરીને સરખો કરવામાં આવ્યો હતો પરંતુ થોડો જ વરસાદ પડતા ફરી ખાડાનું સામ્રાજ્ય થયું છે તેમજ તળાવ દરવાજા ફાટક અને સહેજની ટાંકીથી ફુલયા હનુમાન રોડ સુધીનો રસ્તો અતિ બીમાર હોય જુનાગઢ શહેર એ પ્રાચીન નગરી હોય અને બહારથી લોકો ગિરનાર તળેટીમાં આવતા હોય ત્યારે જુનાગઢના ખરાબ રસ્તાને લઇ જૂનાગઢની ખરાબ છાપ લઈને જતા હોય ત્યારે તાજેતરમાં ચૂંટાયેલા નવ નિયુક્ત યુવા પદાધિકારીઓ દ્વારા રસ્તાની વ્યવસ્થિત કામગીરી થાય તેને લઇ નિરીક્ષણ કરી અને અધિકારીઓ પાસે સારા રસ્તા બનાવવામાં આવે તેવી માંગ ઉઠી
બાઈટ.. અમૃત દેસાઈ જાગૃત નાગરિક
વીઓ
સકરબાગથી રેલવે સ્ટેશન સુધીના રસ્તામાં થોડા સમય પહેલાજ મેયરની દેખરેખ હેઠળ પેચ વર્કની કામગીરી કરવામાં આવી હતી પરંતુ ફરી વરસાદ થતાં રસ્તો ધોવાઈ અને ખાડા પડ્યા હોય તેમ જ શહેરની તાકેથી ફુલયા હનુમાન સુધીના રસ્તામાં પણ ખાડા હોય ત્યારે હાલ વરસાદ વિરામ લીધો હોય સત્વરેજ તમામ ખરાબ રસ્તામાં પેચ વર્કની કામગીરી કરવા અધિકારીઓને સુચના આપવામાં આવી છે અને વરસાદની સિઝન પૂર્ણ થતા તમામ ખરાબ રોડ રસ્તા નવા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે
બાઈટ.. ધર્મેશ પોશિયા મેયર મનપા
અશોક બારોટ
જુનાગઢ
13
Report
PDPRASHANT DHIVRE
FollowAug 22, 2025 09:15:31Surat, Gujarat:
अप्रूवल: विशाल भाई
प्रशांत ढीवरे,सूरत
PACKAGE
विज्युवल:घटना स्थल,फटे बैनर,स्थानिक,पुलिस, सीसीटीवी
बाइट: स्थानिक
एंकर:सूरत शहर के वेसू इलाके में असामाजिक तत्वों ने गणपति बाप्पा के बैनरों में तोड़फोड़ की है.यह घटना डॉ. हेडगेवार नगर में हुई, जहां गणपति बाप्पा के आगमन के लिए बैनर लगाए गए थे.
वीओ:1 स्थानीय लोगों के मुताबिक, रात के समय तीन से चार लोगों ने इन बैनरों को फाड़ दिया. उन्होंने आरोप लगाया कि सिर्फ गणपति बाप्पा के ही नहीं, बल्कि डॉ. बाबासाहेब आंबेडकर और कुछ स्थानीय दुकानों के बैनरों को भी फाड़ा गया. इस घटना से इलाके के लोगों में काफी गुस्सा है.
बाइट: धनराज गवई (स्थानिक)
वीओ:2 बैनरों में तोड़फोड़ करने वाले असामाजिक तत्व सीसीटीवी कैमरों में कैद हो गए हैं. सुबह जब लोग अपने घरों से बाहर निकले, तो उन्होंने फटे हुए बैनरों को देखकर हैरानी जताई. इस घटना से भक्तों और स्थानीय लोगों में भारी रोष है. वे इन असामाजिक तत्वों के खिलाफ कड़ी कार्रवाई की मांग कर रहे हैं. जिन्होंने उनकी धार्मिक भावनाओं को ठेस पहुंचाई है.
बाइट: धनराज गवई (स्थानिक)
स्थानीय लोग इस घटना की शिकायत दर्ज कराने के लिए वेसू पुलिस स्टेशन पहुंचे हैं. पुलिस ने सीसीटीवी फुटेज के आधार पर जांच शुरू कर दी है.यह ध्यान देने योग्य बात है कि पिछले साल भी शहर के सैय्यदपुरा इलाके में एक गणपति पंडाल पर पथराव हुआ था. इस साल फिर से गणपति बाप्पा के बैनरों के साथ तोड़फोड़ और पथराव की घटना हुई है.
प्रशांत ढीवरे - सूरत
PACKAGE
14
Report
DPDhaval Parekh
FollowAug 22, 2025 09:15:08Navsari, Gujarat:
એપ્રુવડ બાય : વિશાલભાઈ
સ્લગ : NVS SCHOOL ALERT
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 22 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એંકર : અમદાવાદની શાળામાં સામાન્ય ઝઘડાની અદાવત રાખી વિદ્યાર્થીએ વિદ્યાર્થીની હત્યા કરી નાંખી હતી. જેના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે અને નવસારીમાં પણ શાળાઓ વિદ્યાર્થીઓને ગુસ્સા ઉપર કન્ટ્રોલ રાખવા કાઉન્સેલિંગ તેમજ વિદ્યાર્થીઓ બેગમાં કોઈ અજુગતી વસ્તુઓ લાવતા નથી ને, એની ચકાસણી કરી સતર્કતા રાખી રહી છે.
વી/ઓ : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10 ના વિદ્યાર્થી સાથે અન્ય વિદ્યાર્થીઓની થયેલી માથાકૂટ હત્યા સુધી પહોંચી હતી. વિદ્યાર્થીને સબક શીખવાડવા આરોપી વિદ્યાર્થીએ તીક્ષ્ણ હથિયારથી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાંખ્યુ છે. ત્યારે અમદાવાદની ઘટના બાદ નવસારીની શાળાઓ પણ સજાગ થઈ છે. શહેરની જાણીતી ખાનગી શાળામાં પણ વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ શાંત રહે, એનામાં ગુસ્સા, દ્વેષ તેમજ બદલાની ભાવના જાગૃત જ ન થાય એ માટે શાળાના આચાર્યા અને શિક્ષકો દ્વારા વર્ગખંડોમાં જઈ તેમને સમજાવવા સાથે જ્યાં જરૂર જણાય ત્યાં વિદ્યાર્થીનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. બીજી તરફ વિદ્યાર્થીઓ તેમની બેગમાં શું લાવે છે એની ચકાસણી પણ હાથ ધરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાની બેગમાં રાખતા કંપાસમાં પણ વર્તુળ, ક્રાફટ માટે કટર વગેરે જેવી ધારદાર વસ્તુઓ પણ રાખતા હોય છે. ત્યારે શૈક્ષણિક ઉપયોગમાં આવતી આવી વસ્તુઓનો પણ દુરુપયોગ ન થાય એની પણ વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી રહી છે. આ સાથે જ શાળા દ્વારા વાલીઓને પણ પરિપત્ર દ્વારા બાળકનું ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી રહી છે.
બાઈટ : તેજલ પારેખ, આચાર્યા, AB સ્કૂલ, નવસારી
શાળામાં વર્ગખંડમાં વોક થ્રૂ કર્યુ છે....
12
Report