Back
આણંદમાં મહીસાગર નદી ઉફાન: 26 ગામોને એલર્ટ!
BPBurhan pathan
Sept 05, 2025 21:07:28
Anand, Gujarat
આ એન્ટ્રી માટે છે.
આણંદ બ્રેકિંગ
આણંદના વ્હેરાખાડી પાસે મહીસાગર નદી ઉફાન પર
કડાણા ડેમમાંથી 5.50 લાખ કયુસેકથી વધુ પાણી છોડાયુ
મહીસાગર માતાનું મંદિર, લગ્ન ચોરી અને હાથિયો પથ્થર નદીમાં જળમગ્ન
મહીસાગર લગ્ન ચોરી સુધી જવાનો RCC રોડ પાણીમાં ગરકાવ
મહીસાગર માતાના મંદિરની માત્ર ટોચ દેખાય છે.
વ્હેરાખાડી મહીસાગર નદી કાંઠે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
આણંદ જિલ્લાના 26 ગામોને કરાયા છે એલર્ટ
દરેક ગામમાં સાયરન વગાડી લોકોને કરાયા છે સાવધાન
મહીસાગર નદીની જળસપાટી હજુ વધી રહી છે.
બાઈટ. રાજેશ મકવાણા (પ્રવાસી)
બાઈટ: વિરેન્દ્ર રાજ (સ્થાનિક)
WKT
બુરહાન પઠાણ
ઝી મીડિયા
આણંદ
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
MMMitesh Mali
FollowSept 05, 2025 21:47:16Vadodara, Gujarat:
DATE:05/09/2025
LOCATION:VADODARA
APRUVAL BY : VISHAL BHAI
પાદરા તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદી એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કડાણા ડેમમાંથી છેલ્લા 24 કલાક દરમિયાન આશરે 8 લાખ ક્યુસેક પાણી છોડાયા બાદ નદીમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
ગંભીરા બ્રિજ પાસે પાણીનો સ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયો છે. જેના કારણે નદી કાંઠે વસવાટ કરતા લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ભારે પ્રવાહને કારણે કાંઠા વિસ્તારમાં પાણી ઘૂસવાની શક્યતા વધતી જોવા મળી રહી છે.
જિલ્લા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે પાદરા તાલુકાના નદી કાંઠાના 12 ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને નદી કિનારે ન જવા અપીલ કરવામાં આવી રહી છે
WKT
બાઈટ : ચૈતન્યસિંહ ઝાલા ( ધારાસભ્ય પાદરા)
1
Report
MMMitesh Mali
FollowSept 05, 2025 21:47:10Vadodara, Gujarat:
DATE:05/09/2025
LOCATION:VADODARA
APRUVAL BY : VISHAL BHAI
પાદરા તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદી એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કડાણા ડેમમાંથી છેલ્લા 24 કલાક દરમિયાન આશરે 8 લાખ ક્યુસેક પાણી છોડાયા બાદ નદીમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
ગંભીરા બ્રિજ પાસે પાણીનો સ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયો છે. જેના કારણે નદી કાંઠે વસવાટ કરતા લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ભારે પ્રવાહને કારણે કાંઠા વિસ્તારમાં પાણી ઘૂસવાની શક્યતા વધતી જોવા મળી રહી છે.
જિલ્લા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે પાદરા તાલુકાના નદી કાંઠાના 12 ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને નદી કિનારે ન જવા અપીલ કરવામાં આવી રહી છે
WKT 1 નદી કિનારે થી
WKT 2 બ્રિજ ઉપર થી
8
Report
AKAshok Kumar
FollowSept 05, 2025 21:47:05Junagadh, Gujarat:
જુનાગઢની હોસ્ટેલ હિંસા: પોલીસ કાર્યવાહી અને કમિટીનું ગઠન
જુનાગઢના એસપી સુબોધ ઓડેદરાએ આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચારના વિડીયો વાયરલ થવા મામલે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, તારીખ 2/9/2025 ના રોજ વિડીયો સામે આવ્યા બાદ પોલીસે તરત કાર્યવાહી શરૂ કરી હતી અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુમાં, નવા વાયરલ થયેલા વિડીયોની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનાની ગંભીરતા જોતા કલેક્ટરે અલગ અલગ વિભાગના અધિકારીઓની એક કમિટી બનાવી છે. આ કમિટીમાં જુનાગઢના સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ, પ્રાંત અધિકારી, નાયબ કમિશનર (મહાનગરપાલિકા), ડીવાયએસપી, જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીનો સમાવેશ થાય છે. આ કમિટી દરેક પાસાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે. રિપોર્ટ આવ્યા બાદ જ્યાં પણ નિયમોનું ઉલ્લંઘન થયું હશે ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
બાઈટ સુબોધ ઓડેદરા
એસપી જુનાગઢ
અશોક બારોટ
જૂનાગઢ
7
Report
GPGaurav Patel
FollowSept 05, 2025 21:28:27Ahmedabad, Gujarat:
મેડીક્લેમ પર જીએસટી ઘટાડાનો લાભ મળવાની શક્યતા નહીવત
હેલ્થ એન્ડ લાઇફ ઇન્શ્યોરન્સ પર જીએસટી ૧૮ ટકાથી ઘટાડી શુન્ય કર્યો
વિમા કંપનીઓને ઇનપુટ ટેક્ટ ક્રેડીટનો લાભ મળતો થશે બંધ
આઇટીસી બંધ થવાના પગલે કંપની ગ્રાહકોને લાભ આપશે કે કેમ તે શંકા
કંપનીઓ એજન્ટ કમીશન અને સેવાઓને આઇટીસીમાં એડજસ્ટ કરતી હતી
જીએસટી શુન્ય થતાં હવે આ ખર્ચ કઇ રીતે સરભર કરવો તે કંપની માટે પ્રશ્ન
આઇઆરડીએના વલણ પર ગ્રાહકને લાભ મળશે કે નિર્ભર
સરકાર ગ્રાહક સુધી લાભ પહોંચે તે માટે યોગ્ય પગલાં ભરે તેવી નિષ્ણાતોની અપેક્ષા
બાઇટ
નિલેશ દેસાઇ
એક્ઝયુક્યુટીવ મેમ્બર જીસીસીઆઇ
2
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 05, 2025 21:20:18Modasa, Gujarat:
અરવલ્લી
ધનસુરામાં ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર પાણી
જનતાનગરના 50 જેટલા મકાનમાં પાણી ઘૂસ્યા
મકાનમાં પાણીએ રસ્તો કરી લોકોને મુશ્કેલીમાં મુક્યા
150 થી વધુ રહેણાંક લોકોને સ્થળાંતર કરવા કવાયત
તંત્ર દ્વારા ધનસુરા પ્રાથમિક શાળા નંબર - ૦૧ વ્યવસ્થા કરાઈ
સ્થાનિક લોકોને સમજાવીને સ્થળાંતર કરવા તંત્ર સક્રિય
મામલતદાર,તલાટી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે
ઉપરવાસમાં વધુ વરસાદથી હજુ પણ જોખમ
----
બાઈટ જી આર ચૌધરી તલાટી ધનસુરા ગ્રામ પંચાયત
બાઈટ અતુલભાઈ ધનસુરા
0
Report
URUday Ranjan
FollowSept 05, 2025 21:19:52Ahmedabad, Gujarat:
Slug : 0509ZK_LIVE_AHD_SATTAKANDReporter : UDAY RANJAN
Injgst Feed : 0509ZK_LIVE_AHD_SATTAKAND
Date : 05 - 09 - 2025
Format : PKG & WEB
એંકર : માધુપુરા સટ્ટાકાંડ ના માસ્ટર માઇન્ડ હર્ષિત જૈન ની આખરે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી ..2300 કરોડના સટ્ટાકાંડ માં અત્યાર સુધી 36 આરોપી ધરપકડ થઈ ચૂકી છે ..
વીઓ - 01માધુપુરા સટ્ટાકાંડ માં મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈન આખરે પોલીસ પકડ માં આવ્યો છે ..અમદાવાદ એરપોર્ટ હર્ષિત જૈન ની SMC દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હર્ષિત જૈન આ ગુના નો મુખ્ય આરોપી છે ..આરોપી ભારત છોડી દુબઈ ભાગી ગયો હતો.હર્ષિત સામે લુક આઉટ નોટિસ પણ જાહેર કરી હતી.આરોપી વિરુદ્ધ 9/12(2023 માં દુબઇ ને પ્રત્યાર્પણ ની દરખાસ્ત ભારત સરકાર દ્વારા મોકલવા માં આવી હતી આરોપી હર્ષિત જૈન ના દુબાઈ ખાતે ના વિઝા પુરા થતા દુબાઈ થી પરત આવી રહ્યો હતો ત્યારે જ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે ..આ કેસ માં કુલ 2300 કરોડ નો સટ્ટાકાંડ થવાનો ખુલાસો થયો હતો ..આ સમગ્ર કેસ માં ભારત ભરની બેન્ક ના 481 ખાતા માં 9.62 કરોડ જેટલા રૂપિયા SMC દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા છે .. ત્યારે ડેબિટ ના 139 ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે ..
બાઈટ - નિર્લિપ્ત રાય , DIG , સ્ટેટ મોનીટરીંગ સેલ
વીઓ - 02સટ્ટાકાંડ ની વાત કરીએ તો અમદાવાદમાં PCB દ્વારા 2023 માં માધુપુરા માં રેડ કરવામાં આવી હતી..હર્ષિત જૈન ની ઓફિસ માં રેડ કરી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો..અલગ અલગ બેંક ના કાર્ડ , લેપટોપ રોકડ રૂપિયા , જુદી જુદી કંપની ના સિક્કા મળી આવ્યા હતા.. આ ઓફિસ માં ડબ્બા ટ્રેડિંગ અને સટ્ટા ની બેટિંગ ચાલતી હતી..માધુપુરા માં આ બાબતે ફરિયાદ દાખલ થઈ હતી.SMC ને તપાસ મળતા SMC ની SIT દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી..SMC દ્વારા 400 જેટલા સાહેદો ના નિવેદન નોંધી હર્ષિત જૈન સહિત 37 આરોપીની ધરપકડ કરવામાં આવી છે .. ..સુમેલ પાર્ક માં ચાલતી ઓફિસ હર્ષિત જૈન ચલાવતો હતો ..લાયસન્સ મેળવ્યા પછી ખોટા દસ્તાવેજ બનાવી જુદી જુદી કંપની ના સીમ કાર્ડ ખરીદતા હતા..આ સીમકાર્ડ ખરીદી વોટ્સએપ એકાઉન્ટ બનાવતા હતા ..આ એકાઉન્ટ થી ડબ્બા ટ્રેડિંગ અને સટ્ટા બેટિંગ કરી રહ્યા હતા ..ગેરકાયદેસર મેળવેલા એકાઉન્ટ માં ટ્રેડિંગ માં રૂપિયા આવતા હતા ..ક્રિકેટ 99 , મહાદેવ એપ , ખલીફા બુક , જેવી ગેમ્બલિંગ એપ ના આઈ ડી સ્થળ પર થી મળ્યા હતા ..ક્યાં આઈ ડી થી નાણાં મેળવ્યા તે માહિતી પણ મળી હતી થોડા માસ અગાઉ દીપક ઠક્કર ની ધરપકડ કરવામાં આવી હતી દીપક ઠક્કર દુબઇ થી પ્રત્યાર્પણ થી ધરપકડ કરવામાં આવી હતી ..આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓ સામે 3 રેડ કોર્નર નોટિસ કરવામાં આવી છે
બાઈટ - નિર્લિપ્ત રાય , DIG , સ્ટેટ મોનીટરીંગ સેલ
વીઓ - 03આ 2300 કરોડ ના સટ્ટાકાંડ માં કેસમાં મુખ્ય આરોપી અમિત મજીઠીયા અને સૌરભ ચાંદવાકાર પણ છે..તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે..કઈ રીતે બેંક એકાઉન્ટ બનાવ્યા , કઈ રીતે હવાલા ટ્રેડિંગ થતું તે અંગે તપાસ થશે..ત્યારે હજુ પણ અમુક આરોપીઓ વિદેશ માં ફરાર હોવા ના કારણે એસ એમ સી એ વધુ કાર્યવાહી હાથ ધરી છે
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
1
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 05, 2025 18:04:46Sundar Nagar, Himachal Pradesh:
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા ના ધ્રાગધ્રા તાલુકાના થરા ગામે વિકાસના કામો ન થતા હોઇ સરપંચ ગુમ થયા છે તેવા પોસ્ટરો ગામમાં લાગ્યા
થરા ગામના સરપંચ કચેરીમાં હાજર રહેતા હોઇ અને લોકોને યોગ્ય જવાબ ન આપતા હોઇ લોકોએ થરા ગામના પ્રથમ નાગરીક ગુમ થયા છે તેવા પોસ્ટરો માર્યા તેમજ સોસ્યલ મીડીયામાં કર્યા વાયરલ
લોકોએ ગામમાં કોઈ વિકાસના કામ ન કર્યા હોવાનો કર્યો આક્ષેપ
નાના એવા ગામમાં ગામના પ્રથમ નાગરીક સરપંચ હાજર ન રહેતા હોવાના પોસ્ટરો લાગતા સ્થાનિક રાજકારણ ગરમાયુ છે
13
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 05, 2025 18:04:03Modasa, Gujarat:
અરવલ્લી
ધનસુરાના જનતાનગરમાં વરસાદી પાણી ફરી વળ્યા
૪.૫ ઇંચ બાદ શાળા અને મકાનોમાં અઢી ફૂટ પાણી
જનતાનગરની પ્રાથમિક શાળાના ઓરડાઓમાં પાણીમાં ગરકાવ
શાળા તેમજ મકાનોમાં પાણી ભરાતા માલસામાનને નુકશાન
———
બાઈટ - મિલિનભાઈ પટેલ - મુખ્ય શિક્ષક
14
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 05, 2025 17:48:28Sundar Nagar, Himachal Pradesh:
સુરેન્દ્રનગર
થાનગઢ ના સોનગઢમા પતીએ કરી પત્નીની હત્યા
લોખંડની કુડલીવાળી લાકડીઓ મારીને પત્નીની હત્યા કરી
ધરકંકાસ મા થતી હતી રોજ બોલાચાલી
આરોપી પતીની દીમાગી હાલત ઠીક ન હતી પ્રાથમિક તપાસમા આવ્યુ સામે
આરોપીને પોલીસે ઝડપી પાડયો
1
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 05, 2025 17:48:11Modasa, Gujarat:
અરવલ્લી
ધનસુરામાં આવેલું મોટું તળાવ થયું ઓવર ફલો
નગરમાં આવેલું તળાવ થયું ઓવરફ્લો
જનતા નગર,પરબડી ચોક વિસ્તારમાં પાણી ઘૂસ્યા
વરસાદી પાણી મકાનોમાં ઘૂસ્યા
જનતા નગર વિસ્તારના લોકોને સ્થળાંતર કરવાની સ્થિતિ સર્જાઈ
0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 05, 2025 17:48:03Sundar Nagar, Himachal Pradesh:
સુરેન્દ્રનગર
થાનગઢ મા ડુપ્લિકેટ 500 ની નોટો સાથે એક ઝડપાયો
થાનગઢ પોલીસને ચેકીંગ દરમ્યાન શંકાસ્પદ વ્યક્તિની તલાસી લેતા 97 ચલણી નોટો મળી આવી
48500 રુપીયાની રકમ સાથે ઝડપાયો
બેંકના કર્મીઓ પાસે નોટો ચેક કરાવતા તમામ ડુપ્લિકેટ હોવાનુ આવ્યુ સામે
આશિષ મોરી નામના વ્યકિત ને ઝડપી વધુ તપાસ હાથ ધરાઇ
0
Report
CPCHETAN PATEL
FollowSept 05, 2025 17:47:51Surat, Gujarat:
સુરત...
આવતીકાલે ગણેશ વિસર્જનની પ્રક્રિયા
શહેર પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે વિસર્જન પ્રક્રિયા હાથ ધરાશે
તમામ સુરક્ષા વ્યવસ્થાઓને આખરી ઓપ
પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત ની ઉપસ્થિતિમાં રિહર્સલ
ભાગળ રાજમાર્ગ પર ડ્રોન કેમેરા દ્વારા સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ નું કરાયું નિરીક્ષણ
સેન્ટ્રલ રેપિડ પેરામિલિટ્રી ફોર્સ અને રેપિડ એકશન ફોર્સ સુરક્ષામાં રહેશે તૈનાત
Srp ની 12 કંપનીઓ સહિત સુરત ક્રાઈમ બ્રાન્ચ,sog ,pcb ની ટીમો નાની મોટી ગતિવિધિઓ પર રાખશે નજર,
અફવાઓ પર સતત નજર રાખવા સાયબર ક્રાઈમ શેલ ની ટીમ રહેશે કાર્યશીલ
900 જેટલા બોડીવોર્ન કેમેરા,2000 હજાર સીસીટીવી કેમેરાથી પણ વિસર્જન યાત્રા પર રખાશે બાઝ નજર
શહેરમાં 14 હજાર પોલીસ,હોમગાર્ડ અને trb ના જવાનો રહેશે સુરક્ષા બંદોબસ્ત
શહેરના 21 કુત્રિમ તળાવો અને 3 કુદરતી ઓવારાઓ પરથી ગણેશ વિસર્જન પ્રક્રિયા હાથ ધરાશે
3 કુદરતી ઓવારા અને 21 કુત્રિમ તળાવ પર 16 જેટલી વિશાળકાય ક્રેનથી વિસર્જન પ્રક્રિયા કરાશે
શહેરના પોલીસ ન 20 જેટલા અત્યાધુનિક ડ્રોન કેમેરાથી પણ વિસર્જન પ્રક્રિયા રહેશે સત્તત નજર
આવતીકાલ ની ગણેશ વિસર્જન યાત્રાના રૂટ gps સિસ્ટમ આધારિત રહેશે
80 હજાર ગણેશ ની પ્રતિમાઓનું થશે વિસર્જન
હમણાં સુધી 8500 પ્રતિમાઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાયું
રાજમાર્ગ પરથી મોટી પ્રતિમાઓની વિસર્જન યાત્રા નિકળશે
જે યાત્રાના રૂટ પર સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા રિહર્સલ
બાઈટ :અનુપમસિંહ ગેહલોત (સુરત પો.કમી.)
3
Report
SVSANDEEP VASAVA
FollowSept 05, 2025 17:35:41Surat, Gujarat:
નોંધ :- સ્ટોરી એન્ટ્રી
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- કુડસદ GIDC (ઓલપાડ)
સ્લગ :-0509ZK_SHOPING_PANI_PKG
ફીડ :- વોક થ્રુ, બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર...
સુરત જિલ્લા માં ધોધમાર વરસાદ ને પગલે માંગરોળ ઓલપાડ તાલુકા વરસાદી પાણી ભરાયા, શોપિંગ સેન્ટર ની દુકાનો, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પાણી માં ગરકાવ, દુકાનો અને મીલો બંધ રાખવાની ફરજ પડી. વર્ષોથી પાણી ભરાવવાની સમસ્યા.
વિઓ..
સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ ને પગલે ઓલપાડ અને માંગરોળ વિસ્તારમાં પાણી વરસાદી પાણી ભરાયા, કીમ-માંડવી રાજ્ય ધોરી માર્ગ ને અડીને આવેલી કુડસદ જઈ આઈ ડી સી માં ભરાયા પાણી ભરાયા હતા. અંકુર શોપિંગ સેન્ટર ગલીમાં જવાના રોડ પર ભરાયા પાણી હતા. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાને કારણે થોડા વરસાદ માં રસ્તા પર દુકાનો માં પાણી ભરાય જાય છે. પાણી ભરાતા મિલમાં કામ કરવા જતા કામદારોને ભારે હાલાકી વેઠી રહ્યાં છે. તો મિલ માલિકો, દુકાનદારો ને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવી રહયો છે. ૫૦ થી વધુ દુકાનોમાં ભરાયા પાણી, દુકાનો બંધ રાખવાની ફરજ પડતા લોકોએ કહ્યું અમારું સાંભરનાર તંત્ર નથી. વર્ષો થી આર્થિક અને શારીરિક નુકસાન વેઠી રહ્યાં છે.
વોક થ્રુ :- સંદીપ વસાવા (કુડસદ GIDC)
બાઈટ :- જતીન મોદી ( સ્થાનિક - કામદાર )
બાઈટ :- નરેન્દ્ર યાદવ (સ્થાનિક - કામદાર )
2
Report
DPDhaval Parekh
FollowSept 05, 2025 17:21:52Navsari, Gujarat:
એપ્રુવડ બાય : એસાઇન્મેન્ટ/ વિશાલભાઈ
સ્લગ : NVS ROAD CLOSED
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 05 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એંકર : નવસારી અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાની નદીઓમાં નવા નીરની આવક થઈ છે. જેના કારણે જિલ્લામાં 7 રસ્તાઓ ઓવર ટોપીંગનેને કારણે બંધ થયા છે. નવસારીના ગુરુકુળ સુપાથી કુરેલને જોડતો પૂર્ણા નદી ઉપર બનેલ લો લેવલ બ્રિજ ઉપરથી પણ પૂર્ણાના પાણી ફરી વળતા સૂપા કુરેલ માર્ગ બંધ થતા કુરેલ, વચ્છરવાડ સહિતના ગામડાઓને 10 કિમી લાંબો ચકરાવો મારવા પડશે. સીઝનમાં છઠ્ઠીવાર સૂપા કુરેલ માર્ગ બંધ થતા સેંકડો ગ્રામજનોને અગવડતા વેઠવાનો વારો આવ્યો છે. જોકે નવસારી સહિત ઉપરવાસમાં વરસાદે વિરામ લેતા ગ્રામીણો તેમજ તંત્રને રાહત રહી છે.
વોક થ્રુ કર્યુ છે...
0
Report