Back
J&K Police's Shocking Raids on Pakistan-Based Terrorists' Homes!
RVRajat Vohra
Aug 09, 2025 04:02:26
Jammu,
J&K Police carried out Searches at the Houses Of Pakistan-Based Terrorists in Kishtwar
REPORTER: RAJAT VOHRA, JAMMU
Early morning searches has been carried out in the houses of active militant presently in PoK. Visuals of search from the house of Nayeem Ahmed Gundna at Jamia Market Kishtwar & his OGW brother Touseef Gundna in Kishtwar
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PAParakh Agarawal
FollowAug 09, 2025 10:48:11Ambaji, Gujarat:
આજે 9 ઓગસ્ટને આદિવાસી સમાજના ભગવાન ગણાતા બિરસા મુંડા ની 150 મી જન્મ જયંતી ને લઇ આજે વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી વિસ્તાર ના વિવિધ વિકાસલક્ષી યોજનાઓ સાથે આજે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે તેમાં પણ ખાસ કરીને આદિવાસી વિસ્તારના અંબાજીથી ઉમરગામ સુધી 14 જેટલા જિલ્લાઓ માં ભારે ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે
બનાસકાંઠા જિલ્લા નો દાંતા તાલુકો પણ મહત્તમ આદિવાસી વિસ્તાર છે જ્યાં તાલુકા મથકે જિલ્લા કક્ષા ની આદિવાસી દિવસ ની ઉજવણી રાજ્ય ના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ના અધ્યક્ષતા માં ઉજવણી કરાઈ હતી જેને ઋષિકેશ પટેલ એ દીપ પ્રગટાવી ખુલ્લી મૂકી હતી આજે વિશ્વ આદિવાસી દિવસ ને લઈ આદિવાસી યુવકો દ્વારા વિવિધ રંગા રંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા આ પ્રસંગે શૈક્ષણિક,રમતગમત તેમજ ઈતર પ્રવૃતિઓ માં આદિવાસી યુવક યુવતીઓ એ સારા દેખાવો કર્યા હોય તેમને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા જયારે વનબંધુ કલ્યાણ હેઠળ ના લાભાર્થીઓ ને વિવિધ કીટ નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે આજે રક્ષા બંધન ની તહેવાર હોવાથી આદિવાસી મહિલાઓ દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને રાખડી બાંધી હતી
જોકે આ પ્રસન્ગે ઉપસ્થિત રહેલા આરોગ્ય મંત્રી એ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તાર ના વિકાસ ને લઈ સરકાર સતત ચિંતિત છે ને હજી વધુ વિકાસ કરવા પણ સરકાર થનગની રહી છે
બાઈટ- ઋષિકેશ પટેલ (આરોગ્ય મંત્રી )ગુજરાત
આજે દાંતા ખાતે યોજાયેલા વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી નિમિતે હડાદ ખાતે પણ આદિવાસી સમાજના લોકોની મેરેથોન દોડ યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યા માં આદિવાસી લોકો ઉપસ્થિત રહ્યા અને અંબાજી માં પણ આદિવાસી લોકો દ્વારા વિશાળ રેલી યોજી હતી , આ પ્રસન્ગે જિલ્લા કલેકટર ,DDO સહીત જિલ્લા ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
1
Report
HShakimuddin shabbirbhai
FollowAug 09, 2025 10:02:56Vadodara, Gujarat:
એન્કર :
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ના કલારાણી ખાતે આવેલ એકલવ્ય કોલેજ ખાતે ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિની ઉજવણી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતમાં કરવામાં આવી.
વી.ઓ.
કલારાણી ખાતે આવેલ એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજ ખાતે જેતપુર પાવી મત વિસ્તારમાં ભગવાન બિરસા મુંડા ની 150 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા ઉપસ્થિત રહ્યા હતા કુંવરજી બાવળીયા દ્વારા આદિવાસી માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી જુદી જુદી સહાય અને લાભ માટેની જાણકારી આપી હતી અને ભગવાન બિરસા મુંડાની જીવન ચરિત્ર અનેગેની પણ વાત કરવામાં આવી હતી સાથે આદિવાસી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકાર અને ભારત સરકારના જુદા જુદા લાભાર્થીઓને મંચ ઉપરથી જુદા જુદા લાભઓનું વિતરણ કરવામાં આવ્યું હતું
બાઈટ : કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા.જળ સંપત્તિ અને પાણી પૂવઠા
12
Report
HShakimuddin shabbirbhai
FollowAug 09, 2025 10:02:50Vadodara, Gujarat:
એન્કર :
છોટાઉદેપુર ની જીવા દોરી સમાન સુખી જળાશય યોજના જેનું હાલ નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો જેને લઈને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા પ્રતિક્રિયા આપી છે અને તપાસ કરી કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરવાની વાત કરી છે.
વી.ઓ
હાલમાં સુખી જળાશય યોજના ની જે કેનાલ છે તેનું નવીનીકરણ કરવાનું કામગીરી ચાલી રહી છે ત્યારે પ્રથમ વરસાદમાં જ કેનાલમાં ગાબડા પડ્યા હોવાનું સામે આવ્યું છે સુખી ડેમના ઝીરો લેવલથી જમના કાંઠાની કેનાલ 38 km જેટલી અંદાજે લાંબી છે જેનું 70 કરોડના ખર્ચે નવીનીકરણ કરવાની કામગીરી ચાલી રહી છે જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યા હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે પ્રથમ વરસાદમાં જ બોડેલી તાલુકાના જવાબ મૂળ યાદી ગામ ખાતે કેનાલમાં તિરાડો અને ગાબડા પડ્યા હોવાનું સામે આવ્યું છે જેને લઈને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા પ્રતિક્રિયા આપી અને જણાવ્યું કે જેની મેં જાતે ગુણવત્તા નિયમન અધિકારીઓની ટીમ મોકલી છે જેમને ચકાસણી કરી લીધી છે બિલકુલ કે એમાં કચાસ દેખાશે તો જે અધિકારીઓ જવાબદાર હશે તેઓને છોડશું નહીં એની બે દિવસ પહેલાં મુલાકાત લીધેલી છે અને ફરી એવું કંઈ લાગશે તો આવતા દિવસોમાં પણ જે અધિકારીઓને જવાબદારી સોંપેલી છે એમાં કોઈ જગ્યાએ રાજ્ય સરકાર દ્વારા ગુણવત્તા બાબતે બંધ છોડ કરવામાં આવશે નહીં અને જે તે અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું
બાઈટ : કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા.પાણી પૂવઠા મંત્રી
10
Report
AKArpan Kaydawala
FollowAug 09, 2025 09:48:19Ahmedabad, Gujarat:
વિજાપુર
મહેસાણા ફૂડ વિભાગે વિજાપુર માં પામઓઇલ મિક્ષ કરી બનાવટી પનીર બનાવતી ફેકટરી માં કરી રેડ
ડીવાઇન ફૂડ નામની ફેકટરી માં કરી રેડ
1.29 લાખની કિંમતનું ભેળસેળ વાળું 649 કિલો પનીર સીલ કરાયું
32 હજાર કિંમતના 238 પામોલિન તેલના ડબ્બા સીલ કર્યા
ઝી 24 કલાક ની ટિમ કવરેજ કરવા પોહચતા ફેકટરી માલિકે કર્યો હુમલો
ઝી 24 કલાક ની ટિમ સાથે કરી મારા મારી
કેમેરો ઝુટવાનો પ્રયાસ કરી માઇક નો વાયર તોડ્યો
-- -- -- -- -- -- -- -- --
સમગ્ર ઘટના બાદ વેપારી દિનેશ પટેલ થયો ફરાર
ઘટના મામલે વિજાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
ફરાર દિનેશ પટેલને ત્વરિત ઝડપી પાડવા ગૃહરાજ્ય મંત્રી અને આરોગ્ય મંત્રીના તંત્રને આદેશ
બાઈટ : તેજસ દવે, ફરિયાદી
Wkt - ગુજરાતી , હિન્દી
13
Report
PDPRASHANT DHIVRE
FollowAug 09, 2025 09:48:13Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ
PACKAGE
વિઝ્યુઅલ,બાઈટ WHATSAPP કરેલ છે
એંકર:સુરતથી અમદાવાદ જઈ રહેલા એર ઇન્ડિયાના 787 પ્લેન ક્રેસની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો ન્યાયની માંગ કરી રહ્યા છે.આ મામલે, અમેરિકાની ફેડરલ કોર્ટમાં પ્લેન બનાવનાર કંપની બોઇંગ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ અમેરિકાના જાણીતા વકીલ માઇક એન્ડ્રયુ દ્વારા કરવામાં આવ્યો છે. જેઓ તાજેતરમાં મૃતકોના પરિવારોને મળવા માટે સુરત આવ્યા હતા.
વીઓ:1 વકીલ માઇક એન્ડ્રયુએ સુરતમાં દુર્ઘટનાના 80થી વધુ પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ લગભગ 65 પરિવારો બોઇંગ કંપની સામે કેસ દાખલ કરવા માટે જોડાયા છે. આ પરિવારોમાં ભારતીય, પોર્ટુગીઝ અને બ્રિટિશ નાગરિકોના પરિવારોનો સમાવેશ થાય છે.
બાઈટ:માઇક એન્ડ્રયુ (US જાણીતા વકીલ)
વીઓ:2 વકીલ એન્ડ્રયુએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના કોઈ પાઇલટની ભૂલને કારણે નથી થઈ, પરંતુ બોઇંગ કંપનીના એન્જિનમાં ખામી હોવાને કારણે થઈ છે. આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે સુનિશ્ચિત કરવા માટે આ કેસ અમેરિકાની કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે.
બાઈટ:માઇક એન્ડ્રયુ (US જાણીતા વકીલ)
વીઓ:3 આ કેસમાં સૌથી મહત્ત્વનો પુરાવો પ્લેનના બ્લેક બોક્સમાંથી મળેલ ડેટા છે. વકીલ એન્ડ્રયુએ કોર્ટમાં સરકાર પાસેથી બ્લેક બોક્સ ડેટાની સંપૂર્ણ વિગતો ઝડપથી ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. આ ડેટામાં CVR (કોકપિટ વોઈસ રેકોર્ડર) નો ઓડિયો અને વિડીયો ડેટા, અને FDR (ફ્લાઈટ ડેટા રેકોર્ડર) નો ડિજિટલ ડેટા, સંપૂર્ણ રો મટીરીયલ સાથે આપવાની માંગ કરવામાં આવી છે. આ ડેટા દુર્ઘટનાના સાચા કારણોને સ્પષ્ટ કરવામાં મદદ કરશે.
બાઈટ:માઇક એન્ડ્રયુ (US જાણીતા વકીલ)
આ કેસ પીડિત પરિવારો માટે ન્યાયની આશા જગાડી રહ્યો છે. અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉડ્ડયન સલામતીના ધોરણોને વધુ કડક બનાવવા માટે પણ એક મહત્ત્વપૂર્ણ પગલું બની શકે છે.
પ્રશાંત ઢીવરે - સુરત
7
Report
CPCHETAN PATEL
FollowAug 09, 2025 09:33:46Surat, Gujarat:
સુરત બ્રેકીંગ
રક્ષાબંધન ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષાના અતૂટ બંધનનો પર્વ
ભાઈના કાંડે રાખડી બાંધીને બહેનોએ લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરે છે
બ્રાહ્મણ સમાજ માટે રક્ષાબંધનનું વિશેષ મહત્ત્વ છે
સુરતના કર્મનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્ર થયા
રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણોએ જૂની જનોઈ બદલીને નવી ધારણ કરી
શ્રાવાણી ઉપાકર્મ વિધિ અંતર્ગત શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી વિધિ
આ પર્વ શુદ્ધિ, પ્રાયશ્ચિત અને નવા સંકલ્પનું પ્રતીક છે
રક્ષાબંધન ભાઈ-બહેનના સંબંધની સાથે-સાથે ધાર્મિક અને આત્મિક શુદ્ધિનો પણ પર્વ છે
બાઈટ :- ભાવેશ શાસ્ત્રી
11
Report
CPCHETAN PATEL
FollowAug 09, 2025 09:33:42Surat, Gujarat:
સુરત બ્રેકિંગ...
રક્ષાબંધનના પર્વ નિમિત્તે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સીઆર પાટીલનો પ્રજાજોગ સંદેશ
સીઆર પાટીલ ની પત્રકાર પત્રકાર પરિષદ
સીઆર પાટીલ નું નિવેદન
રક્ષાબંધન ભારતીય સંસ્કૃતિ ના ઉતમ તહેવાર
સૂતર ના તાંતણે બંધાતા રાખડી ની મોટી તાકાત
મહાભારત એક ઉતમ મોટું ઉદાહરણ
સામાન્ય જીવનમાં પણ કેટલાય ભાઈઓએ બહેન ની રક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું
આ તહેવાર નું મહત્વ જળવાયું છે
આજદિન સુધી આ પરંપરા આપણે જાળવી રાખી
બાઈટ..સી.આર.પાટીલ
13
Report
CPCHETAN PATEL
FollowAug 09, 2025 09:33:37Surat, Gujarat:
સુરત બ્રેકિંગ..
સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે રક્ષાબંધન ના પર્વની કરી ઉજવણી
ખંડણી સહિત વિવિધ ગુન્હામાં કીર્તિ પટેલ લાજપોર જેલમાં બંધ છે
આજે રક્ષાબંધન ના પર્વ નિમિત્તે લાજપોર જેલમાં બંધ બંદીવાનો ને બહેનો એ બાંધી રાખડી,
સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે ભાઈને રાખડી બાંધી આશીર્વાદ મેળવ્યા
મીઠાઈ વડે મોઢું કરાવ્યું મીઠું
રાખડી બાંધતી વખતે કીર્તિ પટેલ ખુશખુશાલ જોવા મળી
12
Report
CPCHETAN PATEL
FollowAug 09, 2025 09:33:31Surat, Gujarat:
સુરત બ્રેક
ગઢડાના ભુવાએ અડાજણની મહિલા ઉપર બળાત્કાર ગુજાર્યો
ભાવનગરથી સુરત આવતી વેળા લકઝરી બસમાં ભુવા ગંગારામે દુષ્કર્મ આચર્યુ
ભુવાએ એકથી વધુ વાર દુષ્કર્મ આચર્યું હોવાનો ઉલ્લેખ
અડાજણ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ
પિતૃદોષ ની વિધિ કરાવવાના બહાને સંપર્કમાં આવ્યો હતો
13
Report
AKAshok Kumar
FollowAug 09, 2025 09:19:23Junagadh, Gujarat:
જુનાગઢ
એંકર
શ્રાવણ સુદ પૂનમ બળેવ બ્રાહ્મણ માટે આજે દિવાળી
વીઓ
શ્રાવણ સુદ પૂનમ નાળિયેરી પૂનમ બળેવ અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આજે બળે એટલે બ્રાહ્મણોની દિવાળી આજના દિવસે બ્રાહ્મણો દ્વારા યજ્ઞ પવિત્ર એટલે બ્રાહ્મણો દ્વારા આજના દિવસે જનોઈ બદલાવવામાં આવે છે અને વહેલી સવારે તીર્થ સ્થાન દામોદર કુંડ ખાતે હેમાંદ્રી બાગ સૂર્ય ઉપસ્થાન દેવ ઋષિ મનુષ્ય તર્પણ ગણપતિ મહારાજની પૂજા ત્યારબાદ પિતૃઓને યજ્ઞ પવિત્ર દાન કરવાનો આ મોટો અવસર હોય ત્યારે દામોદર કુંભ ખાતે મોટી સંખ્યાબા ભૂદેવો ઉપસ્થિત રહ્યા અને શાસ્ત્રોક વિધિ અનુસાર બળદેવના પર્વને લઈને યજ્ઞ પવિત્ર બદલાવવામાં આવી જેમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ 96 તાતણોઓ જનોઈ માં આવેલ હોય આવી આવી ઉત્તમ વસ્તુ ભૂદેવ પોતાના શરીર ઉપર ધારણ કરે છે અને ભૂદેવોને બે માતાઓ હોય છે જેમાં એક પોતાની જન્મ દેનારી માં અને બીજી માં જે ગાયત્રી માતાજી હોય છે ત્યારે આજે બળવના દિવસે દામોદર કુંભ ખાતે મોટી સંખ્યામાં ભૂદેવો દ્વારા સ્નાન કરીને નવ યજ્ઞ પવિત્ર ધારણ કરવામાં આવ્યું
બાઈટ.. કેતનભાઈ જોશી ભૂદેવ
બાઈટ.. વિરાટ ઠાકર ભૂદેવ
અશોક બારોટ
જુનાગઢ
13
Report
AKAshok Kumar
FollowAug 09, 2025 09:18:53Junagadh, Gujarat:
જૂનાગઢ જિલ્લા જેલમાં લાગણીસભર રક્ષાબંધન: બંદીવાન ભાઈઓને બહેનોની રાખડી અને પર્યાવરણ સંદેશ સાથે અનોખી ભેંટ
જેલ પ્રશાસનની માનવીય પહેલ — બહેનોને ભેટરૂપે રોપા, પર્યાવરણ જતનનો સંદેશ
જૂનાગઢ: ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને રક્ષણના પવિત્ર પર્વ રક્ષાબંધનનું રંગીન અને ભાવુક ઉજવણીનું દ્રશ્ય આજે જૂનાગઢ જિલ્લા જેલમાં જોવા મળ્યું. સજા ભોગવતા બંદીવાન ભાઈઓ માટે પણ આ પર્વની ઉજવણી ચૂકી ન જાય તે હેતુસર જેલ પ્રશાસન દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેલના દરવાજા આ ખાસ અવસર માટે ખુલ્યા અને અનેક બહેનો પોતાના બંદીવાન ભાઈઓને રાખડી બાંધવા માટે પહોંચી.
જેલ કમ્પાઉન્ડમાં સુંદર રીતે સજાવટ કરાયેલ મંચ પર અક્ષત, કુમકુમ, રાખડી અને મિઠાઈની વ્યવસ્થા સાથે એક સ્નેહસભર વાતાવરણ સર્જાયું. બહેનો જ્યારે પોતાના ભાઈઓને મળવા આવી ત્યારે ભાવુક દ્રશ્યો ઉભા થયા — કોઈ બહેનની આંખોમાં આનંદના આંસુ, તો કોઈ ભાઈ પોતાની નાનકડી દીકરીને ચુંબન આપતો જોવા મળ્યો. વર્ષો બાદ મળેલા પરિવારજનો વચ્ચે પ્રેમ અને લાગણીના અદ્ભુત ક્ષણો વહેતા જોવા મળ્યા.
આ વર્ષે જેલ પ્રશાસને એક અનોખી પહેલ પણ હાથ ધરી. જેલ અધિક્ષક એચ.ઓ. વાળાએ જણાવ્યું કે, “રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધવા આવેલી બહેનોને અમે ભેટરૂપે એક વૃક્ષનો છોડ આપી રહ્યા છીએ. આ માત્ર એક ભેટ નથી, પણ પર્યાવરણ જતનનો સંદેશ છે. જ્યારે આ છોડ બહેન પોતાના ઘરે વાવે અને ઉછેરે છે. ત્યારે તે ભાઈ-બહેનના સંબંધ જેવો મજબૂત બનીને સમાજમાં હરિયાળી ફેલાવે છે.”
કેદી ગુંજન જોશીએ જણાવ્યું કે, “જેલમાં સજા ભોગવતા ભાઈઓ પોતાની બહેનોને મોંઘી ભેટ આપી શકતા નથી. પરંતુ એક વૃક્ષ આપીને અમે પર્યાવરણ માટે સારો સંદેશ આપી શકીએ છીએ. વૃક્ષ વાવવું એ જીવન વાવવાની જેમ છે. જે આપણા સૌના માટે લાભદાયક છે.”
રક્ષાબંધનના પવિત્ર દિવસે જેલમાં પ્રેમ, લાગણી અને પર્યાવરણ જતનનો સંદેશ એકસાથે ઝળહળી ઊઠ્યો. આ કાર્યક્રમમાં અનેક બંદીવાન ભાઈઓએ આનંદ અને ઉલ્લાસ સાથે પોતાના હાથમાં બહેનોની રાખડી સ્વીકારી અને એકબીજાને દિર્ઘાયુ, સુખ-સમૃદ્ધિના આશિર્વાદ આપ્યા.
જૂનાગઢ જિલ્લા જેલનો આ માનવીય અભિગમ માત્ર કેદીઓ માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે એક પ્રેરણાદાયક સંદેશ છે — કે પ્રેમ અને સ્નેહની લાગણીઓ સીમિત જગ્યાઓ અને પરિસ્થિતિઓથી ઉપર છે, અને પર્યાવરણની સંભાળ પણ તેટલી જ જરૂરી છે જેટલો માનવીય સંબંધોનો સન્માન.
બાઈટ એચ ઓ વાળા
જેલ અધિક્ષક જુનાગઢ
અશોક બારોટ
જુનાગઢ
14
Report
MDMustak Dal
FollowAug 09, 2025 09:16:05Jamnagar, Gujarat:
* *જામનગર જેલમાં ભાઈ-બહેનના પવિત્ર તહેવારની હર્ષભેર ઉજવણી કરાઈ : જેલમાં સર્જાયા ભાવુક દ્રશ્યો..*
એન્કર-
ભાઇ અને બહેનના પ્રેમના પ્રતીક રક્ષાબંધન નો આજે તહેવાર છે. ત્યારે જામનગર જિલ્લા જેલ ખાતે પણ આ તહેવારની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી.જામનગર જિલ્લા જેલમાં બંદીવાન ભાઈઓને તેમની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી.
વીઓ-1
ભાઈ અને બહેનનો સ્નેહ અને પ્રેમના પ્રતીકનો તહેવાર એટલે કે રક્ષાબંધન નો તહેવાર. આ દિવસે બહેન ભાઈના જીવનભરના સાથ અને તેમના ભાઈની લાંબી જિંદગી સલામત રહે તે ભાવ અને બંધન સાથે આજના તહેવાની ઉજવણી કરવામાં આવે છે ત્યારે જામનગરમાં પણ જિલ્લા જેલમાં આજે બંદીવાન ભાઈઓને તેમના બહેન રક્ષા કાજે આ તહેવાર ઉજવી શકે તે માટે જેલમાં પણ રક્ષાબંધન ઉજવણી થઇ શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ત્યારે જામનગર જેલમાં રહેલા બંદીવાન ભાઈઓને તેમની બહેનોને રાખડી બાંધી જેલમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. ખાસ કરીને બહેનો દ્વારા એવો સંદેશ આપવામાં આવ્યો છે કે આજના દિવસે ખુશી પણ છે કે અને દુઃખ પણ છે કે મારો ભાઈ જેલમાં છે. ત્યારે દરેક બહેન તેમના ભાઈઓને આવી રીતે રાખડી બાંધવા આવું ન પડે તેવું જણાવ્યું હતું અને વહેલામાં વહેલીતકે જેલમાંથી અમારા ભાઈ જેલમાંથી છૂટી જાય અને દરેકની માફક સમાજમાં ભળી જાય તેવી પ્રાર્થના. આ સાથે કેદીવાન ભાઈઓ પણ તેમની બહેનોને પોતાના ઘર આંગણે વૃક્ષારોપણ કરે અને પર્યાવરણની જાણવણી થાય એ ઉદેશ સાથે વૃક્ષના છોડનું વિતરણ ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
બાઈટ : બલભદ્રસિંહ રાયજાદા (જેલર, જિલ્લા જેલ જામનગર)
14
Report
SBShilu Bhagvanji
FollowAug 09, 2025 09:06:16Porbandar, Gujarat:
0908 ZK PBR GURUKUL
FORMAT-PKG
DATE-09-08-2025
LOCATION-PORBANDAR
APPROVAL-STORY IDEA
એન્કર-
દેશભરમાં આજે ભાઈ-બહેનનો પવિત્ર પર્વ એવા રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે..આજના દિવસે ભૂ દેવો એટલે કે બ્રાહ્મણો દ્વારા યજ્ઞોપવીત ધારણ કરવમામાં આવતી હોય છે.પરંતુ પોરબંદરમાં આવેલ આર્યકન્યા ગુરુકુળમાં છેલ્લા 83 વર્ષથી વધુ સમયથી કોઈપણ જાતના ભેદભાવ વગર દરેક વિદ્યાર્થીનીઓ દર વર્ષે રક્ષાબંધનના પાવન પર્વ પર સવારે યજ્ઞોપવીત ધારણ કરે છે...આ વર્ષે પણ અંદાજે 300 થી વધુ વિદ્યાર્થીનીઓએ વિધી વિધાન સાથે યજ્ઞોપવીત ધારણ કરી હતી.આમ તો જનોઈ પુરુષો જ ધારણ કરતા હોય છે.પરંતુ એવુ કહી શકાય કે દેશમાં એકમાત્ર એવુ સ્થળ હશે કે જ્યા વિદ્યાર્થીનીઓ ધાર્મીક મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવીત ધારણ કરે છે.
બાઈટ-1
રંજના મજીઠીયા
આચાર્ય,આર્યકન્યા ગુરુકુળ,પોરબંદર
બાઈટ-2
મનસ્વિ પરમાર,વિદ્યાર્થીની
આર્ય કન્યા ગુરુકુલ,પોરબંદર
બાઇટ-3
ભક્તિ દત્તાણી
આર્ય કન્યા ગુરુકુલ,પોરબંદર
14
Report
DPDhaval Parekh
FollowAug 09, 2025 08:17:25Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : સ્ટોરી આઇડિયા
સ્લગ : NVS ADIVASI DIVAS
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 09 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... (હિન્દી બાઈટ પણ કરી છે. રાખડી બંધાવ્યા મુદ્દે બહેનોના આશીર્વાદથી ડ્રગ્સ કાર્ટેલ સામેની લડાઈ લડી રહ્યા હોવાની વાત કરી છે... )
એંકર : આખી દુનિયામાં આજે વિશ્વ આદિવાસી દિવસ ઉજવાઇ રહ્યો છે ત્યારે નવસારીના વાંસદામાં આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતીની ઉજવણીના વર્ષ અને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં આદિવાસીઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો
વી/ઓ : આદિવાસીઓ માટે વિશ્વ આદિવાસી દિવસ એક તહેવારથી ઓછો નથી આજના દિવસે આદિવાસીઓમાં અનેરો ઉત્સાહ હોય છે અને અનેક ઠેકાણે રેલીઓ તેમજ કાર્યક્રમ યોજતા હોય છે ત્યારે નવસારી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વાંસદા ના મોટી ભમતી ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આદિવાસીઓ માટેની વિવિધ યોજના ઓનો લાભ લાભાર્થીઓને ગૃહ મંત્રીના હસ્તે આપવામાં આવ્યો હતો સાથે જ વૈશ્વિક કક્ષાએ ગુજરાતનું નામ રોશન કરનાર અને 800 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર ચેતન ભગરિયાને પણ ગૃહ મંત્રી તેમજ રમતગમત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે રાજ્ય અને દેશ કક્ષાએ પણ રમતમાં નવસારીનું નામ રોશન કરનારા આદિવાસી ખેલાડીઓને પણ સન્માનિત કર્યા હતા જેની સાથે વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ વિશ્વ આદિવાસી દિવસ તેમજ ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી ની શુભકામનાઓ પાઠવી હતી સાથે જ સરકારની યોજનાઓનો લાભ મેળવનાર લાભાર્થીઓને હથ પકડી આગળ વધારવાનો સરકારનો પ્રયાસ છે ત્યારે લાભાર્થીઓ પણ તેમની આસપાસ જે લોકોને જરૂરિયાત છે અને લાભથી વંચિત રહેલા લોકોને પણ સરકારી યોજનાઓનો લાભ અપાવવા પ્રયાસ કરી તેમને પણ આગળ વધારવા માટે અપીલ કરી હતી
બાઈટ : હર્ષ સંઘવી, ગૃહ રાજ્ય મંત્રી, ગુજરાત સરકાર
વી/ઓ : આ અવસરે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને ભાજપની કાર્યકર્તા બહેનોએ તેમજ જિલ્લા પોલીસ વિભાગની મહિલા અધિકારી અને કર્મચારી બહેનોએ રાખડી બાંધી તેમની સુરક્ષા અને લાંબા આયુષ્યની કામના કરી હતી બહેનો પાસે રાખડી બંધાવ્યા બાદ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ બહેનો પાસે વચન માંગ્યા હતા જેમાં બાઈક લઈને બહાર નીકળતા ભાઈઓ ને રાખડી બાંધી તેમને બાઈક ઉપર હેલ્મેટ પહેરીને જ બહાર જાય એવી વચન લેવાની અપીલ કરી હતી સાથે જ ડાંગ પોલીસે આદિવાસીઓમાં મહિલાઓને ડાકણ પ્રથા માંથી મુખ્ય ધારામાં લાવવા માટે કરેલા પ્રયાસની સરહાના તેમજ ગામમાં પ્રસરેલા દૂષણ અને દૂર કરવા તેમજ ગામમાં કોઈ દીકરી પ્રતાડિત થતી હોય તો તેની ફરિયાદ પોલીસને કરવા માટે આદિવાસી મહિલાઓને જવાબદારી સોંપી હતી
બાઈટ : હર્ષ સંઘવી, ગૃહ રાજ્ય મંત્રી, ગુજરાત સરકાર
વી/ઓ : વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કોંગ્રેસના ગઢ વાંસદામાં યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસનું નામ લીધા વિના આઝાદી બાદ આદિવાસીઓ વિકાસથી વંચિત રહ્યા હોવાનો વાત સાથે ભાજપ સરકારમાં આદિવાસી વિસ્તારોમાં વિકાસ ની ગાથા ગવાઈ રહી હોવાનો ગૌરવ પણ વ્યક્ત કર્યો હતો.
14
Report
UPUMESH PATEL
FollowAug 09, 2025 08:17:21Valsad, Gujarat:
Approved By Dayplan
એન્કર : નાળિયેરી પૂર્ણિમાના દિવસ માછીમારો માટે ખૂબ મહત્વનો ગણવામાં આવે છે નાળિયેરી પૂનમના દિવસે માછીમારો દ્રારા દરિયાદેવની પૂજા કરી દરિયો ખેડવા દરિયા પાસે પરવાનગી લઈને માછીમારી કરવા માટેનો વિધિવત પ્રારંભ કરતા હોય છે. ત્યારે આજે પણ મોટી સંખ્યામાં માછીમાર ભાઈઓએ સહપરિવાર સાથે દરિયાની તથા પોતાની બોટની પૂજા કરી હતી.
વિઓ : અરબી સમુદ્ર ને અંડીને આવેલા વલસાડ જિલ્લાના 60 કિલોમીટર લાંબા દરિયાકિનારે વસેલા 1500 થી વધુ માછીમારો દ્રારા નાળિયેરી પૂનમના દિવસે વર્ષોથી ચાલી આવેલી પોતાની પરંપરા અનુસાર પોતાની બોટ તથા દરિયાની પૂજા કરી હતી નારિયેળી પૂનમ માછીમારો માટે ખૂબ મહત્વની ગણવામાં આવે છે આ દિવસે તમામ માછીમારો પોતાની બોટ અને દરિયાની પૂજા કરી દરિયા દેવ પાસે પોતાને આખું વર્ષ આજીવિકાને સારી મળી રહે અને દરિયામાં જતા પોતાના માછીમાર ભાઈઓને આખું વર્ષ દરિયો સાચવે તે માટે પૂજા અર્ચના કરતા હોય છે ચોમાસા દરમિયાન દરિયો તોફાની બનતો હોય છે તે દરમિયાન માછીમારો દરિયાને ખેડવાનું બંધ કરતા હોય છે નાળિયેરી પૂનમ બાદ દરિયો થોડી શાંત થતા માછીમારો દ્રરક દરિયામાં નાળિયેર વધાવી દરિયા દેવની પૂજા કરી માછીમારી શરૂ કરતાં હોય છે
બાઈટ : દિનેશ ટંડેલ માછીમાર સમાજ પ્રમુખ
બાઈટ : મંગભાઈ ટંડેલ માછીમાર આગેવાન
14
Report