Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad382480
2 લાખ રૂપિયાની લાલચમાં નિર્દોષ યુવકની હત્યા, બે આરોપીઓ ઝડપાયા!
URUday Ranjan
Aug 10, 2025 03:34:51
Ahmedabad, Gujarat
Slug : 0808ZK_LIVE_AHD_CHANGODAR_AROPI Reporter : UDAY RANJAN Injgst Feed : 0808ZK_LIVE_AHD_CHANGODAR_AROPI Date : 08 - 08 - 2024 Format : PKG & WEB નોંધ : આ સ્ટોરી ને લાગતા ફોટો વિડીયો સેન્ડ કરેલ છે એન્કર : બેંક એકાઉન્ટમાં રૂપીયા 2 લાખનું બેલેન્સ હોવાની મજાક કરવામાં નિર્દોષ યુવકએ જીવ ગુમાવવાનો વખત આવ્યો છે..2 લાખની વાત સાંભળતા જ બે સાથી કર્મચારીની દાનત બગડી હતી. અને યુવકને મોતને ઘાટ ઉતારી બેંકમાંથી 2 લાખ પડાવી લેવાનો પ્લાન ઘડ્યો. જો કે હત્યા કર્યા બાદ બેંક એકાઉન્ટમાં રૂપીયા 850 જમા હોવાનું જાણવા મળતા બંન્ને હત્યારાની આશા પર પાણી ફરી વળ્યું. અને જેલમાં ધકેલાવાનો વારો આવ્યો છે... વીઓ : 01 ચાંગોદરના તાજપુર ગામની સીમમાંથી પસાર થતી રેલ્વે લાઇન નજીકથી 16મી માર્ચના દિવસે મળી આવેલ મૃતદેહના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે...પોલીસએ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી સંતલાલ ગૌતમ અને મધ્યપ્રદેશના રહેવાસી રોહિતસીંગ ગોડ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. બંન્ને આરોપીઓએ માત્ર 2 લાખ રૂપીયા મેળવવાની લાલચમાં આવીને મોહિબુલ ઇસ્લામ નામના યુવકને ગળે ટુંપો આપીને હત્યા કરી દીધી હતી. બાદમાં તેની ઓળખ ના થાય તે માટે ટી શર્ટ ચહેરા પર નાંખીને સળગાવી દીધી હતી. જો કે પોલીસ તપાસમાં બંન્નેની પોલ ખુલ્લી પડી ગઇ હતી. બાઇટ - ઓમ પ્રકાશ જાટ, એસપી, અમદાવાદ ગ્રામ્ય વીઓ : 02 ઘટના અંગે વાત કરીએ તો 16મી માર્ચએ સળગાવેલી હાલતમાં ચહેરા સાથે એક મૃતદેહ મળી આવ્યો હતો. જો કે યુવકનો ચહેરો સળગી ગયેલ હાલતમાં હોવાથી તેની ઓળખ કરવી પોલીસ માટે મુશ્કેલ બની હતી. પરંતુ પોલીસએ અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. જ્યારે 17મી માર્ચના દિવસે ચાંગોદરમાં આવેલ મેક્સ ગ્રાફિક્સમાં કામ કરતો મોહિબુલ ઇસ્લામની કોઇ ભાળ મળતી ના હોવાની જાણ ચાંગોદર પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસએ તેના મોબાઇલ નંબરના આધારે કોલ ડિટેઇલ મેળવી આ ઉપરાંત તેની સાથે કામ કરતા કર્મચારીઓ અને પરિવારજનોની પૂછપરછ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જેમાં સફળતા મળતા પોલીસએ બે આરોપીઓને ઝડપી લીધા છે. મૃતક અને આરોપીઓ છેલ્લા 25 દિવસથી સાથે કામ કરતા હતાં. એક દિવસ મૃતક મોહિબુલ ઇસ્લામએ બંન્ને આરોપીઓને મજાક મજાકમાં કહ્યું હતું કે તેના બેંક એકાઉન્ટ માં રૂપીયા 2 લાખ જમા છે. જેથી બંન્ને આરોપીઓની દાનત બગડી હતી. અને આ રૂપીયા પડાવી લેવા માટેનો પ્લાન બનાવ્યો હતો. બાઇટ - ઓમ પ્રકાશ જાટ, એસપી, અમદાવાદ ગ્રામ્ય વીઓ : 03 પ્લાન મુજબ 6મી માર્ચના દિવસે નોકરીથી છુટ્યા બાદ બંન્ને આરોપીઓ મૃતકને રેલ્વે લાઇન પાસે લઇ ગયા હતાં. જ્યાં હત્યા કરવાના ઇરાદે તેઓ કંપનીમાંથી જ એક દોરી લઇ ગયા હતાં. જેની મદદથી બંન્નેએ મોહિબુલ ઇસ્લામનું ગળું દબાવ્યું હતું. અને તેના મોબાઇલ, એટીએમ, ગુગલ પે નો પાસવર્ડ મેળવી લીધો હતો. જો કે દોરી તુટી જતા આરોપીઓએ મૃતકએ પહેરેલ બુટની દોરી કાઢીને તેની મદદથી તેને ગળેટુંપો આપ્યો હતો. અને હત્યા કરી દીધી હતી. બાદમાં તેના બેંક એકાઉન્ટમાંથી રૂપીયા 800 ટ્રાન્સફર કરી લીધા હતાં. અને ટ્રેન આવતા મૃતદેહને ટ્રેનની નીચે ફેંકી દેવા માટેનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમાં સફળ ના થતાં અંતે તેમણે નજીકના ગરનાળામાં મૃતદેહ ફેંકીને ઓળખના થાય તે માટે મૃતકએ પહેરેલ ટી શર્ટ કાઢી તેના ચેહેરા પર ઢાંકીને સળગાવી દીધી હતી. બાદમાં મોબાઇલની લુંટ કરીને તેઓ પલાયન થઇ ગયા હતાં. બાઇટ - ઓમ પ્રકાશ જાટ, એસપી, અમદાવાદ ગ્રામ્ય વીઓ : 04 હત્યા બાદ બંન્ને આરોપીએ વતનમાં નાસી જવાનો પ્લાન બનાવ્યો હતો. જ્યારે મૃતકનો મોબાઇલ શાહપુર નજીક કોઇને વહેચી દીધો હતો. સામેવાળા વ્યક્તિને વિશ્વાસમાં લેવા માટે આરોપીએ મૃતકના મોબાઇલમાંથી તેનું આધારકાર્ડ અને મોબાઇલની બીલની ઝેરોક્ષ કઢાવીને પોતે જ આ વ્યક્તિ હોવનાની ઓળખ આપી હતી. જ્યારે મૃતકનું સીમકાર્ડ તેમણે નવો એક કી પેડ ફોન ખરીદીને તેમાં ચાલુ કર્યું હતું. પોલીસ તપાસ દરમિયાન બંન્ને આરોપીઓના નામ સામે આવતા પોલીસએ બંન્ન આરોપીઓની ધરપકડ કરી છે. ત્રણેય મિત્રો સાથે જ એક કંપનીમાં કામ કરતા હતાં. હાલમાં પોલીસએ બંન્ને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
14
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
LJLakhani Jaydeep
Aug 10, 2025 16:45:47
Dwarka, Gujarat:
વીઓ 01 :- દ્વારકા-ઓખા હાઈવે પર આવેલી બાસુરી રેસ્ટોરન્ટમાં એક કાર ઘૂસી જતાં અકસ્માત થયો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે એક કાર ખૂબ જ ઝડપે આવીને સીધી રેસ્ટોરન્ટમાં ઘૂસી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રેસ્ટોરન્ટને મોટું નુકસાન થયું છે. બાઈટ :- કેતનભાઇ દતાણી,હોટલ સંચાલક વીઓ 02 :- આ ઘટના બાદ ઘણા સવાલો ઉભા થયા છે. જેમ કે, ડ્રાઈવર પાસે લાયસન્સ હતું કે કેમ, તે નશાની હાલતમાં હતો કે નહીં અને તેને ગાડી ચલાવતા આવડતી હતી કે કેમ. આ તમામ બાબતોની પોલીસ તપાસ કરી રહી છે. હાલમાં રેસ્ટોરન્ટના માલિક પોલીસ આવે તેની રાહ જોઈ રહ્યા છે, જેથી કાયદેસરની કાર્યવાહી થઈ શકે.
6
Report
PDPRASHANT DHIVRE
Aug 10, 2025 16:16:50
Surat, Gujarat:
અપ્રુવલ:તપન ભાઈ PCAKAGE FEED_LIVE_U FOLDER_SRT_TIRANGA_YATRA એંકર:સુરત શહેરના વાય જંક્શનથી આર.આર. મૉલ સુધી આજે સુરત મહાનગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ યાત્રાને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજ લહેરાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વીઓ:1 આ યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો હાથમાં તિરંગા લઈને રસ્તા પર ઉમટી પડ્યા હતા, જેના કારણે જાણે આખું સુરત તિરંગાના રંગે રંગાઈ ગયું હોય તેવું અદ્ભુત દૃશ્ય સર્જાયું હતું.આ યાત્રા ''હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા''ની થીમ પર આધારિત હતી. 1.8 કિલોમીટર લાંબા રૂટને સુંદર ડેકોરેશન અને પેઇન્ટિંગ્સથી શણગારવામાં આવ્યો હતો, જેણે વાતાવરણમાં ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ વધુ ઘેરો બનાવ્યો હતો. બાઈટ: હર્ષ સંઘવી (રાજ્ય ગૃહ મંત્રી) વીઓ:2 તિરંગાયાત્રા નું શુભારંભ કરાવતા સીઆર પાટીલે જણાવ્યું હતું કે.તિરંગા યાત્રા એ ગૌરવ યાત્રા છે.આઝાદી માટે અનેક લોકોએ શહીદી વહોરી છે,શહીદો ના કુટુંબીજનો ને યાદ કરીએ.આઝાદી પછી ભારત નો વિકાસ થયો.પ્રધાનમંત્રી મોદીજીએ દેશનો વિકાસ કર્યો.શહીદો ના સ્વપ્ન નું ભારત બન્યું છે.હાથમાં જે તિરંગો છે તેની કાળજી રાખી.મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતા નો આગ્રહ રાખ્યો હતો.પ્રધાનમંત્રી મોદીએ મહાત્મા ગાંધીનું સ્વપ્નું સાકાર કર્યું છે.પ્રધાનમંત્રી મોદીજી એ જે ઘરેડ આપી છે તે પ્રમાણે વર્તીએ.ઓપરેશન સિંદૂર થી દુશ્મનો ને હરાવ્યા,૧ કલાકમાં ઓપરેશન સિંદૂર પાર પાડવા સમય અપાયો હતો,પરંતુ માત્ર ૨૩ મિનિટમાં ઓપરેશન પાર પાડ્યું,પ્રધાનમંત્રી એ બનાવેલા સ્વદેશી શસ્ત્રો ના આધારે ઓપરેશન પાર પાડયું છે,દુનિયા જોઈ રહી છે. સ્પીચ:સી આર પાટિલ (કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ) પ્રશાંત ઢીવરે - સુરત PCAKAGE
14
Report
PDPRASHANT DHIVRE
Aug 10, 2025 15:46:11
Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ PCAKAGE FEED_LIVE_U 1008ZK_LIVE_SRT_GOLD_AROPI એંકર:સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેવા ગયેલી એક યુવતીના રૂમમાંથી રોકડ અને દાગીના સહિત કુલ રૂ. ૧૩.૪૫ લાખની કિંમતનો સામાન ચોરી કરી ફરાર થયેલું દંપતી આખરે નાસિકથી ઝડપાઈ ગયું છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી પંકજ પાટિલ વિવિધ બેંકોમાંથી લોન અપાવવાના બહાને ૧૦થી વધુ લોકોને રૂ. ૨૦ લાખથી વધુનો ચૂનો લગાવી ચૂક્યો છે. વીઓ:1 ઝેપ્ટો કંપનીમાં નોકરી કરતી દીપાબેન દીપક નન્વરેએ OLX પર એક જાહેરાત જોઈ હતી જેમાં ડિંડોલીના નવરત્ન બંગ્લોઝમાં પેઇંગ ગેસ્ટ માટે રૂમ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. જાહેરાતમાં આપેલા નંબર પર તેમણે સૃષ્ટિબેન પંકજ પાટિલ સાથે વાત કરી હતી. સૃષ્ટિબેન તેમના પતિ પંકજ પાટિલ સાથે તે બંગ્લોમાં રહેતા હતા. તેમણે દીપાબેનને એક રૂમ ભાડે આપ્યો. થોડા સમય બાદ, ૧૩મી એપ્રિલે, સૃષ્ટિબેનનો ભાઈ આદિત્ય સુભાષ રાય દીપાબેનના નોકરીના સ્થળે આવ્યો અને જણાવ્યું કે તેના બહેન-બનેવી ઘર ખાલી કરીને ચાલ્યા ગયા છે. આ દંપતી દીપાબેનના સામાન સાથે જ તેમનો પોતાનો સામાન પણ લઈને ભાગી ગયું હતું. વીઓ:2 આ ઘટના બાદ દીપાબેને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તકનીકી સર્વેલન્સની મદદથી તપાસ શરૂ કરી અને દંપતી સતારાથી નાસિક ભાગી ગયાનું જાણવા મળ્યું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને નાસિક પહોંચી અને પંકજ સુભાષ પાટિલ અને તેની પત્ની સૃષ્ટિની ધરપકડ કરી. પોલીસે તેમની પાસેથી એક કાર, છ મોબાઇલ ફોન અને સોનાના દાગીના સહિત કુલ રૂ. ૧૩.૮૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં સૃષ્ટિનો ભાઈ આદિત્ય સુભાષ રાય હજુ વોન્ટેડ છે. WKT: પ્રશાંત ઢીવરે - સુરત વીઓ:3 પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે પંકજ પાટિલ માત્ર ચોરી જ નહીં, પણ મોટાપાયે છેતરપિંડી પણ કરતો હતો. તે પોતાને એજન્ટ તરીકે ઓળખાવી લોકોને અલગ-અલગ બેંકોમાંથી લોન અપાવવાનું વચન આપતો હતો. આ રીતે તેણે ૧૦ જેટલા લોકો પાસેથી આઈફોન જેવા મોંઘા ફોન ખરીદીને અને તેમના નામે EMI ભરીને રૂ. ૧૯.૪૫ લાખનો ગફલો કર્યો હતો. તે અન્યના નામે ખરીદેલા મોબાઈલ વેચીને રોકડ રકમ મેળવી લેતો હતો અને EMI ભરતો હોવાનો ઢોંગ કરતો હતો. આ રીતે તેણે અનેક લોકોને છેતર્યા હતા. પ્રશાંત ઢીવરે - સુરત PCAKAGE
13
Report
RTRAJENDRA THACKER
Aug 10, 2025 14:02:36
Sadhara, Gujarat:
કચ્છ : *અબડાસાના દરિયાકિનારે કન્ટેનર તણાઈને આવ્યા* *સૈયદ સુલેમાનપીર, સુથરીના દરિયા કિનારે કુલ 3 કન્ટેઈને તણાઈને આવ્યા* *કન્ટેનરમાં ગેસ કે કેમિકલ હોવાનું અનુમાન* *કોસ્ટગાર્ડ, પોલીસ સહિતની એજન્સીઓએ કન્ટેનર બાબતે વધુ તપાસ હાથ ધરી* કચ્છના અબડાસા તટે ચાર દિવસમાં ત્રણ ટેન્ક મળ્યા, પોલીસ અને કસ્ટમ વિભાગ તપાસમાં કચ્છની પશ્ચિમ દિશાએ આવેલા અરબ સાગર તટે અજબ ઘટના સામે આવી છે. અબડાસા તાલુકાના દરિયા કિનારે છેલ્લા ચાર દિવસમાં ત્રણ કન્ટેનર ટેન્ક મળી આવ્યા છે. અત્યાર સુધી આ વિસ્તારમાં દરિયાની ઓફ સિઝન દરમિયાન માદક પદાર્થના પેકેટો બિનવારસી હાલતમાં મળતા હતા, પરંતુ હવે કન્ટેનર ટેન્ક મળવાના બનાવોએ તંત્રની ચિંતા વધારી છે. ગત તારીખ 7મીના રોજ દરિયાઈ કાંઠા વિસ્તારના સૈયદ સુલેમાન પીર અને શિયાળબારી નજીક પાણીમાં તરતી બે કન્ટેનર ટેન્ક જખૌ મરીન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી હાલતમાં જોવા મળી હતી. આ ટેન્ક અડધા પાણીમાં ડૂબેલી હાલતમાં હતી. આજે સુથરી પાસેના સમુદ્રી પાણીમાં આવી જ એક ત્રીજી ટેન્ક કોઠારા પોલીસના ધ્યાને આવી છે. આ ઘટના બાદ પોલીસ સાથે જીઆરડી, એસઆરડી વિભાગના જવાનો તપાસ માટે ઘટનાસ્થળે દોડી ગયા છે. સુથરી પાસેના દરિયામાં મળેલી ભારેખમ ટેન્ક અર્ધ ડૂબેલી અવસ્થામાં તરી રહી હતી. પોલીસ સ્ટાફ અને અન્ય વિભાગ આ ઘટના બાદ પોલીસ સાથે જીઆરડી, એસઆરડી વિભાગના જવાનો ટેન્કને કિનારે લાવવા માટે કામે લાગ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, હાલ આ મામલે પ્રાથમિક માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. ગુરુવારે મળેલા કન્ટેનર ટેન્કની તપાસ માટે કસ્ટમ વિભાગના અધિકારીઓ પણ આવી રહ્યા છે.અનુમાન મુજબ, આ કન્ટેનર કોઈ જહાજમાંથી પડી ગયા હોય અથવા કોઈ જહાજ તૂટી પડ્યું હોય અને તેમાંથી અલગ પડીને દરિયા કાંઠે ભરતીમાં તણાઈ આવ્યા હોય તેવી શક્યતા છે. અચાનક દરિયા કિનારા પાસે સમુદ્રી પાણીમાં આ રીતે ટેન્ક તરતા જોવા મળતા તંત્ર સાથે લોકોમાં તર્કવિતર્ક ફેલાઈ રહ્યા છે.
14
Report
RTRAJENDRA THACKER
Aug 10, 2025 13:18:03
Sadhara, Gujarat:
કચ્છ : *અબડાસાના દરિયાકિનારે કન્ટેનર તણાઈને આવ્યા* *સૈયદ સુલેમાનપીર, સુથરીના દરિયા કિનારે કુલ 3 કન્ટેઈને તણાઈને આવ્યા* *કન્ટેનરમાં ગેસ કે કેમિકલ હોવાનું અનુમાન* *કોસ્ટગાર્ડ, પોલીસ સહિતની એજન્સીઓએ કન્ટેનર બાબતે વધુ તપાસ હાથ ધરી*
14
Report
JDJAYESHBHAI DOSHI
Aug 10, 2025 13:17:02
Kotalya Khedi, Madhya Pradesh:
એંકર ભરૂચ બેઠક પરથી લોકસભા સાંસદ મનસુખ વસાવા ફરી ચર્ચામાં આવ્યા છે... તેમણે ઝગડિયાના ભાજપ નેતા પ્રકાશ દેસાઇ સામે એક પરિવારને માર માર્યાનો આક્ષેપ કર્યો છે.. મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી પ્રકાશ દેસાઇ સામે કાર્યવાહીની માગ કરી છે.. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે પ્રકાશ દેસાઇ જનતા કા રાજ કરીને સંગઠન ચલાવે છે અને સંગઠનના જોરે લોકોને રંજાડે છે...તેમની વિચારધારાસ BTPમાંથી આવ્યા હોઈ BTP જેવી છે સાંસદે જણાવ્યું કે મુખ્યમંત્રીએ મારાં પત્ર પછી તરત જ પ્રકાશ દેસાઈ ના ડ્રાઇવર સામે કડક પગલાં લઈ ધરપકડ કરી છે. ઉમલ્લાના વેપારી પર ભાજપ ના આગેવાનો દ્વારા હુમલા ને લઈને મામલો ગરમાયો હતો. ભાજપના ધારાસભ્ય રિતેશ વસાવા કેશને દબાવવાની કોશિશ કરતા સાંસદ વચ્ચે પડ્યા હતા અને રોષે ભરાયા હતા.જેથી સાંસદ મનસુખ વસાવા એ વેપારી ને ન્યાય અપાવવા માટે મુખ્ય મંત્રી ને પત્ર લખ્યો હતો. મુખ્યમંત્રી એ પત્રની ગંભીરતા લઈ તરત એક્શન લીધા અને ડ્રાંઇવર ની ધરપકડ કરતાં સાંસદે મુખ્યમંત્રી નો આભાર માન્યો.સાંસદના પત્રની અસર થતા મુખ્ય મંત્રીના હુકમ થી વેપારી ને મારનાર ની તરત ધરપકડ થઈ હતી. ભરૂચ જિલ્લાના ઉમલ્લામાં ઇલેક્ટ્રિકના વેપારી પર ઝગડિયાના ભાજપના નેતા પ્રકાશ દેસાઈના ડ્રાઈવરે હુમલો કરવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા,ભાજપ સાથે જોડાયેલ વેપારીઓ ને ભાજપ ના જ લોકો માર મારે એ ખોટું છે..હું કોઇપણ સંજોગોમાં ચલાવી નહીં લઉં તેમ સાંસદે જણાવ્યું હતું આ બન્ને નેતાઓ ધારાસભ્ય રિતેશ વસાવા અને કાર્યકર પ્રકાશ દેસાઈ BTP માંથી આવ્યા હોય એ વિચારધારા થી ચાલે છે.જો ભાજપ ની વિચારધારા અપનાવી લે તો સારું..પણ કૂતરાની પુછડી ની જેમ વાકી તે વાકી જ રહેશે.સાંસદે એમની લુખ્ખા તત્વોની બનેલી ટીમનો પરદા ફાશ કરતાં જણાવ્યું હતું કે'' જનતા કા રાજ ટીમ 81 '' ની બાઇક ટીમ નું ન્યૂસન્સ થઈ ગયું છે..આ ટીમલોકોને દબાવવાનું, રંઝાડવાનું, ધમાલ કરવાનું કૃત્ય કરે છે આવા ગ્રુપો બંધ થવા જોઈએ.બીટીપી માંથી ભાજપા માં આવેલા આ બન્ને નેતા ઑ પોતાના ખોટા કામો કરાવવા બીટીપી વાળી કરી લોકોને રંજાડે છે.ભૂતકાળ માં માફિયાગિરી, ધાક ધમકીના જે કામો કરતાં હતા તે ભાજપા માં આવી ફરીથી કરી રહ્યા છે તે ભાજપામાં ચલાવી નહીં લેવાય ભાજપા આવ્યા છો તો ભાજપા ની વિચાર સરણી સાથે રહેવાની સલાહ પણ આપી દીધી હતી,આવા લોકો મોટા થશે તો મનસુખ વસાવા ને પણ છોડે એવા નથી.પોતાને આવા લોકોથી જાનનુ જોખમ હોવાની ગંભીર વાત કરી હતી,જનતા રાજ ની આ ટીમ 81 નંબર ની ટીમછે. 150લોકોની ની ટીમ છે આ બધાં લોકો જૂથ બનાવીને ગેરકૃત્ય કરે છે.ભૂતકાળમાં dsp ને ફરિયાફ કરેલી અને એમની ધરપકડ પણ કરાવેલી.આમ પ્રજાને આવા લુખ્ખા લોકો રંજાડે તો હું ચલાવી લઈશ નહીં.પ્રજા હીત માટે હું આવા તત્વો સામે જાનના જોખમે લડુ છું. ડર લાગે છે પણ હું જાહેર જનતા માટે લડતો રહું છું બાઈટ :સાંસદ મનસુખ વસાવા
14
Report
Aug 10, 2025 12:13:31
Rajula, Gujarat:
રાજુલા નેચર કલબ આયોજીત સિંહણ નું એક માત્ર મંદિર જ્યાં ઉજવાયો સિંહ દિવસ ... 10 મી ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ ઉજવવા માં આવે છે ત્યારે રાજુલા તાલુકાના ભેરાઈ ગામમાં દુનિયાનું એકમાત્ર સિંહણ સ્મૃતિ સ્મારક મંદિર ગુજરાતના ગૌરવ ગીર ના સિંહનાસંરક્ષણ નો સંકલ્પ કરીએ આ સિંહણ મંદિરે સિંહ ચાલીસા મહાઆરતી શ્રી હિતેશભાઈ ઝાખંરા દ્વારા શાસ્ત્રોવિઘી થી કરવામા આવેલ પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યુ હતુ આ પ્રસંગે રાજુલા ના મનુભાઈ ઘાખડા વનવિભાગ ના આર.એફ.ઓ.વેગડા સાહેબ આર.એફ.ઓ.વાઘેલા સાહેબ ત્થા નવનીતભાઈ ડેર કથડભાઈ રામ હરસુરભાઈ રામ જમીન ના દાતાશ્રી મનસુખ વાઘેલા શિવાભાઈ ચેતનભાઈ વ્યાસ. મંગાભાઈ રામ દુલાભાઈ રામ લાભાભાઈ રામ. દેવ ચિતલીયા શાંતીરામ હરીયાણી કેતનભાઇ દવે ભેરાઈ ના સરપંચ પણ ઉપસ્થિત રહ્યા હતા
14
Report
AKAshok Kumar
Aug 10, 2025 11:02:00
Junagadh, Gujarat:
એન્કર જૂનાગઢ - વિશ્વ સિંહ દિવસની ઉજવણી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું આયોજન વી ઓ ગુજરાત વાઈલ્ડ લાઈફ બોર્ડના સભ્ય રોહિત વ્યાસ રહ્યા ઉપસ્થિત તાજેતરમાં સિંહ ના મૃત્યુ અંગે રોહિત વ્યાસ નું નિવેદન સિંહમાં બચ્ચાં ના જન્મ બાદ તેનો મૃત્યુ આંક ૫૦ ટકા હોય છે એટલે એક સિંહણ ને ચાર બચ્ચા જન્મે તો તેમાંથી એક કે બે જ બચ્યાં જીવીત રહે છે જે કુદરતી પ્રક્રિયા છે સિંહ બાળના ઉછેર ની ટકાવારી આફ્રિકા કરતાં ગીરમાં વધુ રોગચાળો આવવો કુદરતી પ્રક્રિયા છે, સિંહ બાળના મૃત્યુ અંગે હજુ સુધી રીપોર્ટ આવ્યો નથી રીપોર્ટ પહેલા પણ સરકારે પગલાં લીધા છે સરકાર સિંહ સંરક્ષણ માટે તમામ પગલાં લઈ રહી છે સિંહ ને રોગ હોય કે ઈજા હોય તેની સારવાર માટે રેસ્ક્યુ સેન્ટર અને આધુનિક સિંહ હોસ્પિટલ ઉપલબ્ધ છે બિલખા નજીક સિંહ રીસર્ચ સેન્ટર બનશે, અંદાજે ૧૯ હેક્ટર વિસ્તારમાં સિંહ રીસર્ચ સેન્ટર બનશે સરકાર દ્વારા જગ્યા ફાળવી દેવામાં આવી છે અને આગામી સમયમાં આધુનિક સિંહ રીસર્ચ સેન્ટર બનશે બાઈટ. પ્રતાપસિંહ ચૌહાણ, કુલપતિ, નરસિંહ મહેતા યુનિવર્સિટી બાઈટ રોહિત વ્યાસ, ગુજરાત વાઈલ્ડ લાઈફ બોર્ડના સભ્ય અશોક બારોટ જુનાગઢ
14
Report
SVSANDEEP VASAVA
Aug 10, 2025 10:45:30
Surat, Gujarat:
એન્કર.... રાજ્યગૃહ મંત્રી ની અધ્યક્ષતામાં સરપંચ પરીસંવાદ યોજાયો, ગામના સરપંચો સાથે સંવાદ યોજી સૂચનો તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું, જિલ્લા ના ૫૦૦ થી વધુ ગામના સરપંચો કાર્યક્રમ માં ઉપસ્થિત રહયા હતા. વિઓ... સુરત જિલ્લા ના કામરેજ ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ના અધ્યક્ષતા માં સરપંચ પરીસંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ના ૫૪૯ જેટલા સરપંચ ડે. સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. સરપંચ સાથે ના સંવાદ માં તેમણે ગામની થતી સમસ્યા લડાઈ ઝઘડા માં કોઈ ત્રીજો વ્યકત આવી ને ગામની શાંતિ ભંગ ન કરે અને ગામ નું વાતાવરણ ન દોહળે તેવી વ્યક્તિ ઓને ઓળખી લેવા ની સૂચન કર્યું હતું. તેમજ ગામ માં એક પણ નવો વ્યક્તિ બહાર ગામથી રહેવા આવે તેની સરપંચ ને જાણ હોવી જોઈએ ક્યાંથી તે રહેવા આવ્યો છે. તેની હીલચાલ બાબતે પણ ગામના સરપંચે ધ્યાન રાખવું જોઈએ. જેથી કરી ને ગામના જ્યારે પણ કોઇ બનાવ બને ત્યારે આવા વ્યક્તિ ઓ મહત્વ ના કડીરૂપ સાબિત થતા હોય છે. તેમજ ગામમાં જો કોઈ દારૂના અડ્ડા, જુગાર ના અડ્ડા, તેમજ ડ્રગ્સ જેવી કુટેવ સાથે સંકળાયેલા હોઈ તો તેમને કોઈ હેરાનગતિ નહિ કરાય પરંતુ તેમનું કાઉન્સિલ સારી રીતે કરાય શકાય જેથી કરી ને તે દુષણ થી દુર રહે તેમાટે પ્રયાસ સરપંચ અને પોલીસે સાથે મળી ને સમાજના હિટ માં કરવા સૂચન કર્યું હતું. સુરત જિલ્લા પોલીસ દ્વારા યોજવામાં આવેલ કાર્યક્રમ રેન્જ આઈ પ્રેમવીર સિંહ, જિલ્લા પોલીસ વડા હિતેસ જોયસર સહિતના ના અધિકારી ઉપસ્થિત રહયા હતા. તેમજ ફરજ સારી કામગીર કરનાર પોલીસ કર્મીઓને પ્રશંસા પત્ર તેમજ પોલીસ ની અલગ અલગ સ્પર્ધા માં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં અવાયુ હતું. બાઈટ :- હર્ષ સંઘવી (ગૃહમંત્રી : ગુજરાત રાજ્ય) બાઈટ :- પ્રેમવીર સિંહ (રેન્જ આઈ.જી : સુરત) બાઈટ :- કલ્પના બેન ચૌધરી (સરપંચ : કાછલ ગામ)
14
Report
SSSapna Sharma
Aug 10, 2025 09:33:25
Ahmedabad, Gujarat:
અમદાવાદ હવામાન વિભાગની આગાહી આગામી 24 કલાક રાજ્યમાં વરસાદનું અલર્ટ દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓ માટે ઓરેન્જ અલર્ટ ભરૂચ, સુરત, તાપી, નર્મદામા યેલો અલર્ટ સાથે હળવા વરસાદની આગાહી નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વલસાદની આગાહી અમદાવાદમા હળવા વરસાદની શક્યતા 12 -14 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપરએર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી 14 ઓગસ્ટથી શરુ થનારા અઠવાડિયે ફરી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આજે રાજ્યના કેટલાક ભાગોમા ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી બાઈટ - એ. કે. દાસ, ડાયરેક્ટર, હવામાન વિભાગ
14
Report
DRDarshal Raval
Aug 10, 2025 08:15:21
Ahmedabad, Gujarat:
NOTE : TAKE FEED FROM ZEE 24 KALAK VSAT અમદાવાદ રાજસ્થાન યુવા મંચ અને રાજસ્થાન સાંસ્કૃતિક મંચ દ્વારા નાગરિક સન્માન સમારોહનું આયોજન શાહીબાગ તેરાપંથ ભવન ખાતે નાગરિક અભિનંદન સમારોહનું આયોજન કાર્યક્રમમાં રાજસ્થાન વિધાનસભા ના અધ્યક્ષ વાસુદેવ દેવનાંની રહ્યા હાજર વાસુદેવ દેવનાનીની ઉપસ્થિતિ માં નાગરિક સન્માન સમારોહ યોજાયો. ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શંકર ચૌધરી પણ આ કાર્યક્રમ માં હાજર રહ્યા શહેર મેયર પ્રતિભા બેન જૈન, ધારાસભ્ય સહિત રાજકીય અને સામાજિક આગેવાનો રહ્યા ઉપસ્થિત. કાર્યક્રમમાં હાજર વાસુદેવ દેવનાની ની પ્રતિક્રિયા રાજસ્થાન અને ગુજરાત બને વચ્ચે પરિવારનો સબંધ ગુજરાતનું આધ્યાત્મિક મહત્વ છે... ગુજરાતમાં 50 લાખ રાજસ્થાની લોકો રહે છે. .. અત્યારે રાજનીતિ ના મહત્વ મુદા ચાલે છે ભારતના સવિધાન સાથે અશ્રદ્ધા ના નિર્માણ પ્રશ્ન ઉભો કરે છે તે દૂર થવા જોઈએ.. લોકસભામાં મતદાર યાદી અગે જે મુદો ચાલે છે માટે ભારતીએ ને જ મત આપવાનો હક્ક હોવો જોઈએ.. પોતે રાજસ્થાનના પણ ગુજરાતમાં બે દીકરી પરણાવી તે સંબંધની પણ વાત કરી અંબાજીમાં લુખાતત્વોના આતંક પર કાનૂન વ્યવસ્થા હજુ મજબૂત બને તેવી પણ વાત કરી બાઈટ. વાસુદેવ દેવનાની. અધ્યક્ષ. રાજસ્થાન વિધાનસભા. સલગ. રાજસ્થાન સમારોહ ફીડ. લાઈવ કીટ अहमदाबाद राजस्थान युवा मंच और राजस्थान सांस्कृतिक मंच द्वारा नागरिक सम्मान समारोह का आयोजन शाहीबाग स्थित तेरापंथ भवन में नागरिक अभिनंदन समारोह का आयोजन किया गया। इस कार्यक्रम में राजस्थान विधानसभा के अध्यक्ष वासुदेव देवनानी विशेष रूप से उपस्थित रहे। उनकी उपस्थिति में नागरिक सम्मान समारोह संपन्न हुआ। गुजरात विधानसभा के अध्यक्ष शंकर चौधरी भी समारोह में उपस्थित रहे। इसके अलावा अहमदाबाद की मेयर प्रतिभा जैन, विधायकगण सहित कई राजनीतिक व सामाजिक अग्रणी भी मौजूद रहे। वासुदेव देवनानी ने इस अवसर पर कहा— राजस्थान और गुजरात के बीच पारिवारिक संबंध हैं। गुजरात का आध्यात्मिक महत्व है। गुजरात में करीब 50 लाख राजस्थानी लोग निवास करते हैं। वर्तमान में राजनीति में कई महत्वपूर्ण मुद्दे चल रहे हैं। संविधान के प्रति अविश्वास जैसे प्रश्न उठना बंद होने चाहिए। लोकसभा चुनाव में केवल भारतीय नागरिकों को ही मतदान का अधिकार होना चाहिए। उन्होंने यह भी साझा किया कि उन्होंने अपनी दो बेटियों का विवाह गुजरात में किया है — यह भी दोनों राज्यों के संबंध को दर्शाता है। अंबाजी में असामाजिक तत्वों द्वारा फैलाई गई अव्यवस्था पर उन्होंने कहा कि कानून-व्यवस्था को और अधिक सुदृढ़ किया जाना चाहिए। बाइट: वासुदेव देवनानी, अध्यक्ष, राजस्थान विधानसभा स्लग: राजस्थान समारोह फीड: लाइव किट
14
Report
URUday Ranjan
Aug 10, 2025 07:49:43
Ahmedabad, Gujarat:
ગુજરાત પોલીસ તરફ થી આપ સૌવ સરપંચ નું સ્વાગત કરું છું 650 થી વધુ પોલીસ સ્ટેશન માં આ પ્રકારે આયોજન થઈ રહ્યું છે રાજ્ય ની સુરક્ષા નો આધાર છે પોલીસ ની તવરિત અને સરકારક કામગીરી કોઈ પણ બનાવ ની જાણ તત્કાલિક પોલીસને થાય તે ખુબજ જરૂરી છે વધુ એક સારી વ્યવસ્થા ગોઠવા ની જરૂર હતી જેના માટે આ કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું છે અમદાવાદ ગ્રામ્ય માં 1500 પોલીસ અધિકારી અને કર્મચારીઓ ફરજ બજાવે છે અને જરૂરી નથી કે આ 1500 પોલીસ દરેક જગ્યા એ પોચી શકે જેના માટે થી તમે સાથ અને સહકાર આપો તો તાત્કાલિક માહિતી મળી શકે ગામ ના સરપંચ નું એક વોટ્સએપ ગ્રુપ બનવા નું સૂચન કરવા માં આવ્યું છે જેના કારણે તરત માહિતી આવી જવા ના કારણે કામગીરી સારી થઈ છે ઓપરેશન સિંદૂર વખતે આ વોટ્સએપ ગ્રુપ ની સારો સાથ અને સહયોગ મળ્યો હતો વિશ્વ ભર માં સૌથી મોટો પડકાર સાયબર ક્રાઈમ છે રાજ્ય સરકાર અને પોલીસ પડકાર ના સામનો કરવા પ્રયાસ કરે છે સાયબર ક્રાઇમ અટકાવા માટે સૌથી મોટું કાર્ય હોય તો એ છે જન જાગૃતિ છે સાયબર ક્રાઇમ ત્યારે જ બને છે જ્યારે જેતે વ્યક્તિ ભૂલ કરે છે સાયબર ક્રાઇમ પછી બીજો ચિંતા ના વિષય છે ડ્રગ્સ છે જેના ઉપર અમે કામ કરી એ છીએ તો તમે પણ ડ્રગ્સ જાગૃતિ માટે આગેવાની લેશો આજ થી 25 વર્ષ પહેલા હું અમદાવાદ ગ્રામ્ય પોલીસ નો એસપી હતો ત્યાર ના સ્મરણ હજી યાદ છે જેનો મને યાદ અને આનંદ છે ત્યારે સાણંદ ના ઝાલા સાહેબ પીએસઆઇ હતા જેની લોકો એ કામગીરી ખૂબ જ વખાણી હતી આજ થી દસ દિવસ પહેલા એક જિલા ના એક ગામ માં ગંભીર બનાવ બન્યો હતો જેનું કોઈ એ વીડિયો રેકોડિંગ કર્યું હતું જે વાયરલ થયું હતુ ત્યારે સ્થાનિક પોલીસે ને જાણ થઈ કે આવો બનાવ બન્યો છે જેને 18 થી 20 કલાક બનાવ ને થઈ ચૂક્યા છે જેનું પુનઃવર્તન ન થવું જોઈ એ ગામ માં કોઈ પણ વ્યક્તિ ના ધ્યાન પર કોઈ બાબત બની ગઈ છે તેને માટે તાત્કાલિક પોલીસ જે જાણ કરો ગુજરાત પોલીસ ની કામગીરી કઈ રીતે પ્રજા લક્ષી બનાવી એ કરવા નું છે એના માટે પ્રજા ના સહયોગ ની જરૂરિયાત છે તમારા મદદ ની અપેક્ષા છે સીટીઝન પોર્ટલ માં ગુજરાત ના એક લાખ થી વધુ સિનિયર સિટીઝન રજીસ્ટર છે ચાલુ વર્ષે લેબર રજિસ્ટ્રેશન પોર્ટલમાં 16 હજાર પરપ્રાંતીઓ મજૂર ના રજીસ્ટ્રેશન થયા અમદાવાદ જીલ્લા પોલીસે દ્વારા દરેક કંપની ના વોટ્સએપ ગ્રુપ બનવા માં આવ્યા છે સંકલન કરવા માટે થી વર્ષ 24 અને 25 માં તેરા તુજકો અર્પણ અંતર્ગત 25 કરોડ 92 લાખ 59 હજાર પરત કર્યો છે સાયબર ક્રાઇમ ના ગુના ના પૈસા 4 કરોડ 20 લાખ પરત કર્યા ચાલુ વર્ષ માં 341 ફોન મોબાઈ માં પરત કરવા માં આવ્યા છે NDPS ના ગુના અટકાવવા માટે થી ndps ના ગુના સંડોવાયેલ આરોપી ની વિડિયો કોલ કરી ચકાસણી કરવા માં આવે છે બાઈટ સ્પીચ બાઈટ સ્પીચ : ભરતસિંહ ડોડીયા સરપંચ ગુજરાત ની પ્રજા ની સૌથી વધુ ચિંતા કરનાર વિભાગ હોય તો એ પોલીસ વિભાગ છે આ પોલીસ કર્મીઓ ને ગુનેગાર ને પાઠ ભણાવતા અને નાગરિકો ને મોહિત પણ આપતા જોયા છે અમદાવાદ ગ્રામ્ય પોલીસ સાથે ના અનુભવ ખૂબ સારા રહ્યા છે જેના માટે આભાર બાઈટ સ્પીચ ગજુભા મકરાણા, સરપંચ પોલીસ દ્વારા સરપંચ પરિસંવાદ યોજાયો એ સરપંચ માટે ગરૌવ ની વાત છે અમને આજે જે માર્ગદર્શન મળ્યું જેનાથી અમુક પ્રશ્ન નું નિકાલ જલ્દી આવે છે બધા સરપંચ ધ્યાન માં લઈ ને આવા કર્યા કરવા જોઈ અને તત્કાલિક પોલીસ ને જાણ કરી એ અમદાવાદ ગ્રામ્ય પોલીસ ના અધિકારીઓ અડધી રાત્રે અમારા પ્રશ્નનું નિરાકરણ કરે છે બાઈટ સ્પીચ ઉષા બેન પટેલ વાંચ સરપંચ ગામ માં જે બનાવ બને છે તેની માહિતી જલ્દી મળે એ માટે થી ગામ માં જાહેર જગ્યા પર પોલીસ ના નંબર રાખવા જોઈ એ જેનાથી જલ્દી સંપર્ક કરી શકે
14
Report
UPUMESH PATEL
Aug 10, 2025 07:15:30
Valsad, Gujarat:
Approved By Assignment વલસાડ શહેરમાં પડેલા ભારે વરસાદ ના કારણે મિશન કોલોની વિસ્તારમાં પાણી ભરાય જવા પામ્યા છે પાણી ભરાવાના કારણે મિશન કોલોની વિસ્તારમાં એપાર્ટમેન્ટ નીચે તથા માર્ગ પર મુકવામાં આવેલા વાહનો પાણી ક ડૂબી જવા પામ્યા હતા દર વર્ષે અહીં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે જે સમસ્યા દૂર કરવા નગર પાલિકા દ્રારા પાણી નિકાલ માટે મોટર મુકવામાં આવી છે પરંતુ પાણી નિકાલ માટે યોગ્ય ગટર લાઈન ન બનાવવાના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે ત્યારે સ્થાનિકો એ જ માગ કરી રહ્યા છે કે પાણી નિકાલ માટે મોટી યોગ્ય ગટર લાઈન નાખવામાં આવે બાઈટ : વન ટુ વન
14
Report
UPUMESH PATEL
Aug 10, 2025 07:00:39
Valsad, Gujarat:
Approved By Assignment વલસાડ શહેરમાં વહેલી સવાર થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈ વલસાડ શહેરને અડીને આવેલ ભાગડાવડા ગામ ખાતે પાણી ભરાય જવા પામ્યા છે ભાગડવાડા ગામના મુખ્ય માર્ગ પર પાણી ભરાય જવાના કારણે વાહન વ્યવહાર બંધ થઈ જવા પામ્યો હતો તંત્ર દ્રારા યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા ન કરવાના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જવાના કારણે વાહન ચાલકો માં રોષ જોવા મળ્યો હતો વહેલી સવાર થી વરસાદ ના કારણે જન જીવન પર અસર જોવા મળી હતી બાઈટ વન ટુ વન
14
Report
KBKETAN BAGDA
Aug 10, 2025 06:45:30
Amreli, Gujarat:
સ્લગ - સિંહ દિવસ લોકેશન - અમરેલી રિપોર્ટર - કેતન બગડા ફોર્મેટ - પેકેજ એપૃલ - આઇડીયા પાસ તારીખ -10/8/25 એન્કર...... દસમી ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ સિંહ બચાવો અભિયાન અંતર્ગત સરકાર શ્રી દ્વારા દર વર્ષે દસ ઓગષ્ટના દિવસ વિશ્વ સિંહ દિન તરીકે ઉજવામાં આવે છે જેમાં ખાસ કરી સિંહ સંવર્ધન ની કામગીરી માં વન તંત્ર અવ્વલ રહ્યું છે જેથી સિંહ અંગે જાગૃતિ લાવવા ખાસ કરી આ વિશ્વ સિંહ દિવસ ને ઉજવવમાં આવે છે જે માં સ્કુલ કોલેજો ના બાળકો રેલી સ્વરૂપે ગામ માં ફરી સિંહ અંગે જાગૃતિ લાવવા નોપ્રયાસ કરાય છે જેના ભાગ રૂપે આજ રોજ સાવરકુંડલા શહેરમાં બાળકો ની રેલી વન વિભાગ ના સહયોગ થી નીકળી હતી અને રાગ માર્ગો પર ફરી લોકો ને સિંહ અંગે જાગૃત કર્યા હતા. વીઓ - 1 રાજ્ય સરકાર નું વન વિભાગ જયારે સિંહ સંવર્ધન માં પ્રથમ હોય અને ઉત્તરોતર સિંહોની સંખ્યા વધી રહી હોય જેથી વન વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા દસ મી ઓગષ્ટ ના રોજ વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે આ ઉજવણી ના ભાગ રૂપે આજ રોજ સાવરકુંડલા માં મોટી સંખ્યામાં બાળકો એકઠા થયા હતા અને સાવરકુંડલા ના મુખ્ય માર્ગો પર ફરી રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને બેનરો લઇ લોકો ને સિંહ બચાવો અંગે વાકેફ કાર્ય હતા જેમાં રાજ્ય સરકાર ના વન વિભાગ ના અધિકારીઓ અને સામાજિક સંસ્થાઓ તેમજ સાવરકુંડલા શહેરની સ્કૂલના બાળકો જોડાયા હતા અને રેલી સ્વરૂપે લોકો ને સિંહ બચાવો અંગે માર્ગ દર્શિત કર્યા હતા. બાઈટ - 1 - સતિષભાઈ પાંડે - સિંહ પ્રેમી - વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ - સાવરકુંડલા વિઓ - 2 સિંહ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકોને સિંહ પ્રત્યે જાગૃતતા આવે.સિંહ અમરેલી જિલ્લાનું ઘરેણું છે.હાલ જિલ્લામાં સિંહોની સંખ્યા પણ દિવસેને દિવસે વધતી જાય છે.જિલ્લામાં વન વિભાગ દ્રારા પણ સિંહ વિશેની જાણકારી આજના દિવસે સ્કૂલના વિદ્યાર્થીઓને આપી હતી. બાળકો સિંહના મહોરા પહેરીને રેલીમાં આવ્યા હતા. બાઇટ - 2 - પ્રતાપભાઈ ચાંદુ - આર.એફઓ. - સાવરકુંડલા ફાઇનલ વિઓ..... આજે વિશ્વ સિંહ દિવસે સાવરકુંડલા ખાતે વિશાળ રેલી નિકળી હતી જેમાં સાવરકુંડલાની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા.રેલીને લઈને બાળકોમાં અને સિંહ પ્રેમીઓ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. રિપોર્ટર - કેતન બગડા અમરેલી
14
Report
Advertisement
Back to top