Back
સુરતમાં ફેશન ડિઝાઇનર પર સ્ટ્રીટ ડોગ feedingને કારણે હુમલો!
CPCHETAN PATEL
Aug 19, 2025 10:16:02
Surat, Gujarat
એન્કર : સુરતના પીપલોદ ખાતે આવેલી પ્રગતિનગર સોસાયટીમાં સ્ટ્રીટ ડોગને જમવાનું આપતી ફેશન ડિઝાઇનર પર હુમલાની ઘટના બની છે.સોસાયટીમાં અન્ય વિભાગમાં આવેલી બિલ્ડિંગમાં રહેતો પરિવાર બળજબરીપૂર્વક ફેશન ડિઝાઇન મહિલામાં ઘરમાં ઘસી આવ્યા હતા અને અંદરનો લોક મારી માર માર્યો હતો.જે અંગેના આક્ષેપ સાથેની ફરિયાદ ફેશન ડિઝાઈનરે ઉમરા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
વી ઓ :સુરત શહેરના રસ્તાઓ પર રખડતા શ્વાન ને શહેરની કેટલીક સામાજિક સંસ્થાઓ અને NGO દ્વારા બે ટાણું ભોજન આપવામાં આવે છે.ડોગ ફીડર દ્વારા માનવતાના ધોરણે આવા શ્વાન ને ભોજન પૂરું પાડવામાં આવે છે.જો કે શહેરમાં શ્વાન દ્વારા બાળકો સહિત અન્ય લોકો પર બનતી હુમલાની ઘટનાને લઇ લોકોમાં ક્યારેક રોષ પણ જોવા મળતો હોય છે.જેને લઇ સ્ટ્રીટ ડોગ ને ભોજન આપતી સંસ્થાઓ હોય કે પછી ડોગ ફીડર જેવા લોકોએ લોકરોષનો પણ સામનો કરવો પડતો હોય છે.આવો જ લોકરોષ નો ભોગ બનેલી ફેશન ડિઝાઈનરે પોલીસ નો સહારો લેવાની ફરજ પડી છે.
શ્વાન ને ભોજન પૂરું પાડવો તે કોઈ ગુન્હો નથી.છતાં શ્વાન ને મદદરૂપ.બનતા લોકો પર હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે.જે ઘટના સુરતના ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પીપલોદ વિસ્તારમાં બની છે.
પીપલોદ સ્થિત પ્રગતિનગર સોસાયટીમાં રહેતી દામિની દાસ નામની ફેશન ડિઝાઇનર એક્લવયુ જીવન વ્યતિત કરે છે.છેલ્લા ઘણા વર્ષોથી આ ફેશન ડિઝાઇનર માનવતાના ધોરણે સ્ટ્રીટ ડોગને ભોજન પૂરું પાડવાનું ભગીરથ કાર્ય કરતી આવી છે.પરંતુ સોસાયટીમાં જ આવેલ અન્ય બિલ્ડિંગમાં રહેતા એક પરિવારને આ બાબત રસ નહીં આવતા ફેશન ડિઝાઇનર જોડે ઝઘડો કરી મારામારી કરવામાં આવી છે.
બાઈટ :દામિની દાસ (ડોગ ફીડર અને ફેશન ડિઝાઇનર)
વી ઓ 2 :ફેશન ડિઝાઇનર દામિની દાસ દ્વારા ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યાનુસાર,નવ ઓગસ્ટ ના રોજ રાત્રિના સાડા બાર વાગ્યે કૌશિક પટેલ અને તેની પત્ની સહિત દીકરી તેણીના ઘરમાં ઘસી આવ્યા હતા.જ્યાં ફેશન ડિઝાઇનર ના ઘરનો લોક અંદરથી મારી તેણી પર ત્રણેય તૂટી પાડ્યા હતા.જ્યાં ફેશન ડિઝાઇનર ને માર મારવામાં આવ્યો હતો.સોસાયટીમાં આવેલ G બિલ્ડિંગમાં રહેતા કૌશિક પટેલ,તેની પત્ની દર્શના પટેલ સહિત તેની દીકરી નવ ઓગસ્ટના રોજ રાત્રિના સાડા બાર વાગ્યે ઘસી આવ્યા હતા અને કહ્યું હતું કે,“તમે કૂતરાઓને કેમ ખવડાવો છો?” કહી હુમલો કર્યો હતો.ચપ્પલ અને હાથ વડે છૂટા હાથે માર માર્યો હતો.મારથી દામીનીદાસના મોઢામાંથી લોહી નીકળ્યું હતું.દીકરી નિકતીએ ગળા પર દબાવ્યું
જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી હતી.
ફેશન ડિઝાઇનરના આક્ષેપ મુજબ,હુમલાખોર કૌશિકભાઈએ કહ્યું હતું કે“કોઈ બચાવવા નહીં આવવું”.છતાં પડોશીઓએ બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓને પણ રોકી દીધા હતા.નેપાળી દંપતીએ કહ્યું હતું કે લડકી મર જાયેગી” પછી હુમલો અટક્યો હતો.હુમલા બાદ પણ અભદ્ર ભાષામાં ગાળાગાળી કરી હતી.જ્યાં જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી.
બાઈટ :વિજયસિંહ ગુર્જર (ડીસીપી સુરત પોલીસ)
વી ઓ 3 :આ ઘટના બાદ ઉમરા પોલીસે ઇજાગ્રસ્ત ફેશન ડિઝાઇનરની ફરિયાદના આધારે એક જ પરિવારના ત્રણેય સભ્યો વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.જ્યાં ઉમરા પોલીસે ત્રણેય ની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા હતા.
.....
1. સુરતના પીપલોદમાં ફેશન ડિઝાઇનર પર હુમલો
2. સ્ટ્રીટ ડોગ્સને ખવડાવવાથી બિલ્ડિંગમાં ઝઘડો
3. પ્રગતિનગર સોસાયટીમાં ઘટના બની
4. 37 વર્ષની દામીનીદાસ કિર્તનદાસ પર હુમલો
5. કૌશિકભાઈ પટેલ, પત્ની દર્શનાબેન અને દીકરી નિકતીનો હુમલો
6. “તમે કૂતરાઓને કેમ ખવડાવો છો?” કહીને ઝઘડો
7. ચપ્પલ અને હાથ વડે છૂટા હાથે માર માર્યો
8. મારથી દામીનીદાસના મોઢામાંથી લોહી નીકળ્યું
9. દીકરી નિકતીએ ગળા પર દબાવ્યું, શ્વાસ લેવામાં તકલીફ
10. કૌશિકભાઈએ કહ્યું – “કોઈ બચાવવા નહીં આવવું”
11. પડોશીઓએ બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ રોકી દીધા
12. નેપાળી દંપતી બોલ્યું – “લડકી મર જાયેગી” પછી હુમલો અટક્યો
13. હુમલા બાદ પણ અભદ્ર ભાષામાં ગાળાગાળી
14. જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી
15. 17 ઓગસ્ટે દામીનીદાસે ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવી
બાઈટ..દામિની દાસે..ભોગ બનનાર
12
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
KBKETAN BAGDA
FollowAug 19, 2025 13:06:04Amreli, Gujarat:
FOR VIRAL
સ્લગ - કોંગ્રેસ નું જય શ્રી રામ
લોકેશન - કેતન બગડા
રિપોર્ટર - કેતન બગડા
ફોર્મેટ - પેકેજ
એપૃલ - ડેસ્ક
તારીખ - 19/8/25
એન્કર....... વિધાનસભાના પૂર્વ નેતા વિપક્ષ અને દિગ્ગજ કોંગ્રેસી પરેશ ધાનાણી પરિવાર દ્વારા અમરેલીના શ્રીરામજી મંદિરના પૂજારીના રમુદાદા ના જર્જરિત અને જોખમી રહેણાંક નુ સ્વ ખર્ચે નવિનિકરણ કરાવી પુજારી ને સમર્પિત કર્યું હતું.. અમરેલીના રામજી મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે અમરેલીના રામજી મંદિર ના વિકાસ માટે પાંચ લાખની ગ્રાન્ટ પણ ફાળવી હતી.
વિઓ - 1
અમરેલીના રામજી મંદિરનો ઇતિહાસ અઢીસો થી ત્રણસો વર્ષ પુરાણો છે.. આ મંદિરના પુજારી તરીકે ૮૫ વર્ષ ના વૃધ્ધ રમુદાદા રામજી મંદિરના એક અતિશય જર્જરિત અને જોખમી મકાનમાં વર્ષો થી રહેતા હતા.. આ વાત પરેશ ધાનાણી ના ધ્યાન પર આવતા તેમના પરિવાર અને મિત્રો દ્વારા આ જર્જરિત મકાન નુ નવિનિકરણ કરવામાં આવ્યુ.. આજે આ મકાન પરેશ ધાનાણી પરિવાર દ્વારા પુજારી રમુદાદા ને સમર્પિત કરવામાં આવ્યું.. સાથે જ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ રામજી મંદિરના વિકાસ માટે ફાળવવામાં આવી છે... આજે યોજાયેલ એક કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો તેમજ અમરેલીની વિવિધ સેવાકીય અને હિંદુવાદી સંસ્થાઓ ના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
બાઈટ - 1 - પરેશ ધાનાણી - પુર્વ નેતા વિપક્ષ
ફાઇનલ વિઓ.......
અમરેલીના રામજી મંદિર ખાતે યોજાયેલ આ કાર્યક્રમ થકી કોંગ્રેસ દ્વારા એક એવો રાજકીય મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે પ્રભુ શ્રીરામ સહુ ના છે.. આજે આયોજીત આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ જય જય શ્રી રામ ના નારા લગાવી વાતાવરણ રામમય બનાવી દીધુ હતું... સાથે જ સ્થાનિક રામજી મંદિર એટલે કે ગામના ચોરા ને પણ મહત્ત્વ આપવા અનુરોધ કર્યો હતો.
રિપોર્ટર - કેતન બગડા અમરેલી
0
Report
PSPramod Sharma
FollowAug 19, 2025 12:34:59Noida, Uttar Pradesh:
*मिनीं मुम्बई में दो युवतियां का सड़क पर भिड़ंत का वीडियो वायरल*
- इंदौर में दो युवतियों में हुई सड़क पर लड़ाई...
- सोशल मीडिया पर जमकर हो रहा है यह दोनों युवतियों का वीडियो वायरल...
- थाना परदेशीपूरा के मालवा मिल क्षेत्र के परदेशीपुरा में दो युवतियों के बीच हुए आपसी विवाद का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है...
- विवाद की वजह अभी तक पता नहीं चल पाई है, लेकिन वीडियो में दोनों युवतियां एक-दूसरे के साथ मारपीट करती हुई दिखाई दे रही हैं।
2
Report
AKAshok Kumar
FollowAug 19, 2025 12:02:52Junagadh, Gujarat:
જુનાગઢ હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં આપ્યું વરસાદનું રેડ એલર્ટ
રેડ એલર્ટના પગલે જિલ્લા કલેકટર દ્વારા જટાશંકર જવા પર મુકાયો પ્રતિબંધ
ગિરનાર પર્વતમાં આવેલ છે જટાશંકર મહાદેવનું મંદિર
ભારે વરસાદની આગાહીને પગલે લોકોની સલામતીને ધ્યાનમાં રાખી કલેક્ટર દ્વારા લેવાયો નિર્ણય
બે દિવસ પહેલા ભારે વરસાદ પડેલ જેમાં પૂરના પાણીમાં જટાશંકર જંગલ વિસ્તારમાં ફસાયા હતા લોકો
જિલ્લા કલેકટર દ્વારા વિલીંગ્ડન ડેમ દામોદર કુંડ ખાતે પણ રેડ એલર્ટ આપી લોકોને બિન જરૂરી ન જવા અપીલ કરવામાં આવી
8
Report
AKArpan Kaydawala
FollowAug 19, 2025 12:00:07Ahmedabad, Gujarat:
નોંધઃ amc બિલ્ડીંગના ફાઈલ શોટ લેવા
અમદાવાદ
brts સેવાના નામે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર વર્ષોથી મોટી મોટી વાતો કરે છે. પણ પશ્ચિમ તરફના મર્યાદિત વિસ્તારોના બાદ કરતા શહેરમાં આવેલા મોટાભાગના brts કોરિડોર ભગવાન ભરોષે છે. કારણકે brts કોરીડોરમાં ખાનગી વાહનોના પ્રવેશને રોકવા માટે લગાવવામાં ઓટોમેટિક ગેટ મહત્તમ સ્થળે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. પશ્ચિમ તરફના કોરિડોરના અમુક સ્થળ એવા છે કે જ્યાં ઓટોમેટિક ગેટ કાર્યરત જણાયા, પણ નદીની બીજી તરફ એટલે કે ખોડિયાનગરથી દાણીલીમડા થઇ ચંડોળા તરફના કોરિડોરમાં તો મહત્તમ ગેટ કામ કરતા જ નહતા. પરિણામે ખાનગી વાહનોને જાણે કે મોકળું મેદાન મળ્યું કોરીડોરમાં જ વાહન ચલાવવા માટેનું.
ઝી 24 કલાકે પ્રથમ ચેક કર્યું નહેરુનગરથી પાંજરાપોળ તરફના brts કોરિડોરની. જ્યાં આ ઓટોમેટિક ગેટ યોગ્ય રીતે કામ કરતા જણાયા. જુઓ આ દ્રશ્યો. અહીંયા ખાનગી વાહનોને કોરીડોરમાં આવતા રોકવા લગાવાયેલા ગેટ યોગ્ય રીતે કામ કરી રહ્યા છે.
આ ઉપરાંત અંજલિ તરફથી ચંદ્રનગર તરફ જવાના રૂટ પર આ ગેટની સ્થિતિ મિશ્ર જોવા મળી. એક તરફનો ગેટ કાર્યરત હતો તો એક તરફનો બિનકાર્યરત.
-- -- -- -- -- -- -- -- -- --
પણ સૌથી ગંભીર સ્થિતિ ત્યારે જણાઈ જયારે ઝી 24 કલાક પહોંચ્યું ખૉડીયારનગરથી દાણીલીમડા થઇ ચંડોળા તળાવ તરફના રૂટ પર.
ખોડિયારનગર સ્ટેશન પાસેના ગેટ પણ. જાણે કે શોભાના ગાંઠિયા સમાન જણાયા. જ્યાં brts amts બસ ની પાછળ ખાનગી વાહનો કોઈપણ રોકટોક વગર પસાર થતા જણાયા.
-- -- -- -- -- -- -- -- -
હવે જુઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભા કરતા દાણીલીમડા brts સ્ટેશનના આ દ્રશ્યો.
અહીંયા તો આ કોરિડોર જાણેકે કે રેસિંગ ટ્રેક છે. બંને તરફના ઓટોમેટિક ગેટ કાર્યરત ન હોવાથી ખાનગી વાહોને અહીંયા રોકવા વાળું કોઈજ નથી. આ કોરીડોરમાં તો પોલીસ વાહનો પણ પસાર થતા જોવા મળે છે. સ્ટેશન માંથી ઉતારતા મુસાફરો જયારે કોરિડોર ક્રોસ કરે છે તયાતે પુરઝડપે આવતા ખાનગી વાહનો મોટો અકસ્માત સર્જી શકે છે.
જુઓ આ વિવિધ દ્રશ્યો.
Wkt
6
Report
AKAshok Kumar
FollowAug 19, 2025 11:48:48Junagadh, Gujarat:
માંગરોળમાં ધોધમાર વરસાદને લઈને મુશ્કેલી
સુલતાનપુર ભાટગામ નો રસ્તો થયો બંધ
રસ્તા ઉપર પાણી ફરી વળ્યા
વાહન ચાલકોને પડતી પારાવાર મુશ્કેલી
બંને ગામો વચ્ચેનો સંપર્ક તૂટ્યો
ગોઠણસમા પાણીમાંથી લોકો થઈ રહ્યા છે પસાર
બાઈટ કમલેશભાઈ વાહન ચાલક
બાઈટ પીથા ભાઈ ખેડૂત
બાઈટ રાકેશભાઈ ગોહેલ રાહદારી
જુનાગઢ
માંગરોળ માં સવાર થી ભારે વરસાદ
માંગરોળ કેશોદ રોડ ઉપર ભરાયા પાણી
વલ્લભ ગઢ નજીક ખેતરો માંથી પાણી રસ્તા પર ફરી વળ્યા
ગોઠણ ડૂબ પાણીને લઈને વાહન ચાલકો મુશ્કેલી માં મુકાયા
રોડ ઉપર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા
વોક થ્રુવ
અશોક બારોટ
જુનાગઢ
11
Report
AKAshok Kumar
FollowAug 19, 2025 11:48:25Junagadh, Gujarat:
જૂનાગઢ.....માંગરોળ ધોધમાર વરસાદને કારણે કોઝવે બંધ
કોઝવે પર પાણી ફરી વળ્યા
નોળી નદીમાં ઘોડાપુર આવ્યું
માળીયા નજીક કામનાથ મહાદેવના રસ્તો બંધ
કોઝવે પર વાહનોની અવરજવર બંધ
કોઝવેની બંને બાજુએ બેરીકેટ લગાવાયા
પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
ધારાસભ્ય ભગવાનજી કરગટીયા એ કરી કોઝવેની મુલાકાત
બાઈટ ભગવાન કરગઢીયા ધારાસભ્ય માંગરોળ
અશોક બારોટ
જુનાગઢ
14
Report
ARAlkesh Rao
FollowAug 19, 2025 11:45:06Vaghrol, Gujarat:
નોંધ-ફીડ LIVEU થી આપેલ છે.
સ્લગ-દલિત
બનાસકાંઠા જિલ્લાના આલવાડા ગામે આઝાદીના આટલા વર્ષો બાદ ગામમાં પહેલી વાર અનુસુચિત જાતિના લોકોને હેર સલૂનમાં પ્રવેશ આપીને તેમના વાળ કાપતાં અનુસૂચિત જાતિના લોકોને ખરા અર્થમાં આઝાદી મળી છે.વર્ષોથી ગામમાં દુકાન ચલાવતા નાઈ ભાઈઓ અનુસુચિત જાતિના લોકોના દાઢી કે વાળ કાપતાં ન હતા જેને લઈને અનુસૂચિત જાતિના લોકો અપમાનજનક મહેસુસ કરતા હતા અને તેમને પોતાના ધંધા રોજગાર છોડીને 25 કિલોમીટર ધાનેરા શહેરમાં વાળ કપાવવા જવું પડતું હતું જોકે ગામમાં એક કાતરે જાતિય ભેદભાવને હંમેશા માટે કાપી દઈને ગામના જુના જાતિ ભેદભાવને તિલાંજલિ આપતા અનુસૂચિત જાતિના લોકો વટભેર પોતાના ગામમાં જ નાઈઓ ભાઈઓ જોડે પોતાના વાળ કપાવીને ગર્વ વ્યક્ત કરી રહ્યા છે તો નાઈ ભાઈઓની પણ આવક વધતા તેઓ પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.જેથી ગામમાં ભાઈચારો ફેલાયો છે.
તમને ભલે સાંભળીને હેરાની થાય પણ ગુજરાતના બનાસકાંઠાના ધાનેરા તાલુકાના આલવાડા ગામમાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગામના નાઈ ભાઈઓ દ્વારા ગામના અનુસૂચિત જાતિના લોકોના વાળ કાપવા ઉપર પ્રતિબંધ હતો,જેથી ગામના અનુસૂચિત જાતિના લોકોને પોતાના વાળ કપાવવા માટે ગામથી 25 કિલોમીટર દૂર ધાનેરા જવું પડતું હતું જેથી તેમનો સમય બગડતો હતો અને તેમને વધુ ખર્ચ થતો હતો.જોકે હવે આઝાદીના આટલા વર્ષો બાદ ગામના અનુસૂચિત જાતિના વાળ ગામના નાઈઓ દ્વારા કાપી આપવાની શરૂઆત કરતા ગામમાં ખુશી ફેલાઈ છે..છેલ્લા આઠ દશકથી ગામમાં અનુસૂચિત જાતિના લોકોના વાળ કાપવા ઉપર પ્રતિબંધ હતો જોકે આઝાદીના 79 વર્ષ બાદ ગામમાં એક કાતરે ગામના જાતિગત પૂર્વગ્રહને હંમેશ માટે કાપી ખતમ કરી દઈને ગામમાં ખુશીની લહર પ્રસરાવી છે.તો ગામમાં કેવો હતો પ્રતિબંધ અને કેવી રીતે ગામમાં ભાઈચારો ફેલાયો તેની વાત કરીએ તો ધાનેરાના આલવાડા ગામમાં 6500 લોકોની વસ્તી છે અને તેમાંય 250 લોકો અનુસૂચિત જાતિના ગામમાં વર્ષોથી રહે છે. જ્યાં ગામમાં જાતિય ભેદભાવના કારણે ગામમાં અનુસૂચિત જાતિના લોકોના વાળ કાપવા ઉપર પ્રતિબંધ હોવાથી તેમને વાળ કપાવવા હોય તો કોઈ પથ્થર તોડવા કરતા પણ મુશ્કેલ લાગતું હતું ગામમાં નાઈની એકપણ દુકાનમાં તેમને પ્રવેશ આપવામાં આવતો નહિ જેના કારણે તેમને અપમાનજનક સ્થતિમાં મૂકાવવું પડતું હતું.ગામના અનુસૂચિત જાતિના વિધાર્થીઓના પણ વાળ ગામમાં કોઈ કાપતું ન હોવાથી વિધાર્થીઓને પણ સ્કૂલ માંથી વારંવાર ઠપકો સાંભળવો પડતો હતો જોકે અનુસૂચિત સમાજના લોકોને પોતાના અને પોતાના બાળકોના વાળ કપાવવા માટે 25 કિલોમીટર ધાનેરા અથવા તો પાંથાવાડા પોતાના ધંધાના અને ખેતીના કામ પડતા મૂકીને જવું પડતું હતું તો વિદ્યાર્થીઓને પણ સ્કૂલમાં રજા મુકાવીને લઈ જવા પડતા હતા જેથી બાળકોનો અભ્યાસ બગડતો હતો તો વાલીઓનો સમય બગડતો અને ખર્ચ પણ વધુ થતો હતો.જોકે ગામમાં તેમના વાળ કોઈ કાપતું ન હોવાથી તેવો આઝાદીના આટલા વર્ષો બાદ પણ પોતાને ગુલામ સમજતા હતા , જોકે આ પરિસ્થિતિના કારણે ગામના અનુસૂચિત જાતિના લોકો પોતાને હીન કક્ષાના હોવાનું મહેસુસ કરતા હતા જોકે ગામના જાગૃત યુવાનો દ્વારા ગામના નાઈ ભાઈઓ અને ગામના 7 ઓગસ્ટના અનુસૂચિત જાતિના લોકો વચ્ચે સમાધાન કરાવી વર્ષોથી ચાલી આવતી અનુસૂચિત જાતિના લોકોના વાળ ન કાપવાની પરંપરાને તિલાંજલિ આપવાનું સમજાવતા ગામના નાઈઓ ભાઈઓએ જાતિગત ભેદભાવ ઉપર કતાર મારીને ભેદભાવને કાપી દીધા હતા અને ગામના અનુસૂચિત જાતિના લોકોના વાળ પોતાની દુકાનોની અંદર કાપવાનું શરૂ કરતાં ગામના અનુસૂચિત જાતિના લોકો ઉપર ખુશી ફેલાઈ હતી તેમની વર્ષો જૂની વેદનાનો અંત આવતા તેમને ખરા અર્થમાં સ્વતંત્રતા દિવસ પહેલા આઝાદી મળી હતી તો બીજી તરફ ગામના અનુસૂચિત જાતિના લોકો ગામના વાળંદોની દુકાનોમાં પોતાના વાળ કપાવવા આવતા નાઈ ભાઈઓની પણ આવક વધતા તેમને પણ ખુશી વ્યક્ત કરી છે તો આ એક નિર્ણયથી ગામમાં જાતિમય ભેદભાવ ખતમ થઈ જતા ગામમાં ભાઈચારો ફેલાયો છે.
બાઈટ-1-દિલીપભાઈ નાઈ-દુકાનદાર -હિન્દી ગુજરાતી બાઈટ
( અમારા ગામમાં વર્ષોથી અનુસુચિત જાતિના લોકોના વાળ કાપવા ઉપર પ્રતિબંધ હતો જે અમે હવે હટાવી લીધો છે..અમારી આવક પણ વધી છે.
બાઈટ-2-દિનેશભાઇ નાઈ-દુકાનદાર-હિન્દી ગુજરાતી બાઈટ
(વર્ષોથી પરંપરા હતી એટલે અમે એમના વાળ કાપતાં ન હતા. પણ હવે અમે તેમના વાળ કાપીએ છીએ ,ભાઈચારો થતા અમને ખુશી)
ટિકટેક વિથ -ઉત્તમભાઈ ચૌહાણ -વાળ કપાવવા આવેલ અનુસૂચિત સમાજનો યુવક
( હું અહી વાળ કપાવવા આવ્યો છું પહેલા અમારા વાળ ગામમાં કાપતાં ન હતા અમને બહુ દુઃખ થતું હતું અમારે વાળ કપાવવા માટે ધાનેરા જવું પડતું હતું અમારા બાળકોને પણ સ્કૂલમાં ઠપકો મળતો હતો બાળકોનો અભ્યાસ બગડતો હતો અમારે સમય અને ખર્ચ વધતો હતો અમે ગુલામની જેમ રહેતા હતા જોકે હવે ગામના નાઈ ભાઈઓ અમારા વાળ કાપતાં અમને બહુ ખુશી છે.)
બાઈટ-3-ઉત્તમભાઈ ચૌહાણ-હિન્દી ગુજરાતી બાઈટ
(દેશ આઝાદ થયો પણ અમે ગુલામ જ હતા અમારા વાળ કોઈ કાપતું ન હતું અમારે 25 કિલોમીટર દૂર જવું પડતું હતું..ખુબજ દુઃખ થતું હતું)
બાઈટ-4-સુરેશભાઈ ચૌધરી -સરપંચ પતિ -હિન્દી ગુજરાતી બાઈટ
( ગામમાં વર્ષોથી પ્રથા હતી પણ અમે ગામના યુવાનોએ સાથે બેસીને નિરાકરણ લાવતા હવે અનુસૂચિત જાતિના લોકોના વાળ નાઈ ભાઈઓ કાપી રહ્યા છે ગામમાં ભાઈચારો છે)
બાઈટ-5-ઈશ્વરભાઈ ચૌહાણ-હિન્દી ગુજરાતી બાઈટ
(અમને આઝાદીના આટલા વર્ષો બાદ પણ આઝાદી મળી ન હતી.કોઈ અમારા વાળ ન કાપે ભેદભાવ કરે બાળકો પણ અમને સવાલો કરે અમારે શુ કરવું એ જ સમજાતું ન હતું.)
બાઈટ-6-છોગાભાઈ ચૌહાણ-ગુજરાતી બાઈટ
( અમારી જિંદગી જતી રહી ,વાળ કપાવવા હોય તો અમને ચિંતા થતી ક્યાં જઈને અમારે વાળ કપાવવા બહુ તકલીફ હતી )
બાઈટ-7-મુકેશભાઈ ચૌહાણ -હિન્દી બાઈટ
( અમને હવે ગુલામી માંથી આઝાદી મળી છે અમે હવે વટ સાથે વાળ કપાવવા ગામની દુકાનમાં જઈ શકીએ છીએ)
અલકેશ રાવ-બનાસકાંઠા
મો-9687249834
12
Report
AKAshok Kumar
FollowAug 19, 2025 11:35:48Junagadh, Gujarat:
જુનાગઢ....માંગરોળ દરિયામાં ભારે કરંટ
માંગરોળ દરિયામાં જોવા મળ્યો કરંટ
પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લાગુ
સાગરખેડુઓને માછીમારી પર પ્રતિબંધ
સુરક્ષાના ભાગરૂપે સાવચેતી રાખવા તંત્ર દ્વારા કરાય છે અપીલ
માછીમારોને સાવચેત રહેવાની કરાય રહી છે અપીલ
બોટને પણ સલામત સ્થળે લાંગરી દેવામાં આવી કરવા પણ અપાઈ છે સૂચના
વોક થ્રુવ અશોક બારોટ જુનાગઢ માંગરોળ
12
Report
DPDhaval Parekh
FollowAug 19, 2025 11:35:34Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : સ્ટોરી આઈડિયા
સ્લગ : NVS MARKET VIRODH
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 19 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એંકર : નવસારીના કલાકારો માટે વર્ષોથી એક સસ્તું અને ઉપયોગી પ્લેટફોર્મ રંગ વિહાર નવનિર્માણ થયા બાદ બિનઉપયોગી સાબિત થયો અને મહાનગર પાલિકાના ગોડાઉનમાં તબદીલ થયો હતો. જોકે સુધારા સાથે ફરી રંગ વિહાર શરૂ થાય એવી કલાકારોની વર્ષોની આશા નિરાશામાં બદલાશે, કારણ મહાનગર પાલિકા રંગ વિહારનું અસ્તિત્વ ભુંસી કરોડોના ખર્ચે શાકભાજી માર્કેટ બનાવવા જઈ રહી છે. ત્યારે નવસારીના કલાકારોનું દિલ દુભાયું છે.
વી/ઓ : નવસારી નગર પાલિકા દ્વારા વર્ષો અગાઉ નવસારીના ઉભરતા કલાકારોને એક વ્યવસ્થિત પ્લેટફોર્મ મળી રહે એવા ઉદ્દેશ્ય સાથે શહેરની શાકભાજી માર્કેટ પાછળ રંગ વિહાર ઓપન એર થિયેટર બનાવ્યુ હતું. જેમાં ભારતના નામી સંગીતકાર, નાટ્યકાર દ્વારા પોતાની કલાનો ઓજસ પણ પથરાયો હતો. શહેરની શાળાના, સમાજના વાર્ષિક સમારંભો પણ અહીં નજીવા ભાડે થઈ જતા હતા. જ્યારે શહેરના નાટ્યકારો, સંગીતકારો, સાહિત્યકારોને સુવિધાયુક્ત અને સસ્તા દરે મળતો રંગ વિહાર ખૂબ ઉપયોગી સાબિત થયો હતો. જોકે કાળક્રમે રંગ વિહારને રિનોવેટ કરવાની જરૂર જણાતા વર્ષ 2015-16 માં 2.67 કરોડના ખર્ચે રંગ વિહારને સંપૂર્ણ રીતે નવો બનાવવામાં આવ્યો અને વર્ષ 2019 માં તેનું નવસારીના સાંસદ સી. આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ નવા રંગ વિહારમાં સંગીત, નાટક જેવા કાર્યક્રમો કરવા શક્ય ન બન્યા, જેનું કારણ એનો નાનો મંચ અને યોગ્ય સુવિધાઓનો અભાવ. નવસારી પાલિકામાં કલાકારોની વારંવારની રજૂઆતોમાં સુધારો કરવાના આશ્વાસન મળ્યા, પણ તત્કાલીન શાસકો રંગ વિહારને કલાકારો ઉપયોગ કરી શકે એવી કોઈ વ્યવસ્થા કરી ન શક્યા, જોકે કલાકારોને આશા હતી કે રંગ વિહારમાં મોડે વહેલે સુધારો થશે. પરંતુ રંગ વિહાર પહેલા નવસારી પાલિકા અને હવે નવસારી મહાનગર પાલિકાનું ગોડાઉન માત્ર બનીને રહી ગયો છે. જેથી મહાનગર પાલિકા દ્વારા રંગ વિહારને સંપૂર્ણ તોડીને તેની જગ્યાએ શાકભાજી માર્કેટ બનાવવાનો પ્લાન ઘડ્યો છે અને તેને માટે 3.52 કરોડ રૂપિયાનું ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે. જેથી નવસારીના કલાકારોની લાગણી દુભાઈ છે. કારણ વર્ષો સુધી તેમની પ્રતિભાને લોકો સમક્ષ રજૂ કરવાનું સારૂ અને સસ્તું માધ્યમ રંગ વિહાર રહ્યો હતો. રિનોવેશન બાદ શરૂ ન થયો, તો રજૂઆતો પણ કરી, પણ હવે રંગ વિહાર તોડીને શાકભાજી માર્કેટ બનાવવાની વાત તેમના ગળે ઉતરતી નથી. બીજી તરફ કોંગ્રેસી આગેવાનો પૂર્વ શાસકો સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરી, રંગ વિહારને બદલે શાકભાજી માર્કેટ નવસારીના કલાકારોને અન્યાય ગણાવી રહ્યા છે.
બાઈટ : પંકજ પારેખ, ગાયક/સંગીતકાર, નવસારી
બાઈટ : દીપક બારોટ, પૂર્વ પ્રમુખ, શહેર કોંગ્રેસ, નવસારી
વી/ઓ : નવસારી મહાનગર પાલિકા કચેરી નીચે પણ વર્ષોથી મોટી શાકભાજી માર્કેટ ચાલે છે. જ્યારે બહારની તરફ ખુલ્લી જગ્યામાં પણ સેંકડો વેપારીઓ શાકભાજી અને ફળ વેચે છે. જોકે ચોમાસામાં તેમણે પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે બહાર ખુલ્લામાં બેસતા શાકભાજી કે ફળ વેચતા વેપારીઓને પણ સુવિધાયુક્ત શાકભાજી માર્કેટ મળે એવા હેતુથી અને છેલ્લા થોડા વર્ષોથી બંધ પડેલા બિનઉપયોગી રંગ વિહારની જગ્યાએ ઉપયોગી શાકભાજી માર્કેટ બનાવવાનું આયોજન છે.
બાઈટ : દેવ ચૌધરી, કમિશ્નર નવસારી મહાનગર પાલિકા, નવસારી
વી/ઓ : રંગ વિહાર ઓપન ઓડિટોરિયમ વર્ષોથી નવસારીની ઓળખનો એક ભાગ રહ્યો, પણ પૂર્વ શાસકોના પ્લાનિંગ વગરના બાંધકામને કારણે કલાકારોને માટે બિનઉપયોગી બન્યો અને ખંડર બની રહ્યો, હવે મહાનગર પાલિકાએ રંગ વિહારનું અસ્તિત્વ મિટાવી શાકભાજી માર્કેટ બનાવવાની તૈયારી કરી છે. ત્યારે અઢી કરોડથી વધુ ટેક્સના રૂપિયા પાણીમાં જતા લોકોમાં શહેરીજનોમાં શાસકો અને અધિકારીઓની કામગીરી સામે ફિટકાર વરસી રહ્યો છે.
9
Report
BPBurhan pathan
FollowAug 19, 2025 10:49:20Anand, Gujarat:
એન્કરઃ આણંદનાં બાકરોલમાં તળાવનાં વોકવે પર વોકીંગ માટે ગયેલા આણંદ નગરપાલિકાના પૂર્વ નગર સેવક અને સામાજીક કાર્યકર પર તીક્ષ્ણ હથીયારનાં ધા ઝીંકી કરપીણ હત્યા કરવાની ધટનાને લઈને ચકચાર મચી જવા પામી છે.આ બનાવ અંગે વલ્લભવિદ્યાનગર પોલીસે અજાણ્યા હત્યારાઓ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વીઓઃ આણંદનાં બાકરોલ ખાતે રહેતા અને નગરપાલિકાનાં પૂર્વ નગરસેવક અને સામાજીક અગ્રણી ઈકબાલ મલેક ઉર્ફે બાલો આજે સવારે નિત્યક્રમ મુજબ બાકરોલનાં ગોયા તળાવ ખાતેનાં વોકવે પર વોકીંગ કરવા માટે ગયા હતા અને તેઓએ વોકવેનાં બે રાઉન્ડ પૂર્ણ કર્યા બાદ ત્રીજા રાઉન્ડનો પ્રારંભ કર્યો હતો ત્યારે અજાણ્યા હત્યારાઓએ ઈકબાલ ઉર્ફે બાલો પર હુમલો કરી તેઓને્ પેટ અને ગળાનાં ભાગે તિક્ષ્ણ હથીયારનાં ધા ઝીંકી કરપીણ હત્યા કર્યા બાદ હત્યારાઓ નજીકનાં ગેટ પાસેની દિવાલ કુદી ભાગી છુટયા હતા.
બાઈટઃ જે.એન પંચાલ (ડીવાયએસપી)
વીઓઃ હત્યારાઓએ એટલી ક્રુરતા પૂર્વક છરા જેવા તીક્ષ્ણ હથીયારનાં ધા ઝીંકયા હતા કે ગળાનો ભાગ કપાઈ ગયો હતો તેમજ પેટમાંથી આંતરડા પણ બહાર આવી ગયા હતા તેમજ આંતરડાનાં ટુકડા કપાઈને બાજુમાં પડયા હતા,ઈકબાલ ઉર્ફે બાલોએ પણ હત્યારાઓનો સામનો કરતા તિક્ષ્ણ હથીયાર પકડી લેવાનાં કારણે તેઓની આંગળીઓ પણ કપાઈ ગઈ હતી,લગભગ સાત થી સાડા સાત વાગ્યાનાં સુમારે બનેલી હત્યાની ધટના અંગે સવારે આઠ વાગ્યાનાં સુમારે લોકોને જાણ થતા લોકોનાં ટોળેટોળા ધટના સ્થળે ઉમટી પડયા હતા,ધટનાની જાણ થતા વલ્લભવિદ્યાનગર પોલીસ તેમજ ડીવાયએસપી એલસીબી સહીતનો પોલીસ કાફલો ધટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકનાં મૃતદેહને પેનલ ડોકટર પોસ્ટમોર્ટમ માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં ખસેડયો હતો.વલ્લભવિદ્યાનગર પોલીસે આ બનાવ અંગે અજાણ્યા હત્યારાઓ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વીઓઃ આ ધટનાને લઈને કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ,નગરપાલિકાનાં વિપક્ષનાં પૂર્વ નેતા સહીત અગ્રણીઓ ધટના સ્થળે દોડી આવ્યા હતા અને લોકોની ભારે ભીડ પણ એકત્ર થઈ જવા પામી હતી,જો કે હત્યા પાછળ અંગત અદાવત,પૈસાની લેતીદેતી જમીન કે અન્ય કોઈ કારણ હોઈ શકે તેને લઈને પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી હાલમાં જુદી જુદી થીયરી પર તપાસ હાથ ધરી છે, તેમજ ડોગ સ્ક્વોર્ડ અને એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી,હત્યાનો ભોગ બનનાર ઈકબાલ ઉર્ફે બાલો બાકરોલ પંથકમાં પ્રભુત્વ ધરાવતો હતો અને આગામી મહાનગરપાલિકાની ચુંટણીમાં તે કોંગ્રેસનો મજબુત ઉમેદવાર હતો ,ત્યારે ઈકબાલ ઉર્ફે બાલોની હત્યાએ ચકચાર મચાવી છે,અને હત્યાની ઘટના પાછળ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
10
Report
SBShilu Bhagvanji
FollowAug 19, 2025 10:35:02Porbandar, Gujarat:
1908 ZK PBR RAMESHBHAI
FORMAT-AB
DATE-19-08-2025
LOCATION-PORBANDAR
APPROVAL-DESK
એન્કર-
ઝી 24 કલાક આઠ વર્ષ પૂર્ણ કરીને નવમાં વર્ષેમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યું છે ત્યારે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ ઝી 24 કલાકને શુભેચ્છા પાઠવી હતી.
બાઈટ-1
રમેશભાઈ ઓઝા
ભાગવતાચાર્ય
12
Report
DRDarshal Raval
FollowAug 19, 2025 10:34:38Ahmedabad, Gujarat:
એન્કર.
સરખેજમાં એક મસ્જીદ સંભાળનાર મોજીને એક સગીર સાથે દુષ્કૃત્ય કર્યાની ઘટના સામે આવી છે. જે ઘટનામાં બાળકના પિતાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે મોજીન ને ઝડપી કાર્યવાહી કરી છે. ત્યારે જોઈએ કોણ છે તે શખ્સ જેણે સગીર સાથે દુષ્કૃત્ય આચર્યું...
વિઓ.
દ્રશ્યોમાં દેખાતા આ શખ્સને જુઓ. આ શખ્સ સામાન્ય નાગરિક સાથે બાળકોને શિક્ષિત બનાવતા અને મસ્જિદ સંભાળનાર મોજીન છે. જેણે એક સગીર સાથે દુષ્કૃત્ય આચર્યું. જે ગુનામાં સરખેજ પોલીસે તેની ધરપકડ કરી છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં એક સગીરના પિતાએ ફરિયાદ કરી હતી કે નૂરહશન હઝરત કે જે સરખેજમાં આવેલ ફૈજાને હલીમાં મસ્જિદ ખાતે રહે છે મસ્જિદ સંભાળે છે અને બાળકોને કુરાન ભણાવે છે. જેણે તેના સગીર વિદ્યાર્થી ઉપર નજર બગાડી અને અને બધા વિદ્યાર્થીઓ જતા રહેતા બાદમાં ફરિયાદીના પુત્રને રોકી તેની સાથે દુષ્કર્મ આચરતો. અને તે પણ એક બે વાર નહિ પણ દોઢ વર્ષમાં 20 કરતા વધુ વાર દુષ્કૃત્ય આચર્યનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે. અને જો કોઈને કહીશ તો કલાસમાં સજા અને માર મારવાની ધમકી આપતો. જોકે થોડા દિવસ પહેલા 11 વર્ષીય સગીરને પેટમાં દુખાવો થયો અને હોસ્પિટલ લઈ ગયા જ્યાં તેના પિતાએ તેને દબાણ પૂર્વ પૂછતાં સગીરે મૌલાનાની કરતુર કહી દીધી. જે બાદ સગીરના પિતાએ ફરિયાદ કરતા સરખેજ પોલીસે તેને ઝડપી કાર્યવાહી કરી..
બાઈટ. એ બી વાળંદ. એસીપી. M ડિવિઝન
વિઓ.
સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ નૂરહશન ની ધરપકડ કરીને પોલીસે તપાસ કરી તો સામે આવ્યું કે નૂરહસન મૂળ ઉત્તર પ્રદેશનો છે. જે અઢી વર્ષ પહેલા જ સરખેજમાં આવેલ ફૈજાને હલીમાં મસ્જિદમાં આવ્યો અને ત્યાં રહીને બાળકોને કુરાન ભણાવતો. જ્યાં અંદાજે 10 થી વધારે બાળકો ને તે અભ્યાસ આપતો. પરંતુ તેમાંથી આ એક બાળક સાથે તેને હાલ આ કૃત્ય કર્યાનું સામે આવ્યું છે. આ સિવાય નૂરહશને અન્ય કોઈ બાળક સાથે આવું કૃત્ય કર્યું છે કે કેમ. તેમજ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ અને આ જ બાળકની કેમ પસંદગી કરી તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.
બાઈટ. એ બી વાળંદ. એસીપી. M ડિવિઝન
વિઓ.
હાલ તો પોલીસ ઘટના અંગે તપાસ કરી રહી છે. પણ આ ઘટના પરથી અન્ય બાળકોએ અને તેમના પરિવારે પણ ધ્યાન આપવાની જરૂર છે. જેથી કોઈ સાથે આવી ઘટના ન બને અને શિક્ષક અને વિદ્યાર્થીના સબંધ પર ફરી કલંક પણ ના લાગે...
દર્શલ રાવલ.
Z મીડિયા. અમદાવાદ....
13
Report
AKArpan Kaydawala
FollowAug 19, 2025 10:34:34Ahmedabad, Gujarat:
અમદાવાદ
ચોવીસ કલાકમાં બીજી વાર ખાદ્યપદાર્થ માંથી જીવાત નીકળવાની ઘટના
મણિનગરની પ્રિન્સ ભાજીપાઉં માંથી ગ્રાહકે લીધી હતી ભાજીપાઉં
પાઉં માં જીવાત જોવા મળી રહી હતી
ગ્રાહકે આ મામલે મેનેજર ને કરી હતી ફરિયાદ
ઘટનાના વિડિઓ થયા વાઇરલ
નિકોલ માં ગઈકાલે સાંભાર માં વંદો નીકળ્યો હતો
amc ફૂડ વિભાગની કામગીરી સામે ઉઠી રહયા છે સવાલ
wkt
12
Report
CPCHETAN PATEL
FollowAug 19, 2025 10:17:29Surat, Gujarat:
એકર
સુરત રાંદેર વિસ્તારમાં લાંબા સમયથી નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ખંડણી અને છેતરપિંડીથી હેરાન કરતા બે કુખ્યાત આરોપીઓ, સાહિલ ગુડી અને ઇમ્તિયાઝ સદ્દામ વિરુદ્ધ હવે કાયદાનો સકંજો કસાયો છે. એક સમયે તેમના ડરને કારણે કોઈ ફરિયાદ કરવા તૈયાર નહોતું, પરંતુ હવે છ દિવસના ટૂંકા ગાળામાં તેમની સામે ચાર જેટલી નવી ફરિયાદો નોંધાઈ છે.
વિઓ.1
આ બંને આરોપીઓ પર ખંડણી, બોગસ GST બિલિંગ, મકાન-જમીન પડાવી લેવા અને ધમકીઓ આપીને પૈસા પડાવવા જેવા ગંભીર ગુનાઓનો આરોપ છે. તેઓ બોગસ બિલિંગ કરીને સરકારને પણ મોટું નુકસાન પહોંચાડતા હતા. નાના વેપારીઓ અને સામાન્ય લોકોને ટાર્ગેટ કરીને તેઓ પહેલા તેમની સાથે મિત્રતા કરતા અને પછી વિવિધ બહાના હેઠળ પૈસાની માંગણી શરૂ કરતા હતા. પૈસા ન આપે તો તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની કે માર મારવાની ધમકી પણ આપતા હતા. આ જ કારણોસર લોકો તેમના ડરથી ફરિયાદ કરવા માટે આગળ આવતા નહોતા.પોલીસે આરોપીઓને પકડ્યા બાદ, લોકોનો ડર ઓછો થતા ફરિયાદોનો સિલસિલો શરૂ થયો. સાહિલ ગુડી અને ઇમ્તિયાઝ સદ્દામ વિરુદ્ધ ચોકબજાર, લાલગેટ, મહિધરપુરા, અને વરાછા જેવા વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદોમાં ખંડણી, છેતરપિંડી કરીને મકાન પડાવી લેવા અને બોગસ GST બિલિંગ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. એસઓજીના ડીસીપી રાજદીપ સિંહ નકુમે જણાવ્યું કે આ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને વચેટિયાઓ મારફતે લોકોના ઘર પણ ઠગાઈથી પડાવી લેતા હતા. ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલ અમે લોકો ને અપીલ કરી છે કે જો કોઈ ભોગ બન્યા હોય તો ફરિયાદ કરવા સામે આવે.
બાઇટ..રાજદીપસિંહ નકુમ..ડીસીપી
વિઓ.2
કાપડના વેપારી મોહમ્મદ રજાક ફકીરાએ તેમના કડવા અનુભવ વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે, "પહેલા આ લોકોએ મારી સાથે મિત્રતા કરી અને પછી ધીરે ધીરે પૈસાની માંગણી શરૂ કરી. મને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. રમઝાનના છેલ્લા દિવસે અને ઈદના દિવસે પણ તેમણે મારી પાસેથી ખંડણી માંગી હતી." મોહમ્મદ રજાકે જણાવ્યું કે તેમના જેવા અનેક લોકો આ લોકોથી હેરાન થયા છે. પરંતુ તેમના ભયથી કોઈ સામે આવી શકતું નહોતું. તેમણે ઉમેર્યું કે પોલીસની સક્રિયતાને કારણે હવે લોકોમાં હિંમત આવી છે.
બાઇટ..મોહમદ રજાક ફકીરા..ફરિયાદી
14
Report
CPCHETAN PATEL
FollowAug 19, 2025 10:17:06Surat, Gujarat:
સુરત બ્રેકીંગ
સુરતઃ સર્વ સમાજ સુરત દ્વારા કલેકટર વતી પીએમને પત્ર લખ્યો
હરિયાણાની દિકરીની ક્રુરતાપૂર્વક હત્યા કરવા મામલે પત્ર લખ્યો
૧૧ ઓગષ્ટના રોજ હરિયાણાના લુહાર થાનામાં મનિષા નામની યુવતીની હત્યા કરાઈ હતી
હત્યાના પડઘા ગુજરાતમાં પડયા
ન્યાયની માંગ સાથે આરોપીઓને કડક સજાની માંગ કરાઈ
સુરત કલેક્ટર વતી પીએમ ને પત્ર લખ્યો
13
Report