Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Junagadh362001
જૂનાગઢમાં ધોધમાર વરસાદ: કોઝવે બંધ, વાહનો અટકી ગયા!
AKAshok Kumar
Aug 19, 2025 11:48:25
Junagadh, Gujarat
જૂનાગઢ.....માંગરોળ ધોધમાર વરસાદને કારણે કોઝવે બંધ કોઝવે પર પાણી ફરી વળ્યા નોળી નદીમાં ઘોડાપુર આવ્યું માળીયા નજીક કામનાથ મહાદેવના રસ્તો બંધ કોઝવે પર વાહનોની અવરજવર બંધ કોઝવેની બંને બાજુએ બેરીકેટ લગાવાયા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ધારાસભ્ય ભગવાનજી કરગટીયા એ કરી કોઝવેની મુલાકાત બાઈટ ભગવાન કરગઢીયા ધારાસભ્ય માંગરોળ અશોક બારોટ જુનાગઢ
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GDGaurav Dave
Aug 19, 2025 14:03:03
Rajkot, Gujarat:
SLUG - 1908ZK_LIVE_RJT_FOOD_ACTION FEED SEND TVU 75 એંકર : સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાયો હતો. ત્યારે લોકમેળામાં મેળાની મજા માણવા આવનારા માણિગરોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારના ચેડા ન થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સતત ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત પાંચ દિવસ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા 700 કિલોથી પણ વધુ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા અખાધ્ય બટેટા, બરફ, કલરવાળી ચટણી સહિતના વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તો સાથો સાથ લોકમેળામાં વાસી ઢોકળા, તેમજ અખાધ્ય ખીચું પણ વેચાતું હોવાનું સામે આવ્યું હતું. જેથી મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તો સાથો સાથ મોટા પ્રમાણમાં દાઝ્યા તેલનો પણ ઉપયોગ ખાણીપીણીના ઉત્પાદકો દ્વારા કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીના 40 જેટલા વિક્રેતાઓ તેમજ ઉત્પાદકોને નોટિસ પણ ફિટકારવામાં આવી હતી. * *બાઈટ - ડો.જયેશ વાંકાણી, મુખ્ય આરોગ્ય અધિકારી, મનપા, રાજકોટ*
10
comment0
Report
GDGaurav Dave
Aug 19, 2025 14:02:38
Rajkot, Gujarat:
REP - GAURAV DAVE FEED - TVU 75 એન્કર - રાજકોટ મનપાનાં ચોપડે કમળાનાં 5 અને ટાઇફોઇડનાં 3 સહિત વિવિધ રોગોનાં 1,367 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક, 427 ક્લોરીન ટેસ્ટ કરાયા કરાયા છે. રાજકોટમાં ચોમાસાની ઋતુનાં કારણે રોગચાળો વકરી રહ્યો છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો પીછો છોડવા તૈયાર ન હોય તેમ ચાલુ સપ્તાહે કમળાનાં વધુ 5 અને ટાઇફોઇડનો પણ વધુ 3 કેસ નોંધાયા છે. સાપ્તાહિક આંકડાઓ અનુસાર શહેરમાં શરદી-ઉધરસ, તાવ તેમજ ઝાડા-ઉલટી સહિત વિવિધ રોગના 1,367 દર્દી નોંધાયા છે. જેને લઈને આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. અને પાણીજન્ય રોગચાળો અટકાવવા ઠેર-ઠેર ક્લોરીન ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. ગત સપ્તાહે વધુ 427 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો ક્લોરીનેશન વધારવા, પીવાનું અને ગટરનું પાણી મિક્સ થાય નહીં તે માટે પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, જન્માષ્ટમીના તહેવારો પછી રાજકોટ માં રોગચાળો વકર્યો છે. પાણીજન્ય રોગ શાળામાં સતત વધારો થયો છે. માત્ર રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રમાં સતત રોગચાળો વધશે. મહાનગરપાલિકા ના ચોપડે કમળાના 5 ના ત્રણ સહિત ,ટાઇફોઇડ ના 3 સહિત અલગ અલગ 1367 કેશ નોંધાયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ,ખાનગી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્ર માં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. બાઈટ-ડો.જયેશ વકાણી, આરોગ્ય અધિકારી,મનપા રાજકોટ
13
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Aug 19, 2025 14:00:26
Karantha, Gujarat:
CONFRACS_AVB_SCRIPT LOCATION-NARMADA FORMAT-AVB AAPROAL BY-DAY PLAN TOTAL FILE-2 NARMADA રાજ્યકક્ષાની ક્રાઈમ કોન્ફરન્સ રાજ્યના ડીજીપી વિકાસ સહાય ની અધ્યક્ષતામાં એકતાનગર ખાતે યોજાઇ,ખાસ કરીને જુલાઈ મહિના માં ગુજરાત માં થયેલ ક્રાઇમ રિપોર્ટ ની માહિતી અધિકારીઓ પાસે થી મેળવવામાં આવી જેમાં વ્યાજખોરો ની વિરુધ્ધમાં પરિણામ લક્ષી કામગીરી થઇ જેમાં 64 ફરિયાદ દાખલ કરી 105 વ્યાજ ખોરો સામે ફરિયાદ કરી વર્ષ માં 400 વ્યક્તિ ઓ ની ધરપકડ કરાઈ, એટલુજ નહિ રાજ્યમાં 71 લોનમેલ મેળા પણ યોજાયા, તેરા તુજકો અર્પણ કાર્યક્રમ મા જુલાઈ માં 761 કાર્યક્રમ થયા 25 કરોડ ના મુદ્દામાંલ લોકો ને પરત કરાયા જ્યારે વર્ષ દરમ્યાન 127 કરોડ નો મુદ્દામાલ લોકોને આપ્યો, વધુ એક કાર્યક્રમ માં 3 વાત તમારી 3 વાત અમારી...સ્થાનિક લોકો સાથે મળી અને સ્થાનિક પ્રશ્ન ના નિકાલ માટે પ્રયત્ન કરવામાં આવ્યા તમામ જિલ્લાઓ મા 222 કાર્યક્રમ થયા,સાયબર ક્રાઈમ માં પણ સાયબર સેન્ટર ઓફ એક્સલેન્સ હેઠળ જુલાઈ માં 28 કરોડ રૂપિયા લોકો ને પરત કરાયા.ફરારી આરોપી માં ગુજરાત રાજ્ય માં જુલાઈ માં 434 આરોપી ઓ ગુના કરી ભાગતા હતા તેમાંના 251 જે 1 વર્ષ થી વધુ સમય થી ફરાર હતા તે મળી આવ્યા. વળી15 માર્ચ 2025 એ માત્ર 100 કલાક માં અસામાજિક તત્વો ની કામગીરી કરી ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તેવા 750 થી વધુ ડિમોલેશન કરાયા. 630 સરકારી જમીન પર બાંધકામ કરવામાં આવ્યું હતું તેમને ડિમોલિસ કરાયું. વળી 824 જામીન ભંગ મા 106 જામીન રદ કરાયા.વીજળી કનેકશન ચોરી માં 2190 કાર્યવાહી કરવામાં આવી.પોલીસ ની વ્યવસ્થા કેવી થાય તે જોઈ ઈમ્પ્રુવમેન્ટ કરવામાં આવે તે મુજબ કાર્યવાહી કરાય છે. એટલેજ મુખ્ય ગુનાહો માં ઘટાડા જોવા મળે છે.અસામાજિક તત્વોમાં પણ કાર્યવાહી થઈ જેમાં 2200 માંથી 1460 પાસા હેઠળ અને 300 ને તડીપાર કરાયા. સાથેજ પોલીસ સ્ટેશન ની વ્યવસ્થા ફરિયાદોનો વ્યવહાર પોલીસ સ્ટેશન રેન્કિંગ ની વ્યવસ્થા કરવામાં આવી જેને આધારે પોલીસ સ્ટેશન ના 1 થી 3 નંબર અપાયા. પોલીસ સ્ટેશનમાં જે સ્વછતા છે.તે પણ નોંધનીય રહી. બાઈટ - વિકાસ સહાય ( DGP - GUJARAT)
6
comment0
Report
NBNarendra Bhuvechitra
Aug 19, 2025 13:18:45
Serulla, Gujarat:
એપ્રુવલ બાઈ વિશાલભાઈ એંકર :- તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાતકાશી નજીક સોલર પ્લાન્ટ ની જંગલ વિભાગની જમીન ખાતે સર્વે કરવા ગયેલી ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.જેમાં પોલીસે હળવો લાઠીચાર્જ કરી ટિયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી... વીઓ :-1 તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગોલન ગામની સીમમાં સાતકાશી નજીક વનવિભાગ ની જમીન પર 1500 મેગા વોલ્ટ નો સોલાર પ્લાન્ટ લાવવાની તૈયારી અંતર્ગત જમીન ની ચકાસણી કરી સર્વે કરવા ગયેલી વનવિભાગ અને ઉકાઈ થર્મલ ની ટીમ સાથે સ્થાનિકોનું ઘર્ષણ સર્જાયું હતું.જે વિરોધ ઉગ્ર બનતા પથ્થરમારો થતા પોલીસે બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી.જેમાં ટિયર ગેસ છોડી હળવો લાઠીચાર્જ કરાયો હતો.સ્થાનિક આગેવાનો નું એવું કહેવું છે કે જંગલ જમીન માં અમે પ્લાન્ટ સ્થાપવા નહીં દઈએ એટલે વિરોધ કરી રહ્યા છે.તો બીજી તરફ ઘર્ષણ વચ્ચે પીઆઈ અને પીએસઆઈ ઘાયલ થતા સોનગઢ પોલીસે 5 થી વધુ નામ જોગ ઈસમો વિરૂદ્ધ તેમજ અંદાજિત 200 થી 300 અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે... બાઈટ :- 1 યુસુફ ગામીત (આગેવાન) બાઈટ :- 2 ઇશ્વર પરમાર (ડીવાયએસપી)
14
comment0
Report
CPCHETAN PATEL
Aug 19, 2025 13:16:01
Surat, Gujarat:
એન્કર :અમરોલીમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને ઓલપાડ સ્થિત મિત્રના ફાર્મ હાઉસ પર લઈ જઈ દુષ્કર્મ ગુજારનારા સુરતના નામી બિલ્ડર ની અમરોલી પોલીસે ધરપકડ કરી છે.ભરૂચની ભાવના નામની મહિલા ભોગ બનનાર સગીરાના પરિવારના સંપર્કમાં આવી હતી.જે મહિલાએ પરિવારની સગીર વયની દીકરીને નાસ્તો કરવાના બહાને લઈ જઈ બિલ્ડરોના હવાલે કરી દીધી હતી.બિલ્ડરે ઓલપાડ સ્થિત મિત્રના ફાર્મહાઉસ માં કેફી કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું હતું.જ્યાં વધુ તપાસ અમરોલી પોલીસે હાથ ધરી છે. વી ઓ 1 :સુરતની અમરોલી પોલીસે શહેરના નામી બિલ્ડર કિશોર ડાયાણી ની ધરપકડ કરી છે.દુષ્કર્મ કેસમાં બિલ્ડર પોલીસ ધરપકડથી બચવા નાસ્તો ફરતો ફરી રહ્યો હતો.જ્યાં કાપોદ્રા ખાતે રહેતા બિલ્ડર કિશોર ડાયાની ને ઝડપી પાડ્યો હતો.અમરોલી પોલીસે આપેલી માહિતી અનુસાર,અમરોલી વિસ્તારમાં રહેતો મૂળ ઝારખંડ નો પરિવાર ભરૂચની ભાવના નામની મહિલામાં સંપર્કમાં આવ્યો હતો.ભાવના અમરોલી રહેતા પરિવારને ત્યાં આવતી જતી હતી.જ્યાં એક પરિવારની જેમ ભળી જતા ઘરના અન્ય સભ્યોને પણ તેણી પર આંધળો વિશ્વાસ થઈ ગયો હતો. વિશ્વાસ અને ભરોસો કેળવી ભાવનાએ પરિવારની સગીર વયની દીકરીને નાસ્તો કરાવવાના બહાને બહાર લઈ ગઈ હતી.જે બાદ કાપોદ્રા ખાતે રહેતા શહેરના નામી બિલ્ડર કિશોર ડાયાની ને સોંપી દીધી હતી.જે બાદ બિલ્ડર એ સગીરાને ઓલપાડ સ્થિત મિત્રના એક ફાર્મ હાઉસ પર લઈ ગયો હતો.સગીરા ફાર્મ હાઉસમાં આંટાફેરા મારી રહી હતી ,તે વેળાએ કોલ્ડ્રીંક્સ માં કેફી પીણું પીવડાવી બેભાન કરી દીધી હતી.જે બાદ સગીરા પર બિલ્ડર કિશોર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટના અંગે સગીરાને સમગ્ર હકીકત પરિવારજનોને જણાવી હતી.જેને લઇ પરિવારે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પરિવારની ફરિયાદના આધારે પોલીસે ભાવના અને બિલ્ડર કિશોર ડાયાની સામે પોસ્કો એક્ટ ની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.દરમ્યાન હાલ જ થોડા દિવસ અગાઉ અમરોલી પોલીસે ભરૂચ રહેલી ભાવના નામની મહિલા આરોપીની ધરપકડ કરી હતી.જે મહિલા આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા જ્યુડિશયિલ કસ્ટડી હેઠળ મોકલી આપવામાં આવી હતી.જ્યારે બિલ્ડર કિશોર ડાયાની ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસ પકડથી દૂર કિશોર ડાયાની ને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા.જ્યાં પોલીસ પકડથી બચવા નાસ્તા ફરતા આરોપી અને શહેરના નામી બિલ્ડર કિશોર ડાયાની ની અમરોલી પોલીસે ધરપકડ કરી હતી.જ્યાં આરોપીની ધરપકડ.કરી વધુ તપાસ અમરોલી પોલીસે હાથ ધરી છે. બાઈટ :રાકેશ બારોટ (ડીસીપી સુરત પોલીસ) વી ઓ 2 :મહત્વ નું છે કે ભોગ બનનાર સગીરા અને.તેનો પરિવાર મૂળ ઝારખંડનો વતની છે.ભાવના નામની મહિલાએ પરિવારને વિશ્વાસ અને ભરોસા નો લાભ ઉઠાવી સગીરાને બિલ્ડર સમક્ષ સોંપી દીધી હતી.જ્યાં બિલ્ડરે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.જો કે સગીરા પર દુષ્કર્મ કેસમાં અન્ય કોઈ આરોપી શામેલ છે કે કેમ તેની વધુ તપાસ અમરોલી પોલીસે હાથ ધરી છે. .... સુરત બ્રેક સગીરા પર બળાત્કાર કરનાર બિલ્ડર કિશોર ડાયાણી પકડાયો અમરોલી પોલીસે બિલ્ડર વિરુદ્ધ નોંધ્યો હતો ગુનો બિલ્ડરને સગીરા સપ્લાય કરવામાં ભાવના નામની યુવતીની ધરકડ કરવામા આવી હતી ભાગતા ફરતા બિલ્ડર કિશોરની પોલીસે ધરપકડ કરી છે પરિવારની સંગીરાને નાસ્તો અને શોપિંગ કરવાના બહાને બહાર લઈ ગઈ હતી સગીરાને પટાવી ફોસલાવીને ભાવનાએ આગોતરા આયોજન મુજબ ઓલપાડના ફાર્મહાઉસમાં લઈ ગઈ હતી બીજી તરફ ફાર્મના રૂમમાં કિશોર ડાયાણીએ કેફી પીણું પીવડાવીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું આ ચકચારી બનાવમાં અમરોલી પોલીસે ભાવના બાબરીયાની ધરપકડ કરી હતી
13
comment0
Report
KBKETAN BAGDA
Aug 19, 2025 13:06:04
Amreli, Gujarat:
FOR VIRAL સ્લગ - કોંગ્રેસ નું જય શ્રી રામ લોકેશન - કેતન બગડા રિપોર્ટર - કેતન બગડા ફોર્મેટ - પેકેજ એપૃલ - ડેસ્ક તારીખ - 19/8/25 એન્કર....... વિધાનસભાના પૂર્વ નેતા વિપક્ષ અને દિગ્ગજ કોંગ્રેસી પરેશ ધાનાણી પરિવાર દ્વારા અમરેલીના શ્રીરામજી મંદિરના પૂજારીના રમુદાદા ના જર્જરિત અને જોખમી રહેણાંક નુ સ્વ ખર્ચે નવિનિકરણ કરાવી પુજારી ને સમર્પિત કર્યું હતું.. અમરેલીના રામજી મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે અમરેલીના રામજી મંદિર ના વિકાસ માટે પાંચ લાખની ગ્રાન્ટ પણ ફાળવી હતી. વિઓ - 1 અમરેલીના રામજી મંદિરનો ઇતિહાસ અઢીસો થી ત્રણસો વર્ષ પુરાણો છે.. આ મંદિરના પુજારી તરીકે ૮૫ વર્ષ ના વૃધ્ધ રમુદાદા રામજી મંદિરના એક અતિશય જર્જરિત અને જોખમી મકાનમાં વર્ષો થી રહેતા હતા.. આ વાત પરેશ ધાનાણી ના ધ્યાન પર આવતા તેમના પરિવાર અને મિત્રો દ્વારા આ જર્જરિત મકાન નુ નવિનિકરણ કરવામાં આવ્યુ.. આજે આ મકાન પરેશ ધાનાણી પરિવાર દ્વારા પુજારી રમુદાદા ને સમર્પિત કરવામાં આવ્યું.. સાથે જ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ રામજી મંદિરના વિકાસ માટે ફાળવવામાં આવી છે... આજે યોજાયેલ એક કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો તેમજ અમરેલીની વિવિધ સેવાકીય અને હિંદુવાદી સંસ્થાઓ ના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. બાઈટ - 1 - પરેશ ધાનાણી - પુર્વ નેતા વિપક્ષ ફાઇનલ વિઓ....... અમરેલીના રામજી મંદિર ખાતે યોજાયેલ આ કાર્યક્રમ થકી કોંગ્રેસ દ્વારા એક એવો રાજકીય મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે પ્રભુ શ્રીરામ સહુ ના છે.. આજે આયોજીત આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ જય જય શ્રી રામ ના નારા લગાવી વાતાવરણ રામમય બનાવી દીધુ હતું... સાથે જ સ્થાનિક રામજી મંદિર એટલે કે ગામના ચોરા ને પણ મહત્ત્વ આપવા અનુરોધ કર્યો હતો. રિપોર્ટર - કેતન બગડા અમરેલી
13
comment0
Report
PSPramod Sharma
Aug 19, 2025 12:34:59
Noida, Uttar Pradesh:
*मिनीं मुम्बई में दो युवतियां का सड़क पर भिड़ंत का वीडियो वायरल* - इंदौर में दो युवतियों में हुई सड़क पर लड़ाई... - सोशल मीडिया पर जमकर हो रहा है यह दोनों युवतियों का वीडियो वायरल... - थाना परदेशीपूरा के मालवा मिल क्षेत्र के परदेशीपुरा में दो युवतियों के बीच हुए आपसी विवाद का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है... - विवाद की वजह अभी तक पता नहीं चल पाई है, लेकिन वीडियो में दोनों युवतियां एक-दूसरे के साथ मारपीट करती हुई दिखाई दे रही हैं।
12
comment0
Report
AKAshok Kumar
Aug 19, 2025 12:02:52
Junagadh, Gujarat:
જુનાગઢ હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં આપ્યું વરસાદનું રેડ એલર્ટ રેડ એલર્ટના પગલે જિલ્લા કલેકટર દ્વારા જટાશંકર જવા પર મુકાયો પ્રતિબંધ ગિરનાર પર્વતમાં આવેલ છે જટાશંકર મહાદેવનું મંદિર ભારે વરસાદની આગાહીને પગલે લોકોની સલામતીને ધ્યાનમાં રાખી કલેક્ટર દ્વારા લેવાયો નિર્ણય બે દિવસ પહેલા ભારે વરસાદ પડેલ જેમાં પૂરના પાણીમાં જટાશંકર જંગલ વિસ્તારમાં ફસાયા હતા લોકો જિલ્લા કલેકટર દ્વારા વિલીંગ્ડન ડેમ દામોદર કુંડ ખાતે પણ રેડ એલર્ટ આપી લોકોને બિન જરૂરી ન જવા અપીલ કરવામાં આવી
14
comment0
Report
AKArpan Kaydawala
Aug 19, 2025 12:00:07
Ahmedabad, Gujarat:
નોંધઃ amc બિલ્ડીંગના ફાઈલ શોટ લેવા અમદાવાદ brts સેવાના નામે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર વર્ષોથી મોટી મોટી વાતો કરે છે. પણ પશ્ચિમ તરફના મર્યાદિત વિસ્તારોના બાદ કરતા શહેરમાં આવેલા મોટાભાગના brts કોરિડોર ભગવાન ભરોષે છે. કારણકે brts કોરીડોરમાં ખાનગી વાહનોના પ્રવેશને રોકવા માટે લગાવવામાં ઓટોમેટિક ગેટ મહત્તમ સ્થળે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. પશ્ચિમ તરફના કોરિડોરના અમુક સ્થળ એવા છે કે જ્યાં ઓટોમેટિક ગેટ કાર્યરત જણાયા, પણ નદીની બીજી તરફ એટલે કે ખોડિયાનગરથી દાણીલીમડા થઇ ચંડોળા તરફના કોરિડોરમાં તો મહત્તમ ગેટ કામ કરતા જ નહતા. પરિણામે ખાનગી વાહનોને જાણે કે મોકળું મેદાન મળ્યું કોરીડોરમાં જ વાહન ચલાવવા માટેનું. ઝી 24 કલાકે પ્રથમ ચેક કર્યું નહેરુનગરથી પાંજરાપોળ તરફના brts કોરિડોરની. જ્યાં આ ઓટોમેટિક ગેટ યોગ્ય રીતે કામ કરતા જણાયા. જુઓ આ દ્રશ્યો. અહીંયા ખાનગી વાહનોને કોરીડોરમાં આવતા રોકવા લગાવાયેલા ગેટ યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. આ ઉપરાંત અંજલિ તરફથી ચંદ્રનગર તરફ જવાના રૂટ પર આ ગેટની સ્થિતિ મિશ્ર જોવા મળી. એક તરફનો ગેટ કાર્યરત હતો તો એક તરફનો બિનકાર્યરત. -------------------- પણ સૌથી ગંભીર સ્થિતિ ત્યારે જણાઈ જયારે ઝી 24 કલાક પહોંચ્યું ખૉડીયારનગરથી દાણીલીમડા થઇ ચંડોળા તળાવ તરફના રૂટ પર. ખોડિયારનગર સ્ટેશન પાસેના ગેટ પણ. જાણે કે શોભાના ગાંઠિયા સમાન જણાયા. જ્યાં brts amts બસ ની પાછળ ખાનગી વાહનો કોઈપણ રોકટોક વગર પસાર થતા જણાયા. ----------------- હવે જુઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભા કરતા દાણીલીમડા brts સ્ટેશનના આ દ્રશ્યો. અહીંયા તો આ કોરિડોર જાણેકે કે રેસિંગ ટ્રેક છે. બંને તરફના ઓટોમેટિક ગેટ કાર્યરત ન હોવાથી ખાનગી વાહોને અહીંયા રોકવા વાળું કોઈજ નથી. આ કોરીડોરમાં તો પોલીસ વાહનો પણ પસાર થતા જોવા મળે છે. સ્ટેશન માંથી ઉતારતા મુસાફરો જયારે કોરિડોર ક્રોસ કરે છે તયાતે પુરઝડપે આવતા ખાનગી વાહનો મોટો અકસ્માત સર્જી શકે છે. જુઓ આ વિવિધ દ્રશ્યો. Wkt
12
comment0
Report
AKAshok Kumar
Aug 19, 2025 11:48:48
Junagadh, Gujarat:
માંગરોળમાં ધોધમાર વરસાદને લઈને મુશ્કેલી સુલતાનપુર ભાટગામ નો રસ્તો થયો બંધ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા વાહન ચાલકોને પડતી પારાવાર મુશ્કેલી બંને ગામો વચ્ચેનો સંપર્ક તૂટ્યો ગોઠણસમા પાણીમાંથી લોકો થઈ રહ્યા છે પસાર બાઈટ કમલેશભાઈ વાહન ચાલક બાઈટ પીથા ભાઈ ખેડૂત બાઈટ રાકેશભાઈ ગોહેલ રાહદારી જુનાગઢ માંગરોળ માં સવાર થી ભારે વરસાદ માંગરોળ કેશોદ રોડ ઉપર ભરાયા પાણી વલ્લભ ગઢ નજીક ખેતરો માંથી પાણી રસ્તા પર ફરી વળ્યા ગોઠણ ડૂબ પાણીને લઈને વાહન ચાલકો મુશ્કેલી માં મુકાયા રોડ ઉપર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા વોક થ્રુવ અશોક બારોટ જુનાગઢ
14
comment0
Report
ARAlkesh Rao
Aug 19, 2025 11:45:06
Vaghrol, Gujarat:
નોંધ-ફીડ LIVEU થી આપેલ છે. સ્લગ-દલિત બનાસકાંઠા જિલ્લાના આલવાડા ગામે આઝાદીના આટલા વર્ષો બાદ ગામમાં પહેલી વાર અનુસુચિત જાતિના લોકોને હેર સલૂનમાં પ્રવેશ આપીને તેમના વાળ કાપતાં અનુસૂચિત જાતિના લોકોને ખરા અર્થમાં આઝાદી મળી છે.વર્ષોથી ગામમાં દુકાન ચલાવતા નાઈ ભાઈઓ અનુસુચિત જાતિના લોકોના દાઢી કે વાળ કાપતાં ન હતા જેને લઈને અનુસૂચિત જાતિના લોકો અપમાનજનક મહેસુસ કરતા હતા અને તેમને પોતાના ધંધા રોજગાર છોડીને 25 કિલોમીટર ધાનેરા શહેરમાં વાળ કપાવવા જવું પડતું હતું જોકે ગામમાં એક કાતરે જાતિય ભેદભાવને હંમેશા માટે કાપી દઈને ગામના જુના જાતિ ભેદભાવને તિલાંજલિ આપતા અનુસૂચિત જાતિના લોકો વટભેર પોતાના ગામમાં જ નાઈઓ ભાઈઓ જોડે પોતાના વાળ કપાવીને ગર્વ વ્યક્ત કરી રહ્યા છે તો નાઈ ભાઈઓની પણ આવક વધતા તેઓ પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.જેથી ગામમાં ભાઈચારો ફેલાયો છે. તમને ભલે સાંભળીને હેરાની થાય પણ ગુજરાતના બનાસકાંઠાના ધાનેરા તાલુકાના આલવાડા ગામમાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગામના નાઈ ભાઈઓ દ્વારા ગામના અનુસૂચિત જાતિના લોકોના વાળ કાપવા ઉપર પ્રતિબંધ હતો,જેથી ગામના અનુસૂચિત જાતિના લોકોને પોતાના વાળ કપાવવા માટે ગામથી 25 કિલોમીટર દૂર ધાનેરા જવું પડતું હતું જેથી તેમનો સમય બગડતો હતો અને તેમને વધુ ખર્ચ થતો હતો.જોકે હવે આઝાદીના આટલા વર્ષો બાદ ગામના અનુસૂચિત જાતિના વાળ ગામના નાઈઓ દ્વારા કાપી આપવાની શરૂઆત કરતા ગામમાં ખુશી ફેલાઈ છે..છેલ્લા આઠ દશકથી ગામમાં અનુસૂચિત જાતિના લોકોના વાળ કાપવા ઉપર પ્રતિબંધ હતો જોકે આઝાદીના 79 વર્ષ બાદ ગામમાં એક કાતરે ગામના જાતિગત પૂર્વગ્રહને હંમેશ માટે કાપી ખતમ કરી દઈને ગામમાં ખુશીની લહર પ્રસરાવી છે.તો ગામમાં કેવો હતો પ્રતિબંધ અને કેવી રીતે ગામમાં ભાઈચારો ફેલાયો તેની વાત કરીએ તો ધાનેરાના આલવાડા ગામમાં 6500 લોકોની વસ્તી છે અને તેમાંય 250 લોકો અનુસૂચિત જાતિના ગામમાં વર્ષોથી રહે છે. જ્યાં ગામમાં જાતિય ભેદભાવના કારણે ગામમાં અનુસૂચિત જાતિના લોકોના વાળ કાપવા ઉપર પ્રતિબંધ હોવાથી તેમને વાળ કપાવવા હોય તો કોઈ પથ્થર તોડવા કરતા પણ મુશ્કેલ લાગતું હતું ગામમાં નાઈની એકપણ દુકાનમાં તેમને પ્રવેશ આપવામાં આવતો નહિ જેના કારણે તેમને અપમાનજનક સ્થતિમાં મૂકાવવું પડતું હતું.ગામના અનુસૂચિત જાતિના વિધાર્થીઓના પણ વાળ ગામમાં કોઈ કાપતું ન હોવાથી વિધાર્થીઓને પણ સ્કૂલ માંથી વારંવાર ઠપકો સાંભળવો પડતો હતો જોકે અનુસૂચિત સમાજના લોકોને પોતાના અને પોતાના બાળકોના વાળ કપાવવા માટે 25 કિલોમીટર ધાનેરા અથવા તો પાંથાવાડા પોતાના ધંધાના અને ખેતીના કામ પડતા મૂકીને જવું પડતું હતું તો વિદ્યાર્થીઓને પણ સ્કૂલમાં રજા મુકાવીને લઈ જવા પડતા હતા જેથી બાળકોનો અભ્યાસ બગડતો હતો તો વાલીઓનો સમય બગડતો અને ખર્ચ પણ વધુ થતો હતો.જોકે ગામમાં તેમના વાળ કોઈ કાપતું ન હોવાથી તેવો આઝાદીના આટલા વર્ષો બાદ પણ પોતાને ગુલામ સમજતા હતા , જોકે આ પરિસ્થિતિના કારણે ગામના અનુસૂચિત જાતિના લોકો પોતાને હીન કક્ષાના હોવાનું મહેસુસ કરતા હતા જોકે ગામના જાગૃત યુવાનો દ્વારા ગામના નાઈ ભાઈઓ અને ગામના 7 ઓગસ્ટના અનુસૂચિત જાતિના લોકો વચ્ચે સમાધાન કરાવી વર્ષોથી ચાલી આવતી અનુસૂચિત જાતિના લોકોના વાળ ન કાપવાની પરંપરાને તિલાંજલિ આપવાનું સમજાવતા ગામના નાઈઓ ભાઈઓએ જાતિગત ભેદભાવ ઉપર કતાર મારીને ભેદભાવને કાપી દીધા હતા અને ગામના અનુસૂચિત જાતિના લોકોના વાળ પોતાની દુકાનોની અંદર કાપવાનું શરૂ કરતાં ગામના અનુસૂચિત જાતિના લોકો ઉપર ખુશી ફેલાઈ હતી તેમની વર્ષો જૂની વેદનાનો અંત આવતા તેમને ખરા અર્થમાં સ્વતંત્રતા દિવસ પહેલા આઝાદી મળી હતી તો બીજી તરફ ગામના અનુસૂચિત જાતિના લોકો ગામના વાળંદોની દુકાનોમાં પોતાના વાળ કપાવવા આવતા નાઈ ભાઈઓની પણ આવક વધતા તેમને પણ ખુશી વ્યક્ત કરી છે તો આ એક નિર્ણયથી ગામમાં જાતિમય ભેદભાવ ખતમ થઈ જતા ગામમાં ભાઈચારો ફેલાયો છે. બાઈટ-1-દિલીપભાઈ નાઈ-દુકાનદાર -હિન્દી ગુજરાતી બાઈટ ( અમારા ગામમાં વર્ષોથી અનુસુચિત જાતિના લોકોના વાળ કાપવા ઉપર પ્રતિબંધ હતો જે અમે હવે હટાવી લીધો છે..અમારી આવક પણ વધી છે. બાઈટ-2-દિનેશભાઇ નાઈ-દુકાનદાર-હિન્દી ગુજરાતી બાઈટ (વર્ષોથી પરંપરા હતી એટલે અમે એમના વાળ કાપતાં ન હતા. પણ હવે અમે તેમના વાળ કાપીએ છીએ ,ભાઈચારો થતા અમને ખુશી) ટિકટેક વિથ -ઉત્તમભાઈ ચૌહાણ -વાળ કપાવવા આવેલ અનુસૂચિત સમાજનો યુવક ( હું અહી વાળ કપાવવા આવ્યો છું પહેલા અમારા વાળ ગામમાં કાપતાં ન હતા અમને બહુ દુઃખ થતું હતું અમારે વાળ કપાવવા માટે ધાનેરા જવું પડતું હતું અમારા બાળકોને પણ સ્કૂલમાં ઠપકો મળતો હતો બાળકોનો અભ્યાસ બગડતો હતો અમારે સમય અને ખર્ચ વધતો હતો અમે ગુલામની જેમ રહેતા હતા જોકે હવે ગામના નાઈ ભાઈઓ અમારા વાળ કાપતાં અમને બહુ ખુશી છે.) બાઈટ-3-ઉત્તમભાઈ ચૌહાણ-હિન્દી ગુજરાતી બાઈટ (દેશ આઝાદ થયો પણ અમે ગુલામ જ હતા અમારા વાળ કોઈ કાપતું ન હતું અમારે 25 કિલોમીટર દૂર જવું પડતું હતું..ખુબજ દુઃખ થતું હતું) બાઈટ-4-સુરેશભાઈ ચૌધરી -સરપંચ પતિ -હિન્દી ગુજરાતી બાઈટ ( ગામમાં વર્ષોથી પ્રથા હતી પણ અમે ગામના યુવાનોએ સાથે બેસીને નિરાકરણ લાવતા હવે અનુસૂચિત જાતિના લોકોના વાળ નાઈ ભાઈઓ કાપી રહ્યા છે ગામમાં ભાઈચારો છે) બાઈટ-5-ઈશ્વરભાઈ ચૌહાણ-હિન્દી ગુજરાતી બાઈટ (અમને આઝાદીના આટલા વર્ષો બાદ પણ આઝાદી મળી ન હતી.કોઈ અમારા વાળ ન કાપે ભેદભાવ કરે બાળકો પણ અમને સવાલો કરે અમારે શુ કરવું એ જ સમજાતું ન હતું.) બાઈટ-6-છોગાભાઈ ચૌહાણ-ગુજરાતી બાઈટ ( અમારી જિંદગી જતી રહી ,વાળ કપાવવા હોય તો અમને ચિંતા થતી ક્યાં જઈને અમારે વાળ કપાવવા બહુ તકલીફ હતી ) બાઈટ-7-મુકેશભાઈ ચૌહાણ -હિન્દી બાઈટ ( અમને હવે ગુલામી માંથી આઝાદી મળી છે અમે હવે વટ સાથે વાળ કપાવવા ગામની દુકાનમાં જઈ શકીએ છીએ) અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
14
comment0
Report
AKAshok Kumar
Aug 19, 2025 11:35:48
Junagadh, Gujarat:
જુનાગઢ....માંગરોળ દરિયામાં ભારે કરંટ માંગરોળ દરિયામાં જોવા મળ્યો કરંટ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લાગુ સાગરખેડુઓને માછીમારી પર પ્રતિબંધ સુરક્ષાના ભાગરૂપે સાવચેતી રાખવા તંત્ર દ્વારા કરાય છે અપીલ માછીમારોને સાવચેત રહેવાની કરાય રહી છે અપીલ બોટને પણ સલામત સ્થળે લાંગરી દેવામાં આવી કરવા પણ અપાઈ છે સૂચના વોક થ્રુવ અશોક બારોટ જુનાગઢ માંગરોળ
14
comment0
Report
DPDhaval Parekh
Aug 19, 2025 11:35:34
Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : સ્ટોરી આઈડિયા સ્લગ : NVS MARKET VIRODH નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 19 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : નવસારીના કલાકારો માટે વર્ષોથી એક સસ્તું અને ઉપયોગી પ્લેટફોર્મ રંગ વિહાર નવનિર્માણ થયા બાદ બિનઉપયોગી સાબિત થયો અને મહાનગર પાલિકાના ગોડાઉનમાં તબદીલ થયો હતો. જોકે સુધારા સાથે ફરી રંગ વિહાર શરૂ થાય એવી કલાકારોની વર્ષોની આશા નિરાશામાં બદલાશે, કારણ મહાનગર પાલિકા રંગ વિહારનું અસ્તિત્વ ભુંસી કરોડોના ખર્ચે શાકભાજી માર્કેટ બનાવવા જઈ રહી છે. ત્યારે નવસારીના કલાકારોનું દિલ દુભાયું છે. વી/ઓ : નવસારી નગર પાલિકા દ્વારા વર્ષો અગાઉ નવસારીના ઉભરતા કલાકારોને એક વ્યવસ્થિત પ્લેટફોર્મ મળી રહે એવા ઉદ્દેશ્ય સાથે શહેરની શાકભાજી માર્કેટ પાછળ રંગ વિહાર ઓપન એર થિયેટર બનાવ્યુ હતું. જેમાં ભારતના નામી સંગીતકાર, નાટ્યકાર દ્વારા પોતાની કલાનો ઓજસ પણ પથરાયો હતો. શહેરની શાળાના, સમાજના વાર્ષિક સમારંભો પણ અહીં નજીવા ભાડે થઈ જતા હતા. જ્યારે શહેરના નાટ્યકારો, સંગીતકારો, સાહિત્યકારોને સુવિધાયુક્ત અને સસ્તા દરે મળતો રંગ વિહાર ખૂબ ઉપયોગી સાબિત થયો હતો. જોકે કાળક્રમે રંગ વિહારને રિનોવેટ કરવાની જરૂર જણાતા વર્ષ 2015-16 માં 2.67 કરોડના ખર્ચે રંગ વિહારને સંપૂર્ણ રીતે નવો બનાવવામાં આવ્યો અને વર્ષ 2019 માં તેનું નવસારીના સાંસદ સી. આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ નવા રંગ વિહારમાં સંગીત, નાટક જેવા કાર્યક્રમો કરવા શક્ય ન બન્યા, જેનું કારણ એનો નાનો મંચ અને યોગ્ય સુવિધાઓનો અભાવ. નવસારી પાલિકામાં કલાકારોની વારંવારની રજૂઆતોમાં સુધારો કરવાના આશ્વાસન મળ્યા, પણ તત્કાલીન શાસકો રંગ વિહારને કલાકારો ઉપયોગ કરી શકે એવી કોઈ વ્યવસ્થા કરી ન શક્યા, જોકે કલાકારોને આશા હતી કે રંગ વિહારમાં મોડે વહેલે સુધારો થશે. પરંતુ રંગ વિહાર પહેલા નવસારી પાલિકા અને હવે નવસારી મહાનગર પાલિકાનું ગોડાઉન માત્ર બનીને રહી ગયો છે. જેથી મહાનગર પાલિકા દ્વારા રંગ વિહારને સંપૂર્ણ તોડીને તેની જગ્યાએ શાકભાજી માર્કેટ બનાવવાનો પ્લાન ઘડ્યો છે અને તેને માટે 3.52 કરોડ રૂપિયાનું ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે. જેથી નવસારીના કલાકારોની લાગણી દુભાઈ છે. કારણ વર્ષો સુધી તેમની પ્રતિભાને લોકો સમક્ષ રજૂ કરવાનું સારૂ અને સસ્તું માધ્યમ રંગ વિહાર રહ્યો હતો. રિનોવેશન બાદ શરૂ ન થયો, તો રજૂઆતો પણ કરી, પણ હવે રંગ વિહાર તોડીને શાકભાજી માર્કેટ બનાવવાની વાત તેમના ગળે ઉતરતી નથી. બીજી તરફ કોંગ્રેસી આગેવાનો પૂર્વ શાસકો સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરી, રંગ વિહારને બદલે શાકભાજી માર્કેટ નવસારીના કલાકારોને અન્યાય ગણાવી રહ્યા છે. બાઈટ : પંકજ પારેખ, ગાયક/સંગીતકાર, નવસારી બાઈટ : દીપક બારોટ, પૂર્વ પ્રમુખ, શહેર કોંગ્રેસ, નવસારી વી/ઓ : નવસારી મહાનગર પાલિકા કચેરી નીચે પણ વર્ષોથી મોટી શાકભાજી માર્કેટ ચાલે છે. જ્યારે બહારની તરફ ખુલ્લી જગ્યામાં પણ સેંકડો વેપારીઓ શાકભાજી અને ફળ વેચે છે. જોકે ચોમાસામાં તેમણે પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે બહાર ખુલ્લામાં બેસતા શાકભાજી કે ફળ વેચતા વેપારીઓને પણ સુવિધાયુક્ત શાકભાજી માર્કેટ મળે એવા હેતુથી અને છેલ્લા થોડા વર્ષોથી બંધ પડેલા બિનઉપયોગી રંગ વિહારની જગ્યાએ ઉપયોગી શાકભાજી માર્કેટ બનાવવાનું આયોજન છે. બાઈટ : દેવ ચૌધરી, કમિશ્નર નવસારી મહાનગર પાલિકા, નવસારી વી/ઓ : રંગ વિહાર ઓપન ઓડિટોરિયમ વર્ષોથી નવસારીની ઓળખનો એક ભાગ રહ્યો, પણ પૂર્વ શાસકોના પ્લાનિંગ વગરના બાંધકામને કારણે કલાકારોને માટે બિનઉપયોગી બન્યો અને ખંડર બની રહ્યો, હવે મહાનગર પાલિકાએ રંગ વિહારનું અસ્તિત્વ મિટાવી શાકભાજી માર્કેટ બનાવવાની તૈયારી કરી છે. ત્યારે અઢી કરોડથી વધુ ટેક્સના રૂપિયા પાણીમાં જતા લોકોમાં શહેરીજનોમાં શાસકો અને અધિકારીઓની કામગીરી સામે ફિટકાર વરસી રહ્યો છે.
14
comment0
Report
BPBurhan pathan
Aug 19, 2025 10:49:20
Anand, Gujarat:
એન્કરઃ આણંદનાં બાકરોલમાં તળાવનાં વોકવે પર વોકીંગ માટે ગયેલા આણંદ નગરપાલિકાના પૂર્વ નગર સેવક અને સામાજીક કાર્યકર પર તીક્ષ્ણ હથીયારનાં ધા ઝીંકી કરપીણ હત્યા કરવાની ધટનાને લઈને ચકચાર મચી જવા પામી છે.આ બનાવ અંગે વલ્લભવિદ્યાનગર પોલીસે અજાણ્યા હત્યારાઓ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વીઓઃ આણંદનાં બાકરોલ ખાતે રહેતા અને નગરપાલિકાનાં પૂર્વ નગરસેવક અને સામાજીક અગ્રણી ઈકબાલ મલેક ઉર્ફે બાલો આજે સવારે નિત્યક્રમ મુજબ બાકરોલનાં ગોયા તળાવ ખાતેનાં વોકવે પર વોકીંગ કરવા માટે ગયા હતા અને તેઓએ વોકવેનાં બે રાઉન્ડ પૂર્ણ કર્યા બાદ ત્રીજા રાઉન્ડનો પ્રારંભ કર્યો હતો ત્યારે અજાણ્યા હત્યારાઓએ ઈકબાલ ઉર્ફે બાલો પર હુમલો કરી તેઓને્ પેટ અને ગળાનાં ભાગે તિક્ષ્ણ હથીયારનાં ધા ઝીંકી કરપીણ હત્યા કર્યા બાદ હત્યારાઓ નજીકનાં ગેટ પાસેની દિવાલ કુદી ભાગી છુટયા હતા. બાઈટઃ જે.એન પંચાલ (ડીવાયએસપી) વીઓઃ હત્યારાઓએ એટલી ક્રુરતા પૂર્વક છરા જેવા તીક્ષ્ણ હથીયારનાં ધા ઝીંકયા હતા કે ગળાનો ભાગ કપાઈ ગયો હતો તેમજ પેટમાંથી આંતરડા પણ બહાર આવી ગયા હતા તેમજ આંતરડાનાં ટુકડા કપાઈને બાજુમાં પડયા હતા,ઈકબાલ ઉર્ફે બાલોએ પણ હત્યારાઓનો સામનો કરતા તિક્ષ્ણ હથીયાર પકડી લેવાનાં કારણે તેઓની આંગળીઓ પણ કપાઈ ગઈ હતી,લગભગ સાત થી સાડા સાત વાગ્યાનાં સુમારે બનેલી હત્યાની ધટના અંગે સવારે આઠ વાગ્યાનાં સુમારે લોકોને જાણ થતા લોકોનાં ટોળેટોળા ધટના સ્થળે ઉમટી પડયા હતા,ધટનાની જાણ થતા વલ્લભવિદ્યાનગર પોલીસ તેમજ ડીવાયએસપી એલસીબી સહીતનો પોલીસ કાફલો ધટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકનાં મૃતદેહને પેનલ ડોકટર પોસ્ટમોર્ટમ માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં ખસેડયો હતો.વલ્લભવિદ્યાનગર પોલીસે આ બનાવ અંગે અજાણ્યા હત્યારાઓ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વીઓઃ આ ધટનાને લઈને કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ,નગરપાલિકાનાં વિપક્ષનાં પૂર્વ નેતા સહીત અગ્રણીઓ ધટના સ્થળે દોડી આવ્યા હતા અને લોકોની ભારે ભીડ પણ એકત્ર થઈ જવા પામી હતી,જો કે હત્યા પાછળ અંગત અદાવત,પૈસાની લેતીદેતી જમીન કે અન્ય કોઈ કારણ હોઈ શકે તેને લઈને પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી હાલમાં જુદી જુદી થીયરી પર તપાસ હાથ ધરી છે, તેમજ ડોગ સ્ક્વોર્ડ અને એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી,હત્યાનો ભોગ બનનાર ઈકબાલ ઉર્ફે બાલો બાકરોલ પંથકમાં પ્રભુત્વ ધરાવતો હતો અને આગામી મહાનગરપાલિકાની ચુંટણીમાં તે કોંગ્રેસનો મજબુત ઉમેદવાર હતો ,ત્યારે ઈકબાલ ઉર્ફે બાલોની હત્યાએ ચકચાર મચાવી છે,અને હત્યાની ઘટના પાછળ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
13
comment0
Report
Independence Day
Advertisement
Back to top