Back
ગણેશ પંડાલોમાં ચોરીથી ભક્તોમાં રોષ, પોલીસે ઝડપ્યા આરોપી!
CPCHETAN PATEL
Sept 03, 2025 09:45:35
Surat, Gujarat
એકર
શહેરના મહિધરપુરાના બેગમપુરા વિસ્તારમાં ગતરોજ મોડીરાત્રે 8 ગણેશ પંડાલોમાં એક સાથે ચોરી થતાં ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. બે અજાણ્યા શખ્સો દ્વારા રાત્રિના સમયે પંડાલોમાં ઘૂસીને પૂજાના સાધનો અને અન્ય કીમતી વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી. આ દરમિયાન તેઓએ દારૂખાના રોડ પર એક પંડાલમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ ખંડિત કરતા સવારે લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું. કોઈ અઘટિત ઘટના ન અને તે માટે બનાવની જાણ થતાંની સાથે જ સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ પોલીસની અલગ અલગ ટિમો સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.
વિઓ.1
મહિધરપુરા વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠેર ઠેર ગણેશજીની ધામધૂમથી સ્થાપના કરવામાં આવી છે. મોડીરાત્રે બે વાગ્યા સુધી શહેરીજનો આ તમામ વિસ્તારમાં ગણેશજીની મૂર્તિ જોવા અને દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. જોકે રાત્રે બેથી ત્રણ વાગ્યા બાદ લોકોની ભીડ ઓછી થતી હોય છે. શહેરમાં કોઈપણ અણબનાવ ન બને તે માટે શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. આ દરમિયાન ગતરોજ મહિધરપુરાના બેગમપુરા વિસ્તારમાં અજાણ્યા ચોર ઈસમો દ્વારા ગણેશ પંડાલોને નિશાન બનાવવામાં આવ્યા હતા. બેગમપુરામાં ગણેશ ઉત્સવ દરમિયાન સ્થાપિત કરવામાં આવેલા 8 ગણેશ પંડાલોને બંને ઈસમોએ નિશાન બનાવી ચોરી કરી હતી. જેમાં તેઓ પંડાલમાં પ્રવેશ્યા બાદ ચાંદીની મૂર્તિ, દીવા, રોકડ અને સાધનોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની આ ઘટના બાદ ભક્તોમાં ભારે રોષ ફેલાયો હતો. ચોરીની આ ઘટના દરમિયાન દારૂખાના રોડ પર એક જગ્યાએ ગણેશજીની મૂર્તિ ખંડિત પણ થઇ હતી. જેથી લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મહિધરપુરા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટિમો ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે. ફૂટેજમાં બે શખ્સો ચોરી કરતા નજરે પડ્યા છે. જેના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટેના પ્રયાસો શરુ કર્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આસપાસના તમામ વિસ્તારોમાં સઘન ચેકીંગ સાથે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તમામ પંડાલોમાં ચોરી કરનાર અને ગણેશજીની મૂર્તિ ખંડિત કરનાર આકાશ ઉર્ફે તાંબો ગોવિંદ દંતાણી અને સોહિલ સાંઈ દંતાણી નામના બંને ઈસમોને ચોરીના તમામ મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે.ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ ઘટના સ્થળે દોડી આવ્યાચોરીની ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય કાંતિભાઈ બલર અને સ્થાનિક કોર્પોરેટરો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે ભક્તોને શાંતિ જાળવવા અપીલ કરી અને પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ''''આવી પવિત્ર જગ્યાએ ચોરી થવી એ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે પોલીસને વિનંતી કરી છે કે તેઓ ઝડપથી આરોપીઓને પકડી પાડી કડકમાં કડક સજા આપે. જોકે પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ બંને ઈસમોને પકડી પાડ્યા છે.
લોકોએ ખંડિત થયેલી મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિ સ્થાપના કરી
મોડીરાત્રે ચોરી કરવા આવેલા તસ્કરોએ ગણેશજીની એક મૂર્તિને ખંડિત કરતા લોકોએ સવારે ખંડિત મૂર્તિને વિધિવત રીતે દૂર કરી પૂજા અર્ચના સાથે નવી મૂર્તિની સ્થાપના કરી હતી. ઉલ્લેખનીય છે કે જે જગ્યાએ ચોરીનો બનાવ બન્યો છે ત્યાં રાત્રિના 2 વાગ્યા સુધી તો લોકો બેઠા હતા. ત્યાર બાદ બંને ઈસમોએ આવી આ ચોરીને અંજામ આપ્યો હતો. માત્ર 50 મીટર નજીક આવેલી ચાર ગલીના ચાર મંડપમાં ચોરીની ઘટના બની છે. એક બાદ એક ગલીમાં જઈને દરેક ગણેશ મંડપમાં ચોરી કરવામાં આવી છે.
આ ઘટના ચોરીની છે, ધાર્મિક લાગણી દુભાવવાનો કોઈ ઈરાદો નથી : ડીસીપી રાઘવ જૈન
લોકોનો રોષ પારખી સમયસર ઘટના સ્થળે પહોંચી ગયેલી પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં લઇ લીધી હતી. આન મામલે ડીસીપી રાઘવ જૈને સ્પષ્ટતા કરી હતી કે આ ઘટના માત્ર ચોરીનો પ્રયાસ છે અને એનો કોઈ ધાર્મિક લાગણી દુભાવવાનો ઈરાદો નથી. તેમણે જણાવ્યું હતું કે “અમને જાણ થઈ છે કે ચોરી કરનારી વ્યક્તિ હિન્દુ સમાજમાંથી જ છે. આ ઘટના માત્ર ચોરીની છે, કોઈ ધાર્મિક તણાવ ઊભો કરવાનો ઈરાદો નથી. તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને શાંતિ જાળવે. પોલીસે આયોજકો, સ્થાનિક ધારાસભ્યો અને આગેવાનો સાથે પણ મુલાકાત કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી છે. આ બેઠકો બાદ સ્થાનિક લોકોએ ગણેશ પંડાલોમાં આરતી પણ કરી હતી. જે શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવવાનો સંકેત આપે છે. આ ઘટનાની વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
બાઇટ..રાઘવ જૈન..ડીસીપી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PAParakh Agarawal
FollowSept 03, 2025 11:37:20Ambaji, Gujarat:
યાત્રાધામ અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમના મેળાનો આજે ત્રીજો દિવસ છે ને હમણાં સુધી 10 લાખ શ્રદ્ધાળુઓ માં અંબેના દર્શન કરી ચુક્યા છે ત્યારે આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરએ પહોંચતા હોય છે ત્યારે સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થતા હોય છે તેને પહોંચી વાળવા બનાસકાંઠા પોલીસતંત્ર સજ્જ બન્યું છે ત્યારે આજે અચાનક અંબાજી મંદિર પરિષરમાં બૉમ્બ ડિટેક્ટિવ ડિસ્પોઝલ ટીમ (BDDS) તેમજ ડોગ સ્કોર્ડ દ્વારા અંબાજી મંદિર પરિષરના વિવિધ વિસ્તારોમાં સધન તપાસ હાથ ધરી હતી અને ફૂલછોડ હોય શ્રીફળ હોય કે અન્ય સામગ્રી હોય તે વિવિધ અત્યાધુનિક સાધનો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જોકે આ તપાસ કામગરી દરમિયાન કોઈ પણ જાતની શંકાસ્પદ વસ્તુ કે અન્ય ગેરકાયદેસર ચીજ વસ્તુ મળી આવેલ નથી તેમ મંદિર ઇન્ચાર્જ પોલીસ અધિકારી એ જણાવ્યું હતું
બાઈટ -1 કુણાલસિંહ પરમાર (DYSP,મંદિર સંકુલ ઇન્ચાર્જ)અંબાજી
3
Report
CPCHETAN PATEL
FollowSept 03, 2025 11:37:14Surat, Gujarat:
નેશનલ માર્કેટિંગ છે ઉપયોગમાં ન લેશો
સુરત ના હજીરા અને મગદલા ખાતે પોર્ટ શરૂ કરવાને લઈ સુરતના ધંધા રોજગારને ખૂબ જ વેગ મળ્યો છે ખાસ કરીને વાત કરીએ તો પેટ્રોલ, કેમિકલ,રસાયણો સહિતના અન્ય વસ્તુઓ દ્વારા ઈમ્પોર્ટન્ટ તથા એક્સપોર્ટ કરવામાં આવતો હોય છે જેને કારણે પૈસા અને સમય પણ બચત થાય છે
બાઈટ..નિખિલ મદ્રાસી..ચેમ્બર પ્રમુખ
0
Report
CPCHETAN PATEL
FollowSept 03, 2025 11:30:38Surat, Gujarat:
સુરત બ્રેકિંગ
સુરત શહેરમાં અલગ અલગ જોવા મળ્યા ગણેશ પદાળ
મોરાભાગળ વિસ્તારમાં આવેલ KK ગ્રુપ હોરર થીમ પર ભગવાન ગણેશને વીરાજ માન કરવામાં આવ્યા
આ થીમ જોવા દરરોજ 1500 કરતાં વધુ લોકોની ગણેશ પદાળ મુલાકાત લેછે
0
Report
PAParakh Agarawal
FollowSept 03, 2025 11:19:28Ambaji, Gujarat:
ભારત સરકારના સેવા,સુશાસન અને ગરીબ કલ્યાણ વિકસિત ભારતના 11 વર્ષ પૂર્ણ થતા સેન્ટર બ્યુરો ઓફ કોમ્યુનિકેશન પ્રાદેશિક કાર્યાલય પાલનપુર તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર દ્વારા યોજાયેલા ભાદરવી પૂનમના મેળામાં 5 દિવસીય મલ્ટી મીડિયા ફોટો પ્રદર્શન અને વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યું છે આ મલ્ટી મીડિયા ફોટો પ્રદર્શનને જિલ્લા કલેકટર દ્વારા રીબીન કાપી દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મુકવામાં આવ્યું હતું આ સાથે ભારત સરકારના 11 વર્ષની સેવા અંતર્ગત યોજાયેલા વિવિધ કાર્યક્રમોની સ્પર્ધામાં વિજેતા થયેલા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે સ્વચ્છ ભારત અભિયાન,પોષણ અભિયાન,એક ભારત શ્રેષ્ઠ ભારત,ફિટ ઇન્ડિયા અભિયાન જેવી સરકારની વીવીધ જનકલ્યાણકારી યોજનાઓ રાજ્ય તેમજ દેશના ખૂણે ખૂણે સુધી પહોંચે તે જુમ્બેશના ભાગરૂપે અંબાજીમાં આ પાંચ દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે સ્વચ્છતા અભિયાન, પ્લાસ્ટિક મુક્ત અભિયાન ને લઈ નાટિકા ભજવવા માં આવી હતી
બાઈટ-1 મિહિર પટેલ (જિલ્લા કલેકટર)બનાસકાંઠા
--
1
Report
NJNILESH JOSHI
FollowSept 03, 2025 11:19:23Vapi, Gujarat:
વલસાડ ડાંગના સાંસદે વાપીમાં લીધી ઓચિંતી મુલાકાત
સાંસદ ધવલ પટેલે વાપીની ESI હોસ્પિટલ લીધી મુલાકાત
ESI હોસ્પિટલ માં અમુક દર્દી ને પ્રાઈવેટ હોસ્પિટલ માં રેફર કરતા હોવાની મળી હતી ફરિયાદ
હોસ્પિટલમાં દર્દીઓ સાથે કરી વાતચીત
દર્દીઓને મળી રહેલ સુવિધા નું કર્યું નિરીક્ષણ
મળેલ રજૂઆતો ના આધારે અધિકારીઓ અને તબીબોને કર્યા જરૂરી સૂચન
હોસ્પિટલ ના ડેટાનો દર મહિને કરશે મોનિટર
કામદારોની આ વિશેષ હોસ્પિટલ માં વધુ ડોક્ટર મળવા જોઈએ:ધવલ પટેલ
હોસ્પિટલમાં વધુ સવલતો મળે તે માટે કેન્દ્રમાં કરશે રજૂઆત
બાઈટ - ધવલ પટેલ સાંસદ વલસાડ ડાંગ
4
Report
ARAlkesh Rao
FollowSept 03, 2025 11:19:05Vaghrol, Gujarat:
નોંધ-ફીડ FTP કરેલ છે.
FTP-0309 ZK BNK PATNI HATYA PKG
સ્લગ-પત્ની હત્યા
ક્યારેક સમાજમાં એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે ઘટનાઓ આપનું હૃદય કંપાવી દેતી હોય છે. કંઈક આવી જ ઘટના બનાસકાંઠા જિલ્લામાં બની છે..પરિવાર ના મોભીએજ પોતાના ઘરનો માળો વિખેરી નાખ્યો છે...બનાસકાંઠા જિલ્લામાં ઘર કંકાસનો કરુણ અંજામ સામે આવ્યો છે.અને ગરીબ પરિવારનો માળો વિખેરાતા ચાર બાળકો નોંધારા બન્યા છે...કેમ પતિ જ પત્નીનો હત્યારો બન્યો જોઈએ અમારા આ અહેવાલમાં
વાત છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલા ચંડીસર ગામની જ્યાં ગરીબ મજૂરી વર્ગના પરિવારમાં રોજના ઘર કંકાસે પરિવારના એક સભ્યનો જીવ લઈ લીધો છે. પતિ પોતે મજૂરી ન કરી પતિના પૈસા ઉપર જ મોજ શોખ કરતો હતો.ત્રણ દીકરીઓ અને એક દીકરો હોવા છતાં પતિ દિલીપ બાળકો કે પત્નીનું વિચાર્યા વિના માત્ર પોતાના મોજ શોખમાં જીવન ગુજારતો હતો. એટલું જ નહીં રોજ રોજ પત્ની પાસે પૈસા ની માગણી કરતો હતો.અને જો પત્ની પૈસા ન આપે તો તેને માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતો હતો.પરંતુ ત્રણ દીકરીઓ અને એક નાના પુત્રના ભવિષ્યની ચિંતા કરી પત્ની ચકુબેન આટલો ત્રાસ સહન કરીને પણ ઘર સંસાર મજૂરી કરી ચલાવતા હતા. પરંતુ રોજેરોજ હત્યારા પતિ દિલીપ ગાલવાડિયાનો ત્રાસ વધતો જતો હતો અને છેવટે પોતાના મોજશોખ માટે પત્નીએ પૈસા ન આપતા પતિએ પત્નીના માથામાં હથિયારના ઘા મારતા ગંભીર હાલતમાં પત્નીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મૃતક ચકુબેનના પરિજનોએ ગઢ પોલીસ મથકે હત્યા ની ફરિયાદ નોંધાવતા ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પતિ દિલીપ ગાલવાડીયાની અટકાયત કરી લીધી છે. પૈસા માટે પત્નીનું ઢીમ ઢાળી દેનારા પતિ સામે કડક કાર્યવાહી કરવાની મૃતકના પરિજનોએ માંગ કરી છે. મહત્વનું છે કે માતાનું મોત અને પિતા માતાની હત્યાના આરોપમાં જેલમાં જતા હવે ત્રણ દીકરીઓ અને એક દીકરો એટલે કે ચાર બાળકો સાવ નોધારા બની ગયા છે.
બાઈટ-1-રાહુલ ભાકોદરા પરિવારજન
રોજનો ઘરકંકાસ ક્યારેક પરિવારનો માળો વિખેરી નાખે છે કંઈક આવી જ ઘટના ચંડીસરના ગાલવાડીયા પરિવારમાં બની છે જે બાળકોના ભવિષ્ય માટે માતા રાત દિવસ મજૂરી કરી બાળકોને મોટા કરતી હતી તે પત્ની ની ખુદ તેના પતિએ જ હત્યા કરી નાખી.. એટલે તો કહેવાય છે કે ક્યારેક ગુસ્સામાં ભરેલું પગલું જીવન નો રસ્તો બદલી નાખતો હોય છે અને ઉશ્કેરાટમાં ભરેલું પગલું જિંદગી બરબાદ કરી નાખે છે.ત્યારે પત્ની ની હત્યાને લઇ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ ડીવાયએસપી બીએમ પરમારે કહ્યું કે પૈસાની માંગણી અને બાળકોનું કેમ ધ્યાન નથી રાખતી તે બાબતે પત્નીના માથામાં હથિયાર મારી પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે એટલું જ નહીં પત્નીના ખૂનના ડાઘાને સાફ કરી પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ હત્યારા પતિ દ્વારા કરવામાં આવ્યો હતો અને આ મામલે ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પતિ દિલીપ ગાલવાડીયાની ધરપકડ કરી લીધી છે હાલમાં સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
બાઈટ -2-બી.એમ. પરમાર, DYSP
અલકેશ રાવ-બનાસકાંઠા
મો-9687249834
5
Report
GDGaurav Dave
FollowSept 03, 2025 10:33:46Rajkot, Gujarat:
SLUG - 0309ZK_RJT_SMART_METER
REP - GAURAV DAVE
FEED - WHATSAPP
એન્કર - રાજકોટમાં ફરી એક વખત સ્માર્ટ મીટરને લઈને PGVCL સામે આરોપો લાગ્યા છે. PGVCL દ્વારા સ્માર્ટ મીટર ફરજીયાત નખાવા માટે લોકોને દબાણ કરતા હોવાનો આરોપ લાગ્યો છે. શહેરના લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા કુલદીપસિંહ નકુમને ઘરે ગઇકલે રાત્રીના લાઈટ ડુલ થઈ ગઈ હતી. જેથી તેને PGVCLમાં ફરિયાદ કરી હતી. જોકે ફરિયાદ નોંધાવ્યા બાદ PGVCLના કર્મચારીઓ ઘરે આવ્યા અને મિટરમાં ફોલ્ટ આવ્યો હોવાથી નવું સ્માર્ટ મીટર લગાવવા જણાવ્યું હતું. જોકે કુલદીપસિંહને સ્માર્ટ મીટર લગાવવું ન હોવા થી તેને ના કહી હતી. જોકે PGVCLના કર્મચારીઓ તેનો પ્રશ્ન હલ કરવાને બદલે સાહેબે સ્માર્ટ મીટર નાખવા જ કહ્યું છે તેમ કહી જતા રહ્યા હતા. કુલદીપસિંહ નકુમે કહ્યું હતું કે, લક્ષ્મીવાડી વિસ્તારમાં એક પણ ઘરમાં સ્માર્ટ મીટર ન હોઈ જેથી માટે સ્માર્ટ મીટરનો વિરોધ છે. અધિકારીઓ પાસે લેખિતમાં માગ્યું કે સ્માર્ટ મીટર ફરજીયાત છે તેવું લખાણ આપો પણ કોઈ આપવા તૈયાર નથી. 24 કલાક થી લાઈટ ન મળતા પરિવાર હેરાન પરેશાન છે.
બાઈટ - કુલદીપસિંહ નકુમ, ફરિયાદી
4
Report
GDGaurav Dave
FollowSept 03, 2025 10:33:39Rajkot, Gujarat:
SLUG - 0309ZK_RJT_VIRAL_STORY
REP - GAURAV DAVE
FEED - WHATSAPP
એન્કર - રાજકોટના લોધીકા તાલુકાનું પાળ ગામમાં ખેડૂતે ડ્રાઇવર લેશ ટ્રેકટર બનાવ્યું છે. જે ટેકનોલોજીના ઉપયોગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. માત્ર ધોરણ 10 ભણેલા આ ખેડૂતની ટેકનોલોજી પ્રત્યેની સૂઝ ભલ ભલાને વિચારતા કરો દે છે. કેવી રીતે ચાલે છે ડ્રાઇવર લેશ ટ્રેકટર અને કેમ આવ્યો વિચાર જૂઓ આ રિપોર્ટમા...
વિઓ - 1
રાજકોટના ખેડૂતની કમાલ....
ઘરે જ બનાવ્યું ડ્રાઇવર
લેશ ટ્રેકટર....
ધોરણ 10 ભણેલા ખેડૂતે
GPSનો કર્યો સદઉપયોગ...
ડ્રાઇવર વગર ચાલતું ટ્રેક્ટર....શું વાત કરો છો...ડ્રાઇવર વગર ચાલતું ટ્રેકટર અને તે પણ ખેતરમાં કામ કરે છે. જીહા, રાજકોટના લોધિકાના પાળ ગામના ખેડૂત જગદીશભાઈ ટીલાળાએ ડ્રાઇવર વગર કામ કરતું ટ્રેકટર પોતાની સૂઝબૂઝ થી તૈયાર કર્યું છે. જે આપમેળે ખેતીના કામો જેમ કે વાવણી, ખેડાણ અને અન્ય કૃષિ કાર્યો કરી શકે છે. આ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જગદીશભાઈએ ખેતીને ન માત્ર સરળ બનાવી છે, પરંતુ તેની ચોકસાઈ અને કાર્યક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો કર્યો છે.
આપમેળે ખેતી કરતું આ ટ્રેક્ટર GPS સિસ્ટમ ડિવાઇસની મદદથી કામ કરે છે. આ આધુનિક સિસ્ટમનો ઉપયોગ જે ખેતરમાં કરવાનો હોય છે તે, વિસ્તારમાં પહેલા બેઝ સ્ટેશન નામનું ડિવાઇસ લગાવવામાં આવે છે. જે સેટેલાઇટ દ્વારા નિયંત્રિત થઈ શકે છે. આ ડિવાઇસની રેન્જ 10 કિલોમીટર સુધીની છે, જેના કારણે મિનિ ટ્રેક્ટરથી લઈને મોટા ટ્રેક્ટર સુધી ઓપરેટ કરી શકાય છે.
બાઈટ - જગદીશ ટીલાળા, ખેડૂત
વિઓ - 2
જગદીશભાઈ ટીલાળાની વાત કરીએ તો તેવો ધોરણ 10 પાસ છે ખેતી અને ઈલેકટ્રીકલ રીપેરીંગ નું કામ કરે છે જેમાં ખેતી મોટર,પમ્પ નું રીપેરીંગ કામ કરે છે. જગદીશભાઈ જણાવ્યા મુજબ, આ ટેક્નોલોજીથી એક વર્ષ પહેલા મેં લીધી છે વાવણી દરમિયાન ખેતીના પાકને એક જ લાઇનમાં સરળતાથી અને ચોક્કસ રીતે ગોઠવી શકાય છે. સામાન્ય ખેતીમાં બે લાઇનો વચ્ચેની જગ્યા વેડફાઈ જાય છે, પરંતુ આ સિસ્ટમથી જગ્યાની બચત થાય છે અને ખેડૂતો વધુ પાકનું વાવેતર કરી શકે છે. આનાથી ઉત્પાદનમાં વધારો થાય છે અને ખેતીનો ખર્ચ પણ ઘટે છે.
જગદીશભાઈની આ સિસ્ટમ હવે રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગઈ છે. ઘણા ખેડૂતો તેમની આ અત્યાધુનિક સિસ્ટમનો ઉપયોગ કરવા માટે તેમનો સંપર્ક કરે છે. ખેતીની સિઝન દરમિયાન તેઓ 500 વીઘાથી વધુ જમીનમાં વાવણી કરી ચૂક્યા છે.
હાલમાં ખેતી એટલે બળદની જોડી અને શારીરિક શ્રમનું કામ ગણાતું હતું, પરંતુ આજે ટેક્નોલોજીએ ખેતીનો ચહેરો બદલી નાખ્યો છે. ગામડાઓમાં બળદની સંખ્યા ઘટી રહી છે અને તેમનું સ્થાન મિનિ ટ્રેક્ટર અને આધુનિક મશીનોએ લઈ લીધું છે. યુવા ખેડૂતો ઇન્ટરનેટના માધ્યમથી નવી ટેક્નોલોજીની માહિતી મેળવી રહ્યા છે અને ખેતીને વધુ સરળ અને ઉત્પાદક બનાવી રહ્યા છે.
બાઈટ - જગદીશભાઈ ટીલાળા, ખેડૂત
2
Report
GDGaurav Dave
FollowSept 03, 2025 10:33:34Rajkot, Gujarat:
SLUG - 0309ZK_LIVE_RJT_HOMEGUARD
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75
એન્કર - સુરત ગણેશ મહોત્સવમાં ફરજ પર હાજર ન રહેનારા હોમગાર્ડ જવાનોને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લાના અંદાજીત 500 જેટલા હોમગાર્ડ જવાનોને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. ગત વર્ષે પણ હોમગાર્ડ જવાનોને ગણેશ મહોત્સવમાં બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો તે સમયે પણ હોમગાર્ડ જવાનો નોકરી પર હાજર થયા નહોતા. તેવી જ રીતે આ વખતે પણ સરકારે માંગેલા બંદોબસ્તમાં હોમગાર્ડ જવાનો ફરજ પર હાજર થયા નહોતા. જેથી હોમગાર્ડ કચેરીના કમાન્ડર દ્વારા ફરજ મોકૂફ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હોમગાર્ડ કમાન્ડર કે.બી. કાનાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં હોમગાર્ડ દળમાં 670 જવાનો અને ગ્રામ્યમાં અંદાજીત 570 જવાનો ફરજ બજાવી રહ્યા છે. હોમગાર્ડ જવાનો રોજમદાર તરીકે નોકરી કરતા હોય છે. સરકાર દ્વારા જ્યાં હોમગાર્ડનો બંદોબસ્ત માંગવામાં આવે ત્યાં ફાળવવામાં આવતો હોય છે અને હોમગાર્ડ જવાનોને ઓર્ડર આપવામાં આવે છે. પરંતુ છેલ્લા બે વર્ષ થી સુરત ગણેશ મહોત્સવમાં સરકાર બંદોબસ્તની માંગણી કરે ત્યારે આપણે બંદોબસ્ત ફાળવીએ છીએ. પરંતુ હોમગાર્ડ જવાનો ફરજના સ્થળે જતા નથી અને ગેરહાજરી બોલે છે. જેથી સજાના ભાગ રૂપે હોમગાર્ડ જવાનોને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. કલમ 4(1) મુજબ બંદોબસ્તમાં પૂરતા પ્રમાણમાં સંખ્યા ન થતા નિર્ણય લેવામાં આવ્યો છે. બીજો ઓર્ડર ન આવે એટલે સમય માટે ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. કોઈને છુટ્ટા કરવામાં આવ્યા નથી. રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં હોમગાર્ડ જવાનોની જરૂર પડશે તો તાત્કાલિક હાજર થવું પડશે.
બાઈટ - કે. બી. કાનાણી, કમાન્ડર, રાજકોટ હોમગાર્ડ દળ
1
Report
GDGaurav Dave
FollowSept 03, 2025 10:33:28Rajkot, Gujarat:
SLUG - 0309ZK_LIVE_RJT_DEO
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75
એંકર : રાજકોટ જિલ્લામાં માત્ર રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત 5 થી 12 વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવનારી 8 જેટલી શાળાઓની માન્યતા રદ કરવાની કાર્યવાહી ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા રાજકોટ જિલ્લામાં આવેલી આઠ જેટલી શાળાઓમાં બાળકોની સંખ્યા ન થવાના કારણે તેમના વર્ગો બંધ કરાવવામાં આવ્યા હતા. જે અંતર્ગત મેટોડા ખાતે કાર્યરત રોટરી મીડટાઉન, ગોંડલ ખાતે આવેલી વિદ્યામંદિર ઈંગ્લીશ સ્કૂલ, ધોરાજીની મોટીમારડ ખાતે આવેલી સરસ્વતી વિદ્યાલય, જસદણ ખાતે આવેલ શ્રેયસ સંસ્કાર મંદિર, વસાવડ ખાતે આવેલ અવધ વિદ્યાલય અને રાધે ક્રિષ્ના પ્રાથમિક શાળા તેમજ ગોંડલ ખાતે આવેલ નવ વિધાન વિદ્યાલય પ્રાથમિક શાળા અને શિવરાજપુર ખાતે આવેલી શિવ શક્તિ વિદ્યામંદિરના વર્ગો બંધ કરાવવામાં આવ્યા છે. તેમજ તે શાળાઓમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને અન્ય શાળામાં અભ્યાસ અર્થે શિફ્ટ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગની તપાસમાં કેટલીક શાળાઓમાં પાંચ કેટલીક શાળાઓમાં સાત તો કેટલીક શાળાઓમાં બહાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. તેમજ તમામ વિદ્યાર્થીઓ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત અભ્યાસ કરી રહ્યા હતા. ત્યારે સમગ્ર મામલે આ પ્રકારની શાળાઓને શોધીને તેમના વર્ગ બંધ કરવાનો હુકમ જૂન, જુલાઈ માસમાં કરવામાં આવ્યું હતું. તેમજ ત્યારબાદ આ પ્રકારની શાળાનું લિસ્ટ બનાવી ગાંધીનગર મોકલવામાં આવ્યું હતું. જ્યાંથી તમામ સંચાલકોને બોલાવીને તેમનો ખુલાસો પણ પૂછવામાં આવ્યો હતો. તેમજ ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા જે તે શાળાઓ બાબતે તેમની મંજૂરી રદ્દ કરવા બાબતેનો નિર્ણય પણ જાહેર કરવામાં આવશે.
બાઈટ - દીક્ષિત પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, રાજકોટ
1
Report
GPGaurav Patel
FollowSept 03, 2025 10:33:24Ahmedabad, Gujarat:
એન્કર-
15 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી જીએસટી રીફોર્મ ની જાહેરાત કર્યા બાદ વાહનો પર જીએસટી 28% થી ઘટી 18 ટકા થવાની શક્યતાઓ જોવાઇ રહી છે. જેના કારણે ગ્રાહકો રાહ જોવાની સ્થિતિએ જોવા મળી રહ્યા છે. મોટાભાગની કંપનીઓની વેચવાલી ગણેશ ઉત્સવ હોવા છતાં પણ સરેરાશ કરતા ઓછી જોવા મળી રહી છે. દેશભરના 15000થી વધારે ડીલર્સનું પ્રતિનિધિત્વ કરતું ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર એસોસિએશને આ બાબતે સરકારને રજુઆત કરી છે કે તહેવારોની સિઝન પૂર્વે GST રીફોર્મ લાગુ કરી દેવામાં આવે. કારણ કે ગુજરાતમાં તહેવારોની સીઝન ઓટોમોબાઇલ સેક્ટર માટે ખૂબ સારી હોય છે. ચાલુ વર્ષે વરસાદ અને ઇકોનોમિકલ ફેક્ટર સ્ટેબલ હોવાના કારણે કાર ખરીદી માટેની ઇન્કવાયરી 30% જેટલી વધી છે પરંતુ ગ્રાહકો થોભો અને રાહ જોવોની સ્થિતિએ છે. ત્યારે વ્યાપારીઓ ઇચ્છી રહ્યા છે કે તહેવારોની સિઝન પૂર્વે જ GST સરળીકરણ લાગુ કરવામાં આવે. GST ઓછો થયા બાદ કાર 10 ટકા સુધી સસ્તી થવાની શકયતા છે.
બાઈટ- બલજીત બગ્ગા, ડિરેક્ટર, પરમ ઓટોમોટીવ
2
Report
GDGaurav Dave
FollowSept 03, 2025 10:33:19Rajkot, Gujarat:
SLUG - 0309ZK_RJT_LARI_VIRODH
REP - GAURAV DAVE
FEED - WHATSAPP
એન્કર - રાજકોટમાં શાકભાજીના ધંધાર્થીઓએ RMC કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો. શહેરમાં શાકભાજી વેંચતા લારી ધારકોને લારી ઉભી રાખવાના રૂ. 500ની પહોંચ RMC દ્વારા આપવામાં આવતી હતી. જે વધારી ડબલ ભાવ કરી દેવામાં આવ્યો હતો. જે ભાવ વધારા થી હવે શાકભાજીના લારી ધારકે હવે થી રૂ. 1000 ચૂકવવો પડી રહ્યો છે. જેને કારણે નાના વેપારીઓને નફા કરતા ઉભો રહેવાનો ચાર્જ વધુ ચૂકવવો પડી રહ્યો છે. પેટિયું રડતા લારી ધારકો આજે RMC કમિશ્નરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. શાકભાજીનો ધંધો કરતા લારી ધારકોએ કહ્યું, અમને જાણ કર્યા વગર જ RMC દ્વારા ભાવ વધારી દેવામાં આવ્યો છે. શાકભાજીના ધંધામાં એક તો ધંધા ઓછા છે અને ભાવ વધારી દેતા મુશ્કેલી પડી રહી છે. રૂ. 50 ના 100 કરવામાં આવ્યા છે તેમા રાહત કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી.
બાઈટ - ભરતભાઇ રાઠોડ, શાકભાજી ધંધાર્થી
1
Report
CJChirag Joshi
FollowSept 03, 2025 10:18:37Dabhoi, Gujarat:
SLUG: 0309ZK_BRD_BALAK_TOBECO
REPORTER: CHIRAG JOSHI
FORMAT: PKG
FEED: WETRANSFER
LOCATION: DABHOI VADODARA
APPRUVAL: DESK
બ્રેકિંગ વડોદરા રૂલર ડભોઇ
શાળાના વિધાર્થી ઓને વ્યસન તરફ લઈ જતા પ્રિન્સિપાલ સામે આવ્યા
શિનોર રોડ 2 વસાહતની પ્રાથમિક શાળા ની ઘટના સામે આવી
પ્રિન્સિપાલે જ વિધાર્થી પાસે તમાકુ અને ચા મંગાવતા થયો વિવાદ
વ્યસન મુક્ત ગુજરાતની શાળાના પ્રિન્સીપાલે પોલ છતી કરી
શાળામાં મેહમાન આવ્યા હોય જેથી વિધાર્થી પાસે મંગાવી તમાકુ - પ્રિન્સિપાલ
શાળાના 100 મીટર માંજ હાનિકારક તમાકુનું થઈ રહ્યું છે વેચાણ
જીતુભાઈ નામના શિક્ષકે જ વિધાર્થી પાસે મંગાવી તમાકુ
વાલીઓએ શાળાના પ્રિન્સિપાલ સામે કરી દલીલો
પ્રાથમિક શાળાનું સ્તર ઘટાડતા શિક્ષકો ઉપર લેવાશે પગલા?
એંકર: વડોદરાના ડભોઇમાં ગઈકાલે શિક્ષણ જગત ઉપર સવાલો ઊભા કરે તેવી એક ઘટના બની હતી જેમાં વ્યસન મુક્તિનો પાઠ ભણાવનાર શિક્ષકે જ વિદ્યાર્થી પાસે તમાકુ અને ચા મંગાવી હોય જે વિવાદનું કેન્દ્ર બની ગયું છે ડભોઇના સાઠોદ રોડ ઉપર આવેલી સિનોર રોડ નંબર બે વસાહતમાં પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા શાળામાં આવેલા મહેમાન માટે મિરાજ નામની તમાકુ અને ચા મંગાવી હતી જે લેવા માટે વિદ્યાર્થી દ્વારા બાજુમાં આવેલી દુકાનમાં લેવા ગયો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વિદ્યાર્થી વીડિયોમાં બોલતો નજરે પડે છે કે જીતુભાઈ નામના સાહેબે તમાકુ અને ચા મંગાવી છે તે લેવા આવ્યો છું જેથી વ્યસન મુક્તિ અને વ્યસન મુક્ત ગુજરાત ના સરકારના અભિગમ ઉપર પાણી ફરી વડ્યું હતું એટલું જ નહીં આ પ્રાથમિક શાળામાં 21 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને બે શિક્ષકો ત્યાં ફરજ બજાવે છે ત્યારે વિદ્યા શિક્ષણ આપતો જ શિક્ષક વિદ્યાર્થી પાસે તમાકુ જેવી વસ્તુ મંગાવે છે એ નીંદનીય ગણી શકાય છે કારણ કે જે ઉંમરમાં વિદ્યાર્થીએ પેન પકડવાની છે તે સમયમાં જ શિક્ષક દ્વારા તમાકુ પકડવાનો ઓર્ડર કરવામાં આવે છે જેના ઉપર અનેક સવાલ ઉભા થયા છે બીજી બાજુ પ્રાથમિક શાળાના આચાર્ય સાથે જી મીડિયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે હું એ જે વિદ્યાર્થીને તમાકુ લેવા માટે મોકલ્યો છે તે ઘણી શરમની વાત છે અને મારાથી ભૂલ થઈ ગઈ છે પરંતુ આગામી સમયમાં આવી કોઈ ભૂલ ન થાય મારાથી તેનું હું ધ્યાન રાખીશ તો વળી આ સમગ્ર મામલે કોંગ્રેસ ના ગુજરાતના પ્રવક્તા મનીષ દોશી દ્વારા વિદ્યાર્થીના હાથમાં તમાકુ જોઈ સરકારને આડેહાથ લીધી હતી અને સરકાર દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકોને અન્ય કામો કરાવવામાં આવે છે જેના કારણે તેઓ વિદ્યાર્થી પાછળ શિક્ષણ પૂરતું આપી શકતા નથી સાથે સાથે આચાર્ય દ્વારા જે પ્રકારે વિદ્યાર્થીને તમાકુ લેવા મોકલ્યો છે એ નીંદનીય ઘટના છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આવનારા સમયની અંદર સરકાર આવા શિક્ષકો સામે શું પગલાં લે છે અને આનો પડઘો ક્યાં સુધી પડે છે તે જોવાનું રહ્યું
- વોક થ્રુ જેમાં શિક્ષક સાથે વાત કરી છે અને વસાહતના રહીશ સાથ વાત કરી છે અને શાળાનો માહોલ બતાવ્યો છે
4
Report
DRDarshal Raval
FollowSept 03, 2025 10:18:33Ahmedabad, Gujarat:
अहमदाबाद
श्यामल चार रास्ता के पास देर रात हुआ हादसा।
सीसीटीवी फुटेज सामने आए अहमदाबाद
शहर में एक बार फिर रफ्तार का कहर सामने आया
तेज गति से जा रही कार ने दूसरी कार को टक्कर मारकर हादसा किया
श्यामल चार रास्ता पर देर रात की घटना
देर रात श्यामल में भीषण हादसा हुआ
जीवराज ब्रिज से शिवरंजनी की ओर जा रही स्विफ्ट कार ने माणेकबाग से आनंदनगर की ओर जा रही बलेनो कार को टक्कर मारी
हादसे की घटना में कोई बड़ी जनहानि नहीं
हालांकि, हादसा करने वाला नशे में होने की चर्चा
हादसा करने वाली स्विफ्ट कार में 4 लोग सवार थे
घटना की जानकारी मिलते ही रात में लोगों की भीड़ जमा हो गई थी।
2
Report
AKAshok Kumar
FollowSept 03, 2025 10:18:13Junagadh, Gujarat:
PLEASE BLUR THE VISULAS
जूनागढ़ हॉस्टल में छात्रों के बीच मारपीट का वीडियो वायरलगुजरात के जूनागढ़ शहर में एक हॉस्टल में छात्रों के बीच हुई मारपीट की घटना ने शिक्षा जगत में हंगामा मचा दिया है। अल्फा इंटरनेशनल स्कूल के हॉस्टल में रहने वाले पांच छात्रों ने कथित तौर पर एक 17 वर्षीय 11वीं कक्षा के छात्र पर डंडों से हमला किया, जिसका वीडियो सोशल मीडिया पर वायरल हो गया है। यह घटना करीब एक महीने पहले हुई थी, लेकिन अब जाकर सामने आई है।
वायरल वीडियो में दिखाया गया है कि हॉस्टल के अंदर चार से पांच छात्र एक अन्य छात्र को घेरकर डंडों से पीट रहे हैं। पीड़ित छात्र चिल्ला रहा है और बचने की कोशिश कर रहा है, लेकिन हमलावर छात्र उसे रूम में घसीट ले जाते हैं। वीडियो की अवधि लगभग 1 मिनट से अधिक है, जिसमें मारपीट की पूरी घटना कैद हो गई है। यह वीडियो सोशल मीडिया प्लेटफॉर्म्स जैसे एक्स (पूर्व ट्विटर) पर तेजी से फैल गया, जिसके बाद अभिभावकों में आक्रोश फैल गया।घटना की जानकारी मिलने पर पीड़ित छात्र के परिवार ने हॉस्टल प्रबंधन पर मामला दबाने का आरोप लगाया है। परिवार का कहना है कि स्कूल प्रशासन ने इस घटना को छिपाने की कोशिश की और पुलिस में शिकायत दर्ज नहीं कराई। वीडियो वायरल होने के बाद अभिभावक जिला शिक्षा अधिकारी (डीईओ) के पास पहुंचे, जहां उन्होंने शिकायत दर्ज कराई। डीईओ ने मामले की जांच शुरू कर दी है और स्कूल प्रबंधन को नोटिस जारी किया गया है।
पीड़ित छात्र के परिवार ने बताया कि उनके बच्चे को गंभीर चोटें आई हैं, लेकिन हॉस्टल ने तुरंत मेडिकल मदद नहीं दी। एक अभिभावक ने कहा, "हमारा बच्चा स्कूल में सुरक्षित पढ़ाई करने आया था, लेकिन यहां रैगिंग जैसी घटना हो गई। प्रबंधन ने हमें महीनों तक जानकारी नहीं दी।" अन्य अभिभावक भी हॉस्टल की सुरक्षा व्यवस्था पर सवाल उठा रहे हैं। वे मांग कर रहे हैं कि दोषी छात्रों पर सख्त कार्रवाई हो और हॉस्टल की लाइसेंस रद्द किया जाए।
जूनागढ़ पुलिस ने मामले को संज्ञान में ले लिया है। प्रारंभिक जांच में पुष्टि हुई है कि यह रैगिंग या व्यक्तिगत विवाद से जुड़ी घटना हो सकती है। पुलिस ने वीडियो के आधार पर हमलावर छात्रों की पहचान कर ली है और उन्हें पूछताछ के लिए बुलाया गया है। जिला शिक्षा अधिकारी ने स्कूल को नोटिस देकर 48 घंटे के अंदर जवाब मांगा है। यदि लापरवाही साबित हुई, तो स्कूल के खिलाफ कानूनी कार्रवाई हो सकती है
4
Report