Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Gautam Buddha Nagar201304
भोपाल के भाईजान: मस्जिदों पर तिरंगा नहीं, मंदिरों का सबूत चाहिए!
PSPramod Sharma
Aug 14, 2025 08:00:50
Noida, Uttar Pradesh
1408ZN_PRAMOD_CHAUPAL_R *मस्जिद मदरसों पर ध्वजारोहण से भोपाल के भाईजानो का इंकार,भाईजान मांग रहे मंदिरों पर तिंरगा का सबूत* - छत्तीसगढ़ वक़्फ़ बोर्ड ने मस्जिद मदरसों और दरगाहों पर 15 अगस्त पर ध्वजारोहण का आदेश जारी किया तो भोपाल के भाईजान भड़क गए.... - कहा कि वक़्फ़ बोर्ड में आरएसएस से रिलेटेड लोग बैठे हुए हैं जो जानबूझकर मस्जिदों को टारगेट कर रहे हैं... - भोपाल के मुसलमान ने साफ किया कि मस्जिद धार्मिक जगह है वहां पर तिरंगा नही फहराया नहीं किया जा सकता... - इस दौरान मुस्लिम भाइयों ने कहा मंदिरों पर पहले तिरंगे लगे होने के सबूत दे... इस पर ज़ी मीडिया संवाददाता प्रमोद शर्मा ने कहा कि देश में मंदिरों पर तिरंगा लगाया जाता है पर भाईजान मानने को तैयार नही...प्रूफ मांग रहे हैं... - मस्जिद और मदरसे पर किसी कीमत पर ध्वजारोहण संभव नहीं है... - देश मे तिरंगा के नाम मस्जिद,मदरसे,दरगाहों को टारगेट किया जा रहा है... - बिडंबना देखिये मुस्लिम कह रहे है तिरंगा के लिए जान दे देंगे पर मसिजद,मदरसों पर तिरंगा नही लगाएंगे... (चौपाल - मुस्लिमो के साथ) (एक जगह एडिट कर देना)
14
comment
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GKGovindbhai Karmur
Aug 14, 2025 09:35:47
Bhanvad, Gujarat:
* *Devbhumi Dwarka* *Karmur Govind Ahir Jam-Khambhaliya* *Mo.9714610000* ભાણવડ પંથકમાં ગૌ હત્યા કેસમાં સ્થાનિક પોલીસ ની કડક કાર્યવાહી.. સેવક દેવળીયા ગામે ગૌ હત્યા કેસના 4 આરોપીઓ નો પોલીસે વરઘોડો કાઢ્યો.. પોલીસ ને થોડા દિવસો પહેલા સેવક દેવળીયા ગામના કબ્રસ્તાન નજીક ગૌ માતા ના અવશેષો મળી આવ્યા હતા.. પોલીસે કડક કાર્યવાહી હાથ ધરતા ગૌ હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું.. પોલીસે ગૌ હત્યાના આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી... ગૌ હત્યા કેસના આરોપીઓને તેમના જ ગામમાં વરઘોડો કાઢીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું..
8
comment
Report
ARAlkesh Rao
Aug 14, 2025 09:26:35
Vaghrol, Gujarat:
નોંધ-ફીડ FTP કરેલ છે. FTP -1408 ZK BNK HATYA AAROPI PKG સ્લગ -હત્યા આરોપી બનાસકાંઠાના વાવ તાલુકામાં એક સનસનીખેજ હત્યાની ઘટના સામે આવી છે. જેને લઈને સમગ્ર પંથકમાં અરેરાટીનો ફેલાઈ છે. વાવના નળોદર ગામની સીમમાં એક ખેડૂતની ખેતરમાં ઘાતકી હત્યા થયેલી લાશ જોવા મળતા હડકંપ મચી ગયો હતો જોકે વાવ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરતા જ ખેતરમાં કામ કરતો ભાગીયો ગાયબ હોવાથી પોલીસે તે દિશામાં તપાસ કરતા ભાગીયાએ જ ખેતર માલિકની હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસ હત્યા બાદ ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે.જોકે હત્યારાની પૂછપરછ દરમિયાન ભાગીયાની પત્ની સાથે જ ખેતર માલિકના આડા સંબંધ હોવાથી ભાગીયાએ જ ખેતર માલિકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. વાવના નળોદરના ખેતર માલિક અભાજી ગોહિલની સોમવારે મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સે હત્યા કરી હોવાની ઘટના સામે આવતા વાવ પોલીસ ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટિમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં મૃતક અભાજીની લાશને પોલીસે પોસ્મોર્ટમ માટે ખસેડીને ખેડૂતની હત્યાને લઈને તપાસ હાથ ધરી હતી જ્યાં ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતો રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેડવા તાલુકાના ભલેસરા ગામનો શામળ ભીલ ગાયબ હોવાથી પોલીસને તેના ઉપર શક ગયો હતો.જેથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને ગણતરીના કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે વાવ તાલુકાના બુકણા ગામના વતની અભાજી સુજાજી ગોહિલે નાળોદર ગામની સીમમાં જમીન ખરીદી હતી. જ્યાં સોમવારે રાત્રે તેમના ખેતરમાં રહેતો ભાગિયો શામળભાઇ ફોટાભાઈ ભીલે તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે ઉપરા ઉપરી ધા મારી ધાતકી હત્યા કરી ફરાર થઈ ગયો હતો.જેથી પોલીસે એલસીબી, એસઓજી ની ટીમ દ્વારા તપાસ હાથ ધરી હતી. પોલીસે અલગ અલગ જગ્યાએ નાકા બંધી કરી હત્યારા ભાગીયાને ઝડપી લીધો હતો.જ્યાં પોલીસ તપાસમાં સામે આવ્યું કે ખેતર માલિક અભાજી ગોહિલને ભાગીયા શામળ ભીલની પત્ની સાથે લાંબા સમયથી આડા સબંધ હતા. સાથે સાથે એના જે પાંચ બાળકો છે એને પણ આ ભાગીયા થી દુર કરી મળવા દેવામાં આવતાં ન હોવાથી ભાગીયાએ રાત્રે ખેતરમાં સુતેલા ખેતર માલિક અભાજીના માથામાં તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બાઈટ-1-અક્ષયરાજ મકવાણા – જીલ્લા પોલીસ વડા, બનાસકાંઠા ( ખેડૂતની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસે વિવિધ ટિમો બનાવી તપાસ હાથ ધરી હતી જ્યાં હત્યારા ભાગીયા શામળ ભીલને પોલીસે ઝડપી લીધો છે.) આ ઘટનાથી નળોદર ગામમાં ભારે ચકચાર મચી છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલામાં વધુ શું ખુલાસા થાય છે. તેના પર સૌની નજર રહેશે. અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
6
comment
Report
DRDarshal Raval
Aug 14, 2025 09:26:30
Ahmedabad, Gujarat:
અમદાવાદ જશોદાનગર પુનિતનગર રેલવે ફાટક નજીક Amc ના એસ્ટેટ વિભાગ દ્વારા દુકાન તોડવાનો મામલો સ્થાનિક દુકાનદાર ભાગ્યદેવ કરિયાણા ની દુકાન તોડતા માલિક એવા નમઁદાબેન કુમાવત એ તેના વિરોધ મા કયું અગ્નિસ્નાન પરિવાર મા અન્ય સભ્યો એ પણ આત્મદાહ ની કોશિશ કરી સમસ્ત વેપારીઓએ દુકાનો ટપોટપ બંધ કરીને રેલી સ્વરુપે વટવા GIDC પોલીસ મા Amc વિરુદ્ધ રજુઆત કરવા રેલી સ્વરુપે પહોંચ્યા પોલીસ ની 10 થી વધુ ગાડી ઓ બંદોબસ્ત માટે સાથે આવી મહિલા 80 ટકા થી વધુ દાઝી જતા તેની સ્થિતિ અતંયત નાજુક થતા મામલો બીચકયો પોલીસ સ્ટેશનમાં હાજર વેપારી સાથે z મીડિયાની વાત જ્યાં સુધી ન્યાય નહિ ત્યાં સુધી વેપાર ધંધા બંધ રહેશે અને આંદોલન શરૂ રહેશે. આત્મદાહ નો પ્રયાસ કરનાર દંપતીએ દુકાન રીનોવેશન કરાવી હતી રીબોવેશન બાદ amc ની ટીમ અવાર નવાર નાણાં ઉઘરાવવા ગઈ હોવાના આક્ષેપ આજે amc ની ટીમ વગર બંદોબસ્ત પહોંચી અને સમય ન આપતા દબાણ દૂર કર્યું એટલે દંપતીએ આ પગલું ભર્યું. વેપારી દબાણ દૂર કરવા આવેલ કર્મચારી સામે દુષપ્રેરણ ની ફરિયાદ દાખલ કરવા વેપારીઓની માંગ અગાઉ 3 વાર દુકાન તોડી હોવાના પણ લોકોના આક્ષેપ વિઝ્યુલ અને 121 આપ્યું 1 હિન્દી બાઈટ છે
4
comment
Report
DRDarshal Raval
Aug 14, 2025 09:26:21
Ahmedabad, Gujarat:
અમદાવાદ અમદાવાદમાં સામે આવ્યો મિત્રતાના સંબંધને લાંછન લગાવતો કિસ્સો વટવા GIDC માં મિત્રએ જ મિત્ર સાથે કરી છેતરપીંડી.. મિત્રનો મોબાઈલ વાપરવા લઈ જઈને કરી છેતરપીંડી. રૂ 8 લાખની છેતરપીંડી કરતા નોંધાઇ પોલીસ ફરિયાદ.. મોબાઈલ નંબરથી જુદી જુદી ફાયનાન્સ કંપનીમાંથી લોન લઈને ઠગાઈ કરી.. રાજ સોઢી નામના વ્યક્તિ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ.. વટવા GIDC પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી.. ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી સાથે કરી છેતરપિંડી કેસમાં રાજ શોઢીની ધરપકડ કરી કાર્યવાહી કરાઈ ફરિયાદી હરેશ જેઠવા નો રાજ મિત્ર છે રાજ શોઢી ને નાણા ની જરૂર હોય એ ગુનો કર્યાની કબૂલાત કરી હરેશને લોન માટેની ઉઘરાણી શરૂ થઈ ત્યારે છેતરપિંડી થયાની થઈ હતી જાણ પકડાયેલ આરોપી અંગે વધુ તપાસ ચાલુ બાઈટ. P G જાડેજા. Acp. J ડિવિઝન સલગ. વટવા gidc છેતરપિંડી ફીડ. લાઈવ કીટ
3
comment
Report
KBKETAN BAGDA
Aug 14, 2025 09:26:16
Amreli, Gujarat:
સ્લગ- મેળાની મંજૂરી અટવાય લોકેશન- અમરેલી રિપોર્ટર - કેતન બગડા ફોર્મેટ - એવીબી એપૃલ - ડેસ્ક તારીખ - 14/8/25 એન્કર....... અમરેલી જિલ્લામાં જન્માષ્ટમી તહેવારમા ધારી,સાવરકુંડલા, જાફરાબાદ,રાજુલા શહેરમાં 5 લોક મેળાના આયોજનના ઓપનિંગ બાદ આજ સુધી વહીવટી તંત્ર તરફથી મંજૂરી નથી મળી. વિઓ - 1 સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી તહેવારોમાં આનંદ કરવા કરવા માટે લોક મેળાના આયોજન સૌથી વધુ કરવામા આવે છે અને હજારો લાખો લોકો મેળાઓમાં જાય છે ત્યારે અમરેલી જિલ્લા મથક અમરેલી શહેરમાં એક પણ મેળાનું આયોજન કરવામા આવ્યું નથી ધારી, સાવરકુંડલા,રાજુલા,જાફરાબાદ તાલુકા મથક પર મેળાના આયોજન કરવામાં આવ્યા છે ચકડોળ સહિતની મોટી રાઇટ્સ તૈયારી કરી ઉભી કરી દેવામાં આવી છે બીજી તરફ હજુ સુધી તંત્ર તરફથી કોઈને મંજૂરી મળી નથી જેના કારણે આયોજકોની ચિંતા વધી રહી છે બીજી તરફ મેળાના આનંદ માણવા આવતા લોકોને પણ બહાર જવું પડી શકે છે.સાવરકુંડલા શહેરમાં 2 મેળાના આયોજન થયા છે જેમાં 1 કાણકીયા કોલેજના ગ્રાઉન્ડ,2 જે.વી.મોદી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ, ધારીમાં 1 મેળાનું આયોજન અને જાફરાબાદ કામધેનુ ગૌશાળાના લાભાર્થે આયોજન કરવામાં આવ્યું છે.ઉપરાંત રાજુલા પૂંજાબાપુ ગૌશાળાના લાભાર્થે લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આજ સુધી કોઈ મોટી રાઈડ્સની મંજૂરી મળી નથી આરએનબી સહિત કમિટીના અલગ અલગ વિવિધ વિભાગોજ અભિપ્રાય આજ સુધી વહીવટી તંત્રને મળ્યા નથી જેના કારણે મંજૂરી અંગે મામલો અટવાયો છે અભિપ્રાય કેવા પ્રકારના આવે છે અને ક્યારે આવે છે તેના ઉપર તંત્ર દ્વારા નિર્ણય લેવાશે. બાઈટ - 1 - મેહુલ બરાસરા - પ્રાંત અધિકારી - રાજુલા ફાઇનલ વિઓ....... અમરેલી જિલ્લામાં અમરેલી શહેરમાં 2 લોક મેળાના સૌથી મોટા આયોજન કરવામાં આવતા પરંતુ નવા નોટિફિકેશન નીતિ નિયમોના કારણે અમરેલીના મેળા બન્ધ થયા છે હવે માત્ર સાવરકુંડલા,ધારી,રાજુલા, જાફરાબાદ આ 4 તાલુકામાં 5 મેળાના આયોજન કરવામા આવ્યા છે પરંતુ વહીવટી તંત્ર તરફથી કોઈ મંજૂરી હજુ સુધી મોટી રાઈડ્સની મળી નથી જેથી તંત્ર દ્વારા આયોજકોને લેખિતમાં જાણ કરવામાં આવી છે મંજૂરી ન મળે ત્યાં સુધી મોટી રાઈડ્સ શરૂ કરવામાં ન આવે બાકી અણ બનાવ બનશે તો પોલીસ કાયદાકીય રીતે કાર્યવાહી કરશે હાલ મેળાના આયોજન ઉપર પોલીસ સતત વોચ રાખી રહી છે મંજુરી વગર મોટી રાઈડ્સ શરૂ થશે તો કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટર - કેતન બગડા અમરેલી
5
comment
Report
RMRaghuvir Makwana
Aug 14, 2025 09:00:17
Botad, Gujarat:
DATE-14-08-2025 SLUG-1408 ZK BTD TADAMAR TAIAYRI FORMET-PKG SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL-DESK એન્કર સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાન મંદિરમાં આ વર્ષે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ શુભ દિવસે વહેલી સવારથી જ અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વિઓ ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવા માટે મંદિરમાં મંગળા આરતી, અન્નકૂટ દર્શન, અને શણગાર દર્શન જેવા કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત, ભક્તો માટે રાસ-ગરબા અને ખાસ મટકી ફોડ જેવા કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. આ વર્ષે આકર્ષણનું કેન્દ્ર ૩૦ ફૂટ ઊંચી મટકી રહેશે, જેને ફોડવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બપોરથી સાંજ સુધી પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે ભક્તોને આધ્યાત્મિક અને આનંદમય વાતાવરણ પૂરૂ પાડશે. આ ભવ્ય ઉજવણીને સફળ બનાવવા માટે મંદિરના પરિસરમાં હાલ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, જેથી મોટી સંખ્યામાં આવનારા ભક્તોને કોઈ અગવડ ન પડે અને તેઓ આ પવિત્ર તહેવારનો સંપૂર્ણ આનંદ માણી શકે. બાઈટ-વિવેકસાગર સ્વામી-કોઠારી બાઈટ-પ્રકાશ સોલંકી હરિભક્ત
11
comment
Report
NJNILESH JOSHI
Aug 14, 2025 08:51:46
Vapi, Gujarat:
लोकेशन – धरमपुर गुजरात एंकर: पार-तापी नदी जोड़ परियोजना को लेकर उठे विवाद का माहौल आज धरमपुर में गर्म हो गया है। परियोजना के विरोध में आदिवासी संघर्ष समिति द्वारा भव्य महारैली आयोजित की गई, जिसमें बड़ी संख्या में प्रभावित आदिवासी शामिल हुए। धरमपुर चौकड़ी पर बिरसा मुंडा की प्रतिमा को फूलहार अर्पित कर रैली का शुभारंभ किया गया। इस महारैली में वांसदा के विधायक आनंद पटेल और विपक्ष के नेता अमित चावड़ा भी मौजूद रहे, वहीं आदिवासी कांग्रेस के राष्ट्रीय अध्यक्ष विक्रांत भूरिया भी दिल्ली से विशेष रूप से पहुंचे। रैली के दौरान अमित चावड़ा ने बीजेपी सरकार पर सीधा हमला बोलते हुए उसे झूठी सरकार कहा। तो आनंद पटेल ने साफ शब्दों में कहा— >; "जब तक श्वेत पत्र जारी नहीं होगा, तब तक यह आंदोलन नहीं रुकेगा।" महारैली को लेकर पूरे धरमपुर में कड़ा पुलिस बंदोबस्त किया गया है। धरमपुर में राजनीतिक आंदोलन के नारे गूंजते रहे। आनंद पटेल ने इस मौके पर स्थानीय सांसद धवल पटेल को जेठालाल, जेठालाल कहकर संबोधित किया और कहा कि उन्हें एसी ऑफिस से बाहर निकलकर गरीब आदिवासियों की आवाज बनना चाहिए। बाइट: आनंद पटेल, विधायक, वांसदा बाइट: अमित चावड़ा, विपक्ष के नेता बाइट: विक्रांत भूरिया, राष्ट्रीय अध्यक्ष, कांग्रेस आदिवासी प्रकोष्ठ निलेश जोशी जी मीडिया धरमपुर गुजरात।
9
comment
Report
NJNILESH JOSHI
Aug 14, 2025 08:51:33
Vapi, Gujarat:
એન્કર- પાર-તાપી નદી જોડાણ પ્રોજેક્ટને લઈને ઉઠેલા વિવાદનો માહોલ આજે ધરમપુરમાં ગરમાયો છે. પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા ભવ્ય મહારેલી યોજાઈ રહી છે. જેમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્ત આદિવાસીઓ જોડાયા છે. ધરમપુર ચોકડી ખાતે બિરસા મુન્ડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો. આ મહારેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને વિપક્ષના નેતા અમિત ચાવડાએ પણ હાજરી આપી. તો આદિવાસી કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રાંત ભુરીયા પણ દિલ્હીથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રેલી દરમિયાન અમિત ચાવડાએ ભાજપ સરકાર પર સીધી ટકોર કરતાં તેને જુઠ્ઠી સરકાર ગણાવી. તો અનંત પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે— "જ્યાં સુધી શ્વેતપત્ર જાહેર નહીં થાય, ત્યાં સુધી આ આંદોલન અટકશે નહીં." મહારેલીને લઈને સમગ્ર ધરમપુરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ધરમપુરમાં રાજકીય આંદોલનના નારા ગૂંજાઈ રહ્યા હતા. જ્યાં સુધી શ્વેત પત્ર નહીં આપવામાં આવે ત્યાં સુધી આદિવાસીઓનો આ વિરોધ અટકશે નહીં તો આ પ્રસંગે વાંસદા ના ધારાસભ્ય આનંદ પટેલે સ્થાનિક સાંસદ ધવલ પટેલને જેઠાલાલ અને જેઠાલાલ કહીને સંબોધ્યા હતા અને એસી ઓફિસમાંથી બહાર નીકળીને ગરીબ આદિવાસીઓના વારે આવવા જણાવ્યું હતું.. બાઈટ :આનંદ પટેલ, ધારાસભ્ય, વાંસદા બાઈટ-અમિત ચાવડા , વિરોધ પક્ષ નેતા બાઈટ-વિક્રાંત ભુરિયા , રાષ્ટ્રીય કોંગ્રેસ આદિવાસી અધ્યક્ષ
11
comment
Report
NJNILESH JOSHI
Aug 14, 2025 08:51:27
Vapi, Gujarat:
એન્કર- વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા ધરમપુરમાં આજે પાર તાપી નર્મદા રિવર લીંક પ્રોજેક્ટને લઈને માહોલ ગરમાયો છે. જ્યાં એક તરફ સરકાર અને સાથે જ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પણ આ વાત મુદ્દે સ્પષ્ટતા કરી છે અને કેન્દ્ર સરકારે લેખિતમાં સ્પષ્ટતા કરી છે કે આ પ્રોજેક્ટને ડીશ કંટીન્યુ કરવામાં આવ્યો છે જોકે તેમ છતાં હજુ પણ આ મામલો ગરમાઇ રહ્યો છે . ધરમપુરના વિવિધ આદિવાસી સંગઠનો અને ધારાસભ્ય અનંત પટેલ સહિતના અગ્રણીઓ વાત માનવા તૈયાર નથી અને ડેમ પ્રોજેક્ટના વિરોધમાં આજે મહારેલી યોજાઇ છે. સમગ્ર નવસારી અને વલસાડ થી મોટી સંખ્યામાં આદિવાસીઓ ધરમપુર ઉમટ્યા છે તેઓને એક જ માંગ છે કે જ્યાં સુધી ભારત સરકાર શ્વેત પત્ર નહીં આપે ત્યાં સુધી આ આંદોલન નહીં અટકે જેને લઈને ધરમપુર નો માહોલ ગરમાયો છે વલસાડ જિલ્લાનું પોલીસ તંત્ર આ મામલે એલર્ટ જોવા મળી રહ્યું છે મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ લો ધરમપુર ચાર રસ્તા પર ખડકી દેવામાં આવ્યો છે ત્યારે vtv એ સ્થાનિક આગેવાનો સાથે સીધી વાત કરી છે.. નિલેશ જોશી ટિક ટેક વિથ સ્થાનિક આગેવાન .
8
comment
Report
UPUMESH PATEL
Aug 14, 2025 08:51:15
Valsad, Gujarat:
Approved By Dayplan પાર_તાપી નર્મદા રીવર લિંક નો મુદ્દો વધુ વકરી રહ્યો છે. આજે આ પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુરમાં આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું .આ મહારેલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સાથે દક્ષિણ ગુજરાતના આદિવાસી નેતા અને વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલ ની સાથે મોટી સંખ્યામાં આદિવાસી અગ્રણીઓ જોડાયા હતા.. છેલ્લા કેટલાક સમયથી પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટના વિરોધ વધી રહ્યો છે. આ મામલે ભાજપ અને કોંગ્રેસ બંને આમને સામને છે. જોકે ગઈકાલે સરકારે અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પણ પત્રકાર પરિષદ કરી પ્રોજેક્ટ મુદ્દે ગઈકાલે જ કેન્દ્ર સરકારે લેખિતમાં કરેલા સ્પષ્ટતાનો મીડિયા સમક્ષ મૂકી હતી. ધવલ પટેલના મુજબ સરકારે આ પ્રોજેક્ટને અટકાવ્યો છે. તેમ છતાં અનંત પટેલ અને કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ બચાવવા માટે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી હોવા ના આક્ષેપ કર્યા હતા.. જોકે સરકારની સ્પષ્ટતા બાદ પણ આજે ધરમપુરમાં પ્રોજેક્ટના વિરોધમાં મહારેલી યોજાઇ હતી .જેમાં અનંત પટેલ,કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને રાષ્ટ્રીય આદિવાસી કોંગ્રેસ ના રાષ્ટ્રીય પ્રમુખ વિક્રાંત ભુરિયા સાથે આ વિસ્તારના આદિવાસી અગ્રણીઓ એ સરકાર સમક્ષ આકરા પ્રહાર કર્યા હતા. અને કોઈપણ ભોગે આ આ પ્રોજેક્ટને આગળ વધવા નહીં દઈએ તેવા નિર્ધાર સાથે રોષ પ્રકટ કર્યો હતો. સભા બાદ રેલી સ્વરૂપેઆ .આ પ્રોજેક્ટના વિરોધમાં અને સરકાર સમક્ષ આ પ્રોજેક્ટને રદ કરવાના શ્વેત પત્ર ની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકો જોડાયા હતા .આથી હજુ પણ આગામી સમયમાં આ રિવર લીંક પ્રોજેક્ટ ના વિરોધનો મુદ્દો વધુ વકરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.. બાઇટ:1 અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ બાઈટ :2 વિક્રાંત ભુરિયા aicc આદિવાસી સેલ પ્રમુખ
12
comment
Report
TDTEJAS DAVE
Aug 14, 2025 07:46:52
Mehsana, Gujarat:
એન્કર;- મહેસાણા મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવતા મહેસાણાના જાહેર દીવાલો પર વિવિધ પેઇન્ટિંગો કરવામાં આવી જેમાં વારસાને ઉજાગર કરતા ચિત્રો દોરવામાં આવ્યા મહાનગરપાલિકા દ્વારા લાખો ના ખર્ચે વોલ પેઇન્ટિંગ તો કરવામાં આવ્યું પરંતુ વોલ પેઇન્ટિંગ કરાયા બાદ પેન્ટિંગ કરાયેલ દિવાલ ની સામે અન્ય દિવાલ બનાવતા મહાનગરપાલિકા ની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા પ્રજાના પૈસાનો વ્યય થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો વીઓ;-1 મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતા મહેસાણા શહેરની વિવિધ દીવાલો પર વારસાને ઉજાગર કરતા વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યા પરંતુ જે દીવાલો પર વોલ પેન્ટિંગ કરાયા તેની આગળ જ નવી દિવાલ બનાવતા મહાનગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા જેમાં સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકા પ્રજાના પૈસાનો વ્યય કરતી હોય તેવું જણાવવામાં આવ્યું પ્રજાના વેરાના પૈસા મહાનગરપાલિકા દ્વારા વ્યર્થ ખર્ચ કરવામાં આવ્યા હોય તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા મહેસાણા મહાનગરપાલિકા શહેરને સુશોભિત કરવામાં લાખોનો ખર્ચ કરી રહી છે પરંતુ સવાલ એ થાય છે કે જો આ વોલ પેન્ટિંગ કર્યા બાદ આગળ અન્ય દિવાલ બનાવવાની હતી તો તે દિવાલ પર વોલ પેન્ટિંગ કેમ કરવામાં આવ્યું તેવા સવાલો સ્થાનિક નગરજનો કરી રહ્યા છે અને આ નાણાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા અંગત ફાયદા હેતુ થી ખર્ચ કરાયા હોવાની વાત સ્થાનિકો કરી રહ્યા છે એક તરફ તો મહાનગરપાલિકા તંત્ર લાખોના ખર્ચે મહેસાણા નગર ને સુશોભિત કરવાની વાતો કરી રહ્યું છે તો બીજી તરફ મહાનગરપાલિકા નું બોર્ડ પણ માત્ર બેનર લગાવી સંતોષ માની લીધો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો બીજી તરફ મહાનગરપાલિકા બન્યા છતાં પણ મહેસાણા નગરપાલિકા નું બોર્ડ જોવા મળી રહ્યું છે જો મહાનગરપાલિકા એક બોર્ડ નથી બનાવી શકતી તો વોલ પેન્ટિંગ પાછળ આ લાખો નો ખર્ચ કોના ફાયદા માટે કરી રહ્યું છે તે પણ એક સવાલ બાઈટ;-કમલેશ સુતરિયા------પૂર્વ વિરોધ પક્ષ નેતા નગરપાલિકા મહેસાણા બાઈટ;-ઉજાશ યાજ્ઞિક-------સ્થાનિક બાઈટ;-શિવુભા------સ્થાનિક વીઓ;-2 એક તરફ તો મહાનગરપાલિકા મહેસાણાને સુશોભિત કરવામાં લાખોનો ખર્ચ કરી રહ્યું છે ત્યારે બીજી તરફ એક બોર્ડ પણ ન બનાવી શકતા મહાનગરપાલિકાની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે સમગ્ર મામલે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર પાસે વાત કરતા તેમને જણાવ્યું કે માત્ર ટ્રાયલ બેઝ પર આ દિવાલો પર પેન્ટિંગ કરવામાં આવ્યું હતું આ પેન્ટિંગ નો કોઈપણ ખર્ચ થયો ન હોવાનું ડેપ્યુટી કમિશનર જણાવી રહ્યા છે પરંતુ સવાલ એ થાય છે કે જો ટ્રાયલ બેઝ પર આ પ્રિન્ટિંગ કરાયું હોય તે જ દિવાલ કેમ પસંદ કરાય જેના આગળ અન્ય દિવાલ બનાવવાની હતી. અન્ય દિવાલ બનાવતા હાલમાં મહાનગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે હવે જોવું એ રહ્યું કે શું ખરેખર માત્ર ટ્રાયલ બેઝ માટે કરવામાં આવ્યું હતું કે પછી મહાનગરપાલિકાના સત્તાધીશો પોતાની ભૂલને છુપાવવા છટકબારી શોધી રહ્યા છે બાઈટ;-એ બી મંડોરી-------- ડેપ્યુટી કમિશનર મહાનગરપાલિકા મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ પ્રજાજનોને એક આશા હતી કે તેમની પ્રાથમિક સુવિધાઓ તેમને મળી રહેશે પરંતુ મહાનગરપાલિકાના સતાધીશો દ્વારા પ્રજાના વેરાના પૈસાનો વ્યય થતો હોવાનું જોવા મળી રહ્યું છે મહેસાણા ને સુશોભિત કરવા પહેલા જો શહેરીજનોના પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા પાછળ આ ખર્ચ કરવામાં આવ્યો હોત તો પ્રજાના પ્રશ્નોને દૂર કરી શક્યા હોત પરંતુ હાલમાં મહાનગરપાલિકા તંત્ર કોના માટે અને કોના ઈશારે અને માત્ર રાજકીય નેતાઓને નગરને સુશોભિત કરી ખુશ કરવા માગતા હોય તેઉ જણાઈ રહ્યું છે તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
13
comment
Report
AKAshok Kumar
Aug 14, 2025 07:46:38
Junagadh, Gujarat:
સૌરાષ્ટ્રમાં મગફળીના પાક પર મુંડા જીવાતનો ઉપદ્રવ, ખેડૂતો પરેશાન સૌરાષ્ટ્રમાં ચોમાસુ પાક તરીકે મગફળીનું સૌથી વધુ વાવેતર થાય છે. હાલમાં મગફળીનો પાક તૈયાર થવા આવ્યો છે, પરંતુ પાકની કાપણી પહેલાં જ મુંડા નામની જીવાતનો ઉપદ્રવ વધી ગયો છે. વરસાદ બાદ જ્યારે જમીન પોચી બને છે ત્યારે મુંડા જીવાત મગફળીના મૂળને ખાઈ નાખે છે, જેના કારણે છોડ સુકાઈ જાય છે અને ઉત્પાદન ઘટી જાય છે. જુનાગઢ સહિતના વિસ્તારોમાં ખેડૂતોનો મોટો પાક નુકસાન પામ્યો છે. કેટલાક ખેડૂતોના જણાવ્યા મુજબ પાંચ વીઘામાં વાવેલા પાકમાંથી ત્રણ વીઘાનો પાક બગડી ગયો છે. તેઓ સરકારને અપીલ કરી રહ્યા છે કે નિષ્ણાતોની ટીમ બનાવીને રોગના નિયંત્રણ માટે પગલાં લેવાય. કૃષિ વૈજ્ઞાનિક જી.આર. ગોહિલના જણાવ્યા મુજબ વાવેતરની શરૂઆતમાં ક્લોરોનો ઉપયોગ ન કરવાના કારણે આ સમસ્યા વધી છે. ખેડૂતોને ખેતરની આજુબાજુના ઝાડની વધારાની ડાળીઓ કાપવાની, પેસ્ટિસાઈડ છાંટવાની અને જો મુંડા દેખાય તો પંપમાં ક્લોરો નાખીને છંટકાવ કરવાની સલાહ આપવામાં આવી છે. સાથે સાથે જમીન ઓછી પોચી રહે અને તાત્કાલિક પિયત આપવાથી જીવાત પર નિયંત્રણ મેળવી શકાય છે. જો સમયસર યોગ્ય સલાહ અને પગલાં લેવાશે તો પાકનું નુકસાન અટકાવીને ઉત્પાદન બચાવી શકાય તેમ છે. બાઈટ. જી આર ગોહિલ કૃષિ નિષ્ણાત જુનાગઢ બાઈટ હિતેશ બોરડ, ખેડૂત ઝાંઝરડા અશોક બારોટ જુનાગઢ
14
comment
Report
DPDhaval Parekh
Aug 14, 2025 07:02:55
Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : ડે પ્લાન સ્લગ : NVS TIRANGA YATRA નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 14 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એન્કર : ભારતની આઝાદીના પર્વનો 79 મો ઉત્સવ આવતી કાલે છે, પણ એ પૂર્વે નવસારીમાં દેશદાઝની ભાવના સાથે ભવ્ય તિરંગા યાત્રાને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું. વી/ઓ : સ્વતંત્રતા પર્વ પૂર્વે આજે નવસારી મહાનગર પાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા ના નારા સાથે શહેરના ફુવારા સ્થિત ગાંધી સર્કલ પાસેથી ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં હતી. યાત્રામાં નવસારીના સાંસદ, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. યાત્રાને પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે કહ્યું કે નવસારીમાં પહેલીવાર આટલી મોટી, આટલી લાંબી અને સૌના સહયોગ સાથે ભવ્ય તિરંગા યાત્રાના યોજાઈ છે. સ્વતંત્રતા અપાવવા કેટલાય શહીદો થયા, પોલીસની લાઠી ખાધી, જેલમાં ગયા ત્યારે આઝાદી મળી છે. ત્યારે આ અવસરે આપણે સંકલ્પ કરવો જોઈએ કે શહીદોએ જે રીતે શહીદી વ્હોરી હતી. એજ પ્રમાણે જ્યારે પણ દેશ માટે જરૂર પડશે ત્યારે અમે પણ શહીદી માટે અચકાશું નહીં. બાઈટ : સી. આર. પાટીલ, જળ શક્તિ મંત્રી, ભારત સરકાર બાઈટ : દેવ ચૌધરી, કમિશ્નર, નવસારી મહાનગર પાલિકા
14
comment
Report
DRDarshal Raval
Aug 14, 2025 06:48:29
Ahmedabad, Gujarat:
અમદાવાદ વરસાદ બંધ છતાં પણ જનતાની સમસ્યા યથાવત અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઘોડાસર ના રહીશો પરેશાન પ્રાથમિક સુવિધા ના અભાવે ઘોડાસર ના રહીશો છે પરેશાન ઘોડાસરમાં નિગમ બસ સ્ટેન્ડ પાસે પ્રાથમિક સુવિધાઓનો અભાવ નિગમ બસ સ્ટેન્ડ પાસે ખરાબ રસ્તા તેમજ એએમસીએ કરેલા કામ બાદ રસ્તા ન બનતા પણ લોકો પરેશાન નિગમ બસ સ્ટેન્ડ પાસે એક વર્ષમાં સાતથી આઠ વાર પાણી લીકેજને લઈને ખોદકામ કરવામાં આવ્યા હોવાના લોકોના આક્ષેપ ખોદકામ બાદ યોગ્ય પૂરાણના અભાવે અને રસ્તો ન બનતા સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન યોગ્ય પુરાણ ના અભાવે વાહનો ફસાઈ જવા અને નુકસાન થવાની પણ ઘટનાઓ બનતી હોવાના લોકોના આક્ષેપ નિગમ બસ સ્ટેન્ડ વિસ્તાર સાથે રેલવે લાઈન પાસે ના રસ્તાની હાલત પણ ખરાબ તેમજ સ્મૃતિ મંદિર પાસે ચાર મહિના થી કરાયેલ કામ બાદ પુરાણના અભાવે વાહન ચાલકો અને ધંધાર્થીઓ પરેશાન સુરમ્ય એપાર્ટમેન્ટ પાસેના રહીશો પણ પરેશાન Amc માં અનેક રજુઆત છતાં તંત્ર ધ્યાન નહિ આપતું હોવાની લોકોની ફરિયાદ ટેક્સ ભરવા સામે સુવિધા નહિ મળતી હોવાના લોકોના આક્ષેપ વોટ લેવા આવે પણ સમસ્યા પર ધ્યાન ન અપાતા હોવાના લોકોના આક્ષેપ દોઢ બે વર્ષની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી લોક માંગ ઘોડાસરમાં તંત્રની ઢીલી કામગીરીને કારણે 15 થી વધુ સોસાયટીના રહિશો પરેશાન ખરાબ રસ્તા અને ખાડાઓમાં અપૂરતા પુરાણ સાથે વરસાદી પાણી ભરાવવા તેમજ ગંદકી જેવી પણ છે સમસ્યા Amc ગંદકી મામલે લોકો પાસેથી દંડ લે અને amc ના કામને કારણે ગંદકી થાય તેનું શું તેવો પણ સવાલ લોકોએ ઉઠાવ્યો નિગમ બસ સ્ટેન્ડ રોડ પર સરકારી સ્કૂલ અને જિમ અને પામપિંગ સ્ટેશન છતાં પણ સમસ્યા તો રસ્તા પર ફૂટપાથનો પણ છે અભાવ વિઝ્યુલ અને 121 સલગ. ઘોડાસર સમસ્યા ફીડ. લાઈવ કીટ જનતાની વાતમાં પણ લઈ શકાશે મેટર હિન્દી બાઈટ પણ છે...
14
comment
Report
Independence Day
Advertisement
Back to top