Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad382480
અમદાવાદમાં અકસ્માતના આરોપી પર હુમલો, પોલીસે વધુ તપાસ શરૂ કરી!
URUday Ranjan
Aug 13, 2025 10:03:24
Ahmedabad, Gujarat
Slug : 1308ZK_LIVE_AHD_AROPI_HUMLO Reporter : UDAY RANJAN Injgst Feed : 1308ZK_LIVE_AHD_AROPI_HUMLO Date : 13 - 08 - 2024 Format : PKG & WEB નોંધ : સ્ટોરી ને લગતા મોબાઇલ વીડિયો ઉપયોગ માં લેવા જૂના આપ્યા છે તે એન્કર : રવિવાર ની મધરાત્રે અમદાવાદ ના સેટેલાઇટ વિસ્તાર માં એક કાર ચાલકે બે એકટીવા ચાલકને હડફેટે લેતા બે યુવાન ના મોત થયા હતા ત્યારે કારચાલક ને કોર્ટ માં રજૂ કરવા સમયે મૃતક ના સગાએ આરોપી પર હુમલો કર્યો હતો , હુમલો કરનાર મૃતક ના સગા અને મિત્રો ની કારંજ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે વીઓ: 01 અમદાવાદ ના સેટેલાઇટ ના શિવરંજની વિસ્તાર માં રવિવારની મધરાત્રી એ એક કાર ચાલક રોહન સોની દ્વારા અસ્ક્માત સર્જતા એકટીવા ચાલક બે યુવક અકરમ અલ્તાફ કુરેશી તથા અશફાક ઝાફર હુશેન નું ઘટના સ્થળે મોત નીપજ્યા હતા ત્યારે એન ટ્રાફિક પોલીસ દ્વારા કાર ચાલક રોહન સોની ની ધરપકડ કરી ને કોર્ટ માં રજૂ કરવા માં આવ્યો હતો ત્યારે કોર્ટ નીચે મૃતક અકરમ અલ્તાફ કુરેશી તથા અશફાક ઝાફર હુશેન ના સગા અને મિત્રો એ અક્સ્માત કેસના આરોપી રોહન સોની પર એન ટ્રાફિક પોલીસ ની કસ્ટડી માં જ હુમલો કરી માર મારવા માં આવ્યો હતો ત્યારે એન ટ્રાફિક પોલીસ દ્વારા કારંજ પોલીસ સ્ટેશનમાં સમગ્ર બનાવ બાબતે ફરિયાદ નોંધાવી હતી બાઈટ : પી ટી ચૌધરી, પીઆઈ , કારંજ પોલીસ સ્ટેશન વીઓ : 02 ત્યારે કરંજે પોલીસે માર મારવા ના અને હુમલો કરવા ના કેસ માં વિડીયો માં દેખતા અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધવા માં આવી હતી અને વીડિયો ના આધારે ઓળખ કરવા ની શરૂવાત કરી હતી ત્યારે સામે આવ્યું હતું કે મૃતક અકરમ અલ્તાફ કુરેશી મિત્રો આદિલ યુસુફ શેખ , સાહીદ મિર્ઝા તથા અશફાક ઝાફર હુશેન ના સાળા ઉજેફ લિયાકતભાઇ અજમેરી આયમન અને આરીફ હુસૈન થાય છે જેમણે મૃતક નો બદલો લેવા અને રોષ માં આવી ને આરોપી રોહન સોની પર હુમલો કર્યો હતો બાઈટ : પી ટી ચૌધરી, પીઆઈ , કારંજ પોલીસ સ્ટેશન વીઓ : 03 ત્યારે કારંજ પોલીસ ની પ્રાથમીક તપાસ માં સામે આવ્યું છે કે બે સાળા અને બે મિત્રો ની ધરપકડ કરી છે અને પૂર્વ આયોજિત કાવતરૂ કર્યું હતું કે શું તે દિશા માં તપાસ શરૂ કરી છે ત્યારે પ્રાથમિક તપાસ માં સામે આવ્યું છે કે હુમલો કરવા સમયે હુમલો કરનાર આરોપીઓ બોલી રહ્યા હતા કે ઇસને અપને આદમી કો મારા હે, ઇસ કો ભી માર ડાલો ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે પોલીસ ની હાજરી અને પોલીસ ના કબજા માં આ પ્રકારે હુમલો કરવો કેટલોક યોગ્ય છે ? ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Aug 13, 2025 12:20:41
Dahod, Gujarat:
એંકર - લીમખેડા તાલુકાના કે જે ભાભોર સ્કૂલ ઓફ સાયન્સના સંચાલકનો વિડિઓ થયો વાઇરલ વીઓ ૧- દાહોદ જિલ્લાના લીમખેડા માં આવેલી કે જે ભાભોર સ્કૂલ ઓફ સાયન્સના સંચાલકોનો વિડીયો વાલી દ્વારા ઉતારી વાયરલ કરવામાં આવ્યો વીડિયોમાં સંચાલકો દ્વારા બાળકનું એલસી આપવા માટે રૂપિયાની માંગણી કરતો હોવાનો દાવો વાલી દ્વારા કરવામાં આવ્યો ચાલુ વર્ષ દરમિયાન વાલી દ્વારા દહમા પ્રદીપભાઈ ચતુરભાઈ નું ધોરણ 11 સાયન્સમાં લીમખેડામાં આવેલી સાંસદ જશવંતસિંહ ભાભોર ની સંચાલિત શાળા કે જે ભાભોર સ્કૂલ ઓફ સાયન્સમાં કરવામાં આવ્યું હતું જોકે કોઈ કારણોસર વિદ્યાર્થીને શાળામાં ન ફાવતા વિદ્યાર્થીએ વાલીને જાણ કરી હતી કે મને શાળામાં નથી ફાવી રહ્યું તો મને અહીંયા થી બીજી કોઈ શાળામાં મૂકવામાં આવે આ વ્યવસ્થા ને લઈને વિદ્યાર્થી દ્વારા શાળા છોડવાનું મન બનાવ્યું હતું વિદ્યાર્થી દ્વારા પોતાના વાલી નો સંપર્ક કરી શાળામાંથી એડમિશન કાઢવા માટેનું કીધું હતું વિદ્યાર્થીના વાલી દ્વારા શાળામાં આ બાબતની જાણ સંચાલકોને કરતા સંચાલકો પાસે એલસી ની માંગણી વાલી દ્વારા કરવામાં આવી હતી ત્યારે વાલી એવો દાવો કરી રહ્યા છે કે શાળા સંચાલક દ્વારા એલસી કાઢી આપવા માટે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને જ્યારે એડમિશન લીધું હતું ત્યારે ફી માટેની કોઈ પણ ચર્ચા થઈ ન હતી ત્યારે એલસી લેવા માટે રૂપિયાની માંગણી કરતા જાગૃત વાલી દ્વારા શાળા સંચાલક અને ક્લાર્કનો રૂપિયાની માંગણી કરતો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો વીઓ 2- જ્યારે ઝી 24 કલાકની ટીમ વીડિયોની પુષ્ટિ માટે શાળા ખાતે પહોંચી ત્યારે સામે આવ્યું કે કે જે ભાભોર સ્કૂલ ઓફ સાયન્સ જે દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર ની સંસ્થા દ્વારા સંચાલિત શાળા તે શાળા સંપૂર્ણપણે ખાનગી શાળા હોય તેવું સામે આવ્યું હતું જેની વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક 32000 ફી લેવામાં આવતી હોય છે અને આ વિદ્યાર્થીએ પણ ખાનગી કોર્સમાં અભ્યાસ લીધો હોવાથી તેની પણ ફ્રી 32000 છે અને શાળાના શિક્ષક ભાસ્કર ખાંગુડાએ જણાવ્યું કે બાળકે પણ ખાનગી કોર્સમાં અભ્યાસ લીધો હતો પ્રથમ સેમેસ્ટર ચાલુ થતા બાળકે બે મહિના સુધી અભ્યાસ કર્યો હતો પરંતુ કોઈ કારણોસર તેને ન ફાવતા તેને શાળામાંથી એડમિશન કઢાવવા માટે LC ની માંગણી કરી હતી ત્યારે શાળાની પ્રથમ સેમેસ્ટરની ફી 16000 રૂપિયા થાય છે પણ અમે તેઓની પરિસ્થિતિ જોતા 5000 રૂપિયા લીધા હતા 5000 લેવાનું શાળા સંચાલક દ્વારા કહેવામાં આવ્યું હતું LC આપવા માટે શાળા દ્વારા કોઈપણ પ્રકારના રૂપિયાની માંગણી કરવામાં આવી નથી તેઓ શાળાના શિક્ષક દ્વારા કહેવામાં આવ્યું હતું બાઈટ - બાઈટ - એસ એલ દામા (જિલ્લા શિક્ષણાધિકારી) બાઈટ - ભાસ્કર ખાંગુડા - શાળા શિક્ષક ONE TO ONE - શાળા શિક્ષક ભાસ્કર ખાંગુડા
12
comment0
Report
CPCHETAN PATEL
Aug 13, 2025 12:20:36
Surat, Gujarat:
સુરત રીબડાના પેટ્રોલપંપ પર ફાયરિંગ કરનાર હાર્દિકસિંહ રાંદેર પોલીસ ચોપડે વોન્ટેડ રાંદેર પોલીસે હાર્દિકસિંહ નો કબજો લીધો હાર્દિકસિંહને સુરત કોર્ટમાં રજૂ કર્યો ૩૨૦૭૧ યુએસડીટી ટ્રાન્સફર કરાવવા ગળા પર છરો મૂક્યો હતો રાંદેરમાં ધોરાજીના કાપડ દલાલનું અપહરણ કરીને હાર્દિકસિંહ સહિતે ધમકી આપી હતી પકડાયેલ હાર્દિક વિરુદ્ધ સુરત રાંદેર પોલીસ મથકમાં ગત તા. ૨૭નવેમ્બર, ૨૦૨૪ ગુનો નોંધાયો હતો રાંદેર પોલીસ મથકમાં કૈલાશ, હાર્દિકસિંહ અને બન્ટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી
10
comment0
Report
CPCHETAN PATEL
Aug 13, 2025 11:49:10
Surat, Gujarat:
સુરત :- સરકાર દ્વારા તાપી પાર લિન્ક સ્થગિત કરવાનો મામલો વિધાનસભા વિપક્ષનેતા તુષાર ચોધરી નું નિવેદન ટીવી પર જાહેરાત કરવાથી નહીં ચાલે સરકાર ઓન રેકોર્ડ લખાણ આપે કે તાપી પાર લિન્ક સ્થગિત કરાઈ છે ત્યારે અમે માનીશું કે ખરેખર સરકારે આ પ્રોજેક્ટ સ્થગિત કર્યો છે
12
comment0
Report
GPGaurav Patel
Aug 13, 2025 11:47:02
Ahmedabad, Gujarat:
ગુજરાતની સહકારી બેંકોમાં 1045 ચેરમેન-ડિરેક્ટરો RBI ના નિયમ વિરૂદ્ધના રાજ્યસભામાં કેન્દ્રના નાણાંવિભાગે લેખિતમાં આપ્યો જવાબ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે નિયમ વિરુદ્ધ સત્તા પર બેસી રહેલા સભ્યો અંગે કર્યો હતો સવાલ ADC, GSC સહિતની મુખ્ય 16 સહકારી સંસ્થાઓના 169 ડિરેક્ટરો નિયમ વિરુદ્ધ પોતાના પદ પર અન્ય 145 સહકારી બેંકોના 876 ચેરમેન-ડિરેક્ટરો પણ ખોટી રીતે પોતાના પદ પર નિયમ મુજબ 8 વર્ષથી વધુ સમય સહકારી બેંકોમાં ચેરમેન-ડિરેક્ટર પદે એકજ વ્યક્તિ ના રહી શકે નાણાં વિભાગના જવાબ બાદ શક્તિસિંહ ગોહિલે કરી માંગ RBI ના નિયમ વિરુદ્ધ પોતાના પદ પર ચોંટી રહેલ ડિરેક્ટરોને હટાવવામાં આવે સહકારી બેંકોમાં પારદર્શિતા માટે RBI એ કાયદામાં સુધારો કરાયો હતો:શકતીસિંહ ભાજપના સભ્યો માટે અને અન્ય માટે કાયદો અલગ અલગ કાયદાની જોગવાઈ મુજબ એમને દૂર કરવા જોઈએ RBI અને સરકારની જવાબદારી કે કાયદાનું પાલન થવું જોઈએ અમિત શાહ સહકારી મંત્રી છે ત્યારે કાયદાનું પાલન કરાવે એ જરૂરી ADC બેન્ક સ્ટે લઇ બેસી છે, આ કેસમાં કેન્દ્ર સરકાર પાર્ટી બને એ જરૂરી બાઇટ શક્તિસિહ ગોહિલ સાંસદ રાજ્યસભા
12
comment0
Report
GPGaurav Patel
Aug 13, 2025 11:45:06
Ahmedabad, Gujarat:
51 બસનો રાજ્યની એસ ટી નિગમમાં થયો ઉમેરો વાહન વ્યવહાર મંત્રીએ રાણીપ બસ સ્ટેશન ખાતે કર્યુ લોકાર્પણ મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે 51 એસટી બસનું લોકાર્પણ નવી બસો ઉમેરાતા મુસાફરોમે વધુ સુવિધા મળી રહેશે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન વધુ માં વધુ લોકો સુધી કનેક્ટિવિટી પહોચાડવા અને જ્યાં કનેક્ટિવિટી છે તે વધુ સુદ્રઢ બનાવવા પ્રયાસ અમદાવાદના ધારાસભ્ય અને સાસંદોની માંગણીઓને ધ્યાને લઇ નવી બસોનું લોકાર્પણ કુલ ૪૫ નવી બસનું લોકાર્પણ રાણીપ બસ પોર્ટ થી કરવામાં આવ્યું જેમાં ૫ એસી સુપર ડીલક્સ ૧૦ મીડી અને ૩૦ મોટી બસનો સમાવેશ મુસાફરોને આવતીકાલથી જ વધારે સુવિધા મળશે બાઇટ હર્ષ સંઘવી વાહન વ્યવહાર મંત્રી ગુજરાત
12
comment0
Report
SBShilu Bhagvanji
Aug 13, 2025 11:31:34
Porbandar, Gujarat:
પોરબંદર ખીજદળ ગામે ધોળા દિવસે થયેલા લૂંટનો મામલો 5 આરોપીઓની સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ આરોપીઓ વિરુદ્ધ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં નોધાયા છે ગુનાઓ પોલીસે ખીજદળ ગામે લૂંટના મામલામા ગણતરીની કલાકોમાં તમામ મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા
13
comment0
Report
SBShilu Bhagvanji
Aug 13, 2025 11:31:29
Porbandar, Gujarat:
પોરબંદર પોરબંદર પોલીસે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી પોરબંદર એલસીબીએ ડ્રોનનો ઉપયોગ કરી બરડા અભયારણ્યમાં ચાલતી ભઠ્ઠી ઝડપી દેશી દારૂની ભઠ્ઠી સહિત ૫૮ હજાર કરતા વધુના મુદામાલ સાથે ૧ આરોપીને પકડી પાડ્યો,૧ આરોપી ફરાર રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઇ ફરીયાદ
14
comment0
Report
GDGaurav Dave
Aug 13, 2025 10:46:12
Rajkot, Gujarat:
SLUG - 1308ZK_LIVE_RJT_COLLECTOR_VISIT FEED SEND TVU 75 એન્કર - રાજકોટમાં આવતીકાલથી જન્માષ્ટમીના લોકમેળાનો પ્રારંભ થવાનો છે. ૧૪ થી ૧૮ ઓગસ્ટ સુધી લોકમેળો ચાલશે. લાખોની સંખ્યામાં લોકો લેશે મેળાનો લાભ લેશે. જેમાં મેળામાં રમકડાંના ૧૧૦ સ્ટોલ નાની ચકરડી ૧૮ મધ્યમ ચકરડી ૩ ખાણીપીણી અને આઇસ્ક્રિમ ૬૮ સ્ટોલ યાંત્રિક રાઇડ્સ ૩૪ કેટલાક રસ્તાઓ ડાયવર્ટ કરાયા રેસકોર્ષ રિંગરોડને જોડતા ૮ રસ્તાઓ પર વાહનચાલકો માટે પ્રતિબંધ ૧૪ સ્થળોએ ફ્રિ પાર્કિંગ વાહનચોરી અટકાવવા પાર્કિંગમાં સીસીટીવી રખાશે. ૨ ડીસીપી,૩ એસીપી,૧૫ પીઆઇ સહિત ૧૭૦૦થી વધારે પોલીસ જવાનો તૈનાત રહેશે, મેળામાં ૧૪ વોચ ટાવરમાં વિડીયોગ્રાફી અને સીસીટીવી કેમેરા સજ્જ રહેશે. NDRF અને SDRFની ટીમો મેળામાં તૈનાત રહેશે. ફાયરની ટીમ પણ સ્ટેન્ડ ટૂ રહેશે. ભીડને કન્ટ્રોલ કરવા માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. લોકમેળામાં આજે મોકડ્રિલ યોજવામાં આવી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગ ખડેપગે રહ્યું હતું. ચકડોળમાં યુવક ફસાતા તેને હાઇડ્રોલિક સીડી મારફતે નીચે ઉતારવામાં આવ્યો હતો. આગ લાગતા ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સ દ્વારા કામગીરી કરાઈ હતી. * *બાઈટ - ડો. ઓમ પ્રકાશ, જિલ્લા કલેકટર, રાજકોટ*
14
comment0
Report
GDGaurav Dave
Aug 13, 2025 10:45:22
Rajkot, Gujarat:
SLUG - 1308ZK_LIVE_RJT_CRIME_CONFARANCE REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED SEND TVU 75 એન્કર - જન્માષ્ટમી પર્વને લઇને રાજકોટ રેન્જ દ્રારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી અંગે પોલીસ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દ્વારકાધીશ મંદિર ખાતે ૬ ઝોનમાં પોલીસ તૈનાત રહેશે. ૨ ડીવાયએસપી,૧૯ પીઆઇ-પીએસઆઇ,૧૬૧ પોલીસ જવાનો મળીને કુલ ૩૫૬ જેટલો પોલીસનો બંદોબસ્ત રહેશે. બેટ દ્વારકા ખાતે પણ વિશેષ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. ડ્રોનના માધ્યથી જગત મંદિરની સુરક્ષા કરાશે. મંદિર પરિસરને પણ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે. બાઇટ-અશોકકુમાર યાદવ,રેન્જ આઇજી,રાજકોટ રેન્જ જન્માષ્ટમી પર્વ પર લોકમેળા અને શોભાયાત્રાને લઇને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ રેન્જના પાંચ જિલ્લાઓમાં વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા. રાજકોટ ગ્રામ્ય,સુરેન્દ્રનગર,મોરબી,જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં ૯૦થી વધારે જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળશે. રાજકોટ રેન્જમાં તરણેતરના મેળા સહિત ૪૪ નાના મોટા લોકમેળાનું આયોજન લોકમેળાને લઇને વિશેષ બંદોબસ્ત તૈનાત રહેશે. દરેક સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત રહેશે. CCTV કેમેરા અને ડ્રોનની મદદથી સર્વેલન્સ કરવામાં આવશે. AI ટેક્નોલોજીની પણ મદદ લેવામાં આવશે. રેન્જ આઇજી અશોકકુમાર યાદવે લોકોને કરી અપીલ ધાર્મિક કાર્યક્રમો લોકો શાંતિ અને સુરક્ષા સાથે ઉજવે સોશિયલ મિડીયામાં આપતિજનક પોસ્ટ ન મૂકે જો કોઇ વ્યક્તિ સોશિયલ મિડીયામાં આપત્તિજનક પોસ્ટ મૂકશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. બાઇટ-અશોકકુમાર યાદવ,રેન્જ આઇજી,રાજકોટ રેન્જ રાજકોટ જેતપૂર સિક્સ લેન હાઇવેમાં ટ્રાફિકની વ્યવસ્થાને લઇને રેન્જ આઇજી અશોક કુમાર યાદવે નિવેદન આપતા કહ્યું હતું કે, તહેવારોના સમયમાં ટ્રાફિકની સૌથી મોટી સમસ્યા થાય છે. ટ્રાફિકને લઇને વિશેષ વ્યવસ્થા હાથ ધરાશે.ડાયવર્ઝનને લઇને પણ ટ્રાફિક વ્યવસ્થા કરાશે. લોકોને ઓછામાં ઓછી અગવડતા પડે તે માટે વિશેષ બંદોબસ્ત ગોઠવાશે. બાઇટ- અશોકકુમાર યાદવ,રેન્જ આઇજી,રાજકોટ.
14
comment0
Report
GDGaurav Dave
Aug 13, 2025 10:36:58
Rajkot, Gujarat:
SLUG - 1308ZK_LIVE_RJT_MELO_TAIYARI REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED - TVU 75 એંકર : સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આવતીકાલથી ખુલ્લો મુકવામાં આવશે. રાજ્યના કૃષિ તેમજ રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજી પટેલના હસ્તે લોકમેળો ખુલ્લો મુકવામાં આવશે. આગામી પાંચ દિવસ સુધી લાખો લોકો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર લોકમેળાની મુલાકાત લેવાના છે. ત્યારે લોકમેળાને લઈ તમામ તૈયારીઓ લોકમેળા સમિતિ દ્વારા જિલ્લા કલેકટર ડોક્ટર ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં પૂર્ણ કરી લેવામાં આવી છે. તેમજ લોકમેળો શરૂ થાય તે પૂર્વે ફાયર વિભાગ તેમજ 108ની ટીમ દ્વારા મોકડ્રિલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે ચાલુ વર્ષે લોકમેળા ક્યાં ક્યાં આકર્ષણો હશે તે અંગે જુઓ અમારો આ રિપોર્ટ વિઓ - 1 સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાતો હોય છે. ત્યારે ચાલુ વર્ષે પણ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે 14 મી ઓગસ્ટ થી 18 મી ઓગસ્ટ સુધી લોકમેળો યોજવાનો છે. ત્યારે લોકમેળાને લઈ લોકમેળા સમિતિ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રાજકોટ શહેર પોલીસ સાથે મળીને લોકમેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. લોકમેળામાં બે ડીસીપી સહિત 1941 જેટલા પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે. તો સાથો સાથ 14 જેટલા વોચ ટાવર ઉપરથી બાજ નજર પણ રાખવામાં આવશે. લોક મેળાને લઈ રાજકોટ શહેર પોલીસ દ્વારા જુદી જુદી 14 જેટલી જગ્યાએ પાર્કિંગ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. તેમજ વાહનોને અવરજવરને લઈ જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. રાજકોટના રેસકોર્સ રીંગરોડને જોડતા આઠ જેટલા રસ્તાઓ ઉપર ઈમરજન્સી સેવા સાથે સંકળાયેલા સિવાયના વાહનો ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમજ વાહન ચોરી અટકાવવા માટે પાર્કિંગમાં સીસીટીવી દ્વારા નજર પણ રાખવામાં આવશે. બાઈટ : વિનાયક પટેલ, એસીપી ટ્રાફિક વિભાગ, રાજકોટ શહેર ચાલુ વર્ષે લોકમેળામાં 110 જેટલા રમકડાના સ્ટોલ, 8 જેટલી નાની ચકરડી, 3 જેટલી મધ્યમ ચકરડી, તેમજ 68 જેટલા ખાણીપીણી તેમજ આઈસ્ક્રીમના સ્ટોલ તો સાથો સાથ 34 જેટલી યાંત્રિક રાઇડ્સની મજા લોકો માણી શકશે. મેળામાં સુરક્ષાની દ્રષ્ટિએ એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે. ફાયરની ટીમ તેમજ 108ની ટીમ પણ સ્ટેન્ડ ટુ રહેશે. ભીડને કંટ્રોલ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. બાઈટ : ડો.ઓમ પ્રકાશ, જીલ્લા કલેક્ટર, રાજકોટ વિઓ - 2 આવતીકાલે રાંધણ છઠ થી સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો લોકો માટે ખુલ્લો મુકવામાં આવનાર છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે અગાઉથી જ મોકડ્રીલ લોકમેળા સ્થળે યોજવામાં આવી હતી. મોકડ્રીલ સમયે ખુદ જિલ્લા કલેકટર ડોક્ટર ઓમ પ્રકાશ હાજર રહ્યા હતા. લોકમેળામાં કોઈ કારણોસર ફજત ફાળકામાં આગજનીનો બનાવ સામે આવે ત્યારે કઈ રીતે કેટલા સમયમાં આગ બુજાવી શકાય? તેમજ કઈ રીતે ફજત ફાળકામાં બેઠેલા લોકોનું રેસ્ક્યુ કરી શકાય તેમજ કેટલા સમયમાં કરી શકાય તે સહિતની બાબતો અંગેની મોકડ્રીલ યોજવામાં આવી હતી. બાઈટ - ડો. ઓમ પ્રકાશ, જીલ્લા કલેક્ટર, રાજકોટ વિઓ - 3 ગત વર્ષે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં વરસાદ વેરી બન્યો હતો. શરૂઆતમાં તંત્રના કડક વલણના કારણે યાંત્રિક રાઇડને મંજૂરી મોડી મળી હતી. તો સાથો સાથ મંજૂરી મળ્યા બાદ પણ સતત વરસાદી માહોલ રહેતા કલેક્ટર તંત્ર દ્વારા પ્લોટ તેમજ સ્ટોલની ખરીદી કરનારા લોકોને પૈસા પરત આપવાની ફરજ પણ પડી હતી. ત્યારે ચાલુ વર્ષે વરસાદ વેરી બને છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે. વોકથ્રુ - ગૌરવ દવે
14
comment0
Report
CPCHETAN PATEL
Aug 13, 2025 10:36:40
Surat, Gujarat:
સુરત બ્રેકિંગ આંગણીયા પેઢીમાં RTGS થી પૈસા ટ્રાન્સફર કરવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાય સરથાણા પોલીસ દ્વારા 12,50,000 ના મુદ્દા માલ સાથે આ ટોળકીને ઝડપી પાડવામાં આવી સરથાણા પોલીસ દ્વારા કિશોર ઘોડાદરા, કિરીટ પટેલ અને જયેશ કેરાસીયાની ધરપકડ કરવામાં ત્રણેય આરોપી સુરતના કતારગામ વિસ્તારના રહેવાસી છે અને દલાલીના કામ સાથે જોડાયેલા છે આ ત્રણેય આરોપીઓએ આંગણીયા પેઢીમાં પૈસા ટ્રાન્સફર કરાવવાના બહાને લોકો પાસેથી RTGS પૈસા લીધા હતા આરોપીઓએ પૈસા RTGS કરવાના બહાને ફરિયાદી પાસેથી 1લાખ રૂપિયા કમિશન અને 50 લાખ રૂપિયા RTGS કરવાના લીધા હતા ત્યારબાદ ફરિયાદીને પૈસા RTGS કર્યા ન હતા આમ 51 લાખ રૂપિયાની છેતરપિંડી આરોપીઓએ સાથે મળી ફરિયાદી સાથે કરી આ મામલે સરથાણા પોલીસમાં ફરિયાદ થતા પોલીસે 12,50,000 રોકડા સાથે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા બાઈટ - આલોક કુમાર , DCP સુરત પોલીસ
14
comment0
Report
DPDhaval Parekh
Aug 13, 2025 10:33:37
Navsari, Gujarat:
એપ્રુવ્ડ બાય : હમીમ સર... સ્લગ : NVS DARU MEHFIL નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 8 ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 13 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : જલાલપોરના આસણા ગામની પ્રાથમિક શાળામાં વિદેશી દારૂની મહેફિલ માણતા યુવાનોનો વીડિયો ઉતારી નજીકમાં રહેતા યુવાને વાયરલ કરતા, ગત રોજ અંદાજે 50 લોકોનું ટોળુ યુવાનના ઘરે પહોંચી ઝઘડો કરીને માર મારવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જોકે શિક્ષાના ધામમાં દારૂની મહેફિલ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે. વી/ઓ : નવસારીના જલાલપોર તાલુકાના આસણા ગામના માહ્યાવંશી ફળિયા નજીક આવેલી વર્ગ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા શાળાને નજીકની શાળામાં બંધ કરવામાં આવી હતી. જેથી શાળાનું મકાન થોડા મહિનાઓથી બંધ પડ્યું છે. આસણા વર્ગ શાળાના આ બંધ મકાનને અસમાજિક તત્વો પોતાનો અડ્ડો બનાવી રહ્યા છે. ત્યારે ગત રક્ષાબંધનના દિવસે કેટલાક યુવાનો આ બંધ વર્ગ શાળાના ઓટલે વિદેશી દારૂની મેહફીલ માણતા નજીકમાં જ રહેતા રાહુલ રાઠોડે જોયા હતા. જેથી રાહુલે તેમને શાળા પરિસરમાં દારૂ ન પીવા સમજાવ્યા, પણ તેઓ માન્યા નહીં. જેથી રાહુલે વિદેશી દારૂ પી રહેલા યુવાનોનો વીડિયો બનાવી, ગામના સરપંચને મોકલ્યો હતો અને તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જોકે સરપંચે શાળાની નજીકમાં રહેતા ડેપ્યુટી સરપંચને જાણ કરી આવી ઘટના ફરી ન બને એનું ધ્યાન રાખવા સૂચના આપી હતી. સાથે જ યુવાનાઓ ગામના છે કે કેમ એની તપાસ પણ કરી હતી. પણ દારૂ મહેફિલ માણતા યુવાનો બહારના હોવાનું જણાયું હતું. બાઈટ : ફુઝૈલ પટેલ, સરપંચ, આસણા ગામ, નવસારી વી/ઓ : રાહુલ રાઠોડે બંધ પડેલી શાળામાં દારૂ મહેફિલ માણતા યુવાનોનો વીડિયો વાયરલ કરતા ગત રોજ સાંજે ગામના કેટલાક લોકો રાહુલના ઘરે પહોંચ્યા હતા અને તેને વીડિયો કેમ વાયરલ કર્યો, એ મુદ્દે ધમકાવ્યો હતો. સાથે જ રાહુલને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાના આક્ષેપો સાથે રાહુલના પિતા ખંડુ રાઠોડે મરોલી પોલીસ મથકે અરજી કરી હતી. બાઈટ : ખંડુ રાઠોડ, રાહુલના પિતા, આસણા ગામ, નવસારી જ્યાં યુવાનો દારૂ મહેફિલ માણી રહ્યા હતા, એ બંધ શાળામાંથી વોક થ્રૂ કર્યુ છે...
14
comment0
Report
TDTEJAS DAVE
Aug 13, 2025 10:04:03
Mehsana, Gujarat:
વિજાપુર નકલી પનીર બનાવતી ફેક્ટરી નો મામલો પનીર માફિયા ના ત્યાં ફૂડ વિભાગે દારોડો પાડ્યો હતો મોટી માત્રા માં પામોલિન માંથી પનીર બનાવવા નો જથ્થો ઝડપાયો હતો રેડ બાદ ઝી 24 કલાક ની ટિમ પર હુમલા કેસ માં પનીર માફિયા પોલીસ કસ્ટડી માં છે પનીર માફિયા દિનેશ પટેલ ની ફેક્ટરી નું ફૂડ લાયસન્સ રદ્દ થયું મહેસાણા ફૂડ વિભાગે ડીવાઇન ફૂડ ફેક્ટરી નું લાયસન્સ રદ્દ કર્યું એન્કર;- મહેસાણા જિલ્લા વિજાપુર માં ડીવાઇન ફૂડ નામ ની ફેક્ટરી માં નકલી પનીર બનાવવા નો કાળો કારોબાર ઝડપાયા બાદ એક પછી એક કાનૂની કાર્યવાહી નકલી પનીર માફિયા દિનેશ પટેલ સામે થઈ રહી છે.નકલી પનીર માફિયા ના ત્યાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ના દરોડા બાદ પામોલિન તેલ માંથી પનીર બનાવવા નું સામે આવ્યું હતું અને ત્યાં કવરેજ કરવા ગયેલા ઝી 24 કલાક ની ટિમ ઉપર પનીર માફિયા દિનેશ પટેલે હુમલો કર્યો હતો.પનીર માફિયા ના હુમલા બાદ દિનેશ પટેલ સામે પોલીસ ફરિયાદ થઈ હતી અને હાલ માં નકલી પનીર માફિયા દિનેશ પટેલ ની ધરપકડ મહેસાણા એલસીબી એ કરી છે અને હાલ માં પોલીસ કસ્ટડી માં દિનેશ પટેલ ત્રણ દિવસ ના રિમાન્ડ ઉપર છે.જોકે પોલીસ વિભાગ ની કડક કાર્યવાહી બાદ હવે મહેસાણા જિલ્લા ફૂડ વિભાગે પણ નકલી પનીર માફિયા ની ફેક્ટરી નું ફૂડ લાયસન્સ રદ્દ કરતા અખાદ્ય એવી પનીર, બટર,ચીઝ અને માવા જેવી નકલી ખાદ્ય વસ્તુઓ બનાવતી ફેક્ટરી માલિકો માં ફફડાટ વ્યાપી ગયો છે. બાઈટ;-મિલાપ પટેલ--------ડીવાયએસપી તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
14
comment0
Report
TDTEJAS DAVE
Aug 13, 2025 10:03:49
Mehsana, Gujarat:
એન્કર;- ઊંઝાના વણાગલા-હાજીપુર રોડ પરથી મળી આવેલી એક યુવકની લાશે સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. આ મામલાનો ઊંઝા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલ લાવી દીધો છે. અને આ કેસમાં ખુદ મૃતકનો સગો મોટો ભાઈ જ હત્યારો નીકળતા સૌ કોઈ ચોંકી ગયા છે. આ કેસનો ઊંઝા પોલીસે કઈ રીતે પર્દાફાશ કર્યો અને હત્યારાનો પર્દાફાશ કેવી રીતે થયો, જોઈએ અમારા આ ખાસ અહેવાલમાં. વિઓ;-1 ઊંઝાના હાજીપુર-વણાગલા રોડ પર એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. રોડની બાજુમાં આવેલા એક ખેતરમાંથી 26 વર્ષીય યુવકની લાશ મળી આવી હતી. પોલીસને જાણ થતાં જ ઊંઝા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. શરૂઆતમાં, મૃતકની ઓળખ થઈ ન હતી. પરંતુ તપાસ દરમિયાન યુવક વણાગલા ગામનો મહેશ ઉર્ફે લતીફ ભગવાનભાઈ ચૌધરી હોવાનું સામે આવ્યું હતું. આ યુવકની ગંભીર ઇજાઓ જોતા, પોલીસે હત્યાની આશંકા સાથે તપાસ શરૂ કરી હતી.ઊંઝા પોલીસની અલગ-અલગ ટીમો આ કેસનો ભેદ ઉકેલવા માટે કામે લાગી હતી. પોલીસે ડોગ સ્ક્વોડ અને FSLની મદદ લીધી હતી. મૃતકનો પરિવાર અને નજીકના સંબંધીઓની પૂછપરછ દરમિયાન પોલીસને કેટલીક શંકાસ્પદ વિગતો મળી હતી. પોલીસે મૃતકના મોટા ભાઈ સુહાગ ભગવાનભાઈ ચૌધરી અને તેના મામાના દીકરા ભરત કચરાભાઈ ચૌધરી પર શંકાની સોય તાણી હતી. આ દરમિયાન, પોલીસને જાણ થઈ કે ઘટનાવાળા દિવસે સુહાગ તેના શરીર પર થયેલી ઈજાઓની સારવાર કરાવવા માટે હોસ્પિટલ ગયો હતો અને તેણે આ ઇજાઓ ગાયે માર મારતા થઈ હોવાનું ખોટું બહાનું પણ આપ્યું હતું. બાઈટ;-મિલાપ પટેલ-------ડીવાયએસપી વિઓ;-2 પોલીસની સઘન પૂછપરછમાં, સુહાગે આખરે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. તેણે જણાવ્યું કે રવિવારની રાત્રે મહેશ ઉર્ફે લતીફ તેની માતા પાસે પૈસા માગી રહ્યો હતો અને બોલાચાલી થઈ હતી. આ મામલો એટલો વકર્યો કે સુહાગે ઉશ્કેરાઈને ધારદાર હથિયારથી મહેશ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થવાને કારણે મહેશનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.હત્યા બાદ, સુહાગે આ ઘટનાને અકસ્માતમાં ખપાવી દેવા માટે તેના મામાના દીકરા ભરતની મદદ લીધી હતી. બંનેએ મહેશની લાશને એક કોથળામાં ભરીને વણાગલા-હાજીપુર રોડ પર આવેલા ખેતરમાં ફેંકી દીધી હતી. બાઈટ;-મિલાપ પટેલ---------ડીવાયએસપી આ સમગ્ર ઘટના બાદ, પોલીસે બંને આરોપીઓ સુહાગ ભગવાનભાઈ ચૌધરી અને ભરત કચરાભાઈ ચૌધરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના કાકાની ફરિયાદના આધારે, પોલીસે બંને હત્યારાઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
14
comment0
Report
Independence Day
Advertisement
Back to top