Back
नवसारी: 15 वर्षीय के साथ प्रेमजाल, बलात्कार आरोपी 10 दिन में चार्जशीट
DPDhaval Parekh
Sept 27, 2025 10:50:05
Navsari, Gujarat
એપ્રુવડ બાય : તપનભાઈ
સ્લગ : NVS RAPE CHARGESHIT
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 27 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એંકર : નવસારીના બીલીમોરામાં ઈન્સ્ટાગ્રામ થકી 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી એની સાથે વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર નરાધમની ધરપકડ બાદ તેની સામે 10 દિવસમાં જ તમામ પુરાવાઓ સાથે ચાર્જશીટ રજૂ કરી, પીડિતાને વહેલો ન્યાય અપાવવાનો પ્રયાસ કર્યો છે.
વી/ઓ : નવસારીના બીલીમોરા શહેર નજીકના એક ગામડાની 15 વર્ષીય સગીરાને મૂળ ઉત્તરપ્રદેશના અને બીલીમોરા ચીખલી માર્ગના એક ગામડામાં સંબંધીના હેર સેલૂનમાં કામ કરતા સદ્દામ હુસૈન રમજાન સલમાનીએ સોશ્યલ મીડિયા થકી મિત્રતા કેળવી હતી. સગીરા તેની નજીકમાં જ રહેતી હોવાથી તેની સાથે મુલાકાતો શરૂ કરી અને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં નરાધમ સદ્દામ હુસૈને પીડિતાને લગ્નની લાલચ આપી, તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જેના થકી પીડિતાને ગર્ભ રહી ગયો હતો. પરંતુ એ મુદ્દે સગીરાએ પોતાના પરિવારથી વાત છુપાવી હતી. બીજી તરફ ગર્ભ રહ્યા બાદ પણ સગીરાના શરીરમાં કોઈ બદલાવ જણાયો ન હતો. જેમાં ગર્ભ અંદાજે 7 મહિનાનો થઈ ગયો હતો. દરમિયાન ગત 15 સપ્ટેમ્બર પૂર્વે સગીરાને રાત્રિના સમયે પેટમાં અચાનક દર્દ ઉપડતા, પોતાના ઘરના બાથરૂમમાં ગઈ હતી. જ્યાં અચાનક તેને પ્રસૂતિ જેવી જ પીડા ઉપડી અને ગર્ભપાત થઈ ગયો હતો. દીકરીની સ્થિતિ જોતા પરિવાર હેબતાઈ ગયો હતો અને તેને તાત્કાલિક નજીકની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડી હતી. સાથે જ મૃત ગર્ભ બાબતે તેની પૂછપરછ કરતા સદ્દામ હુસૈન સલમાનીનું નામ સામે આવ્યું હતું. સમગ્ર મુદ્દે પરિવારે બીલીમોરા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી હવસખોર સદ્દામ હુસૈનની ધરપકડ કરી, તેનો જાહેરમાં વરઘોડો કાઢી સબક શીખવ્યો હતો. જ્યારે ગુનાની ગંભીરતા સમજી બીલીમોરા પોલીસ ઇન્સ્પેક્ટર ચાવડાએ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનમાં મૃતક ભૃણ અને આરોપીના DNA નું સુરત FSL માં પરીક્ષણ કરાવતા બંને DNA મળ્યા હતા. જેની સાથે જ પોલીસે વૈજ્ઞાનિક, સાંયોગિક, ટેકનિકલ અને મેન્યુઅલ પુરાવાઓ સાથે સંબંધિતોના નિવેદનો નોંધી 250 પાનાંની ચાર્જશીટ 10 જ દિવસમાં નવસારી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં રજૂ કરી હતી. જેની સાથે જ પીડિતાને વહેલો ન્યાય મળે એ દિશામાં ગુજરાત સરકારના 0 ટોલરન્સના સંકલ્પને પ્રતિપાદિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
બાઈટ : ભગીરથસિંહ ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક, ચીખલી વિભાગ, નવસારી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKAtul Kumar Yadav
FollowSept 27, 2025 15:17:170
Report
KRKishore Roy
FollowSept 27, 2025 15:17:070
Report
GPGaurav Patel
FollowSept 27, 2025 13:30:150
Report
GPGaurav Patel
FollowSept 27, 2025 13:30:070
Report
RKRaj Kishore Soni
FollowSept 27, 2025 12:47:040
Report
CPCHETAN PATEL
FollowSept 27, 2025 12:46:550
Report
HPHital Parekh
FollowSept 27, 2025 12:16:550
Report
AKArpan Kaydawala
FollowSept 27, 2025 12:03:570
Report
CPCHETAN PATEL
FollowSept 27, 2025 12:03:520
Report
GPGaurav Patel
FollowSept 27, 2025 11:15:100
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowSept 27, 2025 10:48:520
Report
PTPremal Trivedi
FollowSept 27, 2025 10:48:090
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 27, 2025 10:06:070
Report
MDMustak Dal
FollowSept 27, 2025 10:04:440
Report