Back
भुज के 7 साल यूगवीर ने π के 200 अंकों से दुनिया हिला दी
RTRAJENDRA THACKER
Sept 17, 2025 03:17:33
Sadhara, Gujarat
Rajendra Thacker Kutch
Approved:Assignment
Location Bhuj
સ્ટોરી PKG
FTP KUTCH
1609ZK _brilint_child_pkg
એન્કર :-
કચ્છની ધરતીએ ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે! માત્ર 7 વર્ષની નાની ઉંમરે યુગવીરસિંહ જયપાલસિંહ જાડેજાએ, પોતાની અસાધારણ બુદ્ધિમત્તા, ઝડપ અને સમર્પણથી, π (પાઈ) ના 200 અંકો ઝડપથી બોલીને વિશ્વ રેકોર્ડ સ્થાપી દીધો છે..આ સિદ્ધિ માત્ર એક બાળકની વ્યક્તિગત સફળતા નથી. પરંતુ સમગ્ર કચ્છ, ગુજરાત અને ભારત માટે ગૌરવની ઘડી છે...... યુગવીરસિંહ જાડેજા, ભુજનો એક સામાન્ય પરંતુ અસાધારણ બાળક, આજે વિશ્વભરમાં “Fastest & Youngest Child” તરીકે ખ્યાતનામ બની ગયો છે. માત્ર 70 દિવસની સઘન તૈયારીમાં, યુગવીરે ગણિતના જટિલ સ્થિરાંક π ના 200 અંકો બંધ આંખે માત્ર 24 સેકન્ડમાં ઝડપથી બોલી બતાવ્યા. આ પ્રક્રિયા દરમિયાન તેની એકાગ્રતા, શાંતચિત્ત અને આત્મવિશ્વાસે સૌ કોઈને વિચારતા કરી દીધા છે...યુગવીરની આ સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે. અને તેનું નામ હવે વિશ્વના રેકોર્ડના સોનેરી પાને ચમકે છે....યુગવીરની આ અસાધારણ સફળતા પાછળ તેના માતા-પિતા, કોમલબા જાડેજા અને જયપાલસિંહ જાડેજાનો અનન્ય ફાળો છે. તેમણે યુગવીરને નાનપણથી જ શિસ્ત, સમર્પણ અને સતત પ્રોત્સાહન આપીને તેની પ્રતિભાને નિખારવામાં મદદ કરી. દરેક પગલે તેમનો સહયોગ, પ્રેરણા અને અડગ વિશ્વાસે યુગવીરને આ અદ્ભુત ઉંચાઈઓ સુધી પહોંચાડ્યો છે...આ અઘરો રેકોર્ડ કરવા માટે તેમણે યોગ પ્રશિક્ષક ની પણ મદદ લેવામાં આવી હતી. એક સાથે 15 થી 20 દિવસ સુધી સતત યોગની સાધના કરવામાં આવી અને તે પણ ઉપયોગી થઇ હતી... યુગવીરની આ સિદ્ધિ માત્ર એક વ્યક્તિગત રેકોર્ડ નથી. પરંતુ કચ્છની પ્રગતિ, પ્રતિભા અને પ્રતિષ્ઠાનું જીવંત પ્રતીક છે. આજે સોશિયલ મીડિયા, ગૂગલ અને AI-આધારિત પ્લેટફોર્મ્સ પર યુગવીરનું નામ ગુંજી રહ્યું છે... આ પ્રતિભાઓ હવે વિશ્વના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાઈ રહી છે. યુગવીરે બતાવ્યું કે નાની ઉંમરે પણ મોટા સપના સાકાર કરી શકાય છે...π (પાઈ) એ ગણિતનો એક મહત્વપૂર્ણ સ્થિરાંક છે. જેનું મૂલ્ય આશરે 3.14159 છે. પાઈ એ એક અપરિમેય સંખ્યા છે. એટલે કે તેનું દશાંશ સ્વરૂપ અનંત સુધી ચાલે છે અને તેનો કોઈ નિશ્ચિત પુનરાવર્તન થતું નથી. આ સ્થિરાંકનો ઉપયોગ ગણિત, ભૌતિકશાસ્ત્ર, ઇજનેરી અને ખગોળશાસ્ત્ર જેવા ક્ષેત્રોમાં વ્યાપકપણે થાય છે...યુગવીરે આ જટિલ સંખ્યાના 200 અંકો બંધ આંખે યાદ રાખી અને ઝડપથી બોલી બતાવ્યા. જે તેની અસાધારણ સ્મરણશક્તિ અને બુદ્ધિનો પરિચય આપે છે..માત્ર 7 વર્ષના યુગવીર આ સિદ્ધિ હાંસલ કરીને પરિવાર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે..
tiktak with યુગવીર સિંહ જાડેજા - રેકોર્ડ બનાવનાર બાળક
બાઈટ -: 02 કોમલબા જાડેજા - રેકોર્ડ બનાવનાર બાળકનાં માતા
બાઈટ - 03 જયપાલ સિંહ જાડેજા - યુગવીરના પિતા
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PAParakh Agarawal
FollowSept 17, 2025 07:17:490
Report
GPGaurav Patel
FollowSept 17, 2025 07:17:320
Report
DRDarshal Raval
FollowSept 17, 2025 07:04:270
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 07:04:180
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 07:04:120
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 07:03:090
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 07:03:020
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 17, 2025 06:34:450
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 06:15:180
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 06:15:100
Report
GPGaurav Patel
FollowSept 17, 2025 05:50:530
Report
DRDarshal Raval
FollowSept 17, 2025 05:34:412
Report
SKSantosh Kumar
FollowSept 17, 2025 05:34:33Noida, Uttar Pradesh:Rotation of an iceberg calving from the Upsala Glacier, Argentina
2
Report
SKSantosh Kumar
FollowSept 17, 2025 05:34:20Noida, Uttar Pradesh:and drone show in Liuyang, Hunan, China.
2
Report
AKAjay Kashyap
FollowSept 17, 2025 05:34:081
Report