Back
भावनगर में मोदी के आगमन के साथ 33,600 करोड़ के विकास उद्घाटन
NDNavneet Dalwadi
Sept 20, 2025 16:45:06
Bhavnagar, Gujarat
રિપોર્ટર: નવનીત દલવાડી.
લોકેશન: ભાવનગર.
તારીખ: ૨૦/૦૯/૨૦૨૫.
સ્ટોરી: પેકેજ.
એપ્રુવલ: ડેસ્ક.
સ્લગ: ભાવનગરમાં પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં “સમુદ્ર સે સમૃધ્ધિ” કાર્યક્રમ યોજાયો.
એન્કર/વિઓ:
ભાવનગર ખાતે આજે સવારે 10 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન એરપોર્ટ પર થયું હતું. જ્યાંથી મહિલા કોલેજ સર્કલ પહોચી રોડ શો યોજ્યા બાદ જવાહર મેદાન ખાતે સભા સ્થળે પહોંચ્યા હતા. આ તકે વડાપ્રધાનના ભવ્ય સ્વાગત બાદ રૂ.૩૩,૬૦૦ કરોડથી વધુનાં વિકાસ કામોનાં ખાતમૂહુર્ત - લોકાર્પણ અને વિવિધ પ્રોજેક્ટસ દેશને અર્પણ કર્યા હતા. ”ચિપ થી શિપ” સુધીના નિર્માણ દ્વારા આત્મનિર્ભરતા કેળવી ભારતની સમૃધ્ધિનું દ્વાર ખોલવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ કહ્યું કે ''સો દુ:ખોની એક જ દવા'' અને તે છે આત્મનિર્ભર ભારત, સાથે એમ પણ કહ્યું કે બીજા દેશો પર નિર્ભરતા એ આપણો સૌથી મોટો અને સાચો શત્રુ છે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, ભારતનું કોઇ દૂશ્મન નથી. દૂશ્મન હોય તો તે બીજા દેશ પરની નિર્ભરતા છે. જેટલી વિદેશી નિર્ભરતા એટલી દેશની વિફળતા. વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને સમૃધ્ધિ માટે ભારતે આત્મનિર્ભર બનવું જ પડશે. આપણે ૧૪૦ કરોડ દેશવાસીઓનું ભવિષ્ય બીજા પર છોડી ન શકીએ. બીજા પરની નિર્ભરતા એ ભારતની સ્વમાનતા પર ઘા સમાન છે. ત્યારે આપણે વિશ્વ બંધુત્વની ભાવનાથી “આત્મનિર્ભર ભારત” ના મંત્ર દ્વારા તેને સાકાર કરવો છે. વિકસિત ભારતનો રસ્તો આત્મનિર્ભર ભારતથી પસાર થાય છે. ભારતની સામુદ્રિક વિરાસત-ધરોહર ને ભવિષ્યની પેઢી સુધી પહોંચાડી દુનિયાને ભારતનું સામર્થ્ય બતાવવું છે.
સામુદ્રિક ઉદ્યોગ તમામ ઉદ્યોગોની જનની છે. જેથી ભારતની સામુદ્રિક વ્યાપારની હિસ્સેદારી ત્રણ ગણી વધારવી છે. આ તકે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ, મનસુખ માંડવિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી શાંતનુ ઠાકુર, નિમુબેન બાંભણિયા, નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, મંત્રી ભાનુબેન બાબરીયા, મંત્રી પરષોત્તમભાઈ સોલંકી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, જીતુભાઈ વાઘાણી, શંભુપ્રસાદ ટૂંડિયા, શિવાભાઈ ગોહિલ, ભીખાભાઈ બારૈયા, ગૌતમભાઈ ચૌહાણ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સ્પીચ: નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી. (1/2)
વિશેષ:
આજે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગોહિલવાડની ધરતી પર પધાર્યા હતા અને તે દેશ માટે 33600 કરોડ ના વિકાસના કામોની ભેટ અર્પણ કરી રહ્યા હતા. ત્યારે તાજેતરમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે તેમને આપવા ભેટ લઈને બાળકો સભા સ્થળે પહોંચ્યા હતા. જેમાં ભાવનગર કલેકટરની દીકરી જસ્મિકા બંસલ દ્વારા વડાપ્રધાનના નાનપણની તેની માતા સાથેની તસવીરો થી લઈ ને મોટા થયા તેના અલગ અલગ ફોટાની એક ફ્રેમ બનાવી વડાપ્રધાનને દર્શાવતા તેણે તેનો સ્વીકાર કરવા જણાવ્યું હતું, જ્યારે આ તકે નાગધણીબા ગામનો વિદ્યાર્થી રવિ પરમાર કે જે પણ વડાપ્રધાનનું ચિત્ર દોરી તેને ભેટ કરવાની આશ સાથે પહોંચ્યો હતો. ત્યારબાદ તેની તસ્વીર નો પણ પ્રધાનમંત્રીએ સ્વીકાર કરતા વિદ્યાર્થી રવિ પરમાર ભાવુક બન્યો હતો. બાળકોએ બનાવેલી બર્થ ડે ગિફ્ટ પ્રધાનમંત્રીએ સ્ટેજ પરથી સ્વીકારતા બાળકો ભાવુક થયા હતા.
બાઈટ: જસ્મિકા બંસલ, ભાવનગર કલેકટરની પુત્રી.
બાઈટ: રવિ પરમાર, વિદ્યાર્થી, નાગધણીબા.
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
BPBurhan pathan
FollowSept 20, 2025 18:15:080
Report
TDTEJAS DAVE
FollowSept 20, 2025 16:16:103
Report
GPGaurav Patel
FollowSept 20, 2025 15:46:340
Report
GPGaurav Patel
FollowSept 20, 2025 15:46:280
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 15:46:190
Report
AKArpan Kaydawala
FollowSept 20, 2025 14:46:32Ahmedabad, Gujarat:પીએમ મોદી લોથલ થી બાય રોડ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા
5 થી 10 મિનિટમાં પીએમ મોદી એરપોર્ટ ઉપર પહોંચશે બાય રોડ
ખરાબ હવામાન ના કારણે બાય રોડ આવુ પડ્યું
1
Report
SCSHAILESH CHAUHAN
FollowSept 20, 2025 13:46:547
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 20, 2025 12:32:470
Report
HShakimuddin shabbirbhai
FollowSept 20, 2025 12:31:070
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 20, 2025 12:19:215
Report
RMRaghuvir Makwana
FollowSept 20, 2025 12:17:567
Report
RMRaghuvir Makwana
FollowSept 20, 2025 12:17:503
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 12:02:491
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 12:01:330
Report