Back
બોપલમાં યુવકની આત્મહત્યા: 25 લાખની ઉઘરાણીનું સત્ય શું છે?
URUday Ranjan
Aug 06, 2025 11:32:23
Ahmedabad, Gujarat
Slug : 0608ZK_LIVE_AHD_BOPAL_SUCIDE
Reporter : UDAY RANJAN
Injgst Feed : 0608ZK_LIVE_AHD_BOPAL_SUCIDE
Date : 06 - 08 - 2024
Format : PKG & WEB
નોંધ : સ્ટોરી ને લગતા ફોટો વિડીયો સેન્ડ કરેલ છે
એન્કર :
અમદાવાદના બોપલ માં પૈસા ની લેતીદેતી માં યુવકે આત્મહત્યા કર્યા નો બનાવ બોપલ પોલીસ સ્ટેશન વિસ્તાર માં સામે આવ્યો છે .. ઉલ્લેખનીય છે કે લમણે ગોળી મારી આત્મહત્યા કર્યા બાદ હથિયાર ગાયબ થતા પોલીસને અનેક શંકાઓ ઉભી થઈ રહી છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઊંડાણપૂર્વ તપાસ હાથ ધરી છે ...
વીઓ : 01
અમદાવાદ ના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવેલા શિવાલિક સોસાયટી ના આવેલા આ ઘર ના મંગળવારની રાત્રિ એ ફાયરિંગ થયા ના મેસેજ બોપલ પોલીસ ને મળ્યા હતા મેસેજ મળતા ની સાથે જ અમદાવાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી જેમાં સામે આવ્યું હતું કે બોપલમાં આવેલા કબીર એન્કલેવ પાસેના શિવાલિક રો હાઉસમાં ગત મંગળવારે રાત્રે ફાયરિંગનો બનાવ બનવા પામ્યો હતો. આશરે છ માસથી ભાડે રહેતા શેરબ્રોકર નું ગોળી વાગવાથી મોત નિપજ્યુ હતું. બોપલમાં બનેલી આ ઘટનાને લઇને પાંચેક શંકાસ્પદ લોકોની અટકાયત કરીને પોલીસે પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકના પેન્ટના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં મૃતક કલ્પેશ ટુડીયાએ જે પરિચિત વ્યક્તિને 25 લાખ આપ્યા હતા તે ઉઘરાણી કરવા છતાં પૈસા ન આપતો હોવાનો ઉલ્લેખ કરાયો છે. સાથે જ ઘટનાની બેએક મિનીટ પહેલા જ મૃતકને મળવા આવેલા બે શખ્સો ભાગી જતા આ ઘટના આત્મહત્યા છે કે હત્યા તે અંગે અવઢવ ઉભી થઇ છે. બીજી તરફ હથિયાર કોણ લઈ ગયુ તેવા અનેક સવાલો વચ્ચે પોલીસે તપાસ શરૂ કરી છે.
બાઈટ : નીલમ ગોસ્વામી , ડીવાયએસપી , અમદાવાદ ગ્રામ્ય પોલીસ,
વીઓ : 02
અમદાવાદ ગ્રામ્યના બોપલમાં આવેલા કબીર એન્કલવ પાસે શિવાલિક બંગ્લોઝ આવેલા છે. જ્યાં મુળ રાજકોટના અને 13 વર્ષથી અમદાવાદમાં રહેતા 41 વર્ષીય મૃતક કલ્પેશ ટુડિયા છએક માસથી પત્ની અને પુત્રી સાથે ભાડે રહેતા હતા. કલ્પેશ ટુડિયા શેર બ્રોકિંગ નું કામ કરતા હતા જ્યારે તેમના પત્ની વીઆઇપી રોડ પર ફુડ સ્ટોલ ધરાવે છે અને તેમની 14 વર્ષીય પુત્રી ધો.8માં અભ્યાસ કરે છે. ગત મંગળવારે કલ્પેશ ટુડિયા અને તેમની પુત્રી ઘરે હાજર હતા. ત્યારે આઠેક વાગ્યાની આસપાસ બે શખ્સો તેમને મળવા આવ્યા હતા. કલ્પેશ ટુડિયા અને બે શખ્સો ઉપરના માળે રૂમમાં એકાદ કલાક બેઠા હતા. જ્યારે તેમની પુત્રી નીચેના માળે અભ્યાસ કરી રહી હતી. જ્યારે કલ્પેશ ટુડિયા અને શખ્સોની મિટીંગ પૂરી થઇ ત્યારે બંને શખ્સો રવાના થયા હતા. બંને શખ્સોને કાર પાસે મૂકી આવીને કલ્પેશ ટુડીયા તેમની પુત્રીને કપડાં બદલવા જવાનું કહીને ઉપરના માળે ગયા હતા. અચાનક જ ફાયરિંગનો અવાજ આવતા કલ્પેશટુડીયાની પુત્રી અને બંને શખ્સો બહારથી દોડી આવીને ઘરના ઉપરના માળે પહોંચ્યા હતા. જ્યાં કલ્પેશભાઇ લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. પુત્રીએ તેની માતાને વીડિયો કોલ ફોન પર જાણ કરતા કલ્પેશ ટુડીયાના પત્ની પણ દોડી આવ્યા હતા. આ દરમિયાનમાં મળવા આવેલા બંને શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. કલ્પેશ ટુડીયાને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ મામલે પોલીસને જાણ કરાતા બોપલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
બાઈટ : નીલમ ગોસ્વામી ડીવાયએસપી અમદાવાદ ગ્રામ્ય પોલીસ
વીઓ : 03
અમદાવાદ ગ્રામ્ય પોલીસ ની પ્રાથમિક તપાસમાં કલ્પેશ ટુડિયા પાસેથી દીકરી ના અભ્યાસ ના નોટબુકના કાગળમાં લખેલી એક ચિઠ્ઠી મળી આવી છે. જેમાં તેમને પરિચીત વ્યક્તિ પાસેથી 25 લાખ લેવાના હોવા છતાં તે આપતો ન હોવાનો ઉલ્લેખ કરાયો છે. જોકે, ઘટનાસ્થળ પરથી માત્ર એક ગોળી અને ખાલી ખોખુ મળી આવ્યુ છે પરંતુ જે હથિયારથી ફાયરિંગ થયું તે હથિયાર ગુમ હોવાનું સામે આવતા પોલીસે આ મોત આત્મહત્યા છે કે હત્યા તે અંગે તપાસ શરૂ કરી છે ત્યારે જે બે વ્યક્તિઓ મૃતક કલ્પેશ ટુડીયા ને મળવા માટે આવ્યા હતા એ સુરેન્દ્રનગર થી હથિયાર આપવા માટે આવ્યા હોવા ના અનુમાન પર અમદાવાદ ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી છે સાથે જ પોલીસ નું અનુમાન છે કે કલ્પેશ ટુડિયા એ આત્મહત્યા કર્યા બાદ આ બંને શખ્સો હથિયાર લઈ ને ફરાર થઈ ગયા હોય શકે છે સાથે જ કલ્પેશ ટુડિયા એ સ્યુસાઇટ માં જે મિત્ર પાસે થી અંદાજે 25 લાખ લેવા ની ઉલેખ કર્યો છે તે મિત્ર ની અટકાયત કરી ને વધુ તપાસ શરૂ કરી છે ત્યારે તપાસ ના અંત ના આ સમગ્ર બનાવ ના જે રહસ્યો માં શું ખુલાસા થાય છે એ જેવું રહ્યું
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
MDMustak Dal
FollowDec 10, 2025 09:17:2722
Report
CPCHETAN PATEL
FollowDec 10, 2025 09:17:2181
Report
AKArpan Kaydawala
FollowDec 10, 2025 09:17:1183
Report
AKArpan Kaydawala
FollowDec 10, 2025 09:17:0672
Report
GDGaurav Dave
FollowDec 10, 2025 08:35:05157
Report
HBHimanshu Bhatt
FollowDec 10, 2025 06:46:34166
Report
PDPRASHANT DHIVRE
FollowDec 10, 2025 06:40:00167
Report
CPCHETAN PATEL
FollowDec 10, 2025 06:16:38122
Report
SKSundram Kumar
FollowDec 10, 2025 05:15:17188
Report
CPCHETAN PATEL
FollowDec 10, 2025 04:19:1469
Report
HShakimuddin shabbirbhai
FollowDec 10, 2025 04:15:12182
Report
NJNaynee Jain
FollowDec 10, 2025 04:03:4893
Report
CPCHETAN PATEL
FollowDec 10, 2025 04:00:59181
Report
NJNaynee Jain
FollowDec 10, 2025 03:48:52144
Report
AJAvinash Jagnawat
FollowDec 10, 2025 03:16:41207
Report