Back
गैस सिलेंडर कमी से वलसाड सरकारी आयुर्वेद अस्पताल में मरीजों की इलाज प्रभावित
UPUMESH PATEL
Mar 23, 2026 06:48:29
Valsad, Gujarat
ઈરાન અને ઈઝરાયેલ ,અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે સામાન્ય માનવીના સ્વાસ્થ્ય પર પણ જોવા મળી રહી છે. વૈશ્વિક તણાવને કારણે દેશભરમાં સર્જાયેલી ગેસ સીલિન્ડરની અછતમાં વલસાડની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પણ આવી ગઈ છે. ગેસના અભાવે અહીં દર્દીઓને અપાતી સ્ટીલમ/સ્ટીમ અને ઉકાળા જેવી પાયાની સુવિધાઓ ખોરવાઈ ગઈ છે. જેના પગલે હોસ્પિટલ તંત્રએ દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરવાની ફરજ પડી છે
વિઓ : વલસાડની આ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ, જ્યાં દરરોજ મોટો સંખ્યા દર્દીઓ પોતાની વ્યાધિઓના ઈલાજ માટે આશા સાથે આવે છે. ખાસ કરીને પેરાલિસીસ (લક્ઝા) ના દર્દીઓ માટે અહીંની સ્ટીમ બાથ અને આયુર્વેદિક ઉકાળો રામબાણ ઈલાજ સાબિત થાય છે. પરંતુ, છેલ્લેના કેટલાક દિવસોથી અહીંનું ચિત્ર બદલાઈ ગયું છે. ગેસ સિલિન્ડરના પુરવઠામાં થયેલા ઘટાડાના કારણે આ મહત્વપૂર્ણ સારવાર પ્રક્રિયાઓમાં મોટો અવરોધ ઉભો થયો છે. આયુર્વેદિક પદ્ધતીમાં સ્ટીમ આપવા માટે અને જડીબુટ્ટીઓના ઉકાળા બનાવવા માટે ગેસની સતત જરૂરિયાત રહે છે. ગેસ વગર આ પ્રક્રિયાઓ શક્ય નથી. જો વધુ દર્દીઓને લેવામાં આવે તો તેમને ક્વોલિટિ મુજબની સારવાર આપી શકાતી નથી. આ મજબૂરીને કારણે, જે હોસ્પિટલમાં પહેલા દરરોજ ૧૦૦ થી વધુ દર્દીઓની સારવાર થતી હતી, ત્યાં હવે માત્ર ૨૦ થી ૩૦ દર્દીઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. હોપસ્પિટલ તંત્ર દ્વારા હવે દર્દીઓને ટોકન અથવા નંબર આપીને વારાફરતી બોલાવવામાં આવી રહ્યા છે. ગંભીર દર્દીઓને પ્રાથમિકતા આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ ગેસની અછત એટલી ગંભીર છે કે ઈલેક્ટ્રિક સાધનો પણ પૂરતા સાબિત નથી થઈ રહ્યા. દૂર-દૂરથી આવતા દર્દીઓને સારવાર લીધા વગર જ પરત જવું પડી રહ્યું છે અથવા લાંબી રાહ જોવી પડી રહી છે.સ્થાનિક વહીવટી તંત્ર અને હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા ઉપલી કક્ષાએ આ અંગે જાણ કરવામાં આવી છે. જો વહેલી તકે ગેસનો પુરવઠો પૂર્વવત નહિ થાય, તો આગામી દિવસોમાં દર્દીઓની હાલાકીમાં ઓર ઘણા વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે. એક તરફ મોંઘી સારવાર અને બીજી તરફ આયુર્વેદમાં પણ આવી મુશ્કેલીઓ, સામાન્ય જનતા માટે હવે "જાયે તો જાયે કહાં" જેવી સ્થિતિ સર્જાઈ છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 23, 2026 06:48:07958
Report
CPCHETAN PATEL
FollowMar 23, 2026 06:47:39971
Report
AKArpan Kaydawala
FollowMar 23, 2026 06:47:271092
Report
CPCHETAN PATEL
FollowMar 23, 2026 05:18:511045
Report
NJNaynee Jain
FollowMar 23, 2026 04:35:09Noida, Uttar Pradesh:Today’s situation due to severe flooding in Eyyübiye, Şanlıurfa Province, Turkey
1038
Report
AAAkshay Anand
FollowMar 23, 2026 04:03:58Noida, Uttar Pradesh:There is a place in South America where 275 waterfalls cascade down together, the largest waterfall system in the world
1082
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowMar 22, 2026 16:36:091098
Report
TDTEJAS DAVE
FollowMar 22, 2026 16:35:571045
Report
PDPRASHANT DHIVRE
FollowMar 22, 2026 16:16:19995
Report
PDPRASHANT DHIVRE
FollowMar 22, 2026 13:35:34999
Report
DPDhaval Parekh
FollowMar 22, 2026 13:05:361083
Report
PTPremal Trivedi
FollowMar 22, 2026 13:04:551034
Report
SVSANDEEP VASAVA
FollowMar 22, 2026 12:32:151009
Report
SVSANDEEP VASAVA
FollowMar 22, 2026 12:21:421022
Report