Back
दिलचस्प प्रेरणादायी महिला: गुजरात की मदर टेरेसा जैसी प्रीતી अग्रवाल
NBNARESH BHALIYA
Mar 08, 2026 10:19:58
Jetpur, Gujarat
વિઓ:- તા. 22 ઓક્ટોબર 1985ના રોજ કોલકાતાના બાંગુર એવન્યુમાં સુશીલકુમાર જાલાન અને અરુણા જાલાનના પરિવારમાં પ્રિતી જાલાનનો જન્મ થયો હતો. બાળપણથી જ કંઈક અલેગીક કરવાના મનનીય પળો અને સમાજ માટે કાર્ય કરવાની ભાવના તેમની અંદર હતી. અભ્યાસમાં તેજસ્વી રહેલી પ્રિતીબેને કોલકાતાની प्रसિદ્ધ ઓક્સિલિયમ કોન્વેન્ટ સ્કૂલમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બેંચલર ઓફ કોમર્સની ડિગ્રી મેળવી. ત્યારબાદ ટેક્સટાઇલ ડિઝાઇનિંગ અને અક્યુપ્રેસર ક્ષેત્રમાં પણ અભ્યાસ પૂર્ણ કર્યો.
લગ્ન બાદ તેઓ પોતાના પતિ ગિતેશ અગ્રવાલ સાથે જેતપુર આવ્યા અને અહીંથી સમાજ માટે કંઈક કરવાની સંકલ્પ વધુ મજબૂત બન્યો. વર્ષ 2015માં બનેલી એક નાની ઘટના તેમના જીવનનું મોટું મિશન બની ગઈ. એક દિવસ શાકભાજી બજારમાં તેમણે એક બાળકને પુસ્તકમાં કંઈક લખતા જોયું. પૂછતાં બાળકએ કહ્યું કે તે અભ્યાસ કરવા માંગે છે, પરંતુ તેની પાસે યોગ્ય સાધનો નથી. બસ એ જ ક્ષણે પ્રિતી અગ્રવાલે ગરીબ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપવાનો સંકલ્પ કર્યો.
1 જાન્યુઆરી 2016ના રોજ માત્ર 13 બાળકો સાથે પોતાના ઘરે શરૂ થયેલી “માય ઇન્ડિયા એજ્યુકર” સંસ્થા આજે શિક્ષણનું પ્રેરણાદાયી કેન્દ્ર બની ગઈ છે. શરૂઆતમાં ઘરે જ બાળકોને ભણાવવાનું શરૂ થયું હતું, પરંતુ ધીરે ધીરે બાળકોની સંખ્યા વધતી ગઈ.
આજે લગભગ 10 વર્ષ પછી તેમની પાસે આશરે 80 જેટલા બાળકો અભ્યાસ કરવા માટે આવે છે,glm જેમને ત્રણ અલગ અલગ બેચમાં ભણાવવામાં આવે છે. આ સંસ્થામાં બાળકોને માત્ર ગુજરાતી માધ્યમ જ નહીં પરંતુ કેટલાક બાળકોને ઈંગ્લિશ મીડીયમમાં પણ અભ્યાસ માટે માર્ગદર્શન આપવામાં આવે છે.
અહીં ભણવા આવતા મોટા ભાગના બાળકો સ્લમ વિસ્તારોમાંથી આવે છે. જેમાં શાકભાજી વેચતા પરિવારોના બાળકો, મજૂરી કરતા માતાપિતાના બાળકો તેમજ આર્થિક રૂપે નબળા પરિવારોના બાળકો સામેલ છે. પ્રિતી અગ્રવાલ આવા બાળકોને શિક્ષણ આપી તેમની ભવિષ્યને નવી દિશા આપવાનો પ્રયાસ કરે છે.
મૂળ કોલકાતાની હોવાથી શરૂઆતના દિવસોમાં ભાષા પણ એક મોટો પડકાર હતો. બાળકો ગુજરાતી બોલતા હતા જ્યારે પ્રિતિ ને ગુજરાતી અવડતું નહોતું. પરંતુ ડાન્સ ટીચર હોવાને કારણે તેઓ երեխանોને ડાન્સ અને પ્રવૃત્તિઓના માધમથી અભ્યાસ સમજાવતા હતા. ધીરે ધીરે બાળકો સાથે જોડાવા માટે તેમણે ગુજરાતી ભાષા પણ શીખી લીધી અને આજે તેઓ સરળતાથી ગુજરાતી ભાષામાં બાળકોને ભણાવે છે.
આ સંસ્થા માત્ર અભ્યાસ પૂરતી મર્યાદિત નથી. અહીં બાળકોને યોગ, પ્રાર્થના, નૈતિક મૂલ્યો, કલા, સંગીત અને કરાટે જેવી પ્રવૃત્તિઓ દ્વારા સર્વાંગી વિકાસ માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે. સાથે સાથે દફતર, નોટબુક, પેન-પેન્સિલ જેવી જરૂરી સ્ટેશનરી પણ આપવામાં આવે છે.
કોરોના જેવી કપરા સમયમાં પણ પ્રિતી અગ્રવાલે બાળકોને ઓનલાઇન શિક્ષણ આપ્યું અને જરૂરિયાતમંદ પરિવારોને માસ્ક, સેનેટાઈઝર અને ખોરાક જેવી મદદ પણ કરી.
સમાજસેવાનું આ ઉમદા કાર્ય બદલ પ્રિતી અગ્રવાલને નારી શક્તિ એવોર્ડ, ગ્લોબલ વર્મન અચીવર્સ એવોર્ડ, એજ્યુકેશન આઇકન એવોર્ડ સહિત કુલ 18થી વધુ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, તેમની કામગીરીની પ્રશંસા પણ કરવામાં આવી છે અને તેમને “ગુજરાતની મધર ટેરેસા” તરીકે પણ સંબોધવામાં આવે છે,
બાઈટ:- પ્રીતિ અગ્રવાલ - સંચાલક માઈ ઇન્ડિયા એજ્યુકેશન.....
વિઓ:- પ્રીતિ અગ્રવાલ દ્વારા સંચાલિત અભ્યાસ કેન્દ્રમાં આવતા વિદ્યાર્થીઓને ખૂબ જ સારી અને સરળ રીતે અભ્યાસ કરાવવામાં આવે છે. અહીં શિક્ષણની રીત એવી રાખવામાં આવી છે કે બાળકો સરળતાથી વિષયને સમજી શકે. પરિણામે, પહેલા કરતા બાળકોને અભ્યાસમાં નોંધપાત્ર ફાયદો થયો છે અને તેઓને ગુણવત્તાપૂર્ન શિક્ષણ મળી રહ્યું છે,
બાઈટ:- એંજલ - વિદ્યાર્થીની....
વિઓ:- આ અભ્યાસ કેન્દ્રમાં અભ્યાસ કરતા મોટાભાગના બાળકો સ્લમ વિસ્તારો, પછાત વિસ્તારો તેમજ શાકભાજી વેચતા ફેરિયાઓના પરિવારોમાંથી આવે છે. આવા પરિવારોના માતા-પિતા પોતાના બાળકોને યોગ્ય રીતે અભ્યાસ કરાવી શકતા નથી. છતાં અહીં તેમને ઈંગ્લિશ મીડીયમમાં પણ શિક્ષણ આપવામાં આવતું હોવાથી બાળકોના માતા-પિતા ખૂબ ખુશ હોય છે અને પ્રિતિ અગ્રવાલના આ પ્રયત્નોની પ્રશંસા કરી રહ્યા છે,
બાઈટ:- રસીલા બેન - વાલી....
વિઓ:- ખરેખર, સમાજમાં આવી મહિલાઓ જ સાચા અર્થમાં પ્રેરણાસ્ત્રોત બને છે. શિક્ષણ દ્વારા ગરીબ બાળકોના જીવનમાં આશાનો દીવો પ્રગટાવતી પ્રિતી અગ્રવાલને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સલામ.“शિક્ષણનું शસ્ત્ર આપો… ગરીબી સામેની જંગ બાળકો જરૂર જીતી લેશે.”
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RMRaghuvir Makwana
FollowMar 08, 2026 18:35:410
Report
DMDURGESH MEHTA
FollowMar 08, 2026 18:35:29Gandhinagar, Gujarat:ગાંધીનગર
શહેરના ઘ - 4 મહાનગરપાલિકા દ્વારા મેચ નિહાળવાનું આયોજન
ભારતની જીત થતા હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા
આતશબાજી કરીને જીતન ઉજવણી
સ્થાનિક લોકો ગરબા રમીને જીતની ઉજવણી કરી
0
Report
DMDURGESH MEHTA
FollowMar 08, 2026 18:33:410
Report
NDNavneet Dalwadi
FollowMar 08, 2026 16:30:450
Report
DPDhaval Parekh
FollowMar 08, 2026 15:46:170
Report
SVSANDEEP VASAVA
FollowMar 08, 2026 13:36:530
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 08, 2026 10:32:350
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 08, 2026 10:31:460
Report
BPBurhan pathan
FollowMar 08, 2026 10:31:260
Report
BPBurhan pathan
FollowMar 08, 2026 10:31:080
Report
DPDhaval Parekh
FollowMar 08, 2026 08:53:040
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowMar 08, 2026 08:52:530
Report
NJNILESH JOSHI
FollowMar 08, 2026 08:20:470
Report
PDPRASHANT DHIVRE
FollowMar 08, 2026 08:03:400
Report