Back
भावनगर में कोली समाज का महासम्मेलन: SIT जांच के बीच राजनीति गर्म
GDGaurav Dave
Jan 24, 2026 12:16:00
Rajkot, Gujarat
એન્કર - બગદાણામાં સર્જાયેલા વિવાદ બાદ હવે કોળી સમાજ આરપારની લડાઈના મૂડમાં છે. ભાવનગરમાં યોજાનાર મહાસમેન્ટનોને લઈને રાજકારણ ગરમાયું છે. એક તરફ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કોળી મુખ્યમંત્રીની માંગ સાથે શरणાઈ ફekayo છે. તો બીજી તરફ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આયોજનના હેતુ સામે સવાલો ઉભા કર્યા છે. કોળી સમાજ દ્વારા ભાવનગરમાં શક્તિપ્રદર્શનના ભાગરૂપે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન પૂર્વે જ ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને સત્તાના સમીકરણો બદલવાની વાત કરી છે. બગદાણા વિવાદ બાદ કોળી સમાજ 1 ફેબ્રુઆરીએ શક્તિપ્રદર્શન કરવાનું છે. આવામાં ધારાસભ્ય વિમલ ચુડાસમાનું મોટું નિવેદન આવ્યું છે. તેઓએ કહ્યું કે, સમાજમાં હવે જાગૃતતા આવી. શિક્ષણનું સ્તર પણ સુધારો થયો છે. બગદાણા વિવાદમાં SIT તપાસ કરતી હોવાથી આમાં હું કોઈ નિવેદન ન આપી શકું. સમાજ જાગૃત હશે તો 2027ની ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પક્ષ ટીકીટ આપતા રોકી નહિ શકે. કોળી સમાજની વસ્તી વધુ છે. રાજકીય ટિકિટ મળશે તો મુખ્યમંત્રી બનતા પણ કોઇ રોકી નહિ શકે. તો બીજી તરફ, કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુવરજીભાઈ બાવળીયા સહીતના ઉચ્ચ હોદ્દેદારોને સંમેલન બાબતે જાણકારી આપવામાં નથી આવી. પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ કહ્યું કે, માત્ર એકલ દોકલ ব্যক্তিોએ સંમેલન બોલાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. નવનીતભાઈ ઉપર થયેલું હુમલા મામલે એસઆઇટીની રચના કરવામાં આવી છે. મુખ્યಮಂತ್ರીએ તેમજ નાયબ મુખ્યમંત્રી સહિતનાઓએ તટસ્થ તપાસના આદેશ પણ આપ્યા છે. સમાજનું સંમેલન બોલાવતા પહેલાં નાના-મોટા સંગઠનના હોદ્દેદારોની એક બેઠક બોલાવવી જોઈએ. જેમાં સર્વ સંમતિથી નક્કી થયા બાદ સંમેલન બોલાવવું જોઈએ. વિમલ ચુડાસમાના આ આક્રમક વલણ સામે ભાજપના દિગ્ગજ નેતા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ સાવચેતીનો સૂર ઉચ્ચાર્યો છે. બાવળિયાએ સંમેલનના હેતુ પર સવાલ ઉઠાવ્યાં અને કહ્યું કે, હક્ક અને અધિકારની વાત યોગ્ય છે પણ આયોજન પાછળનો એજન્ડા સ્પષ્ટ હોવો જોઈએ. તેમણે ઈશારા-ઈશારામાં વિરોધ પક્ષો પર પણ પ્રહાર કર્યા અને બે સમાજ વચ્ચે વૈમનસ્ય ન ફેલાય તેવી ટકોર કરી. એક તરફ સમાજના ન્યાયની વાત છે તો બીજી તરફ 2027ની ચૂંટણીની દાવેદારી. બગદાણાની ઘટના બાદ હવે આ મહાસંમેલન માત્ર શક્તિપ્રદર્શન બની રહે છે કે પછી ગુજરાતના રાજકારણમાં કોઈ નવો વળાંક લાવે છે. તે જોવું રસપ્રદ રહેશે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowFeb 07, 2026 02:17:460
Report
CPCHETAN PATEL
FollowFeb 06, 2026 16:46:130
Report
DPDhaval Parekh
FollowFeb 06, 2026 15:48:110
Report
JSJayanti solanki
FollowFeb 06, 2026 15:34:520
Report
DRDarshal Raval
FollowFeb 06, 2026 15:34:310
Report
JSJayanti solanki
FollowFeb 06, 2026 14:35:440
Report
CPCHETAN PATEL
FollowFeb 06, 2026 13:32:500
Report
VPVasu Parmar
FollowFeb 06, 2026 12:50:020
Report
UPUMESH PATEL
FollowFeb 06, 2026 12:47:420
Report
NJNILESH JOSHI
FollowFeb 06, 2026 12:31:250
Report
VPVasu Parmar
FollowFeb 06, 2026 12:01:510
Report
RMRaghuvir Makwana
FollowFeb 06, 2026 11:45:530
Report
SVSANDEEP VASAVA
FollowFeb 06, 2026 11:33:530
Report
RTRAJENDRA THACKER
FollowFeb 06, 2026 11:19:200
Report
GDGaurav Dave
FollowFeb 06, 2026 11:08:380
Report