Back
पोरबंदर नगरपालिका की साफ-सफाई पर गांधी जयंती के मौके पर सवाल
SBShilu Bhagvanji
Oct 02, 2025 08:26:14
Porbandar, Gujarat
સ્વચ્છતાના પૂજારી જેને ગણવામાં આવે છે તે गांधीજીની જન્મભૂમિ પોરબંદરમાં સ્વચ્છતા પ્રત્યે ગંભીર બેદરકારી અનેક પ્રશ્નો ઉભા કરે છે.પોરબંદર શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે જોવાની જેની જવાબદારી છે તે પોરબંદર મહાનગરપાલિકાની દશા જોઇને લોકો માથું ખજવારતા જોવા મળે છે કે આ તે કેવી સ્વચ્છતા છે.
સૌ કોઇ જાણે છે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્વચ્છતાને લઇને ભારે ચીવટ રાખતા હતા અને તેથી જ તેઓને સ્વચ્છતાના પૂજારીની ઉપाधી અપાઇ છે.ગાંધી જયંતિને લઈને જ હાલને પોરબંદર સહિત સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે.આ પખવાડીયાની ઉજવણી અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકા કચેરીની સફાઈની ચેતવણીમાં બેદરકારી જોવા મળી રહી છે.પોરબંદર મહાનગરપાલિકા કચેરીની દિવાલો હોય કે લીફટ હોય જ્યાં નજર કરો ત્યાં પાન-મસાલાની પીચકારીઓથી દિવાલો રંગાઈ ગઈ હોય એવા દૃશ્યો મનપાપરીત દેખાતા નથી.મનપા કચેરીમાં ડસ્ટબીન સહિતની ઉણપ વર્તાઇ રહી છે ત્યારે મનપા કચેરી ખાતે પાન મસાલાની પીચકારી સહિતની ગંદકી વિશે વિપક્ષે જણાવ્યું હતું કે,મનપાને પ્રજાને લૂંટવામા જ રસ હોય તેમ વેરા વધારા માટે ઠરાવોને બધું કર્યુ હતું પરંતુ સ્વચ્છતાને લઇને તથા ગંદકી કરનાર વિરુદ્ધ કાર્યવાહી માટે કોઇ ઠરાવ આયોજન ન કરાયું તે દુઃખદ છે.સાથે જ તેમણે પ્રજાજનોને પણ અપીલ કરી હતી કે જેમ આપણે આપણુ ઘર બગાડતા નથી તેમ શહેર પણ ન બગાડવું જોઇએ.
પોરબંદર મહાનગરપાલિકાની હાલની કચેરી ત્રણ વર્ષ પૂર્વે જ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે.નવી આ કચેરીમાં સ્વચ્છતા જળવાઈ તે માટે ડસ્ટબીન રાખવા તથા લોકો અહી ગંદકી ન કરે તે સહિતની તકેદારી રાખવામાં મનપા નિષ્ફળ જોવા મળી રહી છે.મહાનગરપાલિકા કચેરી સીસીટીવીથી સજ્જ હોવા છતાં મહાનગરપાલિકામાં પીચકારનાર શહેરીજનો અથવા અહીંના કર્મચારીઓ વિરુદ્ધ એક વખત પણ દંડ કરવાનો બનાવ સામે આવ્યો નથી.મનપાની આ દયનીય સ્થિતિ અંગે મનપા કમિશનરને પુછવામાં આવતા તેઓએ એવો જણાવ્યું હતું કે,દરરોજ મનપા કચેરી તથા શહેરમાં સફાઈ તો કરવામાં આવે જ છે પરંતુ કેટલાંક લોકોને સરકારી મિલકતોમાં ગંદકી કરવાની ટેવ પડી ગઈ છે તે ખુબજ નિંદનીય બાબત છે જે તે બાબતના સસ્કાર બતાવે.
આ ભૂતકાળની સ્થિતિ અંગે ભવિષ્યમાં કાર્યવાહી કરવાની કમિશનરે હાલ તો ખાતરી આપી છે તો એક બાબતે શહેરીજનોએ પણ ધ્યાનમાં લેવું જરૂરી છે કે આપણે આપણાં ઘરમાં જેમ પીચકારી ન મારતા તેમ સરકારી મિલકતોને પણ નુકસાની ન થાય તે અંગે જાગૃતતા દર્શવવામાં આવે તે જરૂરી છે.ગાંધી જન્મભૂમિના લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત બની પોતાના ઘરને જે રીતે સ્વચ્છ રાખે છે તેમ સમગ્ર શહેરને પોતાનું ઘર સમજે ત્યારે જરૂરથી સ્વચ્છતાના દર્શન થશે गांधीજીને પણ આજ સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે તેમ કહી શકાય.
અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 03, 2025 18:46:000
Report
AKAshok Kumar
FollowOct 03, 2025 18:01:282
Report
MDMustak Dal
FollowOct 03, 2025 17:22:174
Report
JDJAYESHBHAI DOSHI
FollowOct 03, 2025 15:32:510
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowOct 03, 2025 15:31:510
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 03, 2025 14:47:560
Report
NJNILESH JOSHI
FollowOct 03, 2025 14:30:430
Report
AKAshok Kumar
FollowOct 03, 2025 14:30:340
Report
SCSHAILESH CHAUHAN
FollowOct 03, 2025 13:45:440
Report
URUday Ranjan
FollowOct 03, 2025 13:33:540
Report
HBHimanshu Bhatt
FollowOct 03, 2025 12:47:461
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowOct 03, 2025 11:02:141
Report
DRDarshal Raval
FollowOct 03, 2025 10:45:430
Report
CPCHETAN PATEL
FollowOct 03, 2025 10:37:140
Report
HBHimanshu Bhatt
FollowOct 03, 2025 09:35:103
Report