Back
मोरबी के किसानों ने निजी बिजली लाइन के मुआवजे निर्देशों की मांग जताई
HBHimanshu Bhatt
Jan 05, 2026 08:25:24
Morbi, Gujarat
એન્કર
કચ્છથી જામનગર જતી ખાનગી કંપની વીજ લાઈન માળીયા (મી) તાલુકાનાં ઘણા ગામના ખેડૂતોના ખેતરમાંથી પસાર થઈ રહી છે જેથી ત્યાં વીજપોલ ઊભા કરવા માટે ખેડૂતોને શું વળતર મળશે તે અંગેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી અને હાલમાં ખેડૂતોને નોટિસો મળી રહી છે ત્યારે આજે જુદા જુદા સાત ગામના ખેડૂતો દ્વારા ભાજપના આગેવાનોને સાથે રાખીને મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને તેઓને વધુમાં વધુ વળતર આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવેલી હતી
વીઓ
સમગ્ર ગુજરાતીના જુદા જુદા ജില്ലાઓમાંથી ખાનગી કંપનીની વીજ લાઈનો પસાર થાય છે અને તેના માટે વીજપોલ ઊભા કરવામાં આવે છે જો કે, તેના માટે ખેડૂતોને વળતર આપવામાં ઘણી જગ્યાએ વિસંગતતાઓ જોવા મળતી હોય છે અમુક ખેડૂતોને વધારે તો અમુકને ઓછું વળતર આપવામાં આવે છે જેના કારણે ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ છે આજે મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના નાનાભેલા, મોટાભેલા, નાના દહીસરા, મોટા દહીસરા, ભાવપર, બોડકી સહીતના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ભાજપના આગેવાનોને સાથે રાખીને મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ખાસ કરીને ગત નવેમ્બર અને ડિસેમ્બર મહિના દરમ્યાન ખેડૂતોએ રિલાયન્સની વીજ લાઈન જે કચ્છથી જામનગર સુધી જાય છે તેના વીજપોલ ઉભા કરવા માટે થઈને નોટિસો આપવામાં આવેલ છે પરંતુ હજી સુધી ખેડૂતોને કેટલું વળતર મળશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી જેથી કરીને ખેડૂતોમાં હાલમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે
બાઈટ 1: નંદલાલ કૈલા, ખેડૂત આગેવાન માળીયા
વીઓ
આજે કલેકટરને આવેદનપત્ર પાઠવીને ખેડૂતોને ખાનગી કંપની વીજ ઉત્પાદન કરીને તેમાં કમાણી કરવાની છે ત્યારે ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે ખાસ કરીને ખેડૂતોએ જણાવ્યું હતું કે જે ખેડૂતના ખેતરમાંથી વીજ લાઈન પસાર થાય છે અને વીજ પોલ ઊભા કરવાના છે તે વિકાસના કામનો કોઈ વિરોધ નથી પરંતુ ખેડૂતની ખેતીની જમીન ઓછી થાય છે. બજાર કિંમતે બહુ મોટા પ્રમાણમાં ઘટાડો થાય છે. ફળદ્રુપતામાં ઘટે છે. વીજ કરંટ લાગવાનો ભય ખેડૂતો અને તેમના પરિવારજનોને સતત રહેતો હોવાથી આ બધાજ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ખેડૂતોને વળતર આપવામાં આવે તે જરૂરી છે
બાઈટ 2: ભાવિકભાઈ કાવર, નાનાંભાવલા
વીઓ
માળીયા તાલુકાનાં ખેડૂતોએ કેટલીક માંગણીઓ પણ મૂકી છે જેમાં તેમણે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને ખેડૂતોને વળતર આપો, અન્ય રાજ્યમાં ખેડૂતોએ વીજપોલ ઊભા કરવા માટે થઈને વળતર આપવામાં આવેલ હોય તેનો અભ્યાસ કરીને આ વિસ્તારમાં ખેડૂતોને વધુમાં વધુ વળતર આપો, જે જગ્યાએ વીજ પોલની કામગીરી થતી હોય ત્યાં પોલીસ બંદોબસ્તની ફાળવણી ક્યાં હેતુથી કરવામાં આવે છે ?, ખેડૂતોને ભયભીત કરવાનું બંધ કરો, રાજ્યમાં વર્ષ 2017, 2019, 2021 અને 2024 માં જે હેવી બીજ લાઈન પસાર થયેલ છે તેના માટે ખેડૂતોને ચૂકવવામાં આવેલ વળતરનો અભ્યાસ કરીને માળિયા તાલુકાના ખેડૂતોને વળતર ચૂકવવું જોઈએ તેવી માંગ કરી છે.
બાઈટ 3: બાલુભાઈ સરડવા, મોટાભેલા
વીઓ
અત્રે ઉલેખનીય છે કે, કોઈપણ ગામની આજુબાજુમાં આવેલ સરકારી ખરાબાની જમીનમાં જો ખાનગી વીજ કંપનીનો વીજ पोल આવતો હોય તો ત્યાં વધુ વળતર નક્કી કરવામાં આવે છે આમ સરકારી જમીન તથા ખેડૂતની જમીન માટે ચૂકવતા વળતરમાં પણ વિસંગતતા હોય છે જેને દૂર કરવામાં આવે તે જરૂરી છે અને ખેડૂતને ધમકીઓ આપીને ડરાવવાના બદલે યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ખેતાં દ્વારા કરવામાં આવી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowJan 06, 2026 14:37:310
Report
BPBurhan pathan
FollowJan 06, 2026 14:33:180
Report
AKArpan Kaydawala
FollowJan 06, 2026 13:21:330
Report
URUday Ranjan
FollowJan 06, 2026 13:06:510
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowJan 06, 2026 13:06:170
Report
CPCHETAN PATEL
FollowJan 06, 2026 13:06:060
Report
CPCHETAN PATEL
FollowJan 06, 2026 12:10:210
Report
BPBurhan pathan
FollowJan 06, 2026 12:10:060
Report
HBHimanshu Bhatt
FollowJan 06, 2026 11:20:330
Report
AKArpan Kaydawala
FollowJan 06, 2026 11:19:390
Report
GDGaurav Dave
FollowJan 06, 2026 11:19:250
Report
BPBurhan pathan
FollowJan 06, 2026 10:56:480
Report
AKAshok Kumar
FollowJan 06, 2026 10:37:130
Report
CPCHETAN PATEL
FollowJan 06, 2026 10:35:280
Report
CPCHETAN PATEL
FollowJan 06, 2026 10:35:100
Report