Back
कछ्च के होड़को बणी में भूंगा कला से रोजगार और पर्यटन तेज
RTRAJENDRA THACKER
Dec 22, 2025 04:05:21
Sadhara, Gujarat
એંકર :
કચ્છ જિલ્લાના દુર્ગમ બન્ની વિસ્તારમાં જોવા મળતા આકર્ષક દેશી ભુંગાઓ તેની વિશેષતાઓને લઈ દેશ વિદેશમાં લોકપ્રિય બન્યા છે. કચ્છની ભાતિગળ સંસ્કૃતિ દર્શાવતા ઈકો ફ્રેન્ડલી ભુંગાઓ તેની ગોળાકાર બનાવટથી ઠંડી અને ગરમીની ઋતુમાં વાતાનુકૂલિતની ગરજ સારે છે. ભૂકંપપ્રૂફ ભુંંગા બનાવવા સ્થાનિક કારીગરોને સમગ્ર દેશમાંથી ઓર્ડર મળે છે. આ હંગામી આવાસો હવે કચ્છીમાડુઓ માટે કાયમી રોજગાર બન્યા છે.
વી ઓ :
કચ્છના રણોત્સવના કારણે ધોરડો અને આસપાસના ગામોમાં ઘરોની બાજુમાં ઠેર ઠેર કલાત્મક હોમ स्टે અને રિસોર્ટ જોવા મળે છે. આજે પણ અહીં લોકો જૂનવાણી ભુંગામાં રહેવાનું પસંદ કરે છે. હોડકો ગામમાં 100 વર્ષથી પણ જુના ભુંગા આવેલા છે. અહીં મુખ્યત્વે દેશી અને માંગરોઇ નળિયાવાળાં ઘરો આવેલાં છે. જો કે તેમ છતાં સ્થાનિક લોકો આજે પણ ભુુંગામાં રહેવાનું વધુ પસંદ કરે છે.
લાકડાં, છાણ અને દેશી ઘાસની મદદથી તૈયાર થતા દેશી ગોળાકાર મકાનને ભૂંગો કહીએ છીએ. જેમાં વર્તુળાકારે ઊભી કરાયેલી દીવાલમાં માટી અને છાણ મિશ્રિત લીંપણથી ભીંત સજાવવામાં આવે છે. આ ભીંતો પરનાં ચિત્રોમાં નાના-મોટા આરીસા જડવામાં આવે છે અને ઉપર શંકુ આકારે ગોઠવેલાં લાકડાં પર ઘાસની મદદથી છાજ સજાવવામાં આવે છે. છાજને જકડી રાખવા માટે હરબંધ ઝીણી દોરી બાંધવામાં આવે છે. આ ભુંગો દેખાવે અતિઆકર્ષક અને વિશિષ્ટ પ્રકારના હોય છે જે દરેક ઋતુ મુજબ આપમેળે સમતોલન જાળવી તાપમાનને નિયંત્રિત રાખે છે. નોંધનીય છે કે આ ભુંગાઓ ઉનાળામાં એર કન્ડિશનરની જેવી ઠંડક આપે છે. કચ્છી લોકોની આ એક વિશિષ્ટ લોક ઈજનેરી કલા કહી શકાય.
હોડકાના સ્થાનિક લોકો ભુંગા બનાવી रोजગારી પણ મેળવે છે. આ ગામના સ્થાનિક લોકો જુદાં જુદાં ગામ, शहरો તથા વિદેશોમાં આ પ્રકારના ભુંગા બનાવવા માટે પણ જાય છે. ઉપરાંત હોટેલ, રિસોર્ટમાં પણ આકર્ષણ માટે ભુંંગા બનાવવા અહીંના કારીગરોને બોલાવવામાં આવે છે.
રણોત્સવના સંચાલન સાથે હસ્તકળાની અવનવી વસ્તુઓનું નિર્માણકાર્ય સંભાળતા સ્થાનિકના ભીમજી ખોયલાએ કહ્યું હતું કે ભાતીગળ ભુંગાને બહારના વિસ્તારોમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. અહીંના સ્થાનિક કારીગરો ગુજરાત, મુંબઈ, દિલ્હી વગેરે સ્થળોએ હોટલો, રેસ્ટોરાં અને ફાર્મ હાઉસમાં ભુંગા તૈયાર કરવા જતા હોય છે. સ્થાનિકને એક ભુંગો બનાવવામાં રૂપિયા 5 લાખનો ખર્ચ થાય છે જે બહાર તૈયાર કરવાનો ખર્ચ રૂપિયા 17 લાખ જેટલો થાય છે.
સ્થાનિક યુવાઓને અને મહિલાઓને પણ રોજગારી મળી રહે છે આસપાસના પચાસેક જેટલા લોકો ભીમજીભાઈ સાથે જોડાયેલા છે.
રણોત્સવના સમયમાં આ વિસ્તારમાં પર્યટકોની હાજરી વિશેષ રહી છે. શિયાળા દરમિયાન અહીં હજારો પ્રવાસી આવતા હોય છે. આજ પ્રકારે સફેદરણ માણવા આવેલા એક વ્યક્તિ ભૂંગો પસંદ થતા હોડકો ગામના સુમારભાઈનેGermany ના લાઈપઝીગ સિટીમાં આભારી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના પરિણામે 2005માં જર્મનીના ગ્રાસી મ્યુઝિયમમાં ભૂંગો મોકલવામાં આવ્યું.
બાઈટ : ભીમજી ખોયલા
ભૂંગો બનાવનાર કારીગર 1: અહીં શિક્ષણનું સ્તર ઓછું હતાં પરંતુ ભીમજી કોયલા આઈટીઆઈ કર્યા અને આ કળાને વિકસાવી છે. ભૂંગો બનાવવું આ એક વિશેષ કળા છે જેના અંદર લી Lib aન- ગુપણ સાથે અન્ય અદ્ભુત શોગીસવા કામ કરવામાં આવે છે જેમ કે માઢ વર્ક, માટી કામ, આભલા કામ અને મહિલાઓ પણ કરે છે.
નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે કચ્છના ટુરીઝમનો વિકાસ કર્યો છે.Germany માં દાદા એ ભૂંગો બનાવવા માટે અહીંથી ઘાસપુસ, માટી લઈ ગયા હતા. ભૂંગા ઓ ઠંડી, ગરમી, વરસાદમાં સુરક્ષા અને ભૂકંપ પ્રૂફ રહે છે. 70 થી 80 પરિવારને રોજગારી મળી રહી છે.
સરકારના વિકાસ પ્રયોગો આ વિસ્તારોમાં પ્રવાસનને વેગ આપીને રોજગારી પૂરું પાડવાનું કામ કરે છે.
બાઈટ : ભીમજી ખોયલા
ભુંગો બનાવનાર કારીગર 2: આ બનાવવામાં આવતા ભૂંગોની વિશેષતા અંગે વાત કરી હતી કે કઈ રીતે બનાવવામાં આવે છે અને કેટલા કારીગરો કાર્ય કરે છે. ઘાસ 5-7 વર્ષ સુધી ચાલે છે, હવામાન કંટ્રોલ કરે છે. ગામડાંના લોકો કાચા-ઝૂંપડા બનાવીને રહેતા હોય છે. હું બન્ની વિસ્તારના ગુજરાત સરકાર દ્વારા ટૂરીઝમ વિકાસ બાદ હેન્ડીક્રાફ્ટ પછીનો બીજો વ્યવસાય તરીકે કચ્છી ભૂંગો ખૂબ પ્રચલિત થઈ રહ્યો છે અને જેમાં કારીગરોGermany સુધી સુધી ભંગો તૈયાર કરવા ગયેલા છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowDec 22, 2025 05:46:300
Report
DRDarshal Raval
FollowDec 22, 2025 04:54:110
Report
UPUMESH PATEL
FollowDec 22, 2025 04:48:270
Report
CPCHETAN PATEL
FollowDec 22, 2025 04:20:310
Report
ARAlkesh Rao
FollowDec 22, 2025 04:20:110
Report
CPCHETAN PATEL
FollowDec 22, 2025 04:19:560
Report
DPDhaval Parekh
FollowDec 22, 2025 04:18:010
Report
DPDhaval Parekh
FollowDec 22, 2025 04:04:210
Report
BPBurhan pathan
FollowDec 22, 2025 04:03:120
Report
PDPRASHANT DHIVRE
FollowDec 21, 2025 18:30:160
Report
DSDM Seshagiri
FollowDec 21, 2025 18:15:150
Report
DMDURGESH MEHTA
FollowDec 21, 2025 17:18:170
Report
DMDURGESH MEHTA
FollowDec 21, 2025 17:17:550
Report
DMDURGESH MEHTA
FollowDec 21, 2025 17:17:230
Report