Back
भावनगर के पालीताणा छह गाउं यात्रा में हजारों श्रद्धालु पहुंचे; सेवाएं और सुरक्षा प्रभावी
NDNavneet Dalwadi
Mar 01, 2026 11:49:47
Bhavnagar, Gujarat
સ-slug: ભાવનગર જિલ્લાના પાલીતાણા શેત્રૃતજય ગિરિરાજ છ ગાઉં યાત્રા યોજાઈ.
એન્કર:
આંકો નમ્રતા સાથે આ યાત્રા પૂર્ણ થતી રહી હતી; પાલીતાણાના સાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવરની છ ગૌં પરિક્રમાનો આજે ફાગણ સુદ તેરસના દિવસે વહેલી સવારે થઈ હતી. જય જયશ્રી આદિનાથના જયઘોષ સાથે પાલીતાણા તલ્લેટી ખાતેથી દેશ-વિદેશથી આવેલા હજારો જૈન-જૈનેતરો પાલીતાણા ગિરિરરની છ ગાઉંની યાત્રામાં જોડાયા હતા. ભક્તિભાવ અને હર્ષોલાસના ઉછળતા દરિયા વચ્ચે હજારોની સંખ્યામાં નાના-મોટા હરકોઈએ જય શેત્રુંજય, જય આદિનાથ, જય સિદ્ધાચલ ના પ્રચંડ નાદ સાથે યાત્રાનો પ્રારંભ કર્યો હતો.
વિડિઓ ૧:
જ્યાં અનંત આત્માઓ મોક્ષને પામ્યા છે તેવા શાશ્વત ગીરીરાજ શેત્રુંજયની છ ગાઉની યાત્રાનું અનેરું મહત્વ રહેલું છે. ફાગણ સુદ તેરસના દિવસે દર વર્ષે આ છ ગાઉની યાત્રા યોજાય છે. જેમાં આજે વહેલી સવારના પાલીતાણા શેત્રુંજય ગીરીરાજની તળેટીમાંથી જયજય આદિનાથના જયઘોષ સાથે વિધિવત યાત્રાનો પ્રારંભ થયો હતો. આ છ ગાઉંની યાત્રામાં આજે દેશ વિદેશ হাজারો શ્રાવક શ્રાવિકાઓ, સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો બહોળી સંખ્યામાં જોડાયા હતા. તેમજ સિદ્ધવડ પાલમાં એક લાખ કરતા વધારે યાત્રિકો અને સ્થાનિકો જોડાયા હતા. છ ગાઉની યાત્રાની શરૂઆત શત્રુંજય તળેટીથી શરૂ થઇ ગિરિરાજ ઉપર શ્રી આદીશ્વર દાદાની મોટી ટૂકમાં દર્શન કરીને રામપોળથી બહાર નીકળી દેવીકાશ તને પડકારિત નંદનની ટેકારી ઉપર દર્શન કરે છે.
આગળ ઉલખા જળની દેરીમાં શ્રી આદીશ્વર ભગવાનના પગલાં છે. ત્યાં ચૈત્યવંદન કરે છે. સાડા આઠ કરોડ મુનિઓ સાથે આ ગિરિરાજ પર અનશન કરી ફાગણ સુદ તેરસના દિવસે મોક્ષ પામ્યા હતા. માટે ફાગણ સુદ તેરસ છ ગાઉની યાત્રા કરવાનો મહિમા દિવસ છે. ત્યાં ચૈત્યવંદન કરીને ઉતરવાની શરૂઆત કરે છે. ધીરે ધીરે ઉતરીને સિદ્ધવડ આગળ આવે છે. ત્યાં દેરીમાં દાદા આદીશ્વર ભગવાનનાં પગલાં છે. ત્યાં દર્શન-ચૈત્યવંદન કરીને પછી પાલમાં જાય છે. આ યાત્રા કરવા જૈનો તથા જૈનેતર યાત્રાળુઓ મોટો સંખ્યામાં આવે છે.
બાઈટ: આંગી શાહ, યાત્રાભિષ્કાર
બાઈટ: જિનેશ મહેતા, યાત્રાળુ, રાજકોટ
વિઓ ૨:
પાલમાં દરેક યાત્રિકોની દૂધ-પાણીથી જમણા પગનો અંગુઠો ધોઈ, કુમકુમનું તિલક કરી સંઘપૂજન કરવામાં આવે છે. જયારે પાલમાં ફ્રુટથી શરુ કરીને અનેક વાનગીઓ પીરસવામાં આવે છે. તેમજ અહી તપસ્વીઓ માટે એકાસણા, બિયાસણા, આયંબીલની વ્યવસ્થા તેમજ શેત્રુંજય પર્વતથી આદ્પુર પાલ સૂધી ઠેર-ઠેર ઉકાળેલા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત چھ ગાઉની યાત્રા પૂરી કરીને આવતા યાત્રિકો માટે ઠેર ઠેર મેડીકલ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. સામાન્ય ડ્રેસિંગથી કાર્ડિયાક સુધીની પ્રાથમિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા અહીં ઉભી કરવામાં આવી છે. તો કેટલીક સંસ્થાઓ દ્વારા થાકી ને આવ્યા એ વસવાટીઓ માટે પગ ને મસાજ કરી આપવા જેવી સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે. અને યાત્રાણુ પોતાના તમામ થાક ભૂલી જાય તેવી રીતે સેવાઓ આપવામાં આવે છે. આ રીતે છ ગાઉની યાત્રા પૂરી થાય છે. છ ગાઉની આ પ્રદક્ષિણાનો રસ્તો અતિ કઠીન છે. પણ એક વખત યાત્રા કરી હોય તેને ફરી પણ યાત્રા કરવાનું ચોક્કસ મન થાય છે. તાજેતરમાં જ ડુંગર ઉપર સિંહ જોવા મળતા યાત્રાળુઓને કોઈ તક્લીફ ન થાય એ માટે વનવિભાગ દ્વારા મોટી સંખ્યામાં વનકર્મીઓ ને ગોઠવી યાત્રિકો માટે સુરક્ષા ઉભી કરવામાં આવી હતી. જોકે આજના દિવસે વનરાજ ડુંગર પર નજરે ન પડતા એક પ્રકારે લોકોએ રાહત અનુભવવી હતી.
બાઈટ: શ્રીપાલ શાહ, ટ્રસ્ટી, આણંદજી કલ્યાણજી પેઢી, પાલીતાણા.
ટીકર:
પાલીતાણા ખાતે છ ગાઉં ની યાત્રા યોજાઈ.
દેશ-વિદેશમાંથી હજારો યાત્રિકો પાલીતાણા ગિરિવર છ ગાઉંની યાત્રામાં જોડાયા
શ્રાવક શ્રાવિકાઓ, સાધુભવંતો, સાધ્વીજી ભગવંતો બહોળી સંખ્યામાં જોડાયા
હજારો યાત્રિકો અને સ્થાનિકોએ આદપુર ખાતે ઉભી કરેલ પાલ ની સેવાનો લાભ લીધો.
યાત્રికોને દૂધ-પાણીથી જમણા પગનો અંગુઠો ધોઈ, કુમકુમ નું તિલક કરી સંઘ પૂજન કરવામાં આવે છે.
સામાન્ય ડ્રેસિંગથી કાડીયાક સુધીની પ્રાથમિક સારવાર મળી રહે નવી વ્યવસ્થા કરી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowMar 01, 2026 13:17:010
Report
TDTEJAS DAVE
FollowMar 01, 2026 13:02:360
Report
PDPRASHANT DHIVRE
FollowMar 01, 2026 12:30:240
Report
GPGaurav Patel
FollowMar 01, 2026 12:20:100
Report
SVSANDEEP VASAVA
FollowMar 01, 2026 12:20:030
Report
PDPRASHANT DHIVRE
FollowMar 01, 2026 12:19:280
Report
PDPRASHANT DHIVRE
FollowMar 01, 2026 09:33:310
Report
NBNarendra Bhuvechitra
FollowMar 01, 2026 09:11:200
Report
DPDhaval Parekh
FollowMar 01, 2026 09:11:140
Report
PDPRASHANT DHIVRE
FollowMar 01, 2026 09:11:060
Report
PDPRASHANT DHIVRE
FollowMar 01, 2026 09:10:420
Report
RMRaghuvir Makwana
FollowMar 01, 2026 08:31:230
Report
RKRakesh Kumar Bhardwaj
FollowMar 01, 2026 07:31:120
Report
NMNACHIKET MEHTA
FollowMar 01, 2026 07:30:510
Report
