Back
दिवाली के लिए मिट्टी के दीए बनाम मशीन: भावनगर के कुम्हार फिर से जिंदा
NDNavneet Dalwadi
Oct 11, 2025 08:51:28
Bhavnagar, Gujarat
રિપોર્ટર removed
લોકેશન: ભાવનગર.
તારીખ: ૨૮/૦૯/૨૦૨૫.
સ્ટોરી: અવીબી.
એપ્રુવલ: ડેસ્ક.
વિઓ ૧:
દિવાળીના દિવસોને પ્રકાશપર્વ ગણવામાં આવે છે, દિવાળી આવતા લોકો પોતાના ઘરોમાં શણગાર કરતા હોય છે, તેમજ ઘર આંગણે માટીના દીવડા પ્રગટાવી દીપાવલી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી માટીની દીવડાની એ ચમક વિદેશી દીવડાઓએ ઝાંખી પાડી દીધી છે, હાલમાં લોકો સસ્તા અને રંગબેરંગી દેખાતા અને મશીનમાં તૈયાર થતા ચિનાઈ માટીના દીવડા તેમજ રંગબેરંગી લબુક ઝબુક થતા વીજળીના દીવડા પ્રગટાવી દીપાવલીની ઉજવણી કરી રહ્યા છે, જેના કારણે માટીકામ સાથે જોડાયેલા પરિવારોની રોજીરોટી પર ખૂબ માઠી અસરો જોવા મળી રહી છે, હાલ બજારમાં લગભગ સમાન ભાવે મળતા મશીનમાં બનેલા રંગબેરંગી અને અવનવી ડિઝાઇનોમાં મળતા ચિનાઈ માટીના દીવડાની લોકો વધુ ખરીદી કરતા જોવા મળે છે. જેના કારણે માટીકામ સાથે જોડાયેલા અનેક પરિવારોએ પોતાના પરંપરાગત વ્યવસાયથી વિમુખ થઈ અન્ય વ્યવસાયો તરફ વળી રહ્યા છે.
વિઓ ૨:
ભાવનગર શહેરના પ્રેસરોડ પર આવેલા મીની કુંભારવાડા વિસ્તારમાં વર્ષો પહેલા પેઢી દર પેઢી ચાલી આવતા પોતાના પરંપરાગત વ્યવસાય માટીકામ સાથે સંકળાયેલા અનેક કુંભાર પરિવારોથી વસવાટ કરતા હતા, આ પરિવારો માટીના કુંડા, માટલા, તાવડી, હાંડી, માટીના તવા, ચકલીના માળા, નવરાત્રી ટાણે માતાજીના ગરબા અને દિવાળા ટાણે માટીના દીવડા બનાવી તેના વેચાણ થકી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ સમયજતા હાથથી થતા માટીકામનું સ્થાન મશીનોે લઇ લીધું, વેપારીઓની માંગ મુજબ ઝડપથી અને જોવા તેટલો માલ મશીનોમાં બની રહેતો હોય વેપારીઓ મશીનોમાં બનતા માટીના દીવડા, માટલા, કુંડા વગેરેની ખરીદી કરવા લાગતા હાથેથી માટીકામ કરતા પરિવારોની સ્થિતિ કફોડી બની ગઈ, જેના કારણે પોતાના પરંપરાગત વ્યવસાય છોડી અનેક પરિવારો નવા વ્યવસાયની શોધમાં અન્યત્ર સ્થળે ચાલી ગયા, જેના કારણે હવે મીની કુંભારવાડા ગણાતા આ વિસ્તારમાં ગણ્યા ગાંઠ્યા પરિવારો જ બચ્યા છે, જે પણ પૂરતું કામ નહીં મળતા ફાંફા મારી રહ્યા છે, જોકે છેલ્લે થોડા સમયથી પ્રધાનમંત્રીની લોકલ ફોર વોકલ ની હાંકલે માટીકામ કરતા પરિવારોમાં આશાનો દીપ જગાયો છે, દિવાળી આવતા લોકો દ્વારા પોતાના ઘરોને સજાવવાના માટીના દીવડા બનાવવાનો ઓર્ડર મળતા માટીકાામ સાથે જોડાયેલા પરિવારોએ દીવડા બનાવવાનો પ્રારંભ કરી દીધો છે, કામ મળતા પરિવારની આંખમાં ફરી ચમક જોવા મળી રહી છે, આ ચમકને વધુ પ્રજ્વલિત કરવા આપણે પણ માટીના દીવડાની ખરીદી કરી આવાં પરિવારોએ મદદરૂપ બનીએ એ ખૂબ જરૂરી છે.
બાઈટ: મુકે પ rajapati, માટીકામના કારીગર.
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowOct 12, 2025 07:48:250
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 12, 2025 07:46:420
Report
CPCHETAN PATEL
FollowOct 12, 2025 07:46:340
Report
URUday Ranjan
FollowOct 12, 2025 07:46:250
Report
CPCHETAN PATEL
FollowOct 12, 2025 07:30:200
Report
NRNidhiresh Raval
FollowOct 12, 2025 07:15:590
Report
URUday Ranjan
FollowOct 12, 2025 06:22:180
Report
URUday Ranjan
FollowOct 12, 2025 06:20:090
Report
DRDarshal Raval
FollowOct 12, 2025 06:01:220
Report
CPCHETAN PATEL
FollowOct 12, 2025 06:01:11Surat, Gujarat:સુરત બ્રેક
ભાજપ પ્રદેશ અધ્ય antip ...
0
Report
NJNILESH JOSHI
FollowOct 12, 2025 05:49:230
Report
CPCHETAN PATEL
FollowOct 12, 2025 05:49:120
Report
CPCHETAN PATEL
FollowOct 12, 2025 05:49:040
Report
KLKANHAIYA LAL SHARMA
FollowOct 12, 2025 04:20:070
Report
DMDILEEP MISHRA
FollowOct 12, 2025 04:02:130
Report