Back
गुजरात ATS ने नार्कोटिक्स नेटवर्क के मुख्य आरोपी रहमत अली शेख को गिरफ्तार किया
URUday Ranjan
Feb 26, 2026 11:47:47
Ahmedabad, Gujarat
ગુજરાત એટીએસને એક મોટી સફળતા મળી છે. પંજાબમાં હેરોઈન, હેન્ડ ગ્રેનેડ અને પિસ્તોલના મોટા કન્સાઇનમેન્ટ સાથે સંકળાયેલો મોસ્ટ વોન્ટેડ આરોપી રહેમતઅલી શેખ ની ધરપકડ ગુજરાત એટીએસ એ કરી છે પાકિસ્તાન બોર્ડરથી નશીલા પદાર્થો અને વિસ્ફોટકો ઘુસાડનારા આ નેટવર્કનો મહત્વનો કડીરૂપ શખ્સ અમદાવાદના રખિયાલમાં છુપાયો હતો. એટીએસની ટીમે ઓપરેશન પાર પાડીને પંજાબ પોલીસ ને જાણ કરવા માં આવી છે
અમદાવાદનું રખિયાલ વિસ્તાર અને ત્યાં આવેલું એક એમ્બ્રોડરીનું કારખાનું... અહીં સામાન્ય મજૂરની જેમ કામ કરતો રહેમતઅલી શેખ હકીકતમાં કોઈ સાધારણ ગુનેગાર નથી, પુરતાય આ આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ અને હથિયાર સ્મગલિંગ નેટવર્કનો સભ્ય છે. પંજાબની પાકિસ્તાન બોર્ડરથી હેરોઈન અને ઘાતક હેન્ડ ગ્રેનેડ સપ્લાય કરવાના ગુણામાં તે મુખ્ય આરોપી હતો. ગત જાન્યુઆરી માસમાં અમૃતસરમાં જ્યારે 43 કિલો હેરોઈન અને ચાર હેન્ડ ગ્રેનેડ પકડાયા, ત્યારથી આ શખ્સ પોલિસને થાપ આપી રહ્યો હતો. આરોપીની મોડસ ઓપરેન્ડી અને તેના ભાગવાની રીત જોઈને સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ગઈ છે. અમૃતસરના રાજાસાંસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ, રહેમતઅલી પહેલા પંજાબથી નેપાળ ભાગી ગયો હતો. નેપાળમાં થોડો સમય છુપાયા બાદ તે બિહાર થઈને ગુજરાતમાં પ્રવેશ્યો. પોતાની ઓળખ છુપાવવા માટે તે રખિયાલમાં મજૂરીકામ કરી રહ્યો હતો. પણ ગુજરાત એટીએસની બાજ નજરથી તે બચી શક્યો નહીં. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ નેટવર્ક માત્ર ડ્રગ્સ નહીં પરંતુ દેશમાં અસ્થિરતા ફેલાવવા માટે વિસ્ફોટકો પણ સપ્લાય કરતું હતું. રહેમતઅલી પાસેથી અગાઉ પંજાબમાં સ્ટાર-માર્ક પિસ્તોલ અને 46 જીવંત કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. હાલ ગુજરાત એટીએસ દ્વારા આ વોન્ટેડ આરોપીની અટકાયત કરવામાં આવી છે અને તેને પંજાબ પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowFeb 26, 2026 12:30:250
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowFeb 26, 2026 12:22:250
Report
HBHimanshu Bhatt
FollowFeb 26, 2026 12:21:440
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowFeb 26, 2026 12:19:060
Report
DPDhaval Parekh
FollowFeb 26, 2026 11:32:040
Report
URUday Ranjan
FollowFeb 26, 2026 11:30:570
Report
LJLakhani Jaydeep
FollowFeb 26, 2026 10:01:260
Report
CPCHETAN PATEL
FollowFeb 26, 2026 10:00:460
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowFeb 26, 2026 10:00:170
Report
SVSANDEEP VASAVA
FollowFeb 26, 2026 09:38:040
Report
PAParakh Agarawal
FollowFeb 26, 2026 09:16:100
Report
PJPrashant Jha2
FollowFeb 26, 2026 08:49:310
Report
SSSapna Sharma
FollowFeb 26, 2026 08:40:040
Report
NJNILESH JOSHI
FollowFeb 26, 2026 08:37:200
Report