Back
अहमदाबाद के रेलवे ओवरब्रिज में योजना की खामियाँ उजागर, लाखों खर्च बावजूद जनता परेशान
AKArpan Kaydawala
Feb 22, 2026 03:46:03
Ahmedabad, Gujarat
અમદાવાદના બોપલ-ઘુમામાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવાના હેતુથી કરોડોના खर्चે બનેલો રેલવે ઓવરબ્રિજ સત્તાધીશોના મૂર્ખામીભર્યા આયોજનનો નમૂનો બની ગયો છે. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલેકે ઔડાએ બુદ્ધિનું પ્રદર્શન કરીને બનાવેલો રેલવે ઓવરબ્રિજ છેલ્લાં 6 મહિનાથી લોકાર્પણ વગર શરુ કરી દેવાતા લોકો માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે. અંદાજે રૂપિયા 80 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ પૂરો થતા જ આગળ દીવાલ હતી, જેના કારણે છેલ્લાં દોઢ વર્ષથી ધૂળ ખાતો હતો. locals જીવના જોખમે કાચા રસ્તેથી પસાર થવા મજબૂર બન્યા છે. મહત્ત્વનું છે કે, આ ભૂલ સુધારવા રાજ્ય સરકારને ઘુમા બ્રિજને જોડતી જમીનનો ઝોન જ બદલો પડ્યો છે.BoPAlથી સીધા ઘુમા તરફ આવ્યા બાદ આ બ્રિજ પર સરળ રીતે ચઢી શકાય છે પણ, જ્યારે શીલજ તરફ ઉતરો ત્યારે સામે એક મોટી દીवाल અને એની બાજુમાં કાચો રસ્તો આવી જાય છે. બ્રિજ અને શીલજ મુખ્ય માર્ગ વચ્ચે લગભગ 300 મીટરનું અંતર છે. જ્યાં હાલ કોઈ રોડ અસ્તિત્વમાં નથી. વાત એમ છે કે, ઔડા અને રેલવેએ વર્ષ 2017માં આ બ્રિજની ડિઝાઇન તૈયાર કરી, 2019માં તેનું કામ શરુ થયું અને 2024માં બ્રિજ બનીને તૈયાર પણ થઈ ગયું. પરંતુ આયોજનમાં ભૂલના કારણે તેનું ઉદ્ઘાટન ના થયું. છેવટે સ્થાનિકો કંટાળીને પોતાના જોખમે આ બ્રિજ પરથી અવરજવર કરી રહ્યા છે. આ માટે તેઓ બ્રિજના છેડેથી જોખમી રીતે યુ-ટર્ન પણ લે છે. જ્યાં અકસ્માતની પૂરેપૂરી શક્યતા છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NJNILESH JOSHI
FollowFeb 22, 2026 06:34:400
Report
DRDarshal Raval
FollowFeb 22, 2026 06:32:570
Report
VPVasu Parmar
FollowFeb 22, 2026 05:35:140
Report
TDTEJAS DAVE
FollowFeb 22, 2026 05:31:340
Report
KBKuldeep Babele
FollowFeb 22, 2026 05:02:440
Report
AKArpan Kaydawala
FollowFeb 22, 2026 04:48:360
Report
DRDarshal Raval
FollowFeb 22, 2026 02:00:250
Report
AKAshok Kumar
FollowFeb 21, 2026 17:45:430
Report
CPCHETAN PATEL
FollowFeb 21, 2026 15:02:410
Report
RTRAJENDRA THACKER
FollowFeb 21, 2026 14:34:060
Report
NJNILESH JOSHI
FollowFeb 21, 2026 14:01:140
Report
CPCHETAN PATEL
FollowFeb 21, 2026 13:33:350
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 21, 2026 12:48:230
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 21, 2026 12:48:100
Report