Back

જામનગરના સિંચાઈ વિભાગના કર્મચારી મલબાર રિવરફેસ્ટિવલ૨૦૨૫માં ભાગ લેનારા ગુજરાતના એક માત્ર પ્રતિસ્પર્ધી
Jamnagar, Gujarat:
અલબેલાં સાહસ અને પ્રવાહી સંઘર્ષ વચ્ચે જામનગર જીલ્લાના નચિકેતા ગુપ્તાએ મલબાર રિવર ફેસ્ટિવલ 2025માં ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. એશિયાની સૌથી મોટી વ્હાઇટ વોટર કાયાકિંગ સ્પર્ધા તરીકે ઓળખાતી આ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં નચિકેતા ગુપ્તા જેઓએ ગુજરાતમાંથી ભાગ લેનારા એકમાત્ર પ્રતિસ્પર્ધી તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. તેમણે સેમિફાઇનલ સુધી પહોંચીને સૌપ્રથમ વખત ગુજરાતનું નામ મલબારના તીવ્ર પ્રવાહોમાં ગૂંજાવ્યું છે.
14
Report